Sale Jyoti Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

  • રેમ આત્માનો - ભાગ 13

    (આગળ ના ભાગ માં જોયું કે પરેશભાઈ અને પેલા તાંત્રિક ને એનાજ ગ...

  • કવિ કોલક

    ધારાવાહિક - આપણાં મહાનુભાવો ભાગ:- 34 મહાનુભાવ:- કવિ કોલક લેખ...

શ્રેણી
શેયર કરો

Sale

નામ : જ્યોતિ ભટ્ટ
ઈમેઈલ : jyotibala411@yahoo.com
શીર્ષક : સેલ
શબ્દો : 510
સજેસ્ટેડ શ્રેણી : વાર્તા

સેલ

ગ્રાન્ડ રિડક્શન સેલ. ..દસ દસ રૂપિયા. ...કોઈપણ આઇટમ લો દસ રુપિયા.
એ ભાઇ ધક્કા નહીં મારો.
તો જલ્દી આગળ વધો ને.
સાલું .....દસ રુપિયા માં ખોટું નહીં.
હવે તો વાસણ, કપડાં, બુટ-ચંપલ બધું ય સેલમાં જ મળે છે.
માલનો ભરાવો થઇ ગયો હોય તો પછી શું કરે ?
એમને ખોટ નહીં જતી હોય ?
ત્રણ રુપિયા માં મળેલું દસ રુપિયા માં વેચે પછી ખોટ શાની?
વસ્તુ સારી હશે નહીં ?
એ તો વારો આવે ત્યારે ખબર પડે.
આહ. ....કેટલી બધી ભીડ છે.
બધાને મફતના ભાવે લેવું હોય પછી. .....
અલ્યા! પેલા બુટ સરસ લાગે છે .
ઉંધું-ચત્તુ કરીને જોજો ક્યાંક થીંગડું ન હોય! .
દસમાં તે કેવુંક હોય !
તો ય જોઇને લેવું સારું.
બધું જોઈને થોડું લેવાય ?
પેલા વાસણો નો ખડકલો, ચાલો જોઈએ.
વાસણમાં આપણે શું જોવાનું?
જોવામાં શું જાય?
ચાલો. ....
..........
બળ્યું, બધા જ વાંકાચૂંકા છે.
આજની સરકાર જેવા.
પેલી સાડી લઇ લઉં મિસિસ માટે ?
સડેલી નીકળશે તો ગાળો ખાશો .
એ તો ટેવાઈ ગયા.
પરણ્યા પછી બધાને એવું જ હોય.
ચાલો...ચાલો આગળ જઇએ.
પણ..તમારે લેવું છે શું ?
હું લેવા નહીં જોવા આવ્યો છું.
શું .......?
આ ભીડ..
કેમ ?
યાર ભીડમાં ફરવાની મજા આવે.
એમ કેમ ?
સ્પર્શ સુખનો આનંદ મળે.
આવું વિચારાય ?
જમાનો છે.
પણ આવું કરાય ?
કેમ નહીં ? કૃષ્ણ કરે એ લીલા ને.....
તો યાર સજ્જનતા નેવે ન મૂકાય.
નશામાં આજકાલ લોકો આવું જકંઈક કંઈક કરી છટકી જતા હોય છે.
ચાલો હવે પેલી બાજુ.
કેમ ? ત્યાં કેમ ?
ત્યાં ટોળું છે ...છોકરીઓનું .
તમે ભાંગી પીધી લાગે છે.
ના..છાપું વાંચ્યું છે.
આ સેલ તો યાર બહુ મોટું છે.
આવતી સાલ આથી યે મોટું આવવાનું.
તમને કોણે કહ્યુ?
આવતી સાલ તો મોંઘવારી યે વધી હશે.
સેલ માટે નહીં.
કેમ એમ ?
સેલના ભાવ નહીં વધે .
તો શું વધશે ?
માણસો..
એટલે...?
ભીડ આનાથી પણ વધુ હશે. લોકો ગાડીના બદલે ટ્રક માં આવશે . ને વાસણ ,કપડાં બૂટ , ચંપલ ની જેમ....
શું ?
માણસો ય સેલમાં વેચાશે.
હોતું હશે કંઈ ?
કેમ ના હોય ? કોઇને ઘરઘાટી. કોઈને આયા,કોઇને તેડાગર જેને જેની જરૂર હોય તે બધું જ સેલમાં મળશે.
તમે તદ્દન અવાસ્તવિક છો.
વાસ્તવિક બનીને જીવવું દુષ્કર છે.
ચાલો ..હવે આગળ તો ચાલો.
આ સેલની દુનિયા જ એવી. ગમે તેટલા આગળ વધો -હતા ત્યાંના ત્યાં જ.
તમારે કંઈ ખરીદવું નથી ?
બધેયથી ખરીદીએ તો આપણે એક સેલ ઊભું કરવું પડે.
તો ચાલો હવે જઇએ.
શું ઉતાવળ છે ?
આપણે ખોટી ભીડ કરીએ છીએ.
ભીડ ક્યાં નથી ?
હું તો જઉં છું.
જાઓ...જરુર જાઓ.તમે કદી આગળ નહીં આવી શકો.
શું કહ્યુ?
કંઇ નહીં. પેલી થાળી આપની થેલીમાં મુકી દઉં છું.
કોઇ જોઇ જશે તો ?
આમ જ રસોડા સેટ ઊભો કર્યો છે
ખેર...હું તો જાઉં છું.
તમે નેતા નહીં બની શકો.
તમે બનવાના ?
ભ્રષ્ટાચાર, શોષણ, અનીતી એ બધું આવડે તો જ નેતા થવાય.
મારે નથી થવું.

જાઓ...હું તો આમ જ અટવાઇશ ,અટવાતો રહીશ ભીડમાં. ...આવા સેલ મને કોઠે પડી ગયા છે.
અને આમ ભીડમાં અટવાતો, અટકતો , અથડાતો , પછડાતો , ફસાતો અવિરત આગળ વધતો જાઉં છું -ભીડ વચ્ચે, ભીડમાં, ભીડમાં માટે ,ભીડાઇને. કંઇ કામકાજ હોય તો કહેજો. "સેલમાં આપણી ઓળખાણ સારી છે.

  • જ્યોતિ ભટ્ટ