પસ્તાવો... kishor solanki દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પસ્તાવો...

રબર ની ફેકટરી ના માલીક પ્રશાંત શાહ, પોતાની ફેકટરી ની ઓફિસ માં બેઠા બેઠા કંપ્યૂટર ના કિ-બોર્ડ પર પોતાની આંગળી ઓ હાંકી રહ્યા હતા. ફેકટરી ને અડી ને ઘર હોવા થી તેની દસ વરસ ની દિકરી પણ ઓફિસ માં હતી અને મોબાઈલ માં ગેમ રમી રહિ હતી.બંને બાપ દિકરી પોત પોતાની પ્રવુતી મા મગ્ન હતા.

તેવા માં રબર ની ફેકટરી કામ કરતો અને વિશ્વાસુ માણસ મોહન ઓફિસ નાં દરવાજે આવી અંદર આવવાની મંજૂરી માંગે. પ્રશાંત શાહ મંજૂરી આપે, તે અંદર આવે. બોલ મોહન કેમ આવવાનું થયું? શેઠ ૨૦૦ રૂપિયા આપો ને મારે વિકાસ ને દવાખાને લઈ જાવો છે. પગાર તો હજી ગયા અઠવાડીયે થયો હતો તે પૈસા ક્યાં ગયા? શેઠ તે પૈસા દુકાનવાળા નાં, દૂધવાળા નાં અને એક બે જણા પાસે થી ઉસીના લીધા હતા તેમને આપવા મા પૂરા થઈ ગયા. લે આ ત્રણ સો રૂપિયા અને વધારે જરૂર પડે તો ગમે તે ડોક્ટર ને મારૂ નામ દઈ દેજે. બે હાથ જેડી ભલે શેઠ કહિ મોહન બહાર નિકળ્યો ત્યા સામે તેને શેઠાણી મળ્યા.

અંદર આવી શા માટે આવ્યો હતો મોહન? પૈસા લેવા આવ્યો હતો. હા આપી દયો આપી દયો લુંટાવી દયો બધુ અને અમને મોકલી દયો ધરમશાળા મા. જો તે આપણી ત્યા કામ કરે છે એને જરૂરત હતી એટલે લઈ ગયો છે, સમજી? હા, હું સમજેલી જ છું. ચાલ સ્વાતી. માં દિકરી વહિ ગઈ. હે ભગવાન આવી પત્ની કોઈ ને ના દેશો.

જોયુ ને તમે, કેવી હતી પ્રશાંત શાહ ની પત્ની? જેવા ગુણ તેની પત્ની મા છે તેવા જ ગુ તેની દિકરી માં પણ છે. બાર વરસ નો દિકરો એકદમ પ્રશાંત શાહ જેવો છે સરળ સ્વભાવ નો ભણવા માં હોશીયાર અને દયાવાન.

મોહન ઘરે જઈ તાવ માં ગરકાવ થઈ ગયેલા ૧૧ વર્ષ નાં દિકરાં, તેની માં (પત્ની),અને ૯ વર્ષ ની દિકરી ને લઈ ને દવાખાને ગયો અને સારવાર કરાવી. બે દિવસ માં છોકરો નિશાળે જતો થઈ ગયો.

ધીમે ધીમે સમય વિતવા લાગ્યો. ચારેય છોકરાં પોત પોતાની રીતે ભણવા લાગ્યા. પ્રશાંત શાહ પૂરૂ ધ્યાન ફેકટરી માં આપતા અને મજુરો પાસે પ્રેમ થી કામ કરાવતા. વિકાસ ની માં ઘરે ઘરે કામ કરી બે પૈસા કમાતી હતી, જ્યારે સ્વાકી મમ્મી પોતાના પતી ની કમાણી થી ફુલી ન્હોતી માતી.

જોત જોતા માં વિકાસ ૧પ વર્ષ નો થઈ ગયો. અને ૧૦ માં ધોરણ માં સારા ટકે પાસ થયો. બુધ્ધીશાળી દિકરા એ આગળ નથી ભણવું એમ કહ્યું. પિતા એ આગળ ભણવા દબાણ કર્યું પણ જાણે આર્થિક પરિસ્થિતી નું ભાન પિતા કરતા પુત્ર ને વધુ હોય તેમ બે હાથ જોડી પોતાના પિતા ને તેની સાથે કામે લઈ જવા વિનંતી કરી.

પિતા માની ગયા અને શેઠ ને કરગરી દિકરાં ને કામે લગાડ્યો. ભાઈ ભણતો ઊભો થઈ ગયો એટલે બેન પણ ઊભી થઈ ગઈ અને પ્રશાંત શાહ નાં ઘર માં નોકરાણી તરીકે કામે લાગી ગઈ. ચાર માંથી બે છોકરાં કામે લાગી ગયા છે અને બે હજી ભણે છે.

મોહન નાં બાળકો દુબળા પાતળા હતા જ્યારે શેઠ નાં બાળકો ખાધેલ પિધેલ તાજા માજા હતા. સ્વાતી હતી તો ૧૪ વર્ષ ની પણ તેનું શરીર જોતા કોઈ પણ બોલી ઊઠે કે તે ૨૦ વર્ષ હશે.

સ્વાતી પોતાનો ફ્રી ટાઈમ હાથ માં મોબાઈલ લઈ ફેક્ટરી માં આંટા મારી ને જ પસાર કરતી હતી. ફેક્ટરી માં વિકાસ સિવાય બધા મજૂરો પરણેલા હતા. જેવો પોતાના કામ થી મતલબ રાખતા હતા. પણ સ્વાતી આવે એટલે વિકાસ ની નજરો આમ તેમ ફર્યા કરતી. સ્વાતી વિકાસ ને ગમવા લાગી હતી. તે સ્વાતી ને ફ્રેન્ડ, દોસ્ત કે તેનાથી કંઈક વધારે બનાવવા ઈચ્છતો હતો. તે સ્વાતી સાથે હસી મજાક ની જીંદગી જીવવા માંગતો હતો.

ઉંમર ના પહેલા પગથીયે આજુ બાજુ નત નવું જોઈ વિકાસ નાં દિલ માં અનેક અરમાનો આકાર લેતા પણ એક માલિક અને મજૂર ના તફાવતો તેના અરમાને તોડી નાખતા. છતાય તે સપના નાં તો જોયા જ કરતો. આવું ત્રણ વર્ષ ચાલ્યું.

વિકાસ હવે યુવાન અને સમજદાર થઈ ગયો હતો. સ્વાતી પણ આચાર, વિચાર, જ્ઞાન, ગમ્મત માં અવ્વલ થઈ ગઈ હતી. વિચાર તો કરો જે રૂપ ૧૪ વર્ષે ર૦ વર્ષ લાગતું તે ૧૭ વર્ષે કેવું લાગતું હશે? 'જો હું કહું તો કોઈ પણ ને બે ઘડી વિચારવા મજબૂર કરી દે તેવું.'

સ્વાતી ની જેટલી બહેનપણી હતી તેના કરતા અડધા ભાઈપણા (બોય ફ્રેન્ડ) હતા. જેની સાથે સ્વાતી માત્ર ફ્રેન્ડલી જીવન જીવતી હતી. તેથી વધારે કંઈ નહિ. પણ જેવું ૧૨ મું ધોરણ પૂરૂ થયું અને કોલેજ માં પ્રવેસતા ની સાથે જ સ્વાતી ની લાઈફ સ્ટાઈલ સાવ બદલાય ગઈ. જે બોય ફ્રેન્ડ હતા તે બધા બેડ ફ્રેન્ડ બની ગયા. ઘરે થી કોલેજ જતી પણ કોલેજ જઈ મોજ મજા કરવાની.

આ બધા ની સાથે તેના માં એક ખાસિયત હતી, તેનો સ્વભાવ જે તેને ગળથૂથી માં મળ્યો હતો. પૈસા નાં ઘમંડ ને કારણે તે પોતાની જેવા પૈસા વાળા નાં છોકરાં ને ભાવ આપતી હતી. બાકી મિડલ ક્લાસ કે થર્ડ ક્લાસ નો છોકરો તેની સાથે વાત કે તેનાથી કંઈ વધારે કરે તો તે તેને ઉતારી પાડતી, ના કહેવા નાં વેણ કહેતી સામે વાળા ની આબરૂ નાં કાંકરાં કપી નાખતી. હવે આવી અહંકારી અને અભીમાની સ્વાતી નાં સપનાં સામાન્ય મિડલ ક્લાસ માંથી આવતો વિકાસ જોતો હતો. "તો શું વિકાસ ને સ્વાતી નો પ્રેમ મળશે?"

મને(લેખક) નથી લાગતું કે મળશે. હુંય મુરખ છું શું બોલી ગયો. કંઈ કહેવાય નહિ. કદાચ વિકાસે પ્રપોઝ કર્યો અમે સ્વાતી એ હા પાડી દિધી તો? હુંતો ખોટો પડીશ. ચાલો જે થાય તે જાણીએ આગળ.....

સ્વાતી ની હાલ ચાલ,તેનો પહેરવેશ,તેના નખરા, તેના ઉઘાડા અંગો વગેરે રોજ નિહાળી વિકાસ પોતાને રોકી શક્યો નહિ અને એક દિવસ મોકો જોઈ તેણે સ્વાતી કહિ જ દિધુ, કે સ્વાતી મારે તને કંઈક કહેવું છે. શું? સ્વાતી અે પૂંછ્યું. વિકાસ ડરતાં ડરતાં બોલ્યો કે તું મને ગમે છો. એમાં શું હુંતો બધા ને ગમું છું. સ્વાતી હસી ને બોલી. એટલે વિકાસ ને થોડી હિંમત આવતા તે બોલ્યો... સ્વાતી હું તને ચાહું છું. આઈ લવ યુ. આટલું સાંભળી સ્વાતી તેના અસલી રંગ માં આવી ગઈ. શું બકવાસ કરે છે, તું જાણે તો છે ને કે હું શેઠ છું અને તું મારી ત્યા કામ કરનારો બે ટકા નો મજૂર અર્થાત નોકર. શું જોઈ ને તે મને પ્રપોઝ કર્યો? શું તું મને ખુશ રાખી શકીશ? મારી જરૂરીયાતો ને પૂરી કરી શકીશ? મને હરવા ફરવા હોટલ માં લઈ જઈ શકીશ? હજી ઘણું બધુ છે બોલ... વિકાસ કંઈ બોલ્યો નહિ.

તારી ઓકાત શું છે તને ખબર છે? હું કહું છું સાંભળ.... તું જેટલા નું મહિને કામ કરે છો ને તેટવા ની કો હું બ્રા અને પેન્ટી પહેરૂ છું. જેને ૧૦-૧૫ દિવસે બોય ફ્રેન્ડ ના સ્પર્શ બાદ ફેંકી દઉં છું. મારા સેન્ડલ,વોચ,મેક અપ, મુવી, પરફ્યુમ, હેર ઓઈલ, હોટલ, બેલેન્સ, નેટ આ બધો ખર્ચ તો અલગ, બકા તારૂ કામ નહિ. તું માત્ર મને આવતા જતા જોયા કર અને રાજી રહ્યા કર.

આગળ થી ધ્યાન રાખજે અને તારી હેસિયત જોઈ ને પ્રપોઝ કરજે, જા કામ કર એમા બે પૈસા મળશે. વિકાસ ચાલ્યો જાય. આવ્યો મોટો પ્રેમ કરવા વાળો.

વિકાસ કામે લાગ્યો તેની આંખો વરસી રહિ હતી. તે રડતો ન્હોતો પણ તેનું હ્યદય રડતું હતું. તે જાણી ગયો હતો કે પ્રેમ પૈસા થી મળે છે. અને મારે ગમે તેનો પ્રેમ મેળવવા થોડાક પૈસા વાળા થવું પડશે.

તે સાંજે ઘરે ગયો. વાળુ કરી, સાદાઈ થી તેના પિતા ને કહ્યું કે હું કાલ થી કામે નહિ આવું. પિતા એ કારણ પુંછ્યું તો બોલ્યો કે મારે કોઈ નાનો મોટો ધંધો કરવો છો. પિતા કંઈ બોલ્યા નહિ કદાચ તેમની ના હતી. પણ વિકાસ નો નિર્ણય અડગ હતો.

તેણે શાકભાજી વેચવા નું ચાલું કર્યું. બે પાંચ દિ બકાલું વેંચાય નહિ, બગડી જાય, માંડ માંડ મૂળગા પૈસા થાય. પણ વિકાસે હાર ના માની. તે થોડાક દિ માં રાગે પડી ગયો. તેનો ધંધો ધમ ધોકાર ચાલવા લાગ્યો. પછી તેણે બકાલા ની સાથે ફ્રૂટ વેંચવા નું પણ ચાલું કર્યું. જેથી શહેર ની માર્કેટ માં ઓળખાણ વધી. દલાલો ની આવક જોઈ તેને પણ દલાલી કરવા ની ઈચ્છા થઈ.

પછી તો તેણે યાર્ડ માં જ પોતાની નાની એવી જગ્યા બનાવી લીધી. અને પૈસા કમાવવા લાગ્યો. પોતાના પિતા ને પણ આ ધંધા માં લઈ લીધા અને બંને એ સાથે મળી બે વર્ષ માં ઘણા પૈસા ભેળા કરી લીધા, નવા મકાન બનાવી નાખ્યા, જમીન લઈ લીધી સૂટ બૂટ ગાડી ને એકદમ બીજનસ મેન જેવો દેખાવા લાગ્યો વિકાસ.

વિકાસ ને પૈસા કેમ કમાવાય તેની ટ્રીક મળી ગઈ હતી તેથી તેણે એક નાની એવી કંપની ઊભી કરી. બે વર્ષ તેણે ખૂબ મહેનત કરી. જેનું પરિણામ બહુ સારૂ આવ્યું. વર્ષ પહેલા પ્રશાંત શાહે બંને સંતાન નાં લગ્ન તેમની પસંદગી ના પાત્ર સાથે કરી જવાબદારી માંથી નિવૃત થઈ ગયા.

પ્રશાંત શાહ ની કંપની બહુ સારી ચાલતી હતી જેનું કારણ હતું તેમનો દિકરો. એક દિવસ પ્રશાંત શાહ અને તેની પત્ની નું એક્સિડન્ટ થયુ અને તેમા બંને મૃત્યું પામ્યા.

સ્વાતી નો પતી પૈસાદાર હતો. જે જુગાર અને લલના ની લતે ચડેલો હતો. જેમા તેણે ઘણું બધુ ગુમાવી દિધુ હતું. પણ હાર્યો જુગારી બમણો રમે, તેમ તેની મોજ માં જીવતો જેના કારણે તે એક દિવસ રોડ પર આવી ગયો. ઘર, બાર, ગાડી, વાડી બધુ ગયુ ત્રણ પાનાં અને એક કૂવા માં. પોતાની પત્ની ને ભાઈ પાસે મોકલી પણ જીજાજી ના લક્ષ્ણો થી વાકેફ સાળા એ મદદ કરવા ની ચોખ્ખી ફુલ ના પાડી દિધી. સ્વાતી ના એસો આરામ રાખમા રોળાય ગયા.સાવ સાદુ થર્ડ ક્લાસ જીવન જીવવા નો વારો આવી ગયો.

બે ટંક ખાવા માટે સ્વાતી નો પતી એક કંપની માં નોકરી એ લાગ્યો. ચાર છ મહિને ગાડી પાટે ચડી. પણ પહેલા જેવી તો નય જ. સ્વાતી જ્યારે પણ નવરી પડતી ત્યારે ભૂતકાળ માં સરી જાતી અને પોતે જીવેલી જીંદગી ને યાદ કરી ખૂશ રહેવા ની કોશીશ કરતી. તેવા માં તેને વિકાસ અને તેની સાથે કરેલું વર્તન યાદ આવ્યું. પહેલા તો પોતાના સ્વભાવ થી ચહેરો ખિલ્યો પણ ક્ષણ ભર માંજ કર્યા પર પસ્તાવો થયો હોય તેવું લાગ્યું. અને પોતાની આવી દશા નું કારણ વિકાસ ની હાય લાગી હોય તેવું માની બેઠી. પણ તે ક્યા જાણતી હતી કે વિકાસ તો આજે એક મોટો બીજનસ મેન બની ગયો હતો.

સાંજે સ્વાતી નો પતી ઘરે આવ્યો અને ડિનર કરી ને બોલ્યો. સ્વાતી કાલ થી ઓફિસ માં બે દિવસ ની રજા છે. કેમ? સ્વાતી એ પુંછ્યું. તો તેના પતી એ જણાવ્યું કે અમારા બોસ ની બેન નાં લગન છે. અને આપણે પણ જવાનું છે. તું આવીશ ને? હા હા કેમ નહિ. અામ પણ આપણે ઘણા સમય થી કોઈ પાર્ટી કે ફંક્શન માં ગયા નથી.

વળતે દિ સ્વાતી અને તેનો પતી પહોંચી ગયા લગન માં. ત્યાં જઈને જોયું તો લગ્ન કરતા પાર્ટી હોય તેવો માહોલ હતો. સ્વાતી ના પતી એ સહકર્મી ઓ સાથે મુલાકાત કરાવી. બધાય જેને જે જોવે તે ડ્રીંક લેતા હતા. સ્વાતી એ અને તેના પતી એ સોફ્ટ ડ્રીંક લીધુ. ત્યા નિરવ નાં ફોન માં ફોન આવ્યો. તે એક બાજુ જતો રહ્ય, બીજા બધા પણ જતા રહ્યા, સિવાય એક સુંદર છોકરી નાં.

સ્વાતી ડ્રીંક પીતા પીતા બધા માણસો ને જોતી હતી ત્યા તેની નઝર તેની તરફ આવી રહેલા વિકાસ પર પડી અને તરત બોલી ઉઠી, આ ભૂખડ ને કોણે અહિ બોલાવ્યો. વિકાસ પાસે આવ્યો એટલે પેલી છોકરી જતી રહિ. અને સ્વાતી હસતાં હસતાં બોલી,

તું અહિયા શું કરે છો? આ શૂટ બૂટ તારા છે કે ભાડે થી લાવ્યો છો? અહિ કામ કરવા વાળા એ પણ આવા જ કપડાં પહેર્યા છે. ત્યાંક તું એમાથી તો નથી ને? છોડ જે હો તે. લાંબા સમય પછી મળ્યા નય? જો તે દિવસે મે તારૂ પ્રપોજલ એકસેપ્ટ કરી લીધુ હોત તો, હું પણ આજે તારી જેમ નોકરાણી નું જીવન જીવતી હોત. તું એક નોકર છો જ્યારે હું એક મોટી કંપની માં મેનેજર ની જોબ કરતા ની પત્ની. જો પેલા આવે તે મારા પતી છે નિરવ. નિરવ નજીક આવે અને વિકાસ ને જોઈને....

ગુડ ઈવનિંગ બોસ! બોસ, સ્વાતી ધીમે થી બોલી. સ્વાતી આ છે મારા બોસ. જો આમણે મારો હાથ નાં જાલ્યો હોત તો કદાય આજે હું અને તું ક્યાંક રસ્તા પર ભીખ માંગતા હોત. મને સાચા રસ્તે દોરનાર આ માત્ર એક જ માણસ છે. જેણે આપણ ને જીવતા રાખ્યા છે.

બીજી એક વાત કહું મારા બોસે એની નબળી પરિસ્થિતી માં એક પૈસાદાર છોકરી ને પ્રપોઝ કરેલો. પણ તે છોકરી એ બોસ ને ઉતારી પાડેલા. આ પણ બોસ એ છોકરી ની યાદ માં જીવી રહ્યા છે. તેણે ક્યારેય કોઈ બીજી છોકરી ને દિલ થી પ્રેમ નથી કર્યો. હુંતો કહું છું નખ્ખોદ જાય તે છોકરી નું જેણે આવા દેવ જેવા માણસ ને દુભાવ્યા. ત્યાં પાછો ફોન આવ્યો અને નિરવ દૂર જતો રહ્યો. સ્વાતી કંઊ બોલી નહિ.

પણ વિકાસ બોલ્યો. મે તારી પાસે માત્ર પ્રેમ માગ્યો હતો, શરીર નહિ. પણ તે તારા પિતા ના પૈસા ના ઘમંડ માં મવે ન કહેવા ના વેણ કિધા, જે મારા હૈયા રામબાણ બની ને વાગ્યા.

એક સાચી વાત કહું "આપણી પાસે ફોર વ્હિલ આવી જાય ને, તો સાઈકલ વાળા ને ઠોકર ના મરાય. પણ યાદ રખાય કે ક્યારેક આપણે પણ સાઈકલ વાળા હતા" પૈસા આજ છે અને કાલ નથી પણ સંબંધો કાયમ રહેવા નાં છે. એટલું કહિ ને ત્યાથી જવા માટે પગ ઉપાડે, ત્યા સ્વાતી બોલે 'વિકાસ' ઘડિક પહેલા અને ચાર વર્ષ પહેલા શબ્દો બદલ દિલ થી સોરી. ઈટ્સ ઓકે એન્ડ એન્જોય ધી પાર્ટી. કહિ જતો રહે. સ્વાતી એકી નઝરે વિકાસ ને જોતી રહિ અને પસ્તાવા ની આગ માં બળતી રહિ.

***