ફરે તે ફરફરે - 1 Chandrakant Sanghavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફરે તે ફરફરે - 1

એક રાજાને સુપડાજેવા કાન હતા.રાજાનો આદેશ હતો કે રાજાને કોઇ મળવા

આવે  તો વચ્ચે પડદો રાખવો જેથી કોઇને ખબર ન પડે કે રાજાને સુપડા

જેવા કાન છે...પણ  રાજાના માથાના વાળ  ધીરે ધીરે લાંબા થઇ ગયા એટલે 

ન છુટકે ગામનાં વાળંદ વાંલજીને બોલાવ્યો .પ્રધાને કડક આદેશ આપ્યો "રાજાની કોઇ વાત કોઇને કહીશ તો ધડથી માથુ અલગ કરી નાખીશું "વાળંદે કહ્યુ 

“જી બાપજી " વાળંદે થરથર ધ્રુજતા કહ્યું .

રાજાએ પડદો હટાવવાનો આદેશ આપ્યો પડદો હટ્યો કે સામે રાજા

દેખાયા.રાજાના કાન સુપડા જેવા મોટા હતા. વાળંદનો જોતો જ રહીગયો ..!વાળંદે હજામત  ચાલુ કરી અને રાજાને અણસાર ન આવે એમ કાનને અડીને પાકુ કરતો જાય

“માળુ..છે તો અસલી કાન હોં ...ભારે કરી ,અવડા મોટા કાન ? "

હજામત થઇ ગઇ. રાજાએ સોનામહોર આપીને  વાળંદને કોઇને વાત નહી કરવાના

હુકમની યાદ આપી...

વાળંદ વાલજી ની મુસીબત હવે શરુ થઇ..ન કહેવાય ન સહેવાય...

ન કામમા જીવ ચોંટે ન ઘરમાં ઉંઘ આવે .બૈરીએ પુછ્યુ "શું થઇ ગ્યુ છે તે

આમ સુકાતા જાવ છો ? રાજાએ તો મજાની સોનામહોર આપી છે..."

વાળંદ વાલજીની ફટકી "વ્હાલા મુઇ...આ ઇ ની જ મુસીબત છે..."

પરસેવે રેબજેબ વાલજી જંગલમા ચાલ્યો ગયો અને આદત પ્રમાણે

એક સરસ મજાના ઝાડને કહ્યુ "જો સાંભળ હે સાગનાં ઝાડ આપણો રાજા સુપડ્ડકન્નો છે રાજા

સુપડ્ડ કન્નો"

વાલજી ફ્રેશ થઇ ગયો "હાશ  હવે ડચુરો નિકળી ગયો "

વાર્તામાં તો પછી કઠીયારો આવે લાકડુ કાપે તેમાથી સુતાર વાજુ બનાવે

પછી વાજુ વગાડે  ત્યારે અંદરથી સુર નિકળે "રાજા સુપડ્ડ કન્નો"

રાજાના સૈનિકોએ સુતારની  ધરપકડ કરી . 

બોલ  તને કોણે કહ્યું કે રાજા સુપડ્ડકન્નો છે  ?અને  તપાસ ફરતી ફરતી  કઠીયારા ઉપર આવી .. “ મહારાજ હું બેગુનાહ છું  મેં જંગલમાંથી આ લાકડું કાપ્યું .. પણ આ લાકડુ બોલતું કઇ રીતે થયુ તે ખબર નથી .. હવે ગામમાં વાત ફેલાણીહતી . ફરતી ફરતી તપાસમાં  વાલજી વાણંદ ઉપર ભીંસ વધી ગઇ .. “ આનાં પેટમાં વાત ટકે જ નહીં નક્કી એણે જ વાત કરી હશે.વાણદ પકડાઇ ગયો  અને ગુન્હો કબુલ કરી લીધો .

મારી દશા પણ આ વાલજી વાણંદ જેવી  અત્યારે થઇ છે

“ન નિગલ સકતા હું ન ઉગલ સકતા હું "એટલે આગળની કરમ કથની

 કહો કે પ્રવાસ કથા શરુ કરતા પહેલા આત્મખોજ કરવાની હતી…

 કાલથી  જે પ્રવાસ નવલકથાલખી છે તેમાં અમેરિકા એક ભ્રમણા કે શમણા ? અમેરિકા જવાનુ સપનુ શા માટે મોટા ભાગના સેવે છે?  ત્યાં શું છે શું નથી? કેટલી નિરાશાઓ  અને આશાઓ વચ્ચે લોકો કેમ જીવે છે ? કેટલા હારે છે કેટલા જીંદગી ઢસડે છે કેટલા  એશઆરામમા જીવે છે ? કેવાસપના ચકનાચુર થાય છે કેટલીમજબુરી છે , કેટલી દેશીલોકોની આહ અને વાહની અને મોજની વાતો કરવી છે...પણ હું એટલે કોણ ?

 શા માટે  મને બહાર ભમવાનું બહુ ગમે છે  એનો કોઇ જવાબ મારી પાંસે નથી , બસ ગમે છે .

જમન જ્યોતિષે નાનપણમાં મારી કુંડળી લખી છે તે મેં વાંચી છે . તેમાં ચોખ્ખું લખ્યું હતુ કે આ ચંદ્રકાંતને શનિ બહુ પાવરફુલ છે એટલે ભટકવું ઇ એનુ ભાગ્ય જ છે.. આ નોનો હતો ત્યારથી મારી બાને સતત ચિંતા રહેતી …મારા બાપુજી ઉર્ફે ભાઇને ક્યાંક ફરવા જતા હોય તો પણ ટોક્યા કરે “ ભાઇ સાબ આ ચંદુનો હાથ પકડી રાખજો .. આખો દી ભટક્યા કરે છે કોણ જાણે કુલ્લે શું ભમરા ચોંટ્યા છે .. આ મોટાની કાંઇ ઉપાધી નથી વાંહે વાંહે મુંગો મુંગો આવ્યા કરશે પણ … મારો જીવ ઉંચો ને ઉંચો જ રે છે આ છોકરા પાછળ …”

બાપા બગડ્યા “ કેમ ?  જીવ જરા નીચો રાખતા શીખો . ઇક્યાંય નહી જાય બાકી મારા બાપાને  ઘરનેં આંગણે રમતાં રમતાં બાવાએ ઉપાડીને બાવો ભાગ્યો તો કે નહી ? પણતોય પાછા આવી ગયા તા યાદ છે ?”

“ મને ક્યાંથી યાદ હોય હું તમારા ઘરમાં થોડી જનમી હતી ? પણ બા કહેતા હતા કે ઓલી જીવી ધોબણે બાવાને બાપુજીને લઇ જતા જોઇને ધોકે ધોકે મારીને ભગાવ્યો હતો એટલે બાપા પાછા આવ્યા હતા “

હવે આવી બા અને બાપુજીની મેચ ચાલતીહોય એટલે ચંદ્રકાંત એક લટાર મારી જ લેતા …

“ લે વળી આ ચંદ્રકાંત હતપતીયો ક્યાં વઇ ગ્યો.. ? હાથ કેમ નહોતો પકડ્યો ?” બા હાફળાફાંફળા જુએ છે … બાપા હસુ હસુ થાય છે .. અમે આવા જ છીએ ભમરા …જમન જ્યોતિષીની વાત કરતા કરતા બાપુજી  બા ની સાથેનાં બચપનની યાદ આવી ગઇ .

હાં તો ચંદ્રકાંતભાઇ તમારી કુંડળીમાં ચલિત શની છે એટલે એ તમને ઘરમાં રહેવા નહી દે . ખરેખર બચપનથી ભટકવું કે રખડ્યા કરવુ એ સૌથી પ્રિય.. પણ પાછુ ભટકતી વખતે ડાફોરીયા બહુ માર્યા કરવાની જુની આદત હતી . ઘરની બહાર કુતરો કેમ કેમ પકવાન ઢાળીને કેવી રીતે લાંબો થઇને ખોડો ખોદીને સુઇ ગયનો છે કે કાગડો ઉંધ કેમ લે … ચકલી ઘરમાં કેવી રીતે ઘૂસે ને કાગડો કેવી રીતે પાછળ પડે એવુ ઝીણું ઝીણું જોયાકરવાની આદત પડી ગઇ એટલે માણસોનું પણ સતત ઓબઝરવેશન ચાલ્યા કરે 

આ ભાઇ ખુરસી પર બેઠા પોતાનાં ટાંટિયા રમાડ્યા કરે છે પેલા ભાઇ નાકમાંથી પકડીને વાળ ખેંચ્યા કરે છે કેપેલા બેન ત્રાંસી નજરે મને જોયા કરે છે એ બધુ જોવાની આદત એટલામાટે પડી કે ભગવાને મોટા કોડા જેવા ડોળા આપ્યા તે ચકળવકળ થયા કરે..પણ આમાં ફરવાની વાત ક્યાં આવી ?