Jene Apyo Chhe Janam Kunjal Pradip Chhaya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

Jene Apyo Chhe Janam

જેણે આપ્યો છે જનમ...

એ ‘મા’ને નમન...

સંકલનઃ કુંજલ પ્રદિપ છાયા© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as Matrubharti.


Matrubharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

Mother’s Day Special.. Souvenir

Females Group

પારૂલ દેસાઈ, લતા કાનુંગા, લીના વચ્છારાજાની, રાજુલ ભાનુશાળી, ગોપાલી બુચ, ર્શ્લોકા પંડિત, ભાર્ગ્વી પંડયા, જાન્હવી અંતાણી, મનિષા હાથી, રીટા ઠક્કર, જીજ્ઞા ઓઝા, ડો. ગ્રીવા માંકડ, દિપ્તિ ઝાલા, પુજા કાનાણી, ડો. રૂચી કાનાણી, જાગૃતિ વકીલ, જયતિ અંજારીયા, નેહા શાહ, રાજવી ગોસાલીયા, તર્જની પટ્ટણી, ભાવના ત્રિવેદી, હિમાલી ઓઝા, ઉન્નતિ વચ્છરાજાની, હિના હાથી, બિજલ ઉપાધ્યાય, માતંગી ઓઝા, વર્ષા છાયા, અનસુયા દેસાઈ, કાજલ ઠક્કર, રીના માણેક

પરિચય

Females Group

ઓનલાઈનની આભાસી દુનિયામાં સતત સાત વર્ષથી ઓર્કુટ, ફેસબુક, વી-ચેટ અને વ્હોટસેપમાં ધધમતું મહિલાઓ માટેનું અલાયદું ગૃપ. સ્ત્રીઓ મુક્તપણે પોતાના વિચારો નિઃસંકોચ કહી શકે, વિશ્વવ્યાપી પ્રગતિમાં મક્કમપણે તાલ મેળવી શકે, નાનીમોટી ખુશહાલીઓ અને આફતોને એકબીજાના સહિયારા અને સધિયારા સાથે વહેંચી શકે એ પણ કોઈ જ પક્ષપાત કે કનડગત વિના એ હેતુથી ‘વુમન્સ ડે’ ૨૦૦૮થી ઓરકુટના જમાનાથી બનાવેલ કોમ્યુનિટિ, ફેસબુકમાં ગૃપ બન્યું અને વ્હોટસેપમાં એની અલગ-અલગ વિષયો મુજબ શાખાઓ બની. એક નાનકડા પ્રયાસને લઈને શરૂ થયેલ ઓનલાઈન પ્રવ્રૂતિઓ આજે રૂપકડું ઈ-બુકનું સ્વરૂપ લઈ રહી છે!

એક ઓનલાઈન ગૃપ જ સ્તો છે! એમાં નવું શું?

એક સમૂહ વર્ષોવર્‌ષ એકબીજા સાથે નાતજાત કે ઉમરનાં ભેદ વિનાં સાંકળાયેલ છે. અમુક મારી જેમ જ ફિઝિકલ ચેલેન્જ સખીઓ છે, ટીનેજર્સ, કોલેજ ભણતી, નોકરી કરતી કે ગૃહિણીઓ છે. સાઠી વટાવેલ વડિલ સખીઓ છે, કવિયત્રીઓ, લેખીકાઓ, ગાયિકા, ડોકટર્સ, વકિલ, એંજીનિયર્સ એમ દરેક ક્ષેત્રમાં વર્ચસ્વ દાખવતી મહિલાઓ અહીં મહાલે છે!

આરોગ્ય માહિતિ માટે ફિટનેસ, પાકશાસ્ત્ર શીખવા ફુડિઝ, અંગ્રેજી ભાષાની ચર્ચા કરવા ઈંગ્લિશ-વિંગ્લિશ, સ્ત્રીઓની અંગત બાબતો ચર્ચવા માટે પણ નોખું ગૃપ સાથે મુખ્ય ગૃપ કે જેમાં ૨૪ટ૭ ચટરપટર વાતચીત, શેરીગ, અપલોડિંગ, ગોસેપિંગ થતું હોય છે. ઓનલાઈન જ વાર તહેવાર ઉજવાય, હરિફાઈ યોજાય, જન્મદિવસ કે માઠા પ્રસંગની પણ અહીં રજુઆત થાય!

એવા અદ્‌વિતિય ગૃપની સખીઓએ પોતાના મનની વાત, લાગણી અને વિચારો રજુ કરવા માતૃદિવસને ખાસ બનાવવા આ ઈ-બુક સુવિનિયરને સૌ સમક્ષ મુકતી વખતે અતિઆનંદ થાય છે!

સૌ સખીઓનાં સાથ સહકાર સહ “પ્રાઈડ ગુજરાતી માતૃભારતી”નો આભાર...

સંકલનઃ કુંજલ પ્રદિપ છાયા

અનુક્રમણિકા

પરિચય

આ પુસ્તકમાં આપ શું વાંચશો?

૧ જેના પ્રેમને કોઈ પાનખર ન નડે તે ‘મા’ - પારૂલ દેસાઈ

૨ ‘મા’ સાથે બે-ચાર પળ.. - લીના વચ્છરાજાની

૩ ‘મા’ કવન - રાજુલ ભાવસાર; રીના માણેક; અનસુયા દેસાઈ; કાજલ ઠક્કર

૪ માતૃત્વ અનુભૂતિ - કુંજલ પ્રદિપ છાયા દ્રારા જયતિ અંજારીયા, નેહા શાહ, રાજવી ગોસાલીયા, જાન્હવી અંતાણી, ભાવના ત્રિવેદી, હિમાલી, ઉન્નતિ વચ્છરાજાની, હિના હાથી, સોનાલી ત્રિવેદી, તર્જની, બિજલ ઉપાધ્યાય, વર્ષા છાયા.

૫ હાઈકુ માળા - જીજ્ઞા ઓઝા; લતા કાનુંગા

૬ વાર્તા ‘સરપ્રાઈઝ ગિફ્ટ’ - ગોપાલી બુચ

૭ ‘મા’નું વસિયતનામું - ર્શ્લોકા પંડિત

૮ મા એટલે વિધાત્રી - મધુ દિપ્તી મેહુલ

૯ સ્તનપાનઃ માતૃત્વનું પ્રથમ સોપાન. - ડો. ગ્રીવા માંકડ

૧૦ બેસ્ટ ફ્રેન્ડઝ છીયે અમે તો.. - પુજા કાનાણી અને ડો. રૂચી કાનાણી

૧૧ વાર્તાઃ ઋણાનુબંધ - ર્શ્લોકા પંડિત

૧૨ મોમ્ઝ રેસિપિઝ - મનિષા હાથી

૧૩ કાવ્યો - ભાર્ગવી પંડયા; જીજ્ઞા ઓઝા

૧૪ પત્ર કેમ કરી લખું? ‘મા’ - માતંગી ઓઝા; લતા કાનુંગા

૧૫ દિકરીને કરી મેં પારકી! - રીટા ઠક્કર

૧૬ માતૃવંદના - જાગૃતિ વકીલ

આ પુસ્તકમાં આપ શું વાંચશો?

૧. રાજકોટનાં પારૂલ દેસાઈ, કે જેઓ પોતે લેખિકા અને ટ્‌યુટર છે. જેઓ માતૃત્વને પાનખર નથી નડતું એવો સંવેદનશીલ લેખ લખ્યો છે.

૨. અમદાવાદમાં સંગીતવૃંદ ચલાવતાં લીનાબેને માતા સાથે સમય વિતાવવાની પ્રેરણા આપી છે.

૩. મુંબઈનાં જ બંન્ને વડિલ સખીઓ રાજુલ ભાનુશાળી અને અનસુયા દેસાઈ તથા કોલકત્તાનાં કવિયત્રી રીના માણેક સાથે ભુજનાં કાજલ ઠક્કરે લગણીસભર સરસ આછાંદસ કાવ્યો મુક્યાં છે.

૪. અલગ અલગ પરિસ્થિતિમાંથી પસાર થતી સ્ત્રીઓ માતૃત્વનાં સંબંધને કઈ દ્રષ્ટિએ જુએ છે; એ વિશે ગાંધીધામનાં કળા-સાહિત્યિક પ્રવૃતિઓ પ્રિય કુંજલ છાયાએ અનેક સખીઓની અનુભૂતિ શબ્દોમાં આલેખી છે!

૫. સુરતમાં રહેતાં જીજ્જ્ઞા ઓઝા અને અમદાવાદમાં રહેતાં વડિલ લતા બહેન એ ટચૂકડા હાઈકુની માળા રચી ટૂંકમાં જ મા વિશે સહજ અભિવ્યક્તિ કરી છે.

૬. ગોપાલી બુચ, અમદાવાદનાં લેખિકા છે, જેમણે સાસુ અને મા બંન્નેને એક સાથે માતૃદિને સર્પ્રાઈઝ ગ્િાફ્ટ આપી હોય એવી હ્ય્‌દયસ્પર્શી વાર્તા લખી છે.

૭. વ્યવસાયે વકિલ અને મનથી લેખિકા એવાં શ્લોકા પંડિત માતાઓએ પણ કાયાદાકીય કાર્યવાહી જાણાવી અને એમાં રસ લેવો જોઈએ એવો અનુરોધ કર્યો છે.

૮. આદિપુરનાં “કચ્છી મડવર્ક” આર્ટિસ્ટસ દિપ્તી બહેને ટૂંકસારમાં જ માની મહિમા વર્ણવી છે.

૯. અમદાવાદનાં હોમિયોપેથિક ડોક્ટરની પદવી ધરાવતાં ડો. ગ્રીવાએ ધાવણીમાતાને સંભાળ લેવાનાં ખાસ સુચનો આપ્યાં છે!

૧૦. વાંચનથી પરિપક્વતા સાંપડે છે. મા-દિકરીનાં પ્રેમાળ સંવાદ સહ સરસ લઘુકથા ર્શ્લોકા પંડિતની.

૧૧. માતા-પુત્રીનાં મૈત્રી ભર્યા સંબંધોની સુવાળી વાત પુજાબેન અને એમની ડોક્ટરનો અભ્યાસ કરતી દિકરી રૂચિનાં શબ્દોમાં.

૧૨. “મોમ્ઝ રેસીપીઝ” નામથી પાકકળાનું પોતાનું પુસ્તક છે જેમનું એવા વડોદરાનાં મનિષા બેનની બાળાકોને ભાવે એવી સ્વાદિષ્ટ વાનગીઓ.

૧૩. અમદાવાદનાં કવિયત્રી ભાર્ગવી પંડયાની અને સુરતનાં જીજ્જ્ઞા ઓઝાનું ભાવવાહિ કાવ્ય.

૧૪. સાવજ સરળ ભાષામાં પોતાની બાને કાગળ લખ્યો છેઃ લતા કાનુંગા અને રાજકોટનાં માતંગી.

૧૫. એવી ક્ષણ જ્યારે સૌથી વધુ ખુશ અને સૌથી વધુ મા રડી હોય એવો દિકરીની વિદાયનો પ્રસંગ વર્ણવ્યોઃ રીટા ઠક્કર.

૧૬. સાહિત્યની સફરથી માતાની વંદના લખી છે ભુજનાં શિક્ષિકાઃ જાગૃતિ વકીલ.

જેના પ્રેમને કોઈ પાનખર ન નડે તે મા.

બા , મમા, મોમ, મા એટલે મનની ઈચ્છા, વ્યથા, દુઃખ, ખુશી વગર કહે જ સમજી જનાર વ્યક્તિ. જગતના તમામ સ્નેહ સંબંધમાં માનો પ્રેમ સર્વોચ્ચ છે. ઉમરથી વડીલ હોવા છતાં ‘તું’ કારે બોલાવાનો હક આપે. જેના પર ગુસ્સે થયા હોઈએ, ઝઘડયા હોઈએ પછી ૧૦મી મીનીટે તેના જ હાથની સ્વાદિષ્ટ રસોઈ પ્રેમથી જમાડે તે મા. મનની નાની મોટી કોઈ પણ વાતો વ્યક્ત કરવાનો મોકો આપે એ મા.

એક જ ઝાટકે એક સાથે શરીરના ૨૦ હાડકા તૂટે અને જે પીડા થાય તેટલી બાળકને જન્મ આપે તે સમયે માતા પીડા ભોગવે છે. પરંતુ બાળકના રડવાનો અવાજ સાંભળતા જ તેણીની આંખમાંથી હર્ષના આંસુ વહે છે. આ એક જ દિવસ એવો હોય છે કે જયારે બાળક રડે છે અને મા સ્મિત કરે છે. ભક્ત જેમ પ્રભુને શણગાર સજાવે, ભોગ ધરાવે તે જ ભાવથી મા બાળકને નવરાવે, તૈયાર કરે, જમાડે, સુવડાવે. ૧૦-૧૨ વર્ષની ઉમર સુધી બાળક માટે પોતાની મા એટલે જરૂરિયાત પૂરી કરનારી, વ્હાલ કરી પ્રોત્સાહિત કરનારી તો ક્યારેક નાની-નાની વાતમાં ખીજાતી, રોકતી -ટોકતી , માર્ક્સ ઓછા આવે તો લાંબુ લેકચર આપતી વ્યક્તિ. ટીનેજર્સ પર તીખી નજર રાખતી, મોબાઈલ પર શું કરે છે તેનું ધ્યાન રાખતી વ્યક્તિ. પરંતુ સમય જતા સમજણ આવે કે આ વ્યક્તિ માત્ર જન્મદાત્રી જ નહિ પણ શ્રેષ્ઠ માર્ગદર્‌શક, હિતેચ્છુ અને સંસ્કારદાત્રી છે.આ એ છે જેનું ઋણ સો જન્મ લીધા પછી પણ ચૂકવી શકાતું નથી. તે જ સારી ખરાબ બાબતોથી વાકેફ કરી, થયેલી ભૂલોને સુધારવા પ્રેમથી સમજાવી સંતાનનો સર્વાંગી વિકાસ થાય તેવી પ્રેરણા પૂરી પાડે છે. માતાની લાગણી જ સંતાનને આત્મવિશ્વાસી બનાવે. ઈશ્વર જેમ કોઈ પણ ભેદભાવ વગર ભક્તને શરણું આપે તે જ રીતે માતા સંતાનની ભૂલોને માફ કરી તમામ મુશ્કેલીઓ દુર કરે છે. ટુકમાં વર્ણવવી હોય તો -

સ્=દ્બીષ્ઠિૈકેઙ્મ,ર્ ં=ર્ હ્વઙ્મૈખ્તૈહખ્ત, ્‌= ર્ંઙ્મીટ્ઠિહષ્ઠી, ૐ= રટ્ઠઙ્ઘિર્ ુિૌહખ્ત, ઈ= ીટ્ઠખ્તીિ, ઇ=ૈંખ્તરર્ેંજ.

માએ દયાનું ત્રણું છે. નિસ્વાર્થ સેવિકા બની હમેશા પરગજુ બની રહેનારી હોય. પોતાના સંતાનના ઉછેર માટે સહિષ્ણુ બની વિકટ પરિસ્થિતિઓનો સામનો કરી તેના સુખ માટે પરિશ્રમ કરી હંમેશા સફળ સમૃધ્ધ બનાવવા આતુર રહે છે. માતૃપ્રેમ અતુલ્ય છે. માટે જ તો કહેવાયું છે કે

ેાકન્િ ીા=ૂઙ્મીા દ્ગા;ા, ેાકન્િ ીા=ૂઙ્મીા ટકિઃ ેાકન્િ ીાિ’ઙ્મી =ા.ા, ેાકન્િ ીા=ૂઙ્મીા કબ્;ા

અર્થાત માતા સમાન કોઈ છાંયડો નથી. માતા તુલ્ય કોઈ આશરો નથી. માતા જેવું કોઈ રક્ષક નથી અને માતા સમાન કોઈ પ્રિય નથી.

