Thijelu Akash Jyoti Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • આયનો - 2

    ​️ કેદ થયા પછીની સ્થિતિ: ધૂંધળી દુનિયા​આયનાની અંદરનો કારાવાસ...

  • ટેલિપોર્ટેશન - 3

    ટેલિપોર્ટેશન: વિલંબનું હથિયાર​અધ્યાય ૭: વિલંબનો અભ્યાસ અને ન...

  • The Madness Towards Greatness - 5

    Part 5 :" મારી વિદ્યા માં ઊણપ ના બતાવ , તારા કાળા કર્મો યાદ...

  • અંધારાની ગલીઓમાં લાગણીઓ - 4

    શીર્ષક : અંધારા ની ગલીઓમાં લાગણીઓ - 4- હિરેન પરમાર ગુપ્ત મુલ...

  • નિર્દોષ - 4

    ​અધ્યાય ૬: માસ્ટરસ્ટ્રોક અને અંતિમ ખેલ​૬.૧. આર્યનનો 'ફાઇ...

શ્રેણી
શેયર કરો

Thijelu Akash

નામ : જ્યોતિ ભટ્ટ
ઈમેઈલ : jyotibala411@yahoo.com
શીર્ષક : થીજેલું આકાશ
શબ્દો : 837
સજેસ્ટેડ શ્રેણી : વાર્તા

થીજેલું આકાશ

વેદનાની વાદળી મને ચારે તરફથી ઘેરી રહી હતી. હું ભીતર ને ભીતર ગુંગળાયા કરતો હતો..વૈશાખ લૂ ની જેમ મારા ઝખ્મો મને દઝાડતા હતા. મારી આસપાસ -મારી ચોતરફ એક દીવાલ ખડી હતી -હતાશાની . હું ધારું તોય એ દીવાલ તોડી હું બહાર આવી શકું તેમ ન હતો.

મારી નજર સામે અંધકાર પથરાયેલો હતો -કેવળ અંધકાર. દોડીને ક્યાંક ભાગી છૂટવાનું મન થતું હતું. મારે દૂર...દૂર નાસી જવું હતું જ્યાં સંતોષ હોય , તૃપ્તિ હોય. અતૃપ્તિના અસંતોષે મને ઘેરી લીધો હતો.

મેં બારી બહાર નજર કરી તો મને કેટલાય બિલ્ડીંગ દેખાયા.ઇંટ , ચુનો ને રેતીના બનેલા એ બિલ્ડીંગ ની સફેદાઇ મને બરફ જેવી લાગી .અંદર વસતા ને ગરમ ગરમ શ્વાસો શ્વસતા માનવો ના એ ઘર મને થીજેલા લાગતા હતા.

આકાશની પેલે પાર વિષે પણ મને હંમેશા કૌતુક થતું. ખરું જોતાં વાદળો ની મને ઇર્ષ્યા આવતી....વાદળો ને કેવું સરસ વરસતાં આવડે છે. ....સૂકી ભઠ્ઠ ધરતી ને વાદળ વરસી વરસી ને ભીંજવી દે છે છેક પાતાળ સુધી....અને ધરતી તૃપ્તિ ના ઓડકાર ખાઇ નદી-નાળા છલકાવી દે છે.

એ જ વાદળ શિયાળામાં થીજી જાય છે - બરફની જેમ. આખો દિવસ સૂર્ય ને પોતાના પાલવમાં સમાવી તપે છે ને રાત્રે પોતાના એ જ પાલવમાં ચંદ્ર ને સ્થાન આપી આપણને શીતળતા આપે છે -જાણે વરસવાની , તપવા ની ,થીજવા ની ઋતુ ઇશ્વરે તેને બક્ષી છે. ....થાય છે કે હું પણ વાદળ હોત તો. .....

ક્યારેક તો વૃક્ષ ની પણ મનોમન ઇર્ષા થાય છે. વૃક્ષ કેટલું સુખી છે ! પોતાના મૂળ છેક પાતાળ સુધી પહોંચાડી, પોષણ મેળવી , ઘટાદાર વૃક્ષ બની શીળો છાંયડો પાથરી શકે છે, પક્ષીઓ માળો બાંધી આનંદથી આ વૃક્ષ પર જીવી શકે છે -એ વૃક્ષ નું એક નાનકડું બીજ થવાનું ય મારા નસીબમાં નથી. શીળી છાંય બની પથરાઇ શકું એટલી લાયકાત પણ મારામાં નથી.

અચાનક એ વૃક્ષ મને થીજેલું લાગે છે. તેના પર્ણો પર સરકતી ઝાકળ બરફ બની લપસતી લાગે છે. ઝાકળ ની બુંદો મોતી શી લાગવાના બદલે બરફના કરા જેવા ભાસે છે. આમ કેમ ?

કોઈ બાળક ને બે હાથથી બોટલ પકડી તેની માતાના ખોળામાં દૂધ પીતાં જોઇ મને ય બાળક બની જવાનું મન થતું , કોઇના ખોળામાં વિશ્વાસ થી શ્વસવાની , નિરાંત થી સુવા ની ઇચ્છા જોર પકડતી .કોઈકનો ઉષ્મા ભર્યો હાથ મારા માથામાં ધીરે ધીરે ફરે તેમ ઇચ્છતો ને ત્યાં જ ......બાટલીમાંના દૂધ ના ફોદા ફોદા થઈ ગયેલા દેખાતા......

