જો કે, આખરે એક નવો જ વિષય… એક નવો જ પ્લોટ, અચાનક સ્ફૂર્યો અને સાવ અનાયાસે જ આ નવલકથાની શરૂઆત થઈ. આશા છે કે આપ સહુ મિત્રોને આ નવલકથા ગમશે. અગાઉની રચનાઓની જેમ જ આપ આ કથાને વધાવી લેશો એવી આશા રાખુ છું. તો શરૂ કરીએ એક હાર્ડકોર સસ્પેન્સ થ્રિલર સફર. કથાનાં સ્થળો, પાત્રો, ઘટનાઓ, સમય એ બધું જ કાલ્પનિક છે. છતાં તમે તેની સાથે જોડાશો… કથાનાં પ્રવાહની સાથે વહેશો, ક્યારેક તમે ખુદને આ નવલકથાનાં એક પાત્ર તરીકે જોશો એનો મને વીશ્વાસ છે. તો… આ રહ્યો ’આયલેન્ડ’ નો પ્રથમ અધ્યાય.

Full Novel

1

આઇલેન્ડ - 1

પ્રકરણ-૧. હેલ્લો મિત્રો, કેમ છો? આશા છે કે આપ સહુ કુશળ હશો. ’અંગારપથ’ની સમાપ્તી બાદ ઘણા સમય પછી આપણે રહ્યાં છીએ. આ સમય દરમ્યાન ઘણાં મિત્રો મેસેજ દ્વારા કે ફોન કોલ દ્વારા સતત મારા સંપર્કમાં રહ્યા હતા અને તેમની એક જ માંગણી હતી કે જલદીથી કંઈક નવું… કંઈક ધમાકેદાર… ક્યારેય વાંચ્યું ન હોય એવું લઈને આવો. તેમની એ ઈંતેજારી હું સમજી શકું છું. મને ખુદને પણ લખવાની ઈચ્છા હતી જ પરંતુ સાથોસાથ આ વખતે થોડો સમય ફ્રી રહેવાનું પણ મન હતું એટલે નવી નવલકથા લખવામાં થોડો વિલંબ થતો ગયો. ઉપરાંત એક અવઢવ એ પણ હતી કે શું લખું? હોરર, ...વધુ વાંચો

2

આઇલેન્ડ - 2

પ્રકરણ-૨. હજું તો સવારનાં દસ જ વાગ્યાં હતા ત્યાં આકરો તડકો પડવો શરૂ થયો હતો. બસ્તીનાં છેવાડે પહોંચતાં સુધીમાં ગરમીથી હું ત્રાહીમામ પોકારી ગયો. મારી સાથે જીમી પણ આવ્યો હતો અને બાઈકની પાછળ બેઠો બેઠો સતત બક-બક કરતો હતો. એક તો ભયાનક તડકો અને ઉપરથી જીમીની અસ્ખલિત ચાલતી જીભ… મને અહીં જ, રસ્તાની અધવચ્ચે તેને ઉતારી દેવાનું મન થયું. તે ખરેખર અજીબ નંગ હતો. નો ડાઉટ કે તેનાં કારણે અમારાં જીવનમાં થોડી હળવાશ આવી હતી પરંતું શું બધી જ વખતે બોલ-બોલ કરવું જરૂરી હતું..? અમુક સમયે તો માણસ ચૂપ રહી શકે કે નહી! “તું ચૂપ રહીશ થોડીવાર.” આખરે તેને ...વધુ વાંચો

3

આઇલેન્ડ - 3

પ્રકરણ-૩. પ્રવીણ પીઠડીયા. એમ્બ્યૂલન્સ સિટિ હોસ્પિટલ ભણી ઉપડી ચૂકી હતી. એક બાબત તો સ્પષ્ટ થઈ હતી કે જીવણો સુથાર ચૂક્યો છે. જે હાલતમાં તેની બોડી મળી હતી એ ઉપરથી લાગતું હતું કે બહુ ઠંડા કલેજે તેનું કાળસ કાઢી નાંખવામાં આવ્યું છે. તેના શરીર ઉપર ઠેકઠેકાણે અસંખ્ય ઘાવ હતા. અત્યંત ઘાતકી રીતે તેનું મૃત્યું નિપજાવવામાં આવ્યું હતું એમા કોઈ શક નહોતો. મરતી વખતે ચોક્કસ તેને સખત રીબાવવામાં આવ્યો હશે એવું મારું અનુમાન હતું. કદાચ એવું ન પણ હોય છતાં એ બાબતની ખાતરી કરવી હોય તો સિટિ હોસ્પિટલ જવું પડે એમ હતું. એક બીજો રસ્તો પણ હતો કે હું એકાદ દિ’ ...વધુ વાંચો

4

આઇલેન્ડ - 4

પ્રકરણ-૪. પ્રવીણ પીઠડીયા. આ આઈલેન્ડ અનોખો હતો. મારી જેવા તમામ લોકો, જે આઈલેન્ડની બહાર વસતા હતા તેમના માટે આઈલેન્ડમાં એક સ્વપ્ન સમાન અનુભવ બની રહેતું. પૂલ સાવ સામાન્ય હતો છતા તેની બન્ને તરફની દૂનિયા વચ્ચે જમીન આસમાનનો તફાવત હતો. એક તરફ ગંદકી, ગરીબી, બેરોજગારી, ઝુપડપટ્ટી અને ગુનાખોરીથી ખદબદતું વિશ્વ હતું તો બીજી તરફ વૈભવ, એશો-આરામ, લકઝરી લાઈફ, લકઝરી ગાડીઓ અને ઝાકમઝોળ પાર્ટીઓની મહેફિલ હતી. એક તરફ સ્વર્ગ હતું તો બીજી તરફ દોઝખભર્યું નરક હતું. હું મારી જ બસ્તીની બુરાઈ કરું છું એવું તમને લાગતું હશે પરંતુ સચ્ચાઈ ક્યારેય બદલાતી નથી. જે સત્ય મારી નજરો સમક્ષ રોજ દેખાતું હતું એ ...વધુ વાંચો

5

આઇલેન્ડ - 5

પ્રવીણ પીઠડીયા. પ્રકરણ-૫. સિટિ હોસ્પિટલનાં ગેટની બહાર બાઈક પાર્ક કરી અને ચાલતો જ હું અંદર ઘૂસ્યો. પાંચ માળની હોસ્પિટલ મોટા વિસ્તારમાં પથરાયેલી હતી. સામે જ મૂખ્ય બિલ્ડિંગમાં પ્રવેશવાનો ઓટોમેટિક ઉઘાડ-બંધ થતો કાચનો મેઈનગેટ હતો. મેઈનગેટની બાજુમાં… ડાબી તરફ અંડરગ્રાઉન્ડ પાર્કિંગમાં જવાનો રેમ્પ હતો જ્યારે જમણાં હાથે ઈમરજન્સી વોર્ડનો દરવાજો દેખાતો હતો. જીવણ સુથારને લઈને આવેલી એમ્બ્યૂંલન્સ એ ઈમરજન્સી વોર્ડનાં ગેટ આગળ ઉભેલી દેખાતી હતી. એ જોઈને મારા જીગરમાં ઉત્સાહ આવ્યો. ઝડપથી હું એમ્બ્યૂલન્સ ભણી ચાલ્યો. એમ્બ્યૂંલન્સની નજીક પહોંચ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે હું મોડો પડયો છું. એમ્બ્યૂંલન્સ ખાલી હતી એનો મતલબ કે જીવણાને અંદર લઈ જવાયો હશે. મને જીમી ...વધુ વાંચો

6

આઇલેન્ડ - 6

પ્રકરણ-૬. પ્રવીણ પીઠડીયા. જીમીએ બૂલેટને બરાબરનું ધમધમાવ્યું હતું. મિનિટોમાં તેણે વેટલેન્ડનો પૂલ વટાવ્યો અને હોસ્પિટલનાં રસ્તે પડયો હતો. હોસ્પિટલ રસ્તે જ આવતી હતી અને રસ્તો એકદમ ખાલીખમ હતો એટલે હવાની સાથે તેનું બૂલેટ ઉડતું જતું હતું. વેટલેન્ડનો પહેલો ચૌરાહો વટાવીને બીજા ચૌરાહે તે પહોંચ્યો જ હતો કે અચાનક તેનું હદય એક ધબકારો ચૂકી ગયું, તેની આંખો પહોળી થઈ અને કાળજું ગળામાં આવીને અટકી ગયું. ચાર રસ્તાની જમણી તરફથી એક એસયુવી કાર ફૂલ રફતારમાં તેની ઉપર ધસી આવતી દેખાઈ. તે કંઈ સમજે… કંઈ વિચાર કરે, એ કારની અડફેટથી બચવા કોઈ એકશન લે એ પહેલા તેના શરીરે આપોઆપ રિએકશન કર્યું હતું ...વધુ વાંચો

