નિયતિ ક્રિષ્ના, મુરલી અને પારિજાતના ફૂલો વચ્ચે પનપતી એક પ્રેમકથા!પ્રસ્તાવના:એક સ્ત્રી એના જીવનમાં શું ઈચ્છતી હશે? ખાસ કરીને જ્યારે પણ એના લગ્નની વાત આવે, કોઈક અજાણ્યાં માણસ સાથે ઠરીઠામ થવાની વાત આવે ત્યારે એ શું વિચારતી હશે? એક એવો જીવનસાથી જે એને ફૂલની જેમ સાચવે કે, પછી એવો જે એને પોતાને ફૂલની જેમ ખીલવાની મોકળાશ આપે? એક એવો લાઈફ પાર્ટનર જે એના સપનાનો રાજકુમાર હોય કે, પછી એવો જે એના સપનાને સાચોસાચ એની દુનિયામાં લાવી એને હકીકતમાં ફેરવી નાખે! કોઈ એવી વ્યક્તિ વધારે જરૂરી છે જેની સાથે એ આખી જિંદગી ખુશી ખુશી વિતાવવાનું પસંદ કરે કે, કોઈ એવી વ્યક્તિ જેની સાથે

Full Novel

1

નિયતિ - 1

નિયતિ ક્રિષ્ના, મુરલી અને પારિજાતના ફૂલો વચ્ચે પનપતી એક પ્રેમકથા!પ્રસ્તાવના:એક સ્ત્રી એના જીવનમાં શું ઈચ્છતી હશે? ખાસ કરીને જ્યારે એના લગ્નની વાત આવે, કોઈક અજાણ્યાં માણસ સાથે ઠરીઠામ થવાની વાત આવે ત્યારે એ શું વિચારતી હશે? એક એવો જીવનસાથી જે એને ફૂલની જેમ સાચવે કે, પછી એવો જે એને પોતાને ફૂલની જેમ ખીલવાની મોકળાશ આપે? એક એવો લાઈફ પાર્ટનર જે એના સપનાનો રાજકુમાર હોય કે, પછી એવો જે એના સપનાને સાચોસાચ એની દુનિયામાં લાવી એને હકીકતમાં ફેરવી નાખે! કોઈ એવી વ્યક્તિ વધારે જરૂરી છે જેની સાથે એ આખી જિંદગી ખુશી ખુશી વિતાવવાનું પસંદ કરે કે, કોઈ એવી વ્યક્તિ જેની સાથે ...વધુ વાંચો

2

નિયતિ ૨

પ્રકરણ ૨ જે કંપનીએ ક્રિષ્નાને અહિં ટ્રેઇનિંગ માટે બોલાવેલી એણે બીજી ચાર છોકરીઓને પણ ક્રિષ્નાની સાથે બોલાવી હતી. એ રહેવા માટે એક ઇમારતમાં એક એક રુમ અલગથી ફાળવેલી હતી. ક્રિષ્નાની સાથેની બાકીની બધી છોકરીઓ દક્ષિણ ભારતની (સાઉથ ઇન્ડિયન) હતી. ક્રિષ્નાને એ લોકોની સાથે અંગ્રેજીમાં જ વાત કર​વી પડતી. એ લોકો હંમેશા એમની માત્રુભાષામાં જ વાત કરતા, ક્રિષ્નાને એમાં એક અક્ષરેય સમજાતો નહિં. એની બાજુની રુમમાં રહેતી છોકરી, આસ્થાને થોડું થોડું હિન્દી આવડતું હતું અને એ સ્વભાવની પણ સારી હતી, ક્રિષ્ના ફક્ત એની સાથે થોડી વાતો કરી શકતી.બેંગલોર આવ્યાને આજે સાત દિવસ થ​ઈ ગયા હતા. આગળના ત્રણ દિવસતો મમ્મી-પપ્પા સાથે સરળતાથી ...વધુ વાંચો

3

નિયતિ ૩

કુર્તા જોવા ગયેલી ક્રિષ્ના છાપાના છેલ્લે પાને પોતાનું જ નામ જોઈને અકળાઈ હતી. એ કાર્ટૂનિસ્ટ નું નામ વાંચીને, એને યાદ રાખવા મનમાં, “મુરલી...મુરલી...” રટતી ક્રિષ્ના પાછી ફરી ત્યારે બધી છોકરીઓ જમીને ક્યારનીય આવી ગ​ઈ હતી, ફક્ત એની જ રાહ જોવાઇ રહી હતી. “લો, આવી ગયા મેડમ!” ક્રિષ્નાને જોતાજ સરિતાના મોંમાંથી શબ્દો સરી પડ્યા.ક્રિષ્ના કોઇ જ​વાબ આપ​વાના મુડમાં ન હતી, એણે ચુપ રહેવાનુ જ પસંદ કર્યું.બધી છોકરીઓને એમની કંપનીમાં કામ કરતા એક સિનિયર એંજીનિયર, મી. શ્રીનિવાસનના હાથ નીચે કામ શિખવાનું હતું. એ ચાલીસેક વરસના, ઠરેલ અને એમના કામમાં ખુબ જ હોંશિયાર માણસ હતા.“સૌથી પહેલી એક વાત મગજમાં ફીટ કરીલો, “થોડાક સાઉથ ...વધુ વાંચો

4

નિયતિ ૪

સ​વારે ક્રિષ્ના ઉઠી ત્યારે તાજગી મહેસુસ કરી રહી હતી. ઘણા દિવસે એ એકધારું પાંચ-છ કલાક ઊંઘી હતી. કશોક અવાજ એની આંખ ખુલેલી...“ઓહ્....મારો ફોન વાઇબ્રેટ કરે છે...” એક કુદકા સાથે ઉઠીને ક્રિષ્નાએ ફોન લીધો. ઘરેથી મમ્મીનો ફોન હતો.“હલો...”“જય શ્રીક્રુષ્ણ દીકરા! બાથરુમમાં હતી ફોન લેતા ઘણી વાર કરી!” “ના મમ્મી, હું સુતી હતી.” ક્રિષ્નાએ એક બગાસુ ખાધું.“આઠ વાગ​વા આવ્યા દીકરા, આટલા વાગે પર​વારીને તૈયાર થ​ઈ જ​વું જોઇએ.....ઠીક છે ચાલ, મેં તને એ યાદ કરાવ​વા ફોન કરેલો કે આજે એકાદશી છે, ઉપ​વાસ થાય તો કરજે પણ, આજે ચોખાનો દાણોય મોંમાં ના જ​વો જોઇએ!“ હા હ​વે મને ખબર છે. સારું કર્યું તે યાદ દેવડાવ્યું. ...વધુ વાંચો

