મન મોહના - ૧૧ Niyati Kapadia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મન મોહના - ૧૧

“મોહનાને બચાવવા, એટલે?” નિમેશ શું કહેવા માંગે છે એ મનની સમાજમાં ના આવ્યું.

“લગ્નની બીજી સવારે નોકરે બારણું ખખડાવ્યું તો દરવાજો ખાલી આડો કરેલો હતો. એ ખુલી ગયો. એણે અંદર જતા પહેલાં ફરીથી દરવાજો ખખડાવ્યો. કંઈ અવાજ ના આવતા એ અંદર ગયો તો અમર નીચે જમીન ઉપર પડ્યો હતો, આખો રૂમ વિખરાયેલો હતો, એક તરફ ખૂણામાં મોહના બેઠી હતી. એના દુલ્હનના લિબાસમાં સજ્જ, એની નજરેય ફરકતી ન હતી. કોઈ પૂતળાની જેમ એ નીચે બેઠી અમરને તાકી રહી હતી. નોકરે બૂમ પાડી બીજા લોકોને બોલાવ્યાં. કર્નલ સાહેબ અને કેપ્ટન અશોક એ વખતે જ બહાર જવા નીકળી રહ્યા હતાં બૂમ સાંભળીને એ લોકો ઉપર દોડી આવ્યા. અમર મરી ગયો હતો. કર્નલ સાહેબે મોહનાને આખી હલાવી, હલબલાવી નાખી ત્યારે એ જાણે ઊંઘમાંથી જાગી હોય એમ ભાનમાં આવી. એને કંઈ જ યાદ ન હતું. કોઇએ આખો રૂમ ફેંદયો હતો. બધા કબાટ અને લોકર ખુલ્લા હતાં. ચારે બાજુ કપડાં અને ઘરેણાના બોક્સ પડ્યાં હતાં. મોહનાને ઘણું પૂછ્યું પણ એનો એક જ જવાબ હતો, ‘મને કંઈ યાદ નથી!’ અને હજી એ જ જવાબ છે, એને કંઈ યાદ નથી.”

“હા, તો ખરેખર એના પતિને, અમરને એટેક આવી ગયો હશે અને મોહના ગભરાઈ ગઈ હશે. આઘાતથી એ બધું ભૂલી ગઈ હશે. એણે જ દવા કે એવું કંઇક શોધવા બધા કબાટ ફંફોસ્યા હશે.” મને પોતાનો તર્ક જણાવ્યો.

“અમરની મોત એટેકથી નહિ પણ ગરદનનું હાડકું તૂટવાથી થઈ હતી. એનું માથું કોઈએ આખું ગોળ ફેરવી દીધું હતું.” નિમેશ એકદમ ગંભીર થઈ જાણે હાલ એ બધું એની નજર આગળ હોય એમ બોલ્યો.

“એ એક આર્મી ઑફિસર હતો. મજબૂત બાંધાનો હશે જ. મોહના જેવી નાજુક છોકરી એની ગરદન કેવી રીતે મરડી શકે?”

“તારી વાત સાચી છે મન. મોહના આવું ન જ કરી શકે. હું કે તું પણ એટલું જોર ના કરી શકીએ. એ માટે કોઈ પહેલવાન જેવો માણસ જોઈએ."

“તો વાત સાફ છે. એ રાતે કોઈ એમના ઘરમાં ઘૂસી ગયું હશે અને એણે જ..” મને દલીલ કરી.

“એ માણસ કોણ હતો? આનો જવાબ ફક્ત મોહના જ આપી શકે. હવે ખબર પડી તને, મેં શા માટે તારાથી અમરના મોતની વાત છુપાવેલી?”

“પણ, લોકોથી આ વાત શા માટે છુપાવી છે? એને એટેક આવ્યો એવું કહેવાનું કોઈ કારણ?” ભરતે પૂછ્યું.

“એની પાછળ બે કારણ હતા. એક તો એ કે અમર પાસે એક ફાઈલ હતી. એમાં ઇન્ડિયાના ટોપ જાસૂસ કયા નામે, કઈ જગ્યાએ છુપાઈને એમનું કામ રહ્યાં છે એની માહિતી હતી. એ ફાઈલ લેવા કેટલાક આતંકવાદીઓ ક્યારનાય અમરનો પિંછો કરતા હતાં. અમરનું કામ હતું એ લોકોને જે જોઈએ એ મદદ પૂરી પાડવાનું. એમાં એ કોઈની નજરે ચઢી ગયો હશે. આ કામ આતંકવાદીઓએ જ કર્યું હોવું જોઈએ. એ ફાઈલ હજી અમને મળી નથી. એ લોકો એને લઈ ગયા કે અમરે એને છુપાવીને ક્યાંય રાખી છે એ શોધવાનું છે. જ્યાં સુંધી એ ફાઈલ ના મળી જાય ત્યાં સુધી એ ફાઈલ અમારી પાસે જ છે એવું નાટક કરવું જરૂરી છે. હજી કોઈને આ વાતની ખબર નથી. એ ચોર જો ફાઈલ લઈ ગયો હોય તો પણ કોઈ એની વાત પર વિશ્વાસ ના કરે, એટલે અમે ફાઈલ ખોવાઈ છે એવું ક્યાંય કોઈને જણાવ્યું નથી. અમે એને બને એટલી ઝડપી પકડી લઈએ એ માટે પૂરો પ્રયત્ન કરી રહ્યા છીએ.” નિમેશ થોડીવાર અટક્યો. એણે થોડા મંચુરિયન ખાધા પછી કહ્યું,

“બીજું કારણ છે આપણા લોકોનો અંધવિશ્વાસ! લોકોને આ આખી વાતની જાણ થાય તો એ લોકો મોહનાને જ દોષી માને. અમરની મમ્મીએ જ મોહનાને ચુડેલ કહી હતી. એ એના પતિને ખાઈ ગઈ! એ છપ્પર પગી છે... અને એવું બધું. અમરનું શરીર પણ આખું ચીમળાઈ ગયેલું હતું, એના આખા શરીરમાંથી જાણે કોઇએ લોહીનું એક એક ટીંપુ ખેંચી લીધું હોય! લોકોને આ વાતની ખબર પડે તો એ મોહનાથી ગભરાઈ જાય, એને ચુડેલ ઠેરવી જીવતી સળગાવી દે!”

મન અને ભરત બંને ચૂપ હતાં. કોઈ ફિલ્મની કહાની સાંભળતાં હોય એમ એમણે આખી વાત સાંભળી અને પછી ખામોશ થઈ
આ ત્રિપુટી જ્યાં બેસેલી એ એમના ટેબલથી એક ટેબલ આગળ ખૂણામાં એક નાનકડા છોકરા જેવો યુવાન બેઠો હતો. એણે એક બાઉલ સૂપ મંગાવેલ અને ક્યારનોય એક ચમચી ચમચી પીતો એ બેસી રહ્યો હતો. એનું નામ હતું સાજીદ. એનો માસૂમ ચહેરો એને કોઈ કોલેજીયન જેવો દેખાવ આપતા હતા પણ એ ખૂબ ઘાતકી અને ક્રૂર આતંકવાદી હતો. અમરના ઘરેથી ફાઈલ ચોરવાનું કામ એને સોંપાયું હતું. એ રાત્રે, જ્યારે મોહનાના લગ્ન થયેલાં, સાજીદ ઘૂસેલો એમના રૂમમાં પણ એને ફાઈલ મળી ન હતી. અમરે એને કોઈ ખાસ જગાએ છુપાવી હશે એમ માની એ મોહનાના ઘરની બહાર સતત નજર રાખતો હતો. આજે નિમેશ અને મનને એણે મોહનાને ઘરે સાથે જતા જોયા હતા. એ ત્યારથી મનનો પીંછો કરી રહ્યો હતો.

*******



મન નિમેશ અને ભરત સાથે જે હાઇવે પરની હોટેલમાં બેસી વાતો કરી રહ્યો હતો ત્યાં એમના ટેબલથી એક ટેબલ આગળ ખૂણામાં એક નાનકડા છોકરા જેવો યુવાન બેઠો હતો. એણે એક બાઉલ સૂપ મંગાવેલ અને ક્યારનોય ચમચી ચમચી પિતો એ બેસી રહ્યો હતો. એનું નામ હતું સાજીદ. એનો માસૂમ ચહેરો એને કોઈ કોલેજીયન જેવો દેખાવ આપતા હતા પણ એ ખૂબ ઘાતકી અને ક્રૂર આતંકવાદી હતો. અમરના ઘરેથી ફાઈલ ચૂરાવવાનું કામ એને સોંપાયું હતું. એ રાત્રે એને ફાઈલ મળી ન હતી. અમરે એને કોઈ ખાસ જગાએ છુપાવી હશે. એ મોહનાના ઘરની બહાર સતત નજર રાખતો હતો. આજે નિમેશ અને મનને એણે ત્યાં જોયા હતા. એ ત્યારથી મનનો પિંછો કરતો હતો....
સાજીદ કાશ્મીરી હતો. ગુલાબી ચહેરો, નીલી આંખો અને ભૂખરાવાળ એને કોઈ હીરો જેવો દેખાવ આપતા હતા. એનો એ દેખાવ જ લોકોને છેતરી જતો હતો. એ જ્યારે કાશ્મીરમાં ગરીબીથી કંટાળી ગયો ત્યારે એણે ચોરી કરવાનું શરુ કરેલું. દુકાનદારનું ધ્યાન બીજે દોરીને કે કોઈ ગૃહિણી ભીડમાં પર્સમાંથી રૂપિયા નીકાળી રહી હોય ત્યારે એ ચિલ ઝડપે પર્સ ઝૂંટવીને ભાગી જતો. બે ત્રણવાર ભારતીય સૈનિકોએ એને પકડી પાડેલો અને છેલ્લી વખતે થોડો માર પણ મારેલો. એનો માસૂમ ચહેરો અને નાની ઉંમર જોઈ એને જેલમાં નહતો મોકલ્યો. આ વાત બીજા કોઈની નજરે પણ નોંધી હતી. એ હતો એ હતો અફઝલ ગુરુ. આખી ઘાટી એને આ નામે જ ઓળખતી હતી. એનું કામ જ હતું આવા છોકરાઓને શોધવા અને એને પોતાના કામ માટે ટ્રેઈન કરવાં.

