ફરે તે ફરફરે - 27 Chandrakant Sanghavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફરે તે ફરફરે - 27

ફરે તે ફરફરે-૨૭

 

"હશે મારીદશા કેવી તને સમજાય છે હે કેપ્ટન (સાકી)હવે ખાવાના નામે

મારુ દિલ ગભરાય છે સાકી...."

“ઓ કે .વલ્ડફુડ ટુર સમાપ્ત કરતે હૈ પિતાશ્રી..."

“આજે તમને એવી જગ્યાએ લઇ જવાનો છુ જેની તમે કલ્પનાએ ન કરી હોય".

“ભાઇ આ તારી ગોળ ગોળ વાતોથી મને ચક્કર આવે છે કલ્પના આવતી નથી. અમ્માના જીવનમાં કલ્પના લખાયેલી નહોતી ઓન્લી વાસ્તવિકતા એટલે તારી મમ્મી આવી બાકી એક વખત મોગલે આઝમ જોઇને  કેટલા વરસો સુધી કલ્પનાં સપના આવતા હતાં કે એક જન્મ તો મધુબાલા સાથે લગ્ન થવા જોઇએ પણ મગર યે હો ન સકા  પછી અવાર નવાર પ્યાર કીયા તો ડરના ક્યા સપનામાં ગાતો હતો, પછી મનમાં પરણ્યા ને મનમાં રાંડ્યા જેવું થયું.. મુળ તો તારા બાપુમાં પ્રેમ કરવાની હિમ્મત નહીં ઉપરથી સંજોગો જ એવા નહોતા એટલે પછી જો મીલા સો બિસમિલ્લાહ એમ સમજી માંડવે બેસી ગયેલો . ઘરવાળા પાછળ ઉભા ઉભા સાંભળતા હતા .. પુત્રશ્રી આનંદ લેતા હતા .. અચાનક શંકા ગઇ કે કંઇ નહેવાનું કહેવાઇ ગયુ ? બફાઇ ગયુ ? ( આ આક્ષેપ લગ્નના પહેલા દિવસથી મારા જેવા ભોળા સજ્જન ઉપર થાય છે) એટલે અંદરથી અવાજ આવ્યો ‘ સાવધાન’  . પાછળ જોયુ તો સાક્ષાત ઘરવાળી.. હસતા ઉભા છે ..

“ તારા ડેડીને બહુ અભરખો હતો કે મધુબાલા મળે પણ મધુબાલાનો મ યે ન મળ્યો .. ઇ  બિચારી તમને યાદ કરતાં કરતાં મુગલેઆઝમનું ગીત ગાતાં ગગડતાં મરી ગઇ.. ખુદા નિગેહબાઝ હો તુમ્હારા …ને મને કહેતી ગઇ કે આવતાભવમાં હું જરુર ચંદ્રકાંતને જ પરણીશ . હવે આવતાભવની રાહ જો ..”

ના ના મહોતરમાં એ તો એ તો તતત મમમ મજાક કરતો હતો,આ તારો સુપુત્ર મને રોજ નવા નવા કોયડા કરીને જમવા માટે ઉશ્કેરે છે . તને પણ ખબર છે કે  ખાવા માટે ગુજરાતી કમાઇ છે ,પછી ખાવા  પાછળ બધુ ખર્ચી નાખે છે એ બધ્ધી મને ખબર છે

નવા નવા ખાવાના પ્રયોગો જેટલા ગુજરાતી કરે છે એટલા કોઇ વિચારી

નથી શકતુ..સળગતા પાન આઇસક્રીમના ભજીયા ...પણ ઇ બધ્ધાને

ચીનની પંદર દિવસની ટુર કરાવ એટલે પાછા આવીને સીધ્ધા દિક્ષા જ લઇ લે

કાં બાવા થઇ જાય બાવા.મને તો શંકા છે કે ગુજરાતમા જાતભાતના બાવા બાપુ

મહંતો ના કુળ જાણીશ તો ચીન નહી તો સીક્કીમની યાત્રા કરી હશે "

“ડેડી કુલ ડાઉનહવે એ દુખના દિવસો ભુલી જાવ.બી ચીયરફુલ..

“આપણે હોટેલ હ્યુગોમા જઇએ છીએ.. તમે મનમા કલ્પના યે નહી કરી 

હોય એટલુ મસ્ત."

“ એક મીનીટ, મને ખબર છે વિક્ટર હ્યુગોની એની લીસ મીઝરેબલ  કથા મેં વાંચી છે ફ્રાસનો મહાન કવિ લેખક હતો બોલ તારા ડેડી બહુ ખબર રાખે છે બેટ્ટમજી .પણ એ તો સો વરસ પહેલાં જ ઇશુ શરણમ ગચ્છામિ થઇ ગયેલા તો વળી આ હ્યુસ્ટનમાં હ્યુગો ક્યાંથી આવે..?”

સસ્પેન્સ ઔર ઘુંટાયો ...જંગલ કે વલ્કેનો જેવી હોટલ હશે બીજુ શું?

ઘરથી નિકળ્યાપહેલા સુચના આપવામા આવી "આ હ્યુસ્ટનની ટોપ ક્લાસ

હોટેલ છે .અહીયા બહુ હાઇ સોસાઇટી વાળા આવે એટલે  તમારી આ

ચડ્ડી બનીયનધારી ગેંગ નહી ચાલે.સરસ કપડા પહેરજો.મેં અરમાનીનુ શર્ટ

અને રેમંડનુ પેંટ ઠઠાડ્યુ.."નાઇસ "મે પુછ્યુ ?

“નાઇસ” સહુ સાથે બોલ્યા.

બધ્ધા અપ ટુ ડેટ થઇને ગયા .હોટેલ હ્યુગોનાં ગેટ પર વેલેટ પાર્કીંગ હતુ

“બે ગાડીના થઇને દસ તો આમા મુંડાશુ" હું બબડ્યો.

નંબર અડધા કલાકે લાગ્યો .આઠ જણની મંડળી ગોઠવાઇ એટલે આઠ

મેનુ સાદા પાની આવી ગયા જેમાથી ચાર અક્ષર જ્ઞાન વગરના એ મેનુ પાછા 

વાળ્યા..

“ડેડી દેખાવ તો એવો કરવાનો કે તમને બધી સમજણ પડે છે પછી થોડુ

વાચવાનુ પછી મને મેનુ આપી દેવાનુ એટલે તમારો મોભો રહે"

વાત આગળ ચાલત પણ નાના નાના બાઉલમા મસાલા શીંગ આવી..!

કેપ્ટને મોઢુ પહોળુ કરી મારી સામે જોઇ કહ્યુ "મફત"

“તેં બિયર કે એવુ કંઇક મંગાવ્યુ હશે એટલે મંચીંગ આવ્યુ હશે !"

“ના ના અંહી બ્રેડ કે ચીપ્સ નહી મસાલા શીંગ આપે"

વાહ વાહી થઇ કેપ્ટનનો જયજયકાર થયો. રસીક મંડળી  મસાલા શીગ

ઉપર લાગીપડી ત્યાં વાનગીઓનો રસથાળ પીરસાયો અમારી ફેવરેટ

ચીઝની આઇટમોમા ગરમ ચીઝના રેલા ઉતરતા હતા, શાક સારા હતા

ટાકો(રોટલી)પણ ગરમાગરમ હતી. જમતા જમતા વાત જાણી કે આના

માલીકનુ નામ જ હ્યુગો છે .હ્યુસ્ટનની સૌથી મોટી હોટેલમા એ શેફ હતો ..

એની અદભુત ટેસ્ટી વાનગીઓ ખાવા જ લોકો  આવતા હતા.માલીકો સાથે

કોઇ વાતની ચડભડ થઇ એટલે નિકળી ગયો.પહેલી આ હોટેલ ખોલી કે

સ્વાદના રસીયા તુટી પડ્યા.બે વરસમા તો એવોજામી ગયો કે જે હોટેલમાથી

એને કાઢી મુકેલો એ હોટેલ પણ લઇ લીધી .બેસ્ટ સર્વીસ બેસ્ટ ફુડ

મોસ્ટ હાઇજીનીક એવા તમામ એવોર્ડ એને અટલા વરસો થી મળે છે..

જમવાનુ પુરુ થયુ હતુ ડીઝર્ટ (અમેરીકનો ને ડેઝર્ટ બોલવામા નાનમ લાગે )

આવી ગયુ .હજી ડીઝર્ટ પુરુ થયુ કે તરત બીલ ને  બીલ વાળી કેપ્ટનના

કાનમા ફુંક મારી ગઇ...

કેપ્ટને ઇશારો કર્યો..બહાર વેઇટીંગ બહુ વધી ગયુ છેપ્લીઝ .. "હેંડો "

મને સૌરાષ્ટ્રના દાસના પેંડાનો  એક જમાનાનો રુવાબ યાદ આવી ગયો  સાથે એ મલાઇદાર માફકસર ગળ્યા નરમ પેંડા…પણ બાપા એનનાં માલકીનો એવો રુવાબ હતો.. જોકે પછી જામનગરી ભાવનગરી શીહોરી  થાબડી એવા પચાસ હરિફ ઉભા થયા એટલે થોડા નરમ પડ્યા એ વાત અલગ છે પણ આવા હ્યુગા પાછળ ગામ ગાંડુ એ તો ભઇ ગજબ…..