હેલ્લો સખી રી - ભાગ ૩ Kunjal Pradip Chhaya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હેલ્લો સખી રી - ભાગ ૩

અંકઃ ૩ ઓગસ્ટ, ૨૦૧૫.

હેલ્લો સખી રી..

સખીઓનું ઈ-સામાયિક..

“શ્રી કૃષ્ણ સંગે, સંબંધ લોહીનો; સંબંધ લાગણીનો.”

સંપાદનઃ કુંજલ પ્રદિપ છાયા

લેખકોઃ

જાગૃતિ વકીલ, જાહન્વી અંતાણી, ગોપાલી બુચ, કુંજલ છાયા, જીજ્ઞાષા ઓઝા,

સ્મિતા શાહ, પારૂલ દેસાઈ, રાજુલા શાહ, ડા. ગ્રીવા માંકડ, ચૈતાલી જોગી, ર્શ્લોકા પંડિત, સૌમ્યા જોષી.





COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

૧.આહ્‌વાનઃ કુંજલ છાયા

૨.વિસ્તૃતિઃ જાગૃતિ વકીલ

૩.વાંચે સખી રી...ઃ જાહન્વી અંતાણી

૪.હેય! વ્હોટસેપ?ઃ ગોપાલી બુચ

૫.રૂગ્ણાલયઃ ડા. ગ્રીવા માંકડ

૬.અનુભૂતિઃ જીજ્ઞાષા ઓઝા, ર્શ્લોકા પંડિત, સ્મિતા શાહ, પારૂલ દેસાઈ, રાજૂલા શાહ

૭.સાતમી ઈન્દ્રીયઃ ચૈતાલી જોગી

૮.લૉ પંડિતઃ ર્શ્લોકા પંડિત

૯.સૂર, શબ્દને સથવારેઃ સૌમ્યા જોષી

૧૦.નાની-નિનિઃ કુંજલ છાયા

આહ્‌વાન

કુંજલ પ્રદિપ છાયા - ગાંધીધામ.

કદ્બટ્ઠઙ્મીજ.ખ્તર્િેજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

આહ્‌વાન

વાતાવરણને ધમરોળી નાખે એવો વરસાદ પડતો હોય, વિજળી ગુલ્લ હોય, કોઈનો ફોન લાગે નહીં. સમાચાર મળે કે સંપર્ક વિહોણો વિસ્તાર થઈ ગયો છે ત્યારે પોતિકું કોઈ સ્વજન બહાર હોય, તો સ્વાભાવિક છે કે ચિંતા થઈ આવે. ફોનમાં સામે છેડે કેસેટ વાગ્યા કરે ‘આઉટ ઓફ રીચ’ કે ‘અનઅવેલેબલ નેટવર્ક’ ત્યારે જીવ તાળવે ચોટી જાય! નંબર લગાવતાં જ “ઈમર્જન્સી કોલ્સ ઓન્લી” એવું ઓટોમેટિક મેસેજ આવે રાખે. અરે! પપ્પાનો ફોન ન લાગે એ સિવાય બીજી ઈમર્જન્સી શું હોય? દુનિયામાં કોઈ કેટલાંય કાયમ બહાર હોય, મુસાફરી કરતાં હોય, લોકોનાં ફોન સ્વીચ ઓફ હોય પણ જ્યારે પોતાનાં કોઈ કુટુંબીજનની વાત હોય ત્યારે જે વ્યાકુળતા અનુભવાય એ સંબંધ જ અનેરો. આવા સમયે ઈશ્વર સૌને સલામત રાખે એ પ્રાર્થના કરવી રહી.

મિત્રો હોય કે કુટુંબીજન સંબંધની સરવાણી સંકટનાં સમયે સ્પસ્ટ રીતે જણાઈ આવે છે. વિપત્તીમાં જ્યારે કોઈ વહારે ન આવે ત્યારે અનાયાસે જ “હરિ શરણમ” થઈ જવાય છે. ભગવાન શ્રી કૃષ્ણ સાથે આપણાં સહુનો કંઈક એવો જ સંબંધ છે. એ સ્વજન છે, એજ સખા પણ છે અને આફત સમયે એજ તારણહાર! વિસ્તૃતિ લેખ દ્વારા સાહિત્યિક અને ધાર્મિક દ્રષ્ટીએ આ વિશે સવિસ્તાર વાંચીયે. આ જ વિષયને આગળ ધપાવવા સખીઓએ પોતાની અંગત અનુભૂતિ લખી મોકલી છે જે વાંચી શકશો અનુભૂતિ લેખમાં.

કેટલાક સંબંધો અનામી હોય. જેને કોઈ સામાજીક થપ્પો ન લાગેલો હોય. જે લોહીથી નહીં લાગણીને લીધે પાંગર્યા હોય. આવી જ એક ગુજરાતી સાહિત્યની અડધી સદીથી પણ પહેલાંની નવલકથા ‘મળેલા જીવ’નું તાર્દશ વર્ણન વાંચો, વાંચે સખી રી. ખાસ સખી સાથે તો રોજ વાર્તાલાપ થતો જ હોય પરંતુ આમ જીવની લખવાની વાત આવે ત્યારે કેવો ઉમળકો થાય! બે બહેનપણીઓની મીઠીમધુરી વાતો, હેય વ્હોટસ એપ?માં વાંચો. તહેવારો અને ખાણીપીણી એકમેક સાથે ભળી ગયા છે, ત્યારે ઉપવાસ કરતી વખતે મેદસ્તીતાને નોતરૂં તો નથી આપતાને? આ ચેતવણી વાંચો રૂગ્ણાલય લેખમાં.

રક્ષાનું વચન આપનાર ભાઈ અને સ્નેહની ડોર સાથે બંધાયેલ સહોદર વચ્ચે વારસાની સરખેભાગે વહેંચણી કરવી કેટલી જરૂરી? વાંચો લૉ પંડિત. બોલિવુડ શહેનશાહે અનેક ફિલ્મોમાં જુદા સંબંધોનાં પાત્રો ભજ્વ્યાં છે, એવા જ એક અમીટ છાપ મૂકી ગયેલ ગીત અને એની પાછળની રસપ્રદ વાતો વાંચોઃ સૂર, શબ્દને સથવારે. કૂમળી વયની નિનિ તેનાં નાનીબા સાથે મન ખોલીને વાત કરે છે. આ અંકથી શરૂ થતી શૃંખલા વાંચો ‘નાની-નિનિ’.

નવજાત શીશુ હજુ આ દુનિયાની રીતભાતથી અલિપ્ત હોય છે છતાંય તે તેની જનેતાનાં સ્પર્શને પારખી શકે છે, માતાનાં હાથમાં આવતાં રડતું બાળક કેવું ચૂપ થઈ જાય છે! પશુ-પક્ષીઓમાં પણ સંબંધોની સાંજા જોવા મળે છે. ઉમર થતાં એક પછી એક સંબંધોનાં તાંતણે આપણે બંધાતા જીએ છીએ, સમય અને સંજોગો મુજબ એ સંબંધો જીવી લેવાતા હોય છે. એમાંય જો મિત્રતાનાં સંબંધની વાત તો નોખી છે કેમ કે એ લોહીનાં સંબંધે રચાયો હોય કે ન હોય, લાગણીનાં અને સમજણનાં ટાંકણે સંધાયો હોય છે.

ઑગસ્ટ, દેશની ધરાને મળેલ આઝાદીને વધાવવાનો માસ, મિત્રતાને જીવવાનો મહિનો અને શ્રીાવણ માહનાં તહેવારોની હારમાળાનાં ત્રિવેણી સંગમને માણતે ‘હેલ્લો સખી રી..’ ડાઉન્લોડ કરી વાંચવાનું આહ્‌વાન સહ સચોટ પ્રતિભાવ આપશો જી.

કુંજલ પ્રદિપ છાયા. ગાંધીધામ.

કદ્બટ્ઠઙ્મીજ.ખ્તર્િેજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

વિસ્તૃતિઃ

જાગૃતિ વકીલ - ભુજ.

દ્ઘદૃિ૭૮૯૬જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

વિસ્તૃતિઃ

‘રાધા કૃષ્ણ’ તરીકે જેને બોલવામાં અને સમજવામાં સાનુકુળ રહે છે, સાંદીપની આશ્રમમાં જે સુદામાનો મિત્ર, ગોકુળમાં ગોપબાળ સાથે માખણ ચોરાવતો જશોદામાનો નટખટ કાનુડો, પાંડવ પત્ની દ્રૌપદીના સખા, ગોપીઓનો ચિતચોર, યોગેશ્વર, ગોવર્ધનધારી, મુરલીમનોહર, સુદર્શનધારી, ગીતામાં માત્ર અર્જુનને જ નહિ પણ તે દ્વારા આપણા સહુ માનવીઓના માર્ગદર્‌શક બનેલ, જેના હજારો નામ છે એવા છતાં અનામી તરીકે દરેકને સ્વજનની જેમ મદદ કરનાર જીવમાત્રના પરમ સખા; સર્વ વ્યાપ્ત શ્રીકૃષ્ણની જન્મતિથિનો દિવસ એટલે જન્માષ્ટમી...

જેમ નર નારાયણનું મિલન અનેરૂં છે તેમ એક અનેરૂં મિલન આ માસમાં- ગુજરાતી મહિના શ્રાવણમાં કૃષ્ણ જન્માષ્ટમી આવે અને પાછો તે મહિનો અંગ્રેજી કેલેન્ડર મુજબ ઓગસ્ટમાં આવે જેમાં મિત્રતા દિવસ આવે..... છે ને એનું મિલન અનેરૂં?!! જે કુદરતી અનુસંધાન સાધે છે કૃષ્ણ અને મિત્રતા નું.. ઉપરોક્ત અનેક જોડીઓ જોતા મિત્ર એટલે કૃષ્ણ અને કૃષ્ણ એટલે મિત્રતા.. એકબીજાના પર્યાપ્ત બની ગયા છે.

આમ તો કૃષ્ણ મહાભારતનું એક પાત્ર છે. શ્રીમદ ભગવદ ગીતાના નાયક છે, વિષ્ણુ પુરાણ, અગ્નિપુરાણ, બ્રહ્‌મવૈવતપુરણ જેવા ગ્રંથોમાં, છાંદોગ્ય ઉપનિષદમાં ઘોર આંગીરસના શિષ્ય તરીકે, ૠગ્વેદકાળમાં અશ્વિનીકુમારના સ્તુતિ મંત્રમાં કૃષ્ણને એક ૠષ્િા તરીકે ઉલ્લેખ્યા છે... આ બધા કૃષ્ણો એક જ છે કે જુદાજુદા તે વિષે વિદ્વાનો એકમત થઈ શક્ય નથી. છતાં એ વાત પર સહુ મનુષ્યો એકમત છે કે કૃષ્ણ દરેકના પોતાના અંગત મિત્ર છે!!!

લેખકશ્રી હરીન્દ્ર દવેની નવલકથા ‘માધવ ક્યાય નથી’ વિષેશ્રી મનુભાઈ પંચોલી ‘દર્શક’ કહે છે કે, ‘જરાસંઘ સાથેના સંગ્રામમાં વીરપુરૂષ તરીકે, વિષ્ટિમાં લોકસંગ્રહ માટે તરણાથીયે નીચે થવા મથનાર રાજનીતિજ્જ્ઞ તરીકે, ધર્મરાજને કર્તવ્ય ભાન કરાવનાર વિવેક્ચતુર પુરૂષ તરીકે, દ્રૌપદી વસ્ત્રાહરણ વખતે અનાથના નાથ તરીકે અને છેવટે મરેલા પરીક્ષિતને જીવતો કરનાર સત્યપ્રતિજ્જ્ઞ અવતારી પુરૂષ તરીકે કારાગરમાં જન્મેલ એક અસાધારણ બાળકના અવતારી સ્વરૂપ સુધીના વિવિધ રૂપો ચંદ્રની વિકસતી કલાની જેમ એક પછી એક નારદની પાસે આ મીલન યાત્રામાં શ્રી હરીન્દ્રએ પ્રગટ કરી છે. આ પુસ્તકમાં રાધાનો કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ અશબ્દ છે. જયારે ઉદ્ધવને રાધા કહે છે કે આ વાંસળી કૃષ્ણને આપજો ’ને કહેજો કે એ વગાડશે ત્યારે કોઈ જાગે કે ન જાગે, વૃન્દાવાનમાંથી એક “બાવરી” જરૂર દોડી આવશે... કેવો ઉત્કટ પ્રેમ...

તો લેખક શ્રી દિનકર જોષી પોતાનું પુસ્તક “શ્યામ એક વાર આવોને આંગણે”માં કહે છે કે કૃષ્ણ તો એક નિતાંત ભાવના છે — ભાવનાને આકાર ન હોય, માત્ર અનુભૂતિ હોય...!! વાસુદેવ, દેવકી, રૂકમણી, સત્યભામા, અર્જુન, દ્રૌપદી, અશ્વસ્થામા, અક્રુર, કંસ સુદ્ધાં આ સહુને કૃષ્ણના સાન્નિધ્યમાં શ્વસવાનું સદભાગ્ય સાંપડયું હતું.આ સહુ આજેય આપણામાં ક્યાંક ને ક્યાંક, ક્યારેક ને ક્યારેક શ્વસી લે છે ને ચિત્કાર કરી ઉઠે છે - શ્યામ એક વાર તો આવો આંગણે! મારે કૈક કહેવું છે!” પણ... ખરેખર જો એ આપના આંગણે આવી ઉભો રહે તો શું આપણે કઈ કહી શકીએ ખરા?? એ જ તો માનવજીવનની કરૂણતા છે..” હું તો એમ જ કહું કે એ જ મિત્રતા છે.. પ્રેમ છે... કહેવાનું હોય ઘણું પણ યાદ કશું ન આવે....ને છતાં એક્બીજા બધું સમજી જાય.

લેખક શ્રી દિનકર જોષી તેમના પુસ્તક ‘કૃષ્ણનું સરનામું’માં કહે છે કેઃ “આદિકાળથી જેને સહુ માનવ શોધી રહ્યા છે તેનું સાચું નામ કૃષ્ણ હોવા કરતાય તેનામાં રહેલું કૃષ્ણત્વ વિશેષ છે. માણસ આ કૃષ્ણત્વને શોધી રહ્યો છે, એનો અભાવ એટલે જ પોતાનો ખાલીપો. કૃષ્ણત્વ એક પરિપૂર્ણ પણ સદાય અધુરી રહેલી માનવજાતની સ્વપ્નભોમકા છે. સ્વપ્ન સેવવું, સાકાર કરવું ગમે છે. પોતાના સપનાને સાકાર કરવા એ સતત પ્રયત્નો કરતો રહ્યો છે... મંદિરમાં કાલીયા ઠાકોર તરીકે, હવેલીમાં ઠાકોરજીરૂપે, ક્યારેક પરીક્ષિત રાજાના નામે કે ક્યારેક શુકદેવજીની વાણીમાં આ સપનાએ કૃષ્ણને સેકડો વર્ષથી શોધ્યા કર્યા છે. આ બધા પ્રયત્નો વચ્ચે ક્યારેક કોઈને કૃષ્ણનો સંસ્પર્શ થયો હોવાનું વિશેષ સપનું પણ આવ્યું! ટુકમાં, કૃષ્ણને મિત્ર તરીકે પામવાનું સરનામું એક જ છે - ભગવદગીતા..”

લેખિકા કાજલ ઓઝા વૈદ્ય તો પોતાના અનોખા અંદાઝમાં ‘કૃષ્નાયણ’માં કહે છે કે “કૃષ્ણને મેં કદી ભગવાન તરીકે જોયા નથી, એ એક એવું વ્યક્તિત્વ છે કે તેને તમે ‘વિરાટ’ કહી શકો. મહાભારતમાં મહાન રાજકારણી, ભાગવતમાં દૈવી સ્વરૂપે, ગીતામાં જ્જ્ઞાનના ભંડાર સમ ગુરૂ છે.. સ્વયમ ચેતના બની પ્રગટ થાય છે. આજથી વીસ હજાર વર્ષ પહેલા દ્રૌપદી સાથેના સંબંધોથી સ્ત્રી-પુરૂષ મિત્રતાનું ઊંદાત ઉદાહરણ છે. તો રાધા સાથેનો પ્રણય એટલો સાચો છે કે ફક્ત લગ્નને જ માન્યતા આપનારો આ સમાજ આજે પણ ‘રાધા કૃષ્ણ’ની પૂજા કરે છે!

આમ કૃષ્ણ સર્વ વ્યાપ્ત છે.. મારા માટે તો અત્યારે મારી કલમમાં આવી બેઠો છે, મારા મૌન રૂદનને જાણી મને હસાવવા આવે છે, હું મુશ્કેલીમાં હોઉં તો ત્યારે સુરદાસનો હાથ પકડયો હતો એમ મારો હાથ પકડી યોગ્ય રસ્તે વાળે છે, અને મારી એકલતા સમયે મારા ખભે હાથ મૂકી સ્વપ્ન શ્રૂષ્ટિમાં લઈ જી મારી એકલતાને હરીભરી બનાવનાર મારો પરમ સખા અહી જ છે, મારી આસપાસ, મારા શ્વાસમાં... દરેક પળ એક સાચા મિત્ર તરીકે સદા સાથે રહેનાર કૃષ્ણ વિષે વધુ શું કહી શકાય?

આજકાલ મિત્રતાના નામે એકબીજાને બેલ્ટ પહેરાવતા કિશોર કિશોરીઓને મારે ખાસ એ કહેવું છે કે એકવાર દ્રૌપદી ચીરહરણ જરૂર વાંચજો.. એક ચીર કૃષ્ણનું લોહી રોકવા દ્રૌપદીએ બાંધ્યું તો એને હજારો ગણું કરી સખીની લાજ બચાવી એવી રીતે ફ્રેન્ડશીપબેલ્ટની લાજ રાખી, મિત્રતા શબ્દને સાર્થક કરજો. આંગણે મદદ માગવા આવેલ સુદામા કઈ ન કહી શક્યો છતાં એની મનની વાત સમજી વણમાંગે એ દોસ્તને લખલુટ દોલતનો માલિક બનાવી દેનાર એવો મિત્ર બની રહેજો કે જે વરસાદમાં પણ મિત્રના આંસુ જોઈ શકો.. અર્જુનના સારથી બન્યા હતા તેમ ગમે તેટલા ઉંચા પદ પર હોવ પણ મિત્રની જરૂર મુજબ એના સારથી પણ બની રહી સત્યનો સાથ આપતા રહેજો. શ્રાવણના સરવડાની જેમ મિત્રતામાં ભીંજાતા રહેવાશે....

સહુને જન્માષ્ટમીના ‘જયશ્રી કૃષ્ણ’ અને મિત્રતા દિવસ માટે ‘હેપ્પી ફ્રેન્ડશીપ ડે’ સાથે સહુને કૃષ્ણ જેવા મિત્ર મળી રાહ તેવી શુભકામનાઓ......

જાગૃતિ વકીલ. ભુજ.

દ્ઘદૃિ૭૮૯૬જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

વાંચે સખી રી..

જાહન્વી અંતાણી - વડોદરા.

દ્ઘટ્ઠરહદૃૈટ્ઠહંટ્ઠહૈજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

વાંચે સખી રી..

’મળેલા જીવ’- પન્નાલાલ પટેલ

પ્રકાશક : સાધના પ્રકાશન, અમદાવાદ.

‘વાંચે સખી રી’ કોલમ માટે આ નવલકથા પસંદ કરવાનું મુખ્ય કારણ મારી પ્રિય નવલકથામાંની આ એક છે. મેં મારી મુગ્ધાવસ્થામાં જ આ નવલકથા અનેક વાર વાંચી છે અને એટલું જ નહિ મારા ઘરમાં વસાવેલી પણ ખરી.

આ પુસ્તકની પ્રસ્તાવના લેખક, કવિ, શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીજીએ લખેલી છે. ગ્રામ્ય વાતાવરણમાં સુંદર રીતે આલેખાયેલી આ પ્રેમકથા છે. આ નવલકથાની પહેલી આવૃત્તિ તો મારા તમારા જન્મના ઘણા વર્ષો પહેલા એટલે ઈ.સ.૧૯૩૧માં બહાર પડેલી. મેં આશરે એની દસમી આવૃત્તિ ૧૯૭૭/૭૮માં વાંચેલી. છતાંપણ મારા મનોજગત પર આજે પણ કાનજી અને જીવી છવાયેલા છે. સખીઓ જાણો છો? આ નવલકથા પરથી તો ફિલ્મ પણ બની.

પન્નાલાલ પટેલ એક ખેડૂત જીવ....! આટલી સુંદર રીતે નાયક કાનજીના ભાવ... ખેતરમાં ચાસ પાડતા, દોહરા લલકારતા તેમાં નકરો નેહ નીતરતો આલેખાયેલો છે. નવલકથામાં ગામઠી વાતાવરણ અને ગામઠી બોલી સહજતા બતાવે છે. નવલકથાની શરૂઆત જ એક સુંદર રમણીય ગ્રામ્ય વાતાવરણ અને લોકમેળાના વર્ણનથી થાય છે. વાંચતા જ જાણે આપણે પણ એ મેળામાં પહોંચી જીએ છીએ.

આજની જનરેશન માટે કદાચ આ દ્રશ્ય દુર્લભ છે એટલે હું એ વર્ણન આલેખ્યા વગર રહી શકતી નથી. ડુંગરની તળેટીમાં ભરાયેલા મેળાનું દ્રશ્ય તાદ્રશ્ય થાય છે જાણેપ. ’યુવાની વસ્તુ જ ઘેલી છે અને એમાંય મેળે આવેલી! કાંઠા બહાર નીકળી ચુકેલા નદીના પુર પેઠે એ યુવાની આજ રમણે ચડી હતી. કોઈ બંગડીઓ ખરીદતા હતા, તો કોઈ વળી કાપડની મોતીભરી કસો લેતા હતા. યુવાનો પણ ગોટાવાળી કસો ખરીદી, પાવાની જોડને શણગારતા હતા. કોઈ નાળીયેર લેતું હતું, તો કોઈ વળી કોપરાની કાચલીએ જ મન મનાવતું હતું. આ ‘કામથી’ પરવારી ચુકેલા માનવી, સામસામે આવેલા કાવડિયા ડુંગરો પર પાંડવોની ચોરીના ’ને કળેશરી માતાના દર્શન કરવા તરફ વળવા માંડયા હતા. બે ડુંગરો વચ્ચે માનવીઓનો ઝૂલતો પુલ જ જાણે બંધાઈ ગયો હતો. ‘છે ને સુંદર દ્રશ્ય?’ મેળો એટલે ચકડોળ અને ચકડોળ એટલે મેળો...! મેળામાં ચકડોળ ન હોય તો મેળો ફિક્કો લાગે. એટલે અહીં પણ બીજી બાજુ ડુંગરની તળેટીમાં ચકડોળ માટે યુવક યુવતીઓની ભીડ જામી હતી. આ મેળામાં ચકડોળમાં બેસવાની જાણે હોડ લાગે છે કોણ જલ્દી બેસે.. નહિં તો ચકડોળમાં બેસવાની જગ્યા પણ ન મળે, એમાંય મનગમતો સાથ ચકડોળમાં જોડે બેસનારનો મળે તો જાણે મેળાનું ચકડોળ એ જીવનરૂપી ચકડોળ બની જાય અને જીવન સાર્થક થઈ જાય. આવી જ હોડમાં જીવી અને કાનજી એક જ પાલખીમાં અનાયાસે સાથે બેસી જાય છે.. અને મળે છે નજરોના તાર...

અજાણ્‌યા ગામના બે જુવાન હૈયા એમાય કાનજી કેવો? પચ્ચીસેક વરસનો ૫ હાથનો તડો જુવાન. ચહેરો હાસ્ય અને લાપરવાહી મિશ્રિત ભાવથી ભરેલો. ગામની કોઈ પણ યુવતી એના પર વરસી પડે! એવીજ રૂપાળી જીવી. ચકડોળમાં સંગાથે બેઠેલ કાનજી અને જીવી પાવા(વાંસળી)ની શાખે એકબીજાને દિલ દઈ બેસે છે. મેળામાંથી પાછા ફરતા રસ્તે પણ સંગાથ કરે છે કેમ કે કાનજીની નજરમાં જીવી વસી ગઈ હોય છે. જીવીનું ગામ જોગીપરા પહેલા આવે છે એટલે ઘરે તમાકુ પીવા, ચા પીવા જીવી કાનજીને કહે છે. ગામડાનો રીવાજ, ઓળખે ન ઓળખે પોતાના ગામ પસાર થતા અજાણ્‌યાને પણ આ રીતે આવકાર આપે, પરોણાગત કરે. જાય છે કાનજી અને જીવીના ઘરનો તાગ મેળવી લે છે. છુટા પડતા કાનજી કહે છે કે ‘યાદ રાખજો...’ ત્યારે જીવી સુચિતાર્થમાં કહી દે છે કે ‘તમે ભૂલી ન જતા અમે તો હવે ભૂલી રહ્યા...!’ પણ કાનજી જેનું નામ. દિલ અપાઈ તો ગયું પરંતુ અશક્ત મોટાભાઈ ભાભી અને એની દીકરીની જવાબદારી.. સાથેસાથે જીવી એક ઘાયજણ અને પોતે પટેલ છે એવી દ્‌વિધામાં મુંઝાયા કરે છે. એના મિત્ર ભગત અને હીરો... બંનેને થાય છે કે કાનજી કઈક મૂંઝવણમાં છે... એવું સમજે છે.. પણ કાનજી ફોડ ન પાડે ત્યાં સુધી શું કરે? કાનજી પણ જોગીપરા જવા માટે બહાના શોધે છે. કાનજીનો અતરંગ મિત્ર હીરાને લાગે છે નક્કી કાનજીનો જીવ પેલી ઘાયજણમાં લાગી ગયો છે. કોઈ વેળા કહો કે કવેળા કાનજીને અને હીરાને શું સુઝે છે કે.. જીવીને ગામના ઘાયજા ધૂળા સાથે વરાવવાનું નક્કી કરી આવે છે.. જીવી પણ ઓરમાન માથી કંટાળેલી.. કાનજી પરના ભરોસાને કારણે કાનજી જે કહે એ કરવા તૈયાર થાય છે અને રાત વચાળે પોતાનું ઘર છોડીને કાનજી અને એના મિત્રો સંગાથે.. ઉધડીયાની વાટે નીકળી પડે છે.. વહેલી સવારે પહોચીને વિવાહની વિધિઓ ફટાણા ‘ને એવું ગામલોકો શરૂ કરી દે છે. આ બાજુ કાનજી ભગતને ઘરે આવે છે ને.. કહે છે, ‘ભગત, જાગો છો?’ ભગત જે જવાબ આપે છે... એજ આ નવલકથાનો બોધ બની રહે છે. ભગત કહે છે, ‘જાગતા હોઈએ ત્યારેજ તો જાગતા રહેવાની જરૂર છેઃ ઊંંઘમાં પડયા પછી તો નરભે(નિર્ભય) છે.’ છે ને ઉંચી વાત...?

લેખક શ્રીએ આ ભગતનું પાત્ર નાનું પણ સમજુ અને ઠરેલ બતાવ્યું છે. એના મોઢે લખાયેલા સંવાદો નવલકથાના મુખ્ય બોધ જેવા છે. બીજી એક જગ્યાએ પણ કાનજીને કહે છે..’ લાવ્યો છો તો લાવ્યાપણું રાખજે’ કેટલી સચોટ શિખામણ.. કેમ કે પ્રેમ તો છેજ જીવી સાથે પરંતુ.. એને લાવ્યા પછી.. ક્યાય એના પર કોઈ શંકા થાય કે એને એના લગ્ન જીવનમાં કોઈ તકલીફ ન પડે એ પણ જોજે.. ગુઢાર્થમાં કાનજીને ચેતવે પણ છે કે કઈ એવું એની સાથે વર્તન કરતો નહિ કે.. એને તારા પરનો વિશ્વાસ કે શ્રીદ્ધા ઉઠી જાય.

ઘણી બધી સંસારિક તકલીફો, મેણાટોણા, વચ્ચે પણ જાણે જીવી.. જીવી જતી હતી. પરંતુ એક દિવસ ધૂળાને કાનજી સાથેના સંબંધ પર શંકા જતા જીવી વખ ઘોળવા તૈયાર થાય છે અને થાય છે ઉલટું! એ રોટલો ધુળો ખાઈ લે છે અને જીવીના જીવનમાં ફરી પાછુ ગામ લોકોનો તિરસ્કાર..

અવહેલના ટીકાનો ભોગ બનવું પડે છે. કાનજીને પણ અંદરથી એનો માંહ્યલો કોરી ખાય છે કે એને લાવીને ખોટું કર્યું અને હવે જીવી વિધવા હોવાથી એના ચારિત્ર્‌ય પર સવાલ ન ઉઠે એટલે એનાથી દુર રહેવાનો પ્રયત્ન કરે છે. આ બધું જીવીથી સહેવાતું નથી અને માનસિક સંતુલન ગુમાવી બેસે છે. કાનજીને આ જોવું અસહ્ય બને છે. મુશ્કેલીથી દુર ભાગવા માંગતો હોય તેમ શહેરમાં નોકરી લઈ લે છે. ફરી પાછા ભગત જ જીવીનો સહારો બને છે.

પ્રેમ એ નર્યો સંઘર્ષ દુખ પીડા યાતના વેદના છે જાણે, એવું નવલકથા વાંચતા લાગે.. પરંતુ ખરો પ્રેમ તો.. નવલકથાનો અંત કહી જાય છે.. જયારે કાનજી એ ગાંડી જીવીને પોતાની સંગાથે લઈને શહેર બાજુ રવાના થાય છે ત્યારે ભગત કહે છે, ’જીવ મળી ગયા પછી બીજું થાયે શું...?!’ ‘વાહ, રે માનવી, તારૂં હૈયું! એક પા લોહીના કોગળા તો બીજી પા વળી પ્રીતના ઘુંટડા.’

નવલકથા વાંચતા ઘણી જગ્યાએ કાનજી નિષ્ઠુર લાગે છે. પરંતુ જીવ મળ્યા પછી એ જીવને ક્યાય દુખ ન પહોંચે એ કે પીડા ન પહોચે એ માટે આવું કડક વર્તન અને કદાચ એ જમાનામાં આવી પરનાતમાં પ્રીત.. કરવી કોઈ સહેલી તો નહિજ હોય એટલે લેખકે એ કાનજીને એવો દર્શાવ્યો છે એવું સમજી શકાય છે. લેખકશ્રી પન્નાલાલ પટેલ એ અત્યંત સરળભાષામાં લખેલી ‘મળેલા જીવ’ જરૂર વાંચવી ગમશે. અને મારો આ પુસ્તક પરિચય કેવો લાગ્યો .. એ કહેવાનું ભૂલશો નહિ.

જાહન્વી અંતાણી - વડોદરા.

દ્ઘટ્ઠરહદૃૈટ્ઠહંટ્ઠહૈજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

હેય, વ્હોટસેપ..!

ગોપાલી બુચ - અમદાવાદ.

ર્ખ્તટ્ઠઙ્મૈહ્વેષ્ઠરજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

હેય, વ્હોટસેપ..!

ચાલને પારૂલ, પાણીપુરી ખાવા જીએ. છાનીમાની બેસ, નમુની. ખિચડી ઠારી છે તારા માટે. ખાઈ લે. એમ કહીને જમવાની થાળીમા લાડુ સાથે છપ્પન પકવાન પિરસે, અને હું આવો પથરિલો લાડુ !કહીને બે લાડુ ઝાપટી જાવ.અને પછી નવરાશે, વામકુક્ષી કરતાં અમારાં જીવનનાં એક એક પાના ખુલતાં જાય.

જાણે સમુદ્રમંથનનું અમૃત !

પણ સખી તો તમે પણ બધી જ છો.તો ચાલો, થોડુ અમૃત શેર કરીએ.

ગોપાલીઃ

પારૂલ,તું વળી કવિતા ક્યારથી કરતી થઈ?તને ખબર છે કે હું તને કાયમ ફેસબુકમાં વાંચતી. ત્યારે ખબર નહોતી કે એક દિવસ આપણે હ્ય્દયનો છાના ખૂણો શેર કરતા થઈ જીશું.

પારૂલઃ

નાનપણથી જ વાંચવાનો અત્યંત શોખ, કંઈ ન મળે તો છેવટ બાકી હિંદી-ગુજરાતીનાં પાઠ્‌યપુસ્તકો વાંચવા બેસી જતી. એસ.એસ.સી.માં આવી ત્યારે જીવનની પ્રથમ કવિતા લખી જે અનાયાસ જ ગઝલ સ્વરૂપે હતી. પછી તો લખાવા લાગ્યું, કાચું-પાકું લખતી હતી પરંતુ એ બધું જ ગઝલ સ્વરૂપે હતું એ વાતની મને ખબર ન હતી. જે લખાતું એ બધું કોલેજનાં નોટિસ બોર્ડ પર મૂકાતું અને આપણારામ રાજી રાજી ! હા,લગ્ન પછી કલમ આડે હાથે મૂકી પોતાનો સંપૂર્ણ સમય ઘર-પરિવારને અપાવા લાગ્યો.

ગોપાલીઃ

ફેસબુક પર કેવી રીતે લખતી થઈ ?

પારૂલઃ

દીકરાએ ફાજલ સમય માટે ઓરકુટ પર એકાઉન્ટ ખોલી આપ્યું પછી તો ફેસબૂક પર પણ આવી ગઈ. પ્રથમ વર્ષે તો માત્ર વાંચતી રહી. એ દરમ્યાનમાં ગઝલનાં રદીફ કાફિયા વિશે પ્રાથમિક જાણકારી મેળવી લીધી.એક વખત ફેસબૂક દ્વારા ખબર પડી કે અમદાવાદમાં એક ગઝલ શીબીરનું આયોજન થઈ રહ્યું છે. દોઢ દિવસની આ શીબીરમાં ઘણું શીખવા મળ્યું. ગઝલનાં છંદો શીખવા માટેની એક બૂક વસાવી લીધી , એ બૂક ગુરૂ બની અને હું એકલવ્ય! ધીમે ધીમે લખાતું રહ્યું.

ફેસબૂક થકી જ અનેક મુશાયરાઓમાં કાવ્યપાઠનો અવસર પ્રાપ્ત થયો, ફેસબૂક મિત્રો એ સાથે મળી એક સહિયારો ગઝલસંગ્રહ પ્રકાશિત કર્યો.અનેક વેબસાઈટો પર મારી કવિતાઓ પ્રકાશિત થઈ. સાહિત્યનાં અગ્રગણ્‌ય સામાયિકોમાં મારી કવિતાઓ છપાવા લાગી. ‘અસ્મિતાપર્વ-૧૮’માં મને કાવ્યપઠનનો લ્હાવો મળ્યો. પૂજ્ય મોરારિબાપૂની અને દિગ્ગજ સાહિત્યકારોની સમક્ષ કવ્યપઠન કરવામાં અનેરો આત્મસંતોષ પ્રાપ્ત થયો.

