સપનાનાં વાવેતર

(3.3k)
  • 335.6k
  • 146
  • 221.5k

રાજકોટમાં કાલાવડ રોડ એક સમૃદ્ધ એરિયા ગણાય છે. આ જ કાલાવડ રોડ ઉપર સ્વામિનારાયણ મંદિરથી સહેજ આગળ જતાં ઉમિયા ચોક આવે છે. ત્યાંથી જમણી બાજુ વળીને સહેજ આગળ જાઓ એટલે પારસ સોસાયટીનો વિસ્તાર શરૂ થાય છે. આ પારસ સોસાયટીની શેરી નંબર ૩ માં હરસુખભાઈ માવાણીનો બંગલો આવેલો છે. માવાણી શેઠ એટલે એક જમાનામાં મશીન ટુલ્સમાં મોટું નામ. બ્રાસમાંથી મશીન ટુલ્સ બનાવવાની ફેક્ટરી એમણે ભક્તિનગરના ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ૪૫ વર્ષ પહેલાં નાખેલી. એ પછી તો એ જાતજાતનાં મશીનો પણ બનાવતા ગયા. એમાં ને એમાં એ ૮ ૧૦ કરોડના આસામી બની ગયા. હરસુખભાઈ શરૂઆતમાં ભક્તિનગર સોસાયટીમાં જ રહેતા હતા. પરંતુ કાલાવડ રોડનું ડેવલપમેન્ટ જોઈને એમણે વર્ષો પહેલાં જ અહીં પારસ સોસાયટીમાં ૩ નંબરની શેરીની અંદર સ્વતંત્ર પ્લોટ લઈ લીધો અને રોડ ટચ આલીશાન બંગલો બનાવી દીધો. આ જ બંગલામાં આજે સવારે દસ વાગ્યાના સુમારે એક અગત્યની મીટીંગ ગોઠવાઈ હતી. મિટિંગમાં ૭૫ વર્ષની ઉંમરે પહોંચેલા હરસુખભાઈ, એમનાં પત્ની કુસુમબેન, ૫૦ વર્ષનો દીકરો મનોજ, ૪૫ વર્ષની પુત્રવધુ આશા અને બે યુવાન દીકરીઓ કૃતિ અને શ્રુતિ બેઠેલાં હતાં. બધાંની નજર ગૌરીશંકર શાસ્ત્રી ઉપર હતી !

નવા એપિસોડ્સ : : Every Monday, Wednesday & Friday

1

સપનાનાં વાવેતર - 1

સપનાનાં વાવેતર પ્રકરણ 1રાજકોટમાં કાલાવડ રોડ એક સમૃદ્ધ એરિયા ગણાય છે. આ જ કાલાવડ રોડ ઉપર સ્વામિનારાયણ મંદિરથી સહેજ જતાં ઉમિયા ચોક આવે છે. ત્યાંથી જમણી બાજુ વળીને સહેજ આગળ જાઓ એટલે પારસ સોસાયટીનો વિસ્તાર શરૂ થાય છે. આ પારસ સોસાયટીની શેરી નંબર ૩ માં હરસુખભાઈ માવાણીનો બંગલો આવેલો છે. માવાણી શેઠ એટલે એક જમાનામાં મશીન ટુલ્સમાં મોટું નામ. બ્રાસમાંથી મશીન ટુલ્સ બનાવવાની ફેક્ટરી એમણે ભક્તિનગરના ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ૪૫ વર્ષ પહેલાં નાખેલી. એ પછી તો એ જાતજાતનાં મશીનો પણ બનાવતા ગયા. એમાં ને એમાં એ ૮ ૧૦ કરોડના આસામી બની ગયા. હરસુખભાઈ શરૂઆતમાં ભક્તિનગર સોસાયટીમાં જ રહેતા હતા. પરંતુ ...વધુ વાંચો

2

સપનાનાં વાવેતર - 2

સપનાનાં વાવેતર - પ્રકરણ 2હરસુખભાઈ માવાણીની પૌત્રી કૃતિ માટે મુંબઈના ધીરુભાઈ વિરાણીએ પોતાના પૌત્ર અનિકેત માટે માંગુ નાખ્યું હતું. કુંડળી મેળાપકમાં ચુસ્તપણે માનતા હતા એટલે એમણે અનિકેતની કુંડળી મંગાવી હતી. હરસુખભાઈએ ગૌરીશંકર શાસ્ત્રીને પોતાના ઘરે બોલાવ્યા હતા અને એમની પાસે કુંડળી મેળવાવી હતી. પરંતુ અનિકેતને ભારે મંગળ હોવાથી શાસ્ત્રીજીએ આ લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડી હતી. હરસુખભાઈને શાસ્ત્રીજી ઉપર ખૂબ જ વિશ્વાસ હતો કારણકે ગૌરીશંકર શાસ્ત્રીના હરસુખભાઈ સાથેના સંબંધો વર્ષો જૂના હતા. કદી પણ જ્યોતિષ જોવા માટે શાસ્ત્રીજી સામે ચાલીને કોઈના ઘરે જતા નહીં પરંતુ હરસુખભાઈનો ફોન આવે એટલે એ જે ટાઇમે કહે એ ટાઈમે હાજર થઈ જતા. ગૌરીશંકર ...વધુ વાંચો

3

સપનાનાં વાવેતર - 3

સપનાનાં વાવેતર પ્રકરણ ૩ "અનિકેત માટે એક સુંદર કન્યા મેં શોધી કાઢી છે. ઘર મારું જાણીતું છે અને દીકરી સંસ્કારી છે. એ લોકો રાજકોટમાં રહે છે. દીકરીએ એમબીએ ફાઇનાન્સ કરેલું છે. દેખાવે એટલી સુંદર છે કે અનિકેતને જોતાં વેંત જ ગમી જશે. " ધીરુભાઈ વિરાણી રાત્રે આઠ વાગે જમતી વખતે પોતાના બંને પુત્રો સાથે વાત કરી રહ્યા હતા. "મેં હરસુખભાઈ સાથે ચાર દિવસ પહેલાં વાત પણ કરી લીધી છે. એમનો ફોન આવે એટલે પછી આપણે રાજકોટ જઈને સગાઈની વિધિ કરી લઈએ. હરસુખભાઈ જ્યોતિષમાં બહુ માને છે એટલે અનિકેતનાં તારીખ ટાઈમ મેં એમને આપી દીધાં છે." ધીરુભાઈ બોલ્યા. " જો ...વધુ વાંચો

4

સપનાનાં વાવેતર - 4

સપનાનાં વાવેતર પ્રકરણ 4સાંજના પોણા ચાર વાગ્યા એટલે કૃતિ પોતાની ગાડી લઈને ભાભા હોટલ જવા માટે નીકળી ગઈ. બરાબર વાગે એ હોટલ પહોંચી ગઈ અને લિફ્ટમાં ચોથા માળે જઈને રૂમ નંબર ૪૦૧ નો દરવાજો ખટખટાવ્યો. અનિકેતે દરવાજો અંદરથી ખોલ્યો. સામે બ્લુ જીન્સ અને યલો કુર્તીમાં કૃતિ સામે ઊભી હતી ! અનિકેત તો એની સામે બસ જોઈ જ રહ્યો. અનિકેત એટલો બધો અંજાઈ ગયો હતો કે શું બોલવું એનું પણ એને ભાન ન હતું !" અરે ક્યાં ખોવાઈ ગયા ? હું અંદર આવી શકું ? " કૃતિ અનિકેત સામે જોઈને હસીને બોલી. " ઓહ સોરી.. અંદર આવો ને !" અનિકેત ...વધુ વાંચો

5

સપનાનાં વાવેતર - 5

સપનાનાં વાવેતર પ્રકરણ 5"આ દીવાકર ગુરુજી તો મને જોઈને જ ઓળખી ગયા. ધીરુભાઈનો પૌત્ર છું એમ પણ કહી દીધું. માથે હાથ મૂકીને આખી હનુમાન ચાલીસા યાદ કરાવી દીધી. એમણે તો એ પણ કહી દીધું કે એમણે જ મને એમની પાસે બોલાવ્યો છે ! મને તો આ બધી વાતો નવાઈ ભરેલી લાગે છે કૃતિ. મેં મારી લાઇફમાં આવો અનુભવ પહેલી વાર કર્યો છે. " ગાડીમાં બેઠા પછી અનિકેત બોલ્યો. "તમે ખૂબ જ નસીબદાર છો કે તમને એમણે સામેથી હનુમાન દાદાની દીક્ષા આપી. હવે તો એ તમારા ગુરુ બની ગયા. દર વર્ષે ગુરુપૂર્ણિમાએ તમારા દાદાની સાથે તમારે પણ રાજકોટ આવવું પડશે. ...વધુ વાંચો

6

સપનાનાં વાવેતર - 6

સપનાનાં વાવેતર પ્રકરણ 6અનિકેત અને કૃતિનો સગાઈ પ્રસંગ ધામધૂમથી પતી ગયો. અષાઢ મહિનાની એકાદશીના દિવસે બંનેની સગાઈ થઈ ગઈ. ધીરુભાઈ નો સમગ્ર પરિવાર આવ્યો હતો અને કાલાવડ રોડ ઉપર સ્વામિનારાયણના ઉતારામાં તમામ મહેમાનોને રહેવાની વ્યવસ્થા કરી હતી. એમની સાથે રાજકોટમાં રહેતાં એમનાં કેટલાંક કુટુંબીજનો પણ જોડાયાં હતાં. સગાઈના દિવસે સવારે ૧૦ વાગે કૃતિ અને અનિકેતે એક બીજાને ડાયમંડ રીંગ પહેરાવી. એ પછી ધીરુભાઈ તરફથી વહુને લગભગ ૧૫ થી ૨૦ લાખના દાગીના અને કપડાં ચડાવવામાં આવ્યાં. એ જ પ્રમાણે હરસુખભાઈ તરફથી પણ જમાઈને પોતાના મોભાને છાજે એ રીતે લાખોનો વ્યવહાર કરવામાં આવ્યો. હરસુખભાઈના ઘરે વર્ષો પછી આ માંગલિક પ્રસંગ આવ્યો ...વધુ વાંચો

7

સપનાનાં વાવેતર - 7

સપનાનાં વાવેતર - પ્રકરણ 7થાણાના વસંત વિહાર એરિયામાં રહેતા ધીરુભાઈ વિરાણીને બે સંતાનો હતાં. એક પ્રશાંત અને બીજો મનીષ. પુત્રો ખૂબ જ સંસ્કારી અને માતા-પિતા તરફ આદરભાવ રાખનારા હતા. પ્રશાંતનાં હંસા સાથે લગ્ન થયા પછી ચાર વર્ષ સુધી એમને એક પણ સંતાન ન હતું. જ્યારે નાના મનીષનાં લગ્ન પછી દોઢ વર્ષમાં જ અભિષેકનો જન્મ થયો હતો. ધીરુભાઈ શિવજીને બહુ જ માનતા હતા અને દર સોમવારે પંડિતજીને ઘરે બોલાવીને પોતાને ઘરે સ્થાપેલા નાનકડા શિવલિંગ ઉપર અભિષેક કરાવતા હતા. એટલે પ્રથમ પુત્રનું નામ અભિષેક પાડયું. પ્રશાંત માટે ધીરુભાઈ ખૂબ જ ચિંતાતુર રહેતા હતા. પ્રશાંતની પેઢી અટકી જાય એ એમને મંજૂર ન ...વધુ વાંચો

8

સપનાનાં વાવેતર - 8

સપનાનાં વાવેતર પ્રકરણ 8પૌત્ર અભિષેકની વાત સાંભળીને ધીરુભાઈ થોડા વિચલિત થઈ ગયા. એમને પણ એ જ વખતે વર્ષો પહેલાં રાજકોટના ગુરુજી દીવાકરભાઈએ કહેલા શબ્દો યાદ આવ્યા:# તમારા પૂર્વજન્મ સાથે જોડાયેલો એક આત્મા તમારી સાથે બદલો લેવા માટે તમારા ઘર તરફ નજર રાખીને સૂક્ષ્મ જગતમાં બેઠો છે. હવે પ્રશાંતના ઘરે જો દીકરાનો જનમ થશે તો એ આત્મા સ્ત્રીનો જન્મ ધારણ કરીને પ્રશાંતના દીકરા સાથે લગ્ન કરી તમારી બરબાદી કરવા તમારા ઘરમાં આવવાની કોશિશ કરશે.ધીરુભાઈનું મન ફરી વિચલિત થઈ ગયું એટલે એમણે અભિષેકને એ જ સવાલ ફરીથી કર્યો." શું કહે છે તારા એ સાઉથ ઇન્ડિયન રંગનાથન ? " ધીરુભાઈ બોલ્યા. "દાદા ...વધુ વાંચો

9

સપનાનાં વાવેતર - 9

સપનાનાં વાવેતર પ્રકરણ 9"કૃતિને મળી લીધું ? હવે તને શું લાગે છે અભિ? " મુંબઈ આવી ગયા પછી બીજા સવારે ધીરુભાઈએ કેનેડાથી આવેલા પૌત્ર અભિષેકને સવાલ કર્યો. અનિકેત એ વખતે બહાર હતો. "દાદા તમારી પસંદગી ખરેખર દાદ માગી લે છે. કૃતિ હિરોઈનને પણ ટક્કર મારે એટલી સુંદર છે. એ સ્વભાવમાં પણ એકદમ હસમુખી અને લાગણીશીલ છે. છેલ્લે જ્યારે એણે અનિકેતની વિદાય લીધી ત્યારે એની આંખો ભરાઈ આવી હતી. અનિકેત નસીબદાર છે." અભિષેકે પોતાનો અભિપ્રાય આપ્યો. " એટલા માટે જ મેં તને રાજકોટ મોકલ્યો હતો જેથી તારા મનનો ડર દૂર થઈ જાય. હરસુખભાઈના સંસ્કાર છે એનામાં. એ આપણા ઘરમાં આવીને ...વધુ વાંચો

10

સપનાનાં વાવેતર - 10

સપનાનાં વાવેતર પ્રકરણ 10રાજકોટથી હરસુખભાઈનો પરિવાર આગલા દિવસે સાંજે અમદાવાદથી ફલાઇટમાં ઇન્દોર પહોંચી ગયો હતો અને ત્યાંથી ત્રણ ટેક્સીઓ ઉજ્જૈન પણ પહોંચી ગયો હતો. બંને પરિવારો માટે ' અંજુશ્રી ' નામની ફાઈવસ્ટાર હોટલમાં ૭ રૂમનું બુકિંગ પણ હરસુખભાઈએ જ કરાવ્યું હતું. હરસુખભાઈએ હોટલમાંથી રાત્રે જ મંગલનાથ મંદિરના પૂજારી નિરંજનભાઇ સાથે બધી વાત કરી લીધી હતી. જો કે બે દિવસ પહેલાં જ નિરંજનભાઈ ઉપર રાજકોટથી ગૌરીશંકર શાસ્ત્રીનો ફોન પણ આવી ગયો હતો. સવારે સાત વાગ્યે જ હરસુખભાઈ મંગલનાથ મંદિરે પહોંચી ગયા હતા અને નિરંજનભાઈને દક્ષિણા પણ આપી દીધી હતી. પૂજા માટે જે પણ સામાન જરૂરી હતો તે પણ નિરંજનભાઈ દ્વારા ...વધુ વાંચો

11

સપનાનાં વાવેતર - 11

સપનાનાં વાવેતર પ્રકરણ 11"તું આરામથી સૂઈ જા હવે. મને હવે તારામાં કોઈ જ ઇન્ટરેસ્ટ નથી. સ્વર્ગ અને નર્કનો અનુભવ જ કરી લીધો. મિત્રોને છૂટછાટ લેવા દેનારી અને લગ્ન પહેલાં જ કોઈની સાથે શારીરિક સંબંધ બાંધનારી કૃતિ સાથે હું કોઈ જ સંબંધ રાખવા માગતો નથી. કાલે જ આપણા ડીવોર્સ પેપર તૈયાર કરાવી દઉં છું. કાલે ને કાલે તું તારા પપ્પાના ઘરે ચાલી જજે. કાલે કોઈ રિસેપ્શન પણ નહીં થાય" અનિકેત ઠંડા કલેજે બોલ્યો.કૃતિ અનિકેતની વાત સાંભળીને ધ્રુજી ગઈ !!"અનિકેત તમે મને આવું કઈ રીતે કહી શકો ? તમને પોતાના માનીને મેં મારા ભૂતકાળની બધી વાત તમને કરી. દરેકનો એક પાસ્ટ ...વધુ વાંચો

12

સપનાનાં વાવેતર - 12

સપનાનાં વાવેતર પ્રકરણ 12રિસેપ્શનનો પ્રોગ્રામ રાત્રે પોણા બાર વાગ્યા સુધી ચાલ્યો. ધીરુભાઈએ આ પ્રસંગે ખૂબ જ દિલથી પૈસા ખર્ચ્યા ખૂબ જ ધામધૂમથી પ્રસંગ પતી ગયો. તમામ મહેમાનો વાહ વાહ કરી ગયા. બીજા દિવસે બહારગામથી આવેલા તમામ મહેમાનો સવારે જ વિદાય થઈ ગયા. હરસુખભાઈનો પરિવાર સવારે ધીરુભાઈના આગ્રહથી હોટલ છોડીને ધીરુભાઈના બંગલે આવી ગયો અને આખો દિવસ રોકાઇને રાત્રે સૌરાષ્ટ્ર મેલમાં ફર્સ્ટ ક્લાસમાં રાજકોટ જવા માટે નીકળી ગયો. " તમારું ઘર અને પરિવાર જોઈને અમને ખૂબ જ આનંદ થયો છે ધીરુભાઈ. બસ મારી આ લાડકી દીકરીને જરા સંભાળી લેજો. એ થોડી સ્વતંત્ર મિજાજની છે પણ એટલી જ હોશિયાર છે. પરિવારપ્રેમી ...વધુ વાંચો

13

સપનાનાં વાવેતર - 13

સપનાનાં વાવેતર પ્રકરણ 13લગ્ન કર્યા પછી અનિકેત અને કૃતિ વચ્ચે જો શારીરિક સંબંધો જ ના થાય તો પછી લગ્નજીવન દિવસ ટકે ? અનિકેત સાથે લગ્ન કરીને આવ્યા પછી કૃતિનાં પોતાનાં પણ અરમાન હોય ! એક તો લગ્ન પણ બંનેએ એકલાં જ કરવાં પડ્યાં એટલે લગ્નનો પણ કોઈ આનંદ નહીં ! અનિકેત અને કૃતિ એકદમ યુવાન છે. ક્યાં સુધી એમને અલગ રાખવાં ? - મનમાં સવાલો ઘણા ઊભા થતા હતા. પણ આ બાબતે ચર્ચા કરવી પણ કોની સાથે ? - રામનાથનની વાત સાંભળ્યા પછી વાનકુંવરમાં અભિષેક આ પ્રમાણે ચિંતા કરી રહ્યો હતો. દાદા સાથે આ બાબતમાં હવે ફોન ઉપર ચર્ચા ...વધુ વાંચો

14

સપનાનાં વાવેતર - 14

સપનાનાં વાવેતર પ્રકરણ 14" હવે તમે બે કલાક આરામ કરી લો. અમારું આખું રાજકોટ આમ પણ બપોરે બે ત્રણ આરામ જ કરે છે. " હરસુખભાઈ હસીને બોલ્યા.અનિકેત અને કૃતિ જમીને બહાર ડ્રોઈંગ રૂમમાં આવ્યાં ત્યારે હરસુખભાઈ ફેક્ટરીએથી ઘરે આવી ગયા હતા. "હા મારા દાદા પણ કહેતા હતા કે રાજકોટનું માર્કેટ બપોરના સમયે સંપૂર્ણપણે બંધ હોય છે. ગમે તેવું કામ હોય પણ બપોરે બંધ એટલે બંધ !"અનિકેત બોલ્યો."રાજકોટની એ તાસીર છે. આવી બાદશાહી તમને બીજા કોઈ શહેરમાં જોવા ન મળે. " હરસુખભાઈ બોલ્યા. "કૃતિ જમાઈને તારા બેડરૂમમાં લઈ જા અને તું પણ આરામ કર. અને પપ્પા તમે જમવા બેસી જાવ. ...વધુ વાંચો

15

સપનાનાં વાવેતર - 15

સપનાનાં વાવેતર પ્રકરણ 15દસ લાખનો ચેક હાથમાં આવતાં શ્રુતિ એટલી બધી ઉત્તેજિત થઈ ગઈ કે ચેક બાજુમાં મૂકીને એ ઉપર બેઠેલા અનિકેતને વળગી પડી. એના ધક્કાથી અનિકેત બેડ ઉપર આડો પડી ગયો. શ્રુતિએ એને વહાલથી બે ત્રણ કિસ કરી દીધી. શ્રુતિના અચાનક હુમલાથી એ ડઘાઈ ગયો. શ્રુતિના આખા શરીરનું વજન એના ઉપર આવી ગયું હતું અને એના શ્વાસોશ્વાસ અનિકેતના ચહેરા ઉપર અથડાતા હતા. અનિકેત માટે સંયમ રાખવો ખૂબ જ અઘરું કામ હતું !! છતાં એણે સંયમ રાખ્યો. રોજ એ હનુમાન ચાલીસાની ત્રણ માળા કરતો હતો એની એને મદદ મળી. એણે પોતાના બંને હાથથી શ્રુતિને ઉભી કરી અને પોતે પણ ...વધુ વાંચો

16

સપનાનાં વાવેતર - 16

સપનાનાં વાવેતર પ્રકરણ 16અનિકેત અને શ્રુતિ વાતો કરતાં હતાં ત્યારે એ બંનેથી સહેજ દૂર ઊભેલી કૃતિની નજર અચાનક ધવલ ઉપર પડી. એ પણ એરપોર્ટની અંદર જઈ રહ્યો હતો. એણે પણ કૃતિને જોઈ. અનિકેતને પણ એણે જોઈ લીધો. ધવલ જાડેજા ! એક વખતનો એનો પ્રેમી !!ધવલને એરપોર્ટ ઉપર જોતાં જ કૃતિના હોશ ઉડી ગયા. એ એકદમ ટેન્શનમાં આવી ગઈ. તે દિવસે સુહાગરાતની મધરાતે એણે જ અનિકેતને ફોન કરીને મારી સાથેના શારીરિક સંબંધો વિશે જાણ કરી હતી. એ અનિકેતને મારી સાથે જોઈ ગયો છે એટલે સમજી જ ગયો હશે કે એ મારા પતિ છે !હવે એ એરપોર્ટની અંદર અનિકેત સાથે વધારે ...વધુ વાંચો

17

સપનાનાં વાવેતર - 17

સપનાનાં વાવેતર પ્રકરણ 17" કૃતિ તું તારા શરીરમાંથી બહાર આવી જા. મારે તારી સાથે વાતો કરવી છે. કૃતિ હું કહું છું. તું તારા શરીરમાંથી જલ્દી બહાર આવી જા." દીવાકર ગુરુજી કૃતિની આંખો ઉપર ત્રાટક કરીને સતત આદેશ આપતા હતા. એ પોતે પણ સૂક્ષ્મ અવસ્થામાં જ હતા. થોડી વારમાં જ કૃતિનો સૂક્ષ્મ દેહ શરીરથી છૂટો પડીને બહાર આવી ગયો અને ગુરુજીના સૂક્ષ્મ શરીર સામે ઉભો રહ્યો. "કૃતિ તું અત્યારે સૂક્ષ્મ અવસ્થામાં છે. તને તારા બધા જ પૂર્વ જન્મો યાદ છે. તું યાદ કર કે ગયા જનમમાં તું ક્યાં હતી ? તારે મુંબઈ થાણામાં રહેતા ધીરુભાઈની સાથે એવી તો શું દુશ્મની ...વધુ વાંચો

18

સપનાનાં વાવેતર - 18

સપનાનાં વાવેતર પ્રકરણ 18અનિકેત પપ્પાની સામે જ જોઈ રહ્યો. એને પપ્પાની દિલેરી ગમી ગઈ. આજે પપ્પાએ સુરેશભાઈ ગોટેચા સાથે રીતે વાતચીત કરી હતી એનાથી પણ એ ખૂબ જ પ્રભાવિત થયો હતો. પપ્પા પાસેથી ઘણું શીખવા જેવું છે.પપ્પા સાથેની વાતચીત પૂરી થઈ ગયા પછી અનિકેતે જૈમિન છેડાને ફોન કર્યો. " જૈમિન... સાંજે ૭ વાગ્યા પછી જરા મારા ઘરે આવી જજે ને. પપ્પાએ તને બોલાવ્યો છે. " અનિકેત બોલ્યો." અંકલે મને બોલાવ્યો છે ? પ્લોટની બાબતમાં કંઈ ગરબડ તો નથી ને ?" જૈમિન બોલ્યો. એ થોડો ટેન્શનમાં આવી ગયો. પ્રશાંત અંકલ બહુ મોટા માણસ હતા. આજ સુધી એમની સાથે એણે ડાયરેક્ટ ...વધુ વાંચો

19

સપનાનાં વાવેતર - 19

સપનાનાં વાવેતર પ્રકરણ 19અને બીજા દિવસે રવિવારે સવારે ૧૧ વાગે અનિકેત વીણાનગરના ગેટ ઉપર પહોંચી ગયો. ભાર્ગવ ભટ્ટ એના શશીકાંતભાઈને લઈને આ સમયે જ આવવાનો હતો. પાંચેક મિનિટમાં જ શશીકાંતભાઈની ગાડી પણ આવી ગઈ. અનિકેત કોલેજ કાળ દરમિયાન બે થી ત્રણ વખત ભાર્ગવ ભટ્ટના ઘરે ગયેલો એટલે શશીકાંતભાઈ એને ઓળખતા હતા.બંનેએ ગાડી બહાર જ પાર્ક કરી અને ચાલતા ચાલતા સુરેશભાઈ ગોટેચાના ફ્લેટ ઉપર પહોંચી ગયા. સુરેશભાઈ સાથે વાત થયેલી હતી એટલે એ પણ ઘરે હાજર જ હતા. "આવો આવો અનિકેતભાઈ. હું તમારી જ રાહ જોતો હતો. હવે બોલો તમે લોકો બધા ચા તો પીઓ છો ને ?" સુરેશભાઈ બોલ્યા. ...વધુ વાંચો

20

સપનાનાં વાવેતર - 20

સપનાનાં વાવેતર પ્રકરણ 20અનાર દિવેટિયા જૈમિન સાથે લંચ લેવા માટે જે રીતે તૈયાર થઈને આવી હતી એ જોઈને જૈમિનનું બે ધબકારા ચૂકી ગયું. આજ સુધી એણે અનારનું આવું સૌંદર્ય જોયું ન હતું !! જૈમિન રેઇનબો રેસ્ટોરન્ટમાં અનાર કરતાં દસ મિનિટ વહેલો આવી ગયો હતો અને અનારની રાહ જોતો બેઠો હતો. જૈમિનને કલ્પના પણ ન હતી કે અનાર આટલી બધી સુંદર હશે ! કારણ કે એણે એને હંમેશા કેજ્યુઅલ ડ્રેસમાં જ જોયેલી. અનારે ઓરેન્જ કલરની સાડી અને બ્લુ કલરનો સ્લીવલેસ બ્લાઉઝ પહેર્યો હતો ! જૈમિન ઘડીભર તો ઓળખી જ ના શક્યો કે એની સામે અનાર ઊભી છે ! એ એને ...વધુ વાંચો

21

સપનાનાં વાવેતર - 21

સપનાનાં વાવેતર પ્રકરણ 21" શું કહ્યું ? ચુનીલાલ છેડા ? તું એ છોકરાને ભૂલી જા અનાર. કોઈ પણ સંજોગોમાં ઘરમાં તારાં લગ્ન નહીં થઈ શકે !" મહિપતરાય લગભગ તાડુકી ઉઠ્યા. અનાર તો પપ્પાનું આ સ્વરૂપ જોઈને અવાક જ થઈ ગઈ. જૈમિનના પપ્પાનું નામ સાંભળીને મારા પપ્પા આટલા ભડકી કેમ ગયા !! " અરે પણ પપ્પા તમે ચુનીલાલ નામ સાંભળીને આટલા બધા ગુસ્સે કેમ થઈ ગયા ? એ લોકો ખરેખર સારા માણસો છે. " અનાર બોલી. " તું ચૂપ રહે અનાર. એ ચુનીલાલના ઘરમાં હું મારી દીકરી નહીં વળાવું. " મહિપતરાય બોલ્યા. " પરંતુ તમારી આ નફરત માટે કોઈ કારણ ...વધુ વાંચો

22

સપનાનાં વાવેતર - 22

સપનાનાં વાવેતર પ્રકરણ 22(વાચક મિત્રો.. કેટલાક વાચકો મને મેસેજ કરીને પૂછે છે કે રાજકોટવાળા દીવાકર ગુરુજીનું એડ્રેસ અમને આપો અમે પણ એમનાં દર્શન કરીએ. પરંતુ મારે આપ સૌને જણાવવાનું કે મારાં તમામ પાત્રો કાલ્પનિક છે. મારી યુવાન અવસ્થામાં કેટલાક સિધ્ધ મહાત્માઓને હું મળેલો છું અને એમની શક્તિઓને મેં ઓળખી છે એટલે એમના ઉપરથી પ્રેરણા લઈને આવા પાત્રોનું સર્જન કરતો હોઉં છું. ગાયત્રી મંત્ર વિશેના અનેક અનુભવો લોકોને થયા છે. મને પણ થયા છે એટલે એની ઉપાસના ઉપર હું હંમેશા ભાર આપતો રહું છું. ગાયત્રીમંત્રની સાધના, ચંડીપાઠ અને હનુમાનજીની ઉપાસના કળિયુગમાં ચોક્કસ ફળ આપે છે. )કૃતિએ આકૃતિ ટાવરના એ વિંગના ...વધુ વાંચો

23

સપનાનાં વાવેતર - 23

સપનાનાં વાવેતર પ્રકરણ 23ધીરુભાઈ વિરાણી અને અનિકેત રાજકોટ ગુરુજીનાં દર્શન કરવા માટે આવ્યા હતા. આજે ગુરુપૂર્ણિમા હતી અને દર ધીરુભાઈ પૂનમે રાજકોટ આવતા જ હતા. આ વખતે અનિકેત પણ સાથે આવ્યો હતો. ગુરુજીએ આજે અનિકેતને ગાયત્રીની ઓછામાં ઓછી ત્રણ માળા કરવાનો આદેશ આપ્યો હતો. અને એ આદેશ સૂક્ષ્મ જગતમાંથી ધીરુભાઈના સ્વ. પિતા વલ્લભભાઈએ આપ્યો હતો. કારણ કે એ ગાયત્રીના સિદ્ધ ઉપાસક હતા અને સૂક્ષ્મ જગતમાં પણ સાધના કરી રહ્યા હતા. એ પછી પ્રસાદ લઈને બંને હોટલ ભાભામાં ગયા હતા અને બે કલાક આરામ કર્યો હતો. સાંજે ડીનરનો પ્રોગ્રામ વેવાઈના ઘરે હતો એટલે હરસુખભાઈ તેડવા માટે આવ્યા હતા અને પોતાના ...વધુ વાંચો

24

સપનાનાં વાવેતર - 24

સપનાનાં વાવેતર પ્રકરણ 24અનિકેતને મુંબઈ આવ્યાને બીજા ૧૫ દિવસ થઈ ગયા. શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો. " આપણે હવે ૪ દિવસ માટે મુંબઈ બોલાવી લઈએ. તમારે દાદાને અને મમ્મી પપ્પાને જે રીતે વાત કરવી હોય એ રીતે કરી લો. જેથી કદાચ મારા દાદા ફોન કરે તો પણ આપણા દાદા ટાઈફોઈડ જેવી સામાન્ય બીમારીની વાત કરે. કોઈ મોટી બીમારીની વાત કરશે તો દાદા દોડતા આવશે. " કૃતિ બોલી. " ઠીક છે હું એક બે દિવસમાં જ વાત કરી લઉં છું. " અનિકેત બોલ્યો. અને અનિકેતે બીજા દિવસે જ સૌથી પહેલાં પોતાના દાદાને વાત કરી કારણ કે હરસુખભાઈ ફોન કરે તો ...વધુ વાંચો

25

સપનાનાં વાવેતર - 25

સપનાનાં વાવેતર પ્રકરણ 25 દેવજીએ ગાડી મુલુંડથી લાલ બહાદુર શાસ્ત્રી માર્ગ થઈને હીરાનંદાની બાજુ લીધી અને ત્યાંથી ગાડીને સીધી તરફ લઈ લીધી. સૌપ્રથમ ગેટવે ઓફ ઇન્ડિયા જવાનું હતું. " મુંબઈનો આ બહુ જૂનો એરીયા છે. વર્ષો પહેલાં વહાણો અને સ્ટીમરો અહીં થઈને મુંબઈમાં પ્રવેશ કરતાં હશે. પાકો ઇતિહાસ તો મને પણ ખબર નથી. મુંબઈ આવતા તમામ પ્રવાસીઓ એકવાર તો ગેટ વે ઓફ ઇન્ડિયાની મુલાકાત લે જ છે. સામે જે મોટું બિલ્ડીંગ દેખાય છે તે તાજમહેલ હોટલ છે. એ પણ મુંબઈની શાન છે." અનિકેત બોલ્યો. અહીં માત્ર ફરવાનું જ હતું એટલે અનિકેત લોકોએ ગેટ વે ઓફ ઇન્ડિયાની આજુબાજુ ચક્કર માર્યું ...વધુ વાંચો

26

સપનાનાં વાવેતર - 26

સપનાનાં વાવેતર પ્રકરણ 26 બીજા ચાર મહિનાનો સમય પસાર થઈ ગયો. અનિકેતનો જન્મદિવસ પણ ધામધૂમથી ઉજવાઈ ગયો. એ દિવસે પોતાના સ્ટાફને અને પોતાના મિત્રોને સાંજે હોટલમાં ડીનર પાર્ટી આપી હતી અને ત્યાં જ કેક કાપી હતી. કિરણ વાડેકર અને અનાર દીવેટીયા તો એની ઓફિસમાં જ જોબ કરતાં હતાં. જ્યારે ભાર્ગવ ભટ્ટ અને જૈમિન છેડાને અલગથી આમંત્રણ આપીને બોલાવ્યા હતા. અનિકેતના તમામ મિત્રો અનિકેતથી ખુશ હતા. જૈમિન છેડાને અનિકેતે ૩૫ લાખ આપ્યા હતા એટલે એમાંથી એણે પોતાના દવાના બિઝનેસનો ઘણો મોટો વિસ્તાર કર્યો હતો. સાથે સાથે એની પત્ની અનારનો પગાર પણ ૭૫૦૦૦ આવતો હતો એટલે એ સૌથી વધારે સુખી હતો. ...વધુ વાંચો

27

સપનાનાં વાવેતર - 27

સપનાનાં વાવેતર પ્રકરણ 27"હું તમારા સ્વ. પિતા વલ્લભભાઈનો ખાસ સંદેશ આપવા માટે જ તમારા ઘરે આવ્યો છું. એ સંદેશ આ અનિકેત માટે છે. જો મારે મુંબઈ આવવાનું ના થયું હોત તો મારે તમને બંનેને રાજકોટ બોલાવવા પડત." ગુરુજી બોલ્યા.ગુરુજી મુંબઈ આવ્યા હતા અને ધીરુભાઈ શેઠના બંગલે મહેમાન બન્યા હતા. રાત્રે ૯ વાગે ગુરુજી ધીરુભાઈ અને અનિકેત સાથે વાતચીત કરી રહ્યા હતા. " જી ગુરુજી. " ધીરુભાઈ બોલ્યા. " તમે તો જાણો જ છો કે તમારા પિતાશ્રી ગાયત્રીના પ્રખર ઉપાસક હતા અને એમણે પોતાના જીવનમાં પાછલી ઉંમરમાં ઘણાં પુરશ્ચરણો કર્યાં હતાં. એમણે પોતાના જીવનમાં કેટલીક સિદ્ધિઓ પણ મેળવી હતી પરંતુ ...વધુ વાંચો

28

સપનાનાં વાવેતર - 28

સપનાનાં વાવેતર પ્રકરણ 28ઋષિકેશ જવાને માત્ર છ દિવસ જ બાકી હતા એટલે ચા પાણી પીધા પછી અનિકેત ટિકિટ બુક માટે બેઠો. સવારે આઠ વાગ્યાની ટ્રેઈન હતી જે બીજા દિવસે બપોરે એક વાગે પહોંચતી હતી. ટ્રેઈન હરિદ્વાર સુધી જ જતી હતી એટલે હરિદ્વારથી વગર પૈસે બીજા કોઈ સાધનથી ઋષિકેશ સુધી પહોંચવાનું હતું ! પહેલાં તો અનિકેત સેકન્ડ એસી ની ટિકિટ માટે જ વિચારતો હતો કારણકે એમાં બે સીટ ખાલી હતી. પરંતુ એને યાદ આવ્યું કે સપનામાં મોટા દાદાએ સ્પષ્ટ કહ્યું હતું કે - આ એક તપસ્યા યાત્રા છે - એટલે પછી એણે સ્લીપર ક્લાસમાં જવાનો નિર્ણય લીધો. એણે સ્લીપર ક્લાસમાં ...વધુ વાંચો

29

સપનાનાં વાવેતર - 29

સપનાનાં વાવેતર પ્રકરણ 29ફેમિલી સાથે વાત કરીને અનિકેતે પોતાનો મોબાઈલ બંધ કરી દીધો. પોણા દસ વાગવા આવ્યા હતા એટલે પછી સૂઈ જવાનું નક્કી કર્યું. ગાડીની વધુ પડતી સ્પીડના કારણે બારીમાંથી ખૂબ જ ઠંડો પવન આવતો હતો. એણે પોતાની સાઇડની બંને બારીઓ બંધ કરી દીધી. ઓઢવાની શાલ તો બેગમાં ચોરાઈ ગઈ હતી. એ તો સારું હતું કે એણે ગરમ જેકેટ પહેરેલું હતું અને માથે ગરમ ટોપી પણ. એ ટૂંટિયું વાળીને સૂઈ ગયો. હમણાં હમણાંથી એણે પાંચ માળા ચાલુ કરી હતી એટલે સવારે છ વાગે તો એ ઊભો થઈ જતો હતો. બરાબર છ વાગે આજે પણ એની આંખ ખુલી ગઈ. એ ...વધુ વાંચો

30

સપનાનાં વાવેતર - 30

સપનાનાં વાવેતર પ્રકરણ 30અનિકેત ગુરુજીની આજ્ઞા પ્રમાણે ઋષિકેશ આવ્યો હતો. રસ્તામાં એની બેગ ચોરાઈ ગઈ હતી છતાં હિમાલય વાળા મહાત્માએ અનિકેતની તમામ જરૂરિયાતો યાત્રા દરમિયાન પૂરી પાડી હતી. અનિકેતને ટ્રેઈનમાં કિરપાલસિંગ સરદારનો ભેટો થઈ ગયો હતો અને એણે ઋષિકેશના રોકાણની તમામ જવાબદારી લઈ લીધી હતી. સરદારજીની પોતાની જ હોટલ શિવ ઈન માં એ ઉતર્યો હતો. અનિકેતે સૌથી પહેલું કામ નહાવાનું કર્યું. સાબુ અને ટુવાલ મુકેલા જ હતા એટલે એણે માથું ચોળીને બરાબર સ્નાન કર્યું. ગંજી ચડ્ડી તો બેગમાં ચોરાઈ ગયા હતા એટલે એણે એની એ જ ગંજી અને ચડ્ડી પહેરી લીધાં. કપડાં પણ એ જ પહેરી લીધાં. નહાયા પછી ...વધુ વાંચો

31

સપનાનાં વાવેતર - 31

સપનાનાં વાવેતર પ્રકરણ 31સ્વામી વ્યોમાનંદજી અનિકેતનો હાથ પકડીને એને સૂક્ષ્મ જગતમાં એના મોટા દાદા સ્વ. વલ્લભભાઈના દિવ્ય આત્મા પાસે ગયા હતા. મોટા દાદાએ ગાર્ડનમાં બેસીને અનિકેત સાથે સૂક્ષ્મ જગત વિશે ઘણી બધી અચરજભરી વાતો કરી. એ પછી એ અનિકેતને ગાયત્રી માતાનાં દર્શન કરવા મંદિરમાં લઈ ગયા. મંદિરમાં અનિકેતે ગાયત્રી માતાની એકદમ જીવંત મૂર્તિ જોઈ. મૂર્તિમાંથી પ્રકાશ બહાર આવી રહ્યો હતો. એ પછી બંને જણા બહાર નીકળ્યા. "અહીં સૂક્ષ્મ જગતમાં પણ મંદિરો હોય છે એ જોઈને નવાઈ લાગે છે દાદાજી." અનિકેતે પૂછ્યું."તમામ ધર્મોનાં મંદિરો અહીં છે. જ્યાં સુધી તમારી કોઈ ચોક્કસ ધર્મ ઉપર આસ્થા હોય ત્યાં સુધી તમને અહીં મંદિરો ...વધુ વાંચો

32

સપનાનાં વાવેતર - 32

સપનાનાં વાવેતર પ્રકરણ 32ગંગાનાં દર્શન કરીને અનિકેત હરિદ્વાર સ્ટેશન ઉપર પાછો આવી ગયો. ટ્રેઈન હરિદ્વારથી જ ઉપડતી હતી એટલે ઉપર ઉભી જ હતી. એણે રસ્તામાં પીવા માટે પાણીની બોટલ ખરીદી લીધી અને પોતાના કોચ વિશે કુલીને પૂછ્યું. થ્રી ટાયર એસીનો કોચ પાછળના ભાગમાં હતો એટલે અનિકેત ચાલતો ચાલતો પાછળ ગયો અને કોચમાં ચડી ગયો. અત્યારે પણ એને વિન્ડો પાસે સીટ મળી પરંતુ સાઈડ લોઅર બર્થ નહોતી. ૧૦ મિનિટ પછી ટ્રેઈન ઉપડી. હરિદ્વાર પાછળ છૂટતું ગયું. આ કોચમાં તો ઓઢવા પાથરવાની અને તકિયાની પણ વ્યવસ્થા હતી. વિન્ડો સીટ મળી હતી પરંતુ શિયાળાના કારણે એક કલાકમાં તો રાત પણ પડી ગઈ ...વધુ વાંચો

33

સપનાનાં વાવેતર - 33

સપનાનાં વાવેતર પ્રકરણ 33 (આ પ્રકરણ સૂક્ષ્મ જગતને લગતું અને આધ્યાત્મિક હોવાથી દરેકે શાંતિના સમયમાં ધ્યાનથી વાંચવું. ) રાજકોટ થઈ ગઈ હતી એટલે અનિકેત અને કૃતિને લેવા માટે એરપોર્ટ ઉપર કૃતિનો ડ્રાઇવર રઘુ ગાડી લઈને આવી ગયો હતો. એરપોર્ટથી ગાડી સૌથી પહેલાં યાજ્ઞિક રોડ ઉપર સરદારનગર સોસાયટીમાં જ લઈ લીધી અને દીવાકર ગુરુજીના બંગલા પાસે અનિકેતને ઉતારી દીધો." મારી ગુરુજી સાથે ચર્ચા પતી જાય પછી હું તને ફોન કરું એટલે ગાડી અહીં મોકલી દેજે. મને કદાચ એકાદ કલાક લાગશે." નીચે ઉતરીને અનિકેત બોલ્યો. "ગાડી લઈને હું પોતે જ આવી જઈશ અનિકેત. તમે શાંતિથી બધી ચર્ચા કરી લો. " કૃતિ ...વધુ વાંચો

34

સપનાનાં વાવેતર - 34

સપનાનાં વાવેતર પ્રકરણ 34બપોરે ત્રણ વાગે ત્રણ જણની ત્રિપુટી મુવી જોવા માટે કોસ્મોપ્લેક્સ સિનેમામાં પહોંચી ગઈ પરંતુ નસીબ બે આગળ હતું. એડવાન્સ બુકિંગ કરેલું ન હોવાથી અને ફિલ્મ ખૂબ જ લોકપ્રિય થવાથી થિયેટરમાં હાઉસફુલનું પાટિયું મૂકેલું હતું. હવે તો પહેલાંની જેમ બ્લેકમાં પણ ટિકિટો મળતી ન હતી. યુગ જ બદલાઈ ગયો હતો. " હવે શું કરીશું જીજુ ? ટિકિટ મળવાની તો હવે કોઈ જ આશા દેખાતી નથી અને બીજી કોઈ ફિલ્મ જોવામાં મને રસ નથી." શ્રુતિ નિરાશ થઈને બોલી. અચાનક અનિકેતને ગુરુજીના શબ્દો યાદ આવ્યા કે સિદ્ધિ મળ્યા પછી હવે તારા માટે કોઈપણ કામ અશક્ય નથી." આપણે આ બાજુ ...વધુ વાંચો

