ફરે તે ફરફરે - 11 Chandrakant Sanghavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મૃગજળ

    આજે તો હું શરૂઆત માં જ કહું છું કે એક અદ્ભુત લાગણી ભરી પળ જી...

  • હું અને મારા અહસાસ - 107

    જીવનનો કોરો કાગળ વાંચી શકો તો વાંચજો. થોડી ક્ષણોની મીઠી યાદો...

  • દોષારોપણ

      अतिदाक्षिण्य  युक्तानां शङ्कितानि पदे पदे  | परापवादिभीरूण...

  • બદલો

    બદલો લઘુ વાર્તાએક અંધારો જુનો રૂમ છે જાણે કે વર્ષોથી બંધ ફેક...

  • બણભા ડુંગર

    ધારાવાહિક:- ચાલો ફરવા જઈએ.સ્થળ:- બણભા ડુંગર.લેખિકા:- શ્રીમતી...

શ્રેણી
શેયર કરો

ફરે તે ફરફરે - 11

૧૧

"આ લોકો મીઠે હાવ મોળા..."મેં  અમુક આઇટમોની ઉપર  મારો મત 

આપ્યો. મારા પૌત્રે મને ટેબલ ઉપર મરી મીઠાની બોટલ દેખાડી... દાદા લુક હીયર . તમને જેટલું જોઇએ એટલુ એડ કરવાનું યુ નો ડીપેન્ડસ..  રાઇટ ?એક

વસ્તુ મેં માર્ક કરી કે જે લોકો અમેરિકામાં પાંચ વરસથી વધારે રહે એના

ટેસ્ટ  સાવ બદલાય જાય છે .આપણા જેવા પાંચ છ મહિના માટે આવતા હોય

એ ઘરના નરહે ન ઘાટના..તેમા વાંક આપણો છે... પહેલી વખત મેં મારા ગ્રાંડ સનની વાત માની. ..  તેણે મારી સાથે હાઇપ કરી .. યે .. આમ પણ અમારાબેની જોડી બરાબર જામેલી છે .. મને એ બહુ વહાલો એને દાદા વહાલા . વાત વાતમા ઇંડીયા

ઇઝ ધ બેસ્ટ ઇન ટેસ્ટ કરો તો મારા જેવા વાંધડીયા થઇને રહો..

જમીને ઉભા થતા હતા ત્યાં બાળકો કોનમા વેનિલા અને ચોકલેટ 

સોફ્ટી આઇસક્રીમ લઇ આવ્યા..મારો હાવભાવ વાચી દિકરી બોલી "ડોન્ટ 

વરી ફ્રી   છે આઇસક્રીમ..."

“તો પહેલા કેમ ન કીધુ ? "ચાલો દેર સે આયે દુરસ્ત આયે..જમ્યા પછી

બે કોર્ન ઝાપટ્યા એટલે ખખડેલા દાંતમા તમરા બોલી ગયા..આઇસક્રીમની 

માયા મુકી આગળના પ્રવાસ માટે ઘોડો દોડાવ્યો...

સાંજના ચાર વાગે ઢાળ ઉતરતી ટેકરીયોના શહેર નામે લેક હેમીલ્ટનની

સ્ટે બર્ડ હોટેલમા પહોંચ્યા...સામાન ગોઠવી બારી બહાર નજર કરી "ઓહોહો

શું લેક છે શું લેક છે વાહ અદભુત મજા આવી ગઇ "

ઘરવાળા બગડ્યા "આ ફેસબુકની લતને લીધે વાત વાતમા ઓહોહો ને વાહ

ઇર્શાદ બસ બધ્ધાને ચણાના ઝાડ ઉપર ચડાવી મારે...આ લેકમા શું એવુ

દાટ્યુ  છે કે ફેસબુકમા ?” પણ બારી નજીક આવી જે નઝારો જોયો એટલે એ પણ મદહોશ થઇ ગઇ …”વાહ વાહ..”

“ અમે ફેસબુકના રસધોયા આમ વાહ વાહ નાઇસ કરીયે એમ આપે ન કરી શકાય ..” 

“ બસ તરત જ બદલો લઇલે.. “

“એક તો આપણે પૈસા ખરચીને અટલે દુર આવ્યા હોઇએ ઉપરથી આપણે જ

ઓહોહો ન લખીયે તો મારા ભાવકો બિચારા એમ સમજે કે કાકાના પૈસા

પાણીમા...એટલે થોડુકતો ઓહોહો કરવુ જ પડે" 

દરવાજા ઉપર નોક થયુ "પંદર મીનીટમા આપણે નિકળીયે છીએ 

રાઉંડ મારવા..".....

મહાબળેશ્વરના ઘાટ જેવા ઝીગઝેગ ઘાટ ચડતા ઉતરતા  કેપ્ટને કહ્યુ

“જુઓ સામે ના હીલ ઉપર ટાવર દેખાય છે એ હોટસ્પ્રીંગ ...ત્યાં જવાનુ છે"

“આખા વલ્ડમા દરેક હિલ સ્ટેશન મા એક મોલ રોડ હોય  ત્યાં બધુ ખાવા પીવા 

ની તમામ આઇટમો ત્યાંની લોકલ હસ્તકલા કે કપડા કે વુડઆર્ટ એ બધ્ધુ

આ રોડ ઉપર મળે. ગાડી પાર્ક કરી અમે લટાર મારવા નીકળ્યા . આપણા દેશમાં ખાસ કરીને મોટા શહેરોમાં ફેરિયા ઉપર અમુક લોકો બહુ દાજ કાઢે .. સાલા સાવ મફતમા ટેબલ કે પથારો કરીને અવનવી આઇટમો વેંચતા હોય તાજું ટેસ્ટી તમારી સામે બનાવીને હોટલ કરતાં અડધા ભાવમાં વેંચતા હોય તો ય વાંધો પડે . એ બિચારા ગરીબ છે પણ માગણ નથી .. સ્વમાનથી રોટલો કાઢે છે ..હા એને યોગ્ય જગ્યા આપવી જોઇએ . અંહીયા અમેરીકામાં પણ ફુટપાથ ઉપર અમે રોડની બન્ને બાજુ ડાફોરીયા મારતા હતા  .રસ્તામા  ઇંડીયાની જેમ જ ટેબલ પાથરીને અવનવી આઇટમો વેંચતા હતા . તેમની વચ્ચેથી ગરદી વચ્ચે એક બીજાનાં હાથ પકડીને અમે આગોતરી વધતાં હતા.

નેશનલ પાર્કની હોડી આકારની  રંગબિરંગી બસો આવ જા કરતી હતી .જાત ભાતની

સાઇકલ રિકશાઓ ત્રણ પૈડાની ( પહેલી વાર જોયુ કે આગળ બે પાછળ એકપૈડુ )રંગ બિરંગી મોટર સાઇકલો હુડ ખોલેલી કારમા ચીચીયારી પડતા ટુરીસ્ટોના ધાડા, આમ થી તેમ નિકોળતા હતા .. આ અરકાન્સા હતુ . રસ્તાને ખૂણે બરાબર વચ્ચે

મોટુ બાવલુ સાઇડ ગાર્ડનમા જોયુ .બિલ ક્લીંટન વોઝ બોર્ન હીયર લખેલુ

બોલાઇ ગયુ "હાય હાય આતો ઓલો લેવેસ્કીવાળો ...લફડેબાજ.. એ તો સારુ છે કે લેવેસ્કીને  બેઠેલું પુતળુ બનાવીને એની સાથે નથી મુકી “ પણ તમારી

વાતને કોણ સાંભળશે ? એવા ભાવ સાથે કેપ્ટને વાત પલટાવી હવે જરા

ઉભો ઢાળ છે સંભાળજો..મારો દિકરો દેશી ગુજરાતીમા ઉભો ઢાળ બોલ્યો

હું ધનધન્ય થઇ ગયો."આજે તે દેશી ભાષામા બોલીને કાઠીયાવાડની તેં ઇજ્જત

વધારી છે હવે એકાદ બે દુહા ફટકારી દે એટલે આપણે આ તારા નોકરીને મુકીને લોક સાહિત્યકાર બની જવાનું.. બહુ કમાણી છે . ઓલા ઇંડીયાથી વાજા ભાઇ નાનાભાઇએ ફલાણા ગઢવી આવીને લાખ ડોલર ઉસેડીને ઇંડીયા લઇ જાય છે  .. તુમ આગે બઢો વીર હમ તુમ્હારે સાથ હૈ”

“એ તો ઘોડા સાથે ગધેડુ ચાલે તો એની ચાલ ફરી જાય એવુ કંઇક તમે કહેતા

ને એવુ થઇ ગયુ...ઇટ વોઝ જસ્ટ સ્પોંટેનીયસ..." દીકરાએ ડેડીને ચડેલા આફરા ઉપર પાણી ફેરવી દીધું..

અમે ડુંગરાની ટોચ ઉપર  વાંકા ચુકા ઢાળ ચડાવી ગાડીમાં ઉપર પહોંચ્યા હતા. ગાડી પાર્ક કરી બહાર નિકળી ટાવર જોયો.. ફરીથી ઓહોહો થઇ ગયુ .

ચૌદ પંદર માળનો ટાવર!ઉંટ ઉપર અંબાડી જેવુ લાગતુ હતુ... એકતો અટલા ઉંચે ચડ્યા હતા ઉપરથી પાછો દસ  પંદર માળનો  ઉંચો ટાવર !

બહાર ટાવર ઉપર જવાના ભાવ લખ્યા હતા તે વાંચીને મને ફેર ચડ્યા..