7

આઇલેન્ડ - 7

પ્રકરણ-૭. પ્રવીણ પીઠડીયા. જીમીનો જીવ તેના જ ગળામાં આવીને સલવાયો હતો. કપાળે ભયંકર પરસેવો ઉભરાતો હતો. પસાર થતી એક ક્ષણ તેને મોતની ઓર નજીક લઈ જતી હતી. પિસ્તોલની નાળ એકદમ ઠંડી હતી છતા તેનો સ્પર્શ સળગતા અંગારાની જેમ તેને દઝાડી રહ્યો હતો. છેલ્લી ઘડીઓ ગણતો હોય એમ તેની પાપણો આપસમાં સખ્તાઈથી ભીડાઈ હતી. સાથોસાથ હેરાની ઉદભવતી હતી કે રસ્તા ઉપર કેમ કોઈ દેખાતું નથી. આવો સન્નાટો આજ પહેલા ક્યારેય તેણે અનુભવ્યો નહોતો. મનોમન તે પ્રાથના કરતો હતો કે અચાનક કોઈ આવી ચડે અને ડેનીનાં હાથમાંથી તેને બચાવી લે. પરંતુ અત્યારે એ શક્યાતા બહુ ઓછી જણાતી હતી. તે પથ્થરનાં કોઈ ...વધુ વાંચો

8

આઇલેન્ડ - 8

પ્રકરણ-૮. પ્રવીણ પીઠડીયા. “ઓ હોય…” ગળું ફાડીને જીમીએ બૂમો પાડી હતી. તેના જીગરમાં અજીબ થડકારા ઉદભવતા હતા. હાથમાં પિસ્તોલ છતાં એ ચલાવાની તેનામાં હિંમત નહોતી કારણ કે તે સખત રીતે ડરેલો હતો. જો તેણે પિસ્તોલ ચલાવી નાખી હોત તો મામલો અલગ દિશામાં ફંટાયો હોત પરંતુ એ ’ગટ્સ’ લાવવો ક્યાંથી! તે ઘાયલ હતો અને ઝપટ મારીને ડેની ક્યારે તેની પાસેથી પિસ્તોલ છીનવી લે એનો કોઈ ભરોસો નહોતો. ડેનીને પાછળ આવતી બાઈકનો પણ જાણે કોઈ ખોફ નહોતો. માત્ર એક વખત તેણે પાછળ વળીને એ દિશામાં જોયું હતું અને ફરી પાછો ખૂંખાર નજરોથી જીમીને તાકવા લાગ્યો હતો. જીમીને મસળી નાંખવા તેનાં હાથ ...વધુ વાંચો

9

આઇલેન્ડ - 9

પ્રકરણ-૯. પ્રવીણ પીઠડીયા. “બેવકૂફ, જીવણની બોડી પોલીસનાં હાથમાં કેવી રીતે આવી? તેને જંગલમાં જ દાટી દેવાનું કહ્યું હતું છતાં બસ્તીમાં કેમ કરતા પહોંચ્યો?” એક ઘેરો અવાજ ફોનમાં ગુંજયો અને ડાગા થથરી ગયો. “વજીર ક્યાં છે, એનો ફોન તારી પાસે કેમ છે? એ હરામખોરને ફોન આપ, મારે વાત કરવી છે કે તમે શું ઊકાળી આવ્યા છો?.” “બોસ, એ.. એ.. ટોયલેટમાં ગયો છે.” થોથવાતા અવાજે, માંડ-માંડ થૂંક ગળે ઉતારતા ડાગા બોલ્યો. જ્યારે હકીકત એ હતી કે વજીર તેની સામે જ ઉભો હતો પરંતુ ઈશારાથી જ તેણે ડાગાને ખોટું બોલવાનું કહ્યું હતું. જો આ સમયે બોસનો ફોન લીધો તો તેનું આવી બનવાનું ...વધુ વાંચો

10

આઇલેન્ડ - 10

પ્રકરણ-૧૦. પ્રવીણ પીઠડીયા. એ ભયંકર હતું, અસંભવ અને અવિશ્વસનિય હતું. જીવણાનાં જીર્ણ-ક્ષિણ અને કૃશ શરીરમાં એકાએક જ જીવ આવ્યો એમ તેનાં શરીરે ઝટકો ખાધો અને તેની આંખો ખૂલી હતી. એ દ્રશ્ય ભલભલાનાં હાજા ગગડાવી નાંખવા પૂરતું હતું. કોઈ વર્ષો પૂરાણી કબરમાં સૂતેલો ખવિસ એકાએક જાગી ઉઠે એમ જીવણો જાગ્યો હતો અને તેના નિષ્પ્રાણ દેહમાં એકાએક જીવ પ્રગટયો હતો. તેનો હાથ આપોઆપ જ ઉંચકાયો અને છાતી ઉપર મૂકાયો હતો. તેની આંગળીનાં ટેરવે કશુંક ભિનું, ચીકણું પ્રવાહી ચોંટયું. એ સાથે અચાનક જ તેની છાતીમાં ભયંકર દર્દનું ઘોડાપૂર ઉમડયું. તેને સમજાયું નહી કે એ દર્દ શેનું છે, કેમ તેની આંગળીઓ તેના પોતાનાં ...વધુ વાંચો

11

આઇલેન્ડ - 11

પ્રકરણ-૧૧. પ્રવીણ પીઠડીયા. જીવણો સુથાર છેક અંત સુધી લડયો હતો. તેણે વજીર અને ડાગા જેવા ખતરનાક માણસોને હંફાવ્યા હતા કોઈ નાનીસૂની વાત નહોતી પરંતુ આખરે તે પડયો હતો. કુદરત દરેકને તેના ભાગ્ય સાથે જ મોકલે છે અને જીવણાનાં ભાગ્યમાં કદાચ આવું જ મોત લખાયેલું હશે. તેના શરીરે પડેલા ઘા જીવલેણ સાબિત થયા હતા. તેના શરીરનું લગભગ તમામ લોહી નિચોવાઈ ગયું હતું જેના કારણે તેનું પ્રચંડ મનોબળ પણ આખરે હાર્યું હતું અને તે પોતાની મંઝિલે પહોંચે એ પહેલા માર્યો ગયો હતો. જે અમાનતને તેણે આટલાં વર્ષો સુધી પોતાનાં જીવની જેમ સાચવી એ ચીજ મરતી વખતે તેના કોટનાં ખિસ્સામાં જ મોજૂદ ...વધુ વાંચો

12

આઇલેન્ડ - 12

પ્રકરણ-૧૨. પ્રવીણ પીઠડીયા. મારું માથું ધમધમતું હતું. બાઈક પાર્ક કરીને સીધો જ હોસ્પિટલમાં દાખલ થયો અને રિસેપ્શનમાં જીમી વિશે કરી. મારાં આશ્વર્ય વચ્ચે ત્યાં જીમી નામનો કોઈ પેશન્ટ દાખલ થયો જ નહોતો. મને ઝટકો લાગ્યો. એવું કેમ બને, ક્યાંક એ છોકરીએ મારી સાથે મજાક તો નહોતી કરીને..! મેં તુરંત જીમીનાં મોબાઈલ ઉપર કોલ બેક કર્યો અને… ફરી પાછો એ ખનકતા અવાજ વાળી છોકરીએ જ ફોન ઉઠાવ્યો. કોઈ છોકરી પાસે જીમીનો ફોન હોય એ પણ અજબ બાબત હતી. “આ શું મજાક માંડી છે, જીમી ક્યાં છે..?” મારો અવાજ સહેજ ઉંચો થયો. “તું લિફ્ટમાં ઘૂસ અને ત્રીજા માળે આઈસીયુ વિભાગમાં આવી ...વધુ વાંચો

13

આઇલેન્ડ - 13

પ્રકરણ-૧૩. પ્રવીણ પીઠડીયા. શ્રેયાંશ જાગીરદાર તેના ભવ્ય બેડરૂમમાં આદમકદ અરિસા સામે ઉભો રહી રાતની પાર્ટીમાં જવા તૈયાર થતો હતો. પોતાનાં અડધા સફેદી મઢયાં વાળને બરાબર ’સેટ’ કર્યાં. સાંઈઠની ઉંમ્મરે પહોંચવા આવ્યો હોવા છતાં તેના વાળનો જથ્થો ઠીકઠાક કહી શકાય એટલો ભરાવદાર હતો. એકદમ પરફેક્ટ રીતે ટ્રિમ કરેલી દાઢી અને એટલી જ વ્યવસ્થિત શેપમાં ’કટ’ કરેલી જાડી મુછમાં તેનો ગૌર.. થોડો રતાશ પડતો ચહેરો આ ઉંમ્મરે પણ ભલભલાને તેની તરફ આકર્ષિત કરવા સક્ષમ હતો. તે એકદમ પરફેક્ટ રીતે રહેવા ટેવાયેલો વ્યક્તિ હતો. તે જેટલો પોતાનાં સામાજીક સ્ટેટસ પ્રત્યે સભાન હતો એટલો જ સ્વયંનાં શરીરને વ્યવસ્થિત રાખવા મહેનત કરતો. તે માનતો ...વધુ વાંચો

14

આઇલેન્ડ - 14

પ્રકરણ-૧૪. પ્રવીણ પીઠડીયા. ડિસ્કોથેકનું બારણું હડસેલીને જેવો હું અંદર પ્રવેશ્યો કે ત્યાં વાગતાં એકદમ લાઉડ મ્યૂઝિકનો ઘોંઘાટ મારા કાને મેં ચારેકોર નજર ઘુમાવી. અંદર યૌવન હિલોળે ચડયું હતું. હું બાર કાઉન્ટર તરફ ચાલ્યો અને કાઉન્ટરનાં એક ખૂણે ખાલી પડેલા ટેબલ ઉપર જઈને બેઠો. ત્યાંથી ડિસ્કોથેકનો ખૂણે-ખૂણો જોઈ શકાતો હતો. મારી ખોજ ડેની હતો. ડેની અને તેનો દોસ્ત વિક્રાંત… એ બન્નેને ઠમઠોરવા મારાં હાથ થનગની રહ્યાં હતા. જીમી… મારો જીગરી દોસ્ત… એ હરામખોરોએ તેને હાથ લગાવાની જૂર્રત કરી હતી એનો જવાબ તો આપવો પડે એમ હતો. એ લોકો મોટા બાપનાં દિકરા હોય તો એનો મતલબ એ નહોતો કે તેઓ મન ...વધુ વાંચો

15

આઇલેન્ડ - 15

પ્રકરણ-૧૫. પ્રવીણ પીઠડીયા. આજનો દિવસ વેટલેન્ડ માટે ખરેખર અજીબ ઉગ્યો હતો. એક પછી એક એવી ઘટનાઓ બનવી શરૂ થઈ જેના પડઘા આવનારા સમયમાં વેટલેન્ડનું ભવિષ્ય નક્કી કરવાનાં હતા. તેમા એક ઓર ઘટના ઉમેરાઈ હતી. વેટલેન્ડનાં સમૃદ્રમાં તોફાન ઉઠયું હતું. સમૃદ્રનાં ખારા પાણી પરથી સુસવાટાભેર વહેતા પવનો વેટલેન્ડને ધમરોળવા લાગ્યાં હતા અને એ સાથે વરસાદ પણ શરૂ થયો હતો. કોઈ નહોતું જાણતું કે વાતાવરણમાં એકાએક પલટો કેવી રીતે આવ્યો…! બપોર સુધી જે આકાશમાં સૂર્ય ઝળહળી રહ્યો હતો એ આકાશ અત્યારે કાળા ડિબાંગ વાદળોની આગોશમાં સમાઈ ગયું હતું. સમૃદ્રમાં ઉઠતાં વિશાળકાય મોજાનાં પાણી વેટલેન્ડનાં કિનારાઓ વળોટીને શેરીઓ સુધી પહોંચી ગયા હતા. ...વધુ વાંચો

16

આઇલેન્ડ - 16

પ્રકરણ-૧૬. પ્રવીણ પીઠડીયા. “બાબી, હજું કહું છું… ગન પાછી આપી દે. એ ઉપાધી કરાવશે.” ઘરે આવ્યાં બાદ ભીના કપડા ઉભડક જીવે હું જમ્યો હતો. જમીને બાબીને મારી રૂમમાં લઈ આવ્યો હતો. એ સમગ્ર સમય દરમ્યાન બાબી તો એવી રીતે વર્તી રહ્યો હતો જાણે કશું થયું જ ન હોય. મને એ જ બીક હતી. ડેની અને વિક્રાંત જેવા માથા ફરેલ છોકરાઓ સાથે જે પંગો અમે લીધો હતો એ આસાનીથી પતવાનો નથી એનો મને ખ્યાલ હતો. તેમા વળી બાબીનાં હાથમાં ગન આવી હતી એ વાંદરાને નિસરણી મળવા બરાબર હતું. હવે તે એ ગન આખા ગામમાં બતાવતો ફરશે અને ગમે તેને દબડાવશે ...વધુ વાંચો

17

આઇલેન્ડ - 17

પ્રકરણ-૧૭. પ્રવીણ પીઠડીયા. - ઇસવી સન ૧૮૦૦. (અઢારસો.) સમગ્ર યુરોપમાં એ સમયે ભયંકર આંધાધૂંધી ફેલાયેલી હતી. યુરોપનાં રાજ્યો આપસમાં યુધ્ધ લડી-લડીને કંગાળ થઈ ચૂક્યાં હતા. એટલું ઓછું હોય એમ કુદરતી પ્રકોપમાં ભયંકર જાન માલની નુકશાની થતી હતી. અતી વરસાદ, વાવાઝોડા, કાતિલ ઠંડી, બે-હિસાબ ખાબકતો સ્નો-ફોલ જેવા કુદરતી પરીબળોએ યુરોપની સામાજીક અને આર્થિક, એમ બન્ને રીતે કમ્મર ભાંગી નાંખી હતી. કુદરતી પ્રકોપ અને તેના લીધે અચાનક ઉદભવતાં ભયાનક રોગચાળાએ કેટલાય રાજ્યોને સંપૂર્ણપણે તબાહ કરી નાંખ્યાં હતા. ખાસ કરીને બ્રિટનમાં હૈજા અને ચિકનપોક્સ નામની બીમારીઓએ તાંડવ મચાવ્યું હતું. લોકોનાં આખે-આખા પરીવારો એ બિમારીનાં ખપ્પરમાં હોમાઈ જવા લાગ્યાં હતા. એક તો બ્રિટન ...વધુ વાંચો

18

આઇલેન્ડ - 18

પ્રકરણ-૧૮. પ્રવીણ પીઠડીયા. આકાશમાં કાળા ઘનઘોર બિહામણા વાદળોનાં ધાડેધાડા ઉમટી પડયા હતા અને સમગ્ર નભને પોતાની આગોશમાં સમાવી લીધુ. આપસમાં ટકરાવથી ઉત્પન્ન થતા ગર્જનાભર્યા અવાજોથી એવું લાગતું હતું કે આજે જરૂર ભયંકર તોફાન આવશે. છેલ્લા એક અઠવાડિયાથી અવીરત વરસતાં ધોધમાર વરસાદ અને કાતિલ ઠંડા પવનોનો મારો ઝેલીને ગાંડોતૂર બનેલો સમૃદ્ર પણ આજે પરવાન ચઢયો હતો અને જાણે સમગ્ર ધરતીને પોતાના પેટાળમાં સમાવી લેવા માંગતો હોય એમ તેના કિનારા વળોટીને જમીનમાં અંદર સૂધી ધૂસી આવ્યો હતો. એવા સમયે બંદર પર સન્નાટો પથરાઈ ચૂકયો હતો. વસંત માડુએ બંગરગાહ ઉપર ખતરાનું લાલ સિગ્નલ આપ્યું હતું અને ત્યાં કામ કરતાં થોડાક માણસોને છોડીને ...વધુ વાંચો

19

આઇલેન્ડ - 19

પ્રકરણ-૧૯. પ્રવીણ પીઠડીયા. જેમ્સ કાર્ટર ભારે ખંધો આદમી હતો. સાત વર્ષ પહેલા જ્યારે તે હિન્દુસ્તાનનાં બંદરે ઉતર્યો ત્યારે તેની પોતાની મૂડી કહી શકાય એવું ફાટેલું પેન્ટ અને થિંગડા મારેલું શર્ટ જ હતા. બીજા બધાં અંગ્રેજોની જેમ તેણે પણ હિન્દુસ્તાન વિશે ઘણું સાંભળ્યું હતું. હિન્દુસ્તાનની ખેપ મારીને આવતાં તેના ઓળખીતા લોકોની તરક્કી જોઈને તેને ઈર્ષા થઈ આવતી. તેમના મૂખે એ દેશની જાહોજલાલીનાં વર્ણનો સાંભળીને તેનાં પેટમાં પતંગિયા ઉડવા લાગતાં અને પોતાની ફટીચર હાલત ઉપર ધ્રૃણા ઉદભવતી. રાતનાં સપનામાં પણ તે હિન્દુસ્તાન જવાના સપના જોતો પરંતુ એ એટલું આસાન નહોતું. તેના માટે ઈસ્ટ ઈન્ડિયા કંપનીમાં અરજી કરવી પડતી અને જે લોકોની ...વધુ વાંચો

20

આઇલેન્ડ - 20

પ્રકરણ-૨૦. પ્રવીણ પીઠડીયા. જીમી બેફામ હસતો રહ્યો. હસવાથી તેના ચહેરા ઉપર બાંધેલો પાટો ખેંચાતો હતો અને તાજા જ લીધેલા પહોળા થતાં હતા. પરંતુ… એની કોઈ પરવા હવે નહોતી. તેને તો ડેની અને વિક્રાંતને માર પડયો હતો અને એ પણ તેના દોસ્ત રોનીએ તેમને માર્યાં હતા એ વાતની ઉજાણી કરવાનું મન થતું હતું. જો તેનું ચાલ્યું હોત તો અત્યારે જ તેણે બિયરની બોટલ મંગાવી હોત અને આઈસીયુનાં આ કમરામાં જ પાર્ટી શરૂ કરી દીધી હોત. તેના જીગરમાં અસિમ સકૂન છવાયું હતું. તે એ બન્ને પાસે જવા માંગતો હતો, તેણે એનાં ચહેરા જોવા હતાં. તેને જોવું હતું કે બાપની તાકતનાં જોરે ...વધુ વાંચો

