ફરે તે ફરફરે - 21 Chandrakant Sanghavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 39

    મારી વિચારધારા સવિતાબેન ના પ્રશ્નથી તૂટી હતી તેઓ બોલ્યા, "મા...

  • ખજાનો - 39

    ( આપણે જોયું કે અંધારી કોટડીમાં કોઈ મૂર્છિત માણસ મળી આવ્યો....

  • હમસફર - 27

    રુચી : કેમ ? કેમ મારી સાથે જ આવું થાય હંમેશા જ્યારે પણ બધુ ઠ...

  • ફરે તે ફરફરે - 21

    ફરે તે ફરફરે - ૨૧   "તારક મહેતામા માસ્તર અવારનવાર બોલે...

  • નાયિકાદેવી - ભાગ 28

    ૨૮ અજમેરના પંથે થોડી વાર પછી ગંગ ડાભીનો કાફલો ઊપડ્યો. ગંગ ડા...

શ્રેણી
શેયર કરો

ફરે તે ફરફરે - 21

ફરે તે ફરફરે - ૨૧

 

"તારક મહેતામા માસ્તર અવારનવાર બોલે છે "હમારે જમાનેમે"ને બધ્ધા એને

ચુપ કરી દે છે તેના ઉપરથી તમારે તમારી વાત નહી કર્યા કરવાની ... એ સમજો."

“સમજી તો ગયો છુ પણ ભારતના એક સ્વતંત્ર નાગરીકને  પોતાનો મત

ઘરમાંયે નહી દેવાનો? આજે નહી કાલે તમે મને યાદ કરશો કે ડેડી કહેતા હતા.."

“બોલો શો મત છે ?"

“શેનો ?"

“લે હમણા તમે કહેતા હતા કે મને હક્ક છે તો તમારો હક્ક કબુલ છે બોલો ?"

“અરે પણ મને ખબર તો હોવી જોઇએ ને કે તમે લોકો ઘુસપુસ શેની કરોછો !"

“અમને ખબર હતી કે અમે બધ્ધા આમ ઘુસપુસ જેવો દેખાવ કરશુ એટલે

તમારી તપેલી ગરમ થઇ જશે "બધા ખડખડાટ હસ્યા.

“મને સીધુ કહી દેવાનુ કે તમે બહેરા છો ..તમને બધ્ધાને ખબર છે કે મારી

સામે જોઇને બોલાયેલા એક એક શબ્દો સંભળાય છે પણ પીઠ પાછળ

કે દિવાલ સામુ જોઇ ઉંધા ફરીને નહી બોલવાનુ  નહીતર લોચા થશે તો

આ લોચો હતો બસ?" મને ઉદાસ થયેલો જોઇ લોકો ટોળે વળ્યા "સોરી

આજે સાંજે કઇ હોટલમા  સાંજે જમવા જવુ છે તેની વાત કરતા હતા.."

બાપા ફોમમા આવી ગયા ..કેપ્ટને કોઇડો રમતો મુક્યો "ગયે વખતે તમને

ડાઉનટાઉનની એક હોટલમાગરમ તાજા  બ્રેડ અને ઓલીવ ઓઇલ વીથ 

સ્પેશીયલ મસાલા ફ્રી મળતુ હતુ યાદ છે ?" એક મીનીટ માટે બાપા 

ગેમમા સપડાઇ ગયા..." હાં હાં યાદ આવ્યુ કંઇક અલ નીનો એવુ કંઇ નામ હતુ ને ? એના મફત મળતા ઓલીવ ઓઇલ મસાલા સાથેનાં  બ્રેડ તો કેમ ભુલાય ?અને  ઓલીવ ઓઇલમા જે મસાલો હતો અદભુત .."

“બસ તો તૈયાર થઇ જાવ થોડી વારમા નિકળવાનુ છે..."

 હ્યુસ્ટન હોય કે ન્યુયોર્ક કે વોશીંગ્ટન ડી સી જે મુળ જુનુ ગામ હોય તેને ડાઉન ડાઉન કહેવાય.  મુળ ત્યાં ઉંચેલોગ ઉંચી પસંદવાળા ગોરીયા એંસી સો વરસથી રહેતા હોય મોટામસ બંગલામાં ડોહાડોહી ને ચારપાંચ કુતરા બિલાડા હોય આ એમનો ટેં .. જાણે અમે એટલે શું ..? રસ્તા સાંકડા ખખડી ગયેલાં ક્યાંક ગટર  ઉભરાતીહોય એટલે રીપેરીંગ ચાલતુ જ હોય .. હવે નવી જગ્યા જ્યાં અમે રહીયે છીએ તે ડાઉન ટાઉન  જ કહેવાય. રસ્તા સાવ ખખડ ભભડ  હતા .આપણા જેવા હાલી મવાલી દેશી લોકોને એ લોકોને એ લોકો દસ ફુટ નીચી નજરે જુએ. મારી તો હટી ગઇ "લીફ્ટમા ગોરી બાઇ મળી ઇ શું બોલી તે કોણ સાંભળે ? "એ બાપા તમે શિવાજી તમારી તલવાર છત્રીસ

ફુટ લાંબી બસ" ઇ બિચારી કંઇ સમજી નહી "યસ યસ" કરતી હસતી હસતી

નિકળી ગઇ .આમ જુઓ તો આ લોકો ગોરીયા મળતાવડા બહુ .  બ્રિટીશરો એકદમ તોછડા ને જુનવાણી જ્યારે યુ એસમાં સહુ સા અજાણ્યાને હલ્લો હાય કરે . બાપાનો હરખ ન સમાય .. આપણી અંહીયા ઇજ્જત બહુ .. લીફ્ટમા બે કુતરાને પકડી ગોરી અંદર ધુસીને મને કહે કમ કમ  પણ એના રીંછડા જેવા શણગારેલા કુતરા બત્રીસ દાંત દેખાડતા હોય ત્યારે એ હસી ને કહે નો  જોની ટોની એટલે મોઢું બંધ કરી નમીને ઉભા રહે પછી આપણે ડરતા હસતા અંદર જવાનું પછી એ એવુ મીઠુ હસે કે આખુ અમરેલી ગામ દઇ દઉં ..એવુ થાય .. લીફ્ટમા મળેલીએ એટલુ કહ્યુ હતુ"ઇટ ઇઝ વેરી હોટ ટુડે "

 મારા જેવાને એમ લાગે કે હે ફટાકડી તું પોતે જ હોટ છે પણ સાંભળે ઇ બીજા સીધી દઇ દીધી શિવાજીની તલવાર... યા યા કરી લેવાનું .

ડાઉન ટાઉનમા પાર્કીગની રામાયણ બહુ.અમે જે હોટેલમા જવાના હતાતેની આજુબાજુ માંડમાંડ પાર્કિગ મળ્યુ ...

નામ વાંચી હું જરા લજવાયો ક્યાં અલનીનો ને ક્યાં સાચુ નામ"મી લુમા "

એ સ્પેનીશ હોટેલ .ઓરીજનલ  સ્પેનીશ  ઇંટીરીયર . અંદર દાખલ થાવ એટલે

સ્પેનીશ  લાઇવ બેંડ  વાગતું હોય પછી ડાન્સ ફ્લોર પછી બાર ,તેની ચારે બાજુ  ડાયનીંગ એરીયા ...

અમે પહોંચ્યા ત્યારે જોરદાર લાઇવ મ્યુઝીક અને ડાન્સ ચાલુ હતા. જુવાનીયા જુવાનડીઓને હાથથી ગોળ ચક્કર ફેરવતા હતા  વચ્ચે વચ્ચે હે હે તાલી  પટાકા ને ઓહ… વાઉ ચાલતુ હતુ .. બે ચાર મારી ઉમ્મરના ભાભા મસ્ત મજાની ડોશી સાથે ડીસ્કો કરતાં હતાં એનની ફરતા યંગ ગૃપ ચીયર્સ કરતુ હતુ .. કોઇ અશ્લીલ નહી કોઇ ચાળા વલ્ગર નહી બસ આનંદ આનંદ ..અમને સીટ ઉપર બેસવા મળી ગયુ હતુ. સામ્મે મસ્ત મ્યુઝીક વાગતું હતુ એ પણ લાઇવ… ધડીભર તો ડાંડીયા હોય તો બાપા જીંચક કરવા તૈયાર થઇ ગયા.... પણ સામે ઓલીવ ઓઇલ મસાલા સાથેનાં બાઉલ અને બાસ્કેટ ભરીને સ્પેનીશ બ્રેડ પોચી નરમ મુલાયમ તદ્દન મફત મારી સામે મરક મરક હસતી હતી … જાણે કહેતી હતી “ આઓ પ્યારે .. મુઝે મુહમે તુમ લેલો .. કહાંથે ..

મેં તેની સાથે વાત શરુ કરી કે ઘરવાળા સહુ મારી સામે તાકીને જોઇ રહ્યા હતા .. હું શરમાઇ ગયો પહેલી વાર … અને બધા એક સાથે બોલ્યા “કમ ઓન ડેડી ચીયર્સ ..”