ફરે તે ફરફરે - 8 Chandrakant Sanghavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફરે તે ફરફરે - 8

 

ઘરે પહોંચી બેગડા ખાલી કરી દિકરા વહુએ તૈયાર રાખેલી ગરમ રસોઇ જમી

વાતે વળગ્યા ..ફ્રેંકફર્ટ ના હાદસાની વિગતો લીધી...અને મેઇલ કરી નાખ્યો.

“ક્રેડીટકાર્ડ બંધ કરાવી દઉ..? "

“ના ડેડી તમારો પાસવર્ડ  તમારો ફિંગરપ્રિન્ટ ફોન એમ ન ખુલે કુ..લ "

એકબાજુ જેટલોગને લીધે ઉંધ આવતી હતી બીજી બાજૂ હજી સપનામા

આ વાત આવ્યા જ કરશે એ બીક હતી...

“હે પ્રભો નાગર નરસૈયાથી મોટા કળિયુગના  સાચા ભગતની આ દશા?(મારે

એક જ દિલોજાન દોસ્ત છે  એ પાછો નાગર એટલે એને ખાતર નાગરોએ

ઉશ્કેરાવુ નહી પણ પાન બનાવી હિંચકે ઝુલતા પટાકા મારી ભુલી જવુ..)

મને ઉંઘમા જર્મન  છ ફુટની ધમડીઓ જાણે ઘડીએ ઘડીયે ઉઠાડીને

પુછી જાતી હતી “અંકલ વાઇન પીનેકા હૈ અચ્છી નીંદ આયેગી હે જોગમાયા આ નશાકારક પીણાને લીધેજ  આ હોળી થઇ .હવે ક્યારેય પ્લેનમા  આ વાઈનું ચાખીશ પણ નહી .  વિચાર તો કર મારી વાલીડી આ ચંદ્રકાંત  કેટલુ વ્યવસ્થિત પ્લાનીંગ કરવા વાળા એક સગાની સલાહને કારણે એક ટ્રે વધારે  કરીને ફસાયા . અમારા ઇંડીયામા કહેવત છે વિનાશ કાળે વિપરીત બુધ્ધી .. 

“ કાકા એમ તો એક બીજી પણ કહેવત છે “ ઘો મરવાની થાય ત્યારે વાઘરીવાડે જાય” “ એક મીનીટ હે જોગમતી માયાદેવી  તને ગુજરાતી આવડે છે ? આ કાઠીયાવાડી શબ્દ તને કઇ રીતે યાદ આવે બોલ  તને મારા સમ “

“ કાકા હું જર્મન છોકરી છું પણ ઇંડીયા અવાર નવાર આવતી હતી એટલે મને ગુજરાતીમાં રસ પડ્યો . મમને તમારા ઢોકળા ફાફડા જલેબીએ એવી ભૂરકી છાંટીને કે એક રસોયો રાખીને ઢોકળા બનાવતા શીખવું હતુ .. હવે એ મગ્ન મહારાજને ઇંગ્લીશનાં વાંધા હીંદી યે ખડભડીયુ બોલે તો જર્મન લેંગવેજતો ક્યાંથી આવડે એટલે મેં જ ગુજરાતી શીખી લીધું . પછી તો ખાંડવી પુરણપોળી ચુરમાનાં લાડવા એમ કેટલી વાનગી શીખી ગઇ “

“પછી  આંયા કેમ ગુડાણી ?”

“અરે ટાઇમ પાસ ..  હવે ફ્રેંકફર્ટમા ગુજરાતી વાનગી નુ કિચન બનાવ્યું છે તે અમારા ધોળીયાવની લાઇન લાગે છે .. મુળ હું તો એર હોસ્ટેસહતી એટલે મન થાય તો હરવા ફરવા આ જોબકરી લઉં “

“ હે મહિશ્મમતિ હવે નહીં પુછી  કે ..."પાકીટ મીલા ?  મમાં મુબઇમા એકવાર પાકિટમારનાં હાથે દસ રુપીયા લુટાવ્યા પછી રેકોર્ડ હતો કે આવી ભુલ નથાય પણ.. થવા કાળે થઇ ગયુ .. જરમનડીએ પીઠ ઉપર હાથ ફેરવ્યો  પછી પાછુ પપલાવતો પુછ્યુ ક્રેડીટ કાર્ડ દો થા ના ? નવી ઇંડીયન કરંસીનોટ કડકડતી મને સપનામાં દેખાડતી હતી .. આ અમારા માર્ક કે યુ એસનાં ડોલર કે પાઉંડની જેમ તમારા મીં મોડીએ મસ્ત નોટ બનાવી છે બાકી કહેવું પડે હો .. મોદી જી કી જય ..

એ માવડી બિચારો મોડી અમારા માટે મોડે હુધી જાગીને એક એક વસ્તુ સીધ્ધી કરવામાં પડ્યો છે ને તમે ચેતમચ્છનંદરીઓ મારી સામે  નોટ દેખાડી રાહડા લ્યો છો ?એ નોટ મારા દિકરાને દેખાડીને મારે વટ્ટ મારવોહતો પણ આ તો મારી જ પીદુડી નીકળી ગઇ ..મોબાઇલ હુડી કુછભી નહી મીલા ? ઓહો..સો સેડ.."

સપનામા હુ પણ ઉશ્કેરાયો"હે જગદંબા ચાલુ પ્લેનમા ખોવાયેલો માલ દેવા

કઇ રીતે આવે ? પેરેશુટમા આવે ? મને જપવા દે...પૈસા પાકીટ મારા ગયા

તો ગયા ...વળી મહાભારતનો જમાનો મારા ઉપર સવાર થઇ ગયો "ધારત

તો એ લોકો મારતે ઘોડે ટ્રે લઇ હ્યુસ્ટન એરપોર્ટ ઉપર આવી 'યે આપકી

અમાનત' કહી સારી સર્વીસનુ ઉદાહરણ એસ્ટાબ્લિસ કરી શકત.."

.......

“ડેડી તમારા માટે સારા સમાચાર છે અને ખરાબ પણ બોલો પહેલા ક્યા 

આપુ?"

“સારા સમાચાર એ છે કે તમારો બધ્ધો સામાન મળી ગયો છે .તેનીપુરી

વિગત એ લોકોએ મોકલી છે જેમા ત્રણ ક્રેડીટ ડેબીટ કાર્ડ પૈસા ડોલર

મોબાઇલ અને હુડી મળી ગયુ છે..."

મારી આંખોમા હર્ષ સમાતો નહોતો ....

“રિલેક્સ ડેડી ડી એચ એલ કુરીયરમા મોકલવાનો ચાર્જ એકસો સીત્તેર 

ડોલર મોકલવાના છે...."

સન્નાટો ફેલાઇ ગયો...આતો રોકડા ગ્યા એમ જ સમજવાનુ હતુ...ભગવાને

સુખદુખ ને સમ કરી મને ગીતાનો ઉપદેશ આપી દીધો...શાંત ગદાધારી 

ભીમ....અંદરથી અવાજ આવ્યો...મારા દિકરાએ મારી મજાક કરી "ડેડી

પૈસા ગયા તો ગયા પણ તમારે મોઢુ છુપાવવા માટે હુડી મળ્યુ તે બોનસ 

ન કહેવાય ?.

એને સામો મેલ કર કે અમને સાદી ઇંડીયન રજીસ્ટર પોસ્ટમાં આ બધો સામાન મોકલો ભલે પંદર વીસ દિવસે મળે પણ એમ કાંઇ એકસો સીત્કાર ડોલર દઇ દેવાય ?  કેટલા રૂપીયા થાય ,મફત આવે છે ? સાલ્લાઓએ ટીકીટમાં પૈસા બચાવ્યાં તો આમ લુટી લેવાનો કારસો કર્યો લાગે છે .. આતો ગાભો ખાલી પાછો મફતમા મળશે … યાદ છેને તેં અને દીકરીએ મારા જન્મદિવસે સાત વરસ પહેલાં અપાવેલું ઇ હુડી .. બે વખતતો કાશ્મીરી રફુ કરાવ્યું હતુ પણ ભાઇ  ભેટ ઇ ભેટ .. છોકરાંને બાપાને આપેલી પહેલી ભેટ હતી .. ભાઇ થોડો હિસાબ કરવામાં રહી ગયો પણ લાગણી ભી કોઇ ચીજ હૈ .. એ યાદગીરી કેમ ભુલાય ..? ભલે જરમનીયા જે લેવુ હોય ઇ લઇ લે ..

આ જમાનામા મારા જેવા કરકસરીયાની વોરન બફેટકાકાને કદર છે પણ

પણ તમે વોરન બફેટકાકા છો નહી એટલે તમને શી કદર હોય..જ્યારે

ઇતિહાસ લખાશે ત્યારે મારુ નામ હશે સમજ્યા?