ઘણીવાર તો સૌંદર્ય જોઇ મારી લાગણીઓ બળવત્તર બની બહાર આવવા જોર કરવા લાગતી . એમ થતું કે હમણાં નિચોવાઈ જશે મારું અસ્તિત્વ ટીપે...ટીપે.....અને હું સંતોષનો શ્વાસ લઇશ.....!

ઘણીવાર ગરમાગરમ ચા ની વરાળ ને ઉંચે ને ઉંચે ચડતી જોતાં , તેની સુગંધ ને હવામાં પ્રસરતી અનુભવતા જાતને ચા સાથે સરખાવવાનો પ્રયત્ન કરતો. મને પણ ચાની જેમ નશો બની છવાઈ જવાનું મન થતું. ચાની ગરમી મારા અંગેઅંગમાં વ્યાપી જતી. ખુદ મને જ મારો કેફ ચડવા લાગતો અને ત્યારે મને વાદળની જેમ વરસી પડવાનું મને થતું. મારા અણુ એ અણુ માં ઉષ્ણતા વ્યાપી જતી , અને હું ફેલાવા -વિસ્તરવા ઝંખતો , અને ત્યાં જ .......અચાનક ચા ઠરી જતી.

મને હજુ આજે ય એ ક્ષણ પીડે છે....એ ઘટના યાદ કરતાં આજે પણ મારું માથું ભમી જાય છે. એશ પ્રસંગને યાદ કરતાં આજે ય હું નાલેશી અનુભવું છું. હતાશા મને કોરી ખાય છે. મારામાં રહેલી લાગણીઓ જોર કરી બહાર આવવા મથે છે અને અચાનક હું ઠરી જાઉં છું -ભભૂકતો લાવા ઠરે એમ મારી લાગણીઓ ઠરી જાય છે. એમ ક્ષણ મને હંમેશ પીડતી રહેશે.......

આકાશ તું તપે જ છે તને વરસતાં નથી આવડતું ?
જેને તપતાં આવડે તેને વરસતાં યાદ આવડે.
મને તો તૃપ્તિ જોઇએ.
ધરા તૃપ્ત થાય તો જ ફળદ્રુપ બને તે જાણું છું
તો પછી રાહ શાની ?
ધરા ની સંમંતિ ની.
ધરા તો ક્યારની ય તલસે છે.
તો તો આજે વરસી જેવા પડું મન મૂકીને.
જોજે હો મને તૃપ્તિ જોઇશે.
આકાશમાં વિશ્વાસ નથી ?
આકાશમાં છે તેના વરસવામાં નથી .
ચાલ આજે તો વરસી જ પડું...

અને આમ આકાશ ધરા પર વરસવા લાગ્યું...ધરા વર્ષોથી જે ક્ષણની રાહ જોઈ રહી હતી તે ક્ષણ હવે હાથવેંતમાં જ હતી....તે પીગળતી ચાલી -મીણ ની જેમ......અને અચાનક. ...... આકાશ થીજવા લાગ્યું....ધોધમાર વરસાદ ના બદલે બરફના કરા. ....ધરા અકળાઈ ઊઠી.....

આકાશ તને વરસતાં ય ન આવડ્યું ? ધોધમાર વરસાદ ના બદલે બરફના કરા ? જા ના જોઈએ તારો સાથ.....

ધરા....ધરા...
જા ચાલ્યો જા અહીંથી. જે બીજ ધરા ને ફળદ્રુપ ને બનાવી શકે એ બીજ શા કામનું ?...જા ચાલ્યો જા અહીંથી અને ફરી કદી મને તારું મ્હોં ને બતાવીશ.

એ ઘટના પછી હું ખૂબ બેચેની અનુભવું છું. કેમ સૌ મને નફરત કરે છે? મારામાં પ્રગટે લી ઉષ્મા કેમ એકદમ , અચાનક આમ થીજી જાય છે ?

મારી લાગણીઓ હું બરફની જેમ થીજી જતી અનુભવું છું . ફ્રિજમાં મુકેલ પાણી બરફ બની જાય તેમ મારા અંગેઅંગમાં પ્રગટતી ઉષ્મા ને ઠંડી પડી જતી અનુભવી હું વ્યથિત બની ઉઠું છું. .વ્યથા મને ઘેરી વળે છે.

હતાશાથી ઘેરાઇ હું વાઇન લઇ પીવા બેસું છું. ગ્લાસ માં થોડી સોડા રેડી ઉપર વાઇન રેડું છું અને અંદર નાખું છું થોડા કબ્સ .વિચારો માં અટવાતો , મૂંઝાતો , અકળાતો હાથમાં ગ્લાસ પકડી બેસી રહું છું. મારી નજર ગ્લાસ ની અંદર રહેલા કબ્સ પર સ્થિર થઈ જાય છે. એમ થાય છે કે એ કબ્સ હું જ છું. ....હા ...હું જ..... અને એક જ શ્વાસે હું વાઇન ગટગટાવી જાઉં છું. ....હું છું થિજાવેલા ગર્ભ ની પેદાશ......


- જ્યોતિ ભટ્ટ