પ્રકરણ ૧ ન્યુયોર્કની એક અઘતન ઑફિસમાં બેઠેલાં મનનો ફોન રણકી ઉઠે છે. એક નજર ફોન ઉપર નાખી સ્ક્રીન ઉપર ‘પાપા’ જોતા જ મન કોમ્પ્યુટરમાં ડૂબેલું એનું માથું બહાર કાઢીને ટેબલ પર પડેલો ફોન હાથમાં લે છે. એના પપ્પા જણાવે છે કે એની મમ્મીની તબિયત ઠીક નથી અને એ જલદી પાછો આવી એકવાર એની મમ્મીને મળી જાય તો સારું એવી એની એક માત્ર ઈચ્છા છે. મનને અમેરિકા ગયે બે વરસ થયા એ પછી એક પણ વાર એ ભારત પાછો નથી ગયો એ વાતથી મનના પપ્પા પણ પરેશાન હતા. એમણે પણ દીકરાને થોડાક દિવસોની રજા લઈને ભારત આંટો મારી જવા કહ્યું.ફોન મુકતા જ
Full Novel
મન મોહના - ૧
પ્રકરણ ૧ન્યુયોર્કની એક અઘતન ઑફિસમાં બેઠેલાં મનનો ફોન રણકી ઉઠે છે. એક નજર ફોન ઉપર નાખી સ્ક્રીન ઉપર ‘પાપા’ જ મન કોમ્પ્યુટરમાં ડૂબેલું એનું માથું બહાર કાઢીને ટેબલ પર પડેલો ફોન હાથમાં લે છે. એના પપ્પા જણાવે છે કે એની મમ્મીની તબિયત ઠીક નથી અને એ જલદી પાછો આવી એકવાર એની મમ્મીને મળી જાય તો સારું એવી એની એક માત્ર ઈચ્છા છે. મનને અમેરિકા ગયે બે વરસ થયા એ પછી એક પણ વાર એ ભારત પાછો નથી ગયો એ વાતથી મનના પપ્પા પણ પરેશાન હતા. એમણે પણ દીકરાને થોડાક દિવસોની રજા લઈને ભારત આંટો મારી જવા કહ્યું.ફોન મુકતા જ ...વધુ વાંચો
મન મોહના - ૨
વિમાન હવે સ્થિર ગતિએ આગળ વધી રહ્યું હતું. એરહોસ્ટેસે આવીને મનને કોફી કે કોઈ પીણા વિષે પૂછેલું. મને વિનયપૂર્વક કહ્યું. હાલ એને ભૂતકાળ વાગોળવામાં અનહદ આંનદ આવી રહ્યો હતો અને ભારતમાં, એના ગામ પહોંચતા પહેલાં એ બધીજ જૂની યાદોને ફરીથી જોઈ રહ્યો હતો. એનI ઉપર એનો વશ પણ ક્યાં હતો! જેને ભૂલવા મથતા હોઈએ એ જ વારે વારે યાદ નથી કરતાં... ભૂલી જવું છે એમ કરીને!એ ફરીથી એની શાળાના દિવસોમાં પહોંચી ગયો. ક્લાસરૂમનું દ્રશ્ય છે. મન અને ભરત પીરીયડ બદલાતા અંદર જાય છે. નવા આવેલા સાહેબ કંઇક ભણાવતા હોય છે પણ, આપણા મનનું મન તો એનાથી બે બેંચ આગળ ...વધુ વાંચો
મન મોહના - ૩
મનને આ બધું હવે યાદ આવી રહ્યું હતું એ વખતે નિમેશને માર્યા બાદ ભરત પોતાને કંઇક કહી રહ્યો હતો એ તો ફક્ત કાનમાંથી પસાર થઈ ગયેલું, મને સાંભળ્યું જ ક્યાં હતું એના મનમાં તો બસ એક જ ધૂન ચાલુ હતી, મોહના...! મોહના..!મન મોહનાનું રટણ કરતો કરતો ચાલવા લાગેલો...બીજે દિવસે મન ક્લાસમાં ગયો ત્યારે થોડા વિદ્યાર્થીઓ સાથે મોહના પણ આવી ગઈ હતી. એ મોહનાની પાછળની બેંચ પર બેસી ગયો. મોહના એની બાજુવાળી છોકરી સાથે વાતો કરી રહી હતી અને મન ચૂપચાપ એને જ જોઈ રહ્યો હતો..!ભરત મનની બાજુમાં બેસતા બોલેલો, “અરે યાર આટલે આગળ કેમ બેસી ગયો. ચોથી બેંચ પર? ...વધુ વાંચો
મન મોહના - ૪