કવિતામાં સાંગોપાંગ વણાઈ ગયેલી આપણી આ સખી કવિતાની સંજીવનીને એકરસ ગટગટાવી ગઈ છે એ વાત એના જ શબ્દોમાં....

પારૂલઃ

"મારી કવિતાઓ વિશે વાત કરૂં તો જ્યારે કોઈ મને કહે છે કે તમારાં લખાણમાં રમેશ પારેખની છાંટ વર્તાય છે ત્યારે મારી રાજી થવું કે અફસોસ કરવો એ સમજાતું નથી કારણકે મેં તો હજું રમેશ પારેખને વાંચ્યા જ નથી ! અલબત્ત એકપણ કવિ કે સાહિત્યકારને સમગ્રપણે વાંચ્યા નથી.ખૈરપહું બહુ જ ખુશનસીબ છું કે ક્યારેય કશું જ માંગ્યા વગર ઈશ્વરે મારી ઝોળી ભરી આપી છે. મારી કવિતાઓમાં એટલે જ આધ્યાત્મિક અસર હોય છે.

મારી એક ખાસિયત છે કે હું સપના જોતી નથી. ક્યારેય ક્યાંય પહોંચવાની કે કશું મેળવવાની ઘેલછા રાખી નથી. જે મળ્યું, જેટલું મળ્યું એમાં હું ખુશ રહી શકું છું.ક્યારેય ફરિયાદ કરતી નથી. મારા લીધેલા નિર્ણયો પર અફસોસ કરતી નથી. સામાન્ય સ્ત્રીઓ કરતા જરા નોખી છું. ગોસીપ કરવી, ટી.વી. જોવું, ફોન પર લાંબી લાંબી વાતો કરવી, ઉંમર છૂપાવવી વગેરે મારા સ્વભાવમાં નથી.અને અ બધી ખાસિયતોનો લીધે જ કદાચ મારી કવિતા બીજા કરતા અલગ પડે છે.

મારી કવિતાનો મુખ્ય વિષય છે સંબંધો! મેં સંબંધો વશે ચિક્કાર લખ્યું છે. નવાસવા ઊંગુંઊંગું થતાં, ઊંગીને અપૂરતા ખાતર-પાણીને કારણે કરમાતાં, જડમૂળથી ખોદી કઢાતાં, ઘેઘૂર વડલા જેવા ફેલાતાં, ગુલમ્હોરની માફક ભર ઉનાળે ખીલી જતાં, વધુ પડતા પાણીને કારણે કોહવાઈ જતાં, માત્ર સુર્યપ્રકાશનાં આધારે ટકી જતાં, એકાદ માવઠાનાં પાણી માત્રથી સજીવન થતાં, રોજરોજ કપાતાં અને રોજરોજ કોળાતાં, શીતળ છાંયો આપતાં. આવા અનેક પ્રકારનાં સંબંધો મારો પ્રિય વિષય બન્યાં છે."

તો, જેની ગઝલ ગરિમાને આપણે માણતા આવ્યા છે એવી આપણી સખી પરૂલ ખખ્ખરને ખુબ શુભેચ્છા સાથે તમને પણ હેપ્પી ફ્રેન્ડશીપ ડે.

ગોપાલી બુચ. અમદાવાદ.

ર્ખ્તટ્ઠઙ્મૈહ્વેષ્ઠરજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

રૂગ્ણાલયઃ

ડા. ગ્રીવા માંકડ - અમદાવાદ.

ૈહર્કજ્રર્રર્દ્બીીષ્ઠઙ્મૈહૈષ્ઠ.ર્ષ્ઠદ્બ

રૂગ્ણાલયઃ

મેદસ્વીતાને અવગણો નહીં ઓગાળોઃ

આ લેખ વંચાતો હશે ત્યાં સુધીમાં શ્રીાવણ મહિનો વધુ નજીક આવી ગયો હશે. શ્રીાવણ માસ એટલે તહેવારોનો સમય - એકટાણા ઉપવાસનો સમયને કેટલાક માટેતો ઉપવાસના નામે ડાએટીંગ કરી નાખવાની અનેરી તકનો સમય!

આખું વરસ સમય મળ્યો ન મળ્યો પણ શ્રીાવણ મહીને તો જાણે યંગસ્ટર્સ કે બહેનોમાં શરીરને સ્લિમ બનાવી નાખવાની હોડ લાગેલી હોય. પણ ના, આ મેદસ્વીતા પણ બહુ જાડી ચામડીની જ હોય છે જે સહેલાઈથી ઉતરવાનું નામ જ ન લે અને આમેય એકટાણા ઉપવાસમાં બહુ બધું તળેલું પણ વધુ ખવાતું હોય એટલે ડાએટીંગ નું તો પૂછવું જ શું?

આજના સમયમાં મેદસ્વીતા એ એક સળગતો પ્રશ્ન જ બની ચુક્યો છે નાના બાળકોથી લઈને વૃધ્ધ લોકોમાં પણ એ જોવા મળે છે. મેદસ્વીતા એટલે ફક્ત ચરબીનો વધારો જ નહિ. મેદસ્વી હોવું એટલે શરીરમાં એની જરૂરિયાત કરતા ઓછામાં ઓછી ૨૦%થી પણ વધુ ચરબી હોવી જે શરીરને એના વિવિધ કાર્યોમાં વિક્ષેપ પાડી શકે. પરિણામ સ્વરૂપે ભવિષ્યમાં બ્લડ પ્રેસર, ડાયાબીટીઝ, હૃદયણે લગતી બીમારી કે અન્ય કોઈ પણ બીમારીને આગમન ચોક્કસ આપી શકે. મેદસ્વીતા એ પોતે એક રોગ છે જ પણ સાથે સાથે એ અન્ય ઘણા રોગોનું લક્ષણ પણ છે. અલગ અલગ ઉમર પ્રમાણે મેદસ્વીતા માટે જવાબદાર ઘણા કારણ હોઈ શકે.

મેદાસ્વીતા કેટલી છે એ જાણવા માટે સામાન્ય રીતે જે-તે વ્યક્તિનો મ્સ્ૈં (બોડી માસ્સ ઈન્ડેક્સ ) ચકાસવામાં આવે છે. જેમાં વ્યક્તિનું વજન(કીલ્લોગ્રામ) નો ભાગાકાર વ્યક્તિની ઉંચાઈ (મીટર ) સાથે કરી જે મૂલ્ય આવે ટે એટલે એ વ્યક્તિનો મ્સ્ૈં. હવે આ મ્સ્ૈંનું મૂલ્ય ૩૦ કે તેથી વધુ આવે તો એ તે વ્યક્તિની મેદસ્વીતા કેટલી વધુ છે એવું કહી શકાય.

એ નીચે મુજબ સમજી શકાયઃ

૧.મ્સ્ૈં ઉીૈખ્તરં જંટ્ઠેંજ

૨.મ્ીર્ઙ્મુ ૧૮.૫ ેંહઙ્ઘીિુીૈખ્તરં

૩.૧૮.૫-૨૪.૯ ર્દ્ગદ્બિટ્ઠઙ્મ

૪.૨૫.૦-૨૯.૯ર્ ંદૃીિુીૈખ્તરં

૫.૩૦.૦-૩૪.૯ર્ ંહ્વીજી (ઝ્રઙ્મટ્ઠજજ ૈં)

૬.૩૫.૦-૩૯.૯ર્ ંહ્વીજી (ઝ્રઙ્મટ્ઠજજ ૈૈંં)

૭.૪૦.૦ ટ્ઠહઙ્ઘ રૈખ્તરીિ ઈટિંીદ્બીર્ હ્વીજૈંઅ (ઝ્રઙ્મટ્ઠજજ ૈૈંૈંં)

અત્યારે એક સહુથી અગત્યના પરિબળ તરીકે આપણા સહુની ખાવાની આદતો થોડો ફેરફાર માંગી લે છે. વધુ પડતું તળેલું કે ચરબીયુક્ત ખાવું, શર્કરાયુક્ત ખોરાક વધુ લેવો, શર્કરાયુક્ત ઠંડા પીણા તેમજ સ્વીટનરનો વધતો જતો ટ્રેન્ડ તેમજ જરૂર કરતા વધુ માત્રામાં કેલોરી એક દિવસમાં લેવડાવી છેલ્લા કેટલાક વર્ષોમાં તો બાળકો તેમજ યંગસ્ટર્સ માં પૂર્ણ ખોરાકને સ્થાને બહારના ફાસ્ટ ફૂડઝની ડીમાંડ ખૂબ વધી ગઈ છે!

બીજા અગત્યના પરિબળ તરીકે બેઠાડુ જીવન અને શ્રીમ રહિત કાર્ય પ્રણાલી એ મેદસ્વીતા માટે જોખમી સાબિત થઈ રહ્યા છે. આજે આપણા જ રોજીંદા જીવનમાં ડોકિયું કરીએ તો જેટલો શ્રીમ આપણા દાદા દાદી કે એમના માતા પિતાની પેઢી એ કર્યો હશે એથી કેટલા અંશે શ્રીમ કરવા માટે પણ આંખે પાણી આવી જતા હશે. આજની જીવન જીવવા માટેની જરૂરિયાતો પણ આપણને આંગળીની એક ક્લિક માં ઘેર બેઠે મળી જાય છે. પણ આપણે એ ભૂલી રહ્યા છીએ કે જેટલું ઓછું આપણું શારિરીક હલન ચલન એટલો વધુ ચરબીનો ભરાવો ને એટલા વધુ પ્રમાણમાં મેદસ્વીતા. હા, અહી ક્યાય વિકાસના બદલાતા પરિમાણ કે વધતી જતી સુવિધાઓના વપરાશ સામે અનાદર કે અસંતોષ જરાય નથી. પરંતુ આ બધા સાથે તાલ મિલાવીને ચાલવાની સાથે સાથે એનો ઉપભોગ ક્યાંક આપણને લાંબે ગાળે નુકશાની તો નહિ આપે ને એ પ્રત્યેની સભાનતાની ભાવના ચોક્કસ છે. એક સર્વે મુજબ તો પોતાના બેડ રૂમમાં જ લંબાવીને આરામથી ટીવી જોતે જોતે ખાતા નાના બાળકો ખૂબ જ જલદીથી મેદસ્વી થઈ રહ્યા છે.

મેદસ્વીતાના વધુ અગત્યના કારણ તરીકે આનુવંશીકતા પણ ભાગ ભજવે છે. શરીરમાં કેટલા પ્રમાણમાં ને કઈ જગ્યા એ ચરબીનો ભરાવો થશે તેમજ કેટલી આસાનીથી જરૂરિયાત મુજબ ખોરાક્માની ચરબી ઉર્જા સ્વરૂપે રૂપાંતરિત થઈને વપરાશે - આ બધું જ માતા પિતા દ્વારા મળેલા જનીનોને આભારી છે.

શરીરમાં અંતઃસ્ત્રાવોના સપ્રમાણ નિયમનમાં કોઈ પણ કારણે પડેલ વિક્ષેપ પણ મેદસ્વીતા માટે કારણભૂત બની રહે છે. કેટલાક રોગો જેમાં ખાસ કરીને અન્તઃસ્ત્રાવોનું નિયમન ખોરવાતું હોય એ તમામમાં મેદસ્વીતા અગત્યનું લક્ષણ બની રહે છે. છોકરીઓમાં પુખ્ત વયે કે થોડી મોટી ઉમરે અંડપિંડમાં ચરબીની ગાંઠ કે જેને ઁર્ઝ્રંડ્ઢ કહેવાય છે એ તકલીફમાં મેદસ્વીતા ખૂબ સામાન્ય રીતે કલીનીકમાં દરરોજ જોવા મળે છે. ઉપરાંત, કેટલીક દવાઓ ખાસ કરીને ડાયાબીટીઝ, ડીપ્રેસન, ખેંચની સમસ્યા જેવી બીમારીઓ માટે વપરાતી દવાઓ તેમજ સ્ટેરોઈડઝ પ્રકારની દવાઓ સીધું જ મેદસ્વીતાને આમંત્રણ આપે છે.

હવે આ મેદસ્વીતાણે લીધે ભવિષ્યમાં કોલેસ્ટેરોલ વધવું, હૃદય સંબંધી સમસ્યા, ડાયાબીટીઝ, રક્તચાપ, પિતાશય સંબંધી સમસ્યા, સ્ત્રીઓમાં વંધ્યત્વ તેમજ માસિકની અનિયમિતતા, સાંધાની સમસ્યા વગેરે જેવા રોગ સંભવી શકે છે.

મેદસ્વિતાને લીધે વ્યક્તિની આજની સાથેસાથે કાલ પણ જોખમાય છે. માટે શરૂઆતથી જ ચેતતા રહી એક ગુણવત્તાક્ષમ જીવન જીવી શકાય એ અગત્યનું છે. એક ખૂબ સહેલું સૂત્ર ધ્યાનમાં રાખીએ કે જેટલી કેલોરી ખોરાકમાં લેવાય છે એના કરતા થોડી વધુ શારીરિક શ્રીમ દ્વારા પરસેવા સ્વરૂપે બાળવી. તેમજ ખોરાક કે કસરત બાબતે થોડી વધુ જાગૃતિ અને યોગ્ય સમયે જરૂર જણાય તો હોલીસ્ટીક હિલીંગ માટેની તત્પરતા એ કોઈને પણ ભવિષ્યમાં આવનારી સમસ્યાઓ સામે લડવાનું જરૂરી ઈંધણ પૂરૂં પાડે છે.

- ડો. ગ્રીવા માંકડ. અમદાવાદ.

ૈહર્કજ્રર્રર્દ્બીીષ્ઠઙ્મૈહૈષ્ઠ.ર્ષ્ઠદ્બ

અનુભૂતિ

ફિમેલ્સ ગૃપ

કદ્બટ્ઠઙ્મીજ.ખ્તર્િેજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

અનુભૂતિ

જીજ્ઞાષા છાયા ઓઝાઃ

દોસ્તીની દાવત આ, સમૃધ્ધિ છે સહિયરથી, મિત્રતાની મિજબાની છે ચાર દિ’ની જિંદગાની;

લાગણીથી લોહીને ચાલો તરબતર કરીએ, જીંદગીના ચોકઠામાં સ્નેહનો સાથિયો પૂરીએ!!!

મિત્રતા, દોસ્તી, ભાઈબંધી, ભેરૂપણું, સાખવ્ય શબ્દો અલગ પરંતુ પ્રકૃતિ, ભાવના, લાગણી એક અને છતાં કેટકેટલા રૂપો છે એના!!!! તાળીમિત્ર, શેરીમિત્ર, શાળામિત્ર, કાર્યમિત્ર અને આ બધાથી તદ્દ્‌ન અલગ જ એવો સાચો મિત્ર! આગળ કહ્યા તે સામાસિક શબ્દો જ્યાં લાગણી ઓછીને માગણી વધુ હોય ત્યાં લાગુ પડે છે. સાંપ્રત સમયમાં એક્બીજાને ધોબીપછાડ આપવાની દોડમાં ’ને ગળાકાપ સ્પર્ધામાં આગળ વધવાની હોડમાં, સંવેદના જાણે મૃતઃપ્રાય બની ગઈ છે! ટચ-સ્ક્રીન મોબાઈલના જમાનામાં મિત્રો સાથેનો ટચ નહિવત થઈ ગયો છે. આપણે સ્ટેટસ અપડેટ કરીએ છીએ “રીમેઈન કનેક્ટેડ” કે “બી કનેક્ટેડ”નું પરંતુ આપણી સાથે જ કે આપણા માટે જીવતા લોકો સાથેનું કનેક્શન નબળું પડતું જાય છે! કાં તો તેનાથી આપણે અજાણ છીએ કાં તો આંખ આડા કાન કરીએ છીએ. ત્યારે ભૂતકાળના એક પાત્રની મિસાલ યાદ કરવા જેવી ખરી! એ પાત્ર છે કૃષ્ણનું!!! મિત્રતાનો પર્યાય, સ્નેહનો સમાનાર્થી!!!

કૃષ્ણ-ગોપી, કૃષ્ણ-સુદામા, કૃષ્ણ-અર્જૂન, કૃષ્ણ-દ્રૌપદી’ ને કૃષ્ણ-રાધા! કૃષ્ણનું જીવન, મિત્રતાની મૂડી’ ને દોસ્તીનો દરિયો!! ભાઈબંધીની ભાવના ભેરૂપણાનો ભેખને સાખવ્યની સ્નેહધાર! આ ભાવનાના પ્રવાહ ને વહેતો રાખવો હોય તો, માંગણી ઓછી રાખો, મિત્રતા મહેંકી ઉઠશે! દગાબાજીને જાકારો આપો, દોસ્તી દૈદિપ્યમાન બનશે! ભેદભાવને જોજનો દૂર રાખો, ભેરૂપણું નિખરી ઊંઠશે! સમયનો ચોક્કસ ભાગ આપો, ભાઈબંધી છલોછલ થઈ જશે! સ્વાર્થ અને કપટ નો સાથ છોડો, સાખવ્યનું સૌંદર્ય નિખરી ઊંઠશે!!!! કારણ?

મિત્રતાના સંબધની વાત ન્યારી ન્યારી છે,

લય છે લાગણીનો ને સ્નેહની સરવાણી છે!!!

ર્શ્લોકા પંડિતઃ

સંબંધોમાં પણ ખુબ જ અગત્યનો સંબંધ એટલે લોહીનો સંબંધ અને તેની જ સાપેક્ષ મૂકી શકાય તેવો સંબંધ એટલે મિત્રતા. મારા માટે મારા મિત્ર એટલે મારી ‘મા’, મારા નાનાજી અને કૃષ્ણ. મા અને નાનાજી સાથે તો સમજી શકાય કે કેમ આ સંબંધ આકાર પામ્યો. પણ કૃષ્ણ વિષે ન સમજી શકાય, ન કળી શકાય તેવી રીતે આકાર પામ્યો આ સંબંધ. કૃષ્ણ મારો પ્રથમ પ્રેમ, મારો પાક્કો મિત્ર જરૂર પડે ત્યારે ફિલોસોફર અને જીવનથી માંડીને મૃત્યુ સુધીનો ગાઈડ. તે હંમેશા મારી સાથે જ હોય છે અને કદાચ એટલે જ હું “હું” હોઉં છું. કૃષ્ણ માટે એટલું જ કહીશ કે “રામ સામે મળે તો નમવું પડે, પણ કૃષ્ણ સામે મળે તો ભેટી પણ શકાય!”

સ્મિતા શાહઃ

‘મીરાં’ઃ "હું હાથ મારો લંબાવું ’ને દોસ્ત કાયમ તું મળે...!" શું આવું હોઈ શકે આ સુપરફાસ્ટ અને સેલ્ફીશ કહેવાતા જમાનામાં..!! અત્યાર સુધી તો મિત્રતાની મિસાલ તરીકે કૃષ્ણ સુદામા, અર્જુન કે દ્રૌપદીના ચીર પુરવાની વાત જ સાંભળી છે. પણ ખરેખર એવું હોઈ શકે ખરૂં? વર્ષો સુધી આ પ્રશ્ન મનમાં ઘોળાયા કરતો હતો, અનુભવ ત્યારે થયો જયારે સાવ વિકટ પરિસ્થિતિમાં હતી. શહેરમાં પૂર અને દીકરી બીમાર. શું કરવું તે સમજાય નહિ. અચાનક બે પાડોશી મદદમાં આવ્યા. ઘૂંટણ જેટલા પાણીમાં પોતાની ગાડીમાં હોસ્પિટલ લઈ ગયા અને સાથે ત્રીસ હાજર રૂપિયા પણ લઈ આવ્યા હતા. ક્યાંય સુધી હોસ્પીટલમાં હાજર રહ્યા. ડોકટરે કહ્યું કે હવે વાંધો નથી ત્યારે જ ગયા. શું આ અજાણ્‌યા પડોશીઓ ઈશ્વરથી કોઈ રીતે કમ હતા? કે ઈશ્વરે મદદ માં મોકલેલા દેવદૂત..!

પારૂલ દેસાઈઃ

લોહીનો નહિ પણ દિલની લાગણીના તંતુએ બંધાયેલો અતૂટ સંબંધ મિત્રતા વધુ પવિત્ર, ગાઢ અને શાશ્વત હોય છે. મિત્રતા ગરીબ-તવંગર કે કોઈ અન્ય ભેદભાવથી પર છે તેની સાબિતી શ્રીકૃષ્ણ અને સુદામાની મિત્રતા આપે છે. એનો સંબંધ પણ કેવો કે જે સમયના વહેણમાં ન સમાયો કે ન તો સુવર્ણ મહેલની ઝાકમઝોળમાં ઝાંખો પડયો. સુદામાની વણકહેલી વેદના મિત્ર કૃષ્ણએ જાણી લઈ મદદ કરી મિત્રતાની ગરિમા સાચવી. કૃષ્ણની સખી દ્રૌપદી. પરસ્પરની સંવેદના સમજનાર, પૂર્ણ વિશ્વાસથી સિંચાયેલો નિર્મળ સંબંધ. દ્રૌપદીએ સુદર્શન ચક્રના ઘા પર ચીર બાંધી રૂઝ્‌યો તો કૃષ્ણ એ ભરી સભામાં “ચીર” પૂરી ઘવાયેલા સ્વમાનને રૂઝ્‌યું. આપણે પણ શ્રીકૃષ્ણની ભક્તિરૂપે આ ગુણને અપનાવી મિત્રતાના સંબંધમાં વફાદાર રહી સમજદારી પૂર્વક સમર્પણની ભાવનાથી સખાભાવ નિભાવીએ.

રાજુલા શાહઃ

‘જિંદગી શરૂ થાય એ પેલાથી જ જોડાઈ જતા અને આંખ મીંચાયા પછી પણ એક ભુતાવળ બનીને સતત સાથે ચાલતા સબંધો-ૠણાનુબંધો.’ કહેવાય છે કે માનવી સબંધો વગર અધુરો છે. કોઈને કોઈ સાથે કંઈને કંઈ રીતે એ સતત જોડાયેલો હોય છે. કંઈ કેટલાયે સબંધો કંઈ કેટલીયે સબંધોની વ્યાખ્યાઓ. કોઈ સ્નેહનો, મમતાનો, પ્રેમનો, ધિક્કારનો, અધિકારનો, અહોભાવનો, મોહનો, મિત્રતાનો, ક્યાંક હ્ય્દયના અંદરના ખુણે સચવાઈને પડેલો કોઈ જ નામ વગરનો સબંધ. જીવનની નાનામાં નાની બાબતો અમે વહેંચી છે. એક ખભો પુરો પાડયો છે એણે રડવા માટે, ભેટવા માટે, ખુશી વ્યક્ત કરવા માટે, દિલાસો આપવા માટે, સહારો આપવા માટે. સાથે બેસીને કોઈ જ સંવાદ વગર એક પરમ શાંતિનો અનુભવ એટલે એ સખી, હંમેશા મારામા રહેલી એક શક્તિ છે. હુ એનો માનસપિંડ છું અને એ મારૂં માનસબ્રહ્‌માંડ!

ફિમેલ્સ ગૃપ

કદ્બટ્ઠઙ્મીજ.ખ્તર્િેજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

સાતમી ઈન્દ્રીય

- ચૈતાલી જોગી. ચિત્તલ.

ષ્ઠરટ્ઠૈંટ્ઠઙ્મૈર્દ્ઘખ્તૈ૧૬જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

સાતમી ઈન્દ્રીય

લકી ચાર્મઃ પેન, પેન્સિલ અને પેપર..

અમુક બહુ નાની કહેવાતી ઘટનાઓ જીવનમાં બહુ મોટા ફેરફાર લાવી દેતી હોય છે અને આ વાત અનુભવ વિના પચાવવી અઘરી છે. એક કમ્પીટીશન પછી એક ર્રૂેહખ્ત ય્ૈઙ્મિ જેણે પેઈન્ટીંગને એક ઈમ્પોસીબલ થીંગ માની હોય એ એજ પેઈન્ટીંગને પોતાની લાઈફના એક મેમ્બર તરીકે જોતી થઈ જાય, આને એક ચમત્કારથી વિશેષ તો શું કહી શકાય??

આ ર્રૂેહખ્ત ય્ૈઙ્મિને થોડી વધારે નજીકથી જોઈ છે મેં. હદ કરતા થોડી વધારે નેગેટીવ; વધારે ઈમોશનલ, વધારે ફ્રેંકલી રહેવાવાળીપ અમુક લોકો સિવાયના લોકો સાથે કામ પુરતુંજ બોલવાવાળી! માથુ હલાવીને વાત પતતી હોય તો ‘સ્માઈલ’ પણ ટાળી દે એવી. બને ત્યાં સુધી એકલું જ રહેવું. કહેવાય છે ને કે, વિકાસ વ્યક્તિગત હોય છે. છતાં હજુ એનો વિકાસ થવો જોઈએ એટલો નથી થયો પ્રાર્થના કરીએ કે બહુ જલ્દી એને એની લાયક પોઝીશન મળી જાય, એનો ‘વે’ મળી જાય.

અહિં વાત છે કલાની; કલાકારની. કલા છે તો કલાકાર છે અને કલાકાર છે તો કલાને વેગ મળે છે. ર્મ્ંર ટ્ઠિી ૈહકૈહૈીં; ર્એ ાર્હુ! મેં સાંભળ્યું કે, કળા જન્મજાત હોય છે. આપણા ઉછેર સાથે એ પોતાનો યોગ્ય ઉછેર પોતાની જાતે કરતી રહે છે પણ એ બધી અંદરોઅંદર ચાલતી પ્રક્રિયા છે. માત્ર અનુકુળ વાતાવરણ મળતા એ આપોઆપ બહાર આવી જતી હોય છે. પણ અમુક વખત આપોઆપ નહિ આવતા, કોઈને એના બહાર નિકળવાનો સાક્ષી બનાવે છે. અંતે મહત્વનું છે, “બહાર આવવું.”

હાં, તો આપણે પેલી ર્રૂેહખ્ત ય્ૈઙ્મિ પર હતા.થોડી વાત એની પેઈન્ટીંગ લાઈફની શરૂઆતની કરીએ. પેલીજ વાર એ એક આર્ટ કમ્પીટીશનમાં ભાગ લે અને અને એ આર્ટ કમ્પીટીશના જજ એની આપેલી થીમ પર એ જે વર્ક કરે છે એનું નિરિક્ષણ કરીને કહે છે “બેટા હાથ સારો છે કામ ચાલુ રાખજે..” આ એક સેન્ટેન્સ એની લાઈફમાં એઝ અ બેસ્ટ ફ્રેન્ડ એક પેન્સીલ અને બ્રશનો ઉમેરો કરે છે. જરૂરી નથી કે બધાની શરૂઆત રાપ્ચીકપ. જક્કાસપ જબ્બરદસ્તપ.જ થાય. નાની પણ આખર શરૂઆત કરવી એ મહત્વનું છે અને એ શરૂઆત પછી મહત્વનું છે ચાલતા રહેવું.

મેં એ ર્રૂેહખ્ત ય્ૈઙ્મિની શરૂઆત પણ જોઈ છે અને અત્યારે એ ક્યાં છે એ પણ જોઉં છું. સારી ઈમ્પ્રુવમેન્ટ છે.. એનામાં અને એના વિચારોમાં.એનામાં ઈમ્પ્રુવમેન્ટ એ કે હવે એ એના આર્ટને લઈને થોડી સીરીયસ છે. હવે એ માત્ર શીખવા માટે નહિં પણ કંઈક કરી બતાવવા માટે મહેનત કરશે, એના વિચારોમાં એટલા માટે કે એને હવે સમજાયુ છે. અમુક લોકોએ સમજાવ્યુ છે. ”દ્ગીખ્તટ્ઠૈંદૃૈંઅ ૐટ્ઠદૃી ર્દ્ગ ઈહઙ્ઘ, ર્જી ર્રૂે ૐટ્ઠદૃી ર્‌ ર્ય્ર્ ંહ ર્ઁજૈૈંદૃી ઉટ્ઠઅ..ર્રૂે સ્ેજં ૐટ્ઠદૃી ર્‌ સ્ટ્ઠહ”. પેપર પરથી કેન્વાસ પર પેઈન્ટ પહોચ્યું યુઝીંગ વોટર કલર.. પણ એક હતાશા એને ઘણીવાર હજારો ડગ પાછળ ધકેલી દે છે.” લોકો કેવુંકેવું કરે છે.. અને હું? હજુ એક ડગ પણ નથી ચાલી??" આ વિચાર પછી એને વધારે મહેનતની જરૂર છે. ગાઈડેન્સની જરૂર છે. ટોકવાની જરૂર છેપ

અંતે પોતેજ પોતાની જાતને થઈ શકે એટલું ગાઈડ કરે છે અને આમ ધીમેધીમે એની ગાડી ચાલ્યા કરે છે. એક વાત નોટ કરવા જેવી ખરી કે એણે સંપુર્ણ પોતાના વિચારોથી કરેલું વર્ક ઓછું છે. બીજા આર્ટીસ્ટના આર્ટને એણે ‘એઝ અ આઈડીયા’ લઈ પછી એમાં થોડો પોતાનો દિમાગ ચલાવી કામ કર્યુ છે. ”મ્ેં જીૈંઙ્મઙ્મ ર્ઝ્રઅ ૈંજ ર્ઝ્રઅ.” બધા એટલા સધ્ધર નથી હોતા કે પોતાના મગજમાં જે કંઈ પણ ચાલે છે જે કંઈ પણ કરવા ધારે છે એને આબેહુબ બહાર લાવી શકે, એ કોઈ કલાનું ક્ષેત્ર હોઈ શકે..યા તો બીજું કંઈ પણ. અહિં પેઈન્ટીંગની વાત ચાલે છે એટલે એને કેન્દ્રમાં રાખીશ. આવીજ રીતે એ ર્એહખ્ત ખ્તૈઙ્મિ જેવુ ધારે છે એવું બહુ ઓછી વાર બન્યુ છે પછી છેલ્લે હર વખત એકજ જવાબ મળ્યો છે, ”્‌િઅ છહઙ્ઘ ્‌િઅ ર્રૂે ઉૈઙ્મઙ્મ મ્ી જીેષ્ઠષ્ઠીીઙ્ઘ.” હવે કદાચ એ આ ર્ષ્ઠઅષ્ઠટ્ઠજીનો જઅદ્બર્હ્વઙ્મ સહન કરવા સક્ષમ નથી અને એટલા માટે હવે જે કરે એમાં માત્ર પોતાનોર્ષ્ઠઅિૈખ્તરં લાગે એવુ જ કરશે એવું મને લાગે છે. બાકી હોપ ફોર ગુડ બીજું તો શું?

એની ગાડી ખાલી આ એક લકીચાર્મ પેઈન્ટીંગમાં જ નહી બધામાં ચાલે છે. એ ન્ેષ્ઠાઅ ય્ૈઙ્મિનો લકીચાર્મ “ઁ” છેપ. એની વિગતે ચર્ચા ફરી ક્યારેક કરીશ.અને આ ન્ેષ્ઠાઅ ય્ૈઙ્મિ કોણ છે એ હાલ પુરતું એક સીક્રેટ રહેવા દઈએ તો વધુ મજા આવશે.બાકી ઢાંક્યુ તો અમૃત પણ ક્યાં રહે છે? આવવાનું હશે તો આપોઆપ તમારી સામે આવ્યા વગર નહિ રહે. પણ હા એક હીન્ટ આપી દઉં.. ન્ેષ્ઠાઅ ર્રૂેહખ્ત ય્ૈઙ્મિ એ મારી મ્ીજીંજં મ્ીજં મ્ેઙ્ઘઙ્ઘઅ છે અને લકીચાર્મ “ઁ” એ એનો મ્ીજીંજં મ્ીજં મ્ેઙ્ઘઙ્ઘઅ છે.

- ચૈતાલી જોગી. ચિત્તલ.

ષ્ઠરટ્ઠૈંટ્ઠઙ્મૈર્દ્ઘખ્તૈ૧૬જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

લૉ પંડિત

ર્શ્લોકા પંડિત - અમદાવાદ.

જરર્ઙ્માટ્ઠટ્ઠહઙ્ઘૈંજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

લૉ પંડિત

ખળખળ વહેતી નદીનાં કિનારે બેઠાબેઠા કુસુમબેન વિચારતા હતા કે ક્યા જતો રહ્યો તે ભવ્યાતિભવ્ય સમય, માં-બાપ નાં ઘરે તો એક સળીનાં બે કટકા પણ નહોતા કરવા પડયા અને લગ્ન થયા પછી સાસરે ઓછી સગવડતાઓ વચ્ચે પણ જીવન ગુજારવું પડયું. જોકે તેનું પણ દુખ નહોતું. તેમને આમ વિચારતાં જોઈને તેમના દિકરાનો મિત્ર રાહુલ કે જે વકીલાત નો વ્યવસાય કરતો હતો તેણે પૂછ્‌યું કે માસી કેમ આટલા ઉદાસ અને વિચારાધીન છો?

કુસુમ બહેને માંડીને વાત કરી કે મારા બાપુજી પહેલેથી જ ખુબ સુખી. મને અને મારા ભાઈને એક સરખા લાડ લડાવ્યા છે, ક્યારેય દિકરી કે દિકરાનો ભેદ નથી રાખ્યો, પણ બાપુજી ગુજરી ગયા પછી જાણે બધું જ બદલાઈ ગયું. ભાઈ ફક્ત રાખડી પુરતો સંબંધ રાખે છે, આજે પણ ત્યાં પૈસાની કે સંપત્તિની કોઈ જ કમી નથી, મારા બાપુજી ઢગલો મૂકીને ગયા છે, અને મારી હાલત જો કેટલી ખરાબ છે, ન કોઈ ને કહેવાય કે ન સહેવાય. મારા ભાઈને કોઈ જ વિચાર નથી આવતો મારો.

રાહુલે કહ્યું કે માસી જો તમારા ભાઈ તમારી સાથે સંબંધ જ રાખવા ન માગતા હોય તો પછી તમે પણ કેમ શરમ ભરો છો? તમારા પિતાની સંપત્તિમાં તમારો પણ એટલો જ અધિકાર છે જેટલો તમારા ભાઈ નો. હિંદુઓ માટે વારસા બાબતે હિન્દુ વારસા ધારો- ૧૯૫૬ અસ્તિત્વમાં છે. તેની કલમ-૬ અન્વયે પરણિત દિકરી પણ પિતાની સંપત્તિમાં સરખે હિસ્સે હક્કદાર છે. આ સુધારો સને-૨૦૦૫માં આવ્યો. ત્યાં સુધી પરણિત દિકરીનો પિતાની સંપત્તિમાં સરખો હિસ્સો ન હતો. પરંતુ આ સુધારો બદલાતા સમાજનો આયનો છે. કુસુમ બહેને પૂછ્‌યું કે દિકરા આ કાયદા વિષે મને જરા સમજ આપ ને. આમ પણ સંબંધો એ તો દગો દીધો જ છે કદાચ કાયદો સાથ આપે. રાહુલે કહ્યું કે માસી હિંદુ વારસા ધારો-૧૯૫૬ની કલમ-૬માં સને-૨૦૦૫નાં સુધારા અન્વયે જો પિતા વસિયતનામું કર્યા વગર ગુજરી ગયા હોય તો તેમની સંપતિમાં પરણીત દિકરી તથા દિકરાનો સરખો હિસ્સો લાગે. અપરણિત દિકરીનો સરખો હિસ્સો તો પહેલા પણ લાગતો હતો પરંતુ આ સુધારા બાદ હવે પરણિત દિકરીને પણ પોતાનો હિસ્સો પ્રાપ્ત થાય છે. તેના માટે જો બધા વારસદારો સહમત હોય તો વહેચણીનો દસ્તાવેજ કરાવીને કૌટુંબિક વહેચણી કરી શકાય. અમુક કિસ્સામાં કોઈ એક વારસદાર પોતાની રાજીખુશીથી પોતાનો હક્ક જતો પણ કરે છે. પરંતુ બધા વારસદારોમાં કોઈ પણ વારસદાર સંપત્તિની વહેચણી કરવા સહમત ન હોય તો હુકમનામું મેળવવા દાવો કરી શકાય છે અને કોર્ટ દ્વારા બધા પુરાવાઓ તપાસ્યા બાદ હુકમનામું કરી આપવામાં આવે છે. આમ બદલાતા સમય સાથે કાયદાઓ પણ બદલાઈ રહ્યા છે અને તેનો લાભ દરેક વ્યક્તિ લઈ રહયા છે. સને-૨૦૧૪માં જ ગુજરાત હાઈકોર્ટનાં જમનભાઈ મગનભાઈ માવાણી વી. ભાનુબેન મગનભાઈ માવાણીનાં કેસમાં એવું ઠરાવવામાં આવ્યું કે પિતાની સંપત્તિમાં પરણિત પુત્રીનો પણ સમાન હક્ક હિસ્સો લાગે છે તેથી નીચલી કોર્ટનાં હુકમનામા સામે ભાઈ દ્વારા હાઈકોર્ટમાં કરવામાં આવેલી અપીલ હાઈકોર્ટ એ ડીસમીસ કરી અને બહેન તરફે નીચલી કોર્ટ નાં હુકમનામાને માન્ય રાખવામાં આવ્યું.

આમ, કુસુમ માસી સમાજમાં બદલાવ આવી રહ્યો છે દરેકે પોતાની માનસિકતા બદલાવી જ રહી. સંબંધનાં નામે લોકો બીજાનાં હક્કને નુકશાન કરે તેની સામે કાયદા એ પણ પોતાનો પક્ષ મજબુત કર્યો છે. તમે પણ જાગૃત થાવ, બીજાંને પણ જાગૃત કરો અને પોતાના હક્ક માટે લડો. કુસુમબેનનાં આંખમાંથી આંસુ સરી રહ્યા હતા. રાહુલને કહે કે હું મારા પોતાના ભાઈ સામે કેવી રીતે લડુ? એની સાથે મારે લોહીનો સંબંધ છે, હું રાખડી બાંધતી વખતે હંમેશા તેનું સારૂં ઈચ્છું છું, તેના ઉજ્જવળ ભવિષ્યનાં આશીર્વાદ આપું છું અને તેની સફળતાની કામના કરૂં છું તો હું તેની સામે કોર્ટ માં જાઉં? એટલે રાહુલે કહ્યું કે તમે તમારો હક્ક માંગો છો તેનો અર્થ એ નથી કે તમે તમારા ભાઈનું ખરાબ કરો છો કે તેમને નિષ્ફળ બનાવો છો, પણ એમનું કંઈ જ ખરાબ કર્યા વગર પણ તમે તમારૂં સારૂં કરી શકો છો. આ જ સંબંધ છે અને આ જ દરેક સંબંધની મહાનતા છે.

ર્શ્લોકા પંડિત. અમદાવાદ.

જરર્ઙ્માટ્ઠટ્ઠહઙ્ઘૈંજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

સૂર, શબ્દને સથવારે..

સૌમ્યા જોષી - રાજકોટ.

દ્ઘજટ્ઠેદ્બઅટ્ઠ૭૬૨જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

સૂર, શબ્દને સથવારે..

દિયે જલતે હૈ... ફૂલ ખિલતે હૈ...

બડી મુશ્કિલ સે મગર, દુનિયા મેં દોસ્ત મિલતે હૈ...

માણસ જ્યારથી સમુદાયમાં રહેતા શીખ્યો ત્યારથી સંબંધો બનાવતા અને નિભાવતા પણ શીખ્યો. કેટલાક સંબંધો માનવીના જન્મથી જ એની સાથે જોડાઈ જાય છે તો કેટલાક તે પોતાની સમજ અને જરૂરિયાતો મુજબ વિકસાવે છે. પણ મૈત્રી એ એવો એક સંબંધ હોય છે, જે સાવ સહજ રીતે, અનાયાસ જ બે વ્યક્તિ વચ્ચે ઉદ્દભવી જાય છે અને પછી ચિરકાળ સુધી પાંગરતો રહે છે. મૈત્રી ક્યા, ક્યારે, કોની સાથે થશે, એનું કોઈ ચોક્કસ ગણિત નથી હોતું. સાવ અજાણી એવી બે વ્યક્તિ મળે, બંનેના હૃદય એકબીજાના હૃદયની ’ફ્રિકવન્સી’ ઝીલે, એ મેચ થાય તો ક્ષણમાં વીજળીના ઝબકારાની માફક આ ઓળખાણ આત્મીયતામાં પરિણમે ને રોટી, કપડા, મકાનની જેમ જ અનિવાર્ય એવા જિંદગીના આ મહામૂલા આયામની શરૂઆત થાય.

દોસ્તી, દુશ્મની અને પ્યાર - આ ત્રણ વિષયો પર આપણે ત્યાં મોટાભાગની ફિલ્મો બનતી હોય છે. એમાંયે મૈત્રી સંબંધોના તાણાવાણાઓને કહાણીમાં ગૂંથી લઈને અનેક સુંદર ફિલ્મો બની છે. મોટાભાગના અદાકારોએ બે મિત્રની વાર્તા પર બની હોય એવી એકાદ ફિલ્મમાં તો કામ કર્યું જ હોય. પણ અમિતાભ બચ્ચન જ કદાચ એવા કલાકાર છે કે જેમણે સૌથી વધુ સહકલાકારો સાથે મિત્રની ભૂમિકા ભજવી હોય. પ્રાણ, શશિ કપૂર, શત્રુઘ્‌ન સિન્હા, વિનોદ ખન્ના, ધર્મેન્દ્ર, અમજદ ખાન જેવા કલાકારો સાથે એકથી વધુ ફિલ્મોમાં અમિતાભ બચ્ચને મિત્રની ભૂમિકા ભજવી છે. એમાંયે ધર્મેન્દ્ર સાથેની ’શોલે’ ફિલ્મે તો સફળતાના આગલા તમામ રેકોર્ડ તોડી નાખેલા. જય અને વીરૂ જેવા બે તદ્દન અલગ સ્વભાવના મિત્રોની આ રોમાંચક ફિલ્મનું ગીત ’યે દોસ્તી હમ નહીં તોડેંગે...’ એ તો આજે પણ ગુરૂમંત્રની માફક મિત્રોના હૃદયમાં ગૂંજતું રહેતું હોય છે.

’શોલે’ના જય-વીરૂની યાદ ભલે આજે પણ જનમાનસમાં તાજી હોય, પણ અમિતાભ બચ્ચને મિત્ર તરીકેની શ્રીેષ્ઠ ભૂમિકા સુપરસ્ટાર રાજેશ ખન્ના સાથેની ’નમક હરામ’ ફિલ્મમાં ભજવી છે. ’નમક હરામ’ માટે તો અમિતાભ બચ્ચનને શ્રીેષ્ઠ સહાયક અભિનેતાનો ફિલ્મફેર પુરસ્કાર પણ એનાયત થયેલો. શું હતું આ ફિલ્મમાં? ટી. એસ. ઈલિયટની ખ્યાતનામ કૃતિ ’મર્ડર ઈન ધ કેથેડરલ’ પરથી, હોલિવૂડની સર્વશ્રીેષ્ઠ ફિલ્મોમાં જેની ગણના થાય છે એવી ફિલ્મ ’બેકેટ’ બની. ઈંગ્લેન્ડના રાજા અને તેના મિત્રની વાત રજૂ કરતી, સત્ય ઘટના પર આધારિત આ કૃતિ પરથી બનેલી ’બેકેટ’ ફિલ્મ અત્યંત સફળ રહી હતી. હૃષ્િાકેશ મુખર્જીએ ’બેકેટ’ પરથી પ્રેરણા લઈને ’નમક હરામ’ બનાવી. કિશોરકુમારે ગાયેલાં આનંદ બક્ષીના સુમધુર ગીતો, આર. ડી. બર્મનનું સૂરીલું સંગીત અને ગુલઝારે લખેલા ચુસ્ત સંવાદો અને પટકથા અને ઉપરથી હૃષ્િાદા જેવા સમર્થ દિગ્દર્શક. ફિલ્મ સફળ ન થાય તો જ નવાઈ!

આ એ પહેલવહેલી ફિલ્મ હતી કે જેની રજૂઆત પછી રાજેશ ખન્નાને વાસ્તવમાં પોતાનું સુપર સ્ટારનું બિરૂદ હાથમાંથી સરી જતું લાગ્યું. ’નમક હરામ’ની રજૂઆતના વર્ષો પછી કોઈ ફિલ્મ સામાયિકને આપેલા એક સાક્ષાત્કારમાં રાજેશ ખન્નાએ કબૂલ કર્યું કે લિબર્ટી સિનેમામાં આ ફિલ્મનો ટ્રાયલ શો જોયા બાદ એમને સમજાઈ ગયેલું કે પોતાનો યુગ હવે આથમી ચૂક્યો છે. તેમણે અમિતાભ બચ્ચન તરફ નિર્દેશ કરીને હૃષ્િાદાને કહ્યું કે "આ છે આવતીકાલનો સુપર સ્ટાર..’’

જો કે, મજાની વાત તો એ છે કે, જ્યારે ’નમક હરામ’ના શૂટિંગની શરૂઆત થઈ ત્યારે રાજેશ ખન્ના સુપર સ્ટાર હતા અને અમિતાભ બચ્ચન એક નિષ્ફળ કલાકાર. ’કાકા’ પાસે શૂટિંગ માટે તારીખો ફાજલ નહોતી અને ’બિગ બી’ પાસે સમય જ સમય હતો. તો થયું એવું કે ફિલ્મમાં અમિતાભના હિસ્સાનું મોટાભાગનું શૂટિંગ પહેલા જ નિપટાવી લેવાયું. જ્યારે ફિલ્મના રશીઝ વિતરકોને બતાવવામાં આવ્યા તો સૌને એવું લાગ્યું કે જાણે આ તો અમિતાભ બચ્ચનની ફિલ્મ છે અને રાજેશ ખન્ના આ ફિલ્મમાં મહેમાન કલાકારની ભૂમિકા ભજવી રહ્યા છે. કોઈ વિતરકને અમિતાભ જેવા નિષ્ફળ કલાકારની ફિલ્મ ખરીદવામાં રસ ન હતો. જો કે, હૃષ્િાકેશ મુખર્જી જેવા પીઢ અને આદરણીય ફિલ્મકારને સીધેસીધી ના કહેવાનું વિતરકો માટે શક્ય નહોતું. એટલે એક પછી એક વિતરક ફિલ્મમાં કંઈકને કંઈક ત્રુટી બતાવતા રહ્યા. છેલ્લે, કેટલાક વિતરકોએ અમિતાભની કાન ઢંકાઈ જાય એવી હેર સ્ટાઈલ પર નિશાન તાક્યું અને એકે તો હૃષ્િાદાને એમ પણ કહ્યું કે ’’આપનો હીરો વાનર જેવો લાગે છે, એને કહો કે કમ સે કમ વાળ તો ઢંગથી કપાવે તો અમને ખબર તો પડે કે એને કાન છે કે નહીં!!’’ આ વાત પર બધા જ વિતરકો ખડખડાટ હસી પડયા.

આ ઘટના બની એના થોડા જ મહિનામાં ’જંજીર’ રજૂ થઈ અને અમિતાભ ’એંગ્રી યંગ મેન’ તરીકે યુવાનોમાં અત્યંત લોકપ્રિય બની ગયા. જ્યારે એ જ સમયે સળંગ પાંચ ફ્લોપ ફિલ્મો આપવાને કારણે રાજેશ ખન્નાનું સુપર સ્ટારનું સિંહાસન ડગમગી ઊંઠ્‌યું. ’નમક હરામ’નું શૂટિંગ તો હજુયે ચાલી જ રહ્યું હતું. પણ કિસ્મતનો ખેલ જુઓ. એક સમયે અમિતાભનો વિરોધ કરનારા, એમની ભયંકર મજાક ઉડાવનારા એ જ વિતરકોએ હૃષ્િાદાને ફોન કરી કરીને કહ્યું કે ફિલ્મમાં અમિતાભનો રોલ વધારો! ફિલ્મના પોસ્ટરો અને અન્ય પબ્લીસીટીમાં પણ અમિતાભ બચ્ચનને રાજેશ ખન્નાની જોડાજોડ સ્થાન આપવા માટે વિતરકો માંગ કરવા લાગ્યા! ’કાનને ઢાંકતી હેર સ્ટાઈલ’ હવે ફેશન બની ચૂકી હતી. હિંદી ફિલ્મ જગતમાં એક નવી સત્તાનો ઉદય થઈ ચૂક્યો હતો. આ વિષે વિવિધ વર્તુળોમાં અનેક ટીકા ટીપ્પણીઓ થઈ હતી. પણ સૌથી વેધક ટિપ્પણી મુંબઈના હજામોએ કરી હતી. ફિલ્મની રજૂઆત બાદ મુંબઈના કેટલાય હેર કટિંગ સલૂનની બહાર નવું બોર્ડ મૂકવામાં આવેલું, જેમાં લખેલું હતુંઃ

"રાજેશ ખન્ના હેર કટ- રૂ. ૨; અમિતાભ બચ્ચન હેર કટ- રૂ. ૩.૫૦!!

સૌમ્યા જોષી. રાજકોટ.

દ્ઘજટ્ઠેદ્બઅટ્ઠ૭૬૨જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

નાની-નિનિ

કુંજલ પ્રદિપ છાયા

ોહદ્ઘાટ્ઠઙ્મટ્ઠિદૃજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

નાની-નિનિઃ

પસંદગીનાં મિત્રો કે મિત્રોની પસંદગી

દિવસ ક્યારનો ય આથમી ગયો હતો અને સાંજની સંધ્યા ખીલવાની તૈયારીમાં હતી. રોજ કરતાં નિનિ આજે જરા મોડી ઘરે પહોંચી હોય એવું એની મમ્મીને લાગ્યું. અલ્હડ અને મસ્તીખોર નિનિ ધીમાં પગલે ઘરમાં ઘૂસી. રોજની જેમ જ્યાં-ત્યાં યૂનિફોર્મનાં બૂટ ફેંકવાને બદલે ચૂપચાપ ઉતારીને પગરખાંનાં ઘોડા પાસે ખૂણાંમાં મૂકી દીધાં. ચૂં કે ચાં કર્યા વગર જ કપડાં બદલ્યાં અને સોફા પર હોમવર્ક કરવા ફસડાઈ પડી. રાત્રે જમવાનાં ટૅબલ પર પણ એ નિરૂત્સાહિ જ રહી. પરિવારની ધમાલ એક્ષ્પ્રેસ આમ મૂંગી રહે તો કેમ પોસાય?

જમીને ટી.વી. જોતે મમ્મીએ વાત કરવા કોશિશ કરી. “આજે નાનીબાનો ફોન હતો. તું સ્કુલ શરૂ થયા પછી ગઈ જ નથી ને નાનીબા પાસે? ચાલ ફોન કર એમને.. બહુ યાદ કરતાં હતાં તને..!” આટલું બોલતાં એમણે લેન્ડલાઈન ફોન લગાવ્યો અને નિનિને હાથમાં રિસિવર આપ્યું.

નાનીબાનાં નામથી જ જાણે નિનિ વિજળીવેગે બેઠી થઈ. અલબત્ત, સોફા પર જ બેસીને વાત કરવા લાગી. નાનીબાએ નિનિનાં અને નિનિએ નાનીબાનાં ખબરઅંતર પૂછ્‌યાં! નિનિ નાનીબાથી ઘણી હળી ગઈ છે, એનાં મમ્મી જાણતાં હતાં અને હકીકતે નિનિએ નાનીબા સાથે ઘણી વાતો કરી.

નાનીબાઃ નિન્કું, કેમ આજે અવાજ ઉદાસ લાગે છે?

નિનિઃ નાનીબા! કેમ ખબર પડી? નિખાલસપણે નિનિએ આશ્ચર્ય સહ પૂછ્‌યું.

નાનીબાઃ તારી ‘મા’નીપય મા છું! કહે જોઉં. શું થયું આજે સ્કુલમાં?

નાનીબાનાં પ્રશ્ન પછી તો પૂછવું જ શું? નિનિએ બોલવા જ માંડયું. આજે સ્કુલમાં આમ થયું; તેમ થયું..

નિનિઃ કેવી રીતે ‘ચૂઝ’ કરાય બેસ્ટ ફ્રેન્ડ?

નાનીબાઃ એ તો આપોઆપ ખ્યાલ આવી જાય વખત જતાં કે આ જ બેસ્ટ ફ્રેન્ડ છે.

નિનિઃ એમ કેમ ખબર પડે?

નાનીબાઃ સમય અને સંજોગો સમજાવી દે.

વાત એમ હતી કે શાળા શરૂ થયા પછી એકાદ મહિના પછી શિસ્ત પ્રમાણે વિદ્યાર્થીઓને પાટલીએ બેસાડવાની જોગવાઈ હોય છે. કોઈ નંબર પ્રમાણે બેસાડે તો કોઈ ઉંચાઈ મુજબ. કાલથી એ શિરસ્તો એની સ્કુલમાં શરૂ થવાનો હતો એવા સમાચાર હતા.

નિનિને યક્ષ પ્રશ્ન એ હતો કે એની સહેલીઓની ટૂકડીમાં સાત છોકરીઓ છે. એમાંથી રખેને જો પસંદગી કરવાનું કહેવામાં આવે કે એકાદ જણીને પડખે બેસાડની હોય તો એ કોની પસંદગી કરે? નિનિએ વાત માંડી.

નિનિઃ તમારે કોઈ બેસ્ટ ફ્રેન્ડ છે?

નાનીબાઃ હા, હોય જ ને!

નિનિઃ વ્હેર ઈઝ યોર બેસ્ટ ફ્રેન્ડ?

નાનીબાઃ ભગવાન પાસે.

થોડી ક્ષણ ચૂપ જ રહી નિનિ. એને નાનીબાનો આ જવાબ ગમ્યો નહી. એને તો પોતાનાં જ ધ્રૂવ પ્રશ્નનો ઉકેલ જોઈતો હતો. એટલે એણે ફોડ પાડીને પૂછી જ લીધું.

નિનિઃ નાનીબા, મારે તો આમ ઘણી ફ્રેન્ડઝ છે. અમે ગૃપમાં સાત ખાસ સહેલીઓ છીએ. કઈ બેનપણીને પાક્કી બહેનપણી સમજવી એ જ નથી સમજાતું. શું કરૂં?

નાનીબાઃ જો, એક વાત તે વાંચી કે સાંભળી હશે કે મિત્રો/સખીઓ આપણને જન્મનાં કે લોહીનાં સંબંધમાં નથી મળતાં એ તો આપણે જાતે જ શોધવા અને નિભાવવાનાં રહે છે. મિત્રતાનાં પાયા પર બંધાયેલ કોઈપણ સંબંધની ઈમારત મજબૂતપણે ચણાય; ભલે ને તે સંબંધ લોહીનાં રંગસૂત્રોથી કે પછી લાગણીનાં તાંતણે સ્થપાય...

નિનિઃ યેસ્સ..!

જરા ઉત્સાહમાં આવીને નિનિએ ઉચ્ચાર્યું. નાનીબાએ પોતાની વાત મક્કમતાથી આગળ વધારી.

નાનીબાઃ તું આંખો બંધ કરીને વિચારી જો તો.. તારી દરેક બહેનપણીનો તારા પ્રત્યેનો વ્યવહાર, બીજી સહેલીઓ અને શિક્ષકો સાથેનું વર્તન કેવું છે. કોઈ ખાસ એવા બનાવો યાદ કરી જો, તને કોઈએ મદદ કરી હોય, સાથ આપ્યો હોય અથવા તું કોઈને કામ લાગી હોય. કોઈ ઝગડો કે પછી કોઈ કીટ્ટા-બીટા કે ઈર્ષ્યાનો બનાવ.. એવું કઈં યાદ આવે છે?

નિનિઃ નાનીબા, એવું તો ઘણુંય છે, કેમ એમ પૂછો છો?

નાનીબાઃ તને કોણ યાદ આવ્યું હમણાં? કઈ વાત યાદ આવી? વિચારી જો એટલે તને ખ્યાલ આવશે મેં કેમ આમ પૂછ્‌યું. સહિયારાની લાગણી ખ્યાલ આવશે નહીં તો તે ફક્ત સ્વાર્થનો જ..!

આ એક નિસ્વાર્થ લાગણી છે. મિત્રતાને સ્વાર્થ કે સથવારાના ત્રાજવાં પર ન તોળાય. આખો દિવસ સાથે રહેતાં હોય તોય બને એવું કે પરસ્પર સારા મિત્રો ન પણ બને. એવું પણ બને કે વર્ષો ન મળ્યાં હોય તોય તમારી જુવાનીયાઓની ભાષામાં ‘બેસ્ટ ફ્રેન્ડ’ હોય!

નિનિ ફક્ત હ્‌મ્મ્કારા આપતી હતી. એકાદ ક્ષણ નાનીબા થોભ્યાં. નિનિનો અવાજ સાવ ધીમો થયો હોય એવું લાગ્યું.

નાનીબાઃ નિનિ સૂઈ ગઈ કે શું?

ફોનનું રિસિવર કાને જ રાખીને નાનીબાની વાતો પર ચિંતન કરતી નિનિ સોફા ઉપર જ સૂઈ ગઈ હતી. એની મમ્મીએ થોડી વાત કરીને ફોન મૂક્યો. નિનિનાં હોમવર્કનાં ચોપડાઓનાં પસારા સરખા કરી નિનિને એનાં રૂમમાં સુઈ જવા ઉઠાડી.

નાનીબા એનાં સ્વર્ગે સિધાવેલ બેસ્ટ ફ્રેન્ડને યાદ કરી બેસી રહ્યાં.

કુંજલ પ્રદિપ છાયાkunjkalrav@gmail.com