ફરે તે ફરફરે - 52 Chandrakant Sanghavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફરે તે ફરફરે - 52

ફરે તે ફરફરે - ૫૨

 

આજે મારા ફ્રેન્ડે મને  કહ્યુ   "તને ખબર નથી તારા એરીયામા  હ્યુસ્ટનની ટોપ

મેક્સીકન  હોટેલ છે? " "શુ નામ? " 

“સેલ ટીએમ ટીએમટો "પણ મેક્સીકનમા  "સ" સાઇલેન્ટ છે !

એક બાજુ મોટા પ્રવાસ અભિયાનની તૈયારી  માટે જંગી તૈયારી ચાલતી હતી.

અમારે ઇંડીયન જ ખાવુ છે તેવો અમારો આગ્રહ..એટલે રેડી ટુ કુક પરાઠા

ઇંડીયન ભાજીઓ થેપલા ..રેડી મીક્સ ટી એમ લાંબુ લીસ્ટ પતાવી

આ હોટલમા જવા ગુગલ દેવતાને પુછ્યુ હે ગુગલીયા સાલ્લુ અમને ખબર 

કેમ ન પડી કે બગલમે છોરા ઔર ગાંવમે ઢીંઢોરા? બોલ આ સેલ ટીઓમોટો

ક્યાં છે ? બે ગલ્લી છોડી ને એ હોટેલ પહોંચ્યા ત્યારે  મોટો પાર્કિગ લોટ

હાઉસ ફુલ આજુબાજુ બહુ ફાફા.સીક્સોરીટી ગાર્ડને ચાવી આપી 

અંદર ઘુસ્યા....અટલો જબરજસ્ત રશ અટલા વરસોમા કોઇ હોટેલમા

જોયો નહોતો.હૈયે હૈયુ દળાય તેમ અથડાતા ઘસાતા સરકતા માંડ કાઉંટર

ઉપર પહોંચ્યા .."ગોટુ અધર સાઇડ ફોર બુકીંગ..."બાપરે..!ગલ્લી ખુંચીમા

જતા હોય તેમ સરકતા  દસ મીનીટે સામે છેડે પહોચ્યા..લેજરમા નામ લખાવ્યુ

છ જણ ...કાંઉટરની છોકરીએ  રેડીયો પેજીંગ પકડાવ્યુ...તેમા વેઇટીંગ

નંબર ૩૦ ઝબકતો હતો .હાવ મચ ટાઇમ ? વન અવર...!

હોટેલ છોડવી નહોતી પણ કલાક પોસાય તેમ નહોતો એટલે પેજીંગ પાછુ 

આપી  નજીકમા પીઝારોઝ પીઝા છે ચાલો....ફરતા ફરતા ત્યાં ગાડી પાર્ક

કરી...અંદર આ ૪૦ વરસ જુની હોટલની કથા લખી હતી અંહી બેસ પીઝા

પાઝારોઝ પીઝા ન્યુયોર્ક પીઝા અને ડેટ્રોઇટ પીઝા ખાવા એક મોટુ ઇંડીયન

ફેમીલી બેઠુ હતુ એક સાઇડમા ઇલે.બે ભઠ્ઠા હતા ૩૦સેક્ન્ડમા પીઝા બનતા હતા.

“બાપા આ તો બહુ મોંઘા પીઝા છે પાછી સાઇઝુય નાની છે"

બાપા આ રીવર ઓક એરીયા એટલે હ્યુસ્ટનનો સૌથી મોંઘો એરીયા જે મુબઇમા પેડરરોડ કે નેપીયન્સી રોડ હોય એવો એરીયા છે એના ભાવ આવા જ હોય .

આખી જીંદગી જાતભાતનુ ખાવાનાં અભરખા મુબઇમાં રહેવા આવ્યો ત્યારથી હતા પણ ક્યા કરે નર બંકડા કોથળીમાં મુહ સંકડા.. ઓગણીસસો તોંતેરમાં મુબઇમા બીકોમ કરીને નોકરી માટે આવ્યો ત્યારે સો રુપીયામાં કપોળ બોર્ડીંગ માટુંગામા મુકામ શરુ થયો હતો .. એ સમયે માટુંગા સાઉથ ઇંડીયન ફુડ માટે બહુ પ્રખ્યાત હતુ જે આજે પણ એનો દબદબો કાયમ છે , વ્યાજબી ભાવ બહુ જ સરસ ફુડ અંહી મળે .. અમારા કુટુંબના સુખી નબીરા કુટુંબીઓ માટુંગા સેન્ટ્રલ સ્ટેશનને અડીને આવેલી હોટલમાં થાળી ખાવા જાય…

ચંદ્રકાંત માટે એ બધા દરવાજા સદંતર બંધ હતા … રવિવારે બોર્ડિંગમાં ફાસ્ટ હોય એ જમી લેવાનું સાંજે  ભૈયાઓનાં ખુમચા પર જઇ ભેળ કે પોદાર કોલેજ બહાર ખુણામાં મણી કરીને નાનકડી હોટેલની બહાર બાંકડે બેસી દસ રુપીયાની એક  પ્લેટ ઇડલી  ખાઇ બહુ બધુ પાણી પી ને ઓહીયા કરી જવાના દિવસો હતા …

પછી તો એનાથી વધારે ભીષણ સંઘર્ષ આવ્યો ત્યારે સી પી ટેંક પર મહિલા ઉદ્યોગની બાજુમાં ખીચડીઘરમાં  વીસ રુપીયામાં ખીચડી ખાવાની  સાથે દસ રુપીયાની દેશી ઘીની વાડકી મળે એ નહી લેવાની એ નિયમ રહ્યો .. ક્યારેક ખીચડીઘરની બાજુમાં ખત્તર ગલ્લીનાં નાકે જવાહર મેંન્શનની મિસળ બે પાંઉ સાથે અને સાવ ખાસ્સું ના પાડે ત્યારે રેલ્વે સ્ટેશનનો રગડો પાંઉ પણ પંદર રુપીયામા ખાવાનું પંદર પૈસાની ચા પીવાનાં પણ દિવસો હતા…

સમયનું ચક્ર જ્યારે ફર્યુ અને માતાજી અંબાજીને કરેલી વિનવણી કે શ્રીનાથજીબાવાને કરેલા કાલાવાલા પ્રભુએ માન્ય કર્યા ત્યારે બોરીવલી સાંઈબાબા નગરમાં લારીમાં પાંઉભાજી કે હોટલમાં ઢોંસો ખાવાની મૌજ માણી … પછી બન્ને બાળકો સાથે મલાડ માં અંકલ્સ કીચનમા અમેરીકન સ્પીંગ રોલ ચોપ્સી ઢોસા ખાવાની લિજ્જત માણી હતી પછી ઔર ભગવાનની કૃપા થઇ અને  બાળકોને દર વેકેશનમાં ખુબ ફેરવ્યા ચા ધામ પ્રવાસ કર્યો …આજે દિકરો અમેરીકા આવ્યો પછી ત્રીજીવાર અમેરિકાનો પ્રવાસ કર્યો છે પણ આ વખતે બાય કાર દક્ષિણ અમેરીકા હ્યુસ્ટનથી ન્યુયોર્ક ફીલાડેલ્ફીયા જેને અમેરિકનો ફીલી કહે ( બંધનનાં નામ ટુંકા કરે લાંબુ બોલતા આવડે જ નહીં એવી  ભાતિગળ પ્રજાને જાણવા માણવાનો નોર્થ કોસ્ટનો આંખો એરીયા ખૂંદવા નાની દિકરી મજાનો દિકરો વહુ ને મારો પૌત્રનો સંગાથ મળશે  પણ  બાપા જેનું નામ … હવે બસ હોં … તું રેડી ટુ કુકના થેપલા ઢોકળા પાત્રા બધી પંજાબી ભાજીઓ પરાઠા ના પેકેટો અને રેડી મિક્સ ચાનાં પાઉચ લઇ લેજે બાપલા… એમ કરગરતો રહ્યો ..

“ ઓકે ડેડી કુલ..” અમેરીકન આદતે બોલ્યો …

“ ભાઇ અમે બહુ કુલ નથી થઇ શકતા એટલે તો આ ટાઇમે  આવ્યા છીએ”

“ વેરી ફની હા હા હા ઓલું તમે ફેસબુકમા લખ્યા કરો છો એ વાળુ..”

……….

 મુળ આ ફરે તે ફરફરે કથાના મારા હાસ્ય પ્રવાસી સાથીઓ  હવે જ્યાં  કુટુંબ સાથે જવાનો છુ એને અમેરિકાનુ કાશ્મીર કહેવાય છે ચૌદહજાર છસો ફટ હાઇટ ઉપર ઉનાળામા રાત્રે ટેંપરેચર ઝીરો થઇ જાય છે અત્યારથી મને દાંતમા કડેડાટી બોલે છે ૨૫૦૦ માઇલ દસ દિવસ નો પ્રવાસ..!