“સીયા ! ખરી ડિટેક્ટીવ તું તો હો.. !!” Kunjal Pradip Chhaya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

“સીયા ! ખરી ડિટેક્ટીવ તું તો હો.. !!”

“સીયા ! ખરી ડિટેક્ટીવ તું તો હો.. !!”

“પોસમોટર્મ રીપોર્ટ આવે પછી જ બધી ખબર પડશે....”
સીયા પલંગ પર ઊંધી સૂતી સૂતી એક રહસ્યકથા વાંચતી હતી. ત્યાં ડોર બેલ વાગી. કોણ હશે? દરવાજો ખોલું કે નહીં? મમ્મી પણ ઘરમાં નથી.. એવું વિચારતી તેણે ડોરપીપ માંથી જોયું. અજાણ્યો ચહેરો લાગ્યો એટલે, કોણ તમે? એવું સાંકળ ખોલીને સહેજ પૂછી જોયું.“હું
અસ્માં. તારી મમ્મીની ફ઼્રેન્ડ છું સીયા..”

“ઓહો !! આ આંન્ટી તો મારું નામ પણ જાણે છે ! નામ અસ્માં કહે છે એટલે મોમેડિયન હશે.... અચરજ સાથે તે થોડી સતેજ થઈ, વિચારવા લાગી. દસમાં ધોરણની પરીક્ષા પછી વેકેશનમાં સૌથી મન ગમતું કામ ડિટેક્ટીવ સીરીયલ્સ અને વાર્તાઓ વાંચવાનું જ કર્યું છે એટલે બધે શંકાઓ જ કરતી ફ઼રું છું.. તોય લાવને મમ્મીને ફ઼ોન કરીને પૂછી લેવાદે કે આ અસ્માં આન્ટી કોણ છે, શા માટે આવ્યાં છે? ઓલાં આન્ટી હજુ દરવાજે જ હતાં. તેમણે બહારથી જ કહ્યું: “તારી મમ્મી જોડે વાત થઈ છે એ શાક લઈને હમણાં આવે જ છે. મને થોડું કામ છે. અહીં ઘરે જ રાહ જોવા કહ્યું છે બેટા.” એક મિનિટ આન્ટી દરવાજો ખોલું હો.. છતાં ખાતરી કરવા સીયા એ મમ્મીને ફ઼ોન કર્યો. અને તરત જ અસ્માં આન્ટીને અંદર આવવા દીધાં.

