ફરે તે ફરફરે - 20 Chandrakant Sanghavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફરે તે ફરફરે - 20

ફરે તે ફરફરે - ૨૦

 

આજે અમેરિકાના ઘરોની વાત માંડવી છે...પછી ઘરના લોકોની વાત પણ કરીશ..

અમે પહેલા સ્યુગર લેન્ડ રહેવા આવ્યા  એ હ્યુસ્ટનનુ પરૂ ગણાય  પણ ના એ લોકો એને સુગરલેન્ડ ડીસ્ટ્રીક્ટ કહે.અહી એને  બીજા લોકો કાઉન્ટી કહે..એના પોતાના અમુક કાયદા ,પોલીસ  રોડ ગટર પાણી વિજળી એની જવાબદારી .. સુગરલેન્ડવાળાની . એક પરુ એટલે એક કોલોની જેમાં બસો ચારસો બંગલા હોય  એના પણ કાયદા હોય . દરેક ઘરમાં રહેવા આવો એટલે બંગલાની આગળ પાછળ લોન હોવી જ જોઇએ .. ઉનાળામાં બળબળતા તાપમાં ખાસ જાતનું ઘાંસ જ ઉગાડવાનું કંપલસરી.. તેને અઠવાડીયે દસ દિવસે કાપવું પડે એટલુ ઉંચુ થાય એટલે માલિકોએ ગ્રાસકટર લઇને બગીચામાં ચકરડા મારવા પડે.કાપેલા ઘાંસને દર બુધવારે કાળી જમ્બો બેગમાં ભરીને બપોરે અગીયાર પહેલા મુકી દેવાનું.. ઘરની બહાર  કોલોનીએ બીકનો કે સાગ કે એવા એંશી સો ફુટ ઉંચા કે ત્રીસફુટ ઉંચા વૃક્ષ જે કોલોનીવાળાએ ઉગાડ્યા હોય તેની જાળવણી એણે કરવાની જ . ડાળીઓ મોટી થાય એટલે એણે જ કાપી નાખવાની. થડીયે લાકડાનાં ભૂકા ટુકડાનાં મંચ કહે એ દરેક ઝાડને ફરતાં નાખેલાં જોઇએ જ એટલે ઝાડનો ભેજ સચવાય .. સુપર સ્ટાફથી એવા મંચના લાકડાના ટુકડાનાં થેલા તમારે લાવવાના..દરેક ઘર એટલે કે હાઉસ કહો કે બંગલો તેનાં બેકયાર્ડમા ઘાંસને છાપાંથી છાંટવા સ્પ્રીક્લર હોય તેને ટાઇમ લાગેલા હોય એટલે જેવો ટાઇમ થાય એટલે ચારેબાજુ પાણીનાં ફુવારા કરે .. આવુ જ કોલોની રોડ અને કાંઉન્ટીમાં બધ્ધી હોય જ . હવે અટલું કર્યા પછી પુરુ નઈ થતું બાપલા જો ભુલેચુકે ઝાડ પડી ગયુ કે સડી ગયુ તો તમારે ખર્ચે નવુ મોટુ એ જ ઝાડ નાખવાનું જ ..હવે આમા રહેનારો અંદરથી ગાભા જેવો થઇ જાય પણ દેશમાં આવી આપણાં ઉપર છાંટ મારે .. “અમ્મારે તો મોટો ચાર બેડરૂમનો બંગલો બાપા હાલતા હાલતા થાકી જાંયે..” અરે ઘરમાં માણસ કેટલા રહી શકે તેનાંય કાયદા આમ પંદરવીશ જણ ઘરમાં રહે એ ન ચાલે કેમ ? તમે વીસ જણા અટલું પાણી વાપરો પોટી કરો એ બધ્ધુ ડ્રેઇન સીસ્ટમ પર લોડ પડે ગાડીયુ બે હોય ઠીક છે પણ ત્રણચાર રાખો ન ચાલે .. આવા આવા કાયદા આપણાં દેશીઓને કેટલા કઠે બોલો ?  લાકડાની કંપાઉંડવોલ પડે કે સડે તો ચાલીસ પચાસ હજારનો ફટકો તમને લાગે .. અરે છાપરું દર દસ વરસે બદલાવવાનું જ એ પણ તમારે ખર્ચે ..નળમાં સરકારી પાણી આવે તે રાતના ફ્રી પણ જો સવારે વાપરો તો ચાર્જ લાગે ..હરીઓમ..બાકી કુદરતી આફત આવે કે હરિકેન જેવી સરકાર  ખાલી બચાવવાની  કામગીરી કરે મકાન પડી ગયા બરબાદ થઇ ગયા એવુ રડવાનુ નહી એક રૂપીયો ન મળે..કલ્યાણરાજની કલ્પના અહી છે જ નહી.......

આખા સ્યુગરલેન્ડમા હર ગલ્લીમા દેશી લોકો જ છવાયેલા છે..જ્યાં જુવો

ત્યાં ઇંડીયન મળે.. અહીયા જેને હાઉસ કહે તે બંગલાઓમા  અટલી કંઠીનાઇ પછી ટેસથી લોકો રહે.. બાકી દરેક મુળ જુના શહેર ઉર્ફે ડાઉનટાઉનમા બંગલા બહુ ઓછા અને બહુ જ મોંધા... ગોરીયા વધુ આજે પણ આપણાં દેશીને એ સેકન્ડ સીટીઝનની જેમ જોવે . મોટા ભાગે એટલે ત્યાં એપાર્ટમેન્ટ કે  કોંડુ ટાઉન એન્ડ કંન્ટ્રી  (રો હાઉસ)  પણ હોય.

અમરેલીના મારા મિત્ર બિપીન ભટ્ટ મળી ગયા "બાપુ  અંહીયાના મકાનો કેવાં હેં ઠહાવ ખોખાના ઘર હોં લાકડાની ફ્રેમુ ઉપર પુઠા જડીદ્યે .હાળુ એક ઢીકો મારો તો બખ દેખાના 

આરપાર..." 

તમે તો બિપીનભાઇ બેલાર્ડ કે કે એવુ જ નામ છે ત્યાં રહો છો ને?

અમે તો ફ્લેટમા ભાડે રહીં છીં .મારે તો રોજની રામાયણ થાય સે ચંદ્રકાંતભાઇ.

કેમ ?શેની ઉપાધી ? 

બાપુ ફ્લેટુ યે લાકડાના ખોખા ઉપર હોય ઇમા હુ પહેલે માળે છંઉ તે 

હું ઘરમા હાલુ તો ફ્લેટ હલે.. ઘણીવાર તો ઇમ થાયકે ક્યાંક  ફલોરમા કાણુ પડી જાહે

ને ભફાંગ પડીશ તો ઓલી નીચેવાળી  કાળીગોરીનુ છુંદો થઇ જાહે.. ક્યારેક તો સવાર પડેને  કાગારોળ કરતી ઉપર આવે "બિપીન ઇટ ઇઝ ઇનફ" પછી મારી હટી ગઇ "મારા

ફ્લેટમા હું હાલી ન હકુ? નોટ અલાઉડ ? તો શું હું શિર્ષાસન કરુ ? હાથથી હાલુ ? મે કીધુ 

“મેડમ આઇ એમ લીટલ મોર લોંઠકા.."ભાઇ અડધો કલાક થ્યો હમજાવતા

કે વોટીઝ લોઠકા .. મારી ઉપર કાળી માતા રેછે હો સાક્ષાત કાળીમાતા લાગે તમને ...

કેમ ?

અરે બાપુ સો કીલોની બાઇ પુરી બ્કેક જાપાન ઘુંઘરાળા વાળ ને મોટી મોટી

આંખ્યુ...કપડાનુ તો પુછશો જ મા..એક મીટરનો જ ખર્ચો..ઉપરથી હાથ પગ

ના નખ લાલ રંગે જાણે ખપ્પરમા હમણાં જ કોઇકનુ  લોહી “પી"ને આવી હોય એવી.

હવે મારા દુખ કોને કેવા જાઉ?ને આવુ આપણી દેશીભાષામા હાભળનારુ

કોણ મળે..? મારે તો ઉપર ભડાકા ને નીચે કડાકા . પણ તમે હજી તો રોકાવાના છો ને ? 

 આપણી અમરેલીની વાતું કરવીછે હોં.થોડાકદી રોકાજો આમ હુડ હુડ કરતા વયાનો જાતા"