35

સપનાનાં વાવેતર - 35

સપનાનાં વાવેતર પ્રકરણ 35અનિકેત ઉપર સુજાતા બિલ્ડર્સ બાંદ્રા થી કોઈ અંજલિનો ફોન આવ્યો હતો. અંજલી એને કોઈપણ હિસાબે મળવા હતી. એના આમંત્રણને માન આપીને અનિકેત એને મળવા માટે બાંદ્રા સુજાતા બિલ્ડર્સની ઓફિસે ગયો હતો. " તમારા વિશે સાંભળ્યું છે એના કરતાં તમારામાં વધારે એનર્જી અને પ્રતિભા મને દેખાય છે. આઈ એમ ઇમ્પ્રેસ્ડ ! તમને અહીં બોલાવવા પાછળ મારો પોતાનો એક ચોક્કસ હેતુ છે અને સ્વાર્થ પણ છે. " અંજલી બોલતી હતી. " સુજાતા બિલ્ડર્સનું અમારું બહુ મોટું એમ્પાયર છે. અત્યારે બાંદ્રામાં 3 મોટી રેસીડેન્સીયલ સ્કિમો ચાલે છે અને એક શોપિંગ કોમ્પ્લેક્સ બની રહ્યું છે. એક સ્કીમ ખાર લિંકિંગ રોડ ...વધુ વાંચો

36

સપનાનાં વાવેતર - 36

સપનાનાં વાવેતર પ્રકરણ 36અનિકેતની સિદ્ધિ પરોક્ષ રીતે હવે કામ કરી રહી હતી. અંજલિના આમંત્રણ પછી અનિકેત સુજાતા બિલ્ડર્સની ઓફિસે હતો અને પછી ત્યાંથી અંજલીના બંગલે પણ ગયો હતો. ત્યાં એને અંજલીના સ્વ. પિતા રશ્મિકાંતના આત્માનો અનુભવ થયો હતો અને એમની સાથે વાતચીત પણ કરી હતી.રશ્મિકાંત પાસેથી અનિકેતને એમનાં પત્નીનું નામ નીતાબેન અને ભત્રીજાનું નામ સંજય છે એવી જાણ થઈ હતી. અનિકેતે આ બંનેનાં નામ દઈને અંજલી સાથે વાત કરી એટલે અંજલીને ખૂબ જ આશ્ચર્ય થયું હતું. " તમે ગુરુજીને કેટલા સમયથી ઓળખો છો ? " નીતાબેન બોલ્યાં. " મારો એમની સાથેનો પરિચય બહુ જૂનો નથી. છેલ્લા એક બે વર્ષથી ...વધુ વાંચો

37

સપનાનાં વાવેતર - 37

સપનાનાં વાવેતર પ્રકરણ 37નીતાબેને ધીરુભાઈ શેઠ સાથે એટલી બધી નિખાલસતાથી વાતચીત કરી કે જેની કલ્પના ધીરુભાઈને નહોતી. એ ઘણી ચર્ચા કરવાના મૂડમાં હતા પરંતુ નીતાબેન કોઈપણ જાતની કન્ડીશન વગર અને કોઈપણ જાતના અંગત સ્વાર્થ વગર અનિકેતને આ કન્સ્ટ્રક્શન કંપની ચલાવવા માટે આપી રહ્યાં હતાં. " નીતાબેન તમારી વાત સાંભળ્યા પછી મારે કંઈ પણ બોલવા જેવું રહ્યું નથી. અનિકેતની શક્તિઓ ઉપર મને પૂરો વિશ્વાસ છે અને તમારી કંપની એ પોતાની કંપની માનીને ખૂબ સારી રીતે ચલાવશે તેમાં મને કોઈ શંકા નથી. આજે વાતચીત કરવા માટે પણ મેં એકાદશીનો દિવસ પસંદ કર્યો છે કારણ કે આ દિવસે હંમેશાં ઈશ્વરની વધુને વધુ ...વધુ વાંચો

38

સપનાનાં વાવેતર - 38

સપનાનાં વાવેતર પ્રકરણ 38સંજય શશીકાન્ત ભાટીયા. ઉંમર ૩૬ વર્ષ. લોખંડવાલા કોમ્પ્લેક્સ અંધેરી. ધંધો: સટ્ટો જુગાર ગુંડાગર્દી. સંજયના પિતા શશીકાંત પણ આખી જિંદગી ખોટાં કામ જ કર્યાં. લોકો સાથે છેતરપિંડી કરી. હવામાં સ્કીમો બનાવી અને લોકો પાસેથી પૈસા પડાવ્યા. ચાલ ચલગત પણ સારી નહીં. એ જ વારસો દીકરામાં આવ્યો. શશીકાન્ત જ્યારે જ્યારે પણ પૈસાના મોટા ચક્કરમાં ફસાઈ જાય ત્યારે પિતરાઈ ભાઈ રશ્મિકાંત જ એને મદદ કરે. બે થી ત્રણ વાર રશ્મિકાન્તે એને મોટી રકમ ધીરીને જેલ જતો બચાવી લીધો. એ શશીકાન્તનું પાંચ વર્ષ પહેલાં અકસ્માતમાં અવસાન થઈ ગયું. સંજય ભાટીયા પરણેલો હતો. એને દસ વર્ષની એક બેબી પણ હતી છતાં ...વધુ વાંચો

39

સપનાનાં વાવેતર - 39

સપનાનાં વાવેતર પ્રકરણ 39બીજા દિવસે સુજાતા બિલ્ડર્સની તમામ સ્કીમો સમજવા માટે અનિકેતે કંપનીના મેનેજર કુલકર્ણીને પોતાની ચેમ્બરમાં બોલાવ્યા. એમની લગભગ ૫૦ ની દેખાતી હતી. "કુલકર્ણી... અત્યારે આપણી ટોટલ કેટલી સ્કીમો ચાલે છે એની વિગતવાર માહિતી મને જોઈએ. મેનેજર તરીકે અહીં તમારો રોલ શું છે અને અહીં કેટલો સ્ટાફ છે એ પણ મને જરા ડિટેલ્સમાં સમજાવો. " અનિકેત બોલ્યો." જી સર. જ્યારથી શેઠે આ કંપની ઉભી કરી છે ત્યારથી હું જોબ કરું છું અને સૌથી સિનિયર છું. અત્યારે ત્રણ કોન્ટ્રાક્ટર્સ અને બે એક્ઝીક્યૂટિવ એન્જિનિયર આપણી કંપનીમાં કામ કરી રહ્યા છે. એ બધા મોટા ભાગે સાઈટ ઉપર જ હોય છે. વર્ષોથી ...વધુ વાંચો

40

સપનાનાં વાવેતર - 40

સપનાનાં વાવેતર પ્રકરણ 40અંજલીના ઘરે પાંચ કરોડની બેગ મૂકીને અનિકેત તરત જ નીકળી ગયો. બહાર આવીને એણે દેવજીને ગાડી ૧૦મા રસ્તા ઉપર વિજય દીપ સોસાયટી તરફ લેવાની સૂચના આપી. વિજય દીપ સોસાયટી પહોંચીને ડી બ્લોક આગળ એણે ગાડી ઊભી રખાવી. એ નીચે ઉતર્યો અને લિફ્ટમાં બેસીને ત્રીજા માળે પહોંચી ગયો. ચાવી તો એ લઈને જ આવ્યો હતો એટલે એણે ૩૦૧ નંબરના ફ્લેટનું લોક ખોલી નાખ્યું. ફ્લેટ ફર્નિચર સાથેનો તૈયાર જ હતો. કોઈ અહીં રહેતું હોય એ રીતે બધી જ વ્યવસ્થા હતી. ટીવી પણ ફીટ કરેલું હતું. બેડરૂમમાં ગયો તો બેડ ઉપર ચાદર અસ્તવ્યસ્ત ચોળાયેલી હતી અને નીચે એક ઈંગ્લીશ ...વધુ વાંચો

41

સપનાનાં વાવેતર - 41

સપનાનાં વાવેતર પ્રકરણ 41ઓફિસેથી નીકળીને સુનિલ શાહ ઓટો કરીને સીધો સ્ટેશન ગયો અને અંધેરી જતી ફાસ્ટ પકડી. ઘરેથી ચાવી ઝડપથી પાછું ખાર પહોંચવું હતું. એની પાસે હોન્ડા સીટી ગાડી પણ હતી પરંતુ ટ્રાફિક અને પાર્કિંગના પ્રોબ્લેમના કારણે ઓફિસે તો એ ટ્રેનમાં જ આવતો. અંધેરી સ્ટેશન પહોંચીને ફરી એણે મરોલ જવા માટે રીક્ષા કરી લીધી. ઘરે જઈને થોડો ફ્રેશ થયો. એ પછી એણે પોતાના બેડરૂમમાં જઈને કબાટ ખોલ્યું. જે ડ્રોવરમાં એ ચાવીઓ મૂકતો હતો એ ડ્રોવર ખોલ્યું પરંતુ ચાવીઓ ત્યાં ન હતી. અત્યારે તો એ ફ્લેટની ચાવી લેવા માટે ઘરે આવ્યો હતો પરંતુ એ ચાવી પણ દેખાતી ન હતી. એણે ...વધુ વાંચો

42

સપનાનાં વાવેતર - 42

સપનાનાં વાવેતર પ્રકરણ 42સવારે નવ વાગે અનિકેત ઉપર સાવંત અંકલનો ફોન આવી ગયો. " થેન્ક્યુ અનિકેત. તારી ઇન્ફોર્મેશન એકદમ નીકળી. સુનિલ શાહના કિચનના માળિયામાંથી લગભગ એક કરોડનું ડ્રગ્સ પકડાઈ ગયું છે." સાવંત અંકલ બોલ્યા. " અંકલ એમાં મારો આભાર માનવાની તમારે કોઈ જરૂર નથી મેં તો મારી ફરજ બજાવી છે. એ માણસે અમારી કંપની સાથે પણ ગદ્દારી કરી છે એટલે એને સજા તો મળવી જ જોઈએ. " અનિકેત બોલ્યો."એના ઘરમાંથી એક કરોડની કિંમતનો ડ્રગ્સનો જથ્થો પકડાયો છે એટલે એને દસ વર્ષ સુધીની સજા થઈ શકે છે. " સાવંત અંકલ બોલ્યા અને એમણે ફોન કટ કર્યો. સંજય ભાટીયાને સાડા બાર ...વધુ વાંચો

43

સપનાનાં વાવેતર - 43

સપનાનાં વાવેતર પ્રકરણ 43સવારે છ વાગ્યે જ પોલીસની વાન સાયરન વગાડતી આવી એટલે સુનિલ રહેતો હતો એ આખી સોસાયટીના જાગી ગયા અને ગેલેરીમાં આવીને કે વિન્ડો પાસે ઊભા રહીને નીચે જોવા લાગ્યા કે પોલીસ કોના ઘરે આવી છે ! આ બધા દ્રષ્ટાઓમાં અશોક બારોટ પણ હતો જે ડ્રગ્સના ધંધા સાથે સીધો જોડાયેલો હતો. આવા લોકો પૈસા ગમે એટલા કમાતા હોય છતાં હમેશાં ભયમાં જ જીવતા હોય છે. પોલીસ કોના ઘરે આવી હશે ? એ ટેન્શનમાં આવી ગયો. એણે જોયું કે જે ફ્લેટમાં સુનિલ શાહ રહેતો હતો એ જ બ્લોકમાં પોલીસ ઉપર ચડી રહી હતી. હવે અશોકને ગભરામણ થવા લાગી. ...વધુ વાંચો

44

સપનાનાં વાવેતર - 44

સપનાનાં વાવેતર પ્રકરણ 44બીજા દિવસે અનિકેત કૃતિને પોતાની સાથે લઈ ગયો. એણે એને ઓફિસ પણ બતાવી દીધી અને પછી રિબેલો રોડ ઉપર ઓશન વ્યુ સ્કીમ ઉપર કૃતિને લઈ ગયો. કૃતિ તો આ લોકેશન અને ફ્લેટ જોઈને ગાંડી જ થઈ ગઈ. એકદમ સમૃદ્ધ એરિયા હતો અને ચોથા માળ પછી તો દૂર દૂર દરિયાનાં દર્શન પણ થતાં હતાં. ફ્લેટમાં હવા ઉજાસ પણ ઘણાં સારાં હતાં. એ પછી અનિકેતે કૃતિને મિલેનિયમ કોમ્પ્લેક્સ પણ બતાવ્યું જ્યાં એણે શ્રુતિ માટે શોરૂમ લેવાનું નક્કી કર્યું હતું."આ એકદમ પ્રાઈમ લોકેશન છે કૃતિ અને અહીં શ્રુતિની કદર થશે. અહીં કોઈ પૈસા માટે પૂછતું જ નથી. તમે જે ...વધુ વાંચો

45

સપનાનાં વાવેતર - 45

સપનાનાં વાવેતર પ્રકરણ 45 (આ પ્રકરણ થોડુંક ગંભીર હોવાથી એકદમ શાંતિથી વાંચવું. ) રાત્રે ૮ વાગે અનિકેત જમતી વખતે પત્ની કૃતિ અને સાળી શ્રુતિ સાથે ડાઇનિંગ ટેબલ ઉપર વાતો કરી રહ્યો હતો ત્યાં અચાનક કૃતિને ચક્કર આવી ગયા અને એ બાજુમાં બેઠેલા અનિકેત તરફ ઢળી પડી. અનિકેતે આ જોયું અને તરત એણે કૃતિને પકડી લીધી. અનિકેતે તરત ઊભા થઈને એને સીધી બેસાડવા માટે કોશિશ કરી પરંતુ એ સ્થિર બેસી શકતી ન હતી. "કૃતિ.. તને શું થાય છે ? " અનિકેત સહેજ ગભરાઈને બોલ્યો ત્યાં શ્રુતિ પણ ટેબલની સામેની ખુરશી ઉપરથી દોડતી આવી અને "દીદી... દીદી" કહીને કૃતિને પકડી લીધી. ...વધુ વાંચો

46

સપનાનાં વાવેતર - 46

સપનાનાં વાવેતર પ્રકરણ 46સવારે કૃતિ જાગી ત્યારે ખૂબ જ ફ્રેશ હતી. શરીરની નબળાઈ ઘણી ઓછી થઈ ગઈ હતી અને સ્ફૂર્તિ પણ આવી હતી. પોતાનામાં થયેલો આ ફેરફાર એને ગમ્યો અને થોડી આશા પણ જન્મી. " બ્લડ રિપોર્ટ લેવા માટે તમારી સાથે હું આવું ? મને અત્યારે ઘણું સારું લાગી રહ્યું છે. " અનિકેત ઓફિસ જવા નીકળ્યો ત્યારે કૃતિ બોલી. "ના ના કૃતિ તું આરામ કર. આજે રિપોર્ટ ચોક્કસ કલેક્ટ કરી લઈશ અને ડોક્ટરને પણ બતાવી દઈશ." અનિકેત બોલ્યો અને બહાર નીકળી ગયો. આજે સ્વામીજી સાથે વાત કરીને એને ઘણી રાહત થઈ હતી. કૃતિની માનસિક સ્થિતિ જો મજબૂત થઈ જાય ...વધુ વાંચો

47

સપનાનાં વાવેતર - 47

સપનાનાં વાવેતર પ્રકરણ 47" મમ્મી પપ્પા દાદા દાદી અંકલ મારે તમને એક ગંભીર સમાચાર આપવાના છે. કૃતિને બ્લડ કેન્સર છે અને ગઈ કાલથી લીલાવતી હોસ્પિટલમાં કેમોથેરપી પણ ચાલુ કરી છે. શ્રુતિ અત્યારે ઘરે રહીને એની સંભાળ રાખી રહી છે. પરંતુ તાવ ચાલુ થઈ ગયો છે અને ક્યારેક લોહીવાળી ઉલ્ટી પણ થતી હોવાથી હવે એને હોસ્પિટલમાં એડમિટ કરવી જ પડશે. લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવાની હોવાથી એને હું અહીં થાણા લાવી શકું એમ નથી. બસ મમ્મીને લેવા માટે જ હું અહીં આવ્યો છું. " અનિકેત એકી શ્વાસે બોલી ગયો. અનિકેતની વાત સાંભળીને ઘરમાં સોપો પડી ગયો. પરિવારના બધા જ સભ્યો કૃતિ ...વધુ વાંચો

48

સપનાનાં વાવેતર - 48

સપનાનાં વાવેતર પ્રકરણ 48સમય સંધ્યાકાળનો લગભગ સાત વાગ્યાનો હતો. કૃતિએ અનિકેતનો હાથ પકડીને પ્રાણ ત્યાગ કરી દીધો હતો. મૃત્યુ એણે અનિકેતને કહ્યું હતું કે મોટા દાદા મારી સામે જ ઊભા છે મતલબ કે સ્વામીજીની કૃપાથી મોટા દાદા પોતે જ એને લેવા માટે આવ્યા હતા !કૃતિની આમ અચાનક વિદાય અનિકેત સહન કરી શક્યો નહીં. કૃતિને એ ખૂબ જ પ્રેમ કરતો હતો અને એની દરેક ઈચ્છા એણે પૂરી કરી હતી. એની જ ઈચ્છા પ્રમાણે એ ઓશન વ્યૂ ફ્લેટમાં શિફ્ટ થયો હતો. એને ખુશ જોવા માટે એ પોતાની સાળી શ્રુતિને પણ મુંબઈ લઈ આવ્યો હતો અને એને બિઝનેસ સેટ કરી આપ્યો હતો ...વધુ વાંચો

49

સપનાનાં વાવેતર - 49

સપનાનાં વાવેતર પ્રકરણ 49 અનિકેત અને પ્રશાંતભાઈ બપોરે બે કલાક આરામ કરીને સાંજના ટાઈમે ઋષિકેશમાં લટાર મારવા ગયા. સાંજે આરતીનાં દર્શન પણ કર્યાં. પ્રશાંતભાઈ તો પહેલીવાર ઋષિકેશ આવ્યા હતા. એમને ઋષિકેશ અને ઋષિકેશનું વાતાવરણ બહુ જ ગમી ગયું. પાણીથી ભરપૂર ગંગાને વહેતી જોવી એ પણ એક લહાવો હતો. બીજા દિવસે સવારે ટેક્સી કરીને દેહરાદુન જવાનો પ્લાન કર્યો હતો અને ત્યાંથી મુંબઈનું સીધું ફ્લાઇટ પકડવાનું હતું. બંનેએ રાત્રે ૯ વાગે રેસ્ટોરન્ટમાં જમી લીધું અને પછી પ્રશાંતભાઈએ ઘરે પપ્પા સાથે વાત પણ કરી લીધી. વહેલી સવારે ચાર વાગે અનિકેત અચાનક જાગી ગયો. એણે અનુભવ્યું કે પોતાના રૂમમાં કોઈક છે. આ જ ...વધુ વાંચો

50

સપનાનાં વાવેતર - 50

સપનાનાં વાવેતર પ્રકરણ 50કૃતિના અવસાનને સવા મહિનો થઈ ગયો હતો. શોકનું અને આઘાતનું વાતાવરણ ધીમે ધીમે નોર્મલ થઈ રહ્યું દુઃખનું ઓસડ દહાડા એ કહેવત એકદમ સાચી છે. અનિકેત પણ થોડો નોર્મલ થઈ રહ્યો હતો તો શ્રુતિ પણ હવે થોડી નોર્મલ બની હતી. એણે પોતાના બિઝનેસમાં જ મન પરોવ્યું હતું. બરાબર એ જ સમયે અનિકેતની જિંદગીમાં એક નવો જ વળાંક આકાર લઈ રહ્યો હતો. અંજલીને અનિકેત ખૂબ જ ગમતો હતો. એણે પોતાની માલિકીની સુજાતા બિલ્ડર્સ કંપની અનિકેતને સર્વેસર્વા તરીકે સોંપી દીધી હતી. અને રાજકોટવાળા દીવાકર ગુરુજીના આદેશથી એક પણ રૂપિયો લીધા વગર એને કંપનીનો મેનેજિંગ ડિરેક્ટર બનાવી દીધો હતો. અનિકેતને ...વધુ વાંચો

51

સપનાનાં વાવેતર - 51

સપનાનાં વાવેતર પ્રકરણ 51અનિકેત અને ધીરુભાઈ શેઠ રાજકોટ દીવાકર ગુરુજીને મળવા આવ્યા હતા અને અનિકેતે અંજલી અને શ્રુતિ એ કન્યાઓમાંથી કોની સાથે લગ્ન કરવાં જોઈએ એ પૂછવા આવ્યા હતા. પ્રશ્ન સાંભળ્યા પછી દીવાકર ગુરુજી બંનેને બહાર બેસાડી પોતે ધ્યાન ખંડમાં ગયા હતા અને સૂક્ષ્મ જગતમાં નિવાસ કરી રહેલા વલ્લભભાઈ વિરાણીના દિવ્ય આત્મા સાથે એમણે સંવાદ સાધ્યો હતો. મોટા દાદા વલ્લભભાઈએ દીવાકર ગુરુજીને કહ્યું કે અનિકેત એ કોઈ સામાન્ય જીવ નથી અને એણે માત્ર બિઝનેસમેન બનીને અટકી જવાનું નથી. એની સૂક્ષ્મ સિદ્ધિઓ હવે ધીમે ધીમે જાગૃત થશે અને એણે સજાગ રહીને માનવ કલ્યાણ માટે કંઈક કરવાનું છે. મોટા દાદાનો આદેશ ...વધુ વાંચો

52

સપનાનાં વાવેતર - 52

સપનાનાં વાવેતર પ્રકરણ 52ઘરે લગ્ન પ્રસંગ હોવાથી અનિકેતનું ઘર અત્યારે ભર્યું ભર્યું હતું. સવારે ૮ વાગે ચાનો ટાઈમ થયો ઘર પરિવારના લોકો અને રાજકોટનો પરિવાર બધા જ ચા નાસ્તો કરવા માટે ડાઇનિંગ ટેબલ ઉપર ગોઠવાઈ ગયા હતા. જૂના મહારાજ અને શંકર મહારાજે ભેગા થઈને ગરમાગરમ બટેટાપૌંઆ અને ચા બનાવી હતી. ગઈકાલ રાતનો ઉજાગરો હોવા છતાં પણ અનિકેત અને શ્રુતિ પણ નાહી ધોઈને ટેબલ ઉપર આવી ગયાં હતાં. " અનિકેત બેટા તમારે હનીમુન માટે ક્યાંય હિલ સ્ટેશન જવું હોય તો આજે જ ટિકિટ બુક કરાવી દો. કારણ કે વેકેશન હોવાથી અત્યારે રિઝર્વેશન જલ્દી નહીં મળે. " પપ્પા પ્રશાંતભાઈ બોલ્યા. "ના ...વધુ વાંચો

53

સપનાનાં વાવેતર - 53

સપનાનાં વાવેતર પ્રકરણ 53અનિકેત હોસ્પિટલમાં રણવીરને મળીને એને નોર્મલ કરીને ગ્રાન્ડ ઠાકર હોટલમાં આવી ગયો. જમીને એણે શ્રુતિ સાથે કરી. હવે સાંજે તો શ્રુતિના ઘરે જવું જ પડશે ! રાત્રે લગભગ સવા આઠ વાગે શ્રુતિ એના રૂમમાં દાખલ થઈ અને સામે બેઠી. "વેલકમ શ્રુતિ. હોટલનો આટલો સુંદર રૂમ છે. સરસ મજાની એસીની ઠંડક છે. નરમ નરમ બેડ છે. હું તું અને આ એકાંત ! આવા નશીલા વાતાવરણમાં મારું મન ચંચળ બન્યું છે. બોલ છે કોઈ ઈચ્છા બાલિકે ? " અનિકેત શરારતી અંદાજમાં બોલ્યો. " નશામાંથી બહાર આવી જાઓ સ્વામી. આ સાસરું નથી મારું પિયર છે. બાલિકાની ઈચ્છા તમને ઘરે ...વધુ વાંચો

54

સપનાનાં વાવેતર - 54

સપનાનાં વાવેતર પ્રકરણ 54શ્રુતિ સોના દાસગુપ્તાને રાત્રે શોરૂમ વધાવીને પોતાની જ ગાડીમાં ઘરે લઈ ગઈ. અનિકેત ત્યારે ઘરે આવી હતો. "અનિકેત આ સોના ... જેના વિશે મેં તમને ફોન ઉપર વાત કરી હતી. તમે એની આખી વાત સાંભળો. તમારે કાલે એને મદદ કરવાની છે." શ્રુતિ બોલી. " નમસ્તે સર. " સોના અનિકેત વિરાણીને બે હાથ જોડીને બોલી. "સોના તું જરા પણ ચિંતા ન કરીશ. તું શાંતિથી અનિકેતની સામે સોફા ઉપર બેસ અને બધી જ વાત વિગતવાર જરા પણ સંકોચ વગર કહી દે. તું ગમે તે રસ્તે ગઈ હોય એનાથી અમને કોઈ ફરક પડતો નથી. દરેકની પોતાની પર્સનલ લાઈફ હોય ...વધુ વાંચો

55

સપનાનાં વાવેતર - 55

સપનાનાં વાવેતર પ્રકરણ 55(આ પ્રકરણ ઘણું લાંબુ છે માટે સમય કાઢીને શાંતિથી વાંચવું. )અનિકેતે ફંકશન વખતે મુખ્તારને બીજા દિવસે ગાડી ચલાવવાની મનાઈ કરી હતી. કારણ કે એને એક્સિડન્ટ દેખાઈ રહ્યો હતો. મુખ્તારે તો સલાહ માનીને ગાડી ન ચલાવી. પરંતુ એ એના દીકરા અલ્તાફને કહેવાનું ભૂલી ગયો અને અલ્તાફ ગાડી લઈને કોલેજ ગયો. વળતી વખતે એને અકસ્માત થયો અને અત્યારે એ હોસ્પિટલમાં સિરિયસ હતો. રસ્તામાં ગાડીમાં બેઠાં બેઠાં જ અનિકેતે અલ્તાફના આરોગ્ય અને આયુષ્ય માટે ગુરુજીને પ્રાર્થના કરી અને પોતાની સિદ્ધિને અંદરથી જાગૃત કરી. સિદ્ધિ તો સ્વયં સંચાલિત હતી એટલે એની અસર તરત જ ચાલુ થઈ ગઈ. એ હોસ્પિટલ પહોંચ્યો ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો