ફરે તે ફરફરે - 34 Chandrakant Sanghavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફરે તે ફરફરે - 34

"આપણે હંમેશા નાચકણામા કુદકણુ કેમ હોય છે ? " મારો પ્રશ્ન  છે.

"પ્રશ્ન સારો છે ... ડેડી પણ આજે તમારે હ્યુસ્ટન  સાહિત્ય સરિતામા

વાચવાનુ છે કે નાચવાનુ છે ?"

“હે બુધ્ધીના બાદશાહ તારા મગજને આરામ આપ.તારા છંછેડવાથી

મારુ યોગબળ વેરવિખેર થઇ જાય છે ..વિચારો આડેપાટે ચડી જાય છે"

“એજ તો મારુ મિશન છે "

અત્યારે મહત્વની  વાતો ચાલતી હતી કે આ મારુ પ્રોગ્રામમા એકલા જવુ

મને નથી ગમતુ...મને પણ ઘણા બધા  સાંભળવા આવ્યા હોય એવુ

ગમે એટલે હું કાયમ તારી મમ્મીને કહું કે તું મારી સાથે ચાલ પણ એ ના ની

હા કોઇ દી કરતી નથી મેં ધમકી પણ આપી  કે આવા પ્રોગ્રામમા મારા 

ચાહકોમા લેડીઝ વધારે ઇમોશનલ થઇ જાય છે તેવુ મને લાગે છે..તો તરત

રાગડા તાણી મારા વખાણ કરે "મેરુ તો ડગે રે જેના મનડા ડગે નહી રે"

પહેલા તો હુ આ ને લીધે પોરસાતો હતો હવે મને ખબર પડી કે  ...જો 

દિખતા હૈ વો હૈ નહી ...પછી મેં ય મુકી દીધુ કહેવાનુ...આવવુ હોય તો આવ.

બાકી ઘરે બેઠી રોજ ઠાકોરજીને કીધા કરે છે 'મને ચાકર રાખો જી'પણ મે ફુલ

તાકાતથી ઠાકોરજીને વોર્નિંગ આપી દીધી છે કે ચેક કરજો પહેલા કે

એનામાં મીરા જેવી એલીજીબીલીટી છે કે નહી ? પછીતમને ય ભારે

ન પડે...બસ આવા બધ્ધા ડીસક્શન કરતા હોઇએ ત્યાં આવા પીછા મારવાની

શું જરુર?

“ડેડી તમારે ત્યાં શુ પહેરીને જવાનુ છે ? કંઇ ઇંડીયાથી સારા કપડા લાવ્યા

છો?"

“આ વખતે નવા રુમાલ અને નવા ગંજી લાવ્યો છું"બાપાએ સવાશેરી કાઢી.

તો ખાલી એ પહેરીને તો ન જવાયને ?અમારીયે કંઇક તો ઇજ્જત હોયને ?"

લે ભાઇ મારી બેગમા થી તું અને તારી મમ્મી નક્કી કરીને આપો મને

જે આપશો એ પહેરી લઇશ બસ..."

અંતે ડ્રેસકોડ નક્કી થયો .જે સાહિત્ય  સાથે લાવ્યો હતો  તેમા નવી ઉભો દોરો

આડી સોય લીધી અને થોડી કવિતા લીધી.ધરમાં વાતો કરતા તૈયાર થતા

જ બાર વાગી ગયા ...ગાડી ભગાવતા રસ્તામા નક્કી કરવાનુ હતુ કે જમવાનુ 

શું અને ક્યાં ? 

“ડેડી આજે મસ્ત નોર્થ ઇંડીયન  મસ્ત ફુડ ખવડાવુ.. ચલો હોટેલ આગા..."

“ભાઇ આપણી પાસે વીસ મીનીટ છે એમ એ લોકો ને કહેજે અને સાહિત્ય

સરીતાવાળાને કહેજે કે અમે દસ પંદર મીનીટ મોડા પહોંચીશુ .."

અમે આગા હોટેલ પહોંચ્યા એટલે એક ખાલી ટેબલ ઉપર સાત જણા ગોઠવાયા.ઓર્ડર મુજબ અમારા માટે વેજ પનીર અને તળેલા પરોઠા આવ્યા સાથે ફ્રી સલાડ મુક્યુ ...ક્વોંટીટી અને ક્વોલીટી બન્ને મસ્ત હતા..દરમ્યાનમાં પારસલ માટે

હરાભરા કબાબ અને એક કંઇક ગ્રીન ભાજી પરોઠા બિરીયાની નો ઓડર 

અપાઇ ગયો હતો . અમારુ જમવાનું ચાલુ થયુ.. ચારે તરફ ઇંડીયનો પાકીસ્તાનીઓ પંજાબીઓ  કબાબ ને ચીકન કોફતા સુડુડુ કરતાં ખાતા હતા .. મોટે મોટેથી એ પાજી એ પાજી ચાલતુ હતુ . વેઇટરો પણ ખુલતા પંજામાં અને કુરતા ઉપર કાળી બંડી અસ્સલ પાકીસ્તાનીઓ બનીને પીરસતા હતા.. બહુ તહઝીબથી એટલેકે વિનય વિવેકથી જી પાજી કે જી બાદશાહ કહેતા હતા .. પહેલી વાર તળેલા પરોઠા મળ્યા એટલે ચંદ્રકાંત ખુશ હતા . મનમાં બબડતા હતા .. હાશ પહેલી વાર મેંદાનાં પરોઠાથી બચ્યો નહીતર પરોઠાને તોડવામાં અને ચાવવામા મારી ભુખ અડધી થઇ જતી . પનીરએકદમ સોફટ ને ગ્રેવી પણ મસ્ત હતી પણ સલાડ સહુથી સરસ હતુ . ઉપર મરીચીના મસાલો નાખીને અમે ખાતા હતા .. આજે હ્યુસ્ટન સાહિત્ય સરિતામાં જવાનું હતુ એટલે ત્યાં પણ કંઇ કચરબકર ખાવાનું થશે સમજીને રાઇસ દાલને છોડીને અમે ઉભા થયા .. અમારુ પાર્સલ તૈયાર હતુ તે પકડીને અમે ગાડીમાં બેઠા .

“ યાર આ લોકોનું દિલ બહુ મોટું હોં .. પછી ઇંડીયન પંજાબી હોય કે પાકીસ્તાની પંજાબી પણ જેટલું દિલથી ખાય એટલા જ પ્રેમથી ખવડાવે…. આ આપણા મુંબઇથી લઇને આખા મહારાષ્ટ્રમાં મરાઠી લોકો “એવડા એવડા .. બસ ખુશ ઝાલા લઇ થાન કર્યા કરે ને વડાં પાંઉ કે મિસળ માં તરી નખાવીને પાંઉ ચાર પાંચ ખાઇ જાય પણ ધરાર બીજુ મિસળ મંગાવે નહી .. અમે જુના મહાબળેશ્વરમા હોમ ફુટ ખાવા બેઠા ત્યારેપહેલાજ મારુતિએ ભાવ અને મેનું કહ્યુ 

“ સઘળા ચાલેલ” પછી વીશ મીનીટે નાનકડી વાટકીમાં શાક અને રોટલીઓ આવી  ત્યારે શરમ મુકીને કહેવું પડ્યું 

“ બધા મારુતિ બાબા પૈસે ચી કાળજી કરુ નકો અમારા પુશ્કળ ભાજી પાહીજે..” ત્યારે માંડ માંડ બે વાટકી વધારે વેંગણની ભાજી મળી હતી તે યાદ આવી ગયુ. …….

“ડેડી આ પાકીસ્તાની હોટેલ છે પણ ફુડ બહુ સરસ  બનાવે છે "

“પણ આ પૈસા પાકિસ્તાન જશે એ યાદ છે ?"

“હ્યુસ્ટનમા અમેરીકામા સૌથી વધુ પાકીસ્તાની રહે છે "

મને યાદ આવ્યુ  હ્યુસ્ટનનાડાઉન ટાઉનમાં હીલક્રોફટ એરિયામા અમારી સામે તંબાકુવાળા પાન ખાઇને એક મીયા ગાડીમાં બેઠા પછી એમની ગાડી અમારી આગળ ચાલતી હતી તેનો સીગ્નલ ઉપર દરવાજો ખુલ્યો અને મસ્ત મજાની લાલ રંગની

 તમાકુ ભરેલા પાનની પીચકારી મારી ...હતી આ દ્શ્ય જોઇ હું ગદગદીત થઇ ગયો હતો આ  પાકીસ્તાનીએ પાકિસ્તાનની લાજ રાખી હતી....

પણ આ આગા હોટેલની લખનવી તહેઝીબને સલામ કરી અમે ગાડી ભગાવી

ટાઇમથી પંદર મીનીટ મોડા પહોંચ્યા ત્યારે ફરીથી ઇંડીયા યાદ આવી ગયુ.

ચાર પાચ જુના જુના મિત્રો મળ્યા બીજી બાજુ કાર્યકરો  હજી માઇક ટેસ્ટીંગ

કરતાહતા .મેંમારા સાહિત્યકાર વડીલને  હસતા હસતા પુછ્યુ "બધ્ધા ટકી 

ગયા છે  ગજબ કહેવાય..! ?"