5

નિયતિ ૫

સફેદ જગ લુંગી અને તેવાજ કુર્તામાં સજ્જ મુરલી ટિપીકલ સાઉથ ઇન્ડીયન લાગી રહ્યો હતો. એના શ્યામવર્ણા ચહેરા પર એક રમી રહ્યુ હતુ. એના ડાબે ગાલે એકબાજુ પડતું ખંજન એના સ્મિતને અને એના સમગ્ર ચહેરાને માસુમિયતથી ભરી દેતા હતા. એના વાંકળીયા વાળ સરસ રીતે હોળાયેલા હતા. એની આંખો.....એની આંખોમાં વશિકરણ હતું. સામાન્ય રીતે હોય એના કરતા વધારે લાંબી, બદામ આકારની, લાંબી પાંપણોવાળી એની આંખોમાં ક્રિષ્નાને લાગ્યું જાણે એ ઊંડી ને ઊંડી ઉતરી રહી હતી....પરાણે ક્રિષ્નાએ એની લાંબી કાળી પાંપણોને ઝુકાવી લીધી. જાણે કોઇ મોહપાસમાંથી એ છુટી....“સરખું થ​ઈ ગયું. ક્રિષ્ના ગુજરાતીમાં જ પુછી બેઠી.“હા થ​ઈ ગયુ.” શુધ્ધ ગુજરાતી ઉચ્ચારણ સાથે મુરલીએ ...વધુ વાંચો

6

નિયતિ ૬

દૂર આકાશ ભણી થોડીવાર તાકી રહીને, એક મનમોહક સ્મિત ચહેરા પર અનાયસ જ ઉભરી આવ્યુ હોય એમ હસીને, ક્રિષ્ના એક નજર કરી પાછું આકાશ તરફ જોતા મુરલીએ બોલ​વાનું ચાલુ કર્યું....“મને બરોબર યાદ છે એ દિવસે ગુરુવાર હતો. હું મારા બ્લોગ ઉપર ઊંટીના જંગલો વિષે લખી રહ્યો હતો. આ જંગલોમાં પ્રાણીયોનું પ્રમાણ સારું એવું છે. હરણ, રીંછ, હાથી અરે વાઘ પણ છે! એ લોકોની આ નાનકડી સુખી દુનિયામાં માનવનો પગપેસરો કેટલો જોખમી હોઇ શકે એ વિષે હું એક આર્ટિકલ લખતો હતો. એને માટે મારે જંગલના થોડાક ફોટો જોઇતા હતા. ખરેખરી જંગલની દુનિયા અડધી રાત પછી જ જોવા મલે! એકદમ રિઅલ ...વધુ વાંચો

7

નિયતિ ૭

ક્રિષ્ના જ્યારે એની ઓફિસમાં પહોંચી તો ત્યાં કોઈ હાજર નહતું. બધા લોકો ક્યાં ચાલ્યા ગયા એવું એ વિચારતી જ કે પાછળથી કોઈએ આવીને કહ્યું,“મેડમ! બધા લોકોની સાહેબે અર્જંટ મિટિંગ બોલાવી છે, પાંચ મિનિટ પહેલા જ ગયા બધા. ટોપ ફ્લોર પર હૉલ છે...” પટાવાળા શિવુએ ક્રિષ્નાને ઓટૉમાંથી નીચે ઉતરતી જોઇ હતી. એ ભાગતો આવ્યો હતો, ક્રિષ્નાને જાણ કર​વા! કોણ જાણે કેમ પણ શિવુને ક્રિષ્ના પ્રત્યે એક લાગણી બંધાઇ હતી. શિવુને તે એક સારી છોકરી લાગી હતી અને એની મદદ કરીને શિવુને આનંદ થતો હતો.“થેંકયું અન્ના!” ક્રિષ્ના એક સુંદર સ્મિત સાથે જ​વાબ આપીને મિટિંગ ચાલતી હતી એ તરફ ભાગી. ક્રિષ્ના ઉપર પહોંચી ગઈ ...વધુ વાંચો

8

નિયતિ ૮

ક્રિષ્ના ઊભી થ​ઈ અને પાછી ઓફિસમાં ગ​ઈ, મીરા સાથે વાત કરીને એને સારું લાગેલું. ત્યાં બધી છોકરીઓ સાંજે શું પાર્ટીમાં આવશે એની ચર્ચા કરી રહી હતી. ક્રિષ્ના પણ મોઢું હસતું રાખી એ લોકોની ચર્ચામાં જોડાઇ.“જે ડીસાઇડ કરો એ મને પણ કહેજો. ક્રિષ્નાએ હિંમત સાથે બધા જોડે દોસ્તી કરવાને ઇરાદે પહેલ કરી કહ્યું.“અમે બધાએ વન-પીસ પહેર​વાનું વિચાર્યું છે. તારી પાસે એવો ડ્રેસ છે?” શિવાનીએ એની પહોળી સ્માઇલ ફરકાવી. એની નજર ક્રિષ્નાને પગથી માંથા સુંધી માપી રહી....“ઓહ! સરસ! મારી પાસે એવો ડ્રેસ છે. ક્રિષ્નાને આ આઇડીયા ગમ્યો ન હતો છતાં એણે કહ્યું.બધા છૂટા પડ્યા અને સાંજે બોસને બંગલે મળ​વાનું નક્કી થયું. ...વધુ વાંચો

9

નિયતિ - 9

ચાર ન​વી ફ્રેંન્ડ રીક​વેસ્ટ હતી. એણે નોટીફીકેશનમાં જઈને કોણે રીક​વેસ્ટ મોકલી છે એ જોયું. એક રીક​વેસ્ટ એની જુની સ્કુલ દોસ્તની હતી. એણે એ સ્વીકારી. બે અજાણ્યા લોકોની હતી એને ડિલિટ કરી. હ​વે છેલ્લી એક રીકવેસ્ટ બચી જે મુરલી એ મોકલેલી! ક્રિષ્નાના હોઠો પર અનાયસ જ સ્મિત આવી ગયું. સ​વારે એને મુરલી પર ગુસ્સો આવેલો કદાચ, હજી હતો! પણ, હ​વે એનું મન બીજી દિશામાં વિચારી રહ્યું હતુ. એના બોસે એની સાથે જે વર્તન જે કર્યું એની, એના મન પર ઊંડી છાપ પડી હતી. એને થયું કે, બોસ જેવા સફેદ લિબાસમાં હેઠળ છૂપાયેલા હલકટ માણસ કરતા, મુરલી જેવો યુવાન લાખ દરજે સારો! ...વધુ વાંચો

10

નિયતિ - ૧૦

ક્રિષ્ના સખત હાંફી રહી હતી. આટલું બધું અને આટલી ઝડપથી એ જિંદગીમાં પહેલીવાર ભાગી હતી, બધું જ પેલા ગલુડીયાના એનો શ્વાસ ખુબ ઝડપથી ચાલી રહ્યો હતો. એનું દીલ હજી જોરથી ધબકી રહ્યું હતુ. એના પગ એક ડગલું પણ આગળ વધ​વાની ના કહી રહ્યા હતા. એણે હ​વે દર​વાજાની બીજી બાજુ નજર કરી. એક સુંદર ત્રણ માળના ઘરની બહાર એ ઊભી હતી. એ જ્યાં ઊભી હતી ત્યાંથી વીસેક કદમની દૂરી પર એ ઘરનો લાકડાનો, પિતળના મોટા હાથાવાળો, દર​વાજો દેખાતો હતો. એ દર​વાજે ઉપરની તરફ એક નાનો ગોળો ચાલું હતો. એ ગોળાના પીળા પ્રકાશમાં ક્રિષ્નાએ જોયુ કે ઘરના અંદર જ​વાના બારણાની ...વધુ વાંચો

11

નિયતિ - પ્રકરણ ૧૧

એક હાથે છત્રી પકડીને એને ક્રિષ્ના તરફ ઢળતી રાખીને ચાલી રહેલા મુરલીનું અડધું શરીર છત્રીની બહાર હતુ. એ આખો રહ્યો હતો. પોતાનું ફ્રોક બે હાથે પકડીને, એને ઉડીને ઉપર ઉઠતું રોકતી, રોડ પર થાંભલાના આછા અજવાળે ચાલી રહેલ ક્રિષ્નાની નજર ઘડી ઘડી મુરલી તરફ ખેંચાઇ જતી હતી. મુરલી ખુબ ખુશ હતો અને દૂખી પણ! જેને એ દિલોજાનથી ચાહતો હતો એ અત્યારે એની સાથે હતી. વરસોથી જોયેલું એનુ સપનું આજ પૂરું થઈ રહ્યું હતું. છતા, હજી ક્રિષ્નાથી એને એક દૂરી રાખ​વી પડતી હતી એ એની, એના પ્રેમની સૌથી મોટી મજબૂરી હતી.... એ ...વધુ વાંચો

12

નિયતિ ૧૨

પ્રકરણ ૧૨સાંજે સ​વા પાંચે ક્રિષ્ના દોડતી ભાગતી એરપોર્ટ પહોંચી ત્યારે એના જીવને શાંતિ થ​ઈ. એને એમ કે, બહું મોડું થ​ઈ ગયું છે! મોડું તો થયુ જ હતું! હકિકતે વિમાન મોડું હતું. અચાનક ઘેરાઇ આવેલા વાદળો અને ધોધમાર વરસાદને પગલે ફ્લાઈટ અડધો કલાક લેટ હતી. ક્રિષ્ના પાસે સામાનમાં તો એક નાનકડી કેરીબેગ સિવાય કંઈ હતુ નહિં એ આરામથી એક ખુરસી પર બેસી અને ફોન હાથમાં લીધો. મુરલીનો મેસેજ હતો, “ચાલ ક્યાંક બહાર લટાર મારવા જ​ઈયે!” “હું તો બહાર જ છું! ક્રિષ્નાએ ટાઇપ કર્યું. “એટલે એકલી નિકળી છે?” તરત જ મુરલીનો રીપ્લાય આવ્યો. ...વધુ વાંચો

13

નિયતિ ૧૩

વિમાન આકાશમાં ઉપર જ​ઈ થોડું સ્થિર થયુ કે તરત ક્રિષ્નાએ એનો સીટ બેલ્ટ ખોલી નાખ્યો, બંધનમાં રહેવું ખાસ કરીને સહેજ પણ પસંદ નથી હોતું! એરપ્લેન મોડ પર મુકેલો ફોન હાથમાં લ​ઈ એણે ઘરેથી આવેલા મેસેજીસ જોઇ લીધા, ઘરે પહોંચ્યા પહેલા જ ઘરના લોકો સાથે એક વાર વાત કરી લીધી હોય એવું મનને મનાવ્યું અને નક્કી કર્યું કે, આજે તો આખીરાત જાગીને મમ્મી પપ્પા સાથે વાતો કરીશ! જે ક્ષણો હજી આવી નથી, આવવાની છે એમાં એને શું કરવાનું છે એ નક્કી કરીને ક્રિષ્નાએ અત્યારનો સમય ઊંઘ પાછળ ફાળ​વ્યો...! દોઢેક કલાકની આછી પાતળી ...વધુ વાંચો

14

નિયતિ - ૧૪

પાર્થ ક્રિષ્નાને લેવા એના ઘરે આવે છે ત્યારે ઘડીયાળ દસ વાગ્યાનો સમય બતાવે છે. લાઇટ ક્રીમ કલરનાં શૂટમાં સજ્જ આકર્ષક લાગતો હતો. જશોદાબેન એને બેસાડીને ક્રિષ્નાને બોલાવે છે. આછા ગુલાબી રંગની સોનેરી કીનારવાલી અને એકદમ નાની નાની સોનેરી બિંદીઓ જે ઉપરથી નીચે આવતા સહેજ મોટી થતી જતી હોય એવી સાડી ક્રિષ્નાએ ગુજરાતી ઢબે પહેરી હતી. ગળામાં નાનકડા પેન્દેંત વાળી સોનાની ચેઇન અને એને મેચિંગ લટકતી બુટ્ટી કાનમાં પહેરેલી. બંને હાથમાં ડજન જેટલી સાડી જેવાં ગુલાબી રંગની બંગડીઓ છેડે બેબે સોનાની બંગડી સાથે પહેરેલી. આછો મેકઅપ કરેલો, ખુલા વાળ અને આંખોને ફરતે સુંદર ...વધુ વાંચો

15

નિયતિ - ૧૫

“ ચાલો પપ્પા આપણે નીકળીએ. ” વાસુદેવભઇને એમની દીકરીનું મોઢું ઉતરેલું લાગ્યું.એ કાંઈ બોલ્યા આગળ થયા. ક્રિષ્ના એમની પાછળ ચાલી.ઘરે જઈને એની નાનકડી બેગ જે એ સાથે લાવી હતી એ લઈને પહેર્યા કપડેજ નીકળી ગઈ. વાસુદેવભઇ એ પૂછ્યું પણ ખરું કે સાડીમા ફાવસે ? એણે જરીક હસી દીધું જવાબમાં અને દીવાલ પરની ઘડીયાળ તરફ આંખથી ઈશારો કર્યો. સમય થઈ ગયો હતો એ ક્યાં રોકાઈ છે કોઇના માટે, કદી? એરપોર્ટે પર આવીને બધી વિધિ પતાવ્યા બાદ અડધો કલાક બેસી રહેવાનું હતું. એણે એ સમય એના ...વધુ વાંચો

16

નિયતિ - ૧૬

કંઇક વાત શરૂ કરવાનું જરૂરી લાગતા ક્રિષ્નાએ કહ્યું,“જમવાનું ખૂબ સરસ હતું. મે વિચાર્યુ જ નહોતુ કે અહીં આટલું મસ્ત જમવા મળશે. ”“ તું અહીં આવવાની હતી, મને ખબર હતી એટલે જ તારા માટે ખાસ બનાવડાવેલું. ” બે જણા માટેના નાનકડા ટેબલની સામી બાજુએ બેઠેલો મુરલી બોલ્યો.“ મુરલી તું એક સરસ છોકરો છે. તું જીવનભર મને એક દોસ્ત તરીકે યાદ રહીશ. ” ક્રિષ્ના મનમાં શબ્દો ગોઠવીને ખૂબ સાવચેતીથી બોલી રહી. એણે મુરલીનું દિલ ના દુભાય એ રીતે એનાથી દૂર થવા સમજાવવો હતો.“ હું તારો દોસ્ત છું જ નહીં. જે વાત મેં તને મંદિરે પૂછેલી એની પર હું આજે પણ મક્કમ ...વધુ વાંચો

17

નિયતિ - ૧૭

“ આઇ લવ યુ !”મુરલીએ થોડી પળો ખામોશ રહીને ક્રિષ્નાને માથે હાથ મૂકીને એની આંખોમાં આંખો પરોવી કહ્યું.ક્રિષ્ના માટે આંખોમાં જોઈ રહેવું આશાન ન હતું. એનું દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું. એની પીઠ દીવાલને અઢેલીને એ ઉભી હતી, પાછળ જવાની જગ્યા ન હતી. એણે માથું બીજી બાજુવાળી લીધું. એના ચમકતા ગાલ અને ગરદન પર મુરલીની નજર ફરી રહી હતી એ નજરના બાણ સીધા ક્રિષ્નાના દિલ પર વાગતાં હતા. એના હોઠ ધ્રુજી રહ્યા હતા. મુરલી જાણે હોશ ખોઈ બેઠો હોય એમ ધીરે ધીરે નજીક આવી રહ્યો હતો. ક્રિષ્નાને થયું કે એને હવે અહીંથી ચાલ્યા જવું જોઈએ પણ, એના પગ ...વધુ વાંચો

18

નિયતિ - ૧૮

જિંદગી કેટલી વિચિત્ર છે! ક્યારેક કોઈ અકસ્માતથી , ક્યારેક કોઈ અદમ્ય ઈચ્છાથી, તો ક્યારેક કોઈ અંતઃસ્ફુરણાથી કે પછી માનવની ન આવે એવા સંજોગથી જીવનની રૂખ બદલાઈ જાય છે! અને આવું બધું થાય ત્યારે જ લોકો ઈશ્વર પર ભરોસો કરતા થઈ જાય છે! નસીબ, વિધાતા કે પછી નિયતિના ચક્કરમાં માનવ નામનું નાનકડું જીવડું ફસાવા લાગે છે....ક્રિષ્નાને મુરલી સાથે પ્રેમ થઈ ગયો હતો એ વાત મહત્વની નથી મહત્વની વાત એ છે કે, એણે એ સ્વીકાર્યું, અલબત્ત હજી મુરલી આગળ નથી સ્વીકાર્યું! પ્રેમ નામના જાદુઈ શબ્દની અસર એની ઉપર હાવી થઈ રહી હતી. એ ખુશ રહેવા લાગી હતી. શિવાની, સરિતા કે માધુરીના ...વધુ વાંચો

19

નિયતિ - ૧૯

સામે છેડે પાર્થનો ગંભીર, શાંત અવાજ સાંભળીને ક્રિષ્ના થોડીવાર તો ઠરી ગઈ. સારું થયું કે એ કંઈ આડુંઅવળું નહતી પાર્થે શું કહ્યું..? એને કંઈ ધ્યાન જ ન હતું.“ શું કહ્યું ?” જર સ્વસ્થ થઈને એ બોલી.“ તું તૈયાર થઈને ફટાફટ એરપોર્ટ પહોંચ. ત્યાં તને મારો દોસ્ત ભરત ઠાકોર મળશે. એની પાસેથી તારી ટિકિટ લઈ લેજે અને અમદાવાદ આવી જા. થોડું જલદી કરજે નહીંતર પ્લેન મિસ થઈ જશે.”“ અરે, પણ આ રવિવારે હું અમદાવાદ નથી આવવાની. દર રવિવારની વિમાનની ટિકિટ મને ના પોસાય. ” મુરલીએ કહેલું યાદ આવતા ક્રિષ્નાના ચહેરા પર એક સરસ સ્મિત આવી ગયું.“ જો શાંતિથી સાંભળ, અંકલની ...વધુ વાંચો

20

નિયતિ - ૨૦

દરવાજા ઉપર ડૉ. ક્ષિતિજા શાહના નામની તકતી જોઈ ક્રિષ્નાએ ટકોરા માર્યા,“ હું અંદર આવી શકું ?” સહેજ બારણું ખોલીને બોલી.ક્ષિતિજા એના મોબાઈલમાં મેસેજ જોઈ રહી હતી કેબિનના બારણે ક્રિષ્નાને જોતા એને અંદર બોલાવી.“ થેક્સ ડૉક્ટર ! મારે પપ્પા વિશે પૂછવું હતું. આઈ મીન એમની જે હાલત છે અત્યારે, એ ઠીક તો થઈ જશેને ?”“તું તારા પપ્પાની બહુ જ વહાલી દીકરી છે, હેને ?” ડોક્ટરે હસીને પૂછ્યું. ક્રિષ્નાએ ડોકું ઘુણાવી હા કહી. “ હું પણ !”“ તારા પપ્પાનું હાર્ટ હાલ તો સ્ટેબલ છે, રાત્રે એટેક આવી ગયો એ પછી ફરીથી નથી આવ્યો જે સારી બાબત છે. એમને લકવાની અસર છે ...વધુ વાંચો

21

નિયતિ - ૨૧

બે દિવસ બાદ વાસુદેવભાઇને ઘરે લઈ જવાની મંજૂરી અપાઈ હતી. બંને દિવસ પાર્થ સખત દોડાદોડીમાં રહ્યો હતો. ઘડીક ઑફિસમાં ઘડીક ઘરે જઈ આવી બને એટલો સમય એ હોસ્પિટલમાં જ રોકાયો હતો. ક્રિષ્નાએ ઘણી વખત એને ઘરે જવાનું કહ્યું પણ એ માન્યો ન હતો.સાંજે હોસ્પિટલમાંથી રજા મળ્યાં પછી, બધી વિધિ પતાવી ઘરે પહોંચતા રાત પડી ગઈ. એમ્બ્યુલન્સમાં પાછા આવેલા વાસુદેવભાઇને સ્ટ્રેચર પર સુવડાવીને બે માણસો અંદર લઈ આવ્યા ત્યારે ક્રિષ્નાને કમકમા આવી ગયા ! જશોદાબેન એમનો રૂમ ઠીક કરી રહ્યા હતા. પાર્થ પેલા માણસોને વાસુદેવભાઇને એમના રૂમ તરફ લઈ જવા દોરી રહ્યો હતો. ક્રિષ્નાને અચાનક માથું દુખવા લાગ્યું. કોઈએ જાણે ...વધુ વાંચો

22

નિયતિ - ૨૨

આજે વાસુદેવભાઇને ચેકઅપ માટે લઈ જવાના હતા. પાર્થ આવી ગયો હતો. એણે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી રાખી હતી. બે વોર્ડબોય પર સુવડાવીને વાસુદેવભાઇને એમ્બ્યુલન્સમાં લઈ ગયા. એમની સાથે જશોદાબેન પણ ગયા. પાર્થ અને ક્રિષ્ના એમની પાછળ ગાડીમાં ગયા.રેગ્યુલર દવા અને થોડીક કસરત પછી ફરક જરૂર પડશે. હાલ તબિયત સારી છે જીવ હેઠો બેઠો. વાસુદેવભાઇને ફિજીઓથેરાપિસ્ત આવીને તપાસી ગયા. એમણે પણ એમના પ્રયત્નો ચાલું કરી દીધા. રોજની સારવાર બાદ દસ દિવસે વાસુદેવભાઇના શરીરમાં થોડી હરકત આવી. એ એમની જાતે હાથ પગ જરીક હલાવતા થયા. હજી એમની જાતે હાથ કે પગ ઉઠાવી નહતા શકતા પણ, એ હવે હાલ સગાઈની જીદ લઈને બેઠા ...વધુ વાંચો

23

નિયતિ - ૨૩

ક્રિષ્ના એની મમ્મીની પ્રેમકહાની સાંભળીને અચંબિત થઈ ગઈ હતી. હજી થોડા વખત પહેલાં જ એના પપ્પાએ એને કહેલું કે, સાથે વધારે ચર્ચા કરી હોત તો પપ્પાએ એને ’ જ કહી હોત! તો શું આ બધું નિયતિએ પહેલાથી જ ગોઠવી રાખ્યું હતું જે પણ થાય છેએવા સંજોગ ઊભા કરે કે આપણે એનું ધારેલું જ કરવું પડે. મારી કિસ્મતમાં કોનો સાથ લખ્યો હશે, જે દરેકને એની યુવાનીમાં પગ મૂકતાંની સાથે થતું હોય છે! પાછળથી એના જીવનમાં પપ્પા આવ્યા અને એને પપ્પા સાથે પ્રેમ થઈ ગયો. પેલો ભુલાઈ ગયો. આસાનીથી. પણ, તો ચોક્કસ એ પાર્થને જ પોતાનો પ્રેમ સમજીને આખી જિંદગી એની ...વધુ વાંચો

24

નિયતિ - ૨૪

સવારે જશોદાબેને બેઠક રૂમમાં મુરલીને સૂતો જોયો. પહેલાતો એમને થયું કે ઘરમાં ચોર ગુસ્યો, પછી વિચાર આવ્યો કે ચોર તો અહીંયા ઊંઘી થોડો જાય! એમણે ક્રિષ્નાના રૂમમાં જઈને એને જગાડી. ” એમણે એકદમ ધીરા અવાજે કહ્યું.ક્રિષ્નાની સમજમાં આવી ગયું. એ મુરલી વિશે વાત કરી રહ્યા હતા. શું જવાબ આપવો એ ના સુજતા એ થોડીવાર મૌન રહી. જશોદાબેનને થયું કે ક્રિષ્ના પણ નહીં જાણતી હોય એ કોણ છે. હવે એમણે જ પૂછવું પડશે એમ વિચારીને એ બેઠક રૂમમાં પ્પાછા ગયા. એમની પાછળ જ ક્રિષ્ના પણ ભાગી. જશોદાબેન મુરલીને ઉઠાડવા જ હતા કે ક્રિષ્નાએ એમને રોક્યા. એકપલ માટે એને થયું કે“મમ્મી ...વધુ વાંચો

25

નિયતિ - ૨૫

પાર્થ ક્રિષ્નાને દૂરથી જોતો આવી રહ્યો હતો. એ મુરલી સાથેની એની વાતોમાં મશગુલ હતી. આજે ઘણા દિવસે પાર્થ એને હસતી જોઈ રહ્યો હતો. પાર્થના ચહેરા પર પણ સ્મિત આવી ગયું. એ ક્રિષ્નાની સામે જઈને ઊભો રહી ગયો.અચાનક જ ક્રિષ્નાની નજર પાર્થ પર ગઈ. એક અજાણ્યા ડરે એ ફફડી ગઈ. પોતાની આજ સુધીની પાર્થ સામેની એક સારી છોકરીની છાપ તૂટી જવાનો ડર! કે, આ મુરલી સાથે તું અહીં બેસી શું કરે છે આટલું હસવું શેના માટે આવી રહ્યું છે તો“હસવાનું બંધ કરાવી દે એને હસબંડ કહેવાય! આવું મે એક જોકમાં વાંચ્યું હતું પણ એ હવે સાચું લાગે છે!, “જો તારા ...વધુ વાંચો

26

નિયતિ - ૨૬

” જાણે કોઈ મોટું તીર માર્યું હોય એમ એ મુરલી સામે જોઈ હસી રહ્યો.ભરત અને કેતુલ બંને પર શરાબ અસર કરવા લાગી હતી અને બંને મુરલીને મજાકનું પાત્ર બનાવવાની વેતરણમાં હતા. એમની પાર્થને વધારે લાયક, વધારે કાબિલ બતાવવાની આ ચાલ ક્રિષ્ના સમજી ગઈ હતી.” ક્રિષ્નાએ ધીરેથી ફક્ત મુરલી સાંભળે એમ કહ્યું.મુરલી ક્રિષ્ના સામે જોઈને સહેજ હસ્યો. એની જગાએથી ઊભો થયો અને બે કદમ આગળ ખસી, કોઈક ના હસવાનો અવાજ આવ્યો.એ ભરત હતો. સોરી કહી એણે મોઢું દબાવી જાણે પરાણે હસવું રોકતો હોય એવું નાટક કર્યું., મેરા ગીત અમર કર દો.બનાજાઓ મીત મેરે, કાનમાંથી સીધો દિલમાં ઉતરી જાય એવો મીઠો ...વધુ વાંચો

27

નિયતિ - ૨૭

સવારે જશદાબેન જેવા બેઠકખંડમાં આવ્યા એવી એમની નજર સોફામાં ઊંઘી રહેલા મુરલી પર પડી હતી. એના શરીર ઉપર ક્રિષ્નાની ઓઢેલી જોતા જ જશોદાબેનને ગુસ્સો આવી ગયો. એમણે ક્રિષ્નાને ના કહેલી રાતે જાગવાની,એમના જોતા જ એ એના રૂમમાં ગયેલી તો પછી આ ચાદર અહીં કેવી રીતે આવી રાતના ક્રિષ્ના આને મળવા અહી આવી હશે કે પછી આવો આ જ એના રૂમમાં ગયો હશે અને ઠંડીનું બહાનું કરી આ ચાદર લેતો આવ્યો હશે તરબુજ ચાકૂ પર પડે કે,ચાકૂ તરબુજ પર શું ફરક પડે! કપાવાનું તો તરબુજ જ છે! કેમ કરી સમજાવું આ નાદાન છોકરી ને!એ ક્રિષ્નાને જગાડવા એના રૂમમાં ગયા ત્યારે ...વધુ વાંચો

28

નિયતિ - ૨૮

, એ અંદર આવ્યો. બધાની સામે થોડો વિવેક કર્યો અને ક્રિષ્નાને લઈને નીકળી ગયો.મુરલીએ વાસુદેવભાઇને ઉઠાવીને ગાડીની પાછલી સીટ જશોદાબેન પાસે બેસાડ્યા અને પોતે ગાડી ચલાવી એમને હોસ્પિટલ ભેગા કર્યા. હોસ્પિટલ પહોંચતા જશોદાબેનને યાદ આવ્યું કે, જશોદાબેન ના માન્યા. સાવ અજાણ્યાં હાથમાં ઘરની ચાવી કેમ અપાય મુરલીને હોસ્પિટલમાં રોકાવાનું કહી એ પોતે ઘરે ગયા.બે કલાક રહીને ક્રિષ્નાને ફોન આવેલો. મમ્મીએ જલદી હોસ્પિટલ આવવા જણાવેલું. કંઇક અનહોનીની આશંકાએ એ તરત પાછી આવી હતી. પપ્પા આઇ.સી.યું. માં દાખલ હતા. એક ખૂણામાં મુરલી ઊભેલો અને બીજા ખૂણે ખુરસીમાં જશોદાબેન બેઠેલા. ક્રિષ્નાને જોતાજ જાણે એની રાહ જ જોતા હોય એમ એ દોડીને એને ...વધુ વાંચો

29

નિયતિ - ૨૯

ભરતભાઈ સાથે વાસુદેવભાઇ અને એમનો પરિવાર એમના ઘરે ગયો. દાદરમાં આવેલા ભરતભાઈના ઘરમાં હાલ એ એકલાજ હતા. એમણે વાસુદેવભાઇ રૂમ ફાળવી એમાં આજની રાત રોકાવાનું જણાવ્યુ. જશોદાબેન અને ભરતભાઈ બંનેએ સાથે મળીને રાતના વાળું માટે ફટાફટ ખીચડી- કઢી બનાવી લીધું. જમ્યા પછી પરવારીને ક્રિષ્નાને લઈને જશોદાબેન અંદર સુવા ચાલ્યા ગયા. વાસુદેવભાઇ અને ભરતભાઈ વાતો કરવા બહાર ઓશરી જેવી જગાએ બે ખુરશીઓ ગોઠવીને બેઠા., એને શું થયું છે, સંજોગ અને સહનશકિત મુજબ થોડો બહુ અપરાધી હોય જ છે! કેટલાક એ અપરાધભાવથી અંદર ને અંદર પીડાતા હોયતો કેટલાક નફ્ફટ થઈને એમાં શું એવું તો બધા કરે...કહી પોતાની જ વકીલાત કરતા હોય! ...વધુ વાંચો

30

નિયતિ - ૩૦

મુરલી માથે હાથ દઈને સોફામાં બેઠો. એના દિલમાં થોડી ટાઢક વળી હતી. ક્રિષ્નાએ ફોન કરેલો એ જાણી એના દિલનો નીકળી ગયો. એને હવે પોતાના પર જ ગુસ્સો આવી રહ્યો. શું કામ આટલા મહિનાઓ સુધી એણે સામેથી ફોન ના કર્યો પ્રેમમાં વળી અભિમાન કે સ્વાભિમાન કેવું! એણે એનો મોબાઈલ લીધો અને ક્રિષ્નાને રિંગ કરી.”, મુરલી એ જાણતો હતો. છેલ્લા ઉપાય તરીકે એણે પાર્થને ફોન લગાડ્યો. એનું દિલ જોર જોરથી ધડકી રહ્યુ. એનેે પોતાના ધબકારા સાફ સંભળાતા હતા. ક્રિષ્નાએ પાર્થ સાથે લગ્ન કરી લીધા હશે...અડધી મિનિટ સુધી રિંગ ગઈ. મુરલી કંટાળીને ફોન કટ કરવાનો હતો કે સામે છેડેથી અવાજ આવ્યો”“હલ્લો! થોડીવાર ...વધુ વાંચો

31

નિયતિ - ૩૧

“ શું? ક્રિષ્ના અને પ્રેગ્નનસી ? ”પાર્થની વાત સાંભળી મુરલીનું માથું ભમી ગયું. પાર્થની એકે વાત એના પલ્લે ન હાલ એ ક્યાં છે ?”“ મને શું ખબર ? એતો તારી પાસે આવી હતી !”હવે ચોંકવાનો વારો પાર્થનો હતો. “ એ ત્યાં, તારી પાસે નથી ?”“ના....એ મારી પાસે આવી જ નથી. અને તને કેવી રીતે ખબર કે એ, ” આગળ મુરલી ના બોલ્યો છતાં પાર્થ સમજી ગયો.“ એને બે વખત ચક્કર આવેલા એટલે મને એવું લાગ્યું. ” પાર્થ ધીરેથી બોલ્યો, “ ઠીક છે, મારાથી જો ભૂલ થઈ ગઈ હોય તો તેણે કહેવું ના જોઈએ. એતો હસવા લાગેલી ! મને એની ...વધુ વાંચો

32

નિયતિ - ૩૨

મુરલીએ મેસેજ પર ક્લિક કર્યું અને એના ચહેરાની સ્મિતની રેખાઓ વિલાઈ ગઈ, “ક્રિષ્નાનો મેસેજ છે.,,કમ લગતા હૈં જીવન સારા,હમે પડેગા દુનિયામાં દુબારા..., એજ અવાજ જ મુરલી પહેલીવાર ક્રિષ્નાને મળ્યો ત્યારે સાંભળેલો. મુરલી થોડીક પળો માટે એ સમયમાં જીવીને પાછો આવી ગયો જ્યારે એને આગળનું સાંભળ્યું“આઈ લવ યુ મુરલી! ,, હું તને ચાહું છું! ઘણીવાર પ્રયત્ન કરેલો એ કહેવાનો પણ મેં તને પહેલાજ કહેલું કે, તું આપણો સંબંધ આગળ ના વધાર. પણ, હુંયે માની ગઈ હતી, હું તારા માટે આ મેસેજ છોડી રહી છું, પૂછીશ એને કે“”થોડીવાર અટકીને એ બોલેલી, નવું વિચારવાવાળા યુવાનને આટલો સંઘર્ષ કેમ કરવો પડે છે આજે ...વધુ વાંચો

33

નિયતિ - ૩૩

મુરલી પાસેથી ક્રિષ્ના વિશે જાણીને ભરતને ગુસ્સો જ આવેલો. એના મતે ક્રિષ્ના બેવફા હતી જેણે વરસો સુધી પોતાના દોસ્ત સાથે સંબંધ રાખેલો અને હવે મુરલી મળી જતાં પાર્થને છોડી દીધેલો. એણે મનોમન ક્રિષ્નાને બદદુઆ આપીને પછી પાર્થને ફોન જોડ્યો હતો.પાર્થનો ફોન રણક્યો ત્યારે, સ્ક્રીન ઉપર ભરત નામ જોઇને એને ફોન ઉપાડેલ,“હલ્લો” ભરતે તરત તડાફડી કરી નાખી.“ભરત કોની વાત કરે છે? એક મિનિટ, કોલસાની ખાણ... મુરલી? તું ક્યારે મળ્યો એને“હાલ જ દસ મિનિટ થઈ હશે. મેં એનું નામ જોયું જ નતું થોડા કામમાં હતો એટલે ધ્યાન જ ના ગયું?”“ના. મરવા દે ને યાર! જ્યાં હોય ત્યાં”“એવું ના બોલ દોસ્ત. તને ...વધુ વાંચો

34

નિયતિ - ૩૪

વીડિયો પૂરો થઈ ગયો. આ એજ વીડિયો હતો જ ક્રિષ્નાએ મુરલીને મોકલાવેલ થોડું એડિટ કરીને પછી અહિં મૂકેલો. થોડીવાર રહ્યા પછી મુરલીએ પૂછ્યું”“ફક્ત એને જ નહિ મને પણ મોકલ્યો છે!, “આજે સવારે જ મેસેજ આવેલો પણ, દોસ્તો ડાઉનલોડ ધ એપ! મતલબ એણે આ મેસેજ ફેસબુકના દરેક મિત્રને મોકલ્યો છે“મુરલી બોલતો બોલતો ચૂપ થઈ ગયો. કદાચ એના ગળે ડૂમો બાઝી ગયો હતો....ભરતભાઈ એના માટે પાણી લઈ આવ્યા. ”“ભરતો સાચું કહે છે યાર! ક્રિષ્નાને આપણે શોધી લઈશું. ભરતા તું કંઇક યાદ કર, કોઈ જગા?”“ખબર નથી. એ લોકોને દરવાજા સુધી વળાવીને હું અંદર આવી ગયેલો." કે રિક્ષાય ના બોલાવી શકે. “અને સાહેબ ...વધુ વાંચો

35

નિયતિ - ૩૫

ટાટા મેમોરિયલ હોસ્પિટલના દરવાજે ઉભેલા પાર્થ અને મુરલી એકબીજાને જોઈ રહ્યા હતા. બંનેની નજરમાં એક જ સવાલ હતો, તે જરીકે ધ્યાન ના રાખ્યું ? ટાટા મેમોરિયલ મુંબઈની જાણિતી કેન્સરની સારવાર માટેની હોસ્પિટલ છે. અહી ક્રિષ્નાનું ઑપરેશન ચાલે છે મતલબ ? મતલબ સાફ હતો અને એ બંને સમજી પણ ગયા હતા.“ કેમ ઊભો રહી ગયો ? ચાલ અંદર જઈએ. ” ભરતભાઈએ પાર્થ સામે એક નજર નાખતા કહ્યું.“ પાર્થ. ક્રિષ્નાનો દોસ્ત. ” મુરલીએ પાર્થની ઓળખ આપી, “ તને ખબર હતી ક્રિષ્ના અહીં ?” મુરલીએ પાર્થને પૂછ્યું.“ ના. એ લોકોનો ફોન સ્વિચ ઑફ આવતો હતો એટલે મેં પપ્પાને પૂછેલું. મને હિંમત અંકલનો ...વધુ વાંચો

36

નિયતિ - ૩૬

મુંબઈની ટાટામેમોરિયલ હોસ્પિટલની લોબીમાં વાસુદેવભાઇના પગ અચાનક જ જાણે થાકી ગયા ! એમણે ખુરસી પકડી લીધી. જશોદાબેન લોબીમાં લગાવાયેલા ગણેશજીની મોર્ડન આર્ટ પેઇન્ટિંગ આગળ ઊભા રહી મનમાં મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવા લાગ્યા હતા. હિંમતભાઈ અને પાર્થ શૂન્યમનસ્ક અવસ્થામાં લાકડાના પૂતળાની જેમ લાકડાની બેંચ પર બેઠી રહ્યા હતા. મુરલી, ભરતભાઈ અને નટખટ બહાર અગાસીમાં ઊભા ઊગતા સૂર્યને જોઈ ભગવાનને ક્રિષ્નાના જીવનમાં પણ નવો સૂરજ ઊગે, એને નવી જિંદગી મળે એમ પ્રાર્થના કરી રહ્યા હતા... બરોબર એજ સમયે ક્રિષ્ના ક્યાંક જઈ રહી હતી !પૂરપાટ ઝડપે, આછા ઘાટા વાદળોને વીંધીને એની પેલે પાર, દૂર ને દૂર....એ ઉડી રહી હતી. ઊગતો સૂર્ય એને પણ ...વધુ વાંચો

37

નિયતિ - ૩૭

“ભગવાનની દયાથી બધું સારું છે. ચાલો, તમે લોકો ઘેર જઈ આવો. આખી રાતનો ઉજાગરો છે બધાને. વાસુદેવ તું પણ મારી સાથે કલાકમાં પાછા આવી જઈશું. પછી જશોદાને મોકલીશું.” હિંમતભાઈ બોલ્યા.“હું નીકળું અંકલ. મારે અમદાવાદ પહોંચવું પડશે. કંઈ જરૂર હોય તો બસ એક ફોન કરી દેજો.” પાર્થે વાસુદેવભાઇ પાસે જઈને કહ્યું.“અરે બેટા! થાક્યો હોઈશ તું. હજી તે ક્રિષ્ના સાથે સરખી વાત પણ ક્યાં કરી છે. સાંજે જજે.” જશોદાબેન વચ્ચે બોલ્યા.“ક્રિષ્નાની હાલત જોવા જ આટલે સુંધી લાંબો થયો હતો. હવે, રજા લઈશ. ઘરે મમ્મી રાહ જોતી હશે.” પાર્થે સહેજ હસીને જવાબ આપ્યો.“બરોબર છે. સારું કર્યું તમે આવી ગયા. અત્યારે સવારે ટ્રાફિક ...વધુ વાંચો

38

નિયતિ - ૩૮

રાતના હવે મુરલી પાસે તો આવતો હતો એને વહાલથી માથામાં હાથ ફેરવી સુવડાવી પણ દેતો, ત્યારે ક્રિષ્નાની આંખોમાં આંસુ જતા. એને ખબર હતી કે મુરલી જાણીને એની સાથે શારીરિક સંબંધ નથી બાંધતો. જુવાન જોધ માણસ પત્નીને એના પડખામાં દબાવીને સૂતો હોય ત્યારે એના અંતરમાં કેવા કેવા અરમાન જાગતા હશે? મારો મુરલી બિચારો એક હરફ સુદ્ધાં ઉચ્ચારતો નથી! ક્રિષ્નાને થતું કે એ મુરલીને કોઈ જાતનું સુખ આપી શકતી નથી. જેને પ્રેમ કર્યો એને ગળે હવે એ જળોની જેમ વળગી હોય એવું એ મનોમન માનતી થઈ હતી. મુરલી ના એને છોડી શકે છે ના એનાથી છૂટી શકે છે!ક્રિષ્નાને હવે વારંવાર એમ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો