ઝાંઝર
ઘૂઘરી વિના અધૂરાં
-ઃ લેખક :-
કુંજલ પ્રદિપ છાયા
kunjkalrav@gmail.com
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as MatruBharti.
MatruBharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.
ઝાંઝર
ઘૂઘરી વિના અધૂરાં
છેલ્લાં બે વર્ષથી ચાલતા દ્વંદ્વ યુધે છેલ્લા બે દિવસથી પૂરવેગ પકડયો હતો. આ દ્વંદ્વ મંથન કોઈ મતમતાંતર વચ્ચે નહીં, બલ્કે લીધેલ નિર્ણય અને પ્રાપ્ય નસીબ વચ્ચે હતો. એની સાથે જોડાવું કે પછી આમ જ...............
***
તામવર્ણી ઘૂઘરીવાળાં ઝાંઝર પહેરેલ પાનીઓની થાપ લયબધ્ધ પડતી હતી. “રીધમ” વાતાનુકૂલિત અને ત્રણ બાજુ મોટા અરીસાઓથી મઢેલ એનાં ૩૦ટ૨૦નાં ક્ષેત્રફ્ળવાળા ડાન્સ ક્લાસનાં હોલમાં સફ્ેદ ચુસ્ત કુર્તો અને લાલ ચૂડીદાર-ઓઢણીમાં સજ્જ; નૃત્યનો મહાવરો કરતી હતી. આ જગ્યા એનાં માટે સ્વર્ગથી નિમ્ન નહોતી. ચાર વર્ષની તપસ્યા બાદ બૃહદ ભારતીય મહાવિધ્યાલયમાંથી શાસ્ત્રીય સંગીતમાં સ્નાતક કરેલી રીધમ ગાયન અને નૃત્યમાં પારંગત થયેલ હતી. અભ્યાસને અંતે તેણે પોતાનાં શહેરમાં આરંગગેતરમનો કાર્યક્રમ આયોજ્યો. પોતે પોતનાં નાંનકડાં શહેરમાં વિદેશોમાં અને મહાનગરોમાં હોય એ પ્રકારની સંગીત પ્રધ્યાપનની શાળા ખોલશે એવું એલાન કર્યું, કે જે એનું સૌથી પ્રિય દિવાસ્વપ્ન હતું! નાનાપાયે સંગીતનાં વર્ગ ઘરમાં જ શરૂ કર્યા. જોતજોતાંમાં આપબળે એટલું ભંડોળ ભેગું કરી લીધું જેનાં દ્વારા એ પોતાનું સંગીતમય સ્વપ્નલોક સર્જવાની શરૂઆત કરી શકે.
***
“રીધમ, ઓયે..રીધમ.. તારૂં તો હું નામ બદલાવીશ.. એક દિ’ જો જે. શું જોઈને તારા પરિવારે આ નામ રાખ્યું છે હેં? તું તો નામને મન પર લઈ બેઠી છો ! હવે આ મારો સમય છે; તારાં આ ઝાંઝર ના જોઈએ મને મારા સમયમાં કાપ મૂકવા.”“હેય.. ડોન્ટ ગેટ ઈરીટેટ, ઈટ્સ હર્ટસ મી.” રીધમ આવું બોલતી, બધું મૂકીને લય પાસે બેસી જતી. લયને કાયમ રીધમનાં ઝાંઝરની છમછમથી કોણ જાણે શું અણગમો હોય એમ બબડતો.. એને રીયાઝ ન કરવા દઈ, પોતા પાસે બેસી રહેવા આગ્રહ કરતો. દસ ધોરણ સૂધી સાથે ભણ્યા અને સાઈન્સ/આર્ટ્સનાં ફંટાં પડયા પછી ભાગ્યે જ વધુ સમય એકાંતમાં ગાળી શકતાં. બંન્નેને પોતાંનાં અલાયદાં સ્વપ્નો હતાં, જે પરિપૂર્ણ કરવા બંન્ને સખત મહેજત કરતાં. ક્યારેક લય તેની કંપનીમાંથી વહેલો આવે ત્યારે રીધમની ઈન્સ્ટીટ્યુટ્માં પહોંચી જાય. હજુ એકમેકમાં ગૂંથાઈ સપ્તપદીમાં પગલાં માંડવાનું વિચાર્યું જ નહોતું બંન્નેએ.. બસ સાથ છે, સંગાથ ગમે છે, સારાં મિત્રો છે એ સૌને ખ્યાલ. તેથી સમાજની બીક કે છૂપાઈને મળવું એવું કશી જ મથામણ હતી જ નહીં. લાગણીને નહીં, કારર્કીર્દીને પ્રથમ પ્રાધ્યાન આપવું એ સહિયારો મંત્ર હતો.
એવામાં એકવાર લયે રીધમનાં પ્રેક્ટીસ રૂમમાં વાવાજોડાંની જેમ પ્રવેશીને, ખરેખરો ચક્રવાત આણ્યો; રીધમનાં જીવનમાં. ઉલ્લાસથી ચીચીયારીયો પાડતો તે રીધમને બંન્ને હાથથી પકડીને બોલવા લાગ્યો, “મારા વિઝા આવી ગ્યા છે! આઈ એમ ગોઈંગ ટૂ ઓસ્ટ્રેલિયા!” રીધમની પાની થાપ ખાઈ ગઈ, તેને સ્થિર થઈ લયને પૂછ્યું, “શું બડબડ કરે છે? જરા સમજાવ, ઓસ્ટ્રેલિયા? આ ક્યારે નક્કી થયું?” “તારી ફ્ેવરીટ કેટબરી સિલ્કથી મોઢું મીઠું કર પે’લા..” કહી, લયે ચોકલેટનો કડકો રીધમનાં મોંમાં મૂક્યો. તેને કંપની તરફ્થી બે વર્ષનાં પ્રોજેક્ટને મેનેજ કરવા ઓસ્ટ્રેલિયા જવાનાં વિઝા મળ્યા છે. આ પ્રોર્જ્ક્ટ માટે તેણે દિ-રાત કામ કર્યું છે. જેનું આટલું સુખદ ફ્ળ મળ્યું! બધી વાત વિગતે કરી. રીધમને સમજાયું જ નહીં એ ખુશ થાય કે દુઃખી? એના હાથપગ જાણે ઓચિંતા સુન્ન થઈ ગયા.
“ઓયે મિસ છન્નછમ્મ્મ.. કઈંક રીએક્શન તો આપ..” લયે તેનો એક ખભ્ભો જાલી હચમચાવી, બીજા હાથમાં બાકીની ચોકલેટનું પડીકું મૂકી લય બોલ્યો. ફફ્ક્કિું હસીને થોડીવાર મીઠો ઝગડો કરી હળવી થઈ. “આઈ વીલ મીસ યૂ.” સિવાય વધારે કઈં બોલી શકી નહીં. ઓનલાઈન મળતાં રહીશુનાં બોલ બોલી છૂટાં પડયાં.
લય જવાની તૈયારીમાં પરોવાયો. રીધમને પણ હવે એની ઝાંઝરીની છમછમ અજાણતાં જ અકળાવા લાગી. વિચારોથી તેનાં હ્ય્દયમાં જાણે સાતેય જલનિધિ એક સાથે ઘૂઘવતા હોય એવી અનુભૂતિ થઈ આવી. “હવે તો મળવું જ છે. નોર પાડવો છે આ વ્યથાનો. એને પણ શું અંદર અંદર મારા જેવો વલોપાત હશે?” રીધમને રીયાઝ કરતે કરતે પરસેવો વળી ગયો આવું વિચારીને. બીજે દિવસે રાત્રે લયની ફ્લાઈટ હતી. હવે વાત નહીં કરૂં તો ક્યારે કરીશ? એવા અંતરાઅત્માના અવાજને સાંભળી તેણે લયને મળવા માટે ફેન કર્યો. લય સાંજે બધાં મિત્રોને પાર્ટી આપવાનો છે, અને રીધમને ફેન કરવા જ જતો હતો; એ બધી વાત જાણી એણે પાર્ટીનું આમંત્રણ સ્વીકાર્યું; પણ ઉમેર્યું કે થોડો સમય એ એકલાંમાં વિતાવવા ઈચ્છે છે. તેથી વહેલી આવા માંગે છે. સ્થળ, સમય નક્કી થયાં.
