ફરે તે ફરફરે - 46 Chandrakant Sanghavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફરે તે ફરફરે - 46

કોર્ટમા...

મી.ચંદ્રકાંત તમે "ચોળીને ચીકણુ કરવામા માહેર છો એવો આક્ષેપ છે..અત્યારે

આ પાણીપુરી પુરાણનો કેસ  "તમારી અધુરી કહાની"મા લાવી બનાનાલીફના

ભાવકોને અન્યાય કરી શું સાબીત કરવા માગો છો ?"

“મી લોર્ડ બનાનાલીફમા અમારી સાથે બનાવટ થઇ એ મહત્વની વાત નથી.

વાત સીત્તેરલાખની વસ્તીવાળા વડોદરા શહેરની જનતાને અટલી ઉત્તમ

ચાટની વાનગીથી વંચિત કરવાનુ કાવતરુ હોવાની નિકળી એટલી જાગૃત

ગુજરાતી તરિકે આ મેટરને પ્રાયોરીટી આપી છે...કોઇ બનાવટ નથી...

આ મારી એફીડેવીટ.......

...........

રામ અવધ મિશ્રા વડોદરાના સહુથી બાહોશ વકીલે બાજી સંભાળી લીધી

મા લોર્ડ...હજુ દુનિયામા ક્યાંય સાબિત નથી થયુ કે તંબાકુ ખાય તેને કેન્સર

થાય થાય ને થાય.આજે પણ દર હજારે એક માણસને થાય તે .૧ પરસન્ટ

ગણાય,તેની સામે કંઇ પણ લત નહોય તેવા નિર્દોષ લોકો દર હજારે બે 

માણસો મરે છે આ વલ્ડ હેલ્થનો રીપોર્ટ...

“પણ બીડી સીગરેટને પાનીપુરી સાથે શું લેવાદેવા ? "જજ સાહેબ.

એડવોકેટ રામ અવધ મિશ્રાની દલીલો શરુ થઇ અને અંહીયા ચંદ્રકાંતને  પોતાના કાકાના દિકરા મોટાભાઇ યાદ આવી ગયા .. વરસોથી યુ એસમાં રહે પણ એક બેવરસે જ્યારે ઇંડીયા આવે એટલે મુંબઇ એરપોર્ટ ઉપર એ જમાનાંમા કાલીપીલી ટેક્સી હતી  એટલે અંધેરી વેસ્ટમા પોતાને ઘરે જવા નાનાભાઇ સાથે ટેક્સી પકડી ને જેવા ઘર નજીક આવે એટલે નાનાભાઇને કહીદે “ તું એક કામ કર સામાન લઇને ઘરે પહોંચ . ટેક્સીવાળાને સો રુપીયા આપીને છૂટો કરજે હું જરા ભુખ લાગી છે એટલે યુ નો થોડુ ઝાપટીને આવુ છું..મોટાભાઇ ટેક્સીમાંથી ઉતરીને તેના ફેવરીટ  તિવારીનાં ખુમચા બાજુ વાળી જાય .. નાનોભાઇ બબડતો બબડતો ઘરે પહોંચી સામાન ઉપર ચડાવે એટલે રા જોતા ભાભુ પુછે “જીતુ ક્યાં..?”

બા એ તને ખબર છે અમેરીકાથી ઇંડીયા શેના માટે આવે છે .. એક નંબરનો ભુખડ છે .. ઓલા તિવારીને ખુમચે બે પ્લેટ પાણીપુરી એક સેવપુરી ઉપરથી લબાલબ ભેળ પેટમાં પધરાવીને સીટી વગાડતો વગાડતો ડોલતો ડોલતો આવશે મારા ને તારા ભાગ્યમાં ભાખરી કોબીનું શાક  રહેવાનું જોજે”

ભાભુ મન મનાવી લેતા “ બિશારો બે વરસથી આવુ બધુ ચટપટ ખાવા ન મળે એટલે એકદમ ભુરાયો અથરો  થઇ જાય છે . ખાઇ લેવા દે પછી કાલે એને ઠંડી ભાખરી જ મળવાની છે..”

ચંદ્રકાંતને એ યાદગીરીની રીલ મનમાં ચાલતી હતી એ કટ થઇ ગઇ અને કોર્ટમાં ચાલતા કેસમાં પરોવાઇ ગયા ..

“સાહેબ સંબંધ છે....છે...આ મ્યુનિસિપલ કમિશ્નર મી ધુળધોયા સાહેબ

પહેલા હેલ્થ ખાતામા હતા ..તેમના આંતરડા જ નબળા છે એટલે દર ચોમાસે

ઝાડા ડાયેરીયા થાય જ છે.આ રીપોર્ટ.આવુ જ તેના  ચાર ઓફિસરો જેમણે

આ રીપોર્ટ તૈયાર કર્યો છેએની, જેની ચડામણીથી ધુળધોયાએ ગરીબ ખુમચા

વાળાનુ જીવન ધુળધાણી કરી નાખ્યુ છે એ લોકો માટે તેમની વાઇફો શું કહે 

છે?સાંભળો....સી.ડી. ચાલુ કરો પ્લીઝ..

મી લોર્ડ..આ સીડી રંસીલીબેન મુળગાવકર જે સહુથી મોટા વડોદરાના 

ન્યુટ્રેશીયન ડાઇટીસ્ટ છે .એ વોટ્સઅપ ગૃપ હાઇ સોસાઇટીની સ્થુળ

મહીલાઓ માટે ચલાવે છે તેમા એ ચારે ઓફિસરોની વાઇફો મેંબર છે 

દર મંગળવારે અલકાપુરીના ફેમસ ખુશીલાલ ખુમચાવાળાને ત્યાં પાણીપુરી

સાથે સેલ્ફી પાડી ફેસબુકમા પણ મુકે છે આ લાઇવ વીડીયો ઓફિસર 

ત્રીપાઠીની વાઇફ માયાબેનનો છે

“બેન તમારા વર ત્રીપાઠીજી..."

“હવે મુકોને એની વાત,રોજ બધી હોટલો મીઠાઇઘરોમા  ખાઇ ખાઇને પેટ

તડતુંબડ થઇ જાય એટલે રાત્રે સુતા પહેલા એક પ્લેટ પાનીપુરી ખુશીલાલની

ખાય ત્યારેજ આફરો બેસે છે "

“એડમીન મુળગાંવકર આપ શું કહોછો?"

“જુઓ અમારા મરાઠી લોકો ને ગોળકોકમનુ પાણી  બહુ ભાવે..ઇમલી તો 

વજન ઘટાડવાનુ ઉત્તમ ઔષધ છે મારા ગૃપમા મેં સહુ ને રોજ નહીતો

એકાતરા પાણીપુરીના સેવનની સલાહ આપી છે..

મી લોર્ડ પાકશાશ્ત્રી ચંચળબેનનો લેખ.ચોખ્ખુ લખ્યુ છે કે મરાઠીમા જેને

પાદલુણ કહેવાય તે સંચળ જો પાણાપુરીના પાણીમા નાખો તો બધા 

બેકટેરીયા મરી જાય..લેખની કોપી...

“હવે જૈનો પણ કઠોળનો વિરોધ કરતા નથી તો આ પાણીપુરીમા બીજુ છે 

શું?

“મારી ચેંબરમા એક  નહી બે પ્લેટ પાણીપુરી ખુશીલાલની મંગાવી  લો.આવો રસીક

કેસ ઘણા વખતે આવ્યો છે . રામ અવધની સચોટ દલીલોથી મારા મોઢામાં પણ પાણી છુટી ગયુ .. રામ અવધની સાથે ચેબરમા પાણીપુરીની મજા આવશે ..એડવોકેટ રામ અવધ મલક્યા.” યસ સર “

કેસ એડજોર્ન .કાલે સુનાવણી આગળ વધશે..."