ર્ૐેજી ૈજ ર્હં ર્ૐદ્બી ુૈંર્રેં ર્સ્દ્બ. મા એ કુટુંબના સભ્યોને, તમામ સંતાનોને જોડતી કડી છે. તેની માટે બધા સરખા. બધા વચ્ચે સંપ રહે તેવું શીખવે, કોઈ અન્યાય કે ભેદ નહિ. દીકરી એ માની પરછાઈ છે તો દીકરો તો હોય જ મા નો. ગમે તે ઉમરે માના ખોળામાં માથું રાખી વાતો કરતા રહેવાનું, ક્યારેક આંખો બંધ કરી પોતાના સુખ-દુઃખના સ્મરણો વાગોળવાનું એને ગમે છે. માના પાલવથી મોઢું લુંછવામાં જમ્યાથી વધુ લહેજત એને મળે. જો કે આજકાલ જીન્સ પહેરતી મમ્મીઓ દીકરાને આ સંતોષ આપી શકતી નથી.

માત્ર બાળકને જન્મ આપવાથી જ ‘મા’ નથી બની જવાતું. જવાબદારી લઈ તેની માટે સમય આપવો, બાળકની ખરાબ આદતોથી વાકેફ થઈ સાચું માર્ગદર્‌શન આપવું, પોતાના વાણી-વર્તનથી, સત્ય, સહનશીલતાના, ધીરજના ગુણો ખીલવે તે મા. પોતે હકારાત્મક વલણ રાખશે તો અન્યને પણ એજ આપી શકશે. આધુનિકા પાસે પોતાના બાળક કરતા વધુ કારકિર્દી અને મોજશોખ વધુ મહત્વ ધરાવે ત્યારે તેણી ‘બેબી સીટીંગ’ અથવા ‘આયા’ના ભરોસે છોડતા અચકાતી નથી. ચીજવસ્તુઓના ઢગલા દ્વારા એશોઆરામ આપી પોતાની ફરજ બજાવનારી સ્ત્રીને ‘માં’ કેમ કહી શકાય? બાળપણથી જ મોબાઈલ અને ટીવીની આદત પાડે અને પછી ફરિયાદ કરવી એ ક્યાંથી ચાલે?

માતાના ખરા સદગુણો સભર એજનીસ ગોન્હા કે જેઓને આપણે મધર ટેરેસા ના નામથી સુપેરે જાણીએ છીએ. તેમણે માત્ર ૧૮ વર્ષની વયે જ ઈશુની સેવિકા બનવાનો નિર્ધાર કરેલ. દિનદુઃખીયોની સેવા કરવાના કાર્યમાં જોડીને સમસ્ત દુનિયા ના ‘મા’ બની ગયા. મા હોવું એટલે દેશના ભાવિના ઘડવૈયા હોવું. બાળઉછેર એ એક લાંબી પ્રક્રિયા છે. માતા એ સંતાન માટે જીવન સોપવું પડે છે. જો શિવાજી અને ગાંધીજી બનાવવા હોય તો જીજાબાઈ અને પુતળીબાઈ જેવી માતાઓ જોઈશે. બાળકને દુનિયામાં લાવતા પહેલા જ તેની જવાબદારી સ્વીકારવા માટે તૈયાર થવું પડે. બાળક મા ના ઉદરમાંથી સંસ્કાર મેળવવાનું શરૂ કરે છે માટે ગર્ભાવસ્થા ના સમયથી જ ખાન-પાન સાથે સારા પુસ્તકોનું વાંચન તેમજ ધર્મગ્રંથનું વાંચન જરૂરી છે. મા ની જવાબદારી તેનામાં પ્રમાણિકતા,નિષ્ઠા, સેવાભાવ જેવા અનેક ગુણોનું સિંચન કરી એક સંસ્કારી વ્યક્તિ તરીકે દુનિયા સમક્ષ પ્રસ્થાપિત કરવાની છે. માટે જ તો કહેવાય છે કે સો શિક્ષક બરાબર એક માતા. પણ પાનના ગલ્લે સિગારેટ ના કસ લેતા કે મોઢામાં તમાકુ ભરેલા માંદીયલ યુવાનોને જોઈને દુઃખ થાય. કોઈ નિસહાય યુવતી પર અત્યાચાર, છેડતી કરતા યુવાનો, પ્રગતિ સાધવા ટુંકા રસ્તા અપનાવતા યુવક-યુવતી, ભ્રષ્ટાચાર, દાણચોરી અને અપ્રમાણિકતાથી કમાણી કરતા લોકો પોતાની માની કુખને લજવી રહ્યા છે.

વર્ષે એકજ વાર ‘ર્સ્ંરીિ’જ ઙ્ઘટ્ઠઅ’ની ભેટ સોગાદો આપી દઈ ઉજવવાનો ન હોય. આજીવન તેનું નામ રોશન રહે, તેણીની લાગણીઓ ને ઠેસ ન પહોંચે તેવા કાર્યો ની ભેટ તેના ચરણે ધરવાની તૈયારી દરેક સંતાને રાખવી જોઈએ.

- પારૂલ દેસાઈ, રાજકોટ

ટ્ઠિેદ્ઘઙ્ઘીજટ્ઠૈજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

મા સાથે બે-ચાર પળ..

નવરાત્રિના નવ દુર્ગાના નવ નામમાં જે અદ્‌ભુત શક્તિ અને માન છે એ જ અભિમાન અને ગૌરવ "મા,મમ્મી,મોમ,મમ્મા,આઈ,મધર" શબ્દ માં સાક્ષાત અનુભવાય છે. કઈ સુંદર મીઠી લાગણી આ "મા "શબ્દ સાથે સંકળાયેલી નથી? "મા"એટલે એ ઉચ્ચ હસ્તી કે જેની બેહિસાબ મબલખ સલામત સરહદ મા દરેક બાળક બેખૌફ જીવે છે. એની હુકુમતમાં તો એનું ૬૦ વર્ષ નું બાળક પણ બચપન નું લાડ મેળવતું રહે છે.

પોતાની કોઈ જ સ્વાર્થી લાગણી કે માંગણી વગર પોતાના સંતાન નોટ ઈવન સંતાન -પણ આખા પરિવાર નું કાળજીપૂર્વક જતન કરે એ "મા." થોકબંઘ કવિતાઓ, જથ્થાબંઘ સુવાક્યો, અગણિત વાતો "મા" માટે લખાઈ ગઈ. એ બધા જ સાહિત્ય ની પણ ઘણી ઉપર "મા"ની હસ્તી બિરાજે છે.

બસ "મા"એટલે "મા" કોઈ ગુગલ પણ એનો સાચો અર્થ સમજાવવા સમર્થ નથી. મમ્મી એટલે બાળક માટે અલ્લાઉદ્‌દિનનો જાદુઈ ચિરાગ, મમ્મી એટલે બાળક માટે હાતિમતાઈની પરી, મમ્મી એટલે બાળક માટ સુપરમેન, બેટમેન. મમ્મી કંઈ પણ કરી જ શકે!

જરા પોતાની અંદર ઝાંકી ને જોજો; આપણે મમ્મી વિશે લખવા જેટલા મોટા અને મેચ્યોર્ડ થઈ ગયા પણ તો ય મમ્મી શબ્દ બોલીયે ત્યાં તો દિલના ઉંડાણમાંથી હાશકારો રગેરગમાં પ્રસરી નથી જતો ??? બસ, જગત ની દરેક મા-મમ્મી ને “મધર્સ ડે”ની અંતરતમ શુભકામનાઓ.

હા ,મન ના એક ખુણે અચૂક એક ડંખ એવી કમનસીબ "મા"માટે વાગતો રહે છે કે જે "મા"પોતાના સંતાન સાથે રહી શકતી નથી, ઈશ્વર થોડો ક્રુર લાગે ,જ્યારે હું વૃધ્ધાશ્રમમાં ઈવેન્ટ કરૂં ત્યારે એ સંગીત મને બહુ બેસુરૂં લાગે છે. સુખી અને સંપન્ન માતા પિતા માટે આપણી બધાઈ તો હોય જ પણ એ કમનસીબ અને દુઃખી મા-બાપ માટે મારી દિલથી દુવા કે, “હે પાલનહાર, આવી કરૂણતા નું કંઈક નિવારણ કર!”

અંતમાં બસ સર્વે જના; સુખી નો ભવન્તુ...

"તું કૌરવ, તું પાંડવ મનવા

તું રાવણ, તું રામ,

હૈયા ના આ કુરૂક્ષેત્ર પર,

પળ પળ નો સંગ્રામ,

તું રાવણ, તું રામ---"

મધર્સ-ડે પર એક બીજા ને એકલી વિશ કરવા કરતાં આવો આપણે કંઈક એવું કરીયે કે જે મા-બાપ પળ-પળના આ સંગ્રામમાંથી પસાર થઈ રહ્યા છે એમને થોડી ઠંડક મળે, એમને બે-ચાર પળની ખુશી મળે..

- લિના વછરાજાનિ. અમદાવાદ

ન્ીીહજ૦૯૦૧જ્રઅટ્ઠર્રર્.ર્ષ્ઠદ્બ

મન કવન

“મા”નો રોટલો

એ મા ની આંખો

ત્યારે

કારણ વગર તરલ થઈ જાય છે!

જ્યારે,

શહેરમાં રહેતા દિકરાની આંખો

પિત્ઝાના રોટલાની કોરપર આંગળાની છાપ જોવા મથે છે..!

***

આજે આઠવાળી ગાડીનું રિત્રવેશન હતું,

મા ભાતું બનાવી રહી હતી.

એ ચુપચાપ રાંધણીયામાં જઈને ઉભો રહ્યો..

"અબઘડી થઈ જાશે હો ભઈલા" બોખું મોં બોલ્યું.

અને કરચલીવાળા હાથ ઝટપટ ચાલવા લાગ્યા..

એ હસીને બહાર નીકળ્યો,

ને ઝડપભેર હાથમાં પકડી રાખેલી

કાચની શીશીનું બુચ બંધ કરી દીધું..

ઝડબેસલાક!

રખેને એક પળનોય વિલંબ થાય

અને શીશીમાં પેસી ગયેલી,

માના હાથે શેકાતા રોટલાની સુગંધ

પાછી વળી જાય..!

- રાજુલ ભાનુશાળી.. મુંબઈ.

ટ્ઠિદ્ઘેઙ્મ.હ્વરટ્ઠહેજરટ્ઠઙ્મૈ૧૮૭જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

ચૂપ...

નસીબ નો વાંક, કુંભાર ની ભૂલ,

કર્મ નાં દોષ, કે ડોકટરની ભૂલ

ના , નાર્ ંટઅખ્તીહ ની કમીથી

મરી ગયેલા દ્ગીદૃિી ષ્ઠીઙ્મઙ્મજ

ચૂ.......પ

બંધ કરો આ ઘોંઘાટ

વિચારવા તો દો મને કેમ પૂરી કરૂં

મારી આ કવિતા !!!!!!

- રીના માણેક, કલકત્તા.

િૈહટ્ઠદ્બટ્ઠહીાજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

હૈયાની વેદના વેર કે

વેદના, ખબર નહીં શું શું નિકળે ???

ગાંધારીની પટ્ટી જેવું છે

હૈયું, કસમયે ખોલ નહીં.

- કાજલ ઠક્કર. ભૂજ.

ાંરટ્ઠષ્ઠાીિ૧૧૧૧જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

માની યાદ

હું જોઈ રહી છું ...

નીચેના ઘરમાં રહેતા કાંતાબેન

પોતાની અગાશીમાં ..

તડકાનો ટુકડો ટુકડો એકઠો કરતા

મસાલા અને અથાણાની બરણીઓ

સુકવી રહ્યા છે.....અને

’ માં ’ યાદ આવી ગઈ.

હું જોઈ રહી છું ....

બાજુના ઘરના રમીલાબેન

તેમની અગાશીમાં આવતા તડકાના

ટુકડા ટુકડા પર ભીના નિચોવાયેલા

કપડા ફેલાવી રહ્યા છે .....અને

’માં’ યાદ આવી ગઈ.

હું જોઈ રહી છું ....

સામેના ઘરના સુશીલાબેન

પોતાની અગાશીમાં પડતા

તડકાના ટુકડા પર લાડલીને

સૂર્યસ્નાન કરાવી રહ્યા છે ...અને

’ માં ’ યાદ આવી ગઈ .

"માં" ! હવે તો સમયને પાંખો આવી ગઈ છે .

મારી અગાશીમાં પડતો તડકો તો

ટુકડે ટુકડે થઈ ગયો છે, પણ ....

મને યાદ આવી જાય છે મારી તડકા જેવી " માં "

અનસુયા દેસાઈ. મુંબઈ.

ઙ્ઘટ્ઠહજેઅટ્ઠજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

માતૃત્વ અનૂભુતિ

અસ્તિત્વની ઉત્પત્તિનો વિચાર આવે એટલે સૌ પ્રથમ માતૃત્વનો વિચાર આવે જ. સ્ત્રી જો કુદરતની સૌથી સુંદર રચના હોય તો માતૃત્વનું વરદાન એ સૌથી શ્રેષ્ઠ વ્યવસ્થા છે! જીવંત છે તે જીવન બક્ષી શકે છે. અદ્‌વિતિય શક્તિ પ્રદાન કરી છે ઈશ્વરે નારીજાતિને. એ મનુષ્ય હોય કે પશુપક્ષી! વૃક્ષની ડાળીઓ પર ફુટતાં કૂપણો હોય કે નાનીનાની જીવાતનાં ઈંડા! આહ્‌હ! કેટલું વિસ્મયકારક છે આ? વણઉકેલાયેલ આ વિષય ઉપર અનેક સંશોધનો થયા, કેટલાય પરિક્ષણો થયા, અઢળક ચર્ચાઓ અને લાખો પુસ્તકોનાં નિષ્કર્ષમાં એક જ બાબત ફકત કહી શકાય કે નિસર્ગની આ વ્યવસ્થા એક અનૂભુતિ છે જેને ફકત બિરદાવાય..!

‘તુંડેતુંડે મતિ ભિન્ન’ એ ન્યાયે દરેક વ્યક્તિત્વ જુદા હોય છે. બધાંનાં મન, સ્વભાવ, વલણ અને સંજોગો ભિન્ન હોય છે. એમાય સ્ત્રીનું જીવન બેવડું હોય છે તેનાં બે જુદાજુદા પડાવ હોય છે. એક તો એનું શૈશવથી કિશોરાવસ્થા સુધીનું અવિવાહિત જીવન અને બીજો તબ્બકો લગ્ન બાદનો. પોતાને મતૃત્વ પ્રાપ્ત થાય પછી જ સંપૂર્ણતાની માનસિકતા કેળવે છે. વિવિધ પરિસ્થિતિનો સામનો કરીને આગળ ધપતી કેટલીક સખીઓ સાથે વાત કરીએ તો ખ્યાલ આવે કે તેઓ માતાપણું મેળવવાનાં અનોખા વરદાનને કઈ રીતે જુએ છે, માણે છે અને વર્ણવે છેઃ

જયતિ અંજારીયાઃ કચ્છનાં ગૃહસ્થ પરિવારનાં પાંચ વર્ષનાં દિકરાની માતા કે જેઓ પોતે શિક્ષક છે. આ લખાયી રહ્યું છે ત્યારે તેમને પુરો નવમો મહિનો ચાલે છે; બીજા બાળકની રાહ જોઈ રહ્યાં છે! તેઓ કહે છે કે, પહેલા બાળકનાં જન્મ વખતે શરૂઆતમાં પરિવારનાં વડિલો સાથે રહેતાં થોડો સંકોચ થતો, શારીરિક ફેરફાર પણ આંખે વળગીને ખ્યાલ આવે એ બધું જ અનુભવ્યું. એ રોમાંચિત લાગતું. બીજા બાળક વખતનો અનુભવ વધારે પુલકિત કરે છે. પહેલા બાળકને સમજાવવું કે તારે બીજું નાનો ભાઈ કે નાની બહેન આવશે એજ મુશ્કેલ હોય છે. માની ફરજ છે કે આગલા બાળકને પરિપક્તાથી હકીકતથી વાકેફ કરે. વડિલો કહે છે કે નહીં તો બાળક ચિડિયું કે નબળું થઈ જાય. મારો દિકરો ધન્ય હવે અતુરતા પૂર્વક આવનાર બાળકની રાહ જુએ છે. કહે છે કે, “મમ્મી હું એનું ધ્યાન રાખીશ”

નેહા શાહઃ પ્રેમ લગ્ન કરી્‌ને સંયુક્ત પરિવારમાં દૂધમાં સાકર ભળે એમ સૌ સાથે ઓતપ્રોત થઈ ગઈ છે. અત્યારે એ સાત મહિનાની નાનકડી ઢીંગલી જેવી બાળકીની માતા છે. એ કહે છે કે, “બેબીને પહેલી વખત સુકોમળ દેહને હાથમાં લીધી એ ક્ષણની અનૂભુતિ અવર્ણનીય છે. એની બિડાયેલ આંખો અને મંદ રમતું સ્મિત નિરખીને જોયા જ કરવાનું મન થાય! ઈટ્‌સ ઓસમ ફિલિગ્ઝપ.” ઘરનાં વડિલોની એ જીવ છે. નેહા એ ઉમેર્યું કે, “થોડા સમય પહેલાં એ માંદી પડી હતી ત્યારે સૌનાં જીવ તાળવે ચોંટી ગયા હતા. ‘જૈની’ એનાં પપ્પાની પણ એટલી જ વહાલી છે, હાર્દિક સતત સજાગ હતા મારી પ્રેગ્નેન્સી વખતે!”

રાજવી ગોસાલીયાઃ “હું મારા મમ્મીનું સ્પેશીયલ ચાઈલ્ડ છું.” મને જન્મથી જ સેરીબ્રીયલ પાલ્સી છે. એક વિકલાંગ બાળકની માતા હોવું સહેલું નથી. તે કહે છે કે, “માતા હિમાક્ષીબેન ગુરૂ, સહેલી અને હમસફર છે! મારામાં ઉત્તમ સંસ્કાર અને વિચારો આપ્યા છે.” અમદાવાદમાં રહીને વોડાફોન કન્સલ્ટન્ટ તરીકે ફરજ બજાવતી રાજવી વ્હિલચેર ભેર દુનિયા સર કરવાનાં સ્વપ્ન સેવે છે. પિતાનું મનોબળ અને માતાની હૂંફ, કાળજી અને ટેકા વિના આ ક્યાં શક્ય છે?

જાન્હવી અંતાણીઃ વડોદરા નિવાસી ચાળીસી વટાવેલ અનુભવી વલણ ધરાવતાં વાત કરે છે કે, “મા હોવું એ દરેક સ્ત્રી માટે અહોભાગ્ય છે. અને દીકરીની મા હોવું એ સ્ત્રીનું સૌભાગ્ય છે. મને જ્યારે આ સૌભાગ્ય પ્રાપ્ત થયું એ દિવસ મારા માટે મારો પુનઃ જન્મનો દિવસ હતો. દીકરી જન્મે છે ત્યારે એક મા એક બીજી મા ને જન્મ આપે છે. મારે ઘરે જોડીયા દીકરી જન્મી એ મારા માટે બંડલ ઓફ જોય સમાન હતું! એમને ઉછેરતા હું ખુદ મારો ઉછેર કરી રહી હતી... એમનું બચપણ મને મારા બચપણનો અહેસાસ કરાવી રહ્યો હતો.એમને ભણાવતા.. હું ભણી રહી હતી... એમને સમજાવતા હું જિંદગીના નવા પાઠ શીખી રહી હતી. દીકરીના જન્મ સાથે મા, એક છોકરી મટીને એક પરિપકવ સ્ત્રી બને છે. એક ઠરાવપણું અનુભવે છે.

ર્રૂે હીદૃીિ ટ્ઠિીષ્ઠૈટ્ઠીં ંરૈહખ્તજ ર્એિ ર્દ્બંરીિ ઙ્ઘૈઙ્ઘ ર્કિ ર્એ ેહૈંઙ્મ ર્એ ર્ઙ્ઘ ંરી જટ્ઠદ્બી ંરૈહખ્તજ ર્કિ ર્એિ ૌઙ્ઘજ. દીકરીઓ મોટી થઈ રહી હોય ત્યારે..એક દીકરી તરીકે ઉપરના કવોટ નો અનુભવ ડગલેને પગલે થતો રહે છે.”

ભાવના ત્રિવેદીઃ “અર્થોપાજન કાજે પતિ વર્ષોથી વિદેશ હોય અને નાના બે બાળકો સાથે દેશમાં પરિવાર સાચવવાનું થોડું કપરૂં રહે છે. દામ્પત્ય જીવનનાં બે પૈડાં પેકી એક જ પાત્રએ માતા અને પિતા બંન્નેની ફરજ અદા કરવાની રહે છે.” સત્તર વર્ષની સુંદર મજાની બહેનપણી સમી દિકરી રીતુ અને બોર્ડની પરિક્ષાની તૈયારી કરતો રાધે એમ બન્ને સંતાનો સાથે હસીમજાક અને કિલ્લોલ કરતાં ભાવના બહેન વાત કરે છે! એઓ કહે છે કે, “સ્ત્રી દરેક મોરચા સંભાળી લેવા જોઈએ અને એ પણ અનંદભેર! જવાબદારીનો બોજો લઈને જીવશો તો જીવન ભારીખમ લાગશે જ..”

હિમાલી ઓઝાઃ અમદાવાદમાં રહીને અનેક સાહિત્યિક પ્રવૃતિઓ કરનારા હિમાલી બહેને સરસ મુદ્દો ઉપાડયો. એમણે રજુઆત કરી કે, સ્ત્રી ભ્રૂણ પરિક્ષણ થાય અને જો બાળકી જન્મ લેવાની હોય તો કૂખમાં જ તેનો નાશ કરવાનું કૃત્ય આદનારાઓનો બહિષ્કાર થવો જોઈએ. એક મા જ છે જે સંતાનને જન્મ આપે છે. જે જ્ન્મદાત્રી છે એને કઈ રીતે નાશવંત કરાય? આ રીતે જેઓ ગર્ભપાત કરાવે છે એ માતાને કેટલી પીડા સહન કરવી પડતી હોય છે. પોતાનાં શરીરમાં વિકસતા અંગને પુખ્ત થવા પહેલાં જ નિકાલ કરી દેવાય એ માની શી દશા હશે?

ઉન્નતી વછરાજાનીઃ રીટાયરમેંન્ટની ઉંમરે પહોંચેલ આ દંપતિ એકલાં રહે છે. પારિવારીક અવરજવર તો રહે પણ એમનો મહત્વકાંક્ષી પુત્ર અને પુત્રવધુ વિદેશ રહે છે. તેઓ કહે છે કે મન પર પત્થર રાખીને બાળકોની પ્રગતિ માટે આટલો ભોગ તો આપવો જ પડે. દિકરી નજીકનાં જ શહેરમાં રહે છે જેથી સાવ એકલવાયું નથી લાગતું.

હિના હાથીઃ નાનપણથી જ ભણવામાં પોતે ખુબ જ હોંશીયાર. ભણતરની કિંમત જાણતાં હિના બેન કહે છે કે, “મારાં બન્ને બાળકો છેક સુધી સ્કોલર રહ્યાં છે. દિકરા રોહનને એન્જીનિયરિંગમાં મેરિટમાં ૯૮% અને દિકરીને કોમર્સમાં ૯૪% આવ્યા ત્યારે એકપણ વધારાનાં ખર્ચ વિના બંન્ને ભણ્‌યાં છે. પુત્રી જોલીની ફાઈનલ પરિક્ષા હતી એ સમયે મને કેન્સરની ગાંઠનું ઓપરેશન કરાવ્યું હતું ત્યારે રાત આખી મારી પથારી પાસે બેસીને સવારે પરિક્ષા આપવા ગઈ હતી એ યાદ રહી ગયું છે! આજે ઈશ્વરની કૃપાથી બંન્ને ઉચ્ચકક્ષાએ નોકરી કરે છે અને મારી તબિયત પણ ખુબ જ સારી છે. દિકરીએ સર્વની સંમતિ સહ લવ મેરેજ કર્યા છે. એઓ કહે છે કે, “માતાએ બાળકોને મુક્ત વાતાવરણ અને પુખ્ત વિચારસરણી આપવી જોઈએ.” કૌટૂંબિક જવાબદારીઓ સાથે બાળકોનો ઉછેરનો સંતુલન માતા બખુબી નિભાવી લેતી હોય છે.

તર્જની પટ્ટણીઃ અમદાવાદ જેવા મેટ્રો સીટીમાં ઉછરીને એમ.સી.એ કરેલ તર્જની વિચારે છે કે, “આજની આધૂનિક નારીએ સમજી વિચારીને પરિવારની આર્થ્િાક પરિસ્થિતિને સમતોલ કરીને કુટૂંબને આગળ વધારવું જોઈએ. બે છેડા ભેગા કરી પતિપત્ની સધ્ધર થાય પછી જ બાળક વિશે વિચારાય !”

સોનાલી ત્રિવેદીઃ ઉંમરનો એક તબ્બકો હોય જ્યારે સ્ત્રી દિકરી વહુ અને પત્ની બને છે છે. તે પોતાને ત્યારે સંપૂર્ણ માને જ્યારે એના ખોળાનો ખૂંદનાર આવે! અમારા સખી સોના બહેન કહે છે કે, સંતાન પ્રાપ્તિની ઝંખનાને લીધે ઘણી ચિકિત્સાઓ અને ઉપચારો કરાવીને હવે થાકી, કંટાળીને બધું મૂકી દીધું છે. ઈશ્વરને ગમ્યું તે ખરૂં! બધાંને બધું નથી મળતું.

બિજલ ઉપાધ્યાયઃ રાજકોટમાં સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવતી આત્મવિશ્વાસી બિજલ વિચારે છે કે જો પત્ની કે પતિમાં સંતાન પ્રાપ્તિની ઉણપ હોય તો માતૃભાવનાથી વંચિત રહીને દુઃખી થવાને બદલે કોઈ જરૂરિયાતમંદ બાળક દત્તક લઈ શકાય. એમાં કશુંજ ખોટૂં નથી.

વર્ષા છાયાઃ “સ્ત્રી એણે ભજવાનાં બધાં જ પાત્રો એક તરફ મૂકી ‘મા’ની ભૂમિકાને પ્રધાન્ય આપે છે. કહેવાય છે ને કે, ‘સર્જક પોતાની કૃતિ સાથે નામ જોડે છે પણ ‘મા’ પોતાનાં બાળક સાથે પોતાના પતિનું, બાળકના પિતાનું નામ જોડે છે.’ “હું કુંજલ પ્રદિપ છાયાની મમ્મી કહેવરાવવાનું પસંદ કરૂં છું.” અદકેરૂં વિચારનારાં આ માતા કહે છે કે, “મા એની ફરજ બજાવતી જ હોય છે એમાં માને કોઈ મોટું કાર્ય કર્યા જેવું લાગતું જ ન હોય. પરંતું જ્યારે એનું બાળક એનાં સ્વપ્નાઓ સાકાર કરીને નામ ઉજ્જ્વળ કરે ત્યારે તેની પ્રસુતિની પીડા, આજીવન કરેલ કામનો થાક અને ગઢપણનો ઉદ્વેગ દૂર થઈ જાય છે.”

આમ, વિભિન્ન વિચારસરણી ધરાવતી સ્ત્રીઓની વાત જાણીને ખ્યાલ આવે છે કે બાળકને સતત પ્રેરણાં આપતી, સારા નરસાનો ભેદ સમજાવતી અને ભૂલચૂકને ટોકવાને બદલે ટપારીને એક માતા બરાબર સો શિકક્ષકની ગરજ સારે છે. આધૂનિક હોય કે પ્રૌઢ દરેક વયની સ્ત્રી માતૃત્વને વધાવે છે !

- કુંજલ પ્રદિપ છાયા

ોહદ્ઘાટ્ઠઙ્મટ્ઠિદૃજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

હાઈકુ માળા

ના છે ખેવના

પ્રભુ તારી, મળે જો

માત ઉછંગ!

મેહુલા વિણ,

સદાય લીલુંછમ્મ,

માતૃહ્ય્દય!

ના પ્રભુ ભક્તિ,

કો ગમ નહિં, કરો

માતૃ વંદના!

ખરબચડા,

કર-કમલ તારા;

પ્રેમે ભરેલા!

ઝાંખી સી દ્રષ્ટિ,

વરસાવે નિત, મા સ્નેહવર્ષા!

દુભાય તું જો,

જનેતા વ્હાલી, પ્રભુ

દૂર જોજનો!

ગૃહ, મંદિર

હાડ-માંસની દેવી

વહાલ્સોયી!

- જીજ્ઞા ઓઝા. સુરત

દ્ઘૈખ્તહર્ટ્ઠડટ્ઠ૪૨જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

મા તારા વિન

અમ બાલુડાં રોતાં

ચોધાર આંસું.

આવ હવે તું,

પાછી આવ સાંભળ!!

કર વહાલ..

તડપ્યાં અમે,

તુજ વિન, જોને મા..!

કર વહાલ..

અમે અનાથ,

તુજ ને તડપીયે,

આવને પાછી!

ઈશ તું જ છે!

જીવન મારૂં તું જ..

કરૂં પુકાર!

આવને પાછી,

લઈ ગોદમાં સમાવ..

કર વહાલ..

- લતા કાનુંગા

ઙ્મટ્ઠંટ્ઠા૧૯૫૬જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

સરપ્રાઈઝ ગિફ્ટ

’ઓહ ગોડ !જય ,આજકાલ હું બહુ જ થાકી જાવ છું.છોકરા આટલા મોટા થયા પણ બેમાંથી એક પણ જણ પોતાની વસ્તું ઠેકાણે મુકતા નથી.અને ક્યારેક તુ પણ. "કહેતા તો મનિષાએ પથારીમાં લંબાવી જ દીધું.એના અવાજમા થાક અને ગુસ્સો બન્ને સમાયેલાં હતાં.

"કમઓન સ્વિટ હાર્ટ !ક્યારેક એવું પણ થાય યાર્.છોકરા થોડુ ઘરકામ કરે ?"જયે પ્રેમથી મનિષાના માથે હાથ ફેરવતા કહયું.

કેમ ?વ્હોટ ડુ યુ મીન બાય છોકરા થોડુ ઘરકામ કરે ?અફકોર્ઝ કરે.એ જમાના ગયા કે છોકરીઓ જ ઘરકામ કરે.અને આ તુ બોલે છે !તુ પોતે તો કેટલું કામ કરતો ?એ તો હવે આવો આળસુ થઈ ગયો છે "મનિષા પથારીમા બેઠી જ થઈ ગઈ.

"ઓકે મની,મારે મેચ જોવી છે સો લેટસ ફરગેટ ધ ટોપિક"કહેતા તો જય ટીવી ઓન કરી મેચમા ખોવાઈ ગયો.

