તમારા વિના - 33 Gita Manek દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

શ્રેણી
શેયર કરો

તમારા વિના - 33

૩૩

જોર-જોરથી રડવાના અને ચીસાચીસના અવાજથી કાન્તાબેન સફાળાં જાગી ગયાં. આ અવાજ તેમના પોતાના ઘરમાંથી જ આવી રહ્ના હતા એે સમજતાં તેમને વાર ન લાગી. તેઓ પલંગમાં બેઠાં થઈ ઝડપથી નીચે ઊતરવા ગયાં ત્યાં તેમના પગમાં જબરદસ્ત સબાકો આવ્યો. તેમનાથી ઝટ દઈને ઊભા થવાતું નહોતું. ખાસ કરીને સવારે ઊંઘમાંથી ઊઠે ત્યારે કે બે-ત્રણ કલાક પગ એક જ સ્થિતિમાં રહ્યા હોય તો પછી એેને જમીન પર મૂકતાં અને ડગલું માંડતાં તેમને દુખાવો થતો હતો. ક્યારેક તો એ દુખાવો એટલો બધો હોય કે ભીંતના ટેકે-ટેકે ચાલવું પડે.

ચંદ્ર જીવતા હતા ત્યારે તો મોટે ભાગે તે કાન્તાબેનને ભીંતનો ટેકો નહોતા લેવા દેતા. કાન્તાબેનના ઊંઘવા અને જાગવાના સમયે ચંદ્ર ત્યાં હોય જ. છેલ્લાં કેટલાંક વર્ષોથી એટલે કે જ્યારથી તે બન્ને આ ઘરમાં એકલાં પડ્યાં હતાં ત્યારથી કાન્તાબેન જાગે ત્યારે ત્યાં પોતે હાજર જ હોય એવી તકેદારી ચંદ્ર રાખતા.

‘તમને કેવી રીતે ખબર પડી જાય છે કે મારે ઊભા થવું છે?’ એક વાર કાન્તાબેને પૂછી જ નાખ્યું. એે દિવસે કાન્તાબેન સોફા પર પગ લાંબા કરીને મૅગેઝિન વાંચતાં હતાં અને અચાનક તેમને કંઈક કામ યાદ આવ્યું હતું. તેઓ હજી પોતાના હાથમાંનું મૅગેઝિન મૂકી ઊભા થવા માટે પગ જમીન પર મૂકે એ પહેલાં જ નવીનચંદ્રે હાથ લંબાવ્યો હતો એ જાઈને કાન્તાબેને સવાલ કર્યો હતો.

‘ હું અંતર્યામી છુંને એટલે.’ નવીનચંદ્રે પોતાના હાથના ટેકે કાન્તાબેનને ઊભાં કરતાં કહ્યું હતું.

‘હવે રહેવા દો, રહેવા દો. પુરુષની જાતને હું બરાબર ઓળખું છું. તમે મારા પર સતત નજર રાખો છો.’ કાન્તાબેન પણ ચીડવવાના મૂડમાં હતાં.

‘નજર તો જેના પર અવિશ્વાસ હોય એના પર રખાય. તારા પર તો મને મારી જાત કરતાંય વધુ ભરોસો છે.’

‘એ બધું જવા દો ચંદ્ર, પણ મને સાચું કહો કે તમે મારું મન કેવી રીતે વાંચી લો છો?’

નવીનચંદ્રે પોતાના હાથમાં કાન્તાબેનનો હાથ હતો એને વહાલથી પંપાળી લીધો હતો. કાન્તાબેનને પોતાના સવાલનો જવાબ મળી ગયો હતો.

કાન્તાબેને પોતાના જ હાથના પંજા તરફ જોયું અને પથારી પર હાથ ટેકવી ઊભાં થયાં. બાજુના ઓરડામાંથી હજી જોર-જોરથી અવાજ આવી રહ્યા હતા. આ અવાજ નિધિ અને વિધિના રડવાનો હતો એ તો તેમને સમજાઈ ચૂક્યું હતું.

શક્ય એટલા ઉતાવળા પગલે કાન્તાબેન એે ઓરડા તરફ ગયાં.

‘વાંદરીઓ... તમે મારો જીવ લેવા જ આવી છો. પહેલાં તમને મારી નાખું એટલે હુંય છૂટું ને તમેય છૂટો...’ અંદરથી શ્વેતાનો અવાજ આવતો હતો. ઓરડાનો દરવાજા બંધ હતો અને નીતિનકુમાર જોર-જોરથી બૂમો પાડી રહ્ના હતા.

‘શ્વેતુ, મારી વાત સાંભળ. દરવાજા ખોલ. બધો રસ્તો નીકળશે.’ નીતિનકુમારે જોર-જોરથી દરવાજા પછાડ્યો.

‘મમ્મી... મમ્મી...’ વિધિ-નિધિના રડવાના અવાજ આવી રહ્યા હતા.

આ બધું શું અને શું કામ ચાલી રહ્યું હતું એે કાન્તાબેનને સમજાતું નહોતું. નીતિનકુમારે તિરસ્કાર અને ઘૃણાભરી નજરે કાન્તાબેન સામે જાયું.

‘શું થયું છે? શ્વેતા શું કામ છોકરીઓ સાથે આવું કરી રહી છે?’ કાન્તાબેને પૂછ્યું અને તેઓ રૂમનો દરવાજા ખખડાવવા જતાં હતાં ત્યાં જ નીતિનકુમાર તોછડાઈપૂર્વક બોલ્યા, ‘તમારા જેવી મા મેં જાઈ નથી. દીકરીનો જીવ લેવા બેઠી હોય એવી...’

નીતિનકુમારની વાત સમજવાનો કે તેમને જવાબ આપવાનો સમય વેડફ્યા વિના કાન્તાબેને દરવાજા જોર-જોરથી ખખડાવ્યો.

‘શ્વેતા, દરવાજા ખોલ.’ કાન્તાબેને કડક અવાજમાં કહ્યું

ઘડીભર સ્તબ્ધતા છવાઈ ગઈ, પણ પછી તરત જ દરવાજાની પેલી તરફથી વિધિ-નિધિનો આજીજીભર્યો સૂર સંભળાયો.

‘બા... બા...’

કાન્તાબેનને એટલું તો સમજાઈ ગયું કે જે કંઈ થયું છે એેનો ગુસ્સો અને હતાશા શ્વેતા છોકરીઓ પર કાઢી રહી છે.

‘શ્વેતા... કહું છું દરવાજા ખોલ... છોકરીઓએ તારું શું બગાડ્યું છે?’ કાન્તાબેનને વિધિ-નિધિ પર દયા આવી રહી હતી.

અંદરથી ધડાધડ અવાજ આવવા માંડ્યા. શ્વેતા છોકરીઓને વધુ ધિબેડી રહી હતી અને મોટે-મોટેથી બરાડી રહી હતી, ‘જોઉં છું તમને કઈ બા બચાવવા આવે છે. બહુ બાની સગલીઓ થઈ છોને...’

નીતિનકુમાર પણ શ્વેતા દરવાજા ખોલે એ માટે બૂમો પાડી રહ્યા હતા.

‘મારેય નથી જીવવું ને છોકરીઓનેય નથી જીવવા દેવી...’ શ્વેતા અંદરથી બરાડી રહી હતી.

કાન્તાબેનને થયું કે હવે હદ થઈ રહી હતી. તેમને થતું હતું કે આ રીતે શ્વેતાને કે છોકર ઓને કંઈક થઈ જશે. તેને મહિના રહ્યા હતા, તે ત્રીજા બાળકની મા બનવાની હતી અને શ્વેતા પોતે એક જવાબદાર સ્ત્રીને બદલે બેફામપણે વર્તન કરી રહી હતી.

‘શ્વેતા... દરવાજા ઉઘાડ, નહીં તો હવે હું પોલીસને ફોન કરીશ.’ કાન્તાબેને શ્વેતાને ડરાવવા માટે કહ્યું.

બીજી જ ક્ષણે ફટાક કરતું બારણું ઊઘડ્યું. બારણામાં શ્વેતા ઊભી હતી. તેના વાળ વિખરાયેલા હતા. ગુસ્સા અને આંસુને કારણે તેનો ચહેરો લાલઘૂમ હતો.

‘બોલાવ પોલીસને, પકડાવી દે અમને બધાને. તારી તો બહુ ઓળખાણ છેને? અમને બધાને ફાંસીએ જ ચડાવી દેને. અમે મરી જઈએ એમ જ તું ઇચ્છે છેને? એટલે જ તો હું આ છોકરીઓને મારી નાખવા માગું છું એટલે પછી હું પણ મરી શકું...’ શ્વેતા એકધારું બોલી રહી હતી.

નિધિ અને વિધિ બન્ને છોકરી ઓ દોડીને બહાર આવી ગઈ હતી અને કાન્તાબેનનો સાડલો પકડી તેમના પગને વળગીને હિબકાં ભરી રહી હતી. કાન્તાબેન નીચે બેસી ગયાં. તેમણે બન્ને છોકરીઓને ખોળામાં બેસાડી બાથમાં લીધી અને તેમની પીઠ પંપાળવા માંડ્યાં.

‘આ બધું શું માંડ્યું છે શ્વેતા? એવાં તો શું દુઃખ આવી પડ્યાં છે કે તું આ છોકરીઓનો જીવ લેવા નીકળી છે? તારી પોતાની તબિયતનો તો વિચાર કર અને આવનારા બાળકનો...’

‘રહેવા દે... મને શિખામણ આપવાનું રહેવા દે. તને જો મારો કે મારી છોકરીઓનો સહેજય વિચાર આવ્યો હોત તો તેં આવું ન કર્યું હોત...’

‘મેં... મેં શું કર્યું?’ કાન્તાબેનને સમજાતું નહોતું કે આ આખી વાતમાં તે પોતે કઈ રીતે જવાબદાર હતાં. તેમને તો એવું લાગ્યું હતું કે શ્વેતાનો તેના પતિ નીતિનકુમાર સાથે ઝઘડો થયો હશે અને એટલે તે આવી રીતે વર્તી રહી છે.

‘એટલે હવે તું મારા મોંએ બોલાવવા માગે છે... ભઈ હોત તો મારે આ દિવસ જોવાનો વારો ન આવત...’ શ્વેતા રડવા માંડી હતી. તે હજી પણ અસ્પષ્ટ બોલી રહી હોય એેવું કાન્તાબેનને લાગતું હતું.

‘ શ્વેતા, મેં તને કહ્યુંને કે તું આ બધું મન પર ન લે. હું છું પછી તું શા માટે ચિંતા કરે છે.’ નીતિનકુમાર શ્વેતાને આશ્વાસન આપવાનો યાસ કરતા હતા, પણ જે રીતે તે પોતાની સામે જાઈ રહ્યા હતા એના પરથી એવું લાગતું હતું કે તે પોતાની ધારદાર નજર વડે કાન્તાબેનને વીંધી નાખવા માગતા હોય.

કાન્તાબેનને થયું કે તે નીતિનકુમારને કહી દે કે તમે છો એ જ તો મોટામાં મોટી ચિંતા છે, પણ તેમણે મોં પર જાણે તાળું જ વાસી નાખ્યું

‘નીતિન, તું જ કહે; આપણે આનું સારું જ ઇચ્છતાં હતાં ને? આ ઉંમરે તેણે એકલાં ન રહેવું પડે કે તે માંદીસાજી થાય તો આપણે તેનું ધ્યાન રાખી શકીએ એટલા માટે જ...’ શ્વેતા ફરી રડવા માંડી.

‘અરે, આપણે આને આટલાં ભારે પડતાં હતાં તો સીધેસીધું કહી દેવું જાઈતું હતુંને. આપણે જાણે ગુંડા-મવાલી હોઈએ એમ પોલીસને બોલાવવાના?’ શ્વેતા હિબકાં ભરી-ભરીને રડી રહી હતી.

‘અને આ છોકરીઓનું શું? તેમનું તો વરસ બગડશેને? હવે તેમને એ સ્કૂલમાં એડ્મિશન કોણ આપશે? પણ એનાથી આને શું ફેર પડે છે?’ શ્વેતાએ અચાનક નિધિ-વિધિને પોતાની પાસે ખેંચી લીધી.

શ્વેતાને આ રીતે હિબકાં ભરી-ભરીને રડતી જાઈને કાન્તાબેનનું હૈયું ચિત્કાર કરી રહ્યું હતું. એક ક્ષણ તો તેમને થયું કે દીકરી માટે થઈને આ જમ જેવા જમાઈને પણ એક વાર નિભાવી લેવો જાઈતો હતો.

કાન્તાબેન ઊભાં થઈને પાણી લઈ આવ્યાં, પણ ત્યાં સુધીમાં તો શ્વેતાએ પોતાનો સામાન બાંધવા માંડ્યો હતો. એક-એક વસ્તુઓ અને ચારેયનાં કપડાં તે બૅગમાં ડૂચાની જેમ ભરી રહી હતી.

‘શ્વેતા, જો સાંભળ, તું જરાક વાર આરામ કર. હું તારા માટે ચા બનાવી લાવું છું.’ કાન્તાબેને શ્વેતાને શાંત પાડવાનો પ્રયાસ કર્યો.

‘કંઈ જરૂર નથી અમારી સાથે આવો સારો વ્યવહાર કરવાની. અમે તો ખૂની છીએ, અમે જ તો ભઈને મારી નાખ્યા છે...’

‘ મેં ક્યારેય એવું કહ્યું નથી. તું તારા ભઈને કેટલો પ્રેમ કરતી હતી એેની શું મને નથી ખબર? તું તેમને મારી નાખે એવો વિચાર તો મને સપનામાં પણ ન આવે.’ કાન્તાબેને શ્વેતાને શાંત પાડવાનો પ્રયાસ કર્યો અને સાથે-સાથે તેઓ દીકરીના મન સુધી પહોંચવા પણ માગતાં હતાં.

‘તો શું નીતિને ભઈને મારી નાખ્યા એમ?’ શ્વેતા ગુસ્સે થઈ રહી હતી.

તારો નીતિન માખી પણ મારી શકે એમ નથી, તે ચંદ્રને શું મારી શકવાનો હતો એવા શબ્દો કાન્તાબેનના હોઠ સુધી આવ્યા પણ તેઓ તેને ગળી ગયા.

‘મને લાગે છે કે તમારા બન્નેની કોઈ ગેરસમજ થતી લાગે છે. હું એવું બિલકુલ નથી માનતી કે તમારા બન્નેમાંથી કોઈએ ક્યારેય ભઈને મારવાનો વિચાર પણ કર્યો હોય...’

‘એમ? તો પછી પેલો પોલીસઑફિસર... શું નામ એનું?’ શ્વેતાએ નીતિનકુમાર સામે જાઈને પૂછ્યું અને પછી પોતાને જ યાદ આવતા બોલી, ‘પાંડે... ઘરે આવીને નીતિનને કેમ ધમકાવી ગયો કે અહીંથી ચાલ્યા નહીં જાઓ તો હું તમને નવીનચંદ્રની હત્યાના કેસમાં આરોપી બનાવીશ...’