Santa Claus Kunjal Pradip Chhaya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

  • રેમ આત્માનો - ભાગ 13

    (આગળ ના ભાગ માં જોયું કે પરેશભાઈ અને પેલા તાંત્રિક ને એનાજ ગ...

  • કવિ કોલક

    ધારાવાહિક - આપણાં મહાનુભાવો ભાગ:- 34 મહાનુભાવ:- કવિ કોલક લેખ...

શ્રેણી
શેયર કરો

Santa Claus

સેન્ટૅ ક્લોઝ

“શું તમે ‘સેન્ટૅ ક્લોઝ’ જોયા છે?” તમે કહેશો કે, “હાસ્તો વળી જોયા જ હોય ને? લાલ લાંબો સફેદ રુછડાંવાળી કોર મૂકેલો ગરમ ડગલો પહેરેલ, મોટી ગોળ ફાંદ અને એને ફરતે કાળો જાડો કમરપટ્ટો, પગમાં ગોઠણ સુધીનાં ગમ બૂટ, માથે ફૂમતાંવાળો અણીયાળો ટોપલો, રુપેરી વાળ, દાઢી – મૂછથી ઢંકાયેલો શ્વેત ચમકદાર ચહેરો કે જે અનેરું સ્મીત ફરકાવતા હોય. જેમની પીઠ પર લાલ કામળા જેવો કોથળો લાદેલો હોય અને બંન્ને હાથમાં સફેદ મોજાં અને એક હાથમાં નાનકડી ઘંટડી રણકતી હોય. એ ‘સેન્ટૅ ક્લોઝ’ ખરું ને?

‘સેન્ટૅ ક્લોઝ’ની વ્યાખ્યા શબ્દકોષમાં શોધશું તો લખેલું આવશેઃ નાતાલની આગલી રાત્રે બાળકોનાં બિછાનાં પાસે નાતાલની ભેટ મૂકી જનાર એક હેતાળ, જાડો, કાલ્પનિક વૃધ્ધ માણસ.

નાતાલની આગલી રાતે, રસ્તા પર ફૂટપાથ કે હોટલઝ અને સહેલાણીઓ હોય એવા જાહેર સ્થળોએ ફરતા ‘સેન્ટૅ ક્લોઝ’નાં આવા સ્વરુપને સૌએ જોયા હશે પણ અનુભવ્યા છે ખરા? ક્ષણીક વિચારીયે કે આ ભરાવદાર કદકાઠી ધરાવતા વિદેશી વડીલ છે કોણ? વળી, એવો કેમ ખુશહાલીનાં દૂત તરીકે ઓળખાય છે?

અનેક માન્યતાઓ અને પ્રાપ્ત પુરાતન પુરાવાઓ કહે છે કે ‘સેન્ટૅ ક્લોઝ’ ઉત્તર ધ્રુવ એટલે કે ‘નોર્થપોલ’ તરફ બર્ફાચ્છાદિત વિસ્તારમાં રેન્ડિયર જાતિનાં પ્રાણીથી બાંધેલ ગાડાંમાં વર્ષનાં અંતિમ દિવસોમાં નવા આવનાર વર્ષને વધાવવા નિરાશ, ગરીબ બાળકોને ખુશ કરવા અડધી રાતે નીકળી પડતા. ‘સેન્ટૅ ક્લોઝ’ નામે જાણીતા ઈસાઈ બિશપ સંતની ઉત્પત્તિ અંગે ઘણી વાતો અનેક જગ્યાએથી વાંચી શકાશે. સૅન્ટ નિકોલસ કે ફાધર ઓફ ક્રિસમસ તરીકે જાણીતા ‘સેન્ટૅ ક્લોઝ’ દંતકથા સમા આ સંત સદીઓથી લોકપ્રિય છે.

‘સેન્ટૅ ક્લોઝ’ની એક રસપ્રદ વાત પ્રચલિત છે કે એવો પાસે દુનિયાભરનાં બાળકોનાં નામની યાદી છે. ચોકલેટ, રમકડાં, પુસ્તકો, કપડાં અને વાજીંત્રો એમની સોગાદોનાં પોટલાંમાં હોય છે એવું વર્ષોથી આપણે અનેક કાલ્પનીક ચિત્રોમાં જોયું છે. પરંતું એવો ડાહ્યાં અને તોફાની એમ બે રીતે બાળકોને વર્ગીકૃત કરે છે. જે ખરેખર ખૂંખાર તોફાની બાળક હોય એને ભેટમાં કાળા કોલસાનો ટૂકડો આપશે એવી વાયકા છે!

હકીકતે તો બાળકોનો આ સૌથી પ્રિય તહેવાર છે એમ કહીયે તોયે અતિશયોક્તિ નહીં જ હોય. આખું વર્ષ અનેક ઈચ્છનીય ચીજવસ્તુઓની યાદી લખીને રાખી હોય અને એમાંય સૌથી વધારે શું જોઈશે એ જ નક્કી કરવું; ઓશીકાની નીચે કે ‘ક્રિસ્મસ ટ્રી’ની ડાળખીએ મોજાંમાં ચબરખી મૂકીને સૂઈ જવું, રાત આખી એ જ વસ્તુ મળશે જ એવો અતૂટ વિશ્વાસ અને વહેલી સવારે ઝડપથી જાગીને ત્વરાએ એ ભેંટ મળી કે નહીં એ જાણવાની ઉત્સુકતા અને મળ્યા પછીનો અનહદ આનંદ! આહ.. બાળકોનાં આ લાખેણાં પરિતોષ આગળ પૂરા બ્રહ્માંડની ખુશહાલી કૂરબાન!

શીતપ્રદેશમાં ઉગતા ઉંચા શંકુઆકાર ઝાડ ક્રિસ્મસ ટ્રી તરીકે ઓળખાય છે. નાતાલનાં સમયમાં સૌ કોઈ એનાં પ્રતિકાત્મક ઝાડને પોતાનાં આંગણાંમાં કે ઘરમાં વાવે છે. તેની આસપાસ સુંદર સુશોભન કરે છે. નાનીનાની ઘંટાડીઓ, ઝરી પટ્ટીઓ અને ચમકીલા ગોળાઓથી સજ્જ આ નાતાલવૃક્ષ ખૂબ જ આકર્ષક લાગે છે. જેની આસપાસ સૌ કોઈ ભેંટ – સોગાદો મૂકે છે. કેક અને કૂકીઝ જેવી મીઠાઈઓ દ્વારા સહુ કોઈ મિષ્ઠાન્નની જયાફત માણે છે. નાતાલ એક ઈસાઈ ધર્મનો તહેવાર છે. ઈસુ ખ્રિસ્તનાં જન્મની ઉજવણીનો દીવસ છે. લોકો હળીમળીને હર્ષોલ્લાસ કરે છે. આવનાર નવાં વર્ષને વધાવવાનું આહ્વાન કરે છે.

તર્કિક બુધ્ધિથી વિચારીયે તો તો ખરેખર શું ‘ક્રિસ્મસ ટ્રી’ને ફરતે મોજાંમાં મૂકેલ કે ઓશીકાની નીચે મૂકેલ ચિઠ્ઠી દ્વારા મનોવાંછિત ભેંટ મળી જ જશે ખરી? મનમાં ધરબાયેલી ઈચ્છાઓ, માંગણીઓ કે મહત્વકાંક્ષા આટલી સરળતાથી પરિપૂર્ણ થઈ શકતી હોત તો તો દૂનિયામાં બીજી ખપત જ શાની હોત?

સદીઓથી માન્યતા ધરાવતા ‘સેન્ટૅ ક્લોઝ’નાં પાત્રને એક જુદા અભિગમથી જોઈએ. બાળકો હોય કે મોટેરાં ‘સેન્ટૅ ક્લોઝ’ને જોઈને સહુ કોઈ રાજી થઈ જાય છે. જાણે એક વડીલનો સધિયારો મળે છે કે હું તમારા સાથે જ છું તમારી હરેક મનોકામનાઓની પૂર્તિ કરવા.

‘સેન્ટૅ ક્લોઝ’ની પ્રતિકૃતિ એક મનસિક વલણ છે. અહીં વાત છે અતૂટ વિશ્વાસની. અબાલવૃધ્ધ સહુ કોઈને એમને જોઈને ધરપત થાય છે. આ બાબત ખૂબ જ મોટો ગૂઢાર્થ કહી જાય છે. વિશ્વાસ એ સફળતાનું સહુથી મોટું પ્રેરકબળ છે.

કોઈપણ મનોરથની પૂર્તિ એમને એમ તો નથી જ થતી. પ્રારબ્ધ એકલપંથે ક્યારેય સાર્થક નથી થતું. એમાં ભારોભાર પુરુષાર્થ ભળે તો અને તો જ શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત થાય છે. જેમાં બે મત નથી. આ હિસાબે ‘સેન્ટૅ ક્લોઝ’એ આપેલ ભેંટ – સોગાદોની પાછળ પણ કોઈને કોઈની મહેનત તો ચોક્કસ હોય જ. આ એક છૂપું સત્ય કહી શકાય આજનાં આધૂનિક યુગમાં. પોતાનાં માટે કે પછી પોતિકાં લોકો માટે લીધેલ અથાગ મહેનતનાં અંતે રળેલ રકમમાંથી ખર્ચેલ ચીજવસ્તુની અમૂલી કિંમત હોય છે. જે આપણને અઢળક સંતોષ આપે છે. અહીં ચર્ચા મળેલ ઉપહારો અંગે નથી કરવી બલ્કે એ મેળવવા પાછળની તિવ્ર ઈચ્છાનું અર્થઘટન કરવું છે.

આકર્ષણનો એક શ્રેષ્ટ નિયમ.

આપણે જે ઈચ્છીએ એવું થાય. જે વિચારીએ એવું બને અને જે માંગીએ એ મળે, મળે અને મળે જ.

આખી રાત ઓશીકાંની કોરથી ઢાંકેલ કાપલી કોણ વાંચવાનું હતું? તો પણ એક અડાગ ટેક મનમાં મૂકીને બાળક સૂવે છે કે એને એ વસ્તુ અચૂક મળશે. સતત મનન કે રટણ કરવાથી અથવા એ ધ્યેયને પ્રાપ્તિનાં પ્રયત્નો કરવાની ચોક્કસથી ફલશ્રુતિ થાય છે. જે ‘સેન્ટૅ ક્લોઝ’ દ્વારા આપણે ગમ્મતમાં જ શીખી શકાય છે.

‘સેન્ટૅ ક્લોઝ’ને ઈચ્છા શક્તિને ઉજાગર કરનાર પ્રતિક તરીકે જોઈએ તો પણ ખોટું નથી. અનેક સદીથી હતાશ બાળકોને માટે આશાનું એક માત્ર બહાનું છે.

એક સમય હતો જ્યારે ક્રિસ્મસ ગ્રિફ્ટનો રીવાઝ ફક્ત નીચલા વર્ગનાં કર્મચારીઓ, નોકરો અને ગરીબ પરીવારો માટે પ્રચલિત હતી. પરંતુ આજે આ ચિલો વૈશ્વિક થઈ ગયો છે. શુભેચ્છા સંદેશ અને ઉપહારો આપવા માટેનું સોપાન બની રહ્યો છે નાતાલનો તહેવાર. ‘સેન્ટૅ ક્લોઝ’ જાણે કે ‘હેપીનેસ આઈકોન’!

માહ્લાંમાં ગરકાઈને જોવા જઈએ તો આપણાં સહુમાં ‘સેન્ટૅ ક્લોઝ’ છૂપાયેલ છે. બસ, એને એક વખત ઢંઢોળી જોઈએ તો? નાનીમોટી આનંદપ્રમોદની ક્ષણો, કોઈને નજીવી બાબતે ઉપયોગી થવાનો લાહવો અને વગર કારણે કોઈને ભેંટ આપીને ખુશ કરી દેવાનો હર્ષ જ કઈંક અનેરો છે. એવું નથી કે આપણે જેમને ખુશ કર્યા એ જ આપણને એટલી જ ખુશહાલી આપે. ઘણીવખત એવું પણ બનતું હોય છે આપણને કોઈ ત્રયાત વ્યક્તિ પાસેથી અજાણતાં જ મદદ મળી રહે છે. ‘સેન્ટૅ ક્લોઝ’ની છબી એવી અનેક વ્યક્તિઓમાં ઝળકતી રહે છે જે કોઈ જ સાપેક્ષ અપેક્ષા વિના ફકત ‘પ્યાર બાંટતે ચલો’નો ચીલો આદરતા હોય!

હાસ્ય કે સ્મીતની કોઈ ભાષા નથી. ‘સેન્ટૅ ક્લોઝ’ હો.. હો.. હો.. મેરી ક્રિસ્મસ.. આટલું જ કહીને જાદુઈ અસર છોડી જાય છે અને આગળ ધપે છે. કદાચ ભલેને કાલ્પનીક હોય પણ સકારાત્મક અમીટ છાપ ‘સેન્ટૅ ક્લોઝ’ની સહુને વહાલી હોય છે.

સાચા મનથી પ્રબળ ઈચ્છાઓનાં સથવારે હકારાત્મક વલણ રાખીને પ્રમાણીકતા સાથે કરેલ પ્રયત્નોમાં ઈશ્વરીય તત્વની પ્રાર્થના ફળે. સુખ, શાંતિ, સમૃધ્ધિ, સફળતાનાં હરકોઈ ધણી થાય એવી પ્રાર્થનાં.

તમે પણ એક વખત મનરુપી ‘સેન્ટૅ ક્લોઝ’ને આ વખતે અજમાવી જોજો. આશા છે આવતું નવું વર્ષ તમને પણ અનેક સુખાકારી ભેંટ આપી ગયાનો ભાસ અચૂક કરાવશે. ઍમન..

  • કુંજલ પ્રદિપ છાયા. kunjkalrav@gmail.com