ફરે તે ફરફરે - 5 Chandrakant Sanghavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફરે તે ફરફરે - 5

 

ફ્રેન્કો ખાઇને પેટ તડતુમંબડ થઇ ગયુ હતુ.સ્પે .દ્રક્ષાસવની અસર ગાયબ થઇ 

ગઇ હતી.. પ્લેનમાં લાઇટુ ડીમ થઇ ગઇ . બારી ઉપર કર્ટન ખેંચીને બંધ કરવાના હતા અને આઠ કલાક પછી જ્યાર્જ બુશ એરપોર્ટ લેન્ડ થવાનું હતુ .પ્લેન વાળાએ ટુવાલ જેવડી શાલ  આપી અને  ઇશારો કરતી ગઇ “ ગો ટુ સ્લીપ “ સામે ક્યાંક તાજમહાલ  ફિલ્મ કોઇકે  મુકી અને કાનમાં ભુંગળી ખોંસી દીધી .. મને એ ફિલ્મ મુગી  મુગી દેખાતી હતી એટલે મનમાગણગણતો હતો “ દો સીતારો કા જમી પર હૈ મિલન આજ કી રાત … આજની રાત  પછી પ્રદિપકુમારને જોઇ બીના રોયને જોઇ ને મારી વહાલી પ્રાણથી પ્યારી મધુબાલા અને દિલનો મુગલેઆઝમના ગીતો … .. ઓહોહો કરતા કરતાં આંખ ઘેરાવા લાગી કદાચ દ્રાક્ષાસવ વાઇન મારો કબજો લઇ રહ્યો હશે . એરલાઇન્સવાળા ની ચાંદી જેવી મફત ઓઢવા આપેલી બટુકડી શાલ માથે  ફાળીયાની જેમ ઓઢી અને  ધરવાળાએ કચ્છી શાલ અને  મેં કશ્મીરી ઓરીજનલ શાલ ઓઢી.. સાથે જ એનો ગરમાવો તથા શાલની સ્મૃતિ યાદ આવી ગઇ. મારી નવલકથા વાંચી ગળગળા થયેલા મારા મિત્રે મને એ શાલ ભેટ આપી હતી ...(આ સંસ્થાવાળા વીસનુ શ્રીફળને એંસીની શાલ આપી વધાવતા હોય તેમને માટે ખાસ 

કહેવાનુ કે ગુજરાતી લેખકની કદર કેટલી કરો છો તે લેખક પોતે પણ પણ જાણતો

હોય પણ બિચારો ફોટો છાપામાં અહેવાલની લાલચે પ્રસિધ્ધીની ભુખમા લપટાઇ જાય..!)

એ શાલ ઓઢી સુવાની મહેનત કરતો હતો હલ્દીઘાટીમા રજપુતો પતી ગયા

પછી દિપીકા જેવી ટેંટી ને બદલે આવી ધડુસ જર્મન રાખી હત તો મુગલો

પતી ગયા હોત અને આવી ગોરી મઢમડીના ગામ વસાવ્યા હોત તો આખો

“ફાલ"સુધરી જાત...! થોડી વારમા ધમધમાટ પુરો થયો .મારી બાજુની

સીટમા એક ગોરી બારેક વરસની  સો કીલોની છોકરી ફેલાયેલી હતી મારે તો

સીકુડીને સુવુ પડ્યુ...

છ કલાક થયા હશે ત્યાં વળી લાઇટુ થઇ ...ધબડક ધીડીઓ હાય હા ગુડ મોર્નિંગ કરતી લાઇટો કરી ગઇ પાછુ ચા પાણી જેને જે પીવુ હોય તે ચાલુ થયુ... પાછુ ગરમાગરમ બોક્સ આવ્યુ...હાઇ ક્લાસ

ગરમ ગરમ ઇડલી સાંભાર ઉપમા બનપાંઉ ચીઝ છેલ્લે સેવની ખીર...

બોલો,વાંચતા જો તમને અટલુ પાણી આવ્યુ તો અમારે તો મોઢેથી રેલા ઉતર્યા હતા..

મે મઢમડી ને બોલાવી ને કહ્યુ લુફથાન્સાની વાહ વાહ ..વેરી નાઇસ...

ઇ છેલ્લુ સમજી રાજી થઇ...

અમારે ફ્રેશ થવાની લાઇનમા ઉભા રહેવાનુ હતુ પછી ત્રણ બાય બેઅઢીમા

આડુ ન થવાય તો કામ કેમ થાય ?હારી થાકીને પાછો સીટ ઉપર બેઠો

“એરપોર્ટ પર વાત"મગર ઔસા હો ન સકા ..."પ્લેન લેન્ડ થયુ ને બહાર

કનેક્ટીંગ ફલાઇટ માટે હુગડ કત્તીવત્તી કરવાની હતી  જેના ઊપર સરકવાનુ

હતુ તે કન્વેયર બેલ્ટ પણ સ્લોમોશન મા ચાલતા હતા એટલે પેસેંજરો

એના ઉપર દોડતા હતા...હાંફીને ઠુસ થયો ત્યારે સીક્યોરીટીની લાઇનમા

ચેકઅપ માટે ઉભા રહેવાનુ હતુ બીજી બાજુ મીનીટ કાટો દોડતો હતો...

મારો નંબર આવ્યો ત્યારે આઠ નંબરના કાંઉટર પર બેકપેક મુક્યુ .ટ્રે લીધી

એકમા લેપટોપ ચાર્જર મુક્યા બીજામા બેકપેક ત્રીજામા મારા સબંધીની

સલાહ મુજબ ઝીપલોકમા પાકીટ મોબાઇલ બીજુ નાનુ પાકીટ મુક્યુ.

આ લોકો એ બે હાથ ઉંચા કરાવી ગળાની રૂદ્રક્ષની માળા ધડીયાલ નાની

ચાંદીની મન શાંત રહે માટેબનાવેલી મોતીની વિંટી (મન શાંત રહેતુ નથી)

ઓકે કરી આગળ ધકેલ્યો ઝીણી આંખે એણે મારા ગંજીમા શું છે ?

“ઓહ ખાદીભંડારની બે ખીસ્સાવાળી ગંજીમા બે ત્રણ હજાર ગડીમા રાખેલા

કઢાવ્યા...ઓહ ..ન્યુ નોટ્સ ઓફ ટુ હંડ્રેડ?યા યા કર્યુ તોય જોયાકરી પછી

ઓકે કરી પાછી આપી ત્યાં  લેપટોપની ને બેકપેકની ટ્રે આવી ગઇ પણ

એક ગોરી છોકરીની સીક્યોરીટી સાથે માથાકુટ ચાલી નો નો નો...

એણે એપ્પી જ્યુસના ટેટ્રાપેક ફેકવા જ પડશે સેંટ પરફ્યુમસ બોડી સ્પ્રે નો 

ઢગલો કાઢ્યો.મારે વીસ મીનીટમા ચેકઆઉટ કરવાનુ આ બબાલમા

મારા ઘરના બધ્ધા ભડક્યા..અરે હું શું કરુ? એમા મેરેથોન રેસ કરી એક

કીલોમાટર ભાગ્યા અને ઝેડ ૬૦ ઉપર પહોચતા હતા ત્યાં મે ચીસ પાડી

પાકીટ પૈસાફોનવાળી ટ્રે રહી ગઇ...લુફથાન્સાવાળા  હાથ ઉંચા કરી દીધા

“કેન યુ મેઇક એનાઉંન્સમેન્ટ?"

“નો સર વી હેવ નો  કનેક્શન નો ટાઇમ એન્ડ યુ હેવ ઓન્લી ફોર મીનીટ

ગો એન્ડ કમ બેક..."

નિર્ણાયક ઘડી હતી.પાકીટમા એકસો ચાલીસ ડોલર છ હજાર રૂપીયા

બે ક્રેડીટ કાર્ડ એક ડેબીટ કાર્ડ ફોન...ટોટલ માર્યો કાર્ડ બધ્ધા સ્ટોપ

કરાવી દઉ પછી જોખમ પંદર વીસ દજારનુ હતુ ને નવી ટીકીટ કઢાવો તો

ત્રણ લાખ...

“જવા દ્યો વીસ હજાર લેટ્સ ગો.."