અફઝલ ગુરુએ ભૂખ્યા સાજીદને બિરયાની અને કબાબ ખવડાવ્યા. એને નવા કપડાં, ઘડિયાળ, મોબાઈલ અને બીજી ઘણી કિંમતી વસ્તુઓ આપી બદલામાં સાજીદે એના જેવા બીજા છોકરાઓનું ટોળું બનાવી અફઝલ કહે ત્યારે એ જગ્યાએ જઈ ભારતીય સૈનિકો પર પથ્થરમારો કરવાનો હતો. સાજીદને એ કામમાં મજા આવતી. જે લોકો આગળથી ચોરી કરતાં એને બીક લાગતી હતી એ લોકો ઉપર પથ્થરમારો કરીને આનંદ આવતો, ઉપરાંત આ કામ માટે એને સારી એવી રકમ મળતી. સાજીદનો બાપ ગરીબ હતો પણ એક સાચો મુસલમાન હતો. એણે સાજીદને સમજાવ્યો કે એ જે કરી રહ્યો છે એ ગલત છે. એ રસ્તો છોડી દેવા એમણે દબાણ કર્યું તો સાજીદ ઘર છોડીને ભાગી ગયો. હવે અફઝલ જ એના માટે ભગવાન હતો. અફઝલે આ વાતનો પૂરો ફાયદો ઉઠાવ્યો, એણે ધીરે ધીરે સાજીદના મનમાં એ વાત ઠસાવી દીધી કે પોતે એનો મિત્ર છે. એ કાશ્મીરને ભારતથી આઝાદ કરાવવાં આ જંગ લડી રહ્યો છે. બધા ભારતીય સૈનીકો આપણા દુશ્મન છે! આપણે એમના હાથમાંથી કાશ્મીરને આઝાદ કરાવવાનું છે... એમ કરતાં કોઈનો જીવ લેવો પડે કે આપવો પડે તો જન્નત નસીબ થશે અને સાજીદ એની વાતોમાં આવી ગયો હતો.
અફઝલ ગુરુ કોઈ દેશનો ન હતો, કોઈ ધર્મમાં એ માનતો ન હતો. એને મતલબ હતો ફક્ત રૂપિયાથી. એ અહીંના ભલા ભોળા છોકરાઓને ફોસલાવી એની આવડત મુજબની ટ્રેનીંગ આપી પાકિસ્તાની કે ચીની જાસુસોની મદદ માટે તૈયાર કરતો બદલામાં જે અઢળક રૂપિયા કમાતો એમાંથી એક નાનકડો હિસ્સો આ છોકરાઓને આપતો અને એમને આઝાદ કાશ્મીરને નામે શહિદ થવા તૈયાર કરતો. ચાર વરસ અફઝલ સાથે કામ કર્યા બાદ સાજીદને ગુજરાત મોકલવામાં આવ્યો હતો. અમર પાસેથી ફાઈલ ચોરવા. એ માટે જરૂર પડે તો કોઈની પણ હત્યા કરવાની એને પૂરી છૂટ હતી...
મોહનાના લગ્ન થયા એ દિવસે આખો વખત એ મોહનાના ઘરે જ રોકાયેલો. અમરના મમ્મી પપ્પા પંજાબમાં રહેતા હતાં અને અમરની ડયુટી હાલ ગુજરાતમાં હતી એટલે એણે લગ્ન પણ ગુજરાતમાં જ કરવાનું નક્કી કરેલું. એનાં ઉપર આતંકવાદીઓ નજર રાખતા હતા એની મોહનાના પિતા કર્નલ રાયબહાદુર અને અમરને ખબર હતી એટલે જ એમણે લગ્ન અહીં ગુજરાતમાં અને એમના ઘરે જ રાખેલાં. બહું થોડાં સંબંધીઓની હાજરીમાં લગ્ન લેવાયેલા. સાજીદ મંડપ બાંધવા આવેલા લોકોની સાથે ભળીને બંગલામાં આવી ગયેલો. એણે આ માટે એક મહિના પહેલાથી એમને મંડપવાળાને ત્યાં નોકરી લીધેલી.

સાંજે જ્યારે એ ફૂલોથી રૂમ સજાવવાને બહાને મોહનાના કમરામાં ઘૂસેલો ત્યારે બહાર બગીચામાં પડતી બારીની સ્ટોપર ખોલી નાખેલી અને ત્યાં બહાર એક સીડી પણ મુકાઈ ગયેલી... જેની કોઈને ખબર ન હતી.