***

“આવો આન્ટી, સોરી હો; સહેજ રાહ જોવરાવી. પણ શું કરું? હું તમને પહેલી જ વાર મળું છું. કેમ ઓળખું?” સીયાએ નિખાલસતાથી સ્પષ્ટતા કરી. “સાચી વાત છે બેટા સતેજ રહેવું આ જમાનામાં તારા જેવી ઢીંગલીઓ માટે યોગ્ય જ છે.” એવું કહેતાં અસ્માં બેઠાં. “પાણી પીશો?” એવું પૂછવાને બદલે સીયા લઈ જ આવી. એક સમજુ અને સંસ્કારી દીકરીનાં લક્ષણ છતાં થયાં અસ્માંને. સીયા ડા’યી થઈને સોફ઼ા પર ગોઠવાણી આન્ટી સામે, વાતો કરવા. અસ્માંએ પણ માંડીને વાત શરૂ કરી. “એક્ચ્યુલી, હું તારો પેલો મોરપીંછ કલરનો બાંધણીનો ડ્રેસ લેવા આવી છું.” સીયા આગળ કઈ પૂછે એ પહેલાં અસ્માં ફ઼રી બોલવા લાગ્યાં: “તારી મમ્મી ’ને હું નાનપણમાં ભેગા ભણતાં. હું હોસ્ટેલ ભણવા ગઈ અને લગન પછી અત્યારે છેક થોડા દિવસ પહેલાં જ બજારમાં મળ્યાં. એટલે તું મને ઓળખતી નથી.” આન્ટી આમ કેમ ‘એક્સ્પ્લીનેશન’ આપતાં હશે? એવો જાસૂસી વિચાર સીયાએ લગીર કરી લીધો. “પણ આન્ટી, મારો ડ્રેસ તમને નહીં થાય......” નિર્દોષ ભાવે તાકતી નજરે સીયા બોલી. અસ્માં ખડખડાટ હસી પડતાં બોલ્યા: “ના ના મારે માટે નહીં રે.. મારી દીકરી પણ તારા જેવડી જ છે. એણે એક કલ્ચરલ પ્રોગ્રામમાં ભાગ લીધો છે. કાલે અમસ્તો તારી મમ્મીનો ફ઼ોન આવ્યો અને વાત નિકળી કે હું મારી દીકરી સીનાના પ્રોગ્રામની તૈયારીમાં બીઝી છું.. ને આમ ડ્રેસની પણ વાત નિકળી. તો આત્યારે હું લેવા આવી ગઈ.” “અરે વાહ! તમારી દિકરીનું નામ સીના છે? તો તો સીયા અને સીનાની જોડી જામશે. ઓળખાણ કરાવજો.” પોતાના વાક્ચાતૂર્યના દર્શન કરાવતી સીયા ઉમળકા સાથે બોલી પણ મનમાં વિચાર્યું મમ્મી એ મને કેમ વાત નહીં કરી હોય? આ આન્ટી બધું સાચું તો કે’તાં હશે ને? અને મારો ફ઼ેવરીટ ડ્રેસ એમ કેમ કોઇને પહેરવા આપવાની મમ્મીએ ‘હા’ પાડી દીધી હશે? ઓહો! વળી શંકા-કુશંકા? સીયા પોતે જ પોતાની ગડમથલમાં વ્યસ્ત થઈ ગઈ. અસ્માં બોલ્યાં: “તું ડ્રેસ દેખાડી દે અને જો સીનાના માપનું જ હોય લઈ જાઉં બે દિ’ રહીને આપી જઈશ.” સીયાનું વિચાર કોકડું છૂટ્યું. તે બોલી: “હા કેમ નહીં, મમ્મી આવી જાય એટલે બતાવું. કેમકે કબાટની ચાવી તેમની પાસે છે.” “અરે ના, એ તો તારા પલંગના ગાદલાં નીચે જ છે. એવું તારી મમ્મી કહેતી હતી. કદાચ તને ખ્યાલ નહીં હોય એટલે મને કહી રાખ્યું’તું. તું બતાવી દે ને બેટા મને મોડું થાય છે.” “આ આન્ટી તો મારા કરતાં પણ જોરદાર જાસૂસી સ્વભાવનાં લાગે છે! બધી પૂછપરછ કરી ને આવ્યાં છે. આ મમ્મી પણ શું.. એમ ને એમ કોઈનો પણ ભરોસો કરી દે છે!” સીયા મનમાં જ બબડતી બબડતી અંદરના રુમમાં કબાટમાંથી ડ્રેસ કાઢવા જવા લાગી. વિચાર્યું કે ફ઼રી મમ્મીને ફ઼ોન કરું કે ક્યાં પહોંચી, હજુ કેમ ન આવી? એવામાં અસ્માં બે’નને પાછળ આવતાં જોઈ સીયા ચોંકી જ ગઈ! “આન્ટી તમે અહિં જ બેસો હું ડ્રેસ લઈ આવું છુંને બાહર..” હજુ વાક્ય પૂરું કરે ત્યાં જ સીયાના મમ્મી દરવાજે દેખાણાં.....

***

“આવો મીનાબે’ન તમારા જ ઘરમાં તમારું સ્વાગત છે !” “ધન્યવાદ ડોકટર અસ્માં..”

આવકાર જીલતાં મીનાબે’ન એ હાથ મીલાવ્યો. સીના આશ્ચર્યથી બોલી પડી.. “ડોકટર અસ્માં?“હા, બેટા અસ્માંબે’
ન ડોકટર છે.. ખબર છે શેનાં સ્પેશીયાલીસ્ટ છે?” બેસવાનો ઈશારો કરતાં મીનાબે’ન બોલ્યાં. સીના બંનેની સામે જોતી બેસી ગઈ. મીનાબે’ન એ સીયાને ઓળખાણ આપતા કહ્યું કે આ બે’ન મનોચિકિત્સક છે. તારી વેકેશનમાં માત્ર ડિટેક્ટીવ સીરીયલ્સ ને વાર્તાઓ વાંચ્યા કરવાની ઘેલછાને લીધે હું ખૂબ ચિંતિત હતી એટલે એમને મળવા ગઈ હતી. તને આમ અજાણ્યાં થઈને મળવા આવવાનો આઈડિયા એમનો જ હતો. જેથી તારું મન કળી શકે.. વાક્ય પૂરું થતાં જ ડો. અસ્માંએ સીયા સામે જોઈને સ્મિત કર્યું. પણ સીયા છોભીલી થઈ હોય એમ જોયા કર્યું. ડો. અસ્માં જાણે નિદાન આપતાં હોય એમ વાત શરું કરી. “કોઇ અજાણી વ્યક્તિ પર તરત જ વિશ્વાસ ન કર્યો અને મમ્મીને પૂછીને જ મને અંદર આવવા દીધી. એ મને ગમ્યું. આજની જનરેશન ખૂબ જ સ્માર્ટ થઈ ગઈ છે. સાચાં ખોટાંની પરખ કરતી થઈ ગઈ છે. કારણ? એની દૂનિયા ખૂબ ઝડપથી કોમ્યુનિકેશન અને ઈન્ફ઼ોર્મેશન ટેકનોલિજીથી સજ્જ થઈ છે. આપણાં સમયમાં આ બધું ક્યાં હતું, મીનાબે’ન? સીયા તારી મમ્મીને બીક છે કે તું ફ઼ક્ત એક જ પ્રકારની પ્રવૃત્તિ કરતી રહીશ તો તને બીજો કોઈ સૂઝ્કો રહેશે નહી. કદાચ એમનો આ ડર ખોટો નથી. જો જાસૂસી વાર્તાઓ જ વાંચ્યા કરે છે તો તારો સ્વભાવ થોડો શંકાશીલ થઈ ગયો છે એવું તો તું પણ સ્વીકારીશ જ ! હેંને?”“જી આન્ટી, ઓહ સોરી ડોક્ટ
ર અસ્માં. ધીમે સાદે સીયા એ કહ્યું. “ અલી તારે તો મને આન્ટી જ કહેવાનું નહીં તો મને ખોટું લાગશે હો!” આટલું કહી ડો. અસ્માં આગળ વાત કહી : “આ નવી પેઢિને બધું ખૂબ જ નવું નવું મળ્યું છે. તેમણે બધાંનો યથાયોગ્ય ઉપયોગ કરવો જોઈએ. બને એવું છે કે બાળકો કોઈ એક જ પ્રવૃત્તિમાં જ રચ્યાં પચ્યાં રહે છે અને બીજી બધી બાબતોથી અજાણ. કોઈ કાર્ટૂન જોયા કરે તો કોઈ ફ઼ેસબુક અને વ્હોટ્સપથી મોબાઈલ મચેડ્યા કરે.. છોકરાઓ હોય તો ક્રિકેટ! આ સમય છે બધું જ જાણવા અને માણવાનો. પછી નક્કી કરજો તમારે આગળ જઈને શું અભ્યાસ કરવો છે; કયો વિકલ્પ પસંદ કરીને કારકિર્દી બનાવવી છે. અત્યારે વેકેશનમાં મમ્મીને રસોડાંમાં મદદ કર કે તેમની જોડે શાક માક્રિટ જા. પપ્પા જોડે ક્રિકેટ, બજેટ અને શેર બજાર, ચૂંટણીની ચર્ચા કર. ઈન્ટ્રનેટ સર્ફ કર, સોંગસ સાંભળ અને ગેમ્સ પણ રમ. મ્હેંદી, સિવણ, ડ્રોઈંગ - પેન્ટીંગ કે ડાન્સના ક્લાસ જોઈન કર. ફ્રેન્ડઝ જોડે આઈસ્ક્રિમ ટ્રિટ પર પણ જઈ આવ. સમજે છે ને તું સીયા?”

“હ્મ્મ” સાથે હળવું સ્મિત આપે છે સીયા. “પોતાના બાળકોનો સર્વાંગી વિકાસ થાય એવું કઈ ‘મા’ ન ઈચ્છ્તી હોય? મીનાબે’ન તમે મને અહીં બોલાવી મને આનંદ થયો.” કહી ડો. અસ્માં ઉભાં થાય છે. સીયાની થોડી અલકમલક્ની વાતો બંને જણે સાંભળી પણ. ચા નાસ્તાનો કરીને જવાનો આગ્રહ કર્યો પણ ડો. અસ્માં ઉતાવળે જવા જ લાગ્યાં. “હવે રીઝલ્ટની પાર્ટી લેવા આવીશ હો..” “સ્યોર આન્ટી.. પણ ઉભા રહો ઓલો મોરપીંછ બાંધણીનો ડ્રેસ તો લેતાં જાવ સીના માટે....” સીયા મશ્કુટાઈથી બોલી. બધાં હસી પડ્યાં. ડો. અસ્માં વિદાય થયા ત્યારે સીયા અને મીનાબે’ન એક્બીજાનો હાથ પકડી ઊભાં હતાં દરવાજે...........