ફરે તે ફરફરે - 47 Chandrakant Sanghavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફરે તે ફરફરે - 47

પાણીપુરી પુરાણ આગળ...

“મી લોર્ડ  મારા ઘરનો જ એક દાખલો આપીશ... મારા બે ભાઇ પરદેશ રહે છે

એક ભાઇ ઇંડીયા ઉતરે કે ટેક્સીને સીધ્ધો ખુશીલાલને ખુમચે લઇ જાય ને

બે ચાર પ્લેટ પાણીપુરી સેવ પુરી રગડાપેટીસ ખાઇને પછી ધરે આવે છે

બીજો એરપોર્ટથી મોઢાઉપર રુમાલ બંધી લે છે છતા છીંકાછીક કરતો

ઘરે પહોંચે છે ને ઉકાળીને ઠંડુ કરેલુ ગરમ પાણી જ પીવે છે અમે  હસીયે

તો ગુસ્સે થઇ "ઓલ નોનસેન્સ પોલ્યુશન.." એવુ બધુ બબડે છે હુ બારી

બહાર રસ્તા પરના ગરીબ રાભડા જેવા ભટુરીયા બતાડુ છુ  .મી લોર્ડ

આ પ્રશ્ન પાણીપુરીનો છે જ નહી .આ પ્રશ્ન માણસના ઇમ્યુનીટી પાવરનો

છે.છેલ્લા દસ દિવસથી આપણા નાજર બાટલીવાલા મારા ટીફીનમાંથી

દસ પાણી પુરી રોજ ખાઇ છે પણ તેઓ ઉત્સાહી અને સ્વસ્થ છે આપે પણ

બે દિવસથી લાહવો લીધો છતા આપ પણ સ્વસ્થ છો  તો આને રોગચાળા નુ 

મુળ કઇ રીતે કહેવાય?"

“સોરી રામઅવધજી હુ પણ આપની જેમ  ભાવનામા બહેકી ગયો છું એક

તોઆ કોર્ટમાઆવા રસીક અને સ્વાદિષ્ટ કેસ આવ્યા નથી તેનો રંજ છે

તો સામે ખુશીલાલની પાણીપુરીનો હવે હું પણ આશિક થઇ ગયો છું મારી

વાઇફ આવુ કંઇ બનાવી શકતી નથી એટલે થેંક્સ "

સર એક નવુ સંશોધન આ રોગચાળા માટે આવ્યુ છે કે પહેલા વરસાદના બુંદો 

પડે એટલે કવિઓ છાકટા થઇ જાય છે એ બુંદોને ચુમે છે હોઠે અડાડે છે

પછી માડ માંડ મુકે હવામા તરતા ...હવે આવી બુંદોમાથી કોઇકને નશો ચડી

જાય પછી ગાવા માંડે "મને ભીજવે તું તને વરસાદ ભીંજવે"હવે આવી બુંદો

જેના પેટમા જાય ને ત્યાં. ગીત ગઝલ ગાય તો માત્ર વાછુટ થાય છે

પણ જે અચ્છાંદસ  ગાય તેને ડાયેરીયા કોલેરા ઝાડા થાય છે એવુ સંશોધન

વિવેચક વિરેચનલાલ બુચે કર્યુ છે આ એમના લેખની ફેસબુકમાથી 

કાઢેલી કોપી..."

“મી લોર્ડ હવે આ કેસના અસલી મુળની વાત કરીશ .CCTV ફુટેજ  આ સાથે.

મી.ધુળધોયા પંદર દિવસ પહેલા  આ ખુશીલાલના ખુમચે સરકારી જીપ

લઇને ગયા આ તેના ફુટેજ....આગળ ......એમણે  ખુશીલાલને એક પ્લેટ

પાણીપુરીનો ઓડર આપ્યો....જુઓ....આ ધુળધોયા કેટલા ખુશ થાય છે

હવે ખુશીલાલે દસ રુપીયા માગ્યા એટલે સાહેબનો પિત્તો ગયો.ગાળાગાળી

કરી ધમકી આપી "તારો ધંધો બંધ કરાવી દઇશ"બસ આ જ આ કેસનુ મુળ છે

આપ જે હુકમ કરશો તે માન્ય છે"

ખુશીલાલ ક્યાં છે?આવા હિંમતવાન વેપારીને નમન.મારે ખુદને તેમની

પાંસેથી રેસેપી લેવી છે "

“સર ખુશીલાલતો વાઇફ સાથે અમેરિકા ગયા છે.આજે હ્યુસ્ટનમા તેમના

દિકરાએ ફ્રેન્ચાઇઝી ખોલી છે "ખુશીલાલ ધી ખુમચાવાલા "

જજસાહેબને ખુશીલાલ ખુમચાવાલાની પાણીપુરી એટલી ભાવી હતી કે તેમને ચટપટી થતી હતી કે ક્યારે કોર્ટ છૂટેને ક્યારે ખુશીલાલને ખૂમચે જાઉં … પણ વકીલની વાત સાંભળી હતાશ થઇ ગયા ..

“ ઓહ નો.. આવા પાકશાસ્ત્રની ખુશીલાલ  જો કાયમ માટે અમેરીકા જશે તો  વડોદરાને કાયમ ઉત્તમ ચાટ પાણી પુરીની ખોટ પડશે .. કેસમાં કંઇ દમ નથી મી ધૂળધોયા ઉપર ઇમાનદાર માણસને હેરાન કરવાનો  પસા ન દેવાનો લાંચ માગવાનો આરોપ ઘડી કાઢવા કોર્ટ ફરમાન કરે છે . કેસ એડજોન..”

એડવોકેટ તિવારીએ જજસાહેબને ખુશ ખબર આપ્યા કે ખુશીલાલ મહીનાંમા પાછા આવી જશે.. યુ એસમાં તેમનો પુત્ર ખુશમન ખુશીલાલ ખુમચાવાલા ચાટ ભંડારની ફેંચાઝી હ્યુસ્ટનમાં  ડેડીનાં હાથે ઇનોગ્યુરેટ કરાવી આવેલા સહુ ઇંડીયન મહેમાનોને આજ ફ્રી પાણીપુરી આપવાના છે…”

જજ સાહેબે થોડા ઉંચા અવાજે ‘ભારતમાતા કી જય’ બોલી ચેંબરમા ઘુસી ગયા. 

-------

"ડેડી આ પાંચ મીનીટથી પાણીપુરીની પ્લેટ સામે પડી છે તમે ક્યાં ખોવાઇ 

ગયા હતા?

“કોર્ટમાં … અરે આજે જ અંહી હ્યુસ્ટનમાં ખુશીલાલ ખુમચાવાળા ચાટ ભંડાર ખુલે છે , આજે સહુને પાણીપુરી ફ્રી ખવડાવશે … “

ડેડી આવા ખુશીલાલ જેવા બીજા દસ ચાટ ભંડાર ઓલરેડી  છે પણ આપણે  સાંજના સાત વાગ્યા છે અને આઠ વાગે તમે જાણો છો કે ઘરભેગા થવું પડે .. આ હીલક્રોફ્ટ એરીયાની બરોબર પાછળ ડીસ્કો ડ્રગનાં મોટા અડ્ડા છે એટલે આપણે થોડુ જલ્દી પતાવવું પડશે પ્લીઝ .. પણ આમાં તમે બોલ્યા કોર્ટમાં .. એટલે મુબઇથી કંઇ મેસેજ હતો..? 

“ અરે ના ભી ના એ તો થોડો વિચારવાયુ થઇ ગયેલો .. ઓ કે લેટસ એંજોય…”

“હેં?"

“ અરે વાહ તમે બધાએ દંહીવડા.. દંહીપુરી છોલે ભટુરે મંગાવી લીધા  પાણીપુરી મારા માટે પણ આવી ગઇ વાઉ…..? સોરી, લાઇનમાં ઉભા રહી ડીશ પકડવામાં તમને હેલ્પ ન કરી.. ચાલો ચાલો જલ્દી કરો…

( હ્યુસ્ટનમાં હીલક્રોફટ એરીયામા બોમ્બે સ્વીટમાં ચાટ ભોજન માટે અમે ગયા હતા )