21

આઇલેન્ડ - 21

પ્રકરણ-૨૧. પ્રવીણ પીઠડીયા. માનસા સ્તબ્ધ હતી. સામે દેખાતું દ્રશ્ય તેના માટે કલ્પનાતિત હતું. વિક્રાંત અને ડેની ભાંગેલી હાલતમાં બેડ પડયા હતા અને ડો. ભારદ્વાજ તેની સારવારમાં લાગ્યાં હતા. માનસાની પાણીદાર આંખોમાં દુનિયાભરનું વિસ્મય ઉભરી આવ્યું. ખરેખર તો આ સમયે તેને ક્રોધ ઉદભવવો જોઈએ પરંતુ કોણ જાણે કેમ પણ આ પરિસ્થિતી પસંદ આવી હતી. ન ચાહવા છતાં તેનાથી મનોમન રોનીની પ્રશંસા થઈ ગઈ. વિક્રાંત તેનો બોયફ્રેન્ડ હતો, તેને માથાનો કોઈ મળ્યો હતો અને તેની ધૂલાઈ કરી નાંખી હતી એ બાબતનું ખરેખર તો દુઃખ થવું જોઈએ તેના બદલે એવી કોઈ જ ફિલિંગ્સ દિલમાં ઉઠી નહી એ ખરેખર આશ્વર્ય જનક હતું. તે ...વધુ વાંચો

22

આઇલેન્ડ - 22

પ્રકરણ-૨૨. પ્રવીણ પીઠડીયા. મેં ધીરેથી, આંખનાં ઈશારે જ માનસાને ચૂપ રહેવાનો ઈશારો કર્યો. માનસા એ સમજી હતી. તેની મોટી આશ્વર્ય ઉભર્યું અને આંખોથી જ હામી ભરી. મે મારો હાથ તેના મોં પરથી હટાવ્યો એ સાથે જ તેણે એક ઉંડો શ્વાસ તેની છાતીમાં ભર્યો. ખરેખર તો મેં તેનું મોં બંધ કરી દીધું હતું એટલે તેને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. મારી સામું તેણે ડોળા કાઢયાં અને અંદર શું ચાલી રહ્યું છે એ જોવા એકદમ મને ઘસાઈને બારસાખની અંદર ડોકુ તાણ્યું. એક તો ઓલરેડી હું ત્યાં ઉભો હતો તેમાં તેની એ ચેષ્ઠાથી તે લગભગ મારી ઉપર આવી પડી હતી. તેનાં કંઈક ...વધુ વાંચો

23

આઇલેન્ડ - 23

પ્રકરણ-૨૩. પ્રવીણ પીઠડીયા. માનસાએ જે કહ્યું એ કંઈ એટલું આસાન નહોતું. અને જીવણાનાં મોત સાથે મારે શું લેવાદેવા…? એક હું તેની પાછળ પડયો હતો એનો મતલબ એવો થોડો હતો કે માનસાનાં કહેવાથી જીવણાનાં કાતિલોને પકડવા હું જેમ્સ બોન્ડ બની જાઉં..! જીવણાને જે બેરહમીથી વેતરી નાંખવામાં આવ્યો હતો એ જોઈને કોઈપણ વ્યક્તિ તેના કાતિલોનાં હાથે પડવા ન જ માંગે એમો કોઈ શક નહોતો. માનસા કદાચ મજાકમાં બોલી હશે એવું મને લાગ્યું હતું, પરંતુ તેનો ચહેરો ગંભીર હતો. “આર યુ સિરિયસ..? આ સમયે તને મજાક સૂઝે છે…?” “જો અંદર થતી વાતચીત સાચી હોય તો… નહી. હું મજાક નથી કરતી. લાઈફ ઈઝ ...વધુ વાંચો

24

આઇલેન્ડ - 24

પ્રકરણ-૨૪. પ્રવીણ પીઠડીયા. અડધી રાતનો સૂનકાર સમગ્ર હોસ્પિટલમાં છવાયેલો હતો. ક્યાંક કોઈક દર્દીનાં કણસવાનાં અવાજ સિવાય બીજો કોઈ જ બકોર સંભળાતો નહોતો. હોસ્પિટલનાં પ્રાંગણમાં જગતી લાઈટનાં પ્રકાશમાં વરસતાં વરસાદનાં ફોરા આકાશમાંથી ખરતાં તારલિયા જેવો ભાસ ઉભો કરતાં હતા. મેં પાણીથી લથબથ પલળેલી બાઈકની સીટ ઉપર જામેલું પાણી હાથેથી સાફ કર્યું અને તેની ઉપર સવાર થયો. વરસાદ હજું પણ તેની ગતીથી વરસ્યે જતો હતો પરંતુ અત્યારે તેની તિવ્રતાં થોડી ઓછી થઈ હતી. તેમ છતાં ફક્ત બે જ મિનિટમાં હું પલળી ગયો હતો. આમ તો જો કે સાંજથી જ પલળેલી હાલતમાં હું રખડી રહ્યો હતો એટલે હવે તેનો કોઈ ફરક પડવાનો ...વધુ વાંચો

25

આઇલેન્ડ - 25

પ્રકરણ-૨૫. પ્રવીણ પીઠડીયા. રેક નજીક પહોંચીને સાવધાનીથી મેં રેક ઉપરની ધૂળ ઝાપટી હતી. ઘણું ધ્યાન રાખવાં છતાં ધૂળ આખા ઉડી હતી. મારા નાક અને ગળામાં એ ઝિણિ રજ ઘૂસી અને એકાએક જ મને ખાંસી ઉપડી. મિણબત્તીને એક જગ્યાએ ખોસીને ખાંસતાં ખાંસતાં જ રેક ઉપરથી એક પૂસ્તક ઉઠાવીને હું કમરાની વચ્ચે આવ્યો. માનસા મારી પાછળ આવી હતી. તેની હાલત પણ કંઈ સારી નહોતી. ખાસીથી તેનો ચહેરો લાલઘૂમ બની ગયો હતો અને આંખોમાં પાણી ઉભરી આવ્યું હતું. “શું છે એ….?” તેણે પૂંછયું. મેં તેની તરફ પૂસ્તક લંબાવ્યું. એક હાથમાં મિણબત્તી સંભાળતા બીજા હાથે પૂસ્તક લઈને બન્ને બાજું ઉલટાવીને તેણે પૂસ્તકને બરાબર ...વધુ વાંચો

26

આઇલેન્ડ - 26

પ્રકરણ-૨૬. પ્રવીણ પીઠડીયા. સમી સાંજનાં સમયે વિરસેન રુદ્ર દેવનાં દર્શને નિકળ્યાં. નગરની મધ્યમાં, અત્યંત વિશાળ જગ્યામાં રૂદ્ર દેવનાં મંદિરનું પરીસર આકાર પામેલું હતું. મંદિરનો ઉંચો ગુંબજ અને તેની ઉપર ફરફરતી ધજા બાર ગાવ છેટેથી દ્રશ્યમાન થતી. વિરસેન રથનાં આગમનથી મંદિર પરીસરમાં હલચલ મચી ગઈ હતી અને મંદિરે દર્શન કરવા આવેલા નગરજનોમાં ઉત્સાહ ફરી વળ્યો હતો. નગરવાસીઓનું અભિવાદન ઝિલતાં વિજયગઢનાં સર-સેનાપતીએ મંદિરનાં ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો ત્યારે સંધ્યા આરતીનું ટાણું થવા આવ્યું હતું. મંદિરનાં પૂજારીએ વિરસેનનું પૂરા ભાવથી સ્વાગત કર્યું. ગર્ભગૃહમાં પ્રવેશી વિરસેને રૂદ્ર દેવ સમક્ષ હાથ જોડી શિશ ઝૂકાવ્યું. રદ્ર એટલે શિવ… ગર્ભગૃહમાં શિવ લિંગનાં દર્શનથી તેઓ ભાવ-વિભોર બની ગયા ...વધુ વાંચો

27

આઇલેન્ડ - 27

પ્રકરણ-૨૭. પ્રવીણ પીઠડીયા. દિવસો બહુ જલદીથી વિતી રહ્યાં હતા અને પસાર થતાં એક-એક ભાર વિજયગઢ ઉપર કાળ બનીને છવાઈ રહ્યો હતો. માત્ર થોડા, ગણતરીનાં વ્યક્તિઓ સિવાય બીજું કોઈ નહોતું જાણતું કે એક ભયંકર આંધી વિજયગઢ તરફ છાના પગલે આગળ વધી રહી છે જેનો કાળો ઓછાયો ટૂંક સમયમાં જ સમગ્ર વિજયગઢને પોતાની આગોશમાં લઈને નેસ્તો-નાબૂદ કરી નાંખવાનો છે. જો એવો અંદેશો કોઈને અગાઉથી આવ્યો હોય તો એ હતા વિરસેન અને શંકર. એ બે વ્યક્તિઓનાં ખભા પર આજે વિજયગઢને બચાવાનો ભાર આવી પડયો હતો. વિરસેને મહારાજા ઉગ્રસેનની મુલાકાત માટે કહેણ મોકલાવ્યું હતું પરંતુ મહેલમાંથી બે ...વધુ વાંચો

28

આઇલેન્ડ - 28

પ્રકરણ-૨૮. પ્રવીણ પીઠડીયા. વિરસેન પાસે અફસોસ કરવા સિવાય કંઈ બચ્યું નહોતું. મહારાજા ઉગ્રસેનનાં શયનખંડમાં ચોર દરવાજો બનાવવાનો વિચાર તેમનો હતો અને તેમનાં કહેવાથી જ બનાવાયો હતો. ક્યારેક ન કરે નારાયણ અને મહેલમાંથી પલાયન કરવાની નોબત આવે તો આ રસ્તો કામ આવે એ ગણતરીએ તેમણે એક સુરંગ ખોદાવી હતી જેનો એક છેડો મહેલમાં હતો અને બીજો છેડો રાજ્યથી ઘણે છેટે… ઘનઘોર જંગલમાં નિકળતો હતો. એ વ્યવસ્થા મહારાજાની સુરક્ષા માટે બનાવવામાં આવી હતી પરંતુ આજે તેનો ઉપયોગ મહારાણી દમયંતી દેવીએ બરાબરનો કર્યો હતો. હવે તેમની સમજમાં આવ્યું કે વિજયગઢનાં કોષખાનામાંથી ગાયબ થયેલું ધન ક્યા રસ્તેથી સગેવગે કરવામાં આવ્યું હશે. તેઓ ગફલતમાં ...વધુ વાંચો