***
પાંપણો ભારે છે પણ આંખો ખૂલવા તત્પર છે. બધાં દેખાયાં. આખું ટચૂકડું પરિવાર. મમ્મી પપ્પા અને નાની બહેન. એ હોસ્પીટલનાં બિસ્તર પર છે એ ભાન થયું. બીજું કોઈ એવું સામે ન વર્તાણું જેને તે ઓળખતી ન હોય. જરા સ્વસ્થ થઈ. સામે જ સફ્ેદ દિવાલ પર કેલેન્ડર ઉપર નજર પડી; તરત ઘડિયાળ પર પણ. રીધમ એક ક્ષણ આંખ મીંચી બેઠી. મમ્મી એની મનોસ્થિતિથી અજાણ ન હતી. “લય આવ્યો હતો, રાત્રે જ. સવારે પણ આવ્યો હતો. પણ તને ભાન મોડૂં વળ્યું, અમે જ એને જવાનું કહ્યું. જો તારા માટે કેવાં સરસ ગુલાબનો ગુલદસ્તો મૂકી ગયો છે.” મમ્મીએ વાક્ય પૂરૂં કરતે ગુલદસ્તો હાથમાં આપ્યો. ગુલાબી અને પીળાં ગુલાબનાં જૂથમાં એક પણ લાલ ગુલાબ ન જોયું. રીધમે ઊંંડો શ્વાસ લીધો. સહેજ ઊંભી થવા લાગી. “જરા ધ્યાન રાખ, લે મારો હાથ જાલ. જો તો ખરી તને પગે પ્લાસ્ટર છે.” પપ્પાનું આ વાક્ય જાણે કાને અથડાઈને આંખે વળગ્યું. “લય, કેમ સીધો લય જ યાદ આવ્યો મને? મારૂ પ્લાસ્ટર કે દર્દ કેમ ન ગણકાર્યું મેં?” રીધમે શરીરને ફ્રી પલંગ પર પટક્યું. એ કેટલુંય એક સામટું અનુભવતી હતી. “આ પીડા, શેની છે? પગની કે પછી.. લયથી..દૂર....” એનેસ્થેસિયાનું ઘેન આંખો ઉપર જોર કરતું હતું. એ હવામાં તરતી હતી, જાણે નશામાં ફ્રતી હતી.
***
“સાંજે પાર્ટીમાં સાત વાગ્યે તો હું જરૂર આવીશ પણ આપણે ચાર વાગ્યે મળશું. વહેલાં મળશું, એકાંતમાં થોડી વાત કરવી છે.” સહેજ મક્કમ સ્વરે વાત કરીને રીધમ મળવા જવા તૈયાર થવા લાગી. “શું પહેરૂં? લાલ નઈલ પોલીશ કરૂં કે શાઈનિંગ વાળી પીંક? કેપરી અને જેકેટવાળું ટ્યૂનિક પહેરૂં કે ચૂડીદાર કૂર્તી?” કબાટ ખોલી, એમાં રંગીન કપડાંની દુનિયામાં ગૂચવાઈ ગઈ. પીળો અને પર્પલ ઓઢણીવાળો બ્રોકેઈડની બોર્ડરવાળો ડરેસ કાઢ્યો. “હા, આ જ બરાબર લાગશે. મસ્ત લાગશે રે.. મારા પાસે એને મેચિંગ બધું જ છે.” પોતાને અરીસા સામે હેંગરમાં ગોઠવેલા ડરેસ એક પછી એક બતાવતાં બબડી. પોતાની જ મસ્તીમાં તૈયાર થઈ, કાજળ, લાલી અને અત્તરના છોળમાં જાતને સજાવી; અભિગમ તો એવો જાણે ’કભી ખુશી કભી ગમ’ની કરિના! કેપરી પહેરી હોત તો.. એક જ પગમાં પહેરત, ચૂડીદાર સાથે બંન્ને પગે પહેરી ભરાવદાર ઘૂઘરીઓથી ગૂંથેલી ઝાંઝાર. એનાં ડરેસીંગ ટેબલનાં ખાનામાં કેટલીય જોડ-કજોડ ભરી હતી પાયલો અને ઝાંઝારો. ઘૂઘરીઓથી કાયમ રણક્યા કરતો એનો કમરો. જતાં પહેલાં એણે પોતાને જ અરીસામાં ચૂંબન ઉછાળ્યું, એક આંખેથી જરા સરખું કાજળ લઈ કાન પાછળ અડાડયું! શરમાઈ, અચકાઈ, ફરી અરીસામાં જોઈ એક ઊંંડો શ્વાસ લીધો. અને મેચિંગ મોટું બધું પર્સ લટકાવી ઉપડી પડી.
પાર્ટી હોટેલનાં બેનક્વિટ હોલમાં હતી. ત્યાં જ મળવાનું નક્કી થયું હતું. તૈયારી રૂપે સજાવટ અને ખાણીપીણીની ગોઠવણ ચાલતી હતી અને લય તે બધું ચકાસતો હતો. તેણી અંદર ગઈ. “અરે! મિસ છમ્છમ્મ્મ આવી ગઈ..” સસ્મિત આવકારી. રીધમનાં ઝાંઝરનો લય, લય જાણતો હતો. બંન્ને મળ્યાં. હાથ મળાવ્યા. હ્ય્દયથી હ્ય્યદ મીલાવા રીધમ વધુ નજીક ગઈ. લય ઊંતાવળ સાથે બધાંને સૂચનાઓ આપતો તેને ખાલી ટેબલ તરફ્ દોરી ગયો. “ના અહીં નહીં.. થોડી શાંત જગ્યાએ બેસીયે.” “કાલે રાતે ફ્લાઈટ છે, સાંજે પાર્ટી છે.. બહુ કામ છે ડીયર.. બોલ શું વાતો કરવી છે.” ક્ષણના ચોથા ભાગમાં બંન્ને વચ્ચે વાતો શરૂ થઈ. ટેબલ ઉપર નહીં પણ બહાર ચાલતાં ચાલતાં તેઓ એ વાતોનો દોર ચાલુ રાખ્યો. મિત્રતા સખત ઊંંડી હતી તેથી વાતનો પ્રવાહ વહેતો કરવામાં અને સમજવામાં બંન્નેને વાર ન લાગી.
લાગણીઓ પ્રગટ થઈ. સામસામે જીલાઈ પણ ખરી. બે વર્ષે પાછો ફ્રીશ પછી એક થશું એવી કબૂલાતની માગણી થઈ. એ બધું ઈચ્છ્યું હતું રીધમે. જે થયું એ પણ. અને એ પણ થયું જે થયા વિના ન રહ્યું..
લય તો બંધાવા નહોતો ઈચ્છતો. લાગણીની સ્વીકૃતી હતી. વાયદાનો ફ્ંદો એને મંજૂર ન હતો. રીધમ હોટલનાં બગીચાની લોનમાં બેસી ગઈ. લય પણ પડખે બેઠો. આ બધું સમયનાં અમુક ભાગમાં બનતું જતું હતું. ચૂડીદારની બહાર ડોકાતા રીધમના ઝાંઝર લયને નજરે પડયાં. તેણે એક ઝાંઝર કાઢી લીધું. હાથમાં લઈ એની એક ઘૂઘરી લઈને ચૂમ્યો. અને મુસ્કુરાયો. હું આને મીસ કરવા નથી માંગતો. એમાંથી એક ઘૂઘરી કઢી લીધી. “સાથે લઈ જીશ આને. પાછો આવીશ ત્યારે સમયની સરવાણી હશે તો એક થઈશું.. હમણાં.. હું કઈં નિર્ણય કરી શકું એમ નથી. આઈ એમ ટોટલી ફેકસ.”
પોતાનો પ્રસ્તાવ નકારાયો, એની લાગણીને ઠેંસ પહોંચી હતી.. સંપૂર્ણ શુસ્ક મને તે ત્યાંથી નિકળી ગઈ. લયે તેને સમજાવાનો અને રોકવાનો અફ્ળ પ્રયાસ કર્યો પણ તે વખતે ખરેખર લયને પોતાના સિવાય બીજું કઈં જ સૂઝતું નહોતું. રીધમ સમજુ છોકરી છે. પોતાને સંભાળી લેશે એવું વિચારી પાર્ટીની તૈયારી તરફ્ વળ્યો. રાત્રે દસ વાગ્યે રીધમના એક્સીડન્ટનાં સમાચારનો ફેન રીધમની મમ્મીએ કર્યો.
***
રીધમ હોસ્પીટલમાંથી ઘરે આવી ત્યારે ડોકટરે નૃત્ય તો નજીકનાં ભવિષ્યમાં નહીં જ કરી શકે પણ છ મહિનાનો આરામ કરવા કહ્યું હતું. એક પગે ઘોડીથી થોડું હલન-ચલન કરવાની છૂટ હતી. આરામનાં આ સમયમાં રીધમ ઓનલાઈન રહેવા લાગી. તે લય સાથે મેઈલ અને ચેટ કરતી. સતત તેનાં સંપર્કમાં રહેવા પ્રયત્ન શીલ રહેતી. શરૂઆતમાં જવાબની અપ-લે થતી. રીધમને થોડી મલમ પટ્ટી મળી રહેતી. ત્યારે રીધમને પગમાં કાયમી ખોટ રહી ગઈ છે એવી માહિતી હતી લયને. સમય વહેતાં.. લય એનાં કામમાં પરોવાયો.. રીધમ તેનાં પગને સાજો કરી ફ્રીથી પૂરજોશમાં નૃત્ય શરૂ કરવા મથતી હતી. સારવાર અને કસરત રંગ લાવ્યાં. તે બારેક માસમાં તો ફ્રી કાર્યકમો અને તેની તાલિમ સંસ્થામાં કાર્યરત થઈ ગઈ. દરમિયાન લય સાથે સંપર્કની અને માહિતી કે વાતચીતની શક્યાઓ ઘટતી ગઈ.
એક દિવસ રાત્રે મેઈલ ચેક કરતી રીધમ એક શ્વાસ ચૂકી ગઈ. “આઈ એમ કમિંગ.” એવા વાક્ય સાથે એ ક્યારે પહોંચે છે એની માહિતી લખેલો લયનો મેઈલ વાંચ્યો. એનાં એ આભાસી અક્ષરોમાં પણ રીધમને તેનો ચહેરો દેખાયો. એ કેવો લાગતો હશે? વાળતો એક દમ એન.આર.આઈ જેવા કપાવ્યા હશે. એને જમણાં કાનમાં ડાઈમન્ડ પહેરવાનો શોખ હતો. એ કહે તો હતો કે પૈસા કમાઈશ પછી પહેરીશ. એણે પહેર્યો હશે? નહીં પહેર્યો હોય તો હું ગીફ્ટ કરીશ. એવું કેટલુંય આખી રાત વિચાર્યું. એને એરપોર્ટ પર મળવા જવું કે ઘરે મળવું. ઉત્સુકતા ફ્ક્ત એક તરફ્ી છે કે એને પણ મળવાની એટલી જ તાલાવેલી હશે? “અરે, આ બધા સવાલોનાં જવાબો મળી જાશે.. રે.. ચિંતા નહીં રે.. ચિલ્લ !!” જાતને ફેસલાવી સૂતી.
***
“બે દિવસ.. એ આવાનો છે બે દિવસે..” સવારે ડાઈનિંગ ટેબલ પર ચાની પહેલી ચૂસ્કી સાથે મમ્મીને વાત કરી. પપ્પા પણ અજાણ ન હતા બાબતથી. તેને પરિવાર તરફથી ગમે તે કરવાની છૂટ મળેલી હતી. છતાંપણ ગમેતેમ તો ન જ કરાય ને? પોતાના નિર્ણય પોતે લઈ શકીયે એ હક્ક પણ ક્યારેક અભિશાપ બની રહે છે. અસંખ્ય અવઢવ છતાં એ લાગણીને તાબે થઈ પહોંચી એરપોર્ટ. તે ખૂબ જ સ્માર્ટ લાગતી હતી. સફ્ળતાની લાલી એના લિબાસ અને ચહેરા ઉપર નિખરતી હતી. બ્લેક સ્કીન ટાઈટ કેપરી, લાલ ટી-શર્ટ, અને ગ્રે-હુડ જેકેટ પેર્યું’તું. અને એક જ પગમાં તેને ઘણાં વખતથી સાચવેલું ઝાંઝાર પહેર્યું’તું. થોડી પ્રખ્યાત થઈ હતી એનાં વિસ્તારમાં એટલે લોકોનું ધ્યાન ખેચાતું હતું તેની તરફ્. એકાદ બે નાનકડી બાળકીઓ ઓટોગ્રાફ્ લેવા આવી. લયનું કુટુંબ ત્યાં હાજર જ હતું. તેમણે આ બધું જોયું. રીધમે સામેથી તેઓને બોલાવ્યાં. અરસાપરસ ઔપચારીક અભિવાદન થયું. લયે તેમનાં સંબંધની નાજુકતા વિશે વાત કરી છે કે નહીં એવું રીધમ કળી શકી નહીં. ફ્લાઈટના આગમનું એલાન થયું. થોડીવારે અનેક અજાણ્યા ચહેરાઓમાં પોતીકા એવા લયનો ચહેરો ઓળખાયો. એ ચહેરો નજીકને નજીક આવતો રહ્યો. રીધમનાં હ્ય્દયનાં ધડકનનો લય તેજ થતો ગયો. તેનાં પગ થીરકવા લાગ્યા. લયને બે વર્ષ પહેલાં મળવા ગઈ ત્યારે છેલ્લે પહેર્યું હતું એ જ ઝાંઝર હતું જે રણકવા લાગ્યું. બીજું અધૂરી ઘૂઘરી વાળું ખંડિત ઝાંઝર પર્સમાં હતું. મનોમન કેટલીયેવાર ફલ્મિી કચકડાનાં દ્રશ્યોમાં થતું હોય એવું કલ્પી લીધું કે લય આવ્યો. માથું ચૂમીને આલિંગનમાં લઈ અધૂરી ઘૂઘરી વાળી ઝાંઝરની જોડ પગમાં પહેરાવે છે અને આખું હવાઈમથક એમનાં પ્રેમનાં એકરારમાં આનંદિત થઈ તાળીઓ પાડે છે !
***
એ સાવ નાજીક આવ્યો. સૌને મળ્યો. રીધમેને જોઈને ખૂબ ખુશ થયો. હાથનો પંજો મીલાવી તેને ભેટ્યો. જાણે એ ગયો જ નહોતો. બે વર્ષની એ બાદબાકી કરી દેશે પોતાના જીવનમાથી; એવો વિચાર રીધમને લયની બાથમાં અવતાં આવ્યો. લયે રીધમને પગથી માથા સુધી જોઈ ને કહ્યું, “નોટ બેડ મિસ છમ્મ્મ્છમ્મ.. લૂકીગ કીલર!” ત્વરાથી તેણે એક સોનેરી ટૂંકા વાળ અને મિનિ ક્સર્ટ પહેરેલી કેથરીન સાથે ઓળખાણ કરાવી.. “મીટ કેથરીન, પાર્ટનર ઓફ્ માય પ્રોજેક્ટ એન્ડ નાઉ લાઈફ્ ટૂ.”
સૌ બહાર આવ્યાં. આછું સ્મિત અને અનિમેષ આંખોમાં સ્તબ્ધતા સિવાય કોઈ જ ભાવ ન રહ્યા રિધમના ચહેરા પર. “તું એરપોર્ટ પર જ સીધી મળવા આવીશ એ મે નોહોતું ધાર્યું.” એ વાક્ય પછી તરત “તને મૂકી જીએ?” લયના આ જ પ્રશ્નથી રીધમ વ્રજ ઘાત થયો હોય એમ મનથી ટૂટી પડી, છતાં મજબૂતાઈથી બોલી, “હું તો મારા ઝાંઝરની બીજી જોડની ઘૂઘરી લેવા આવી હતી, તને તો છ્મ્મ્છમ્મ.. ગમતી નથી ને? અને વળી ઘૂઘરી વિનાનાં ઝાંઝર કામનાં શું? લાગે છે તમે તે વિદેશમાં જ ખોઈ બેઠા છો. કશો વાંધો નહીં.” અનેરી ખનક હતી તેનાં સ્વરમાં.
સાથે આવવાના આગ્રહ સામે રીધમે ઉમેર્યું. “હું મારી પોતાની ગાડી લઈને આવી છું. સ્કુટર નથી ચલાવતી હવે.. તેથી હવે એક્સિડન્ટની કોઈ બીક નથી. ડોન્ટ વરી..”
લય નિઃશબ્દ ચાલતો હતો. લયની મમ્મી એ કેથરીનને લયની જૂની બાળપણની માત્ર તરીકે ઓળખાણ કરાવી, વળી એ મહેંદી અને સંગીતમાં પારંગત છે તેથી લગ્ન પ્રસંગને દિપાવવામાં કોઈ કસર નહીં છોડે એમ કહી વાક્ય પૂરૂં કરતે કહ્યું, “તું ઘરે આવજે.. લગ્નની તૈયારીઓમાં તારો લાભ લેશું..”
પાછું વળી જોયા વિના જ એ ઝડપથી પગથીયાં ઉતરી ગઈ. એક પગની પાનીનાં ઝાંઝરનો ઝણકાર પણ એટલો તિવ્ર હતો કે લયનું ધ્યાન તેનાથી ખસ્યું જ નહીં જ્યાં સુધી એ અવાજ સાવ ન શમ્યો.
***
ઘરે પહોંચી. એની પથારીએ ફ્સડાઈ. એક્સિડન્ટ બાદ એ ગોઠણ વાળી પલાંઠી કરી શકતી નહીં. તેથી ઝાંઝર કાઢવા કોઈની મદદ લેવી પડતી. રીધમે એની મમ્મીને હાકલ કરી; જાણે હૂકમ કર્યો, “મમ્મી, આ કજોડ ઝાંઝર પગમાંથી કાઢી આપને.......”
***