એક રાજાને સુપડાજેવા કાન હતા.રાજાનો આદેશ હતો કે રાજાને કોઇ મળવા આવે તો વચ્ચે પડદો રાખવો જેથી કોઇને ખબર ન પડે કે રાજાને સુપડા જેવા કાન છે...પણ રાજાના માથાના વાળ ધીરે ધીરે લાંબા થઇ ગયા એટલે ન છુટકે ગામનાં વાળંદ વાંલજીને બોલાવ્યો .પ્રધાને કડક આદેશ આપ્યો "રાજાની કોઇ વાત કોઇને કહીશ તો ધડથી માથુ અલગ કરી નાખીશું "વાળંદે કહ્યુ “જી બાપજી " વાળંદે થરથર ધ્રુજતા કહ્યું . રાજાએ પડદો હટાવવાનો આદેશ આપ્યો પડદો હટ્યો કે સામે રાજા દેખાયા.રાજાના કાન સુપડા જેવા મોટા હતા. વાળંદનો જોતો જ રહીગયો ..!વાળંદે હજામત ચાલુ કરી અને રાજાને અણસાર ન આવે એમ કાનને અડીને પાકુ કરતો જાય.

નવા એપિસોડ્સ : : Every Monday, Wednesday & Friday

1

ફરે તે ફરફરે - 1

એક રાજાને સુપડાજેવા કાન હતા.રાજાનો આદેશ હતો કે રાજાને કોઇ મળવા આવે તો વચ્ચે પડદો રાખવો જેથી કોઇને ખબર પડે કે રાજાને સુપડા જેવા કાન છે...પણ રાજાના માથાના વાળ ધીરે ધીરે લાંબા થઇ ગયા એટલે ન છુટકે ગામનાં વાળંદ વાંલજીને બોલાવ્યો .પ્રધાને કડક આદેશ આપ્યો "રાજાની કોઇ વાત કોઇને કહીશ તો ધડથી માથુ અલગ કરી નાખીશું "વાળંદે કહ્યુ “જી બાપજી " વાળંદે થરથર ધ્રુજતા કહ્યું . રાજાએ પડદો હટાવવાનો આદેશ આપ્યો પડદો હટ્યો કે સામે રાજા દેખાયા.રાજાના કાન સુપડા જેવા મોટા હતા. વાળંદનો જોતો જ રહીગયો ..!વાળંદે હજામત ચાલુ કરી અને રાજાને અણસાર ન આવે એમ કાનને અડીને પાકુ ...વધુ વાંચો

2

ફરે તે ફરફરે - 2

મુંબઇમા બેતાલીસ વરસ રહ્યો ત્યારે ભાગ્યમાં ગાડી લે વેચનો ધંધો એટલે સવારથી ભટકવાનું સ્કૂટર કે કારમાં ચાલુ જ રહેતું બાળકોને વેકેશનમા દેશમાં બહુ ફેરવ્યા હતા . પણ હવે નક્કી કર્યુ કે બસ હવે ભટકવાનું બંધ કરીશ …પણ ફરી કુંડળી આડી ફરી … “ મેં સમય હું ચંદ્રકાંત . તે તારા દિકરાને અમેરીકા મોકલ્યો તે તને બોલાવશે , તને સહ કુટુંબ બોલાવશે … “ “ એ સમય બાપા હું આ સાંઇઠ વરસમાં કોઇ દી પ્લેનમા રાજકોટ કે ભાવનગર નથી ગયો અને સીધ્ધો અમેરિકા ? હા દીકરાએ કહી રાખેલું એટલે પાસપોર્ટ વીઝા કઢાવી રાખેલા… બાકી રામ રામ કરો અટલા લાખ ...વધુ વાંચો

3

ફરે તે ફરફરે - 3

મારો નંબર આવ્યો ત્યારે જે કાઉંટર ઉપર હું ગયો ત્યાં કાચની અંદર કસ્ટમ ઓફિસર ને જોઇને હું દંગ થઇ ...અસ્સલ મારી ડુપ્લીકેટ ...! એવા જ સફેદ ઝીણા વાળ બેસી ગયેલો ચહેરો મારી જેવા જ ચશ્મા નાક પણ મારી જેવુ કેપ્સીકમ ટાઇપનુ ...કાચમાંથી એ પણ ચમકીને જોઇ રહ્યો એને કદાચ કહેવુ હતુ " મારો આ ડ્યુટીનો છેલ્લો દિવસ છે" એટલે એના ભાવ એવા જ વંચાયા થોડો ગળગળો થઇ ગયો હોય તેવું લાગ્યુ . મને થયુ કે તેને આશ્વાસન આપુ એટલે ગીત ગાવ જતો હતો ‘ યે જીવન હૈ ઇસ જીવનકા યહી હૈ રંગ રુપ ..પછી તે ડ્યુટી ઉપર છે ...વધુ વાંચો

4

ફરે તે ફરફરે - 4

" દર વખતે તો એમીરાત એરલાઇન્સમા જઇએ છીએ આ આરબા હુહા હુહા કરે પણ આપણને સારુ સારુ દેશી વેજ તો આ નવા લુફથાન્સીયા ને કુંવરે ક્યાં પકડ્યો? એક તો ઇ કે ઇ જરમનીમાં બોલશે શું ને તું સમજશશે શું? મારે તો ઉપાધીનો પાર નથી "ઘરવાળા ખખડ્યા... “જો તારા દિકરાને પણ બાપા ઉપર અખતરા કરતા બીક લાગે છે પણ એણે મને પુછ્યુ ચારેય જણના થઇને સાઇંઠ હજાર બચે તેમ છે શું કરું? ત્યારે હું શુ કહુ તું જ કે જોઉ?" “એવા સાઇંઠ હજાર મફતમા આવે છે? મારો દિકરો લોહીપાણી એક કરીને બિચારો કાળી મજુરી કરીને કમાતો હોય તો એમ સાઇંઠ ...વધુ વાંચો

5

ફરે તે ફરફરે - 5

ફ્રેન્કો ખાઇને પેટ તડતુમંબડ થઇ ગયુ હતુ.સ્પે .દ્રક્ષાસવની અસર ગાયબ થઇ ગઇ હતી.. પ્લેનમાં લાઇટુ ડીમ થઇ ગઇ . ઉપર કર્ટન ખેંચીને બંધ કરવાના હતા અને આઠ કલાક પછી જ્યાર્જ બુશ એરપોર્ટ લેન્ડ થવાનું હતુ .પ્લેન વાળાએ ટુવાલ જેવડી શાલ આપી અને ઇશારો કરતી ગઇ “ ગો ટુ સ્લીપ “ સામે ક્યાંક તાજમહાલ ફિલ્મ કોઇકે મુકી અને કાનમાં ભુંગળી ખોંસી દીધી .. મને એ ફિલ્મ મુગી મુગી દેખાતી હતી એટલે મનમાગણગણતો હતો “ દો સીતારો કા જમી પર હૈ મિલન આજ કી રાત … આજની રાત પછી પ્રદિપકુમારને જોઇ બીના રોયને જોઇ ને મારી વહાલી પ્રાણથી પ્યારી મધુબાલા ...વધુ વાંચો

6

ફરે તે ફરફરે - 6

કનેક્ટીંગ ફ્લાઇટના પ્લેનની સીટ ઉપર હું ફસડાઇ ને પડ્યો .ઘરના સભ્યોએ મને "ઇટ ઇઝ ઓકે"કહ્યા કર્યુ પણ મન માયા સંસારમાંથી જાણે ઉતરી ગયુ ...થોડી વારે કડક કોફી પીધી..બે ગીત મનમા વારંવાર અથડાતા હતા 'તોરા મન દરપન કહેલાયે..ભલે બુરે સારે સરમો કો દેખે ઔર દીખાયે..'તો તરતજ ‘ના કોઇ ઉમંગ હૈ ના કોઇ તરંગ હૈ મેરી જીંદગી હૈ ક્યા ..' કેટલા ઉમંગ અને ઉત્સાહથી અમેરીકા જતો હતો .. સગાનું કરી માનીને પૈસા પાકીટ મોબાઇલ અલગ ટ્રેમાં શું કામ મુક્યા .. મારા જેવો ઇન્ટેલીજંટ માણસ કેમ ભોળવાઇ ગયો ..? કેટલા સપના જોયા હતા કે અમેરીકા દિકરાને ઘરે પહોંચીને બધાને ખુશ કરી ...વધુ વાંચો

7

ફરે તે ફરફરે - 7

ઘણા માણસો દુખ પડે એટલે સાઇગલ બની જાય...કોઇ દેવદાસ બની જાય. અમેરિકાના ઇમિગ્રેશન ડીપાર્ટમેંટમાં શાહરુખ ખાનનુ વસ્ત્રાહરણ વારંવાર થવાથી એરપોર્ટ ઉપર ઉતરીને નાગા થવાની તૈયારી એટલી હદે કરે છે કે ખાસ ઇલાસ્ટીકવાળા પેંટ પહેરે છે એવુ સાંભળ્યુ હતુ..મારો નંબર આવે ઇમીગ્રશન કાઉન્ટર ઉપર આવે અને હું તુટી પડુ પણ યે હોન સકા...લાઇનમાં આગળ વધતા રહેવાનું હતુ . “ઓકે...યુ ઓલ ફોર ઇન વન ગૃપ? ગો ટુ ગેધર...."ઘરના એ લાં..બો શ્વાસ છોડ્યો...હાશ..હવે બાપાનો ‘બાફવાનો'કોઇ અવકાશ નથી નો ચાન્સ " મેં ઉંડો શ્વાસ ભર્યો ,નિરાશા ખંખેરી નાખી એક કપાલભારતી કરી એક ભત્સીકા કરી શવાસનની ઇચ્છા દબાવી રાખી. પણ એક વાત કહ્યા ...વધુ વાંચો

8

ફરે તે ફરફરે - 8

ઘરે પહોંચી બેગડા ખાલી કરી દિકરા વહુએ તૈયાર રાખેલી ગરમ રસોઇ જમી વાતે વળગ્યા ..ફ્રેંકફર્ટ ના હાદસાની વિગતો લીધી...અને કરી નાખ્યો. “ક્રેડીટકાર્ડ બંધ કરાવી દઉ..? " “ના ડેડી તમારો પાસવર્ડ તમારો ફિંગરપ્રિન્ટ ફોન એમ ન ખુલે કુ..લ " એકબાજુ જેટલોગને લીધે ઉંધ આવતી હતી બીજી બાજૂ હજી સપનામા આ વાત આવ્યા જ કરશે એ બીક હતી... “હે પ્રભો નાગર નરસૈયાથી મોટા કળિયુગના સાચા ભગતની આ દશા?(મારે એક જ દિલોજાન દોસ્ત છે એ પાછો નાગર એટલે એને ખાતર નાગરોએ ઉશ્કેરાવુ નહી પણ પાન બનાવી હિંચકે ઝુલતા પટાકા મારી ભુલી જવુ..) મને ઉંઘમા જર્મન છ ફુટની ધમડીઓ જાણે ઘડીએ ઘડીયે ...વધુ વાંચો

9

ફરે તે ફરફરે - 9

લોકવાર્તાકાર કાનજી ભુટા બારોટે અમે નાના હતા ત્યારે અમરેલીના લોક ડાયરામાં વાત કરી હતી મિત્ર ઐસા કીજીયે દુખમે રહે સુખમે પીઠ પીછે છુપે..જે વારતા કરી હતી તેમા બે કડકા દોસ્ત સાતમના મેળામા ફરવા ગયા .ગરમ ગાંઠીયા તળાતા જોઇને રહેવાતુ નહોતુ પણ ખીસ્સામા બે પાવલી હતી ..વાંધો નહી...ફરસાણના તંબુમા ગોઠવાયા.અડધો શેર ગાંઠીયા મંગાવ્યા મરચાનો ઢગલો કરાવ્યો. ઉપરથી બે કડક મીઠી ચા મગાવી ને નિરાંતે બેઠા ખાતા હતા .વિચાર કરતા હતા બહાર ભાગવુ કેમ? એમા બરોબર એ ટાઇમે કંદોઇ હારે બીજા ઘરાકનો ઝગડો થયો.. મેં વીસની નોટ આપી હતી એમ ઘરાક કહેતો હતો કંદોઇ કે દસની આપી હતી એમાંથી ઝગડો ...વધુ વાંચો

10

ફરે તે ફરફરે - 10

"ગયે વખતે અરકન્સાની સફર મનમા રહી ગયેલી એટલે આ વખતે આઠ જણની ફેમીલી ટુર ગોઠવી છે" કેપ્ટનનો હુકમ થયો... હવે એકદમ ટેકનોસેવી થઇ ગયા છે એટલે અરકાન્સા ટાઇપ કરીને ગુગલડા ને પુછ્યુ બોલ મેરે આકા આ આરકાન્સામા આરીભરત કરે છે કે આરી ભરાવી દોડાવે છે કે આરકાન્સા ન્યાં એવુ શું દાટ્યું છે કે માંડ હજીતો જેટલોગ પુરો ય નથી થયો ત્યાં મારા ભમરડાએ મારી જેમ ચલો ચલો ચાલુ કર્યુ. હજી દિવસે જમતાં જમતાં જોયા ખાઇએ છીએ ને રાત્રે ઇંડીયામાં કેમ છો ?કરતા ફોન કરીને વાતો કરીએ..ત્યાં આ વળી ભોં માથી ભાલો કાઢે એમ કાઢ્યું અરકાન્સા.. ..ચારસો માઇલ એટલે ...વધુ વાંચો

11

ફરે તે ફરફરે - 11

૧૧ "આ લોકો મીઠે હાવ મોળા..."મેં અમુક આઇટમોની ઉપર મારો મત આપ્યો. મારા પૌત્રે મને ટેબલ ઉપર મરી મીઠાની દેખાડી... દાદા લુક હીયર . તમને જેટલું જોઇએ એટલુ એડ કરવાનું યુ નો ડીપેન્ડસ.. રાઇટ ?એક વસ્તુ મેં માર્ક કરી કે જે લોકો અમેરિકામાં પાંચ વરસથી વધારે રહે એના ટેસ્ટ સાવ બદલાય જાય છે .આપણા જેવા પાંચ છ મહિના માટે આવતા હોય એ ઘરના નરહે ન ઘાટના..તેમા વાંક આપણો છે... પહેલી વખત મેં મારા ગ્રાંડ સનની વાત માની. .. તેણે મારી સાથે હાઇપ કરી .. યે .. આમ પણ અમારાબેની જોડી બરાબર જામેલી છે .. મને એ બહુ વહાલો એને ...વધુ વાંચો

12

ફરે તે ફરફરે - 12

ફરે તે ફરફરે - ૧૨ એકતો ત્રણ ચાર હજાર ફુટ ઉપર ગાડી ગોળ ગોળ ફરતા ગાડી ચડાવો એમા ચડી જાય પછી ઉંટની અંબાડી જેવા પંદર માળનો ટાવર જુઓ અને પછી ઉપરથી વ્યુ કરવાની લીફ્ટના ભાવ વાચીને ચક્કર આવી ગયા એમા તો ભાવકો ઉંચા નીચા થઇ ગયા પણ દાનેશ્વરી કર્ણ કે બલિરાજા બનવા તૈયાર દિકરાએ મારી સામે તુચ્છ નજરે જોયુ અને લીફ્ટની ટીકીટો પકડાવી . “જો ભાઇ આ લોકો તને ખોબે ખોબે પૈસા આપે એટલે આમ ઉડાડીશ તો તારી ધરમશાળામાં જ તારે રેવાનો વારો આવશે " “ડેડી તમે જ કહ્યુ હતુ "એક હાથ સે દો એક હાથ સે લો ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો