નાનનો એક છેડો તું પકડ ઘરવાળાને કહ્યુ.
કેમ?
“ વરસોથી આપણે રસ્સીખેંચ નથી રમ્યા એટલે મજા આવશે ટ્રાઇ કર “
ઘરવાળી તો આન પણ નાજુક એમા નાન બે હાથથી પકડીને છોડી દીધુ..નો તુટ્યુ...
નાન જેવુ નાન નો તુટ્યુ ? શેકેલા પાપડનુ શું થશે ? છોડો કુલચા ને દાંત
વચ્ચોવચ્ચ લઇને દબી દ્યો...
“ ભાઇ આવા મેંદાના નાન ગરમ ગરમ પ્લેટમા મુકે એટલે તુરત ચાલુ ન કર્યુ તો માણસ બહુ પસ્તાય.. આ પઠ્ઠા સરદારો આવા નાન કેમ ખાતાં હશે ? સારુ છે કે ગુજરાતીઓને ઘંઉની કરકરાં લોટની બિસ્કીટ જેવી ભાખરી કે નરમ રોટલી કે રોટલા ચાલે આ ના ચાલબે રે બાબા.. આમ નાન ઉપર બટર જે તરતું હતુ તે ચીપકી ગયુહતુ.. એટલે આપણે સમજી જ જવાનું કે હવે કસોટી શરુ…પણ ચાર ડોલરનો નાન ફેંકી થોડો દેવાય ? ત્રણસો રુપીયાની એક આ નાનુડી .. ? આજે ઝનૂન ચડી ગયુ.. હે નાનુડી એમ તને છોડી નહીં દઉં . પછી જુના કસરતથી દાવ અજમાવીને નાનને એવા છેડે થી પકડ્યું કે લાંબુ થઇને પણ ટુકડો થયો .. મેં વિજય ઘોષ કર્યો પણ સહુ મારાથી વોધારે હોંશીયાર હતા કે દાંત વચ્ચે દબાવીને ટુકડો કરતા હતા.. મારીથી એમ નહીં થાય..
ભાઇ મારા દાંત ઓરીજનલ છે પણ વાંકાચુકા છે એટલે કુલચા હજી રમત કરે છે
“હવે ડેડી તમારુ તો નાચનારીનુ આંગણ વાંકુ જેવુ લાગે છે જુઓ આ કાળીયા
ધોળીયા કંઇ બોલે છે વાઉ વાઉ કરતા ખાય છેને ? હવે પુરીલ્યો ને પછી
શાકને માન આપો......”
પુરી પ્લેટમાં લેતા જ એવી ખાતરી થઇ ગઇ કે નક્કી નાનવાળાએ જ આ પુરી બનાવી હશે અટલી જાડી દબાઇ ગયેલી ..? પછી ઇંડીયા યાદ આવી ગયુ આહાહા બા તાવડે માંડે ને પીળી પુરી ગરમ ગરમ ફુલીને દંડો થયેલી પુરી ઉતારે અને તાસકમાં મુકે કે એ પુરીની સુગંધથી તરબતર થયેલા એકપછી એક અમે ભાઇ બહેનો હાજર હોય તે બાની પાછોળ છુપાઇને ઉભા હોઇએ .. એટલે ઝપટ મારીને એક એક ઉપાડતા જઇએ..ફુ ફુ કરતા તેમા હોલ પાડીએ એટલે વરાળ નિકળી જાય … પછી છુંદો લેવા કોણ રોકાય ? એક કોળિયે એક પુરી ..આમ પાંચ સાત પુરી ગુણ્યા પાંચ ભાઇ બહેન … પછી મોટી બેન વણવા જાય તો જ આ લશ્કરને પુરીઓ પુરી પડે ..અમારે ઘરે ન્યુઝીલેન્ડનાં ગોરીયા જમવા આવ્યા એ જમાનાંમા છ છુટ ઉપરના હટ્ટાકટ્ટા ગોરીયા અમરેલીમાં જોણુ થયુ હતુ .. એ આવા પુરીનાં બોલ પકડીને ગોળ ગોળ ફેરવતા હતા
“ મેડમ ઇંટ ઇઝ વંડરફુલ મેજીક .. હાઉ ડુ યુ ફીલ એર ઇન સાઇડ ?”
મોટીબેન ભાગીતુટી ઇગ્લીશમાં સમજાવ્યુ ..પછી થાકીને બોલી “ ઇટ ઇઝ અવર મેજીક જય હિંદ..” પછી રસોડામાં બા પુરી બનાવતા હતા તે આખી પ્રોસેસ જોઇને વા વાઉ કરતા રહ્યા…આજે આવી ધડૂક પુરી જોઇને હાઉ હાઉ કરવાનું મન થયુ પણ ભુખ કકડીને લાગી હતી એટલે જો મીલા સો બિસ્મિલા કરીને પુરી ઉપર હાથ માર્યો.
પહેલો કોળીયો કઢી પકોડીનો લીધો ને મારી કથા ચાલુ થઇ ગઇ....આ
બધ્ધા કેટરીંગ કોલેજમા યે નાપાસ થયા હશે ને કાકા મામાએ ઇમીગ્રેશનની ફાઇલુ મુકી હશે તે ગ્રીનકાર્ડવાળા થઇ ગયા હશે બાકી ટ્રમ્પકાકા છેક હૈદરાબાદ પાછા મુકવા
આવે એ પાક્કુ.....આને આપણા તરલાબેન દલાલના ઘરમા વાસણ ઉટકવા રાખ્યો હોત તો અમારા આવા દિવસો ના આવત....કથા આગળ ચાલવાની તૈયારીમા
હતી ત્યાંજ પુરીના કકડા સાથે શાહી કોફતુ મોઢામા ગયુ ને થોડી રાહત થઇ,
“આ મા એક જણ ભણેલુ લાગે છે....! " બીજે કોળીયે પનીર દા સાગ પણ
સારુ લાગ્યુ પછી ભડસા જેવી જાડી પુરી ને છોલેને ચાખીને પાસ કર્યા..
પાંત્રીસ માર્ક આપ્યા પછી ગલાબ જાંબુએ બધ્ધા ગુન્હા માફ કર્યા... ને ખીરે
પૈસા વસુલનો પેટભેદી નાદ કર્યો...આવી ગરમીમા ગરમ સમોસા ને કાંદા
ભજી ને પેટીસના કકડે જય ઘોષ કર્યો...જીરા રાઇસને બિરીયાની તો
આ લોકોને આવડે જ ને કહી દબાવીને ખાધા પછી 'અહક' થઇ ગયુ..
કેમ ડેડી કેમ લાગ્યુ?
બસ હવે બે કકડા કલીંગરના તો માંડ જશે...!
પેટ અમારૂ પોતાનુ હતુ એ ભુલી ગયા ને પછી માંડ ઉભા થઇ પહોળા પહોળા થાતા ચાલીને ગાડી સુધી માંડ પહોંચ્યા.
ચાલો ધીરે ધીરે નેચર પાર્કમા આંટા મારીયે...
બાજુના મોટા પાર્કપાંસે ગાડી પાર્ક કરી હાલમડોલમ ચાલતા અમે બાંકડે બેઠા
ત્યાં વળી માણસોના ટોળા હતા ...આજે ફેમીલી અગેઇન ડે હતો એટલે
એક કાળા સજ્જનોનું કુટુંબ મિલન ચાલતુ હતુ. સોએક જણ બ્લુ ટી શર્ટ પહેરેલા જમવા નાચવાનો ગીતો ગીતો ગાવાનો પ્રોગ્રામ પુરો કરી હસતા મોજ કરતા જોયા...આપણે ત્યાં
એવુ ઇડીયામા માને છે કે અમેરીકનોમા ફેમીલી લાઇફ જ નથી તેનો જવાબ
અમારી સામે હતો મોટી ઉમરના વડિલોને બધા ડસ્ટબીન નથી માનતા પણ
અંહીયા સહુ પોતપોતાની જીંદગી જીવે છે...
“ભાઇ જરા વધારેપેટઉપર બોજો સહન નહી થાય ...જલ્દી ઘરે પહોંચી
જઇએ તો જ માનમા રહેવાશે "