ભરત તો મનનો જીગરી યાર હતો જ અને એણે મનને વચન આપી દીધેલું કે એ મન અને મોહનાનો મેળાપ જ રહેશે પણ બધું આપણે વિચારીએ અને થઇ જાય એવું હોત તો નિયતિ શું કરત? આટલેથી મનના જીવનમાં કેટલાક નવા પાત્રો ઉમેરાયેલા જેમણે મનના હાલના સંજોગ માટે મહત્વનો ભાગ ભજવેલો... મન મનોમન એ બધાને નામ અને ચહેરા સાથે યાદ કરી રહ્યો.એમાં સૌથી પહેલાં યાદ આવ્યો વિવેક, મનનો સિનિયર સ્ટુડન્ટ. એમના કરતાં એક વરસ આગળના ધોરણમાં ભણે છે. રંગે કાળો, રંગબેરંગી કપડાં પહેરવાવાળો અને પોતાને મોટો હીરો થવા જ જનમ્યો હોય એમ માનનારો અને વર્તનારો બીજાં યાદ આવ્યાં એમના એક સાહેબ, ...વધુ વાંચો
મન મોહના - ૫
મેદાન પરની દોડ પૂરી થતાં જ બધા કલાસની અંદર દોડતા ગયેલા અને પછી લાગ જોઈને ભરત મોહનાની સહેલી પાસે જઈને વાતો કરવાં લાગેલો, જોડે મનને પણ ખેંચીને લઇ ગયેલો, સાધના પાસે જઈને ભરતે કહેલું, “બધી છોકરીઓમાં મોહના અને છોકરાઓમાં મન જ સૌથી વધારે ફાસ્ટ દોડ્યા, હેને?”એજ વખતે મોહનાએ એક નજર મારી તરફ નાખેલી અને હું શરમથી નજર નીચે ઝુકાવી ગયેલો... ભરતે મને પેટમાં ખૂણી મારી ધીરેથી યાદ કરાવેલું ...માચો! ત્યાં જ વચમાં નિમેશ કૂદી પડેલો,“માચો..? કોણ? હાહાહા...! આજની રેસ તો હું જ જીતવાનો હતો એતો વચમાં આ ભરતાએ મને પાડી દીધો. બાકી હું તો જો ચિત્તા જોડે રેસ લગાઉ ...વધુ વાંચો
મન મોહના - ૬
નિમેશ ભરત આગળ પોતાના દૂધ જેવા ધોળા રંગ અને મોર જેવી કળાના વખાણ કરતો હતો એ વખતે હું ચાલતો આગળ નીકળી ગયેલો. ખબર નહિ કેમ પણ મારું મન મને કહેતું હતું કે ભલે ગમે તે થાય મોહના તારી છે અને એ હંમેશા માટે તારી થઈને જ રહેશે. એ પછીના થોડાં દિવસો શાંતિથી પસાર થઈ ગયેલા. ભરતે મોહનાની દોસ્ત સંધ્યા સાથે સારી દોસ્તી કરી લીધી હતી અને એના બહાને એ મોહના સાથે પણ વાતો કરતો થયો હતો. એ સાથે મનેય લઈ જતો, પણ મારા મોઢા પર મોહનાને જોતા જ કોઈ અદૃશ્ય તાળું લાગી જતું... ગમે એટલા પ્રયાસ કરૂ છતાં શું બોલવું ...વધુ વાંચો
મન મોહના - ૮
મોહનાના લગ્ન થઈ ગયા એ જાણીને ઉદાસ થઈ ગયેલો, છેલ્લે રડી પડેલો મન મમ્મીની બૂમ સાંભળીને જાણે કાચી ઊંઘમાંથી ગયો હોય એમ હળવેથી મોઢું લૂછતો ઊભો થયો અને સીધો બાથરૂમમાં જતો રહ્યો. એ મોઢું ધોઈને આવ્યો હતો છતાં રાવિબહેને એના ચહેરા પર એક નજર નાખતા જ પૂછ્યું,“શું થયું દીકરા? તું રડ્યો હતો?” માનું દિલ! પોતાના બાળકની વેદના ચહેરાના કયા ખૂણેથી જાણી લેતું હશે? મન હસ્યો જરાક અને કહ્યું,“રડ્યો નહતો પણ આંખોમાંથી, નાકમાંથી પાણી નીકળે જાય છે. વાતાવરણ બદલાયું એની અસર છે. એક બે દિવસમાં ઠીક થઈ જઈશ."“તને શરદીની અસર લાગે છે દીકરા. હું તારા માટે આદુ અને તુલસીના પાનવાળી ...વધુ વાંચો
મન મોહના - ૯
ભાગ ૭ નિમેષ પોતાને શું સરપ્રાઇઝ આપવાનો હશે એ વિચારતો મન નિમેષના બાઈક ઉપર ચઢી ગયો હતો. આજ સવારથી એની સાથે એવી એવી ઘટનાઓ બની હતી જે બનશે એવી એણે કલ્પના પણ કરી ન હતી. ભરત અને નિમેષ બંનેને એ પોતાના જેવા જ સમજતો હતો. પણ, ના હવે એ બંનેમાં ફરક આવી ગયો હતો. એ બંને હવે પરણેલા હતા. એમના ઘરે એમની પત્ની હતી. પત્ની..! ક્યારેક પોતાની પણ પત્ની હશે? મમ્મી વાત કરે છે, છોકરીઓ જોવાની! પોતાની પત્ની તરીકે એણે આજ સુંધી મોહના સિવાય કોઈની કલ્પના કરી છે? કલ્પના કરી શકાય છે? ફરી પાછા ઉદાસ નહતું થવાનું. ઘરે જતી વખતે તો ...વધુ વાંચો
મન મોહના - ૭
મન, ભરત અને નિમેશ ત્રણેય આગળ જતા એન્જિનિયરિંગમા ગયેલા. એમનું નાનું ગામ છોડીને એમને મુંબઈ ભણવા જવું પડ્યું. ભરત મહિનામાં અને નિમેશ વરસ પૂરું કર્યા પછી કોલેજને બાય બાય કહી જતા રહેલા પણ મન ભણતો રહ્યો. મોહનાની યાદોમાંથી છૂટવા એણે હવે એનું ભૂરું ધ્યાન ભણવામાં જ લગાવેલું અને અહીં મનની જાણ બહાર જ એની જિંદગીમાં હવે ધીરે રહીને વસંત બેઠી હતી. નાનકડો, પાતળો મન હવે પૂરા છો ફૂટનો ગબરું જવાન બની ગયો હતો. સખત જડબાં અને દ્રઢ રીતે ભિડાયેલાં રહેતા હોઠ એનો દેખાવ આત્મવિશ્વાસથી ભર્યાં ભર્યાં જવાન જેવો બનાવતા હતાં. કોલેજની કેટલીએ છોકરીઓ સામેથી મન સાથે મનમેળ કરવા તૈયાર હતી... ...વધુ વાંચો
મન મોહના - ૧૦
મોહનાને ઘરે બેઠેલાં મનને ચા આપવા છોકરો આવ્યો એણે ધીમેથી કહ્યું,“શું સાહેબ તમેય, નાના સાહેબનું તો લગ્નની રાત્રે જ થઈ ગયેલું."“નાના સાહેબ એટલે? મોહનાનો પતિ?” મને આંચકો સમાવતા આંખો ફાડીને પૂછ્યું.“હા. એમને એટેક આવી ગયેલો. લગ્ન થયા એજ રાત્રે. આખું ગામ આ વાત જાણે છે તમારે કોઈને પૂછીને આવવાં જેવું હતું."મોહનાના પતિનું લગ્નની રાત્રે જ ખૂન થઈ ગયેલું એ જાણીને મનને ખુબ નવાઈ લાગી. એણે મોહનાને દુઃખી કરી હતી. મન ઊભો થયો અને ચા પીધા વગર જ બહાર જવા નીકળી ગયો. બંગલાના કંપાઉન્ડમાં પહોંચી એ અટક્યો હતો, પાછળ ફરી એણે એક નજર બંગલા પર નાખી.ઉપર બીજા માળની બાલ્કનીમાં ઊભેલી ...વધુ વાંચો
મન મોહના - ૧૧
“મોહનાને બચાવવા, એટલે?” નિમેશ શું કહેવા માંગે છે એ મનની સમાજમાં ના આવ્યું. “લગ્નની બીજી સવારે નોકરે બારણું ખખડાવ્યું દરવાજો ખાલી આડો કરેલો હતો. એ ખુલી ગયો. એણે અંદર જતા પહેલાં ફરીથી દરવાજો ખખડાવ્યો. કંઈ અવાજ ના આવતા એ અંદર ગયો તો અમર નીચે જમીન ઉપર પડ્યો હતો, આખો રૂમ વિખરાયેલો હતો, એક તરફ ખૂણામાં મોહના બેઠી હતી. એના દુલ્હનના લિબાસમાં સજ્જ, એની નજરેય ફરકતી ન હતી. કોઈ પૂતળાની જેમ એ નીચે બેઠી અમરને તાકી રહી હતી. નોકરે બૂમ પાડી બીજા લોકોને બોલાવ્યાં. કર્નલ સાહેબ અને કેપ્ટન અશોક એ વખતે જ બહાર જવા નીકળી રહ્યા હતાં બૂમ સાંભળીને એ લોકો ...વધુ વાંચો
મન મોહના - ૧૨
સાંજે જ્યારે સાજીદ ફૂલોથી રૂમ સજાવવાને બહાને મોહનાના કમરામાં ઘૂસેલો ત્યારે બહાર બગીચામાં પડતી બારીની સ્ટોપર ખોલી નાખેલી અને બહાર એક સીડી પણ મુકાઈ ગયેલી... જેની કોઈને ખબર ન હતી.એ રાત્રે મોહના દુલ્હનના લિબાસમાં ફૂલો ભર્યા પલંગ પર બેસીને જ્યારે અમરની રાહ જોઈ રહી હતી ત્યારે એ રુમની બારી બહાર સીડી પર ચઢેલો સાજીદ પણ અમરની રાહ જોઈ રહ્યો હતો. એણે વિચારેલું કે એ પહેલાં તો આ લોકોની સુહાગરાતની સીડી બનાવી મોહનાને બ્લેક મેઇલ કરશે અને એની પાસેથી જ એ ફાઈલ મંગાવશે. જો મોહના ના માને તો એને ઉઠાવી જઈ અમરને મજબૂર કરશે એ ફાઈલ સોંપી દેવા. આટલી સુંદર ...વધુ વાંચો
મન મોહના - ૧૩
મન અને ભરત બંને ઢાબામાં બેઠાં બેઠાં નિમેશની વાતો સાંભળીને ઉદાસ થઈ ગયા હતાં. મનને મોહના વિશે વિચારીને ખૂબ થયું. એના માટે મોહનાની ખુશીથી વધારે બીજું કંઈ મહત્વનું ન હતું... એટલે જ જ્યારે બીજા દિવસે મોહનાને મળવાનો પ્લાન નિમેશ સમજાવી રહ્યો હતો ત્યારે એ ખુશ થઈ ગયો. આજે રાત્રે ફરી મનનો ઊંઘ સાથે મેળાપ ન થયો. આજે એ કંઈ જુદું જ વિચારી રહ્યો હતો. સ્કૂલના સમયે મોહનાને એણે એના મનની વાત નહતી કરી કારણકે મોહના વિવેકને ચાહતી હોય એવું એને લાગેલું. એ અહીં પાછો આવ્યો ને જાણ્યું કે મોહનાના લગ્ન થઈ ગયા છે ત્યારે, જરીકે અવાજ ન થાય એમ એનું ...વધુ વાંચો
મન મોહના - ૧૪
મન લાઇબ્રેરીના કંપાઉન્ડ સુંધી જોઈ આવ્યો હતો. એણે મોહનાની ગાડી ના જોતા માની લીધું હતું કે મોહના ચાલી ગઈ મન ઘરે આવ્યો હતો. એના મનમાં એક જ વિચાર ચાલતો હતો, મોહના આમ અચાનક ચાલી કેમ ગઈ? એને કોઈ વાતે ખોટું લાગી ગયું હશે? માંડ માંડ આજે એણે મોહના સાથે સરસ રીતે વાત કરી હતી ત્યારે આજે જ આવું થવાનું હતું. એને નિમેશ ઉપર ગુસ્સો આવી રહયો હતો. આજે એના લીધે જ બનતા બનતા સરસ મજાનો પ્લાન ભાંગી પડ્યો હતો...સાંજ સુધી મન ઉદાસ જ રહ્યો હતો. સાંજે ભરતનો મેસેજ આવ્યો ત્યારે એણે મેસેજમાં જ નિમેશને લીધે મોહના ચાલી ગઈ એ ...વધુ વાંચો
મન મોહના - ૧૫
નિમેશ અને ભરત મનને શોધતા મોહનાના ઘરે પહોંચ્યા ત્યારે ચોકીદારે એમને ગેટ પાસે જ રોક્યાં હતાં. ઘરે હાલ કોઈ હતું. મોહના બહાર ગઈ હતી, ક્યાં? એની ચોકીદારને જાણ ન હતી. ભરતે મનને ફોન જોડ્યો એનો ફોન સતત નેટવર્કની બહાર આવતો હતો.“એક કામ કરીએ બધી મોટી હોટલોમાં જઈને તપાસ કરીએ. એ લોકોનું હજી જમવાનું જ ચાલતું હશે.” ભરતે આઈડિયા આપ્યો.“એ શહેરની હોટેલમાં હોય તો ફોન નેટવર્ક બતાવે. જરૂર એ લોકો જંગલમાં ગયા હોવા જોઈએ. ત્યાં જ નેટવર્ક નથી આવતું.” નિમેશ બાઈકને કિક મારતા બોલ્યો.“હવે એમ ના કહેતો, જંગલમાં મોહનાના પરદાદાની જૂની ખંડેર જેવી હવેલી છે!” ભરત દાઢમાં બોલ્યો. એને હજી ...વધુ વાંચો
મન મોહના - ૧૬
નિમેશ અને ભરત જંગલમાં આવી ગયા હતાં. એમને એ રિસોર્ટ સુધીનો રસ્તો ખબર ન હતી. રસ્તો હતો જ નહિ, બાજુ ફેલાયેલી જંગલી ઝાડીઓને પાર કરીને ત્યાં સુંધી પહોંચવાનું હતું. જંગલમાં બનેલી કેડીઓ જ રસ્તો હતી જે એક કરતા વધારે પ્રમાણમાં હતી. એમાંથી જો ગલત કેડી પર ચડી જાઓ તો એ તમને ભટકાવી પણ શકે. હાલ એ લોકો માટે એક એક પળ કિંમતી હતી. અત્યાર સુધી તો ફોનમાં લોકેશનનો મેપ જોઈને ચલવ્યું હતું પણ જંગલમાં પ્રવેશતા જ ઇન્ટરનેટ ચાલ્યું ગયું હતું. નિમેશને ગુસ્સો આવી રહ્યો હતો. એણે આગળ ત્રણ લાશ જોઈ હતી હવે ચોથી લાશ, એ પણ એના ભાઈબંધની લાશ ...વધુ વાંચો
મન મોહના - ૧૭
ભરત એનું મોઢું મનના કાન પાસે લઈ જઈને બીજું કોઈ સાંભળે નહીં એમ એકદમ ધીમેથી બોલ્યો. આ બોલતી વખતે નજર ચારે બાજુ જોઈ રહી હતી કે એને કોઈ જોતું તો નથી ને. જોકે શિયાળાની ઠંડી રાત હોવાથી અત્યારે એમના સિવાય અહીં કોઈ ન હતું. એણે ફરી બોલવાનું શરૂ કર્યું, “લોહી પીવાવાળી ડાકણ! અમે લોકો તને બચાવવા કેટલું ભાગ્યા હતાં. છેલ્લે અશોકે, મોહનાનો ડ્રાઈવર અશોક, એણે રસ્તો બતાવ્યો ત્યારે તારા સુંધી પહોંચ્યા."“શું બકવાશ છે આ? મોહના અને..” મનના મોંઢેથી ડાકણ શબ્દ ન નીકળી શક્યો.“જો આ વાત બકવાશ હશેને તો સૌથી વધારે હું ખુશ થઈશ.” ક્યારનોય ચૂપ બેઠેલો નિમેશ હવે બોલ્યો, “તે ...વધુ વાંચો
મન મોહના - ૧૮
મન બપોરે એના મમ્મી પપ્પા સાથે બેઠો વાતો કરતો હતો ત્યારે રાવીબેને એને હવે છોકરીઓ જોવાનું ચાલું કરવાનું કહેલું. મમ્મીની તબિયત અને પોતાને હાલ વધારે રજાઓ નહિ મળે એમ જણાવી વાત ટાળી દીધેલી. પણ, એના મનમાં એક નવો વિચાર આવી ગયો. એ જો મોહનાને પોતાની સાથે વિદેશમાં લઇ જવામાં સફળ થઇ જાય તો પછી નિમેશ કે ઇન્ડિયન પોલીસનો જરાકે ડર ન રહે! મોહનાનું ફેમીલી બેકગ્રાઉન્ડ જોતા એને વિઝા મળવામાં કોઈ તકલીફ નહિ પડે. આજ બરોબર છે. સાચો ખૂની જે હશે એ, એને નિમેશ ભલે શોધ્યા કરતો. એ ખૂનીની તપાસમાં હું મોહનાની જીંદગી ખરાબ નહિ થવા દઉં. પોતાના વિચારો પર ખુશ ...વધુ વાંચો
મન મોહના - ૧૯
મન અને મોહના આજે પાછાં બહાર ગયાં હતાં. સાંજ ઢળી ગઈ હતી. ઠંડીનો ચમકારો આજે રોજ કરતાં વધારે હતો મન ગભરાતો હતો, ગમે તે કારણ હોય મન જરા જરા ધ્રુજી રહ્યો હતો. એ બંને આજે રીસોર્ટના રુમમાં બેઠાં હતાં. મોહનાએ સુંદર વન પીસ ડ્રેસ પહેર્યો હતો અને થોડો ભડક કહી શકાય એવો મેકઅપ કરેલો. મનને એ વિચિત્ર તો લાગ્યું હતું, મોહનાને એણે ક્યારેય આટલાં ભડકીલા રુપમાં જોઈ ન હતી, છતાં એણે વિચાર્યું કે આ એની સ્ટાઈલ હશે. આમેય રાત્રે બહાર જવાનું હોય ત્યારે છોકરીઓ થોડો વધારે મેકઅપ કરતી જ હોય છે !“તને ખબર છે, મેં હંમેશા એવો છોકરા વિષે ...વધુ વાંચો
મન મોહના - ૨૦
સાજીદ જાણે કોઈ બીજી દુનિયાનું પ્રાણી હોય એમ આ લોકો સામે ફક્ત ટગર ટગર જોઈ રહ્યો હતો. એની આંખોમાં ભાવ નહતા. અચાનક લતીફને થયું કે આ બધું બકી ના મારે તો સારું. એ પોતે તો જેલમાં જશે જ જશે અને મારી પણ વાટ લાગી જશે. એ લોકોની ઓળખાણ અહીં છતી થઇ જાય તો પછી પોલિસ અને એમના સાથીઓ બંને એમના દુશ્મન થઇ જાય, એ લોકો એમને ખતમ કરી નાખે. આખરે લતિફે નીચે પડેલી એની ગન ઉઠાવી લીધી. મહારાજ સાજીદ પાસે પલંગ પર બેઠેલો હતો, એ એના પગ ખેંચી એને સીધા કરી રહ્યો હતો અને ભરત કબાટ આગળ હાથમાં ઢીંગલી લઈને ...વધુ વાંચો
મન મોહના - ૨૧
નિમેશ હોસ્પીટલે પહોંચ્યો કે તરત જ સાજીદની મુલાકાત લઇ એનું નિશાન જોયું. અમરની અને એ સિવાયની બીજી બે લાશના પર હતા એવા જ બે દાંતના નિશાન સાજીદની ગરદન પર પણ હતા. પાતળી અણીદાર પેન્સિલ ખોસી દીધી હોય એવા એ નિશાન હતા. ફરક માત્ર એટલો હતો કે પેલા લોકો મરી ચુક્યા હતા જ્યારે સાજીદ હજી જીવિત હતો. હવે એ એકવાર કહી દે કે આ નિશાન એની ગરદન પર કેવી રીતે આવ્યા એટલી જ વાર હતી. નિમેશના ચહેરા પર કડવાશ આવી ગઈ, એ સ્વગત બબડ્યો હતો, હવે તું મારાથી નહિ બચી શકે મોહના!સાજીદને બે બાટલાં લોહી ચઢાવ્યું પછી એ કંઈક ભાનમાં ...વધુ વાંચો
મન મોહના - ૨૨
સાજીદની આંખોમાં પાછો ભય ડોકાયો હતો. એ જાણે હજી એ દિવસે અનુભવેલુ નજર સામે જોઈ રહ્યો એમ બોલતો હતો.હું ઢીંગલી સામે જ જોઈ રહેલો, કેટલીવાર થઈ હશે ખબર નથી. કોઈએ જોરથી એ રૂમનો દરવાજો પછાડીને બંધ કરેલો. હું ચોંકી ગયેલો. નીચે લતીફ હતો એણે મને ચેતવ્યો કેમ નહિ એમ વિચારી મેં દરવાજા તરફ જોયું તો ત્યાં મોહના ઉભી હતી અને મારી સામે જોઈ એના ચહેરા પર જે સ્મિત આવી ગયું હતું એ જોઇને હું છળી ઉઠેલો. એ એવું જ સ્મિત હતું જેવું મેં તે દિવસે રાત્રે જોયેલું. મને ત્યારે જ લાગેલું કે હું ફસાઈ ગયો છું. ગભરાઈને મેં ઢીંગલી ...વધુ વાંચો
મન મોહના - ૨૩
મન અને ભરત પાછાં બેસી ગયા અને ચા લઈને પીવા લાગ્યા. ભરત સામે એક નજર કરી નિમેશ બહાર જવા હતો. એ નજર ભરતે વાંચી લીધી હતી, એ કહેતી હતી, સાલા ભુખ્ખ્ડ જિંદગીમાં કદી ચા નથી જોઈ તે આ ડોહલો મારું અપમાન કરે છે અને તું બેઠો બેઠો ચા પીવે છે!“અરે ઇન્સ્પેકટર સાહેબ કેમ પાછા વળી ગયા? કોઈનો અગત્યનો ફોન આવી ગયો?” મોહનાએ બેઠકખંડમાં આવતા જ નિમેશને બહાર જતો જોઈ કહ્યું.“કર્નલ સાહેબને લાગે છે કે મારે વોરંટ લઈને તને મળવા આવવું જોઈએ.” નિમેશ દાઢમાં બોલ્યો.“હો..હો..હો..” મોહના તાળીઓ પાડી હસી પડી, “ખરેખર ડેડી તમે આને આવું કહ્યું? એ મારો મિત્ર જ ...વધુ વાંચો
મન મોહના - ૨૪
નિમેશ બરોબરનો ભીડાઈ ગયો હતો. પોતાને બચાવવા માટે એ ભરપૂર પ્રયાસ કરી રહ્યો હતો. આખરે ઢીંગલીને રોકવાની કોશિષ કરી, સામે પોતાની તાકાત અજમાવી નિમેશ હવે થાકી ગયો હતો. જો કોઈ મદદ ના મળે તો વધારે ટકી શકવું મુશ્કેલ હતું. બરોબર એ જ વખતે ભરત ત્યાં આવી પહોંચેલો. બે ચાર પળ તો એ આ ઝપાઝપી, નિમેશ અને ઢીંગલીની લડાઈ, જોઈ જ રહેલો. શું ચાલી રહ્યું છે એ સમજતા એને થોડીવાર લાગેલી પછી એણેય નિમેશની મદદ કરી હતી અને એ ઢીંગલીને દુર કરી હતી.બંને દોસ્તોના હાથમાં એ ઢીંગલી બળપૂર્વક પકડેલી હતી. એ છૂટી જવા માટે પૂરી તાકાત લગાવી રહી હતી એના ...વધુ વાંચો
મન મોહના - ૨૫
મોહના વિષેની વધારે માહિતી ખુદ મોહના પાસેથી જ મળી શકે એમ હતી, એ વિચારી તરત જ નિમેશે કહ્યું,“રાઈટ! આ હીરો ક્યારે કામમાં આવશે?" નિમેશ ચપટી વગાડતાં ખુશ થઈને બોલ્યો.“એ ભાઈ હું તને ટોણો મારતો હતો તું એમાં ખોટો મનને બલીનો બકરો ના બનાવ" ભરતે તરત નિમેશને રોક્યો.“જોયું નહતું પેલી મોહના કેવું આનું નામ લેતી હતી! એણે તો આની સાથે બચ્ચું પેદા કરવાનું પણ નક્કી કરી લીધું. એમનો આકા જનમશે એનો પાપા હશે આ મન, મને તો પહેલાથી જ આ મન કોઈ અજીબ પ્રાણી લાગતો હતો, નક્કી એ કોઈ પરગ્રહવાસી છે જ્યાંથી પેલી ઢીંગલી આવી છે!” નિમેશ આટલા ટેન્શન વચ્ચે ...વધુ વાંચો
મન મોહના - ૨૬
મને વિચાર્યું, ચાલો એક કામ પૂરું થયું હતું, મોહનાને સવારે એના ઘરની બહાર લઇ જવાનું, જ્યાં પેલી શેતાન ગુડિયાની કર્યા વગર એ લોકો વાત કરી શકે.જંગલમાં થોડેક આગળ સુંધી જઈને મને ગાડી થોભાવી હતી અને મોહનાની આંખોમાં જોતા એ બોલવાનો, કંઈક વાત ચાલુ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, એના માટે એ જ કામ ખુબ મુશ્કેલ હતું! જેના માટે થઈને એ આખી દુનિયા સામે લડી લેવા તૈયાર હતો એની જ સામે જીભ ખુલતી ન હતી! “નીચે ઉતરીએ.” મનને ચુપ બેઠી રહેલો જોતા મોહનાએ કહ્યું.બોલ્યા વગર છૂટકો હતો હવે! “મોહના આપણે અહી ફોટોગ્રાફી કરવા આવ્યા છીએ એવું તો મેં અંકલને મનાવવા માટે કહ્યું ...વધુ વાંચો
મન મોહના - ૨૭
“તારે તારું શરીર મને આપવાનું છે, બસ એક દિવસ માટે. પછી હું ચાલી જઈશ.” એ ઢીંગલી કહી રહી હતી.“શું મારું શરીર તને આપી દઉં! તો હું ક્યાં જાઉં અને આ બધું કેવી રીતે પોસીબલ છે? તું કોઈ પાગલ છે!” મોહના હવે ખરેખર આ ઢીંગલીથી ગભરાઈ ગઈ હતી.“તારું શરીર મને આપી દે, બસ એક જ દિવસ માટે!" આટલું સાંભળીને જ મોહનાના મોતિયા મરી ગયેલાં. ભૂતપ્રેત વગેરે વિશે એણે ટીવીમાં જોયેલું અને વાર્તામાં વાંચેલું પણ ક્યારેક પોતે પણ એનો શિકાર બની શકે એવું તો વિચાર્યુ સુધ્ધાય નહતું અને આજે એ જ હકીકત હતી!મોહનાને ચૂપ થઈ ગયેલી જોઈ એ ગુડિયાએ કહ્યું, “થોડું અટપટું ...વધુ વાંચો
મન મોહના - ૨૮
મને ખબર છે મન તું મને સાચા દિલથી ચાહે છે પણ હું મારા ખાતર તારો જીવ જોખમમાં નહિ મૂકી અમરને ગુમાવી ચુકી છું હવે ફરીથી લગ્ન નહિ કરું. તને કોઈ એવી વ્યક્તિ મળે જે મને આમાંથી બચાવી શકે તો મારી મદદ કરજે નહીતર મને મારા હાલ પર છોડીને હંમેશા માટે ચાલ્યો જજે...!આટલેથી મોહનાનો લખેલું સમાપ્ત થતું હતું. મન મોહનાનું લખાણ વાંચીને અત્યંત ભાવુક થઇ ગયો. એ બિચારી કેટલા વખતથી એ શેતાની ઢીંગલીનો અત્યાચાર સહન કરી રહી હતી. એ ઢીંગલી મોહનાને માર મારે, એના વાળ ખેંચે એ વાંચીને મનના હાથની મુઠ્ઠીઓ વળાઈ ગઈ. એકવાર આ બધું કોણ કરાવી રહ્યું છે ...વધુ વાંચો
મન મોહના - ૨૯
જેમ્સ અને હેરીએ ઉપર જઈને મોહનાનું કબાટ ખોલેલું. એ લોક હતું. નિમેશ ચાવી લેવા નીચે જવાનું કહી રહ્યો હતો હેરીએ ત્યાં ડ્રેસિંગ ટેબલ પર પડેલી મોહનાની માથામાં ભરાવાની પીન ઉઠાવી એના વડે કબાટ ખોલી નાખ્યું...કબાટના એક ખૂણામાં એ ઢીંગલી બેસાડેલી હતી. એણે લાલ રંગનો સોનેરી બોર્ડરવાળો અનારકલી ડ્રેસ પહેર્યો હતો અને એવી જ સોનેરી બોર્ડરવાળી પીળા રંગની ઓઢણી સરસ રીતે વાળીને એક બાજુના ખભા ઉપર નાખેલી, એ સુંદર લાગતી હતી. નિમેશ એ ઢીંગલીને જોઈ રહ્યો એણે કહ્યું,“તે દિવસે આ ઢીંગલીએ સાડી પહેરી હતી. આ એના જેવી જ બીજી ઢીંગલી લાગે છે. એના તો વાળ પણ ખુલ્લા હતા આણે તો ...વધુ વાંચો
મન મોહના - ૩૦
પ્રોફેસર નાગે ઢીંગલી પર મંત્રિત જળ છાંટ્યું અને ત્યાં મન સાથે ઊભેલી મોહનાને જાણે એના ચહેરા પર કોઈએ એસિડ દીધું હોય એવી પીડા થઈ આવેલી અને એ બૂમ પાડી બંને હાથે મોઢું છુપાવી રહી હતી...“મોહના શું થયું?” મને ચિંતિત થઈને મોહનાના હાથ એના ચહેરા પરથી હટાવતા પુછ્યું.મોહનામાં અચાનક જાણે કોઈ રાક્ષસી તાકાત આવી ગઈ હોય એમ મનને એક જ હાથે એના શર્ટના કોલરેથી પકડીને ઉંચો કર્યો અને ગોળ ફૂન્દેરડી ફરી એને ઝાડીમાં નીચે ફેંકી દીધો. કાંટાળી ઝાડી ઉપર મન જોશથી ફેંકાયો હતો, એનો શર્ટ એ કાંટાળી ઝાડીમાં ફસાયો હતો એના શરીરે પણ ઘણાં કાંટા વાગેલા, એ તરફ જરાય ધ્યાન ...વધુ વાંચો
મન મોહના - ૩૧
“તું મોહનાની પાસે જ કેમ આવી? તને કોણે મોકલી?” પ્રોફેસર પૂછી રહ્યાં હતા.“કાપાલી..!” આટલું બોલાતા જ મોહના બેભાન થઈને પર ઢળી પડી. એના શરીરમાંથી એક સ્ત્રીનો હવા જેવો પડછાયો ઉડીને બહાર નીકળતો દેખાયો અને બધાંની નજર આગળ એ ઉડીને આકાશમાં જતો રહ્યો. આમ તો એ પ્રકાશનો તેજ લીસોટો જ હતો પણ પ્રોફેસરને એમાં સ્ત્રીનું શરીર સાફ દેખાતું હતું. આકાશમાં જઈને એ પડછાયો અટક્યો હતો અને એણે ફક્ત પ્રોફેસર સાંભળે એમ કહ્યું,“મને મુક્તિ મળી ગઈ. આપનો આભાર. કદાચ આપને આ સંદેશો આપવાં માટે જ હું અત્યાર સુંધી ભટકી રહી હતી. મને અહીં એક પીશાચે મોકલી હતી. કાપાલીને એની શક્તિ આપનાર પીશાચીની ...વધુ વાંચો