ફરે તે ફરફરે - 42 Chandrakant Sanghavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફરે તે ફરફરે - 42

આજે હું અને મારા સાળા વાતો કરતા એમના ઘરે બેઠા હતા .. બે પુરૂષ મિત્ર

કે સગા હોય પણ વાત  લગભગ આમ જ  શરૂ થાય ...

ભાગ્યે જ ભેટે બાકી હાથ મેળવી  ક્યારેક ખભા ઉપર હાથ મુકે પછી ખભા 

દબાવે નાનો હોય તો પીઠ ઉપર હાથ ફેરવી લે ..બસ પતી ગયુ .હવે  

વાતચીત શરૂ થાય....(સાવ શુષ્ક..)શું ખબર છે ? કે દેખાતો નથી હમણા..

તબિયત સારી ?કેમ છે ધંધાપાણી ?  (હવે બીજાની વાત શરુ ) પેલો સુરેશ

મળે છે કે નહી ? પવલો ? ભાઇ હવે પવલો કરોડોપતિ થઇ ગયો હવે

થોડો ઓળખે ? દિપક સાવ  પાછો પડી ગયો ?ક્યાય દેખાતો નથી !

શું દેખાડે ?ગામના બે કરોડ ને બેંકનુયે લાંબુ નિકળ્યુ છે ....આ બધ્ધા કરમના

ખેલ છે ભાઇ જેવુ કરો તેવુ ભરો ...તું હમણા બાપુની કથામા ટીવીમા દેખાયો 

તો હોં !બાકી આ બધ્ધા અંદરથી એક સરખા .કોઠીમા હાથ નાખવાનો જ નહી

કાઠીયાવાડી હશે તો હાલો નહિતર ચાલો ,ચાપાણી પીએ...

ત્રીજા ની વાત પુરી  .ચા  સાથે ચોથી વાત શરુ થાય ...શું લાગે છે બજારનુ?

મોદી આવશે?બાકી સુરતવાળા ની તો નોટબંધીમા બેંડ બોલાવી દીધી ...

...........બસ આવી જ વાતો કલાક એક ચાલી એટલે મને યાદ આવ્યુ મારો એક સગો

ભરત અને એના ચાર દોસ્તાર  બોરીવલી સ્ટેશન ઉતરે ત્યારે આવીજ 

કોઇ પણ વાતમા ચર્ચા કરતા ઉભા રહે ...પ્લેટફોમ નંબર એક ઉપર છેલ્લી

ગાડી જાય .હવાલદાર ચાર આટા મારી જાય કેન્ટીનવાળો વડા ઉસળ

પાંવ ચા આપીને થાકીને દરવાજો બંધ કરે બે બાંકડે બેઠેલા જમીન ઉપર 

બેસી જાય બે ઉભેલા  બાંકડે બેસી જાય કુતરુ આવીને બાંકડા નીચે સુઇ જાય

અંતે સવારે છ વાગે કેન્ટીન ખુલે ત્યારે ચા પી ને ઘરે જવા નિકળે ત્યારે એક

વાત ભરતો કબુલ કરે "કદાચ તમે ત્રેણે ક્યો છો એમ હોય પણ ખરુ .પણ હું 

માનુ નહી એમ કેમ બને ?"

અમારી વાત પણ ફ્લેટના ભાવ ઇન્વેસ્ટમેંટ થી મોદી સુધી પહોચી હતી...

બાકી હતો તો દાઉદ ને પવાર ને  બાળ ઠાકરે...થી મુંબઇના વરસાદ બીએમ 

સીની ઘાલમલ સુધી પહોંચી પછી "ચાલો એક રાઉંડ મારી આવીયે તમારે

ઓલાની પાંસેથી બુક પાછી લેવાની છે ત્યાંથી હવેલી સુધી જઇ આવીયે"

રસ્તા જુના હ્સુસ્ટન ના સાવ મુંબઇ જેવા ખખડી ગયા છે હોં .લ્યો આ તમારો

બુક ના હિસાબ વાળો...

“ભાઇ મારી બુક જાંગડ તમારા પપ્પાએ  બે વરસ પહેલા રાખી હતી તો 

હિસાબની વાત મેં કરેલી એ બાબત વાત કરવી હતી "

“ડેડી તો ન્યુયોર્ક ગયા છે પણ ન વેંચેલી આ પંદર બુક પાછી...અમારે ત્યાં 

ગુજરાતી બુક વેંચાતી નથી કારણકે આ વાચનારા કાકાઓ પાસે પૈસા દિકરા

આપતા નથી એટલે હોતા નથી એમા બુક ક્સાંથી ખરીદે ?આ બધ્ધી બાકીની 

બુક અમે મફત આપીયે છીયે .એક બુક પાછળ બે ડોલર  રોકો અને બે વરસે

ત્રણ ડોલર મળે તો શું કામનું?"લેખક બિચારો સામે ઉભો રહી સાંભળતો રહ્યો...એ જો એમ કહે કે મને તો એકે ડોલર મળતો નથી તો આખી ગુજરાતી ભાષા આપધાત કરી જાય.....એની

માટે તો ઝેર તો પીધાછે જાણી જાણી જ હોય...આ ગુજરાતી સર્જક લેખકો

કવિઓ ની હાલત છે

..........હવેલી પહોંચ્યા ત્યારે દર્શન ખુલી ગયા હતા....અંદર એરકંડીશન હવેલીમા

પગમુક્યો તો સાવ સુમસામ.ન મહારાજ ન મુખીયાજી ન ચોકીયાત.

ભગવાનની સામે હાથ જોડી ઉભો રહ્યો..."કેમ ચંદુલાલ કેમ છો ? શું ખબર છે?

મજામા?તબિયત તો સારી છે ને ?આજે કોઇ મારી ચોકી નથી કરતુ એટલે

બોલ્યો"  હું તો આપને દંડવત કરુ છું પણ બોલુ શું ? "