ફરે તે ફરફરે - 33 Chandrakant Sanghavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફરે તે ફરફરે - 33

સવારના દસવાગે અમે ગાડીમા બેઠા ત્યારે સહુને યાદ કરાવ્યુ...તે યાદ આવ્યુ.

“આ લુંગીપ્રધાન  દેશમા જઇએ છીએ એટલે યાદ રહે આ ચડ્ડા નહી ચાલે

પેન્ટ નહીતર ધોતી નહીતર લુંગી...લેડીઝને  પંજાબી કે સાડી  ..."

મેં મારા મિત્ર રામાસ્વામિને પુછ્યુ આ  ડ્રેસકોડ શા માટે છે ? તેણે  કહ્યુએ

એ તમે પણ જાણો..એક તો  મંદિરમા આવતા ભક્તોની નજર ભગવાન

ઉપર રહે ...મી. ચંદ્રકાંટ અમારા એકદમ ઓથેટીંક પુજારીની નજર

પણ  આડાતેડા નહી હો અને ભગવાન  પણ કોઇ બ્યુટીફુલની પાર્શ્યાલીટી

નકરે ધેટ ઇઝ વોટ આઇ થીંક .." મારી નજર સામે

કેટલાક હિંસક ભક્તો  તરવરતા હતા એટલે વધારે સંશોધન પડતુ મુક્યુ .

રસ્તામા આખુ લુંગીશાશ્ત્ર  યાદ આવી ગયુ...હતુ 

૧.સાઉથ ઇંડીયનો ની લુંગી  સીવેલી નથી હોતી  પણ ઉપરથી ક્યારેય

ખુલતી નથી...કેવી રીતે ઉભી આડી ગાંઠ મારે એ હજી સમજાતું જ નથી પણ મંદિરમાં જાય ત્યારે ગોલ્ડન લેસ પટ્ટા વાળી સફેદ આર સ્ટાર્ચ કરેલી લુંગી ને ખેસ અચૂક પહેરે પણ પોતાનાં ગામમાં કે મુબઇમાં મેં નજરે જોયેલું છે કે એ પોતાની મરજીથી કે ગુસ્સામા આવે  ત્યારે તેની ચોકડાવાળી મોટાભાગે બ્લુ લુંગી આપોઆપ ઉપર ચડી જતી હોય છે

૨. ગુજરાતીઓને લુંગી પહેરતા આવડતી નથી . તેમને લાલ લીલા રંગની લુંગી ચાલે છે ગાંઠ વાળતા જ નથી બે બાજુ પાટલી મારી પેટમાં ખોંસી દે જે સમય અનુસાર તથા ભોજન પછી નીચે તરફ સરકતી જાય.દરેક લુંગીધારકે ઘરના સામે લુંગી છુટ્ટીને સીધી નીચે પડી જાય તેવા દાખલા ઘરે ઘરે મોજુદ છે .. આવા સમયે સસરાની લુંગી નીચે પડે ત્યારે બૈરી અને દિકરો હિંસક સ્વરુપ લે છે અને વહુઓ મોઢામાં આંગળા નાખી કે દુપટ્ટો ખોંસીને રસોડા તરફ દોટ મુકે એ શિરસ્તો હજી જળવાઇ રહ્યો છે ; ત્યારે પાછળ પાછળ બા ઉર્ફે મમ્મી આવી હમ.. હમ એવા અવાજ કાઢીને માથુ લેફ્ટ રાઇટ કર્યા કરે પછી સાસુ વહુ બન્ને સાથે ખડખડાટ હસી પડે .. પછી મમ્મી બોલેય ખરા ..

“ લુંગી પહેરવાનો શું મોટો ડોડીયો વહી જાય છે .. એક તો પહેરતા આવડ નહીં ગાંઠ મારે નહીં આપણી જેમ લુંગીમાં નાડા નહીં પછી થાય આવા ભગા.. બીજી બાજૂ દિકરો બાપાને લાલ આંખ કરીને ઉંચે અવાજે કહે પણ ખરો કે ગાંઠ મારતા શું જાય છે આ તો અનીતાને મમ્મી  હતા પણ મહેમાન આવ્યા હોય ત્યારે આવુ થાય તો ?

 સહુને શરમજનક  મુક્યાના દાખલા મોજુદ છે ઉપર પેટે ખોસેલા છેડા  ક્યારેક ધીમે ધીમે સરકતી તો ક્યારેક હવાના અભાવે  પંખો સમજીને ભુલથી  ગાંઠબહાર થઇ

થઇ જાય છે ...એટલે જ દિકરાના લગ્ન થાય કે બીજા દિવસથી  સસરાને

લુંગીમુક્ત કરવામા આવ્યાના દાખલા મોજુદ છે ...

૩.ગુજરાતીઓ એક મીટરની લુંગી પહેરે છે પંજાબીઓ બે મીટરની પહેરે

ત્યારે માંડ  આવા તોતિંગ પેટ કવર થાય છે ......કેટલાક મારવાડી સીંધીઓ માત્ર મુક્તી માટે બસ હવા છેક અંદર સુધી આવે ત્યારે જે ઠંડક થાય તેની મજા માટે જ લુંગી પહેરે ત્યારે વહેલી સવારના  એજ લુંગી માથે ચડી જાય છે...એટલે આ શાશ્ત્રમા

બહુ  ઉંડા ઉતરવુ નહી એમ જાણીતા ગુજરાતી હાસ્યકારો કહે છે..

..........

મીનાક્ષીપુરમ પહોંચ્યા ત્યારે કકડીને ભુખ લાગી હતી ...પ્રશ્ન એ હતો કે પહેલા

પેટોબા કે પહેલા વિઠોબા....? એટલે પેટોબા કરવા અમે પહેલાં ધસી ગયેલા..

કોઇન મશીનથી ડોલરને ખણખણતા કર્યા...ને લાઇન લગાવી ઉભા રહ્યા...

એક બાજુ સાંબાર  રસમ અને ચટની અનલિમિટેડ ના બાઉલ ભરાતા ગયા અને

ઇડલી મેંદુવડા મસાલા ઢોસા કર્ડ રાઇસ અનેપોંગલ પચડી ઉર્ફે મસ્ત  ખીચડી

પેટ ભરીને જમી પરિતૃપ્ત થયા એટલે મેં મફતની અસલી સાઉથ ઇંડીયન

કોફી પેટમા જરાયે જગ્યા ન હોવા છતા સાંકડમુકડ કરાવી પધરાવી..

બહાર પોર્ચમા બેંચ ઉપર થોડીવાર આરામ કરી મંદિરમા પ્રવેશ કર્યો.

આદી શંકરાચાર્યજીથી  બધ્ધા સંત  શંકરાચાર્યજીના કાળગ્રસ્ત થવાની

તવારિખો હતી.ભગવાન શિવનુ  મંદિર હતુ બાજુમા પાર્વતિજી ઉર્ફે પદ્માવતી

માં નુ એટલેકે માં અંબાજી જગતજનનીનુ દૈદિપ્યમાન રુપ હતુ .અમે  સહુ

આંખ બંધ કરી દર્શન કરી  આગળ વધ્યા...

મુખ્ય એરકંડીશન મંદિરના દ્વારમા પ્રવેશ્યા ત્યાં ભગવાન તિરુપતિ બાલાજી

ની આરતી ચાલતી હતી  આગળમાં મિનાક્ષીજી ઉર્ફે રુક્ક્ષમણીજીના

અતી સુંદર દર્શન શાંતીથી કરી ત્યાં નીચે બેસી થોડુ ભગવત સ્મરણ કર્યુ

આરતી પુરી થઇ એટલે જ્યોતની રક્ષા કરી સહુએ ભાવપુર્વક કપાળે ભસ્મ

તિલક કરી આનંદ વિભોર થયા ...

અહી સાઉથ ઇંડીયનો  નામ પાડવા ,માનતા માની હોય તે છોડવા પહેલા

સંતાનને પગે લગાડવા લગ્ન પછી છેડાછેડી ((લુગીમા રીત થોડી અલગ છે કે

ખેસને બાંધેલો હોય તે છોડે ) છોડી નાગમ્માને મુક્ત. કરે ત્યારે દાગીના ચડાવે

આવુ ચારે તરફ ચાલતુ હતુ  એ નાગમ્માની માં પણ ખાસ આવી હોય તે લુંગી પ્રધાન જમાઇને સોનાની ચેન કે વીંટી આપે  વેવાઈને શેલા નણંદને સોનાની કાનની બુટ્ટી એમ સહુને રાજી કરવા પડે ત્યારે આ લેડીઝ પ્રધાન પ્રસંગને માણતા સસરા ઉર્ફે પપ્પાનો કોઇ ભાવ પુરાંતો ન હોય એટલે સાઇડની થાંભલીને ટેકે ઝોકા ખાતા હોય એવું વિહંગમ દ્રશ્ય અમે આંખમાં કંડારતાં હતાં  ..નાના નાના ચોણીયા ચોળી પહેરી ફરફરતી નાની બાલીકાઓ પ્રસાદના લડ્ડુ કે પેંડા હાથમાં લઇ આમ થી તેમ દોડતી થપ્પો રમતી હતી તેનો પપ્પા નાગેશ ધડીયે ધડીયે નૈના નો નો ડોંન્ટ રશ પછી જરાય ન સાંભળતી નૈનાને તામિલમાં એક બે ચોપડે પછી નાગમ્મા વચ્ચે પડે પછી પૂજામાં માંડ ધ્યાન આપતો અને નૈના ઉપર નજર ફેરવતો નાગેશ પ સામે જ બેઠો હતો..એ  પણ આનંદ લીધો...

બહાર નિકળ્યા  ત્યારે બપોરના ત્રણ વાગ્યા હતા .તો બળબળતા તાપમા ગાડી સુધી જવા માટે દોટ મારી ને બેસવા દરવાજો ખોલ્યો...દરવાજાનું હંડલ પણ હાથને ચમક આપી ગયુ હતુ ..

 નાનપણ માં વાર્તા વાંચી હતી કે એક વાંદરો રોજ ડોશીને હેરાન કરીને તેની રસોઇ ઉપાડી ભાંગતો હતો એટલે ડોશીએ લોખંડના પાટલાને ગરમ કરીને પછી તેના ઉપર ખીર મુકી .. જેવો વાંદરો પાટલે બેસવા ગયો કેકુલ્લા બળી ગયા ને હડપ કરતો ભાગી ગયેલો .. એમ સીટ  જેવો બેસવા ગયો કે વનોએ માં થઇ ગયુ ને બમ ગરમ ગરમ સીટ ઉપર સડી ગ્યા પણ અમારાથી હુઇ કરીને ભાગી શકાય તેવુ હતુ નહીં એટલે ચંચોળતા બેસી રહ્યા.. મનમાંથી ચીસ નીકળી નક્કી મને બાલાજીએ ડામ દીધો ..."વોઇ માં ......."