જય અને મનિષા.સુખી પતિ-પત્નિ.જય એક પ્રતીષ્ઠિત કંપનીમાં ચાર્ટડ એકાઉન્ટન્ટ અને મનિષા એક એનજીઓમાં ડાયરેક્ટર.બન્ને સમાજમા મોભાદાર વ્યક્તિત્વ ગણાય.મુંબઈના નેપયન્સિ રોડ જેવા ક્રીમ એરિયામા પોતાનો લક્ઝુરિયસ ફ્લેટ. અભિ અને મીત નામના બે દિકરા.સંપૂર્ણ સુખીની વ્યાખ્યામા બરાબર ફીટ બેસે તેવો પરિવાર.

મનિષા સોશિયલ એટીવિટી સાથે ખુબ સંકળાયેલી હતી.એનો આખો દિવસ થોડો વધુ પ્રવૃત્તિમય રહેતો.એ પથારીમા જ વિચારે ચડી.આ રવિવારે મધર્સ ડે છે.મારે ટીવી પર સ્પિચ આપવાની છે.મારે હજી સ્ક્રિપ્ટ તૈયાર કરવાની છે.શું લખું ?મધર ટેરેસાથી શરૂ કરીને આજ સુધીની બધી એમ્પાવર્ડ વિમેન વિશે તૈયાર કરી લઈશ તો વિશેષ પ્રભાવ પડશે.ઈન્દ્રા નુયી,સુનિતા વિલિયમ....

’મોમ....મોમ્મ’ અભિ બુમ પાડતો રૂમમા આવ્યો અને મનિષાની વિચારયાત્રાને બ્રેક વાગી."મોમ,આ વખતે આપણે મધર્સ ડે પિકનિક જઈશું.""યસ મમ્માઆમારી એક્ષામ પુરી થઈ પછી ક્યાંય ગયાં જ નથી"નાના દિકરા મીતે પણ મોટા ભાઈ અભિને સાથ આપ્યો.

"નો વે સન ,એ દિવસે તો હું બહું જ બીઝી છું.સવારે ટીવીમા પ્રોગ્રામ છે.પછી ઘરડાંઘર અને પછી અનાથાશ્રમ.મિટિંગ,મિડિયા એન ઓલ.ટાઈમ જ નથી મારી પાસે."મોમનો ફેંસલો આવી ગયો હતો.

"મોમ, ઈટ્‌સ અ મધર્સ ડે." બંન્ને દિકરાઓએ જય તરફ આશાભરી નજરે જોયુ.

જય લાચાર હતો.એ જાણતો હતો કે મનિષા ક્યાય કોઈ ફેરબદલ કરે એવી હતી જ નહી.એ એનો સ્વભાવ નહોતો.જો એ થોડી પણ સમાધાનકારી હોત તો આજે કચ્છના વાગડ જેવા નાનકડા ગામમાં એકલી રહેતી પોતાની ગોમતિમાની જગ્યા આ આલિશાન વૈભવી જીવનશૈલીની વચમાં ચાર બેડરૂમના ફ્લેટમા થઈ શકી હોત.

"એ બીઝી છે." જય એટલું જ બોલ્યો.

“ડેડુ, હાવ્સ યોર મોમ ?” અચાનક જ મીતે પુછેલાં પ્રશ્ને જયને ઢંઢોળી નાખ્યો.

જયને મા યાદ આવી.જય ચાર વરસનો હતો અને એના પિતા કોઈને કહ્યા વગર ક્યાંક ચાલ્યા ગયેલા જે ક્યારેય મળ્યા જ નહી,ના એમની કોઈ ભાળ મળી.બધી કપરી પરિસ્થિતીનો સામનો કરી એકલે હાથે ગોમતિમા એ જયને ઉછેર્યેા. સી.એ.બનવાનુ જયનું સ્વપ્ન પુરૂ થયુ એ ગોમતિમાની સાધના જ કહી શકાય.જયને સી.એ.કરવા મુંબઈ મોક્લ્યો ત્યારે લોકો ગોમતિમાને કહેતાં કે "મા,વર તો ખોયો જ છે.મુંબઈ મોકલીને દિકરો પણ ખોશો.ત્યારે ગોમતિમા હળવેકથી હસીને કહેતા,"નશીબ ત્યારે ".સવારે પ્રાથમિક શાળા અને બપોર પછી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની બેવડી જવાબદારી નિભાવી ગોમતિમા એ જયને ભણાવ્યો.મનિષા સાથે પ્રેમલગ્ન કરવાની જયની ઈચ્છાને પણ રાજી રાજી વધાવી લિધી.પોતાની કેરિયરમા તકલિફ ન આવે માટે લગ્ન પછી સાસુને જોડે નહી રાખવાનો જાહેર થયેલો મનિષાનો નિર્ણય પણ એટલાં જ રાજીપાથી ગોમતિમાએ સ્વિકારી લીધેલો.

પછી તો પોતપોતાની કેરિયર, અભિ અને મીતની જવાબદારી,મુંબઈની દોડધામભરી પણ ઝાકઝમાળવાળી લાઈફસ્ટાઈલમાં વાગડના ગોમતિમા તો જાણે ભુલાઈ જ ગયાં.હા,જય ક્યારેક ક્યારેક મા સાથે વાત કરી લેતો.છોકરાઓને તો એટલી જ ખબર કે દાદી એટલે પપ્પાની મમ્મી.પણ દાદી એટલે શું એ અનુભવ્યું નહોતુ .અભિને એટલું યાદ હતું કે મીતને જ્યારે હોસ્પિટલમા દાખલ કર્યો હતો ત્યારે કામવાળી રજા પર હતી ત્યારે દાદી આવ્યાં હતાં.ત્યારે દાદીએ પુરણપોળી બનાવી બહુ લાડથી જમાડયો હતો અને જ્યારે એણે દાદી સાથે સુવાની જીદ કરી એના બીજે દિવસે ગોમતિમાને પાછા વાગડ મોકલી દેવામા આવ્યા હતાં,એવું કહીને કે અહીં રહેશે તો છોકરાઓની આદત બગાડી નાખશે.

"મજામા જ હશે"જવાબ આપી જય ટીવી બંધ કરી બાલ્કનીમા બેસવા ચાલ્યો ગયો.એ જાણતો હતો કે હવે વધુ ચર્ચાને અવકાશ નથી.મનિષ જયની ધીમી ચાલ ને ધ્યાનથી ઓબ્ઝર્વ કરી.

"આપણે પછી ક્યારેક બહાર જઈશું,નોટ ઓન મધર્સ ડે."કહીને મનિષા સુવાની તૈયારી કરવા લાગી.

"મમ્મા,વ્હોટ અબાઉટ નાની ?આજાણતાં જ બન્ને દિકરા આજે એક પછી એક તીર છોડી રહ્યાં હતા.હવે વારો મનિષાનો હતો.અભિના પ્રશ્ને એની ઉંઘ ઊંડાડી દીધી.

વરસ થઈ ગયુ હશે પૂના ગયે.મનિષાને પોતાની મા યાદ આવી.’અન્નપૂર્ણા’ નામ તેવા જ ગુણ. સક્ષાત પ્રેમમૂર્તિ. મનિષા અને મલય બન્ને ભાઈ બહેનનો એક સરખો ઉછેર કર્યો.મલય મનિષા કરતાં પાંચ વરસ મોટો અને વળી આગલા ઘરનો.પણ અન્નપૂર્ણાબહેન મલયને મનિષા કરતા પણ વિશેષ સ્નેહ કરતાં.ક્યારેય મલયને અહેસાસ ન થવા દીધો કે પોતે ઓરમાન મા છે.મલય પણ એમની કાળજી રાખતો.પણ મનિષાના લગ્ન પછી જ્યારે મલય સપરિવાર અમેરિકા ગયો ત્યારે બિમાર અન્નપૂર્ણાબહેનને તે પૂના હેલ્થકેર સેન્ટરમા મુકતો ગયો.એમની આર્થ્િાક જવાબદારી મલય જ ઉપાડતો હતો.જય અને મનિષા શરૂ શરૂમા તો નિયમિત પૂના જતા પણ ક્રમશઃ એમની મુલાકાતો ઘટતી ગઈ.સમયનો જ પ્રશ્ન.

મનિષા બેબાકળી થઈ ગઈ.જીવનની ભાગદોડમા હું એટલી વ્યસ્ત કે વરસ થઈ ગયુ હું મારી માને મળવા નથી ગઈ.બીજે દિવસે સવારે મનિષ વહેલી તૈયાર થઈ પૂના જવા નીકળી .આખો રસ્તો એના મનમા રાત્રે બાળકોએ પૂછેલાં સવાલ ઘૂંટાતા રહ્યાં.હેલ્થ સેન્ટર આવતાં તો એની ધિરજ સાવ ખૂટી ગઈ હતી.એ કાર પાર્ક કરી હેલ્થ સેન્ટરના કાર્યાલય તરફ દોડી.મુંબઈથી સેલ્ફ ડરાઈવ કરીને પૂના સુધી આવ્યાનો થાક ક્યાય ભુલી ગઈ.

કાઉન્ટર પર બેઠેલાં બહેને જરા આશ્ચર્યથી મનિષા સામે જોયું."અન્નપૂર્ણાબહેન દવે, મારા મમ્મી. એમને મળવા આવી છું."

હવે મનિષા માટે ધરતોકંપ આવવાનો હતો."અમને તો એમ કે તમને ખબર હશે કે તમારા મા હવે અહીંયા નથી રહેતાં"પેલા બહેને ઠંડે કલેજે કહ્યું.

"વ્હોટ! નથી રહેતાં એટલે ? અહીંયા જ છે. તમને ખબર છે ને કે કોણ અન્નપૂર્ણા? જરા ચેક કરો પ્લીઝ" મનિષા એક શ્વાસે બોલી ગઈ.

"હા, બહેન. તમારા જ મમ્મી. એમને તો અહીથી ગયે દસ મહિના થયાં. કોઈ એક બહેન આવ્યા હતાં એમને લેવા અને કોઈને પણ જાણ કરવાની અન્નપૂર્ણાબહેને જ ના કહી હતી"કાર્યકર બહેને કહ્યું.

"કોણ આવ્યું હતું ?, ક્યાં ગયાં ? સરનામુ આપો. તમે એવી રીતે તો કેમ એને મોકલી શકો ?" મનિષા રડમસ થઈ ગઈ.

"સોરી મૅડમ, અમે પેશન્ટની મરજી વિરૂધ્ધ કશુ જ ન કરી શકીએ.એમને અહીં રાખી પણ ન શકીએ."

મનિષા એ મલયને તરત ફોન જોડયો. મલય પણ સ્તબ્ધ થઈ ગયો.વધુ તો એને નવાઈ એ લાગી કે મનિષા પોતાની સગીમાને જોવા એક વરસથી ગઈ નહોતી.મલય ઉકળી ઉઠ્‌યો. એને ગુસ્સામા મનિષાને કહી દીધું કે ,"સરખી વહુ તો ન બની પણ દિકરી પણ ન બની શકી ?"

મનિષાએ મા માટે બધે જ તપાસ આદરી પણ હતાશા સિવાય કાંઈ હાથ ન લાગ્યું.મનિષા હવે તૂટી પડી. ધીમે પગલે બહાર કાર તરફ ચાલી. અચાનક એને લાગ્યુ કે એની અત્યારની ચાલમા અને જયની ગઈકાલ રાતની ચાલમા સામ્યતા છે.મનિષા પૂના આવી હતી એના કરતાં બમણા વેગે મુંબઈ પાછી ફરી.

બધી વાત જાણી જય અને બન્ને દિકરા પણ ચોંકી ઊંઠ્‌યા. હવે મનિષાએ જય પાસે કચ્છ જવાની ઈચ્છા વ્યક્ત કરી અને બાળકોને તૈયારી કરવાનું કહ્યું.

જયે કહ્યું,મનિષા, તારા પ્રોગ્રામનું શું? આપણે પછી જઈશું"

પણ મનિષા બોલ્યા વગર જ સામાન પેક કરવા લાગી. બીજે દિવસે, એટલે કે મધર્સ ડેના દિવસે સવારે ચારે જણ વાગડ ગામમા ગોમતિમાના આંગણામા હતાં.

મનિષા જરાક અટકાવેલી ડેલીને ધક્કો મારી સીધી ઓસરીમાથી રૂમમા જ પહોંચી ગઈ.મનિષાને મનમા હતું કે એ ગોમતિમાને સરપ્રાઈઝ આપે.પણ રૂમની અંદરનું દ્રશ્ય જોઈ મનિષા જમીનમાં જ જડાઈ ગઈ.

અંદર રૂમમા ગોમતિમા વ્હિલચેર પર બેઠેલાં અન્નપૂર્ણામાને ખુબ વહાલથી શિરામણનાં કોળિયા ભરાવી રહ્યાં હતાં.

મનિષાની આંખમાથી જાણે દરિયો ઊંછળી ઊંછળીને બહાર આવવા લાગ્યો.બન્ને દિકરાએ પાછળ આવી મનિષાના કાનમા ટહુંકો કર્યો."હૅપ્પી મધર્સ ડૅ મૉમ "!

- ગોપાલી બુચ

ર્ખ્તટ્ઠઙ્મૈહ્વેષ્ઠરજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

‘મા’નું વસિયતનામું

નિશા વેકેશનમાં અમદાવાદથી તેના અરૂણામાસીનાં ઘરે રોકાવા ગઈ. તેને અને માસીને ઘણા સારા બહેનપણાં હતા. બંને એકબીજા ને પોતપોતાની તકલીફો કહી શકતા. અરૂણામાસી ની તકલીફ એવી હતી કે તે ૬૦ વર્ષ નાં થયા હતા. માસા હજુ ૨ વર્ષ પહેલા જ ગુજરી ગયા હતા અને હવે તેમના બે દિકરાઓ વચ્ચે પ્રોપર્ટીને લઈને અણબનાવ રહેતો હતો. તેણે પોતાની ભાણીને આ તકલીફ કહી. નિશા એ કહ્યું કે માસી આ તકલીફનો એક જ ઉપાય છે અને એ છે વસિયતનામું. તમે પોતે જ નક્કી કરો કે તમારે કોને શું આપવું છે, તમે બંને દીકરાઓને પણ આપી શકશો અને આ ઉપરાંત દિકરી ને પણ તમારી ઈચ્છા પ્રમાણે તમારા મૃત્યુ બાદ મળશે જે તમે આપવા ઈચ્છો છો તે. માસી એક સ્ત્રી તરીકે હવે આપણે પણ આ બાબત પ્રત્યે જાગરૂતતા રાખવી જરૂરી છે. અરૂણામાસી કહે કે, “હે નિશા આં વસિયતનામું હું કેવી રીતે બનાવડાવી શકું?” નિશાએ માસીને સમજાવ્યા કે, “માસી વસિયતનામું કોઈ પણ વ્યક્તિ બનાવડાવી શકે અને એ ખુબ જ જરૂરી પણ છે. જુઓ હું તમને વસિયતનામું કેવી રીતે બનાવડાવી શકાય તેની સાદી સમજ આપું.”

કોઈ વ્યક્તિએ મૃત્યુ પહેલાં જો કોઈ વસિયત લખી હોય તો મિલકતની વહેંચણી તેની ઈચ્છા પ્રમાણે કરવી પડે. જો કોઈ વ્યકિતએ વસિયતનામું ન કર્યું હોય તો તેની સંપતિની વહેચણી કાયદા અન્વયે થશે .પણ દરેક વ્યક્તિએ પોતાનું વસિયતનામું જરૂર લખવું જોઈએ. વસિયતમાં ફેરફાર પણ કરી શકાય કે તથા તેને રદ્દ પણ કરી શકાય છે. અરૂણામાસી એ નિશાને પૂછ્‌યું કે, “વસીયાતાનામાના મહત્વનાં મુદ્દા શું?” એટલે નિશા એ કહ્યું કે જુઓ માસી વસિયત બનાવવાના માટે નાં મહત્વ નાં મુદ્દા આ પ્રમાણે છેઃ

૧. જે વ્યક્તિ તંદુરસ્ત મગજની અને પુખ્ત એટલે કે ૧૮ વર્ષથી વધુની હોય તે વસિયતનામું બનાવી શકે.

૨. વસિયતનામું લખવા માટે કોઈ પણ સ્ટેમ્પ પેપરની જરૂર હોતી નથી તથા વસિયતનામું સાદી ભાષા માં પણ લખાવી શકાય તે કાયદાકીય ભાષામાં હોવું જરૂરી નથી પરંતુ તેમાં ઈરાદો સ્પષ્ટ હોવો જોઈયે કે સંપતિ ની વહેચણી કેવી રીતે કરવી છે.

૩. તેની કાયદેસરતા માટે તેને રજિસ્ટર્ડ કરાવવાની પણ જરૂર હોતી નથી, તેમ છતાં રજીસ્ટ્રેશન કરાવવાથી ભવિષ્ય માં થતી તકલીફો ને નિવારી શકાય છે.

૪. જે વ્યક્તિ નું વસિયતનામું હોય તેણે તેના ઉપર હસ્તાક્ષર કરવાના હોય છે. જેમાં બે સાક્ષીની સહી કરાવાની હોય છે. તેનાથી એ નક્કી થાય છે કે વસીયાતાનામાં માં કરવામાં આવેલા હસ્તાક્ષર વસિયતનામું કરનાર વ્યક્તિના છે.

૫. જો કોઈ સંપત્તિની બાબતે એકથી વધુ વખત વસિયતનામું લખ્યું હોય તો સૌથી છેલ્લે જે વસિયતનામું લખાયું હોય તેને માન્ય ગણાશે. જો વસિયતનામું કે તેનો કોઈ ભાગ જેમાં ચેડા કરવામાં આવ્યા હોવાનું જણાય તો તેને નિરર્થક માની લેવાય છે.

૬. વસિયતનામું શરત સાથેનું પણ હોઈ શકે છે. જે વ્યક્તિના નામ પર વસિયત લખવામાં આવી છે, જો લખાનારા કરતાં પણ પહેલાં મૃત્યુ પામે છે તો વસિયતનામું રદ્દ થઈ જશે. આથી એવું માનવામાં આવે છે કે એકને બદલે બે વસિયતનામા કરવામાં આવે.

૭. વસિયતનામાં માં કઈ વધારો ઘટાડો પણ કરી શકાય છે જેમાં કોડસિલ અથવા કોડપત્ર દ્વારા સુધારા વધારા કરી શકાય છે.

૮. બે કે બેથી વધુ લોકો પણ સંયુક્ત વસિયતનામું લખાવી શકે છે. જો વસિયતનામું સંયુક્ત છે અને જો લખનારા બંનેના મૃત્યુ બાદ અસરકારક થવાનું છે તો તેના પ્રમાણપત્રને કોઈ પણ એક સભ્યના જીવતા રહેવા સુધી સોંપી શકાય નહીં. બંનેમાંથી કોઈ એકે લખેલું વસિયતનામું રદ્દ કરી શકાતું નથી.

૯. વસિયતનામું લખાવનાર એક એક્ઝીક્યુટરની નિમણૂક કરી શકે છે તે પ્રમાણે વસીયાતાનામાં માં લખેલા લેણા તથા દેણાનો વહીવટ પણ એક્ઝીક્યુટર / એડમિનિસ્ટ્રેટર કરશે. તથા વ્યક્તિનાં મૃત્યુ બાદની વહેચણી આ એક્ઝીક્યુટર દ્વારા કરવામાં આવશે. જો વસિયતમામાં એક્ઝીક્યુટરનું નામ નાં હોય તો કોર્ટ દ્વારા એક્ઝીક્યુટર નીમવામાં આવશે.

૧૦. પ્રોબેટ (વસિયતનામાની સર્ટિફાઈડ કોપી) વસિયતનો પુરાવો હોય છે. પ્રોબેટની અરજી કોર્ટમાં કરવામાં આવે છે અને કોઈ પણ સંબંધીનો વાંધો હોય તો તે પ્રોબેટ માં વાંધા નાખીને પ્રોબેટને એક્ઝીક્યુટ કરતા અટકાવી શકે છે. વસિયતનામું લખાવનારાનું મૃત્યુ થતાં વસિયતનામાંનાં એક્ઝીક્યુટર કે કોઈ ઉત્તરાધિકારી પ્રોબેટની માગ કરી શકે છે. પ્રોબેટ વસિયનામાની પ્રામાણિક્તા સાબિત કરે છે. વસિયતનામું બનાવવામા ફક્ત એટલું જ ધ્યાન રાખવું પડે કે દરેક સંપતિ નો ઉલ્લેખ આવી જાય.

આમ વસિયતનામાંથી વ્યક્તિ પોતાની મરજી હોય તે પ્રમાણે પોતાની સંપતિ ની વહેચણી કરી શકે છે માસી. નિશાની વાત સાંભળી ને અરૂણામાસી એ પણ નક્કી કર્યું કે વહેલી તકે વસિયતનામું બનાવડાવી લેવું અને તેનું રજીસ્ટ્રેશન કરાવડાવી લેવું જેથી તેમના મૃત્યુ બાદ તેમના સંતાનો વચ્ચે સંપતિ નાં વિવાદો નાં લીધે સંબંધ નાં બગાડે અને અરૂણામાસીની તકલીફ નો પણ અંત આવી ગયો.

ર્શ્લેાકા પંડિત. અમદાવાદ.

જરર્ઙ્માટ્ઠટ્ઠહઙ્ઘૈંજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

મા એટલે વિધાત્રી

મા માટે કેટલુંય ઘણું લખાયુ છે. કદાચ મેં લખેલ શબ્દો તમને ક્યાંક વાંચ્યા હોય એવા પણ લાગશે પરંતુ ના એ તમારા જીવન મા અનુભવેલા છે, એટલે તમને વાંચ્યા હોય એવા લાગે છે. "માં" એટલે શરતો વગરનો પ્રેમ. મા એટલે પ્રૃથ્વીથી પણ મહાન, મા એટલે શુદ્ધ-સાત્વિક પ્રેમ, માં એટલે આખુ વિશ્વ. એક નાના બાળકને પણ તમે પુછશો કે, "મા એટલે શું?” તો એ પણ એમજ કહેશે કે, "મા એટલે સર્વસ્વ.” એનો ભગવાન, એની ધાઈમા, એની દાઈમા, એનું બધુ જ. મા જેવુ હજુ સુધી દુનિયામા કોઈ થયું જ નથી અને થાશે પણ નહી. મા એક સૃષ્ટિ છે, મા પ્રેમની વૃષ્ટિ છે. બાળક ગમે ત્યાં હોય, સાત જોજન દુર કેમ નથી? તો પણ મા શબ્દ એની જીભે આવે એટલે આંખોમા તેજ ને મોઢા પર લાલી એની પોતમેળે જ આવી જાય.

એક સાસરે રહેતી દીકરી ને પુછજો કે "મા શુ છે?" તો એ કહેશે, “મા માથુ મુકવા માટેનો મારો ખોળો છે!” વિશ્વ આખુ દીકરી ખુંદી વળે, કેટલાય વૈભવમાં આળોટી હોય પણ માની ઝુંપડી એની માટે સર્વસ્વ છે. મા એક એવી સર્જક છે જે સર્જન કરે છે પણ અભિમાન નથી કરતી. દેવોને પણ માને મળવા માટે બાળક થઈને અવતરવુ પડે છે! તો વિચારો મા નુ પદ કેટલું ઊંંચું છે!!

મેં ઘણીવાર સાંભળ્યું છે કે મા ને તેનું નાનું બાળક બહુજ વહાલુ હોય છે, પણ હું કહીશ "ના" જેમ ચાંદની પોતાની શીતળતા દરેકને એકસરખી આપે છે એમ માં પણ પોતાની વહાલભરી શીતળ છાયા બધા બાળકોમાં એકસરખી જ આપે છે. માની આંખોમાં બધા બાળકો માટે પ્રેમ એકસરખો જ જોવા મળશે. પત્નીનો પ્રેમ, પતિનો પ્રેમ, પિતાનો પ્રેમ, દોસ્તોનો પ્રેમ, ભાઈનો પ્રેમ, બહેનનો પ્રેમ આ બધાને જ્યારે એક ત્રાજવામાં મુકવામાં આવે ને એક ત્રાજવામાં ફક્ત માનો પ્રેમ ! પછી જુઓ ત્રાજવુ કયું ભારે રહેશે? ભગવાનને પણ જ્યારે મન થયું કે ધરતી પર નિઃસ્વાર્થ પ્રેમ કોણ આપી શકશે! જેના સહારે માનવી પોતાનુ આખુ જીવન ટકાવી જાય!! ત્યારે એણે પણ મા નો જ સહારો લેવો પડયો.

તમે ગમે એટલુ સ્વાદિષ્ટ ભોજન કરીને દેશ-વિદેશોમાંથી આવો પણ જ્યાં ઘરે પહોંચો ને માના હાથના ભોજન નો એક કોળિયો પણ લેશો તો એનાથી તમે ત્રુપ્ત થશો. આ છે મા ! બાળક ગમે એટ્‌લો મોટો હોય પણ મા માટે એ સદાય બાળક જ રહે છે. મા ખાલી હાથ માથે પ્રસરાવી દે તો બધા દુઃખ-દર્દ દુર થઈ જાય છે. આપણે ગમે એવા હોઈયે નાલાયક, ભુંડા, ખોટા પણ માને મન એમનુ પ્રિય બાળક જ રહીયે છે. મા પોતાની પુરી જીંદગી ખર્ચી નાખે છે પોતાના બાળક ઉપર કોઈ પણ વ્યાજ ની આશા વગર. મા મંદિરમા મુકેલી મુરતથી પ્ણ અમુલ્ય છે. વિધાતા પણ જ્યારે વિધીના લેખ લખવા બેસે છે ત્યારે બે ત્રાજવા બનાવે છે. એક પલડામાં સુખ ને બીજા પલડામાં દુઃખ તોલે છે. એટલે જ સ્તો એને વિધાત્રી કહે છે. જ્યારે માં !! ફક્ત સુખ જ સુખ આપે છે એટલે જ એને "ધાત્રી" કેહવાય છે.

’માં મીઠી છાંયડી છે", "માં અમીભરી તલાવડી છે", "માં જીવતર ની પાવડી છે", "મારા ઘડતરની રેશ્મી ડોરી છે", માં મારા શરીર નો શ્વાસ છે જો એ ન હોત તો હુ પણ ન જ હોત એ નિશ્ચીત છે. એટલે જ કોઈ એ કહ્યું છે ને કે, "મા એ મા બીજા વગડા ના વા.” કેટકેટલીય કહેવતો, કાવ્યો, મુક્તકો, હાઈકુ, વાર્તાઓથી દરેક ભાષામાં માતૃત્વ વિષયનાં સાહિત્યથી સંમૃધ્ધ છે!

- મધુ દિપ્તી મેહુલ

દ્ઘરટ્ઠઙ્મટ્ઠઙ્ઘૈૈંજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

સ્તનપાન - માતૃત્વનું પ્રથમ સોપાન

માતાનું ધાવણ એ નવજાત બાળક માટે અત્યંત ગુણકારી છે. જે જન્મતા જ બાળકને જન્મદાતા સાથે મન શરીરથી જોડી આપે છે. જન્મ્યા પછી બાળક માટે સ્તનપાન એ આપોઆપ તેમજ સહજ થતી ઘટના છે. બાળકને આમેય પણ સ્તનપાન કેમ કરવું એ શીખવવું નથી પડતું!!!

બાળકના જન્મ બાદ સ્તનપાન દ્વારા માતા તેને એના નવજીવન માટે એક અમૂલ્ય ભેટ આપે છે, જે કુદરત દ્વારા માતાને મળેલી ખૂબ સુંદર બક્ષીસ છે. સ્તનપાન દ્વારા માતા એ ફક્ત બાળકને પોષ્િાત જ નથી કરતી, પણ સાથેસાથે એ એક હૂંફ સભર સંસ્કાર સંબંધનું પણ સિંચન કરે છે. જેથી પોતે એક પૂર્ણતાના આનંદની અનુભૂતિ પણ મેળવી લે છે.

અહી મધર્સ ડે નિમિતે બાળક માટે જીવનામૃત સમા સ્તનપાન વિષે કેટલીક વાત સમજીએઃ -

ગર્ભાવસ્થાના છેલ્લા સમયમાં તેમજ બાળક જન્મ્યા પછીના થોડા સમયમાં સ્તન દ્વારા થોડું જાડું, પીળાશ પડતું દૂધ સ્ત્રવે છે જેને કોલોસ્ટ્રમ કહે છે. આ પ્રવાહી અતિશય ઉપયોગી પોષકતત્વોસભર છે તેમજ રોગ પ્રતિકારકતા બક્ષે છે. જે બાળક જન્મ્યાના ૩ થી ૫ દિવસમાં પૂર્ણ દૂધ સ્વરૂપે બની જાય છે.

સ્તનપાન - મૂલ્યવાન પોષણઃ

યોગ્ય પોષણ જો બાળકને એના શારીરિક વિકાસના શરૂઆતના ગાળામાં જ સ્તનપાન દ્વારા મળી જતું હોય તો તેના ભવિષ્યમાં આરોગ્ય સંબંધી બાબતો પર સીધી સારી અસર પડે છે.

સ્તનપાનમાં રહેલા અમૃત રૂપી પોષક્તત્વો કયા છે એ સમજીએઃ -

•પાણી ૯૦%

•પ્રોટીન્સ

•લિપિડઝ

•વિટામિન્સ

•મિનરલ્સ

•અંતઃસ્ત્રાવો

•ઉત્સેચકો

•વિકાસ માટે જરૂરી કેટલાક દ્રવ્યો

•રક્ષણ માટે જરૂરી કેટલાક દ્રવ્યો

•શક્તિ માટે જરૂરી કેટલાક પદાર્થો

સ્તનપાન કરાવતી વેળાની આદર્શ સ્થિતિ સમજીએઃ -

સ્તનપાન સમયે બાળક તેમજ માતા બંનેને અનુકૂળ હોય તેમજ બાળક પૂરતું ધાવણ યોગ્ય રીતે લઈ શકે એ સ્થિતિમાં બાળક ગોઠવાય તે જરૂરી છે. જેમાં માતાનો ખોળો એ બાળક માટે ઘોડિયું બને - કોણી દ્વારા બાળકનું માથું ટેકવાય તેમજ હાથ વડે તેનું શરીર.

બાળકનું નાક સ્તનને ન અડકે તેમ, માતાના નીપ્પલની આજુબાજુનો વર્તુળ વિસ્તાર એ બાળકના ખુલેલા મો દ્વારા ઘેરાઈ જાય.

સ્તનપાનના અમૂલ્ય ફાયદાઃ

બાળકને થતા ફાયદાઃ

•વિવિધ પ્રકારના ચેપજન્ય રોગો સામે સુરક્ષા આપે છે.

•ખૂબ સુપાચ્ય છે.

•ધાવણમાં રહેલા અંતઃસ્ત્રાવો, વિવિધ ચેપ સામે સુરક્ષિત રાખનાર દ્રવ્યો (એન્ટીબોડીઝ ) વગેરે તમામ બાળકની રોગ પ્રતિકારકતા મજબૂત કરી આપે છે.

•બાળકમાં કાનને લાગતો ચેપ, ઝાડા થવા, ફેફસાને લગતા ચેપ વગેરે સામે પ્રતીકારકતા આપે છે.

•ઉપરાંત, ભવિષ્યમાં મેદસ્વીતા, ડાયબીટીઝ તેમજ અસ્થમા જેવી બીમારીઓ જેમણે માંનું દૂધ નથી પીધું એવા બાળકમાં થવાની સંભાવના વધી જાય છે.

•ખાસ કરીને બાળકોમાં થતું લ્યુકેમિઆ (બ્લડ કેન્સર), કે અટોપીક ડર્મેટાઈટીસ (ચામડીનો રોગ) વગેરે જેવા રોગની સંભાવના પણ સ્તનપાન કરેલ બાળકમાં થવાની સંભાવના ઘટી જાય છે.

માતાને થતા ફાયદાઃ

૧.સ્તનપાન એ માતાને પણ ઘણું જ ફાયદાકારક છે

૨.સ્તનપાન બાળક અને માતા વચ્ચે એક સુરક્ષિત તેમજ હૂંફદાયક સંબંધનો સેતુ બાંધી આપે છે.

૩.માતામાં સ્તન કેન્સર, અંડપીંડનું કેન્સર વગેરે જેવા રોગો સામે સ્તનપાન રક્ષણ આપે છે.

૪.સ્તનપાન ને લીધે માતામાં વજનનો યોગ્ય ઘટાડો, અન્તઃસ્ત્રાવોનું જરૂરી નિયમન, જન્મ પછી બ્લિડિંગ ઓછું થવું તેમજ ઓસ્ટીઓપોરોસીસ જેવી સમસ્યા સામે રક્ષણ મળે છે.

સ્તનપાનનો સમયગાળોઃ

૧.શરૂઆતમાં તો સ્તનપાન બાળક જયારે ઈચ્છે ત્યારે આપી શકાય છે. ઉર્ૐં એ પણ એવી જ ભલામણ કરી છે કે પહેલા ૬ મહિના ફક્ત માતાનું ધાવણ જ, બીજું કશું નહિ.

૨.માતાનું ધાવણ કેટલો સમય ચાલુ રાખવું એ સમય, સંજોગ અનુસાર બાળકની ઈચ્છા, પોષણની જરૂરિયાત, માતાની અનુકૂળતા વગેરે જેવા પરિબળો પર આધારિત છે. માતાનું દૂધ છોડવા કે છોડાવવા માટે બાળક તથા માતા બંનેની તૈયારી કે અનુકૂળતા સ્વાભાવિકપણે જ સહજ રીતે ગોઠવાય ત્યારે એ સમય જ યોગ્ય રહેશે.

૩.સામાન્ય રીતે સરેરાશ સવા થી દોઢ વર્ષ જેટલા સમય સુધી બાળક સ્તનપાન કરતુ હોય છે. આ સમયગાળો દરેક બાળક માટે અલગ હોઈ શકે. ઓછામાં ઓછા ૬ મહિના સુધીતો ફક્ત સ્તનપાન જ બાળકનો યોગ્ય અને પૂર્ણ આહાર છે. એ પછી ધીમેધીમે સ્તનપાન સિવાયના આહાર તરફ જઈ શકાય.

ડૉ. ગ્રીવા માંકડ

સ્.ડ્ઢ. (છ.સ્.); મ્ૐસ્જી; ડ્ઢદ્ગૐઈ.

કન્સલ્ટીંગ હોમિઓપેથ

ુીહ્વજૈીંઃ ુુુ.ર્રર્દ્બીીષ્ઠઙ્મૈહૈષ્ઠ.ર્ષ્ઠદ્બ

ીદ્બટ્ઠૈઙ્મઃ ૈહર્કજ્રર્રર્દ્બીીષ્ઠઙ્મૈહૈષ્ઠ.ર્ષ્ઠદ્બ

બેસ્ટ ફ્રેન્ડઝ છીયે અમે તો..!

મને કોઈ પૂછે કે તારી બેસ્ટ ફ્રેન્ડ કોણ? તો હું મારી મમ્મીનું નામ ‘પૂજા’ કહું! જોકે આશ્ચર્ય થાય એવું છે કે હું મારી મમ્મીને એકનામે જ બોલાવું છું. બોલતાં શીખી ત્યારથી જ દાદા-દાદી અને પરિવારનાં અન્ય વડિલોનાં મોઢે પૂજા-પૂજા સાંભળતે હું ક્યારે મમ્મીને નામથી જ બોલાવા લાગી ખ્યાલ ન રહ્યો! મારી મીઠી બોલી સાંભળી મમ્મીએ નક્કી કર્યં કે હું હંમેશા એમને નામથી જ બોલાવું. મમ્મીએ નક્કી કર્યું કે, મારી એકની એક વાલુડી દિકરી મને નામથી જ પુકારશે અને એ મોટી થશે પછી હું એની સાથે બહેનપણીનાં સંબંધો કેળવીશ. ખરેખર આજદિન સુધી સ્કુલના સમયથી કોલેજનું હવે છેલ્લું વર્ષ છે ત્યાં સુધી મમ્મીને ઝીણી ઝીણી વાત જણાવું નહીં ત્યાં સુધી ન ગમે.

૪૭ વર્ષે પણ એ એટલી ખુબસુરત છે કે ક્યારેક અજાણ્‌યાંને તો એ મારી મોટી બહેન જ લાગે! તેની કપડા પહેરવાની સ્ટાઈલ અને અમારી જનરેશન સાથે વાતચીત કરવાની ઢબ મને ખુબ ગમે તેવી છે; સાથે સ્માર્ટફોન, ફેસબુક, વ્હોટસેપ, ચેટ-ઈમેઈલ વગેરે હોંશભેર મારી પાસેથી શીખીને માણે છે! મારી સખીઓને ત્યારે નવાઈ લાગે છે જ્યારે મમ્મી અમારી જ જનરેશનના હોય એ રીતે લાઈક, કોમેન્ટ્‌સ કે ચેટ કરે! મિત્રો કહે છે, “રૂચી, તું તો લકી છે!” મારા મમ્મી સૌનાં ફેવરીટ છે!

મારો ઉછેર એમણે પરિપક્વ સાઈકલોજી સાથે કર્યો છે. વિવિધ રમકડાંઓ, માટીનાં આકારો, રંગપૂરવણી હોય કે નૃત્ય દરેક કળામાં મને રસ દાખવતાં શીખવ્યું. મને ડાન્સમાં રૂચિ વધારે છે એ ખ્યાલ આવતાં સ્ટેજ પર નિઃસંકોચ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેવા પ્રેરણાં આપી છે. મને વાંચનનો શોખ જાજો નથી. પરંતું અનેક લેખકો અને પુસ્તકોથી મને પરિચિત રાખી છે. એ પોતે પણ સારી એવી કવિયત્રી છે. પોતાનામાં રહેલ સર્જન શક્તિ મને પણ વારસામાં આપે છે. કેજીથી કોલેજ સુધી મારો નિબંધ સૌથી જુદો હોય..! મને બર્થડે પર ગ્િાફ્ટ મોકલે સાથે સરસ મજાનો કાગળ હોય જ. મારા કોલેજ રૂમમેટ્‌સને મારા વિશે કાગળ લખવા કહે! પોતે લેખીકા છે ને? એમને કેવા સરસ વિચારો આવતા હશે? હું તો હોસ્ટેલમાં છું તો મમ્મીનાં વિચારો કેવી રીતે જાણું? મમ્મીને રોજ મને એક પત્ર લખવાનું સુજાડયું છે. હવે તે ડાયરીમાં દરરોજ એક કાગળ લખે છે છેલ્લાં ત્રણ વર્ષથી! એ તો કહે કે, “હું ભવિષ્યમાં સાથે નહીં રહું પછી પણ આ ડાયરીરૂપે તારી સાથે રહીશ, શબ્દોરૂપે તને ક્યારેક મુજવણ દૂર કરી શકીશ!

મારા મમ્મીએ એક સ્ત્રીનાં દરેક પાત્રો નિષ્ઠાપૂર્વક નિભાવ્યા છે જેનો મને ગર્વ છે. હું મારી મમ્મીનું સૌથી મોટું સ્વપ્ન પૂરૂં કરવાની છું ડોક્ટર બનવાનું. પપ્પાની સહચારિણી એમની સાથે તાલ મેળવી એમનાં વ્યવસાયમાં પણ સાથ આપે છે સાથે કૌટૂંબિક જવાબદારીઓ અદા કરે છે. તો છે તે મારી બેસ્ટ ફ્રેન્ડ? ડો. રૂચી કાનાણી.(પુત્રી)

“મા મારી સહેલી”

તું મારી મા, તું મારી સહેલી,

આ તે કેવી પહેલી?

હું જ્યારે નિરાશ થતી,

આશનો દિપ તું પ્રગટાવતી!

ડગમગ થતા કદમ થતા જ્યારે;

તું તો રાહ બતાવતી.

રિસાઈ જતી હું જ્યારે..

તું તો મને મનાવતી.

ખોટું કરૂં હું જ્યારે..

તું તો કાન આમળતી..

સંસ્કારોનું સિંચન કરતી,

ઢાલ બનીને ઉભી રહેતી..

તું તો શત્રુને વારતી..

સુની આંખો શોધે તને..

હવે આવે તું ખોળો પાથરતી!

તું મારામાં, હું તારામાં..

આપણી દુનિયા એકબીજામાં સમાણી..!

- પુજા કાનાણી (માતા) મીઠાપુર

ાટ્ઠહટ્ઠહૈજજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

ઋણાનુબંધ

‘બે વાગ્યા છે જલ્દી કર, પછી જેમ તડકો વધશે તેમ જવાનું મન ઓછું થતું જશે.” રમ્યા એ તેની માં ઋતુ ને કહ્યું. બંને એ આજ બુક ફેરમાં જવાનો પ્લાન બનાવ્યો હતો પણ સખત ગરમી હોવાને લીધે જો બેમાંથી એક પણ કેન્સલ કરે તો બીજા નો મુડ જતો રહે. એટલીવારમાં જ ઋતુ તૈયાર થઈ ને રૂમમાંથી નીકળી. ગોગલ્સ ચડાવીને મોઢા ઉપર બુકાની બાંધીને રમ્યાને કહે, “લે તું હજુ તૈયાર નથી?” બંનેએ એકબીજા સાથે મસ્તી કરીને અંતે તૈયાર થઈ નીકળી પડયા સ્કુટર પર. જ્યારથી રમ્યા સ્કુટર શીખી હતી ત્યારથી ઋતુએ બંધ કર્યું હતું સ્કુટર ચલાવવાનું.

મા-દિકરી બંને માટે વાંચન એ પેશન હતું. એકબીજા માટેની ગીફ્ટમાં પહેલો ઓપ્શન બંને માટે બુક જ રહેતો. રમ્યા મોટી થયા બાદ ઋતુને ક્યારેય મિત્રો શોધવા નથી પડયા જાણે કે એ ઋતુ ની ઝેરોક્ષ કોપી હતી, મા-દિકરી નીકળે તો કોઈ કહે નહિ કે આ મા-દિકરી છે. બંને મિત્રોની જેમજ વર્તતા અને રહેતા. આમ પણ મા એ દિકરીની અને દિકરીએ માની બેસ્ટ ફ્રેન્ડ જ હોય છે. બુક ફેર માં ચાર પાંચ કલાક ગાળ્યા પછી પણ જાણે બંને ને એમ જ થતું હતું કે હજુ સમય ઓછો પડે છે બંને એ પોતપોતાની પસંદ ની બુક્સ ખરીદીને ઘરે આવી ને પછી કલાકો સુધી પહેલાનાં બુકફેર અને અત્યાર નાં બુકફેર તથા પહેલા નાં લેખકો નાં લખાણ અને અત્યારનાં લેખકોનાં લખાણ વિષે ડીબેટ કરી ને પોતપોતાના વિચારો રજુ કર્યા.

ખરેખર વાંચન માણસને એક અલગ જ ઉચાઈએ લઈ જાય છે ને! ઋતુ અને રમ્યા બંને પોતાના વિચારો માં સ્પષ્ટ તથા વિચારો રજુ કરવામાં પણ સ્પષ્ટ હતા. બંને એક બીજાને ખીજાઈ શકે, સાચા-ખોટાનો અહેસાસ કરાવી શકે અને તેમ છતાં બંને જાણે એકજ સિક્કા ની બે બાજુ! બંને એક બીજા માટે કઈ પણ કરી છૂટવા તૈયાર. અને વાત્સલ્યમાં મા-દિકરીમાંથી એકપણ ઉણા ન ઉતરે તેવા. દરેક મા માટે તેનું બાળક કઈંક વિશેષ અને વધારે મહત્વ નું હોય છે પણ ઋતુ માટે રમ્યા એ એનું એક સપનું હતી. ઋતુ અને મયંકે મળીને જોયેલું એક સપનું. રમ્યાની પ્રેગનન્સી પહેલા ઋતુએ એક સરસ બાળક લાવવા માટે ઘણું બધું રીસર્ચ કરીને તેના બાળકને મન થી ડીઝાઈન કર્યું હતું. અને રમ્યા પણ એવી જ આવી જેવી ઋતુ અને મયંકે ધારી હતી. એકદમ જ સુંદર, નમણી, એકદમ પ્રેમાળ આંખો જોતાજ તેના માટે વ્હાલ ઉભરી આવે તેવી.

મા-દિકરી ની દોસ્તી પણ એવીજ અલૌકિક હતી. તે બંને એકબીજા ને કહેતા કે આપણું ઋણાનુબંધ કઈં એકજ જન્મ પુરતું નથી પણ જનમોજનમ નું છે. અને એક ખુબ જ સરસ હેપી ફેમિલીમાં એક દિવસ એક એવા સમાચાર આવ્યા જેના કારણે બધા હચમચી ગયા. રમ્યા ને સ્ટમક ફ્લુ થયો હતો અને દવા કરવા છતાં તેમાં કોઈ સુધારો આવતો ન હતો અને ડોક્ટર પાસે બધા ટેસ્ટ કરાવ્યા પછી ડોકટર એ કહ્યું કે રમ્યા ની બંને કિડની ને ઈફેક્ટ થઈ છે અને એક કિડની તો કામ જ નથી કરતી તો તેની એક કિડની એને જીવવા માટે વધારે સમય નહિ આપે અને તેની એક કિડની તો ટ્રાન્સપ્લાન્ટ કરવી જ પડશે. ઋતુ અને મયંકનાં પગ નીચેથી તો જાણે ધરતી જ ખસી ગઈ. શું કરવું અને શું નાં કરવું તેની ગતાગમ માં બંને એક બીજા સામે જોઈ રહ્યા. રમ્યાને પણ આ વાતની ખબર પડી, કદાચ તેના માતા-પિતા કરતા વધારે મજબુત એ હતી અથવા તો બની ગઈ હતી.

તેને ઋતુ તથા મયંકને પોતાની પાસે બોલાવ્યા અને એક સ્થિતપ્રજ્જ્ઞની જેમ પોતાની વાત કરવી શરૂ કરી. “આપણે જેટલો સમય સાથે વિતાવ્યો તે સમય આપણા બધાનાં જ જીવન નો શ્રેષ્ઠ સમય રહ્યો છે, આપણને કોઈને જ એ સમય વિષે ફરિયાદ નથી. કદાચ કોઈકને ન જ મળે તેવા માતા-પિતા મને મળ્યા છે, મેં કદાચ ઘણા પુણ્‌ય કર્યા હશે કે હું તમારી દિકરી થઈ ને આવી. દરેકનાં જીવનની એક્ષ્પાયરી ડેટ હોય છે અને મારા જીવનની કદાચ વહેલી હશે. પણ હું આટલા વર્ષોમાં ડબલ જીવી છું. મેં મારા દરેક શોખ પુરા કર્યા છે, મેં મારી જાતને જે આપવું હતું તે બધું જ આપ્યું છે, તમારા લોકો જેવા મા-બાપ મળ્યા છે જેમના માટે હું સર્વશ્વ છું, આટલું સરસ ઘર મળ્યું છે જેનો એકેએક ખૂણો મેં માણ્‌યો છે, આપણે એકબીજાને ખુબજ પ્રેમ કરીએ છીએ. બસ આનાથી વધારે જીવનમાં શું જોઈએ? કદાચ વાચને જ મને મજબુત બનાવી છે અને મારૂં ઘડતર કર્યું છે. મમ્મા આપણી બુક્સ માં તને હંમેશા મારો સ્પર્શ મહેસુસ થશે. આપણી સાથી ખરીદેલી બુક્સ, મેં તને આપેલી બુક્સ માં હંમેશા હું શબ્દ થઈ ને રહીશ.

પપ્પા આપણે સાથે ઉગાડેલા ફૂલછોડમાં હંમેશા તમને મારી સુવાસ આવશે. અને આવુંતો બીજું ઘણું બધું છે જે આપણું છે અને હંમેશા આપનું જ રહેવાનું છે અને તે બધા માં મારૂં અસ્તિત્વ રહેવાનું જ છે. એટલે હું મારા મૃત્યુને સ્વીકારૂં છું, મારી કોઈ જ અધુરી ઈચ્છા નથી, કદાચ આ ક્ષણે પણ મૃત્યુ આવે તો હું સહર્ષ સ્વીકારીશ!” આટલું બોલવાનું પત્યું ત્યાં તો ઋતુ અને મયંક બંનેની આંખોમાંથી મુશળધાર આંસુઓ વહી રહ્યા હતા બંને ને લાગતું હતું કે રમ્યા એ માત્ર ૧૭ વર્ષ ની ઉમર માં કેટલું બધું પામી લીધું છે. બંને તેને ભેટીને ઉભા થયા એકપણ શબ્દ બોલ્યા વગર. ક્યાં બોલાય એવું હતું? ડૂમો ભરાયો હતો એવો કે જાણે હમણા જ હૃદય ફાટી પડે! ક્યાંથી શીખી હશે રમ્યા આ બધું. ખરેખર વાચન માણસ ને સામાન્યમાંથી ખાસ બનાવે છે તેવું બંને ને લાગ્યું. બંને બેડરૂમમાં જઈ ને એકબીજાને ભેટી ખુબ રડયા. બંનેને નિર્ણય કર્યો કે જે દિકરી માટે સર્વશ્વ ન્યોછાવર કરી શકાય છે તેના માટે એવું શું કરી શકાય કે જેનાથી તેને જીવન આપી શકાય. ઋતુ એ એક વાત માં મન બનાવી લીધું હતું કે હું કઈંક તો કરીશ જ.

સવારે બંને ઉઠીને રમ્યાનાં ડોક્ટર પાસે ગયા અને ઋતુએ પોતાની વાત જણાવી કે હું રમ્યા ને અમારી એક કિડની આપવા માગું છું જો એનું શરીર સ્વીકારે તો. મયંક પણ ઋતુ ને જોઈ રહ્યો.

ડોક્ટરે ટેસ્ટ કરી ને કહ્યું કે, “પોસિબલ છે પણ આ કિડની અમુક વર્ષો સુધી જ સપોર્ટ આપશે.” ઋતુએ કહ્યું કે, “ફક્ત એક દિવસ માટે પણ સપોર્ટ આપે તો પણ હું તૈયાર છું. હું મા છું અને મા માટે તેના પોતાના અસ્તિત્વનાં એક ભાગને પોતાની સામેજ તૂટતો ન જોઈ શકાય!” કીડની ટ્રાન્સપ્લાન્ટ માટેની દરેક પ્રોસિજર માટે મયંક એ પોતાનું તન-મન-ધન લગાવી દીધું પણ બંને ની બસ એકજ રટ હતી કે રમ્યા ને બચાવવી. રમ્યાને આ સમાચાર આપ્યા પહેલા તેની આનાકાને અને પછી ડોક્ટરે સમજાવ્યું કે, “આમાં ઋતુ નાં જીવન ઉપર કોઈ જ આફત નથી” એટલે તે માની. અંતે સફળ ઓપરેશન થયું અને રમ્યા નાં શરીરે ઋતુ ની કીડની સ્વીકારવાનું શરૂ કર્યું.

એક મહિનાનાં પરિશ્રમ પછી રમ્યા પોતાની જાતે હરી ફરી શકે તેવી થઈ ગઈ. ઋતુ અને મયંકે રમ્યાને પાસે બેસાડીને કહ્યું, “દિકરી તું અમારો જ એક ભાગ છે, તારૂં નામ પણ અમે એવી અમારા બંનેનાં નામનાં જોડાણથી પાડયું હતું, તારૂં અસ્તિત્વ અમારી સામે કેવી રીતે વીલાતું જોઈ શકીએ અમે? હજુ તો મારે તારી સાથે કેટલા બધા લોંગ ડરાઈવ બાકી છે, હજુ તો કેટલા બધા બુકફેર આપણી રાહ જુવે છે, હવે આપણી બુક્સ આપણે સાથે વાચીશું અને બીજા અનેક ફૂલછોડ વાવીશું. જેમાં આપનાં ત્રણેય નાં સાયુજ્યની સુવાસ હંમેશા મહેકતી રહેશે.” રમ્યા માતા પિતા ને ભેટી પડી.

રમ્યાએ ઋતુ ને કહ્યું કે “મમ્મા અંતે આમાં પણ તું જ જીતી ને, તારી સાથે ની ડીબેટ માં હું ક્યારેય જીતતી નથી અને મારા જીવનની ડીબેટમાં પણ તું જ જીતી. મારા માટે તો આજનો દિવસ જ ખરા અર્થમાં ‘મધર્સ ડે’ છે.” બંને એકબીજાને ભેટી પડયા. બાજુમાં બેઠેલા મયંકની આંખોની કિનારીઓ પણ ભીંજાયેલી હતી.

ર્શ્લેાકા પંડિત. અમદાવાદ.

જરર્ઙ્માટ્ઠટ્ઠહઙ્ઘૈંજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

મોમ્ઝ રેસિપીઝ

રસગુલ્લાઃ

સામગ્રીઃ ૫૦૦ ગ્રામ ગાયનું દૂધ, ૧ કપ ખાંડ, અડધી ટી-સ્પૂન મેંદો/ આરાલોટ, અડધી ટી-સ્પૂન ખાંડ, ૩ કપ પાણી, ૧ વાટકી બરફના ટૂકડા, ૩ ચમચી વિનેગર.

રીતઃ સૌ પ્રથમ દૂધ ગરમ કરવા મૂકવું. ઉભરો આવે એટલે ગેસ બંધ કરી તર વળે એટલે ચમચી વડે વિનેગર લઈ દૂધને ફાડીને પનીર છુટૂં પડવા દેવું. બલ્યુ રંગનું પાણી વળે એટલે કાણાંવાળા વાટકા કે ગરણીથી પનીર ગાળી લેવાનું. તેની ઉપર ઠંડું પાણી રેડવું. ત્યાર બાદ એક રૂમાલમાં પનીરને ગાંઠ વાળીને લટકાવવાનું અથવા તેની પર ભાર મૂકી દઈ અડધો કલાક રાખી મૂકવું. વધારે ડરાય થવા દેવું નહીં. પનીરનાં માવામાં મેંદો અને ખાંડ નાખી ખૂબ મસળવાનું. બીજી બાજુ ત્રણ કપ પાણી લઈ ખાંદ નાંખીને ગેસ પર ગરમ કરીને ચાસણી તૈયાર કરવી. પનીરનાં મિશ્રણને નાના નાના ગોળા વાળવા. ગોળા વળાઈ જાય એટલે ચાસણીવાળો ગેસ ફાસ્ટ કરીને એ બધા ગોળા વાસણમાં ડૂબાડવા અને તરત જ ઢાંકણ ઢાકીને ૧૦ મિનિટ સુધી ચડવા દેવા. એ દરમિયાન બરફનાં ટૂકડાનો વાટકો તૈયાર રાખવો. ૧૦ મિનિટ બાદ ચાસણીવાળા વાસણામાં ઢાંકણ ખોલીને નીચે ઉતારીને એક એક બરફનો ટૂકડાઓ નાંખીને પંખા નીચે રૂમ ટેમ્પરેચર રાખવું. ૫૦૦ ગ્રામ દૂધમાંથી આઠ કે નવ નંગ રસગુલ્લાં તૈયાર થાય છે.

ટીપ્સઃ રસગુલ્લાં હંમેશાં એક કે બે દિવસ પહેલાં બનાવીને મૂકી રાખીયે તો વધારે સ્વાદિષ્ટ તૈયાર થાય છે.

કેબેચ કેપ્સીકમ સેન્ડવીચઃ

સામગ્રીઃ કોબી, કેપ્સીકમ, ૩ કપ વ્હાઈટ સોસ, ચીઝ, બટર, મીઠું, મરી, કેચપ, બ્રેડ.

રીતઃ કોબી, કેપ્સીકમને પાતળી સળી જેવું છીણી લો. તેને તેલમાં ફાસ્ટ ગેસ પર થોડું સાંતળી લો. મીઠું - મરી નાખવા. પાંચ જ મિનિટ સાંતળીને ગેસ પરથી ઉતારીને વ્હાઈટ સોસમાં મિક્ક્ષ કરવું. ટમેટો કેચપ તથા છીણેલું ચીઝ ઉમેરવું. બ્રેડની સ્લાઈઝ લઈ બટર લગાવવું અને આ મિશ્રણ પાથરવું. તેની પર બીજી સ્લાઈઝ મૂકીને ટોસ્ટ કરવું. ગરમાગરમ સર્વ કરવું.

ટીપ્સઃ વ્હાઈટ સોસ થોડો થીક રાખવો જેથી બ્રેડ પર પાથરી શકાય.

પંજાબી ગ્રેવી પુલાવઃ

સામગ્રીઃ પુલાવ માટેઃ ૧ વાટકી બાસમતી ચોખા, કેપ્સીકમ, ગાજર, વટાણાં, ફણસી, ફ્લાવર, ડુંગળી.

ગ્રેવી માટેઃ ૨ નંગ ટામેટા, ૨ નંગ, ડુંગળી, ૨ ચમચી લસણની પેસ્ટ, ૨ ચમચી મરચાંની પેસ્ટ, ૨ ચમચી મરચાંનો ભૂકો, ૧ ચમચી ગરમ મસાલો, ૮-૧૦ નંગ કાજુ ટૂકડા, ૧ ટે-સ્પૂન મગજ્તરીનાં બી, ૨ ટે. સ્પૂન ટોમેટો કેચપ, તજ, લવિંગ, મીઠું, ઘી-તેલનું મિશ્રણ.

ગ્રેવીની રીતઃ સૌ પ્રથમ ટામેટાંને ખમણી લેવાં. ડૂંગળીની પણ પેસ્ટ બનાવવી. મરચાં, લસણની પેસ્ટ બનાવવી. એક કપમાં કાજુ મગજતરીનાં બીજને પણીમાં પલાળીને પેસ્ટ તૈયાર કરો.

એક કડાઈમાં ઘી-તેલ મીક્ક્ષ કરીને ગરમ કરી તેમાં તજ, લવિંગ નાખવાં. મરચાં-લસણની પેસ્ટ નાખીને સાંતળો ત્યાર બાદ તેમાં ડુંગળીની પેસ્ટ નાખો. બરોબર હલાવ. તેલ છુટૂં પડે એટલે ખમણેલ ટામેટા નાખો. બધો જ સુકો મસાલો નાખીને મિશ્રણને હલાવો. હવે તેમાં કાજુ-મગજતરીનાં બીજની પેસ્ટ નાખીને એક રસ ગ્રેવી બનાવો.

પુલાવની રીતઃ બાસમતી ચોખાને ૧૦ મિનિટ પલાળી રાખો. ત્યારબાદ તેમાં વટાણાં અને મીઠું નાખીને કૂકરમાં પાણી નાખો. જો ૧ વાટકી ચોખા હોય તો ૨ વાટકીથી થોડું ઓછું પાણી નાખી કૂકરમાં વાટકી ઊંંધી મૂકીને ૨૫ મિનિટ સુધી બાફો. બાકીનાં શાકભાજી વરાળમાં બાફવા.

એક કડાઈમાં તેલ - ધીનું મિશ્રણ લઈ, તજ , લવિંગ, આખા લાલ મરચાં અને ઝીણી સમારેલ ડુંગળી નાખી સાંતળી લો. હવે તેમાં બીજાં બધાંજ બાફેલાં શાક નાખો. તેના ભાગનાં સુકા મસાલા નાખો. બરોબર મિક્ષ થઈ જાય પછી અગાઉથી બનાવેલ ગ્રેવીને બાસમતી ચોખાનો દાણો તૂટે નહીં એ રીતે મિક્ષ કરો. ગરમાગરમ પીરસો.

ટીપ્સઃ મીઠાં દહીં કે ગરમ સૂપ જોડે આ પુલાવ સારો લાગે છે.

- મનિષા હાથી, વડોદરા.

ર્દ્બદ્બજિીષ્ઠૈીજર્હ્વરજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

કાવ્યો

બીજા બધા વગડાના વા...

હોઠ પર વસે સ્મિત હમેશા એના, બાળ - લીલા જોઈ ગર્વ થી હરખાતી,

ગુસ્સો તો આંખ માં આમ આવતો અને પળભર માં જતો, વ્હાલથી પીઠ પસવારતી ... એ જ તો મા.

સંસ્કારોનું સિંચન કરતાં, શિખવાડયું કેટ્‌લું બધું,

ભણતર ની સાથે ગણતર પણ, એવી પ્રેમ ન ત્રણાં સમી વહેતી... એ જ તો મા.

રીસે ચડતાં બાલુડા ને, લાડ પ્યારથી સમજાવતી,

ને કોળિયામાં પ્રેમ ભરી, બાળના મોંમાં મુકતી...એ જ તો મા.

યંત્ર ની જેમ બાળકોની પાછળ ફરી,

જિંદગી આખી ખરચી,

હવે તો આથમણે આંખમાં,

સ્મરણો આંજી ક્ષીતિજમાં જોતી............એ જ તો મા.

કરચલીવાળા હાથેથી,

’ને ઝળઝળિયાતી દ્રશ્ટિએ,

આયખાના છેલ્લા પડાવે,

ટેરવે રહેલી માળામાં,

ક્ષણો ને ફેરવતી............................. એ જ તો મા.

- ભાર્ગવી પંડયા, અમદાવાદ

દ્બટ્ઠરીંટ્ઠ.હ્વરટ્ઠખ્તિટ્ઠદૃૈજ્રિીઙ્ઘૈકકદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

ૠણ

તારા દેહથી દેહ ઘડયો તેં, સીંચ્યો એને શોણિતથી;

શૈશવ મારૂં શણગાર્યું તે, મધત્રંતા ગીતોથી!

પા-પા પગલી શીખવાડી તેં, જીવન ભર્યું તો જીતોથી!

અણઘડ મારા આ આયખામાં, રંગ ભર્યાં તે પ્રીતોથી!

તારૂં દિલ ‘માં’ સદાય ખુલ્લું, ના ઘેરાયેલ ભીંતોથી!

ચૂકવાય નહીં ૠણ તારૂં ઓ માં!, સોના ચાંદી કિશ્તોથી.

- જીજ્ઞા ઓઝા, સુરત

દ્ઘૈખ્તહર્ટ્ઠડટ્ઠ૪૨જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

પત્ર કેમ કરી લખું? ‘મા’

વહાલી માં,

મજામાં ને? તું તો હમેંશા મજા માં જ હોય છે, મને ખબર છે, તારી આ આવડત છે, તારી આ આવડત તે મને આંણા માં આપેલી પણ કેમ જાણે તારી જેટલી આ આવડત હું અપનાવી ન શકી, પણ માં બન્યા પછી તારી આ આવડત ને થોડી વધુ સારી રીતે અપનાવવા લાગી છું.

હું જાણું છું કે તે અમારા માટે તારી કારકિર્દીને પણ તિલાંજલિ આપી દીધી છે, મને યાદ છે તું નોકરી કરતી અને જો તે અમારી જગ્યા એ નોકરીને પ્રાધન્ય આપ્યું હોત કદાચ તું અત્યારે ખુબજ ઉચ્ચ હોદા પર હોત અને અમે કદાચ જે જગ્યા એ છીએ ત્યાં અમે ન હોત. તે તારી કદર જ કરી નથી. અને અમે પણ તારી કદર કરી નથી શક્યા! મને યાદ છે, પપ્પા ક્યારેક તારા ઉપર ખુબ ગુસ્સો કરતા પણ ગુસ્સા જેવો શબ્દ કદાચ તારી ડિક્સનરી માં નથી, અમે પણ ઘણી વખત કોઈ કામ કઢાવવું હોય તો તે અમે તારી પાસેથી જ કરાવતા અને ન થતું તો તારી ઉપર ગુસ્સો કરતા. તને તો અંતે ગુસ્સો જ મળતો છતાં તું હમેશા પ્રેમ જ આપતી.

માં તરીકેની તારી ભુમિકા હમેશા ઉતમ જ રહી, ત્યારે પણ અને અત્યારે પણ! હું જોઉં છું કે પપ્પાની નાદુરસ્ત પરિસ્થિતિ પણ તું સહન કરે છે અને એ પણ હસતે મોં એ! મને ખબર છે કે તું ઘણું જ કહેવા માંગે છે, પણ તું કહી શક્તિ નથી પહેલા પણ તું સહનશીલતાની મૂર્ત્િા હતી અને આજે પણ એ જ થાય છે! ન થા ‘મા’ આ જમાનો સહનશીલ થવાનો નથી આ જમાનો સશક્ત થવાનો છે. હું પોતે મા બન્યા પછી જ આપણાં સંબંધને વધારે ગાઢ રીતે સમજી શકી છું. મારી સાથે કાયમ સખી ભાવ રાખજે, પેટ છૂટી વાત કરજે માં.. બસ બીજું કઈ નહિ કહું પણ એક વાત ચોક્કસ કહીશ, ‘હું તારા જેવી કદાચ થઈ જ નહીં શકું.. ક્યારેય...’

એક માં ને બીજી માં ના સાદર પ્રણામ.

- માતંગી ઓઝા

દ્બટ્ઠંટ્ઠહર્ખ્તૈડટ્ઠજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

વહાલી બા,

કેમ છો? બહુ દિવસ થયા તમારો કોઈ પત્ર નથી. બસ ને બા, હું સાસરે ગઈ એટલે મને ભૂલી ગયા ને! તમને તો મારી ભાભી રૂપી દીકરી મળી ગઈ....એટલે હું ભુલાઈ ગઈ.

બા એમજ ચીડવું છું હો! મને ખબર છે તમે તો તમારા વહાલથી કોઈને પણ દીકરી બનાવી દો. એમાયે મારી ભાભી પણ છે એવી કે મારી ખોટ તમને ન લાગવા દે!

ખાસ કહેવાનું કે, અમે ચાર ધામ ની યાત્રાએ જવાના છીએ તો તમે મારે ત્યાં ૭ મે સુધીમાં આવી જાવ. આપણે દર વખતની જેમ બધા સાથે જશું. જો જો પાછા કઈ બહાનું ન કાઢતા કે છોકરાવને પરીક્ષા છે તો નહિ અવાય. આમે ઘણા વખતથી મારે ત્યાં તમે આવ્યા નથી. આગળનો જમાનો જુદો હતો એની એક મર્યાદા હતી. હવેની પેઢીએ જુના રૂઢિચૂસ્ત ચિચારોને મોકળે મને બાંધછોડ કરવી જોઈએ. ‘દિકરીનાં ઘરનું પાણીયે ન પીવાય’ એવું ન વિચારશો. મારો હર્યોભર્‌યો સંસાર જોવા આવશો તો ખુબ જ ગમશે. બાળાકો પણ નાના-નાનીને યાદ કરે છે.

તમારી તબ્યત સારી હશે. તમારી મેડીકલ ફાઈલ ને દવા જે ચાલતી હોય તે ભૂલતા નહિ. દવા તો ઠીક અહીં મળી જાય, પણ મેડીકલ ફાઈલ હવે તમારે સાથે રાખવી જ જોઈએ. ભાઈ ભાભી ને યાદ આપજો ને બંને તોફાનીઓને કેજો ફીયા ખુબ યાદ કરે છે.

આતૂરતા પૂર્વક તમારી રાહ જોઉં છું; જલ્દી વળાતારો આપશો જી.

તમારી વહાલીના પ્રણામ.

- લતા કાનુંગા

ઙ્મટ્ઠંટ્ઠા૧૯૫૬જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

દિકરીને મેં કરી પારકી..

કૃતિ..

એક એવી આકર્ષક-હસમુખી-હોશિંયાર વ્યક્તિ જે પળેપળ મને મારા અસ્તિત્વનો અહેસાસ કરાવે! મને મારા હોવાનો અહેસાસ કરાવે. એક એવી વ્યક્તિ જેના લીધે હું કહી શકું કે એ મને જેટલો પ્રેમ કરે છે તેનાથી અડધો ભાગ જેટલી પણ હું મા બનીને તેને કરી ન શકી.

તેની સગાઈ પછી બ્રેકફાસ્ટ ટેબલ પર તે અવારનવાર મને કહેતી..

’રીટા તું બહુ રડવાની છુ મારા ગયા પછી.... તને આમ સવાર સવારમાં મારા નામની બુમો પાડવાની ટેવ પડી છે, તું આમ બુમો કોને પાડીશ??’ અને હું કાયમ તેને ખિજવતી...

’તું જોજે, હું જરાય નહી રડું... હું તો રાહ જોઉ છું તું ક્યારે જાય ને મને શાંતિ થાય !’

’જતી રહીશ હોં..’ કહી જવાબમાં તે ઘુરકીયું કરી જ લેતી.

થોડીક સમજણી થઈ ત્યારથી મારા અને પ્રદિપના કપડાં તે જ પસંદ કરતી. જ્યારે અમે તેના લગ્નમાં મારે પહેરવાની સાડીની ખરીદીમા નીકળ્યા ત્યારે ૨૫૦૦૦ રૂપિયાની એક સાડી જોઈ તેના પર તે અટકી, તેના ડેડને કહે લાવો કાર્ડ બિલ બનાવડાવી દઉ.આટલી મોંઘી સાડી માટે મારી અને પ્રદિપની બેઉની ના હોય તે સ્વાભાવિક છે, પણ વાત માને મારી છોકરી..!

સાડીની શોપમા જ હું રડી પડી...નક્કી કરેલુ કે તેની સામે ના રોવું છતાંય..!!! હાજર રહેલાં બધાયને મારા આંસુમા એક માં નો પ્રેમ દેખાયો પણ હકીકતમાં મેં કૃતિ નાની હતી ત્યારે કેટલીયવાર પાંચ રૂપિયાનો ફુગ્ગો નહી અપાવવા રોવડાવી હશે અને ફુગ્ગા જેવી કેટલીય વસ્તુઓ જેની કિંમત નહીવત હોવા છ્‌તાં એક મા હોવાનો ‘રૂઆબ’ છાંટવાના નશામાં મેં તેને નહી અપાવી હોય! આજે એજ છોકરી મારા માટે પચ્ચીસ હજ્જ્જ્જારની સાડી લેવાની વાત કરે છે.મને મારી જાત પર શરમ આવતી હતી અને એ શરમથી હું રડી પડી હતી, અને એ રૂદનમા પણ માં હોવાનો અહંકાર ભળી ગયો.

દીકરીને ધામધુમથી પરણાવી હસતાં-હસતાં વિદાય પણ કરી દીધી ....તેને રોજ સવારમા કહ્યા મુજબ કે તુ જોજે...હું નહી રડું.

થોડા દિવસ પહેલાં એ દસેક દિવસ રહેવા આવી. લગ્ન જેવી મોટી ઘટના જાણે તેના જીવનમાં બની જ ન હોય તેટલી સ્વાભાવિક રીતે તે ઘરમા આવી. આખો દિવસ ખુબ વાતો કરી, કાયમની જેમ ઉપર જઈને સુઈ ગઈ. બીજા દિવસે સવારે ઉઠીને નીચે આવી, કાયમની જેમ જ્ તેના વર્તનમાં જાણે કોઈ ફેરફાર જ નહીં, હજુ પણ લગ્ન પહેલાની જ કૃતિ જાણે જોઈ લો! નીચે આવતાં જ કાયમની જેમ ડાઈનીંગ ટેબલ પર તેની ફેવરીટ જ્ગ્યા પર બેસી દુધનો ગ્લાસ હાથમાં લેતા બોલી, ’આજે મસ્ત ઉંઘ આવી....બહુ દિવસે ઘર જેવું કંઈક ફીલ થયુ, મારી એ ચાદર, મારો પલંગ મારો રૂમ.... તેમા સુવાનું જ હું તો ભુલી ગઈ હતી.’

પ્રદિપે અડધીવાતે તેને હસીને કહ્યુ, ’બેટા...આ ચાદર અને પલંગ મોકલી દઉં તારા ઘરે?’

વાત આગળ ચાલે એ પહેલાં તે બેઉને ખ્યાલ આવ્યો કે હું રડુ છું.

અને એ બેઉને ગેરસમજ થઈ કે હું એક મા હોવાની મમતામાં રડી પડી; પણ હકીકતમાં એ આ ઘરને, અમને બધાને પોતાના માને છે અને એને પારકી માનવાની અમે ઉતાવળ કરી, એ કશું નવું અપનાવે એ પહેલાં અમે તેને છોડી દીધી એ વાતનો અહેસાસ મને દ્ય્રુસકે-દ્ય્રુસકે રડાવી રહ્યો હતો.

સાચ્ચે જ....! મા-બાપ બાળકને પ્રેમ કરે છે તેના કરતાં ક્યાંય વધુ પ્રેમ બાળક મા-બાપને કરે છે. જરૂર છે માત્ર સમય સાથે બદલાતી તેમની જરૂરીઆતોને સમજવાની, જરૂર છે તેમને તેમની જીન્દગી સાથે કદમ મિલાવવા દેવાની...!! આપણે આટલું સમજી જઈશું તો ૩૬૫ દિવસ આપણા માટે મધર્સ ડે બની રહેશે એ વાત નક્કી...

- રીટા ઠક્કર

ંરટ્ઠાાટ્ઠિિૈંટ્ઠ૧૮૧૨જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

માતૃવંદના

“નંદલાલાને માતા જશોદાજી સાંભરે,મમતા મેલીને મારી રહી ગઈ ગોકુળમાં... “ દેવકીના પેટે જન્મ લઈ યશોદામા પાસે મોટા થયેલા ભગવાન શ્રીકૃષ્ણ ગોકુલ છોડી વૃંદાવન ગયા ત્યારે આંખમાં આંસુ સાથે માતા જશોદાને યાદ કરે છે,જે બતાવે છે કે ભગવાન માટે પણ માતાનું મહત્વ કેટલું છે!!તો કવિ બોટાદકર “જનનીની જોડ સખી નહિ જડે રે લોલ!”કાવ્ય દ્વારા માતાનું શબ્દે શબ્દે વર્ણન કર્યું છે. ઈતિહાસમાં અનેક સપુતોને જન્મ આપનાર મહાન માતાઓ (માતા બધી જ મહાન હોય!)—માતા જીજાબાઈ (શિવાજી), માતા પુતળીબાઈ (ગાંધીજી)ના નામ લેતા આપણા મસ્તક આદર અને અહોભાવથી આપોઆપ નામી પડે છે ને?

મધર મેરીની ગોદમાં રહેલ બાળક ઈશુની છબી જોતા મમતાના મહાસાગરને નમન કરવાનું મન થઈ જ જાય. ફૂટપાથ પર સુતેલા, ઠંડીથી થરથર કાપતા નાના બાળકને માં પોતાના ફાટેલી સાડીથી ઢાંકી, હૂફ આપવાનો વ્યર્થ પ્રયત્ન કરતી મા મમતાનો મહાસાગર વહાવતી નજરે પડે છે.... અરે! મનુષ્યના પૂર્વજ વાંદરીનું ઉદાહરણ તો આપને જોઈએ જ છીએ... માની છાતીએ વળગેલું બાળ વનર અને એને લઈ એક ડાળથી બીજી ડાળ કુદતી માતાની સંતાન પ્રત્યેની ચિંતા અને વહાલ “અશબ્દ” વ્યક્ત થાય છે.શ્રી ગુણવંત શાહ કહે છે..મહાવીરની અહિસા, બુદ્ધની કરૂણા, ઈશુનો પ્રેમ, ગાંધીની સેવા.. આટઆટલા મહાન લક્ષણો માતામાં હોવા છતાં તેને મહાત્મા નથી ગણતા કારણકે એની આસક્તિ માત્ર ને માત્ર તેના સંતાનમાં જ કેન્દ્ગિત થયેલી હોય છે. મા માટે અંગ્રેજીમાં ર્દ્બંરીિ શબ્દ છે. સ્ કાઢો તોર્ ંરીિ રહે! એટલે જ કદાચ કહેવાયું હશે કે ‘મા તે મા, બીજા વગડાના વા’.અંગ્રેજી લેખક હેન્રી બીયર પણ કહે છે કે, “ઈશ્વરને પહેલીવાર માતા બનાવવાનો વિચાર આવ્યો હશે ત્યારે તેના ચહેરા પર એક સંતોષનું સ્મિત ફરક્યું હશે ને તરત જ માનું સર્જન થયું હશે..”. ઈશ્વર ઘરે ઘરે ન પહોચી શક્યો એટલે એણે ‘મા’નું સર્જન કર્યું.

સંત શિરોમણી પૂ.શ્રી મોરારીબાપુ “માતૃદેવો ભવ”ની વાત ખુબ સરસ રીતે સમજાવતા કહે છે કે, “સ્ત્રીઓના જીવનમાં ૩ પ્રવાહો વહે છેઃએક રક્તનો જેમાં એ હોય તે વિરક્ત કહેવાય,,બીજો દુધનો જેમાં એ હોય એ નિર્દોષ ને શુદ્ધ હોય અને ત્રીજો આંસુનો .... જેનામાં આ ૩નો ત્રિવેણી સંગમ હોય એ ‘મા’!”

સંતાનો માને ગમે તેટલી તકલીફ આપે તો પણ માના મુખ અને હૃદયમાંથી તો તેના માટે દુવા જ નીકળતી હોય, એટલે જ કદાચ કહેવત પડી હશે કે દીકરા કપાતર થાય પણ માવતર કમાવતર ન થાય. તો આવો ઈશ્વરના દેવદૂત સમાન માતાની આતરડી કડી ન બાળીએ અને કોઈ ગેરસમજથી આવી ભૂલ કરતુ હોય તો એને પ્રેમથી સમજાવીએ, ખરા દિલથી માતાનું જતન કરીએ. વંદન કરીએ અને જનમોજનમ જેના ધણી રહેવાના છીએ તેની સાચા અર્થમાં ભાવથી સેવા કરી, ઋણ સ્વીકાર કરવાનો એક પણ અવસર ન ચૂકીએ..... વિશ્વની તમામ માતાઓને વંદના......!

- જાગૃતિ વકીલ, ભુજ

jrv7896@gmail.com