Kaydesar books and stories free download online pdf in Gujarati

Kaydesar

નામ : જ્યોતિ ભટ્ટ
ઈમેઈલ :

મોબાઈલ નંબર - 9898504843

શીર્ષક : કાયદેસર
શબ્દો : 1903

સજેસ્ટેડ શ્રેણી : વાર્તા

કાયદેસર

ખુરશી માં બેઠા બેઠા જ મારી નજર ટેબલ પર પડેલ મારા જ નામના બ્લોક પર પડે છે -ડૉક્ટર અભિજિત શર્મા. એમ.ડી.ગાયનેક. એફ. આર.સી.ઓ.જી. (લંડન )


હું મારી રિવોલ્વીંગ ચેર ઘુમાવું છું અને પલાંઠી વાળી બેસી જાઉં છું તેની અંદર જ. ખુરશીમાં રહેલી મારી કાયા ગોળ ગોળ ઘુમવા લાગે છે.


મારી કેબીન ની બહાર પણ એક બોર્ડ લગાવેલું છે ડૉક્ટર અભિજિત શર્મા

સ્ત્રી રોગોના નિષ્ણાત

એમ.ડી. (ગાયનેક)

એફ. આર.સી.ઓ.જી. ( લંડન )

કેટલી મહેનત , કેટલા ઉજાગરા, કંઇ કેટલો ય પરિશ્રમ અને માતા-પિતા ની વર્ષોની તપશ્ચર્યા એ મને આ ડીગ્રી અપાવી.એ ડીગ્રી ની અદબ જાળવવા, માતા-પિતા નું મસ્તક ઉન્નત રાખવા કેટલાય ઑપરેશન સફળતા થી પાર પાડ્યા. ....ગરીબ લોકોને મફત સારવાર આપીને સેવાનો ઉદ્દેશ પણ પાર પાડ્યો .અને ખાનગી પ્રેક્ટિસ શરુ કર્યાના પાંચ જ વર્ષ માં ક્રમે ક્રમે માતા-પિતા ની છત્રછાયા ગુમાવી.

ડૉક્ટર ની જિંદગી એટલે જડતા ની જિંદગી. માતા-પિતા ના અવસાન બાદ દિન પ્રતિદિન આ જડતા મને ઘેરતી ચાલી.સેવાનો ઉદ્દેશ તો માતાની ચેહ સાથે જ ક્યાંય બળીને રાખ થઇ ગયો અને એક નવા જ ચહેરાનો ઉદય થયો મારા વ્યક્તિત્વ માં.


પૈસો એ મારો જીવનમંત્ર બની ગયો .સ્મિત કરતા .માયાળુ દેખાતા ચહેરા નીચેનો એક નવો ચહેરો સતત લોકોનું શોષણ કરતો રહ્યો. સરકારે ઘડેલા કાયદેસર ના કાયદાએ મારો પૈસા કમાવાનો હેતુ બર આવવા લાગ્યો. સિઝેરિયન, એબોર્શન મારા માટે સહજ બની ગયા.હું ધૂમ પૈસા કમાવા લાગ્યો. આલિશાન બંગલો અને એમાં ફ્રિજ, .,એલ.ઇ.ડી. ટી.વી. એ.સી. એ બધું ક્રમે ક્રમે મારા ધંધાની સફળતા ના સૂચક બની મારી સામે હસતા રહ્યા

એક ડૉક્ટર હોવાના નાતે મને ક્યારેય કશી ભીનાશ સ્પર્શી શકી નહીં.કેટલાય ઓપરેશન, એબોર્શન, લોહી , ગ્લુકોઝ ની બૉટલો , સિરિંજો , જામી ગયેલા લોહીની ગાંઠો , .....આ બધું તો મારા માટે રોજિંદુ બની ગયું .હું આગળ વધતો રહ્યો અને લક્ષ્મી કહો કે મારા પગમાં આળોટવા લાગી.

કેટલીય ખીલતી કળી ઓને ,ઊદય પામવા માગતી જિંદગી ઓને મેં અકાળે જ મૂરઝાવી નાંખી. તેમના ઊદય પામી રહેલા શ્વાસો ને અટકાવી દીધાં.મસળી નાખ્યા મારી આપખુદી પુરવાર કરવા અને એમાં સહાયરૂપ થયાં મારા ઓપરેશન થિયેટર ના સાધનો.. કાતર ,ગ્લોવ્ઝ , સક્શન પમ્પ ની બોટલો , ઇંજેકશનની સિરિંજો આને મારો ઓપરેશન થિયેટર નો સ્ટાફ.

મારા ક્ષણિક સ્મિત પાછળ મેં ઘણાને ભોળવ્યા, ગાયનેક હોવાના નાતે દયા પણ કરી . પૈસા પાછળ હું જાણે આંધળો ભીંત બની લોકોની મજબુરી ખરીદવા લાગ્યો .માતાની કૂખમાં વિકસતી દીકરીઓને ન ઇચ્છતા મા -બાપની લાગણીને મેં સરેઆમ ખરીદ્યા કરી.લોકોના ખિસ્સા ખાલી કરતો રહ્યો અને વધારતો રહ્યો મારું બેન્ક બેલેન્સ.

પણ અચાનક મને આ શું થઈ ગયું ? આ શું થઈ રહ્યુ છે મને ? શું આની પાછળ મેં કરેલા મારા અગણિત કૃત્યો તો જવાબદાર નહીં હોય ને ? લોકો કહે છે -હા પસ્તાવો વિપુલ ઝરણું, સ્વર્ગથી ઉતર્યું છે , પાપી તેમાં ડૂબકી દઇને પુણ્યશાળી બને છે.

પણ મારા પુણ્ય તો પરવારી ગયા છે.મને હવે ક્યાંય જપ નથી.. મારા કૃત્યો મને ફ્રિજમાં રહેલા પાણીની જેમ થિજાવી રહ્યા છે. મારા રોમે રોમે કંપારી છૂટે છે અને હું સતત મારામાં જ અટવાયા કરું છું.


સામે જ રહેલા ઓપરેશન થિયેટર માં રહેલા સક્શન પમ્પ ના બાટલા-એમાં ભરાતાં ને ગંદી ગટરમાં ઠલવાતું લોહી અચાનક જ મને ભીંસે છે.મારી આખી ને આખી દુનિયા એ ગોળ ગોળ ફરતા બાટલાની જેમ મને ગોળ ગોળ ફરતી લાગે છે. એ લોહી મારા ફરતું ઠલવાયા કરે છે. હું મુંઝાઉ છું , અકળાઉં છું .આજપર્યંત મને આવું ક્યારેય નહોતું થયું .આટલી બેચેની આજપર્યંત મેં ક્યારેય અનુભવી નહોતી. .આટલો બધો તો હું ક્યારેય મુંઝાયો નહોતો , અકળાયો નહોતો.....તો હવે અચાનક જ મને આ શું થઈ રહ્યુ છે ? આટલી બધી બેચેની કેમ ?

શા માટે ?

પેલા બાટલામાંનું લોહી ધીમે ધીમે મારી આસપાસ ભરડો લઇ રહ્યુ છે.

હું ભીંસાઉં છું.મારો જમણો હાથ અચાનક જ મારા ડાબા પડખા પર આવી અટકે છે. બાટલામાંનું લોહી , એ લોહીની ઝીણી ઝીણી કણીઓમાંથી એક આકાર ઉપસે છે.એ આકાર જાણે કે મને ધમકાવે છે ---યાદ રાખજે ,અમે જરુર બદલો લઇશું અમને ક્રૂરતા થી રહેંસી નાખ્યા એનું અમે વેર વાળશું , તને રિબાવશું , તને ખૂબ મૂંઝવશું પણ તું કંઇ જ નહીં કરી શકે. તું લાચાર બનીને જોયા કરજે તારા આવા કૃત્યો ના પરિણામ. અમારા નિઃસાસા , અમારું અકળ મોત એક અભિશાપ બની છવાઈ જશે તારી સમગ્ર જિંદગી માં.

એ બાટલા.....અવિરત ગોળ ગોળ ફર્યા કરે છે.મશીનની ઘરઘરાટી સતત એક ધરતીકંપ માફક અથડાયા કરે છે મારા કાનમાં. એ બાટલામાંનું લોહી અચાનક જ બહાર આવી મને આખો ને આખો ખરડાવી દેશે મને , હું આખો ખરડાઈ જાઉં છું એકની લોહીથી અને ત્યાં જ સક્શન માં ના એ બાટલા મારી સામે ક્રૂરતાથી અટ્ટહાસ્ય કરવા લાગે છે.


થોડીક વેદના , થોડા ઉંહકારા એ બધું મને ક્યારેય સ્પર્શી શકતું નહોતું પણ હવે તો એનેસ્થેસિયા ની વાસ પણ જાણે મને બેહોશ બનાવી દે છે. મારું માથું સતત ભમવા લાગે છે. મારા જ અંગોને હું અનુભવી શકતો નથી. મારી નજર સામે સતત ફર્યા કરે છે ને મારી ફરતે વીંટળાયા કરે છે કોઇકના અભિશાપ.કદી યે ન સ્પર્શેલી વેદના , વણસ્પર્શ્યા જ રહી ગયેલા અગણિત ઉંહકારા ને ઊગતા પહેલાં જ આથમી ગયેલી, રહેંસી ગયેલી ને મશીનની ઘરઘરાટી વડે ચૂંથાઇ ગયેલી ધડકનોથી હું ઘેરાઇ જાઉં છું ચોપાસથી .મારા જ ખભા પર મારું મસ્તક ઢળી પડે છે અને હું સરી પડું છું મારા એન સોનેરી દિવસોમાં .


શાંત વહેતી સરિતામાં પથ્થર નાખવાથી જેમ વમળો સર્જાય તેમ મારા જીવનમાં પણ એક સુંદર વમળ સર્જાયું હતું. એક મનભાવન આંધી વચ્ચે હું અટવાયો હતો.એ આંધીમાં જ મને જનમોજનમ નું સુખ સાંપડ્યું હતું.તેની સાથે હું અંતરના અનેરા આનંદથી રેશમી ગાંઠે બંધાયો હતો.. આખા દિવસની દોડધામ, કન્સલટેશન , ઓપરેશનો ને સુવાવડ ના અંતે "ઘર" નામના વિસામા તળે એક અનેરી ને આહલાદક હુંફમા હું નિરાંત જીવે પોઢી જતો. મારો દિવસભર થાક એ હૂંફ માં ક્યાંય ગાયબ થઈ જતો ને સ્વર્ગ ને હું પૃથ્વી પર ઊતરી આવતું હું અનુભવતો. . દિવસો , મહિનાઓ આમ જ આનંદ તળે વીતતા રહ્યા.


અને........અચાનક ખ્યાલ આવ્યો કે મેં શોધેલી હૂંફ તળે ધીરે ધીરે એક અસ્તિત્વ આકાર લઈ રહ્યુ છે. દીવાનખાના ની ભીંત પર એક નવું કેલેન્ડર હવે શોભવા લાગ્યુ -નટખટ બાળ કનૈયા નું. ......થોડાક મહિનાઓ પછી આ ધરતી પર, આ હૂંફ તળે, કેલેન્ડર મઢી , વૉલપીસથી શોભતી ને ઓઇલપેઇન્ટથી ચમકતી આ દીવાલો પર એક બીજો જીવ પણ ધબકતો થશે. મારી જવાબદારી વધશે. મારા માલિકી હક્ક ની ભાવના માં એ જીવ પણ હક્ક માં તરબોળ બનશે. અને.......


ત્યારે લીસ્સી , ચમકતી આ ફર્શ પર કેટલાંય રમકડાં વેરવિખેર પડ્યા હશે.હાલરડા ના સૂર પછી આ ઘરમાં ગૂંજતા થશે.પલંગ પરની ચાદર ચોળાયેલી રહેશે.સદાય સજીધજીને રહેતી મારી હૂંફ પછી મોટાભાગે અસ્તવ્યસ્ત નજરે પડશે . આનંદ , અકળામણ ને દોડાદોડી ના મિશ્રિત ભાવો વચ્ચે અમે પણ ડૂબતા રહીશું રમકડાંઓની એક નવી જ દુનિયામાં.


પણ ના... હું એવું નહીં થવા દઉં. મારા અસ્તિત્વ ને આટલું જલ્દી ઓછું નહી થવા દઉં.મારે હજી મનભરીને મારી હૂંફ ને માણવી છે, આટલું જલ્દી હું કોઇને ય એમાં ભાગ નહીં પડાવવા દઉં --પછી ભલેને એ મારો જ અંશ કેમ ન હોય !


આ બધી જવાબદારી આટલી વહેલી સ્વીકારવા મન તૈયાર નહોતું .હજી તો ઘણું ફરવું હતું, મ્હાલવુઅઅં હતું ખોબો ભરીને સુખ ને માણવી હતી મનને તરબતર કરતી હૂંફ. એ સમયે હૂંફ એ પણ યાદ રાખવા નહોતો માંગતો કે હું એક ડૉક્ટર છું.કાયાનો મોહ એટલો જબરદસ્ત મને વીંટળાયેલો હતો કે હું સઘળું ભૂલી ગયો હતો. યાદ હતું માત્ર એટલું જ કે હું માણસ છું માત્ર એક માણસ -તે ય પાછો પુરુષ.
ના......હાલ તો મારા જીવનમાં હું કોઇને ય પ્રવેશવા નહીં જ દઉં. જે જ્ઞાન મારા ઊપયોગ માં ન આવે એ જ્ઞાન મારે શા ખપ નું ?.વ્યથિત, મૂંઝાયેલો , અકળાયેલો, અટવાયેલો એક પુરુષ એટલે કે હું માત્ર પુરુષ બનીને કંઈક નિર્ણય લઉં છું.


ફરી એ જ ડીસ્પેન્સરી, એ જ ઓપરેશન થિયેટર , એ જ સક્શન પમ્પ ના બાટલા , એ જ ઘરઘરાટી, એ જ બધા સાધનો , એ જ ગ્લોવ્ઝ, એ જ સ્ટાફ અને એ જ લોહીનું એ બાટલામાં એકઠું થવું.


આમ મારા જીવનબાગ ના પુષ્પને ખીલતા પહેલાં જ , મારા જ હાથો એ મેં રહેંસી નાખ્યું.ઓપરેશન ટેબલ પર સૂતેલી કાયાના ઉંહકારા, તેના ચહેરા પર ડોકાતી વેદના, એનેસ્થેસિયા ની અસર તળેની તેની બેહોશી એ બધું આજે પહેલીવાર મને સ્પર્શી ગયું.તેના મોંએથી નીકળતા વેદનાના સૂરે મને ભીતર થી આખો ને આખો હચમચાવી નાખ્યો. ખુદનું અસ્તિત્વ વિસરી એન કાયાના વેદનાભર્યા ઉંહકારા માં હું ડૂબવા લાગ્યો. તેના ચહેરા પર ડોકાતી વેદનાના એ મને ભીતર થી જ ખળભળાવી નાખ્યો અને થોડી જ પળોમાં એન કાયા એક મોટા ઊંહકારા સાથે પોતાની ગરદન ને જમણી તરફ ઢાળી ને મૌન થઈ ગઈ. મારી મતિ મુંઝાઇ ગઈ. સ્વીચ ઑફ કરવાનું ભૂલી એની કાયાના માથા પાસે જઇ હું ઊભો રહી ગયો. તેના દર્દભર્યા ઉંહકારા બંધ થઈ ગયા હતા, નાડી ગતિ અતિ મંદ મંદ ચાલતી હતી.અસહ્ય વેદના બેહોશીમાંય તેના ચહેરા પર ડોકાતી હતી વેદના, એનેસ્થેસિયા ની અસર તળેની તેની બેહોશી એ બધું આજે પહેલીવાર મને સ્પર્શી ગયું.તેના મોંએથી નીકળતા વેદનાના સૂરે મને ભીતર થી આખો ને આખો હચમચાવી નાખ્યો. ખુદનું અસ્તિત્વ વિસરી એ કાયાના વેદનાભર્યા ઉંહકારા માં હું ડૂબવા લાગ્યો. તેના ચહેરા પર ડોકાતી વેદના એ મને ભીતર થી જ ખળભળાવી નાખ્યો. અને થોડી જ પળોમાં એ કાયા એક મોટા ઊંહકારા સાથે પોતાની ગરદન ને જમણી તરફ ઢાળી ને મૌન થઈ ગઈ. મારી મતિ મુંઝાઇ ગઈ. સ્વીચ ઑફ કરવાનું ભૂલી એ કાયાના માથા પાસે જઇ હું ઊભો રહી ગયો. તેના દર્દભર્યા ઉંહકારા બંધ થઈ ગયા હતા, નાડી ની ગતિ અતિ મંદ મંદ ચાલતી હતી.અસહ્ય વેદના બેહોશીમાંય તેના ચહેરા પર ડોકાતી હતી.


અંતરની અકળામણ મારા ચહેરા પર પણ ડોકાતી હતી. .....અચાનક મારી અંગત મદદનીશ નર્સે સક્શન પમ્પ ની સ્વીચ ઑફ કરી ને મારા ખભા પર મૃદુતાથી હાથ મૂક્યો .મેં મારા હોશ સંભાળ્યા. ..ફરી ઇંજેકશનની સોય , બી.પી. માપવાના યંત્ર. ....ધીમે ધીમે હોશ તો પાછા આવ્યા, નાડી ની ગતિ પણ યથાવત ચાલવા લાગી, શ્વાસોચ્છશ્વાસ વ્યવસ્થિત થવા લાગ્યા છતાં મોડું .....ઘણુંબધું મોડું થઈ ગયું હતું.
સક્શન પમ્પ ના એ બાટલા ફરી ફરીને મને એક જ વાત કહી રહ્યા હતા --લે ભોગવ હવે તારા કૃત્યો ના ફળ.......


કેટલાય પ્રયાસો બાદ ભાનમાં આવેલી એ કાયાના ચહેરા પરનું સ્મિત હવે સદાને માટે વિલાઇ ગયું છે. મારા માટેનો છૂપો અણગમો ને એક ન કળી શકાય તેવો આક્રોશ તેની નજરમાં સતત દ્રષ્ટિ ગોચર થતો રહે છે. ક્યારેય માફ ન કરી શકાય એવો એક મોટો ગુનેગાર બની ગયો છું હું તેની નજરમાં.મારું ગાયનેક નું જ્ઞાન તેને કંઇ જ મદદ કરી શકતું નથી. સાઇકિયાટ્રિટ પણ તેની હતાશા , તેની ઉદાસી ને તેના મનમાં ઘર થઈ ગયેલી નિરાશા માટે મને જ દોષિત ગણે છે. તેમની નજરમાં પણ હું એક બેજવાબદાર પતિ ઉપરાંત એક એવો નિર્દયી બાપ છું કે જેણે પોતાના જૈ અંશને , પોતાના જ એક અસ્તિત્વ ને આકાર લેતાં પહેલાં જ ગૂંગળાવી નાખ્યું. એક નવસર્જન ને એક ઉદય પામવા ઇચ્છતા જીવને ગૂંગળાવવા જતાં તે જેમાં આકાર લઈ શકે , વિકસી શકે તે " ઘર " ખુદ મારા જ હાથો વડે નકામું બની ગયું સદાને માટે એક માત્ર મારી બેદરકારી અને સક્શન પમ્પ ની થોડી વધુ ઘરઘરાટી થી


મારા ઘરની દીવાલો પર હવે માત્ર ઉદાસીનતા ના છાયા ચિત્રો જ ટીંગાયેલા રહે છે. પાનખરે સૂકાયેલા ઝાડના થડની ઓથે બેઠેલી સ્ત્રી ની આંખોમાંથી સરખા આંસુની લકીરવાળું ચિત્ર આર્ટ ની દ્રષ્ટિ એ ઘણું જ સુંદર છે , પણ એ ચિત્રમાંથી પ્રગટતી વેદના હું સતત અનુભવું છું.


હું ડૉક્ટર નહીં , દાનવ બન્યો --માત્ર દાનવ. અનેક સિઝેરિયન કરી મા-બાળક બંનેનો જીવ બચાવતો એક બાહોશ ગાયનેક એવો હું ખુદ મારા જ અંશને રહેંસી નાખી હવે પસ્તાઉં છું પેટ ભરી. સક્શન પમ્પ ના બાટલા મને સતત યાદ કરાવતા રહે છે કે હવે મારો અંશ ક્યારેય આકાર ધારણ નહીં કરી શકે, મારા શૂક્રાણુઓ એમ જ મરી પરવારશે .મારી નીધી ની વધી કૂખ હવે ક્યારેય નહીં ભરાય . મારા જ ક્રૂર હાથો વડે મારી હૂંફ નું, મારી નીધી નું ગર્ભાશય અજાણતાં જ રહેંસાઈ ગયું.


સક્શન પમ્પ ની ઘરઘરાટી હજી યે અવિરત ચાલુ જ છે .તેમાંનું લોહી મારી આસપાસ વીંટળાઇને મને સતત ગૂંગળાવે છે. જેમ પુષ્પો નીચેના કાંટા થી પુષ્પો વીંધાય તેમ મારા હસતા ચહેરાની આડશે મારું હ્રદય વારંવાર કો' અજાણી તિક્ષ્ણતાથી, નિરાશા થી, હતાશાથી સતત વીંધાતું રહે જે અને પેલું --ગંદી ગટરોમાં ઠલવાતું, રેલાતું , ચોતરફ પ્રસરતું લોહી મારી સામે ક્રૂર અટ્ટહાસ્ય કરી , મારા પાપની યાદ કરાવી મને સતત ગૂંગળાવે છે . હવે ક્યારેય. ....હા ...ક્યારેય. ...............


નામ : જ્યોતિ ભટ્ટ
ઈમેઈલ :

મોબાઈલ નંબર - 9898504843

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED