લાગણીના પવિત્ર સંબંધો

(41)
  • 17k
  • 13
  • 10.1k

"લાગણીના પવિત્ર સંબંધો ..." કહાનીમાં જીવંત સંબંધોમાં રહેલી પવિત્રતા અને નિઃસ્વાર્થ ભાવે કરેલા પ્રેમ ની જીત... જેવા જિંદગીના અણમોલ મૂલ્યોનું ભાવપૂર્ણ અને રસપ્રદ રીતે વર્ણન કર્યું છે. આશા રાખું છું આપ સૌને જરૂરથી ગમશે. તો કહાનીને વાંચો..માણો...અને તમારા સુંદર પ્રતિભાવો જરૂરથી મોકલો... - મૌસમ

Full Novel

1

લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 1

લાગણીના પવિત્ર સંબંધો કહેવાય છે કે કુદરતનું સૌથી સુંદર સર્જન એટલે સ્ત્રી. તેમાં પણ જો કોઈ પ્રકૃતિને જોવે તો જ કહે, ભગવાને નવરાશના સમયે તેને બનાવી હશે.આમ તો તે 35 વર્ષની થઈ ગયેલી પણ તેને જોઈ 18 વર્ષના યુવાનો પણ તેના પ્રેમમાં પડી જાય તેવું તેનું આકર્ષક જોબન. સાદગી તેના જીવનનું આભૂષણ.પરંતુ તેનું પ્યારું સ્મિત..!! નાના મોટા સૌનું દિલ જીતી લેતું. તેની દસ વર્ષની દીકરી ક્ષિપ્રા, તેનો પ્રેમાળ પતિ અભિષેક અને વયોવૃદ્ધ સાસુ સસરા તથા બેન્કની જોબ..જેવી વિવિધ જવાબદારીઓથી ઘેરાયેલી હોવા છતાં પ્રકૃતિ પોતાનુ ...વધુ વાંચો

2

લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 2

પ્રકૃતિ એ થોડા અકળાઈને કહ્યું, " માત્ર જોવા માટે અહીં ટોળે વળ્યાં છો..?? આ માણસને બિચારાને કોઈ મદદ તો એકે કહ્યું, " 108 બોલાવીએ તો સાથે જવું પડે.. કોણ જાય સાથે..? બધા પોતાના કામથી બહાર નીકળ્યા હોય." બીજા આદમીએ કહ્યું, " અને પોલીસ કેસ થાય તો પોલીસ થાણે પણ જવું પડે..! લેવા ખાવાનું કોણ આમ હેરાન થાય...? " માણસાઈ જેવું કંઈ રહ્યું જ નથી લોકોમાં..! મનમાં બબળતા પ્રકૃતિએ ભલા દેખાતા કાકાની તરફ જોઈ કહ્યું, "કાકા, થોડી મદદ કરો તો હું મારી ગાડીમાં તેને નજીકના હોસ્પિટલમાં લઈ જાઉં." તે કાકા તરત આવ્યા. તેમને જોઈ બીજા બે ભાઈઓએ મળીને તે વ્યક્તિને ...વધુ વાંચો

3

લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 3

પ્રકૃતિએ સૌરભની હોસ્પિટલ આગળ પોતાની ગાડી ઊભી રાખી. સૌરભના કહેવાથી બે વ્યક્તિઓ પહેલાંથી જ સ્ટ્રેચર લઈ ઊભાં હતા. તે વ્યક્તિઓ એ ગાડીમાંથી ઘાયલ વ્યક્તિને સ્ટ્રેચરમાં સુવાળ્યો. ઘાયલ વ્યક્તિ પ્રકૃતિને જ જોઈ રહ્યો હતો. સાવ બોલી ન શકે તેવી હાલત માં પણ તે ન હતો. છતાં તે મૌન રહ્યો. પ્રકૃતિ અને તે કાકા સૌરભ સાથે વાત કરતા કરતા હોસ્પિટલના જનરલ વૉર્ડમાં ગયા, જ્યાં ઘાયલ વ્યક્તિને સુવાળ્યો હતો. કાકા પ્રકૃતિ અને સૌરભને કહેતા હતા કે , " એક ગલુડિયાને બચાવવા જતા આ ભાઈ માણસનું બાઇક સ્લીપ ખાઈ ગયું ને અકસ્માત થયો.""ચિંતા કરવા જેવું નથી, પણ છોલાયું હોવાથી વધુ લોહી વહે છે." ...વધુ વાંચો

4

લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 4

પ્રકૃતિ ઘરે પહોંચી ત્યારે ક્ષિપ્રા સુઈ ગઈ હતી. પ્રકૃતિ ક્ષિપ્રાની પાસે જઈને બેઠી. તેના માથે હાથ ફેરવી તેને ચૂમી એક માની મમતા પ્રકૃતિના ચહેરા પર વરતાતી હતી. “ શું થયું મારા દીકરાને...? ” એમ કહી ક્ષિપ્રાનો હાથ લઈને ચુમી લીધો. પછી પ્રકૃતિએ તરત અભિષેકની ફોન લગાવ્યો. " હેલો.. અભિષેક..!! ક્ષિપ્રાની તબિયત સારી નથી. તમે ઘરે આવો છો, કે હું જ તેને હોસ્પિટલ લઇ જાઉ..?" "કેમ શું થયું અચાનક ક્ષિપ્રા ને..?" ચિંતિત સ્વરે અભિષેકે કહ્યું. " સ્કૂલમાં એને ચક્કર આવતા પડી ગઈ હતી. અત્યારે પણ ઠીક નથી લાગતું તો સૂઈ ગઈ છે." પ્રકૃતિ એ કહ્યું. " એક કામ કર તું ...વધુ વાંચો

5

લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 5

બીજા દિવસે પ્રકૃતિએ તે યુવાનની શોધખોળ શરૂ કરી દીધી. આ માટે તેણે પ્રીતિનો સાથ લીધો. પ્રીતિએ બે દિવસ તપાસ બાદ તે યુવાનનો આખો બાયોડેટા પ્રકૃતિને આપ્યો. એ યુવાનનું નામ પ્રારબ્ધ છે. ગામડાના સામાન્ય પરિવારમાંથી તે આવ્યો છે. અભ્યાસમાં ટોપર છે. થોડા દિવસ પહેલા જ તેણે આ કોલેજ જોઈન કરી છે. સ્વભાવે દયાળુ અને વિનમ્ર છે. પણ જો કોઈ તેને છંછેડે તો જલદી ગુસ્સે થઈ જાય છે. અમદાવાદમાં રહેવા માટે મકાનની શોધમાં છે. પ્રીતિની વાતો પરથી પ્રકૃતિને લાગ્યું કે સામાન્ય પરિવારથી આવે છે અને એ પણ ગામડાનો છે.એટલે સ્વભાવે સારો જ હશે. પણ એનો ઘમંડ તો તોડવો જ પડશે. આ ...વધુ વાંચો

6

લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 6

પ્રારબ્ધ ગુલાટી સરના સ્વભાવ વિશે અજાણ હતો. તેણે તો તરત સર પાસે જઈ કહ્યું, " મને બોલાવ્યો સર..! " સરે કોઈ જવાબ આપ્યો નહીં. તેઓ તેમના કોઈ ગાણિતિક કોયડોના ઉકેલમાં વ્યસ્ત હતા. પ્રારબ્ધને થયું કદાચ સરે મારો અવાજ સાંભળ્યો નથી. તેણે ફરીથી જોરથી કહ્યું,"મને બોલાવ્યો સર..મારુ કોઈ કામ હતું..?" ગુલાટી સરે પ્રારબ્ધની સામે ગુસ્સાથી જોયું અને ગુસ્સાથી બોલવા લાગ્યા. " ડફોળ..! દેખાતું નથી..? હું મારા કામમાં વ્યસ્ત છું.છતાં બુમો પાડીને બોલે છે..?આજકાલના છોકરાઓને સહેજે કોઈ મેનર્સ જ નથી. અત્યારે હું તને કેમ બોલાવીશ..? તને કોણે કહ્યું કે હું તને બોલવું છું..? " ગુસ્સામાં બોલતા થૂંક પણ ઉડવા લાગેલું. આ ...વધુ વાંચો

7

લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 7

પ્રકૃતિ હવે પ્રારબ્ધને હેરાન કરતી બંધ થઇ ગઇ. કેમ કે તેની બાજી ઉલટી પડતી હતી. પ્રારબ્ધને હેરાન કરવા માટે જે કંઈપણ નુસખા અજમાવ્યા હતા તે દરેકમાં પ્રકૃતિ અસફળ રહી હતી. પ્રકૃતિ ધીમે ધીમે પ્રારબ્ધને ઓળખવા લાગી હતી. તે સમજતી હતી તે એટલો પણ પ્રારબ્ધ ખરાબ ન હતો. પ્રારબ્ધ પણ પ્રકૃતિના નિખાલસપણાંને ઓળખતો થઈ ગયો હતો. પરંતુ હજુ પણ તે તેને ભાવ આપતો ન હતો. પ્રારબ્ધના મતે એવું હતું કે અમીર છોકરીઓની દોસ્તી કરવી એટલે પૈસાની બરબાદી. પ્રારબ્ધ રહ્યો મધ્યમ કુટુંબનો. તે મોજશોખ પાછળ પોતાના પૈસા વેડફી શકે તેવો ન હતો. આથી તે છોકરીઓની દોસ્તીથી દૂર જ રહેતો. પણ અંદરખાને ...વધુ વાંચો

8

લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 8

રીમઝીમ રીમઝીમ વરસાદ વરસતો હતો. વાતાવરણ ખુશનુમા હતું. ને એમાં પણ પ્રકૃતિના નાટક..! પ્રકૃતિને આમ રોડ પર પલાંઠી વાળી જોઈ પ્રારબ્ધને વધુ હસવું આવ્યું. “ શું થયું પ્રારબ્ધ..! કેમ હસવું આવે છે..? ” એમ કહી પ્રકૃતિએ પ્રારબ્ધનો હાથ પકડી તેને બાજુમાં બેસાડી દીધો. “એક વાત કહું પ્રારબ્ધ..! આ વરસાદી મૌસમ મને બહુ જ ગમે છે. મન થાય બસ પલડ્યા જ કરુ..! કેટલી સુંદર ઋતુ છે નહીં..? ને તેને માણવાનો અહેસાસ તો કંઈક ઓર જ છે.” મોઢા પર આવેલા ભીના વાળ ઉપર તરફ કરતા કરતા પ્રકૃતિએ પ્રારબ્ધને કહ્યું. “હું ક્યારેય આવી રીતે રસ્તા પર ચાલુ વરસાદે પલાઠી વાળીને બેઠો નથી. ...વધુ વાંચો

9

લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 9

પ્રકૃતિ ફરી વિચાર માં પડી ગઈ. ક્યાં ગયો હશે..? હાલ તેની શું સ્થિતિ હશે..? તેને પણ લગ્ન કરી લીધા ને..? વગેરે બાબતો અંગે પ્રકૃતિ વિચારોમાં ખોવાઈ ગઈ.તે જ વખતે અચાનક પ્રકૃતિની પાછળથી અભિષેકે તેને કમરથી પકડીને કહ્યું, " તું જેના વિચારોમાં ખોવાયેલ છે તે હાજર છે તારી સામે..મારી સ્વીટ હાર્ટ પ્રકૃતિ..!" આ સાંભળીને પ્રકૃતિ અભિષેકના બંને હાથ પકડી નકલી સ્મિત સાથે તેને ભેટી પડી. તેની આંખોમાં અશ્રુ બિંદુ છલકાઈ ગયા હતા. તમારા માટે પાણી લાવું..કહી તે રસોડામાં ચાલે ગઈ..સાથે તેની લાગણીઓને છુપાવવાનું ઠેકાણું મળી ગયું. બાય બેટા..! કહી પ્રકૃતિએ ક્ષિપ્રાને સ્કૂલ રવાના કરી, તે ઓફીસ જવા નીકળી. હજુ પણ ...વધુ વાંચો

10

લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 10

" હેય..પ્રારબ્ધ..! તે પ્રવાસની ફી ભરી..? " ખુબજ આતુરતાથી પ્રકૃતિએ કહ્યું. " ના,મારે નથી જવું. એકાદ મહિના પછી આપણી આવશે. મારે વાંચવું છે. હું નથી ભરવાનો પ્રવાસની ફી." " ઓય..! ભણેશ્રીના બેટા..! પરીક્ષા તારે એકલાએ નથી આપવાની હો..!" " પણ મારે કોઈ પ્રવાસમાં નથી જવું..!" " સારું...! પાક્કુંને...? તું ફી નથી ભરવાનો ને..?" " હા..હા.. પાક્કું. તું ને પ્રીતિ જઈ આવો બધા સાથે પછી બધું વિગતે કહેજો." " હું પણ નથી જવાની..." " હે..! પણ તે તો પ્રવાસની ફી ભરી દીધી છે. તો કેમ ના પાડે છે..?" " બસ મારે પણ નથી જવું...આમ તો ઘણી ઈચ્છા હતી પ્રવાસ જવાની ...વધુ વાંચો

11

લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 11

" પ્રારબ્ધ નથી આવ્યો તો શું થયું..? એના વગર પણ આપણે એન્જોય કરી શકીએ છીએ પ્રકૃતિ..!" પ્રકૃતિનો મૂડ સારો પ્રીતિએ કહ્યું. " એન્જોય તો કરી લઈશું પણ એ હોત તો મને વધુ ગમતું. ખબર નહીં કેમ પણ એ સાથે હોય છે ત્યારે હેપ્પી વાળી ફીલિંગ આવે છે. એની સાથે કોઈ અદ્દભુત કનેક્શન હોય એવું લાગે છે." પ્રકૃતિએ પહેલી વાર પ્રારબ્ધ વિશે પોતાના મનની વાત પ્રીતિને કહી. સાંજના સાડા પાંચ થઈ ગયા હતા. બંને સખીઓ વાતો કરતા કરતા કોલેજ પહોંચી ગયા. ઘણા બધા લોકો આવી ગયા હતા. ગુલાટી સર પાસે અટેન્ડન્સ પુરાવી એક એક કરી બધા ટ્રાવેલમાં ગોઠવાઈ ગયા. પ્રકૃતિ ...વધુ વાંચો

12

લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 12

" ઠીક છે બેટા..! હવે સુઈ જાઓ સવારે ક્ષિપ્રાને સ્કૂલ માટે તૈયાર કરવા તમારે વહેલા ઉઠવાનું છે." "હા બાપુજી..! દવા પણ અહીં જ મુકું છું. ફરી ઉધરસ આવે તો લઈ લેજો." પ્રકૃતિ તેના રૂમમાં જઈ સુઈ ગઈ. પણ બાપુજીને હજુ એવું થતું હતું કે પ્રકૃતિ કોઈ ટેન્શનમાં છે. પણ તે જણાવતી નથી. પ્રકૃતિ પોતાના રોજીંદા ક્રમ પ્રમાણે કામ કરે જતી હતી પરંતુ તેના દિલો દિમાગને હજુ પ્રારબ્ધની ચિંતા સતાવતી હતી.એવું તે શું કરે જેથી તે પ્રારબ્ધ સુધી પહોંચી શકે..? સમય વિતતો જતો હતો. મગજ વિચારે ચડી જતું હતું. પણ પ્રારબ્ધ સુધી પહોંચવાનો કોઈ રસ્તો જડતો ન હતો. અચાનક તેને ...વધુ વાંચો

13

લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 13

આજ તો અભિષેક સવારના 5 વાગે ઊઠી ગયો હતો. તે ઘણા દિવસથી પ્રકૃતિને નોટિસ કરતો હતો. તે કોઈ ટેન્શનમાં હતી.આથી અભિષેકે પ્રકૃતિને સરપ્રાઈઝ આપવા નાહ્યા ધોયા વગર જ રસોડામાં ઘૂસી ગયો. સ્ટવ ચાલુ કરી માસ્ટર શેફની સ્ટાઇલમાં મસાલેદાર ચા બનાવી. અને ટૉસ્ટરમાં ટોસ્ટ ગરમ કર્યા. એના ચહેરા પર ગજબની ખુશી હતી. તે એમ જ વિચારતો હતો કે મારી આ સ્ટાઈલથી પ્રકૃતિ બહુ જ ખુશ થઈ જશે અને તેને રોજિંદા કાર્યમાં થોડો ચેન્જ આવશે. તેને ટ્રેમાં કપરકબી મૂકી ચા ભરી,બાજુમાં સરસ રીતે ટોસ્ટ ગોઠવી બે હાથે પકડીને પોતાના બેડરૂમમાં જવા પ્રયાણ કર્યું. પ્રકૃતિને સરપ્રાઈઝ આપવાની ખુશી હતી,પણ કપમાં રહેલી ચા ...વધુ વાંચો

14

લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 14

રવિવારે ત્રણેયને રિસોર્ટમાં ખૂબ મસ્તી કરી. ખૂબ એન્જોય કર્યું. ઘણા ફોટા પડ્યા. અભિષેક અને ક્ષિપ્રા ને ખુશ જોઈ પ્રકૃતિ મનમાં મલકાતી.આખરે અભિષેકે જે પ્લાન કરેલું તે મુજબ જ દિવસ પસાર થયો. થાક્યા પાક્યા રાતે ઘરે આવી ત્રણેય સુઈ ગયા. સોમવારની સવારે રોજીંદા કાર્ય પ્રમાણે પ્રકૃતિ એ પોતાના કામ પતાવ્યા. શનિવાર નું કામ તેને આજ કરવાનું હતું.પ્રારબ્ધ વિશે જાણવા તેને સૌરભની હોસ્પિટલમાં જવાનું હતું. ઘરથી થોડી વહેલા નીકળી ગઈ. આજ તો પ્રારબ્ધ વિશે કંઈક તો જાણવા મળશે જ તે વિચારથી ખુશ થતી પોતાના એકટીવા પર જતી હતી. સવારના ઠંડા પવનને તે મહેસુસ કરતા કરતા પોતાના ભૂતકાળમાં માં ખોવાઈ ગઈ. * ...વધુ વાંચો

15

લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 15

પ્રકૃતિ રીસેપ્શનમાં જઈ રજીસ્ટરમાં જોવે છે. પણ નવાઇની વાત તો એ હતી કે પ્રારબ્ધ નામના વ્યક્તિનું કોઈ જ નામ હતું. તેને તારીખ સમય બધું જ ફરી ચેક કર્યું. હા એજ તારીખ હતી..પરંતુ ક્યાંય પ્રારબ્ધ નામ ન હતું. તેને બે ત્રણ વખત રજીસ્ટરના પાના ફેરવ્યા. તેને વિશ્વાસ થતો ન હતો. તેણે તે તારીખના પાનાંનો ફોટો પોતાના મોબાઇલમાં લઇ લિધો. તેને તરત સૌરભ પાસે જઈ પૂછયું, " હું જે વ્યક્તિને લઇ ને આવી હતી તે વ્યક્તિએ રજિસ્ટમાં પોતાની વિગતો ભરી હતી..?" " હા, કેમ કે રજિસ્ટરમાં નોંધ કરવી ફરજીયાત છે. કેમ કે તેના આધારે જ બિલ બને છે અને બિલ પે ...વધુ વાંચો

16

લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 16

પીછોલા તળાવ, જગમંદિર, સિટી પેલેસ મ્યુઝિયમને જોયાં, તેનો ઈતિહાસ જાણ્યો અને તેના અદ્દભુત અને ભવ્ય શિલ્પકલા જોતાં જોતા આખો પસાર થઇ ગયો. બીજા દિવસે ચિત્તોડ ગઢ, ઢેબર સરોવર, હલદી ઘાટી અને મહારાણા પ્રતાપના મ્યુઝિયમને જોયા તથા તેના ઇતિહાસને જાણ્યો. ત્રીજા દિવસે ઉદયપુરના બજારોમાં બધા ફર્યા અને શોપીંગ કરી. આ ત્રણ દિવસ દરમિયાન પ્રારબ્ધએ પ્રકૃતિનું ખૂબ ધ્યાન રાખ્યું. તેની નાની વાતોની તે કાળજી લેતો. પ્રકૃતિને પણ પ્રારબ્ધ સાથે રહી તેની આદત પડી ગઈ હતી. બંનેની દોસ્તી તો ગજબની હતી જ. ત્રણ દિવસ સાથે રહી બંનેને એકબીજાની આદત પડી ગઈ હતી. તેઓની દોસ્તી હવે એક કદમ આગળ વધી ગઈ હતી. પણ ...વધુ વાંચો

17

લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 17

હા.. બોલ..એમાં પૂછવાનું થોડી હોય..?" પ્રારબ્ધએ થોડા નૉર્મલ થવાનો પ્રયત્ન કરતા બોલ્યો." જો હું તને કંઇક કહેવા માગું છું. લાગણી કહેવા માગું છું જે હું અનુભવું છું. મને નથી ખબર તારા મનમાં શું છે..? તું શું વિચારે છે..? એટલે મારાથી કંઈ ખોટું બોલાઈ જાય તો પ્લીઝ તું ખોટું ના લગાડતો. અને આપણી દોસ્તી ના તોડતો. તને યોગ્ય ન લાગે તો આ વાત અહીં જ ભૂલી જઈશું પણ દોસ્તી તોડશું નહીં. ઓકે..!" ખચકાતા ખચકાતા પ્રકૃતિએ પ્રારબ્ધને બાંધ્યો. સામે પ્રારબ્ધના ધબકારા વધી ગયા હતા.તેને થોડો અંદાજ તો આવી ગયો હતો. પણ તે પ્રકૃતિને પહેલા સાંભળવા માંગતો હતો. તેણે થોડો સ્વસ્થ થઈ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો