"એકલો છું તારા વગર"
કિશોર સોલંકી
વ્હાલી 'કલ્પના'
"તું મારો પ્રેમ છે એવો સૌને વહેમ છે
પણ હું તને દિલ થી પુંછું છું કે તું કેમ છે?"
કેમ છે તું? તારા અને મારા હ્યદય જેવા ગામ માં આવતો શહેર નો પવન તું મજા માં છો એવું કહિ રહ્યો છે. પત્ર મળતા તને એવું લાગશે કે આ મોબાઈલ અને ઈન્ટર નેટ નાં જમાના પ્રેમ પત્ર? આ 'કિસલો' ગાંડો થઈ ગયો છે કે શું? હા હું ગાંડો થઈ ગયો છું, તારા પ્રેમ માં. હું ગાંડો થઈ ગયો છું, તારી અને મારી એ નાનપણ ની યાદો માં.
થોડાક દિવસ પછી પ્રેમ નો જન્મ દિવસ એટલે કે વેલેન્ટાઈન ડે આવે છે એટલે થયું લાવ મારી પ્રાણ થી પણ પ્રિય મારા હ્યદય (તું) ને પ્રેમ પત્ર લખું. અને તેને મારી એકલતા ની કહાની કહું.
આપણે એક થી બાર ધોરણ ગામ માં સાથે ભણ્યા. નાને થી મોટા પણ સાથે થયા. બચપણ વિત્યું ને યુવાની આવી. યુવાની મા આપણી વચ્ચે પાકી મિત્રતા બંધાણી, અને એ પાકી મિત્રતા નું ક્યારે પવિત્ર પ્રેમ માં પરિવર્તન થઈ ગયું તેની તને કે મને ખબર પણ ના પડી. બાર ભણી ને હુંતો મારા પિતા ના નાના એવા હિરા ના કારખાનાં માં લાગી ગયો અને તું કોલેજ કરવા ભાવનગર જતી રહિ. બસ ત્યાર થી લઈ આજ દિન સુધી મને એવું લાગે છે કે હું સાવ એકલો પડી ગયો છું. હ્યદય નાં દરેક ધબકારા માંથી મને એવું સંભળાય છે કે હું એકલો છું તારા વગર, એકલો છું તારા વગર, એકલો છું તારા વગર.
નાનપણ માં આપણે જ્યાં સંતા કૂકડી રમતા હતા, તે પાદર માં રહેલ આંબલી અને તેની હર એક ડાળ આજે પણ તારા વિના સુની છે. દસ વર્ષ પહેલા આંબલી અને વડલા નીચે જે દ્રશ્ય ભજવાતું હતું તે દ્રશ્ય હવે જોવા નથી મળતું. બધાય બાળકો અત્યારે મોબાઈલ માં ઘૂસી ગયા છે.
હું આજે પણ નવરો પડું એટલે બાઈક લઈને આંબલી ને મળવા જાઉં છું. ગામ ના સેવા ભાવી માણસો એ પાણી ના બે મોટાં માટલાં ત્યાં મૂક્યાં છે જેમાંથી પાણી પિઈ હું આંબલી નીચે બેસું છું, બીજા ઘણા ડોહલા બેઠા હોય છે પણ તારા વિના બધું અધુરૂ છે ડિયર. હું અને આંબલી તારા વિના એકલતા એક બીજા ને શેર કરીએ છીએ. મારી કહાની સાંભળી આંબલી પોતાનાં પાંદડાં ખેરવી રડવા લાગે છે.
કલ્પના તને ખબર છે આપણે જેને ચાહતા હોઈએ, જે આપણ ને ગમતું હોય તે આપણાં થી દૂર જાય ને એટલે આપણે જે પણ કાર્ય કરતા હોઈએ એમા તે વ્યક્તિ નો ચહેરો સ્પષ્ટ દેખાય. મને તારો ચહેરો હિરા ની ચમક માં દેખાય છે. હું જેવો હિરા ને હાઈ ગ્લાસ મારૂ કે તરત તારો ગોળ મટોળ ગુલાબી ચહેરો, ખૂલ્લા કાળા ભમ્મર વાળ, મરક મરક મલકાતા હોઠ મને સ્પષ્ટ દેખાવા લાગે છે.
તારા કારણે રત્ન કલાકારો ને પણ મજા મજા છે, તે લોકો હિરો બનાવી ને લાવે અને હું જોવું એટલે તરત એમાં મને તું દેખા. હિરો ખરાબ હોય છતા પણ હું પછો ના આપું કેમ કે તું માત્ર મારી છો અને હું તને બીજા ને કેમ સોંપુ. શું આવું તારી સાથે પણ થાય છે? થતું હોય તો પ્લીઝ મને જણાવજે મારે જાણવું છે કે આગ બંને બાજું લાગેલી છે કે નહિ.
ખળ ખળ વહેતી નદિ તારો સ્પર્શ માંગે છે. તે નદિ માં છબ છબિયા કરતી તને જોવા મારી આંખો તરસી છે. ચોમાસા માં વરસાદ પડી ને જાય એટલે રેડ પર નાં ખાબોસિયા તારા આવવવા ની રાહ જોવે છે. કેમ કે તે ખાબોસિયા ને હું એકલો પસંદ નથી. તે ખાબોસિયા ને મારી સાથે તું જોઈએ છે. અને ખાબોસિયા કરતા વધુ તું મને જોઈએ છે. એઈ કેને તું ક્યારે આવીશ? આંબલી, વડલો, નદિ, ખાબોસિયા આ બધા ની જેમ જ હું 'એકલો છું તારા વગર'.
માફ કરજે હું શંકા નથી કરતો પણ મારી મનો વેદના જાણવાની કોશીશ કરૂ છું. સૌ કોઈ જાણે છે તે શહેર અને ગામડા માં બહું તફાવત હોય છે. ગામડાં માં એક નાં એક માણસો તમને રોજ જોવા મળે જયારે શહેર માં ડગલે ને પગલે એક નવા ફેસ સાથે ભેટો થાય. તને પણ ઘણા ચહેરા જોવા મળતા હશે, જેમા થી ઘણા ચહેરા મારા જેવા જુવાનીયા નાં પણ હશે. જેને તું નિહાળતી હોઈશ. શું તેમાંથી કોઈ ચહેરો તને ગમ્યો છે? શું કોઈ ચહેરો તને વારંવાર જોવા નું મન થયું છે? જો થયું હોય તો પ્લીઝ તેને જોજે. તારી ઈચ્છા ઓ અધૂરી ના રહિ જાય. કેમ કે મારો તારા પર હજી કોઈ હક નથી. તું હજી સ્વતંત્ર છો.
અને કોણે કહ્યું કે સાથે રહેવા થી જ પ્રેમ થઈ શકે? લગ્ન કરી ને જ પ્રેમ કરી શકાય. નય.... જો નશીબ મા સાથે રહેવા નું નહિ લખાયું હોય ને તો પણ હું તને પ્રેમ કરતો હતો, કપૂ છું અને કરતો રહિશ. કેમ કે તું મારો પહેલો અને છેલ્લો પ્રેમ છો. મારા હ્યદય માં તારા સિવાય બિજા કોઈ નું પ્રિયતમાં ના નામે સ્થાન નથી. હા પણ એનો અર્થ એ નથી કે તું સારી છો સુંદર છો એટલે તું મને ગમે છો. તું જીવ છે મારો, તને હું નહિ પણ મારૂ હ્યદય ચાહે છે.
તને ઉપર ની વાત નું ખોટું લાગ્યું હોય, તારૂ દિલ દુભાયું હોય તો ફરી થી માફ કરજે. મારો હેતુ તને દુ:ખ પહોંચાડવા નો ન્હોતો. પણ અંદર થી એવો ડર લાગે છે કે તું કોઈ બીજા ને તો.....?
પણ એક પલ્લા માં ડર અને એક પલ્લા માં દિલ રાખી ને જોવું તો દિલ નું પલ્લું નમતું દેખાય છે કેમ કે નાનપણ થી સાથે મોટા થયા એટલો તો વિશ્વાસ છે જ કે તું મને ક્યારેય નહિ છોડે.
"વિશ્વાસ ની નાવ લઈ પ્રેમ પીમવા નિકળ્યો છું, અમાસ ની અંધારી રાત માં અંજવાળું શોધવા નિકળ્યો છુ.
રહે છે તું દિલ ની માય છતા તને બીજે ગોતી રહ્યો છું, એકલો છું તારા વગર એવું સૌને કહેવા નિકળ્યો છું.
નાનપણ થી સાથે મોટા થયા, એક બીજા નાં ઘરે આવતા જતા. ઘર ના ને તો એમ જ છે આપણે હજી સુધી સારા મિત્રો જ છીએ. તો તને નથી લાગતું હવે આપણે ઘરે વાત કરી દેવી જોઈએ? જોઈએ તો ખરા તે લોકો નું કહેવું છે.
મારા ઘર ના ની તો મને ખબર તે લોકો મારી વાત અવશ્ય માનશે અને તારો પુત્રવધુ તરીકે જરૂર સ્વીકાર કરશે. ચિંતા તારા ઘરના ની છે તેવો મને તેમનો જમાઈ બનાવશે કે નહિ? મારૂ તો આવું વિચારતા ની સાથે જ મગજ ઠામુકુ કામ કરતું બંધ થઈ જાય છે. ક્યારેક ક્યારેક તને ગુમાવી દેવાનો વિચાર માત્ર મારી આંખો માં પાણી લાવી દે છે.ભર ઉનાળે રણ માં વરસાદ પડ્યો હોય અને તેના વહેણ માં હું અને મારો પ્રેમ ડૂબી રહ્યા હોઈએ એવું મને લાગે છે.
હવે વધુ નથી લખવું. પત્ર વાંચી ને રડતી નહિ. અને તારૂ ધ્યાન રાખજે. બહાર નું બહું ખાતી પિતી નહિ નહિતર તબિયત બગડી જશે. બને એટલું ધ્યાન ભણવા માં આપજે. મારી ચિંતા ના કરતી હું તારો છું અને તારો જ રહિશ. પત્ર મળે એટલે તારા મોબાઈલ માંથી માત્ર મિસ્કોલ કરજે.
લિ. "એકલો છે તારા વગર" તારો કિશોર.