29

આઇલેન્ડ - 29

પ્રકરણ-૨૯. પ્રવીણ પીઠડીયા. દમયંતી દેવીનો ક્રોધ કેમેય કરીને શાંત થતો નહોતો. મહારાજાની આંગળીઓનાં નિશાન ભલે ગાલ ઉપર પડયાં હોય એના સોળ તેમનાં જીગરમાં ઉઠયાં હતા. પોતાના બન્ને હાથ ઘસતા તેઓ આમથી તેમ આંટા મારી રહ્યાં હતા. ભયાનક ગુસ્સાથી તેમનું માથું ફાટ-ફાટ થતું હતું અને મહારાજાની કરતૂતોનો બદલો કેવી રીતે વાળવો એનું ધમાસાણ મનમાં ચાલતું હતું. તેઓ જ્યારથી પરણીને સાસરે આવ્યાં હતા ત્યારથી તેમણે ફક્ત મહારાજા ઉગ્રસેન અને વિજયગઢ રાજ્યને જ પોતાનું સર્વસ્વ માનીને જીવન વિતાવ્યું હતું. લગ્નનાં આટલા વર્ષે હવે એ બધું વ્યર્થ ગયું હોય એવું તેમને લાગ્યું. એ અફસોસ તેમનાં માહ્યલાંને ઝકઝોરતો રહ્યો. તેઓ એટલા ખૂદ્દાર ખાનદાનમાં જનમ્યાં ...વધુ વાંચો

30

આઇલેન્ડ - 30

પ્રકરણ-૩૦. પ્રવીણ પીઠડીયા. વર્ષોથી… કદાચ સદીઓથી બંધ પડેલી અવાવરું જગ્યામાં શંકરે પગ મૂક્યો. અંદર ઘોર અંધકાર છવાયેલો હતો. શંકરને અંદાજો હતો જ એટલે તે એક મશાલ પોતાની સાથે લેતો આવ્યો હતો. તેણે પાછળ ફરીને કમરાનું બારણું અંદરથી વાસ્યું અને સાવધાનીથી મશાલ પ્રગટાવી. થોડીવારમાં મશાલની પીળી રોશનીમાં આખો કમરો ઉજાગર થયો. શંકરની ધારણાં કરતાં કમરો ઘણો નાનો હતો. આશ્ચર્યની વાત એ હતી કે કમરો સંપૂર્ણપણે ખાલી હતો. કમરાની ફર્શ પર ધૂળનાં જાડા થર જામેલા હતા. કમરાની અંદર ચાર દિવાલો સીવાય બીજું કંઈ જ નહોતું. જો કે એ સમજાય એવી વાત હતી કે જેણે પણ મંદિરનો ખજાનો સંતાડયો હશે તેણે એટલું ...વધુ વાંચો

31

આઇલેન્ડ - 31

પ્રકરણ-૩૧. પ્રવીણ પીઠડીયા. ચોધાર આસુંએ શંકર રડતો હતો. ખબર નહી કેટલો સમય એજ અવસ્થામાં બેસીને તે આસું સારતો રહ્યો તે જનમ્યો ત્યારથી રુદ્ર દેવનાં ખજાનાની અવનવી કહાનીઓ લોક મોઢે સાંભળતો આવ્યો હતો. એ કહાનીઓમાં કોઈને વિશ્વાસ હોય કે ન હોય પરંતુ તે દ્રઢપણે માનતો હતો કે મંદિરમાં ખજાનો છે જ. એનું કારણ તેની રૂદ્ર દેવ ઉપરની અપાર આસ્થા હતી. એ શ્રધ્ધા આજે ફળી હતી. તેની નજરો સામે શુધ્ધ સોનાથી બનેલા અસંખ્ય શિવ લિંગોનો ઢગલો પડયો હતો. આટલી મોટી સંખ્યામાં શિવ લિંગોને જોઈને તે ભાવ-વિભોર બની ગયો હતો. તેના અંતરમાં આપમેળે જ લાગણીઓનું ઘોડાપૂર ઉમટી પડયું હતું અને તેની આંખો ...વધુ વાંચો

32

આઇલેન્ડ - 32

પ્રકરણ-૩૨. પ્રવીણ પીઠડીયા. એ તિલસ્મી ઘટના ગણો કે પછી વેંકટાએ આત્મસાત કરેલી દૈવી શક્તિઓનો ચમત્કાર, તેણે છોડેલું તીર સીધું સૌથી પાછળ ચાલતાં સૈનિકની ખોપરી વિંધી ગયું હતું અને તે નીચે ખાબક્યો હતો. એ હૈરતઅંગેજ ઘટનાથી કમ નહોતું કારણ કે તે પડયો ત્યારે સહેજે અવાજ થયો નહોતો. વેંકટાએ બીજું તીર છોડયું અને બીજો સૈનિક વિંધાયો. એમ એક પછી એક… એક-એક કરતાં પાછળ ચાલતાં બધા જ સૈનિકોનો વેંકટાનાં તીરથી વિંધાઈને જંગલની ભયાનકતામાં સમાઈ ગયા હતા. અને એથી પણ વિસ્મયકારક એ હતું કે તેનો સહેજે ભણકારો અંદાજ આગળ ચાલતાં હુકમસિંહનાં કાને પડયો નહોતો. હુકમસિંહ સહીત બીજા લોકોને ખ્યાલ જ આવ્યો નહોતો કે ...વધુ વાંચો

33

આઇલેન્ડ - 33

પ્રકરણ-૩૩. પ્રવીણ પીઠડીયા. સાર્જન્ટ પીટર એન્ડરસન ભારે બેચેનીથી તેની કોટડીમાં આંટા મારી રહ્યો હતો. બધું પ્લાન મુજબ જઈ રહ્યું છતાં કોણ જાણે કેમ તેને ચેન નહોતું પડતું. કંઈક હતું જે મનમાં ખટકી રહ્યું હતું. પરંતુ એ શું હતું એ સ્પષ્ટ થતું નહોતું. એક ખાસ મકસદથી તેને વિજયગઢ મોકલવામાં આવ્યો હતો જે તેણે બખૂબી પાર પાડયો હતો. બ્રિટિશ હુકુમતની હેડ ઓફિસમાં જ્યારે તેને બોલાવવામાં આવ્યો અને કર્નલ જેમ્સ કાર્ટર સાથે તેની પહેલી મુલાકાત થઈ ત્યારે જ તે સમજી ગયો હતો કે તેનો ઉપયોગ જરૂર કોઈ ઉંચી ’ગેમ’ મા ટે થવાનો છે. એ ગેમ શું હતી તેની વિગતવાર સમજણ કર્નલ કાર્ટરે ...વધુ વાંચો

34

આઇલેન્ડ - 34

પ્રકરણ-૩૪. પ્રવીણ પીઠડીયા. મારું માથું ચકરાતું હતું. માનસા મારી નજદિક, મારાં ખભાનો ટેકો લઈને ઉભી હતી. તેનાં હાથમાં સળગતી માંદલો પ્રકાશ કમરાની ભયાનકતા કમ કરવાને બદલે ઓર વધારી રહ્યો હતો. પાછળની દિવાલે અમારા પડછાયા કોઈ ભૂતની જેમ નાચતાં હતા અને અમને જ ડરાવી રહ્યાં હતા. મને લાગ્યું જાણે જીવણાની ખોલીમાં પથરાયેલો રાતનો સન્નાટો ઓર ગહેરો બન્યો છે. છતમાં મઢેલા પતરાં ઉપર તડાતડી બોલાવતાં વરસાદનાં પાણીનાં છાંટાઓનો અવાજ છાતીમાં વિચિત્ર સ્પંદનો પેદા કરતો હતો. અને… મારાં હાથમાં ધ્રૂજતું પૂસ્તક, તેના પાના ઉપર લખાયેલા, લગભગ ભૂંસાવાની અણી ઉપર આવેલા શબ્દો, મારા હદયનાં પોલાણમાં ધડબડાટી બોલાવતાં હતા. હું કોઈ મૂઢ વ્યક્તિની જેમ ...વધુ વાંચો

35

આઇલેન્ડ - 35

પ્રકરણ-૩૫. પ્રવીણ પીઠડીયા. દમયંતી દેવીની આંખોમાં ખૌફ ઉભરાતો હતો. વેંકટાનાં દેદાર જોઈને જ તેમનાં મોતિયા મરી ગયા હતા અને મોત નજરો સામે નાચતું દેખાયું. પરંતુ… તેમના ઘોર આશ્વર્ય વચ્ચે વેંકટો થોભ્યો હતો અને તેણે તેની તલવાર હેઠી કરી હતી. “હું ઓરતો ઉપર હાથ ઉઠાવતો નથી એટલે તમને જીવિત જવા દઉં છું, બાકી આપે જે કર્યું છે એની સજા મોત સિવાય બીજી હોઈ જ ન શકે. આ સામે…” તેણે હાથ ઉંચો કરી તલવારની અણીએ જંગલની બહાર જતી કેડી ચિંધી. ”અવંતીપૂરમનો મારગ દેખાય છે. આપ સકુશળ જઈ શકો છો.” વેંકટાનાં અવાજમાં એક ન સમજાય એવી ધાર હતી જે દમયંતી દેવીને છેક ...વધુ વાંચો

36

આઇલેન્ડ - 36

પ્રકરણ-૩૬. પ્રવીણ પીઠડીયા. જેમ્સ કાર્ટર વિચારમગ્ન અવસ્થામાં તેનાં તંબુમાં આમથી તેમ આંટા મારતો હતો. તેનો માણસ વજાખાન જે માહિતી આવ્યો હતો એ વિસ્ફોટક હતી. વિજયગઢનો ખજાનો લૂંટાયો હતો અને એ લૂંટનારા ખૂદ વિજયગઢનાં સત્તાધિશો જ હતા. તેનો એક સીધો મતલબ નિકળતો હતો કે વિજયગઢમાં હવે કંઈ જ બચ્યું નથી. વિજયગઢની જે સમૃધ્ધી અને જાહોજલાલી પાછળ તે ખેંચાઈને આવ્યો હતો એ જાહોજલાલી ખૂદ વિજયગઢનાં રાજાએ અને બાકી રહ્યું હતું એ રાણીએ ખતમ કરી નાંખી હતી. અને જોવાની વાત એ હતી કે ખૂદ તેમનાં હાથમાં પણ કંઈ આવ્યું નહોતું. રાજા કમોતે મરાયો હતો અને રાણીને કોઈક લૂંટીને ભાગી ગયું હતું. કોણ ...વધુ વાંચો

37

આઇલેન્ડ - 37

પ્રકરણ-૩૭. પ્રવીણ પીઠડીયા. શંકરનાં આદેશ પ્રમાણે વેંકટા રેડ્ડી વિજયગઢનો ખજાનો દમયંતી દેવીનાં હાથમાંથી પાછો છીનવી લાવ્યો હતો અને હવે ખજાનો તેની નિશ્ચિત કરેલી સુરક્ષિત જગ્યાએ પહોંચાડવાનો હતો. એ સ્થાન વિશે કોઈ નહોતું જાણતું. અરે ખૂદ વેંકટાને પણ શંકરે સાવ છેલ્લી ઘડીએ જણાવ્યું હતું. એ જગ્યાનું નામ સાંભળીને પથ્થર જેવું જીગર ધરાવતો વેંકટો પણ એક વખત ધ્રૂજી ગયો હતો કારણ કે એ જગ્યા સાક્ષાત મોતનાં કૂવા સમાન હતી. ત્યાં ગયેલો વ્યક્તિ આજ સુધી ક્યારેય જીવીત પાછો ફર્યો હોય એવું તેણે સાંભળ્યું નહોતું. પરંતુ શંકરે કંઈક વિચારીને જ એ જગ્યા પસંદ કરી હશે એમાં કોઈ શંકાને સ્થાન ન હોય એટલી શ્રધ્ધા ...વધુ વાંચો

38

આઇલેન્ડ - 38

પ્રકરણ-૩૮. પ્રવીણ પીઠડીયા. “સબૂર… એ મારો શિકાર છે.” કાર્ટર ગર્જી ઉઠયો હતો અને તેણે તેના સિપાહીઓને રોક્યાં હતા. તલવાર તે એક્કો હતો, સામે વેંકટો પણ કંઈ કમ નહોતો. તે બન્નેની તલવારો વિજળીનાં ચમકારાની જેમ ચમકતી હતી. પહેલો વાર કાર્ટરે જ કર્યો હતો. “ખનનનન્…” તલવારોનાં આપસમાં ટકરાવાનો ભયંકર અવાજ થયો અને ચમકારા મારતાં તિખારાઓની બૌછાર ઉડી. એ સાથે જ કાર્ટરનાં હાથમાં ભયાનક થડકો લાગ્યો અને આપોઆપ તે પાછળ ધકેલાયો. ઘડીક તો એવું લાગ્યું જાણે તેના હાથ ઉપર કોઈએ ભારેખમ હથોડો ઝિંકી દીધો છે. તેણે વેંકટા રેડ્ડી જેવા ભિમકાય વ્યક્તિ સાથે તલવાર યુધ્ધ છેડયું હતું એ કંઈ ખાવાનાં ખેલ નહોતું. એ ...વધુ વાંચો

39

આઇલેન્ડ - 39

પ્રકરણ-૩૯. પ્રવીણ પીઠડીયા. એ સવાર ગજબ ઉગી હતી. લગભગ આખી રાત તંન્દ્રામાં જ વીતી હતી અને માનસાને મૂકીને આવ્યાં અધૂરી ઉંઘમાં અજબ-ગજબ સપનાઓએ મને રીતસરનો ધમરોળ્યો હતો એમ કહી શકાય. ઘડીક મને જીવણાનું રક્તરંજિત ઘર દેખાતું હતું તો ઘડીક એ ઘરમાં ખીલખીલાટ હસતી માનસા દેખાતી હતી. એ સમયે થતાં વિજળીનાં ચમકારે ધોધમાર વરસતો વરસાદ જાણે ભયંકર પૂર તાણી લાવશે એવો ભાસ થતો હતો અને એ પૂરમાં જીવણાનાં ઘર સમેત અમે બન્ને તણાતાં દેખાતાં હતા. અર્ધ-બિડાયેલી મારી પાપણો પાછળ કોઈ ભયંકર ડરામણું ચલચિત્ર ચાલતું રહ્યું હતું અને એ બિહામણા સ્વપ્નાઓ મને છળાવી રહ્યાં હતા. એકાએક મને જીવણાનો ચૂંથાયેલો દેહ દેખાયો. ...વધુ વાંચો

40

આઇલેન્ડ - 40

પ્રકરણ-૪૦. પ્રવીણ પીઠડીયા. પીટર ચકરાવામાં પડયો. ખાલીખમ વિજયગઢ એકાએક તેને ખાવા ધાતું હોય એવી બેચેની તેના જીગરમાં ઉમટી. એ જ તેણે ખણખોદ આદરી અને ટૂંક સમયની અંદર જ તાળો મેળવ્યો હતો કે નગરમાં આવેલા રૂદ્રદેવનાં મંદિરમાં થોડા સમય પહેલા કંઈક ભેદી હલચલ થઈ હતી. એ સમાચારે તેના માંહ્યલામાં હજ્જારો દિવાઓ ઝગમગ્યાં હોય એવી ખૂશી ભરી દીધી હતી. તેના કાને ખબર પહોચ્યાં હતા કે જે દિવસે વિજયગઢ પડયું એ રાત્રે નગરનાં મંદિરમાં કેટલાક રહસ્યમય માણસો એકઠા થયા હતા અને કશીક ગતીવીધી ચાલતી હતી. તેણે તુરંત એ બાબતની છાનબીન શરૂ કરી અને ગણતરીનાં થોડા સમયની અંદર જ જાણકારી હાસલ થઈ હતી ...વધુ વાંચો

41

આઇલેન્ડ - 41

પ્રકરણ-૪૧. પ્રવીણ પીઠડીયા. શંકર અને તેના ચાર સાથીદારો મંદિરનો ખજાનો લઈને તેના ગંતવ્ય સ્થાને પહોંચવા આવ્યાં હતા છતાં આજે મન ઉદાસ હતું. તેના મનમાં ગ્લાની ભાવ ઉદભવ્યો હતો. તેનો ખાસ મિત્ર, સંકટ સમયનો સાથીદાર, સગા ભાઈથી પણ અદકેરો એવો દોસ્ત વેંકટો મરાયો હતો એની વેદનાથી તેનું હદય ફાટતું હતું. એકાએક તે પોતાને સાવ નિસહાય બની ગયેલો મહેસૂસ કરવા લાગ્યો હતો. વિજયગઢ રાજ્ય હાથમાંથી ગયું, વિરસેન જેવો કર્મષ્ઠ સેનાપતી મરાયો હતો અને હવે વેંકટો પણ તેને છોડીને પરલોક સિધાવી ગયો હતો એ આધાત સહન થાય એવો નહોતો. જો તેના માથે રુદ્રદેવનાં ખજાનાની જવાબદારી ન હોત તો આ સમયે જ તેણે ...વધુ વાંચો

42

આઇલેન્ડ - 42

પ્રકરણ-૪૨. પ્રવીણ પીઠડીયા. “પેટી ખોલ..” વસંત માડુએ તેના માણસને હુકમ કર્યો. એ ધમલો જ હતો જે થોડીવાર પહેલા પેટીઓને કોઈ અડીયલ ઘોડાની જેમ ઉભો રહી ગયો હતો. તેણે આજ પહેલા આવી મોટી અને એકદમ નવી નક્કોર પેટીઓ ક્યારેય જોઈ નહોતી એટલે આશ્વર્ય પામવું સ્વાભાવિક હતું. એ સમયે તો માડુએ તેને ધમકાવી નાખ્યો હતો અને કામે ચડવાનું કહ્યું હતું. જ્યારે અત્યારે તે ખૂદ જ કામ અટકાવીને પેટીઓ ખોલવાનું કહેતો હતો. ધમલો ખચકાયો અને તેણે ખભે ચડાવેલી પેટી નીચે મૂકી માડુ સામે જોતો ઉભો રહ્યો. તેને લાગ્યું માડુનું દિમાગ એકાએક ફરી ગયું છે. એ દરમ્યાન ખટારો લઈને આવેલો ડ્રાઈવર દોડતો તેની ...વધુ વાંચો

43

આઇલેન્ડ - 43

પ્રકરણ-૪૩. પ્રવીણ પીઠડીયા. વસંત માડુ ધમલાની નાસમજી પર હસ્યો હતો પરંતુ તેના મનમાં બરાબર ગડ બેઠી હતી. કોઈ માણસ ભયંકર તોફાનમાં ક્યારે રિસ્ક લેતો હોય એની સમજ હતી તેનામાં. અને એટલે જ તે ડાયરેક્ટ એકશન લેવાનાં મૂડમાં આવ્યો હતો. “ધમલા, જેણે પણ આ ખટારાઓ ભરીને માલ મોકલાવ્યો છે એને આ તોફાનનો અંદાજો હશે જ. છતાં તેણે જોખમ ખેડીને રિસ્ક લીધું. શું કામ…!” તે અટક્યો. તેની આસપાસ જમાં થયેલા તેના માણસો બરાબર કાન માડીને તેને સાંભળી રહ્યાં હતા. ખાસ કરીને ધમલો. એ જાડી બુધ્ધીનો લઠ્ઠ આદમી હતો છતાં વસંત માડુ સાથે રહીને થોડો ઘણો હોંશીયાર બની ગયો હતો. “શું કામ…?” ...વધુ વાંચો

44

આઇલેન્ડ - 44

પ્રકરણ-૪૪. પ્રવીણ પીઠડીયા. માનસાનું દિલ અને દિલ બન્ને તેના કાબુમાં નહોતા. તેનું મન ઉડીને રોની પાસે પહોંચી ગયું હતું. અજબ સંમોહન ભર્યાં નશામાં તે વિહરતી હતી. તેને સમજાતું નહોતું કે એવું કેમ થાય છે કારણ કે આજ પહેલા કોઈનાં માટે તે આટલી વિહવળ બની નહોતી. છોકરાઓને પોતાના ઈશારે નચાવતી એક અલ્હડ યુવતી ખૂદ આજે કોઇનાં સાનિધ્ય માટે તરસી રહી હતી. ફટાફટ ન્હાયને, તૈયાર થઈને ઘરે કોઈને કહ્યાં વગર જ બસ્તી તરફ તે નિકળી પડી હતી. ---------- સાર્જન્ટ પીટર એન્ડરસન ચકરાવામાં પડયો. રુદ્ર દેવનાં મંદિરમાં કોઈ ખજાનો છૂપાયેલો હતો એની ભનક તેને મળી ચૂકી હતી પરંતુ અત્યારે ત્યાં કંઈ જ ...વધુ વાંચો

45

આઇલેન્ડ - 45

પ્રકરણ-૪૫. પ્રવીણ પીઠડીયા. રોનીનું મગજ ધમધમતું હતું. એક સાથે હજ્જારો વિચારોનો શંભુમેળો તેના મનમાં જામ્યો હતો. તેને લાગતું હતું તે કોઈ ઉંડી ગહેરી ખાઈમાં સરકી રહ્યો છે જેમાથી બહાર નિકળવાનો કોઈ રસ્તો નથી. જીવણાનાં મોત સાથે તેના પિતાજીનાં મોતનું સામ્ય, માં નું ગાયબ થવું, એક જર્જરિત પૂસ્તકમાં છપાયેલા આછા… લગભગ ભૂસાવાની અણીએ આવેલા શબ્દો, તેમાં દોરેલા વિચિત્ર ચિત્રો, પેલો લાકડાનો ગોળ ટૂકડો, માનસા અને તેનો ભાઈ ડેની, બધું જ તેના મનમાં કોઈ વાવાઝોડાની જેમ ઘૂમરાતું હતું. ગેરેજેથી ઘરે પહોંચ્યો ત્યાં સુધીમાં તો તેણે કેટલુંય વિચારી નાંખ્યું હતું. તેણે ઘરનાં આંગણમાં બાઈક પાર્ક કરી જ હતી કે એકાએક તેનો ફોન ...વધુ વાંચો

46

આઇલેન્ડ - 46

પ્રકરણ-૪૬. પ્રવીણ પીઠડીયા. “વોટ…?” હું ઉછળી પડયો અને હેરતભરી નજરે માનસા સામું જોઈ રહ્યો. “એમા આટલું ચોંકવાની જરૂર નથી..! આવી જ કે તેને મળતી ચીજ જોઈ છે.” “તું શ્યોર છે…?” હજું મારા માનવામાં આવતું નહોતું. તેના કારણે હું ગોટાળે ચઢયો હતો. તે કહેતી હતી કે તેણે મારાં ટેબલ ઉપર પડેલો લાકડાનો ટૂકડો બીજે પણ ક્યાંક જોયો છે. પણ ક્યાં..? એ તેને પાક્કું યાદ આવતું નહોતું. હું મોં વકાસીને તેને જોઈ રહ્યો. એક મહત્વની કડી તેની પાસેથી મળે એમ હતી અને તેને કશું યાદ નહોતું. મને લાગતું હતું કે એને ચોક્કસ કોઈ ભ્રમ થયો હશે. “હું કહું છું ને તને… ...વધુ વાંચો

47

આઇલેન્ડ - 47

પ્રકરણ-૪૭. પ્રવીણ પીઠડીયા. કમરો શાનદાર હતો. અને કેમ ન હોય, વેટલેન્ડનો સૌથી ધનિક અને સૌથી પાવરફૂલ આદમી તેમા રહેતો શ્રેયાંશ જાગીરદાર એ નામ જ કાફી હતું તેની ઓળખાણ માટે. પાછલાં ઘણા વર્ષોથી… એમ સમજોને કે વેટલેન્ડની ઉત્પત્તીથી જાગીરદાર કુટુંબ વેટલેન્ડમાં એકહથ્થું સાશન ભોગવતું હતું એવું કહેવામાં કોઈ અતી-શયોક્તિ નહોતી. કાયદેસર રીતે તે એક એમએલએ હતો પરંતુ સત્તા કોઈ મહારાજા જેટલી ભોગવતો હતો. લોક વાયકાઓ તો એવી પણ વહેતી હતી કે તેના પૂર્વજોએ જ વેટલેન્ડની નિંવ રાખી હતી. મતલબ કે એક વખતનાં નિર્જન ટાપૂને વેટલેન્ડ જેવા અફલાતૂન, બહેતરીન નગરમાં તબદિલ કરવામાં જાગીરદાર કુટુંબનો સિંહ ફાળો હતો. આવું તો ઘણું મેં ...વધુ વાંચો

48

આઇલેન્ડ - 48

પ્રકરણ-૪૮. પ્રવીણ પીઠડીયા. નકશો કઈ જગ્યાનો હતો એ સમજાતું નહોતું. ઘણું મગજ કસ્યું પરંતુ જરી-પૂરાણા એ નકશાનો કોઈ ’ક્લ્યૂ’ નહી એટલે તેને બાજુમાં મૂકી ફોનમાંના બીજા ફોટો પર ફોકસ કર્યું. તિજોરીમાં છૂટા કાગળોમાં કોઈનો વંશવેલો ચિતર્યો હતો. મતલબ કે કોઈ એક કુટુંબનાં નામો ક્રમ પ્રમાણે લખ્યાં હતા. એ થોડું અજૂગતું હતું. એ સિવાય એક પૂસ્તક હતું. મને તેમા રસ પડયો. એ પૂસ્તક જીવણાનાં ઘરેથી જે પૂસ્તક મળ્યું તેની કાર્બન કોપી હોય એવું પહેલી નજરે જ સ્પષ્ટ જણાઈ આવતું હતું. મેં તેના અંદરનાં પાનાનાં ફોટા પણ પાડયાં હતા. એકાએક હું ચમકયો. મતલબ કે એક પૂસ્તકની બે કોપીઓ હતી. એક જીવણા ...વધુ વાંચો

49

આઇલેન્ડ - 49

પ્રકરણ-૪૯. પ્રવીણ પીઠડીયા. “કેવી બાજી…?” ધડકતા હદયે માનસાએ પૂછયું. “જેમ્સ કાર્ટર, એટલે કે તારા વડ દાદાનો જમાઈ, એટલે કે દાદાનાં પિતાનો ફૂવો… તેણે વિજયગઢનાં દુશ્મનો સાથે હાથ મેળવીને વિજયગઢને પાડયું હતું. પછી તેણે એ લોકો સાથે પણ ગદ્દારી કરી હતી અને તેમને રણભૂમીમાં જ મરાવી નાંખ્યાં હતા. એ સાથે જ સમગ્ર વિજયગઢ તેના કબજામાં આવી પડયું હતું પરંતુ… બન્યું એવું કે વિજયગઢ પર આક્રમણનાં સમાચાર સાંભળીને વિજયગઢની મહારાણી દમયંતી દેવી રાજ્યનો ખજાનો લઈને ભાગ્યાં હતા. કાર્ટરને એની જાણ થતા તે તેની પાછળ ગયો હતો અને યેનકેન પ્રકારે એ ખજાનો હાસલ કર્યો હતો. એ ખજાનો ખરેખર તો બ્રિટિશ રાજ્યકોષમાં જમાં ...વધુ વાંચો

50

આઇલેન્ડ - 50

પ્રકરણ-૫૦. પ્રવીણ પીઠડીયા. વેટલેન્ડ જહાજ ક્યારેય ડૂબ્યું જ નહોતું એ જાણીને માનસા સ્તબ્ધતામાં સરી પડી હતી. ભૂતકાળની એક કહાની… સત્ય માનીને તે ઉછરી હતી એ કહાની મૂળથી જ ખોટી હતી એ પચાવતાં તેને થોડો સમય લાગ્યો. “એ જહાજનું શું થયું હતું ડેડી…?” માનસાએ પૂછયું. એ પ્રશ્ન ઉપર શ્રેયાંશ જાગીરદાર, એટલે કે તેનો ડેડી હસ્યો હતો. એ જોઈને માનસા થથરી ગઈ. એ હાસ્યનો મતલબ સમજતાં તેને થોડી વાર જરૂર લાગી પરંતુ જ્યારે સમજાયું ત્યારે ભયાનક આશ્વર્યથી તેની આંખો વિસ્ફારીત બની, છાતીમાં ધડકતું હદય ઉછળીને તેના ગળા સુધી આવી ગયું, ઘડીક તો લાગ્યું જાણે તેને ચક્કર આવી રહ્યાં છે. તેની નજરો ...વધુ વાંચો

51

આઇલેન્ડ - 51

પ્રકરણ-૫૧. પ્રવીણ પીઠડીયા. “કોણ શંકર..?” માનસાનો એ પ્રશ્ન શ્રેયાંશને ખળભળાવી ગયો. હવે એ કેમ સમજાવે કે શંકર કઈ હસ્તીનું હતું અને તેણે શું કર્યું હતું...? તેના જેવો વફાદાર માણસ આ દુનિયામાં શોધવો દોહ્યલો હતો. રુદ્રદેવનાં મંદિરમાં છૂપાવેલો ખજાનો શંકર સિવાય જો અન્ય કોઈ વ્યક્તિનાં હાથમાં આવ્યો હોત તો ચોક્કસ અત્યાર સુધીમાં એ ખજાનો નામશેષ બની ચૂક્યો હોત. પરંતુ શંકર જૂદી જ માટીનો બનેલો વ્યક્તિ હતો. એ સમયે ખજાના સાથે તે અંતર્ધાન થયો ત્યારબાદ ક્યારેય કોઈને દેખાયો નહોતો. ખાજાનો તેણે ક્યાં છૂપાવ્યો હતો અને તે ખૂદ ક્યાં સંતાયો હતો એ રહસ્ય આજે પણ રહસ્ય જ હતું. “શંકર… એ કોણ હતો ...વધુ વાંચો

52

આઇલેન્ડ - 52

પ્રકરણ-૫૨. પ્રવીણ પીઠડીયા. શ્રેયાંશ જાગીરદાર હસ્યો. પહેલા ધીમેથી અને પછી જોરથી. તેના અટ્ટહાસ્યથી બેડરૂમની દિવાલો પણ ખળભળી ઉઠી હતી. સુધી તે ગાંડાની જેમ એકલો-એકલો હસતો રહ્યો અને પછી એકાએક અટક્યો ત્યારે તેની આંખોમાં લાલ હિંગોળાક તરી આવ્યું હતું. અઢળક ઐશ્વર્ય વચ્ચે તેનું બાળપણ વિત્યું હતું. તે એક ચીજ માંગતો ત્યારે હજ્જારો વસ્તુંઓ તેની સમક્ષ ખડી કરી દેવામાં આવતી. અઢળક ચીજો જોઈને તેને અસિમ આનંદ આવતો અને તેની ડિમાન્ડ ઓર વધતી. એ સમયે તેને એક વાત બરાબર સમજાઈ હતી કે આ દુનિયામાં સૌથી પાવરફૂલ કોઈ વસ્તું હોય તો એ છે પૈસો. બસ… એ પછી તેને પૈસાની, ઐશ્વર્યની જાણે લત લાગી ...વધુ વાંચો

53

આઇલેન્ડ - 53

પ્રકરણ-૫૩. પ્રવીણ પીઠડીયા. દેવ બારૈયાને જાણે લોટરી લાગી હતી. તેણે વર્ષોથી ખોવાયેલું વેટલેન્ડ જહાજ શોધી કાઢયું હતું એની ખૂશી ચહેરા ઉપર સાફ ઝળકતી હતી. પરંતુ તે એ નહોતો જાણતો કે એ ખૂશી જાજો ટાઈમ ટકવાની નથી. વેટલેન્ડ જહાજની હકીકત જ્યારે સામે આવશે ત્યારે તેની આંખો ફાટી જવાની હતી અને એ બહુ જલદી થવાનું હતું. ----- વિક્રાંત અને ડેનીને જોઈને માનસાને જબરજસ્ત આંચકો લાગ્યો હતો. તે એ બન્ને તરફ આગળ વધી હતી અને હું તેની પાછળ દોરવાયો. મને એક વાત બરાબર સમજાઈ હતી કે તેઓ અમથા તો આવ્યાં નહી હોંય. જરૂર તેઓ ક્લબમાં થયેલા બખેડાનો બદલો લેવા મારી પાછળ આવ્યાં ...વધુ વાંચો

54

આઇલેન્ડ - 54

પ્રકરણ-૫૪. પ્રવીણ પીઠડીયા. “તમે લોકોએ મને અહી જોવાની આશા નહી રાખી હોય. અને હોય પણ ક્યાંથી…! તમે લોકો હજું છો. કિસ્મત જોગે આ ખેલમાં શામેલ થઈ ચૂક્યાં છો એટલે હવે તમારે સચ્ચાઈ જાણવી જરૂરી છે. ખાસ તો રોની તારે…” શ્રેયાંશે મને ઉદ્દેશીને કહ્યું. મને તેનું ખાસ આશ્વર્ય ઉદભવ્યું નહી કારણ કે હું તેના ઘરમાં ઘુસ્યો હતો અને તેની તિજોરી ખોલી હતી એ હકીકતનો તેને ખ્યાલ આવ્યો જ હશે એ બાબતે મને કોઈ શંકા નહોતી. હું અધૂકડો બેઠો થયો. મારુ શરીર તૂટતું હતુ અને પેટમાં લોચા વળતા હતા. વિક્રાંતનાં ભારેખમ બૂટની ઠોકરોએ મને રીતસરનો ધમરોળી નાંખ્યો હતો. બીજો કોઈ સમય ...વધુ વાંચો

55

આઇલેન્ડ - 55

પ્રકરણ-૫૫. પ્રવીણ પીઠડીયા. કોઈ હોલીવૂડની થ્રિલર ફિલ્મમાં ઘટતી ઘટના જેવું એ દ્રશ્ય હતું. મને વિશ્વાસ નહોતો થતો કે નજરો દેખાતું દ્રશ્ય સત્ય પણ હોઈ શકે..! આંખો ફાડીને હું કૂવાની દિવાલમાં દેખાતું બારણું જોઈ રહ્યો. માનસા મારી પાછળ આવી હતી અને તેણે પણ મોબાઈલની સ્થિર રોશનીમાં એ બારણા જેવી રચના જોઈ. એ નાનકડી બારી જેવું, લગભગ બે બાય ચાર ફૂટનું બારણું હતું. માનસાએ ઉત્તેજનાભેર મારો હાથ પકડી લીધો. “શું છે એ…?” તેણે પૂંછયું. “જે તું સમજી રહી છે.” મેં કહ્યું. “મતલબ કે… ઓહ ભગવાન.” તેનો અવાજ કાંપી ઉઠયો. તેની આંખોમાં વિસ્મયનું ઘોડાપૂર ઉમટયું અને અવિશ્વાસભરી નજરે મને તાકી રહી. હું ...વધુ વાંચો

56

આઇલેન્ડ - 56 - છેલ્લો ભાગ

પ્રકરણ-૫૬. અંતિમ અધ્યાય. પ્રવીણ પીઠડીયા. ભયાનક ઝડપે મારું મગજ કામ કરતું હતું. એક તરફ ખજાનો હતો અને બીજી તરફ માતા-પિતાનું સત્ય. એ સત્ય શ્રેયાંશ જાગરદાર જાણતો હતો અને તેને આ ખજાનો જોઈતો હતો. પરંતુ મને તેના તેવર ઠીક લાગતા નહોતા. કંઈક એવું હતું જે મને ખૂંચી રહ્યું હતું અને એટલે જ આ પરિસ્થિતિમાંથી બહાર નિકળવાનો માર્ગ હું વિચારતો હતો. અચાનક એક ઝબકારો મનમાં થયો. શ્રેયાંશ ચોક્કસ તેની પૂત્રી માનસાને ચાહતો હશે. એ વિચાર ખતરનાક હતો છતાં હું હસી પડયો. મારા માટે બસ એટલું જ કાફી હતું. હવે સમય બગાડવાનો કોઈ અર્થ નહોતો. મેં હાંકલ કરી એટલે તુરંત મને ખેંચવામાં ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો