માડી હું કલેકટર બની ગયો

(384)
  • 140k
  • 35
  • 81.8k

કહાની એક ગ્રામીણ વિસ્તાર માંથી અને એમાં પણ સાવ ગરીબ પરીવાર માંથી અવતો જીગર મોટા શહેર માં જઈને પોતાનો અભ્યાસ પૂરો કરે છે. અને સાથે જ સિવિલ સર્વિસ જેવી પરીક્ષાની તૈયારી કરે છે ત્યાં તેમની મુલાકાત વર્ષા સાથે થાઈ છે અને બંને તૈયારી સાથે કરે છે. તૈયારી દરમ્યાન આવતી મુશ્કેલીઓ તથા બંને ના જીવન માં ઘટતી ઘટનાઓ નું અહીં આંકલન કરવામાં આવ્યું છે. એક ગરીબ ઘરનો છોકરો જયારે ખભે ૨ જોડી કપડા લઈને નીકળે છે અને એ લાલ બત્તી વાળી ગાડી માં તેના ગામ માં આવે છે. કલેકટર બનીને હા બસ આ બંને વચ્ચેના સંઘર્ષ અને મેહનત ની કહાની છે. ગુજરાત ની તમામ સ્થાનિક બોલીઓને પણ રજુ કરવાનો પ્રયત્ન કર્યો છે. આવીજ આપણી ગ્રામીણ સંસ્કૃતિ પણ આપણે અહીં રજુ થતી જોવા મળશે. પાત્ર કહાની - જીગર અને વર્ષા (જીવ) બે મુખ્ય પાત્ર છે. નાના મોટા ઘણા પાત્રો છે દરેક પાત્રને આગવી ઢબે રજુ કરવાનો પ્રયત્ન કાર્યો છે. ગામડા ની ભાષા અને શૈલીને પણ સુ વ્યવસ્થિત રજુ કરવામાં આવેલ છે. અને હા આ ધરાવાહિક સુપર રાઇટર્સ માં મુકેલ છે આશા રાખું છું. આપ મને પૂરતો સહયોગ આપશો.

Full Novel

1

માડી હું કલેકટર બની ગયો. - 1

કહાની એક ગ્રામીણ વિસ્તાર માંથી અને એમાં પણ સાવ ગરીબ પરીવાર માંથી અવતો જીગર મોટા શહેર માં જઈને પોતાનો પૂરો કરે છે. અને સાથે જ સિવિલ સર્વિસ જેવી પરીક્ષાની તૈયારી કરે છે ત્યાં તેમની મુલાકાત વર્ષા સાથે થાઈ છે અને બંને તૈયારી સાથે કરે છે. તૈયારી દરમ્યાન આવતી મુશ્કેલીઓ તથા બંને ના જીવન માં ઘટતી ઘટનાઓ નું અહીં આંકલન કરવામાં આવ્યું છે. એક ગરીબ ઘરનો છોકરો જયારે ખભે ૨ જોડી કપડા લઈને નીકળે છે અને એ લાલ બત્તી વાળી ગાડી માં તેના ગામ માં આવે છે. કલેકટર બનીને હા બસ આ બંને વચ્ચેના સંઘર્ષ અને મેહનત ની કહાની છે.ગુજરાત ...વધુ વાંચો

2

માડી હું કલેકટર બની ગયો. - 2

માડી હું કલેકટર બની ગયો ખંડ - ૨ રાજકોટ થી ૬૦ કિમી દૂર અંતરીયાળ વિસ્તાર આવેલ સરસપુર ગામ ગામની વસ્તી ૪૦૦ લોકોની જે અને એમાંય ૩ ભાગ મા ગામ વિભાજીત હતું. આજ ગામમાં હરજીભાઈ કે જે એકદમ ભોળા સાવ સીધું સાદું જીવન જીવતા હતા પરિવારમાં તો એક દીકરો અને એક દીકરી દીકરો જીગર નાનો અને દીકરી કલ્યાણી મોટી તેમજ સરોજ નામની ધર્મપત્ની બસ આ ૪ પરિવાર ના સભ્યો હતા. હરજીભાઈને ખેતર ખાલી ૬ વીઘા અને ૨ ગયો અને ૧ ભેંસ બસ આજ આવક ના સાધન અનાથી જ તેમના પરિવાર નું ગુજરાન ચાલતું હતું. હરજીભાઈ પુરી ઈમાનદારી થી મેહનત કરતા ...વધુ વાંચો

3

માડી હું કલેકટર બની ગયો. - 3

માડી હું કલેકટર બની ગયો ખંડ - ૩ આમ જ એજ શાળા માં જીગર ની બારમાં ની પરીક્ષા ના પેપર પુરા થયા. આમ તો જીગર ને લાગતું હતું કે એ પાસ થઈ જશે પરંતુ ક્યાક મનમાં એજ સંચય હતો કે કદાચ ના પણ થઈ શકે.જૂન માં જીગર નું રિઝલ્ટ આવ્યું. એલા હા એ પાસ થયો....પણ આવખતે એજ બન્યું ગણિત માં 30 માર્ક આયા કદાચ પેપર ચેક કરવાવાળા ને દયા આવી હશે એટલે એને જીગરને 3 માર્ક ઉછીનાં આપીને મહેરબાની કરી અને જીગર પાસ થયો. જીગર નો મિત્ર પંકજ પણ પાસ થયો. પંકજે જીગર ને કહ્યું કે હુ આગળનો અભ્યાસ ...વધુ વાંચો

4

માડી હું કલેકટર બની ગયો - 4

માડી હું કલેકટર બની ગયો ખંડ - ૪જીગર અને પંકજે ગાંધીનગર ની મુક્તાબાઈ શેઠ કોલેજ માં બી.એ વિથ સમજશાસ્ત્ર અડમિશન લઈ લીધું. કોલેજ મહાદેવ મંદિર ની પાસે અંગ્રેજો ના જમાનાની ભવ્ય બિલ્ડિગ માં હતી. સુરજે કહ્યું કે આ કોલેજ નું પુન: શીલન્યાસ સરદાર વલ્લભભાઈ પટેલે કાર્યો હતો. જીગર આવી કોલેજ માં ભણશે એ વિચારી તેની જાત ને ખુશ નસીબ માની રહ્યો હતો. જીગર રૂમ કોલેજ ની નજીક જ હતો. કોલેજ માં ભણવાનો સારો માહોલ હતો. શરૂઆતમાં કોલેજ ના બધા વિદ્યાર્થી એકબીજાને ઓળખતા ન હતા પરંતું ધીરે ધીરે એક બીજાને ઓળખાવા લાગ્યા. જીગરે જોયું કે કોલેજ માં બે પ્રકાર ના ...વધુ વાંચો

5

માડી હું કલેકટર બની ગયો - 5

માડી હું કલેકટર બની ગયો ખંડ - ૫જીગર થોડા દિવસ તેના ગામ ચાલ્યો ગયો. ઘરની આર્થિક પરિસ્થિતિ પણ ચરમસીમાં હતી એ જોઈને જીગરની આંખો ભરાય આવી. જીગરને જાણવા મળ્યું કે તેના પિતાજી એ કોઈ પાસે થોડા વ્યાજે પૈસા લીધેલ છે ખેતી કામ માટે!માં એ જીગરને પાછો ગાંધીનગર જતી વખતે આગળના ખર્ચ માટે એક હજાર રૂપિયા આપ્યા. જીગર ની બી.એ પ્રથમ વર્ષની પરીક્ષા પણ નજીક હતી ગામડે થી આવીને જીગરે ગાંધીનગર સેકટર ૬ મા રૂમ ની વ્યવસ્થા કરી લીધી હતી. જ્યારથી જીગરે ગુરુજીનો રૂમ છોડ્યો હતો ત્યારથી મોના એને ક્યારેય મળી ના હતી. સેકટર ૬ માં જીગર આજુબાજુ વાળા સાથે ...વધુ વાંચો

6

માડી હું કલેકટર બની ગયો - 6

માડી હું કલેકટર બની ગયો ખંડ - ૬જીગરે ૫૫% માર્ક્સ સાથે બી.એ પૂરું કાર્યું. અને જીગરે તેની ડાયરી માં કે ' હવે મારે psc ના મેદાન માં ઉતરવું છે. હું શાનકોઠી માં રહીને સારી રીતે તૈયારી કરવા માંગુ છું. તૈયારી પુરી ન હોવા છતાં જીગરે બી.એ પાસ જેવું થયું કે તરત જ અનુભવ લેવા માટે પહેલા gpsc નું ફોર્મ ભરી દીધું. gpsc પ્રિલીમ પરીક્ષાનું કેન્દ્ર માધવ કોલેજ માં હતું. psc માં એક જ દિવસ માં બે પેપર હોય છે સામાન્ય રીતે પેલું પેપર પૂરું થયા પછી ના બે કલાક માં બીજું પેપર શરૂ થાય છે. જીગરે પણ પેલું પેપર ...વધુ વાંચો

7

માડી હું કલેકટર બની ગયો - 7

માડી હું કલેકટર બની ગયો ખંડ - ૭અંતે જીગર પાછો ગાંધીનગર આવી ગયો. અને આ વખતે એ સંકલ્પ લઈને કે ગમે તે થાય પણ કોઈક નોકરી ગોતીશ અને શાનકોઠી માં રૂમ રાખીને તૈયારી કરીશ. જેથી એકજ વર્ષની તૈયારી માં psc માં ફાઈનલ સિલેક્શન થઈ જાય.જીગરને ગાંધીનગર આવ્યાને બે દિવસ થઈ ગયા હતા. એને થોડી પ્રાઇવેટ શાળા ઓમાં નોકરી ગોતવાનું શરૂ કર્યું પણ નોકરી ન મળી. પૈસા વગર તે ગાંધીનગર માં કઈ રીતે તૈયારી કરશે ? એ જાણતો ન હતો.રાત્રે પંડિત તેના રૂમ પર આવ્યો. અને બોલ્યો - " ચાલ તૈયાર થઈ જા જીગર તારા માટે નોકરી ગોતી લીધી છે. ...વધુ વાંચો

8

માડી હું કલેકટર બની ગયો - 8

માડી હું કલેકટર બની ગયો ખંડ - ૮બીજા જ દિવસે જીગર રજનીશજી ના ઘરે તેને કરેલ નિર્ણય કેહવા ગયો. ખુરશી પર બેસતા જ તેની વાત કરી - હવે હું લાઈબ્રેરી માં કામ નહી કરી શકુ. જ્યાં મારી ઈમાનદારી ની કદર નહી હોય ત્યાં હું કામ નહી કરું રજનીશજી.રજનીશજી એ જોર થી ઠાહાકો લગાવ્યા બાદ કહ્યું - ચા તો તું પીતો નથી, લે બિસ્કુટ ખા બાજુમાં પડેલ પ્લેટ માંથી બિસ્કુટ લંબાવ્યા.રજનીશજી - લાઈબ્રેરી ના મેનેજર વ્યવસાયી માણસ છે જીગર! જીવન ભર એને સો સો રૂપિયાની સાડીઓ વેચીને નફો કાર્યો છે. તેને સાડીઓ ની પરખ તો છે પણ તારા જેવા માણસો ...વધુ વાંચો

9

માડી હું કલેકટર બની ગયો - 9

માડી હું કલેકટર બની ગયો ખંડ - ૯પંડિતે શાન કોઠી માં રૂમ લાઈ લીધો. જીગર એ ઘનશ્યામ ઘંટી માંથી સમાન લઈને શાન કોઠી માં પંડિત ના રૂમે રહેવા આવી ગયો. જીગર psc ની તૈયારી માટે જે ગ્રૂપ ની તલાશ કરી રહ્યો હતો તે મળી ગયું. gpsc નું ફોર્મ નીકળ્યું જીગરે ફોર્મ ભર્યું અને પ્રિલીમ પરીક્ષા નજીક આવી રહી હતી. પાછળ ના વર્ષે જીગરે કોલેજ પુરી કરી ને તરત જ પ્રિલીમ પરીક્ષા આપી હતી તેમાં તે સફળ ન થઈ શક્યો હતો. તેને નક્કી કાર્યું કે હવે તે તૈયારી માં કોઈ કસર નહી છોડે. જીગરે તેની ડાયરી માં લખ્યું - " ...વધુ વાંચો

10

માડી હું કલેકટર બની ગયો - 10

માડી હું કલેકટર બની ગયો ખંડ - ૧૦જીગર અને પંડિત આઈ.એ.એસ બનવાનું એક સપનું લઈને દિલ્હી પોહચ્યાં. નિઝામુદ્દીન સ્ટેશન કિંગ્સ વે અને ત્યાંથી રીક્ષા માં મુખર્જીનગર પોંહચ્યા. થેલા માં બુકો લઈને! બંને રીક્ષા માં બેઠા બેઠા ઉત્સાહ થી અને એક અલગ જ મન થી મુખર્જીનગર ને જોઈ રહ્યા અને ત્યાં બધેજ સિવિલ સર્વિસ ના ક્લાસિસ ના બોર્ડ લગાવેલ હતા તો ઘણાં પરીક્ષાર્થી જે આઈ.એ.એસ અને અન્ય કેડર માં પાસ થયા હોઈ તેના ફોટો લગાવેલ જોઈને બંને ખુશ થયા. મુખર્જીનગર માં આવવા વાળા દરેક પરીક્ષાર્થી એ જ ઉમ્મીદ અને સપનું લઈને આવે છે. પણ કોણ સફળ થઈને સપનું પૂરું કરશે ...વધુ વાંચો

11

માડી હું કલેકટર બની ગયો - 11

માડી હું કલેકટર બની ગયો ખંડ - ૧૧તમે આટલા સારા જવાબ કઈ રીતે લખ્યા ? તમે ક્યાં લેખકની પુસ્તકો છો? તમે ક્યાં રાજ્યમાંથી સિલેક્ટ થયા છો ? તમને આઈ.એ.એસ બનવું પસંદ છે કે આઈ.પી.એસ ? તમારો upsc માં કેટલામો પ્રયત્ન છે ?વર્ષા ના સવાલો ખતમ થવાનું નામ જ ન લેતા હતા. જીગર જયારે એક પ્રશ્ન નો જવાબ દેવાનું શરૂ કરતો ત્યાં જ બીજો સવાલ વર્ષા દ્વારા કરવામાં આવતો હતો. વર્ષા - ઓહ, કન્ફ્યુઝ ન થાઓ હો...! હેલ્લો મારું નામ વર્ષા છે. હું ઉત્તરાખંડ ના દેહરાદૂન થી છું. આજે જ દિલ્હી આવી છું. મે હિન્દી સાહિત્ય ક્યારેય વાંચ્યું નથી. આ ...વધુ વાંચો

12

માડી હું કલેકટર બની ગયો - 12

માડી હું કલેકટર બની ગયો ખંડ - ૧૨સિવિલ સર્વિસ ની મુખ્ય પરીક્ષાને માત્ર દસ જ દિવસ ની વાર હતી. તૈયારી હતી જીગરની! ઇતિહાસ ને હિન્દી સાહિત્ય ના બે પેપર સિવાય બીજા બે સામાન્ય અધ્યયન ના પેપર પણ હતા. સામાન્ય અધ્યયન ની તૈયારી જીગરની સારી રીતે થઈ ન હતી. સામાન્ય અધ્યયન ના પેપર માં બંધારણ, ભૂગોળ, સાયન્સ ટેક. કરેન્ટ અફેર્સ, બધા વિષયો માંથી પૂછવામાં આવતું. પૈસા ના અભાવ માં જીગર સામાન્ય અધ્યયન અને ઇતિહાસ ના કલાસ કરી શક્યો ન હતો ફક્ત હિન્દી સાહિત્ય ના જ કલાસ કર્યા હતા. તો બીજું એક પેપર અંગ્રેજી માં ૩૦૦ માર્ક માં ફરજીયાત પાસ થવાનુ ...વધુ વાંચો

13

માડી હું કલેકટર બની ગયો - 13

માડી હું કલેકટર બની ગયો ખંડ - ૧૩તાજ એકપ્રેસ ના જનરલ ડબ્બા માં પોતાનો સમાન લઈને જીગર અને પંડિત જવા નીકળ્યા. સિવિલ સર્વિસ ની મુખ્ય પરીક્ષાની તૈયારી કરવા દિલ્હી જવાવાળો જીગર ગાંધીનગર પાછો જતી વખતે વર્ષા ના પ્રેમ ને તેના હૃદય માં લઈને જઈ રહ્યો હતો. તે વિચારવા લાગ્યો મે પહેલા જ પ્રયત્ને તે આઈ.એ.એસ કે આઈ.પી.એસ બની જાય તો વર્ષા ને કેટલી આસાની થી તેના પ્રેમ નો પ્રસ્તાવ તેની સમક્ષ રજુ કરી શકશે.શાન કોઠી માં પાછા બંને એ રૂમ લઈ લીધો. બે દિવસ પછી જીગર અમદાવાદ માં તેની મુખ્ય પરીક્ષા આપવા માટે ગયો. દીપ સોની અમદાવાદ માં જ ...વધુ વાંચો

14

માડી હું કલેકટર બની ગયો - 14

માડી હું કલેકટર બની ગયો ખંડ - ૧૪જીગર - હેલ્લો હું જીગર બોલી રહ્યો છું. વર્ષા!વર્ષા - જીગર તું શું તું ગાંધીનગર થી વાત કરશ?જીગર - હા, વર્ષાશું વર્ષા બધુજ ભૂલી ગઈ છે ? છોકરીઓ શું ઝડપ થી આટલું બધું ભૂલી જાય છે ? કે પછી ભૂલવાનું નાટક કરે છે વર્ષા ? જીગર ને કઈ સમજ માં ન આવ્યું. પણ તેને વર્ષા સાથે વિતાવેલ સમય સારી રીતે યાદ છે!જીગર - હું તારા વગર નથી રહી શકતો વર્ષા! તારા નંબર ઘણા સમય પછી મળ્યા ને આજે ફોન કર્યો. આંખ બંધ કરીને, આંખોમાં વર્ષા ને જોતા, ધીમા અને ડગમગતા આવજે જીગરે ...વધુ વાંચો

15

માડી હું કલેકટર બની ગયો - 15

માડી હું કલેકટર બની ગયો ખંડ - ૧૫સિવિલ સર્વિસ ની પ્રિલીમ પરીક્ષા પુરી થઈ ગઈ અને રિઝલ્ટ પણ આવી જીગર અને પંડિત ની પરીક્ષા માં નાપાસ થયા. જીગર નો આ બીજો પ્રયત્ન હતો અને પંડિત નો પેહલો. સાપ અને સીડી ની રમત ની જેમ જીગર પાછો ઝીરો પર આવી ગયો. પણ આ વખતે ગુપ્તા એ ધમાકો કરી દીધો તેને પ્રિલીમ પરીક્ષા પાસ કરી લીધી.યુદ્ધનું આ પેહલો પડાવ પાર કરતા ગુપ્તા ને હવે પંડિત ને અપમાનિત કરવાની ઈચ્છા થઇ. ગુપ્તા એ પંડિત ના રૂમ પર આવીને મંદ મંદ હસતા હસતા કહ્યુ- પંડિત એશ્વર્યા રાય એ તને બરબાદ કરી નાખ્યો.પંડિત ને ...વધુ વાંચો

16

માડી હું કલેકટર બની ગયો - 16

માડી હું કલેકટર બની ગયો ખંડ ૧૬પ્રગતિ મેદાન માં પુસ્તક મેળો હતો. જીગર અને વર્ષા પુસ્તક મેળા માં ગયા. એ પુસ્તક મેળા માંથી ત્રણ ચાર બુક ની ખરીદી કરી. બન્ને સાથે જઈ રહ્યા હતા અચાનક જીગર એક બુક સ્ટોર પર ઉભો રહ્યો અને એક બુક ઉપાડી ને જોતો રહ્યો. આ બુક સ્ટોર પર વિવેકાનંદ, ગાંધીજી, ભગતસિંહ, એબ્રાહન લિંકન વગરેની આત્મકથાઓ ની બૂકો હતી. જીગર આ બધી બૂકો જોઈને જ પાછી રાખી દેતો હતો. વર્ષા એ કહ્યું - જીગર તું આ બુક લેવા માંગે છે શું ? મહાન લોકોની આ આત્મકથાઓ ખુબજ પ્રેરણા આપે છે.વર્ષાની વાત સાંભળીને જીગરે કહ્યું - ...વધુ વાંચો

17

માડી હું કલેકટર બની ગયો - 17

માડી હું કલેકટર બની ગયો ખંડ ૧૭એક દિવસ ગુપ્તા નો એક મિત્ર સુધીર જીગર ના રૂમ પર ભાગતો ભાગતો જીગર ને જોઈ એ ડરેલા અવાજે બોલ્યો - જીગર, ગુપ્તા ને પોલીસ એ પકડી લીધો છે અને મુખર્જીનગર ની પોલીસ ચૌકી પર બેઠો છે. જલ્દી હાલ! બંને મુખર્જીનગર ની ચૌકી પર પોહચ્યાં. અને જોયું તો ગુપ્તા એક સ્ટુલ પર ગભરાયેલ બેઠો હતો અને તેના પર એક હવાલદાર ખારો થઈ રહ્યો હતો.હવાલદાર - જો તારા ઉપર કેસ બન્યો તો તારી જિંદગી બરબાદ થઈ જશે. આઈ.એ.એસ તો દૂર ની વાત પટ્ટાવાળો પણ નહી બની શકે. બોલ બનાઉં કેસ?જીગર હવાલદાર નો વ્યવહાર જોઈને ...વધુ વાંચો

18

માડી હું કલેકટર બની ગયો - 18

માડી હું કલેકટર બની ગયો ખંડ - ૧૮વર્ષા - આ ડોગ કોનો છે જીગર?જીગર ને કઈ ખબર ન હતી તે શુ કહે? વર્ષા ને ખોટું કહેવાનો એનો કોઈજ ઈરાદો ન હતો. જીગર - વર્ષા, મને કુતરા ને બારે ફેરવાનું કામ મળી ગયું છે, રોજ બે કલાક સાંજે! આઠસો રૂપિયા મળે છે. આ મહિના ના તો એડવાન્સ પણ મળી ગયા છે. મે રૂમ નું ભાડુ પણ ભરી દીધું છે.જીગરે તેની વાત કહી દીધી અને વર્ષા ની પ્રતિક્રિયા ની રાહ જોવા લાગ્યો. વર્ષા કઈ સમજી ન રહી હતી. વર્ષા એ મેહસૂસ કર્યું કે તેની અંદર એક જવાળા પ્રજવલિત થતી હોઈ તેવું ...વધુ વાંચો

19

માડી હું કલેકટર બની ગયો - 19

માડી હું કલેકટર બની ગયો ખંડ - ૧૯જીગર દિલ્હી આવી ગયો. જીગરે વર્ષા ના હોસ્ટેલ જઈને દરવાજાની ઘંટડી વગાળી. દરવાજે આવી. જીગર ના આવવાથી વર્ષા ખુબ જ ખુશ થઈ. જીગર ના રૂમ સુધી પોંહચતા પોંહચતા તો તેની આંખો આંસુઓ થી ભરાઈ ગઈ. ખુરશી પર બેઠતા વર્ષા એ આંખો બંધ કરી લીધી. આંસુઓ થી ભરેલી આંખો ક્યાં સુધી ભરેલી જ રહેતી? જીગર ચુપચાપ બેસી રહ્યો. લગભગ પાંચ મિનિટ બંને શાંતિ થી બેસી રહ્યા. પછી વર્ષા એ લાંબો શ્વાસ લીધો જાણે પાછળ ના પાંચ દિવસ નું બધુજ દુઃખ, યાદો, ઉદાસી વગેરે ની કોઈ દવા મળી ગઈ હોઈ.જીગર - શું થયું વર્ષા ...વધુ વાંચો

20

માડી હું કલેકટર બની ગયો - 20

માડી હું કલેકટર બની ગયો ખંડ - ૨૦અનાથી પેહલા પણ જીગર નું ઘણી જગ્યાએ અપમાન થયું હતું. ગામ માં જતા જ ગામ ના ચોરા પર બેસેલા લોકો ના ઘણા મેણા ટોણા જીગરે સહન કર્યા હતા. લાઈબ્રેરી માં પણ તેનું ઘણું અપમાન થયું હતું. પણ આજે વર્ષા ની સામે પંડિતે જે અપમાન કર્યું હતું અસફળતા નું ઠીકરું પંડિતે જીગર ના પ્રેમ પર છોડી દીધું હતું. જીગરે ગુસ્સા માં વર્ષા ને કહ્યું - હું પંડિત ને ક્યારેય માફ નહી કરું, હું આ અપમાન નહીં ભૂલું.વર્ષા એ ઠંડા અવાજે કહ્યું - પંડિતે તો આપણ ને અરીસો બતાવ્યો છે. અસફળતા આમજ અપમાનિત હોય ...વધુ વાંચો

21

માડી હું કલેકટર બની ગયો - 21

માડી હું કલેકટર બની ગયો ખંડ - ૨૧વરુણ સમજી ગયો કે જીગર ના દિલ પર ચોટ લાગી છે. પછી એ જીગર ને કહ્યું - કાલે આવ્યો હોત તો, રાત્રે બાર વાગ્યે આવાની કોઈ ખાસ જરૂર ?જીગર - હવે મારી પાસે બિલકુલ સમય બચ્યો નથી. એક એક મિનિટ હવે મારા માટે કિંમતી છે. વરુણ એ તેના હાથ માં ઘડિયાળ ડિજિટલ ઘડિયાળ કાઢી અને જીગર ને આપતા કહ્યું - હવે તું તૈયારી ની સાચી દિશા માં આવી ગયો છે જીગર, આ ખુશી માં આ ગિફ્ટ મારા તરફ થી!જીગર - થેન્ક યુ વરુણ ભાઈ, પણ મને ગિફ્ટ ની જરૂરત નથી તમે તૈયારી ...વધુ વાંચો

22

માડી હું કલેકટર બની ગયો - 22

માડી હું કલેકટર બની ગયો ખંડ - ૨૨જીગર હવે રોજ સવારે ચાર વાગ્યે ઉઠવા લાગ્યો. અને જુના પેપરો ઘણી કરતો તેમજ બધા ટોપિક ને તેની બુક માંથી યાદ કરતો. અને જયારે કોઈ ટોપિક યાદ રહી જાય ત્યારે તે તેને પેલા પેપર માં લખવાની પ્રેક્ટિસ કરતો હતો. સવારથી લાઈને બોપરના બાર વાગ્યા લગી, અને બોપરે બે કલાક જમવાના અને આરામ કરવાના ત્યાર બાદ બોપરે બે વાગ્યા થી સાંજના છ વાગ્યા સુધી જીગર નો આજ ક્રમ ચાલ્યો. હવે વર્ષા જીગરના રૂમ પર દિવસે ન આવતી કેમકે જીગર ની તૈયારી માં કોઈ બાધા ન પડે અને સાંજે વર્ષા કરેન્ટ અફર્સ, ઇન્ટરનેશનલ રિલેશન ...વધુ વાંચો

23

માડી હું કલેકટર બની ગયો - 23

માડી હું કલેકટર બની ગયો ખંડ -૨૩મુખ્ય પરીક્ષા નું રિઝલ્ટ ઇન્ટરનેટ પર લોડ થઈ રહ્યું હતું. ગુપ્તા નો મિત્ર બધા ના રિઝલ્ટ જોવા માટે ઇન્ટરનેટ કાફે માં ગયો. જીગર ની સાથે પંડિત અને વર્ષા શ્વાસ રોકીને રિઝલ્ટ ની રાહ જોઈ રહ્યા હતા. પંડિતે આ વખતે મુખ્ય પરીક્ષા આપી હતી. વર્ષા પણ જીગરનું રિઝલ્ટ જોવા માટે જીગર ના રૂમ પર આવી હતી. ગુપ્તા તો પ્રિલીમ માં ફેઈલ થયો હતો એટલે તે પણ આજે ખાલી મનોરંજન કરવા માટે જીગરના રૂમ પર આવ્યો હતો. ગુપ્તા હવે એક પત્રકાર ની ભૂમિકામાં આવી ગયો. તેને સિગારેટ નો ધુમાડો ઉડાડતા જીગરને કહ્યું - જીગરજી, આ ...વધુ વાંચો

24

માડી હું કલેકટર બની ગયો - 24

માડી હું કલેકટર બની ગયો ખંડ -૨૪જીગરે તેની ડાયરી માં તેનો વિચાર લખ્યો. "મુખ્ય પરીક્ષા માં સફળતાની ખુશી હવે તૈયારી અને ફાઇનલ રિઝલ્ટ ની અનિશ્ચિતતા માં ડૂબી રહી છે."ત્યાંજ વર્ષા આવી ગઈ. વર્ષા એ આવતાજ જીગર ને કહ્યું - હું ઉત્તરાખંડ psc ની મુખ્ય પરીક્ષામાં પાસ થઈ ગઈ છું.જીગરે વર્ષાની વાત સાંભળીને કહ્યું - લે હવે શું કહીશ તું! તને સલામ વર્ષા ના ચેહરા પર આત્મવિશ્વાસ દેખાય રહ્યો હતો.વર્ષા એ જીગર નો હાથ પકડી લીધો અને બોલી - આપણા બંનેનું ઇન્ટરવ્યૂ હજી બાકી છે જીગર!જીગરે ઉત્સાહ થી કહ્યું - તારું ઇન્ટરવ્યૂ તો સૌથી સારું જશે. તને ડેપ્યુટી કલેકટર બનતા ...વધુ વાંચો

25

માડી હું કલેકટર બની ગયો - 25

માડી હું કલેકટર બની ગયો ખંડ -૨૫બે દિવસ પછી જીગર નું ઇન્ટરવ્યૂ છે. રાત્રે વર્ષા તેની ડાયરી તેના દિલ રાખી આંખો બંધ કરીને સુઈ રહી હતી. તેના આંસુ ગાલ પર સુકાય ગયા હતા. વર્ષા ના પપ્પા એના રૂમ પર આવ્યા હતા. વર્ષાની ડાયરી માં તેના આંસુ થી થયેલ ધાબા જોવા મળી રહ્યા હતા. પપ્પા એ તેની ડાયરી તેની પાસેથી લીધી અને એકીટકે જોતા રહ્યા. થોડા જ સમય પહેલા પપ્પા નું સપનું સાકાર કરનાર વર્ષા આજે ઉદાસ હતી. પપ્પા થી વધુ વર્ષાને બીજું કોણ જાણે? પપ્પાને તેની સમજદારી પર પૂરો ભરોસો હતો. તેને પપ્પા પાસે કોઈ જીદ ન કરી ખાલી ...વધુ વાંચો

26

માડી હું કલેકટર બની ગયો - 26

માડી હું કલેકટર બની ગયો ખંડ -૨૬જીગર અને વર્ષા upsc ઓફિસ જવા માટે તૈયાર થઈ ગયા. જીગર આજે પેહલીવાર ઇન્ટરવ્યૂ આપવા માટે જઈ રહ્યો હતો.જીગરને તેની માતા સાથે વાત કરવાની ઈચ્છા થઈ. તેને એસ.ટી.ડી માંથી તેના પિતા ને ફોન કર્યો.જીગર - હેલ્લો પિતાજી, હું જીગરપિતા - હ, કમછ તને..!જીગર - પિતાજી, આજે મારું ઇન્ટરવ્યૂ છે!પિતા - છોરા, મન આમત ખબર ન પડહે પણ હું ભગવાન ન પ્રાર્થના કરીહ કે તન સરકારી નો'રી મલી જ્ય.!જીગર - પિતાજી માતા ને ફોન આપજોનેપિતાએ બુમ પડતા કહ્યું....એ જીગરની માં......જીગલાને ફોન આયો હે....!!માતાએ ઉત્સાહ થી કહ્યું - તન તો અમારી યાદ નહીં આવતી કે'શુ ...વધુ વાંચો

27

માડી હું કલેકટર બની ગયો - 27

માડી હું કલેકટર બની ગયો ખંડ -૨૭આજે બાર તારીખ ને યુ.પી.એસ.સી ફાઇનલ રિઝલ્ટ નો દિવસ હતો. સાંજે નવ વાગ્યે આવવાનું હતું. ફાઇનલ રિઝલ્ટ યુ.પી.એસ.સી બોર્ડ પર અને ઇન્ટરનેટ ઉપર લાગવાનું હતું. ઇન્ટરવ્યૂ આપવવાળા પરીક્ષાર્થીઓ એજ ઉમ્મીદ લગાવીને બેઠા હતા કે તેનું ફાઇનલ સિલેક્શન થઈ જશે. વર્ષા એ જીગર ને મોબાઈલ ભેટ માં આપ્યો હતો. જીગર એકટકે તેને જોઈ રહ્યો હતો. જીગર નો દિવસ ક્યારેક ખુશી તો ક્યારેક નિરાશા માં વીત્યો. ક્યારેક લાગતું કે પાસ થઈ જઈશ તો કેટલું સારું બધું જ ઠીક થઈ જશે! તો ક્યારેક લાગતું કે જો શાયદ ફેઇલ થયો તો બધું જ બરબાદ થઈ જશે!અંતે સાંજ ...વધુ વાંચો

28

માડી હું કલેકટર બની ગયો - 28

માડી હું કલેકટર બની ગયો ખંડ -૨૮સાંજનો સમય હતો. એક બાજુ વરસાદની એ ધીમી ધારે જીગર હવે ઘરે જવા નીકળ્યો. પંડિત અને ગુપ્તા બંને સાથે જ જીગરને રેલ્વે સ્ટેશન એ મુકવા માટે જવાના હતા.ત્રણેય મિત્રો રીક્ષા માં બેઠા હતા.ત્યાંજ પંડિત બોલ્યો - કેટલું સારું હોય છે ને જીગર જયારે આપણે સફળ થઈ જઈને બધા જ સંઘર્ષો નો અંત આવી જાય છે. અને એક નવીજ દુનિયા તમને નજરે આવે છે. જીગર હજી તારે ઘણું આગળ વધવાનું છે અને આ નવી દુનિયાનો અનુભવ અમને જણાવવાનો છે.જીગર - પંડિત, દુનિયા તો એજ રહે છે પણ તેનો સફળ લોકો પ્રત્યેની જોવાની નજર જ ...વધુ વાંચો

29

માડી હું કલેકટર બની ગયો - 29

માડી હું કલેકટર બની ગયો ખંડ -૨૯જીગર અને તેના માતા પિતા ખુબ જ ખુશ હતા. એક દિવસ સાંજે જીગર પંકજ બંને ખેતરે જઈ રહ્યા હતા. પંકજ આજે ખુબ ન ઉદાસ નજરે આવી રહ્યો હતો. જીગરે તેને પૂછ્યું - કેમ પંકજ આજકાલ આટલો ઉદાસ કેમ છે ?પંકજે તેની નિષ્ફળતાઓ જીગર ને જણાવી અને કહ્યું - લ્યા જીગર, તું તો ગાંધીનગરથી દિલ્લી ચાલ્યો ગયો ને ખુબ મેહનત થી કલેકટર બની ગયો. અને એક હું છું કે જે ખાલી gpsc ની પરીક્ષા પણ પાસ નથી કરી શકતો. હવે હિંમત અને ધીરજ તૂટવા લાગી છે જીગર ! હું સફળ થઈશ કે નહી? આપણા ...વધુ વાંચો

30

માડી હું કલેકટર બની ગયો - 30

માડી હું કલેકટર બની ગયો ખંડ -૩૦સાંજે જીગર એકેડમી ના રૂમ પર આરામ કરી રહ્યો હતો ત્યાં આકાશ ગરમા કોફી લઈને આવ્યો. અને આકાશ એ કહ્યું કે સર તમે આઠ વાગ્યે ડિનર માટે તૈયાર થઈ જજો. જીગર ફોર્મલ ડ્રેસ માં ડિનર કરવા માટે નીકળ્યો.જીગર હોસ્ટેલ ના પગથિયા ઉતરી જ રહ્યો હતો કે તરત જ આકાશ એ કહ્યું - સાહેબ જી, તમે કોટ અને ટાઈ લગાવી લો. ડાયરેકટર સાહેબ આ મામલમાં ખુબ જ સખ્ત છે. જીગર રૂમ માં ગયો આકાશ પણ આવી ગયો તેને જીગર ને ટાઈ અને કોટ આપ્યો અને બોલ્યો - સાહેબજી, તમે આમાં ખુબ જ સરસ લાગશો!જીગરે ...વધુ વાંચો

31

માડી હું કલેકટર બની ગયો - 31

માડી હું કલેકટર બની ગયો ખંડ -૩૧જીગરે વર્ષાને ફોન માં કહ્યું - હું ડાયરેક્ટર સાહેબ પાસે પરવાનગી લઈને ગેટ આવું છું.જીગરે ડાયરેક્ટર સાહેબ પાસે પરવાનગી લઈને તે ગેટ પાસે ગયો.જીગરે જોયું કે હાથમાં ગુલદસ્તો લઈને વર્ષા જીગરની રાહ જોઈ રહી હતી. વર્ષા ની સાથે એક મહિલા ઓફિસર પણ હતી. જીગરે વર્ષા ને જોઈને ખુબ જ ખુશ થઈ ગયો.વર્ષા એ જીગર ને ગુલદસ્તો આપતા કહ્યું - વેલકમ ટુ મસૂરી જીગર,જીગરે હસતા કહ્યું - ધન્યવાદ!વર્ષા એ કહ્યું કે તે કોઈ ઓફિસ કામથી અહીંયા આવી છે તેને મહિલા ઓફિસર નો પણ પરિચય કરાવ્યો. જીગરે કહ્યું - શું આપણે સાથે લંચ સાથે કરી ...વધુ વાંચો

32

માડી હું કલેકટર બની ગયો - 32

માડી હું કલેકટર બની ગયો ખંડ -૩૨ બપોરનો સમય હતો. ગુપ્તા તેના રૂમ પર સુઈ રહ્યો હતો ત્યાં વિવેક યાદવ નામનો તેનો મિત્ર આવ્યો. (વિવેક યાદવ એ આવખતે મુખ્ય પરીક્ષા આપી હતી. તે ઉત્તરપ્રદેશ ના એક ગરીબ ખેડૂત પરિવારમાંથી આવતો હતો. ) ગુપ્તા એ ખુરશી અને ટુવાલને હટાવતા કહ્યું - આવો વિવેકભાઈ, કેમ છો? હા ગુપ્તા, આબાજુ આવ્યો હતો એક મિત્ર પાસે નોટ્સ લેવા માટે તો વિચાર્યું ગુપ્તા ને મળતો જાઉં. વિવેકે ખુરશી પર બેસતા કહ્યું. ગુપ્તા એ ગૅસ પર ચા ચડાવી. વિવેક ગુપ્તાની બૂકો જોઈ રહ્યો હતો ત્યાં જ પંકજ પણ આવી ગયો. પંકજે હજુ કોઈ કલાસ ...વધુ વાંચો

33

માડી હું કલેકટર બની ગયો - 33

માડી હું કલેકટર બની ગયો ખંડ -૩૩ દિવસો વીતતા જતાં હતાં. જીગરના કલાસ કરીને થાકી જતો હતો અને દિનચર્યા ખુબ જ વ્યસ્ત હતી. એકેડમીમાં ચાલતા કલાસ થી એક અધિકારીના ગુણો નો સંચાર થવા લાગ્યો. કલાસથી લોકોની આર્થિક, સામાજિક વગેરે જમીની સ્તર નો ખ્યાલ જીગરને આવવા લાગ્યો. આ ઠંડી નો સમય હતો. જયારે આકાશે જીગરને ચા આપીને તેની ચુપી તોડી. આકાશ - સાહેબજી, આવું શાને થાય છે કે જુના સચિવોની પત્નીઓ હંમેશા જુવાન જ દેખાય છે? અને એટલી અક્ક્ડ માં પણ રહે છે? આકાશે જીગરને પૂછ્યું. જીગરે ના માં માથું હલાવ્યું. જીગર સમજી ન શક્યો કે આકાશ કેહવા શું ...વધુ વાંચો

34

માડી હું કલેકટર બની ગયો - 34

માડી હું કલેકટર બની ગયો ખંડ -૩૪જીગરે સવારે જ ડાયરેકર સાહેબ પાસે દિલ્લી જવાની રજા લઈ લીધી હતી. અને તેમજ ગુપ્તાને ફોન કરીને જાણ કરી દીધી હતી. વર્ષાને પણ ફોન કરતા જાણવા મળ્યું કે તે આવી શકે તે ન હતી. પરંતુ તેના પિતા બે દિવસ માં દિલ્લી જીગરને મળવા માટે આવી શકે છે.જીગરે આકાશને પણ દિલ્લી સાથે લઈ જવા તૈયાર કર્યો હતો. સવારનો સમય હતો જીગર સ્નાન કરીને બ્રેકફાસ્ટ માં ટોસ્ટ બટર ખાઈ જ રહ્યો હતો કે બહાર થી આકાશનો અવાજ આવ્યો.આકાશ - સાહેબજી, આપણે મોડું થાય છે.જીગરે ટોસ્ટ ને જલ્દી ખાઈને ગેટ બહાર ગંગા ઢાબા પાસે પહોંચ્યો. ત્યાં ...વધુ વાંચો

35

માડી હું કલેકટર બની ગયો - 35

માડી હું કલેકટર બની ગયો ખંડ -૩૫ પંકજ - અરે નહીં જીગરભાઈ, પણ શાયદ અહીં આવીને એક પલ અહીંની સ્થિતિ જોતા એવુ લાગે કે શું આપણે કાબિલ છીએ આના માટે ? જીગરે હસતા કહ્યું - આ સવાલ તો આપણે બંને જ્યારે પહેલી વખત ગાંધીનગર જવા માટે નીકળ્યા હતાં ત્યારે તારા ને મારા બંને ના મન માં હતોને ! પણ આજે આપણે બંને સફળ જ છીએ ને! પંકજે ઉદાસ અવાજે કહ્યું - હા તારી વાત તો સાચી જ કે તું સફળ થઈ ગયો છે. પણ મારે હજી થવાનું બાકી છેને! જીગર - અહીંયા પોંહચી ગયો છે તો હવે સફળતાના ...વધુ વાંચો

36

માડી હું કલેકટર બની ગયો - 36

માડી હું કલેકટર બની ગયો ખંડ -૩૬ પંકજે જીગરના કહેવા મુજબ જ ધ્યેય આઈ.એ.એસ માં કલાસ શરૂ કર્યા. પરીક્ષાની તૈયારી તેને શરૂ કરી. જીગર સાથે ચર્ચા કરતા જીગરે કહેલું કે પ્રથમ તો સિલેબસ પૂરો કરવો બધાજ ટોપિક અને પ્રિલીમ પરીક્ષાની તૈયારી અને મુખ્ય પરીક્ષાની બંને ની તૈયારી સાથે જ કરવાનું પંકજ ને સૂચવેલું પંકજે તે મુજબ જ શરૂઆત માં ncert અને ત્યાર બાદ અન્ય નોટ્સ અને મુખ્ય પરીક્ષા માટે રોજના શરૂઆતમાં ત્રણ જવાબો લખવાનું શરૂ કર્યું. સવારે કલાસ અને ત્યારબાદ બોપર ના સમયે પંડિત અને પંકજ સાથે મળીને જમવાનું બનાવતા અને જમ્યા બાદ પંકજ અને પંડિત બંને તૈયારીમાં ...વધુ વાંચો

37

માડી હું કલેકટર બની ગયો - 37

માડી હું કલેકટર બની ગયો ખંડ -૩૭જીગર સવારના સાત વાગ્યે એકેડમીના ગેટ પર આકાશ સાથે તેના માતાપિતા ની રાહ રહ્યો હતો. પંકજ સાથે તેના માતા પિતા ગેટ પાસે પોહચ્યાં. જીગર પિતાજીને પગે લાગ્યા બાદ માતા ને ભેટી પડ્યો તેની માતાની આંખ માં હરખના આંસુ ને તે સ્પષ્ટ જોઈ રહ્યો હતો તો પિતા ના આંખોમાં ગર્વની લાગણી! આકાશે પણ માતાપિતાના ચરણ સ્પર્શ કરીને નમસ્તે કહીને ઉભો રહ્યો. જીગરે ગેટ પાસે પાસ બનાવીને માતાપિતા પંકજ અને આકાશ સાથે તેના રૂમ પર ગયા.આકાશ ટ્રે માં બધા માટે ચા લઈને આવ્યો. આમ જ હસી મજાક અને ચર્ચાનો દોર ચાલી રહ્યો હતો. જીગરે સમય ...વધુ વાંચો

38

માડી હું કલેકટર બની ગયો - 38

માડી હું કલેકટર બની ગયો ખંડ -૩૮સિવિલ સર્વિસ ટ્રેનિંગ નો એક અભિન્ન હિસ્સો હોય છે ભારતદર્શન.ભારતદર્શન ના ભાગરૂપે હવે અને બધા ઓફિસર ને દેશના વિભિન્ન જગ્યાઓની મુલાકાત અને ત્યાંની પ્રશાસન અને લોકોની સમસ્યાઓ વિશે ઘણું બધું જાણવા મળતું હંતુ. પુરા ભારત ભ્રમણ કર્યા બાદ હવે જીગર દિલ્લી રેલ્વે સ્ટેશન પોહચ્યો. બધાના હાથમાં ભારી ભરખમ બેગ હતા. જીગર સાથે ૧૪ બીજા પ્રોબેશનરી ઓફિસર થઈને એક કુલ પંદર જણા નું ગ્રુપ હતું. નવી દિલ્લીમાં આવીને બધાને એવુ મેહસૂસ થયું કે જાણે સૌર મંડળ માંથી સફર કરીને ધરતી પર પાછા ફર્યા હોય.બધાજ સ્ટેશને ઉભા હતા. તેને એકેડમી માંથી કોઈ લેવા માટે આવવાનું ...વધુ વાંચો

39

માડી હું કલેકટર બની ગયો - 39

માડી હું કલેકટર બની ગયો ખંડ -૩૯આજે મુખ્ય પરીક્ષાનો પ્રથમ દિવસ હતો. પંકજ અને પંડિત બંનેની તૈયારી તો પુરી હતી. પંડિતે હનુમાન ચાલીસા ના પાઠ સવાર માં જ શરૂ કરી દીધા હતા. તેને આ વખતે ભગવાન પ્રત્યે પુરી શ્રદ્ધા હતી. પંકજ ને પણ એક ઉમ્મીદ અને વિશ્વાસ હતો કે આ વખતે તેનું સિલેકસન પાક્કું છે.સવાર માં પંડિતના ફોન ઉપર ફોન ચાલુ થયા હતા. પંડિત ને તેના પિતા એ આ એક વર્ષનું અલ્ટીમેટમ આપેલ હતું. બીજી બાજુ પંકજ ને પણ ઘરે થી પિતાનો ફોન આવ્યો હતો. અને તેના પિતા એ પણ તેના મનોસ્થિતિ માં એક પ્રશ્ન નાખ્યો હતો - "કે ...વધુ વાંચો

40

માડી હું કલેકટર બની ગયો - 40

માડી હું કલેકટર બની ગયો ખંડ -૪૦જીગરે ક્યારેય વિચાર્યું ન હતું કે જિંદગીમાં ક્યારેય આકાશના પરિવાર સાથે આ રીતે થશે.જીગરે હવે આકાશને અને તેની બહેનને સાંત્વના આપી. આકાશના મમ્મીને અંતિમ સંસ્કાર ગોમતીપુર ગામ માં આપવામાં આવ્યા. આકાશ હવે ખુબ જ ઉદાશ અને બેબસ નજરે જોવા મળી રહ્યો હતો. તો તેની બહેન ની પણ આજ હાલત હતી. આમ છેલ્લા દસ દિવસ થઈ ચુક્યા હતા જીગર અને આકાશને એકેડમીમાં આવ્યાને આકાશ હવે ચુપચાપ રહેવા લાગ્યો હતો. પેહલાની જેમ આકાશ જે હસ્તો મુસ્કુરાતો અને ભોળાઈ માં અનેક સવાલો પૂછતો હતો આજનો આકાશ હવે નિરાશ અને ચુપચાપ રહેવા લાગ્યો. જીગર ને આકાશ ની ...વધુ વાંચો

41

માડી હું કલેકટર બની ગયો - 41

માડી હું કલેકટર બની ગયો ખંડ -૪૧ગાંધીનગરની સેકટર ૧૭ ની સેન્ટ્રલ લાઈબ્રેરી ની બહાર નીકળીને....આ છોકરા એ આકાશને ફોન એ ફોન ઉપાડ્યો.હેલ્લો............આકાશ અંકલ!આકાશ - હા રૂદ્ર......!!આકાશ....અંકલ....જીગર સાહેબ સાથે વાત થઈ શકે?આકાશ - અચ્છા...થોડીવાર રહે.....!! આકાશે જીગરને ફોન આપ્યો.જીગર - હા રૂદ્ર, હું એક ઇન્પોર્ટન્ટ કામ માં છું ફટાફટ બોલ.રૂદ્ર - સાહેબ....પેલી તમારી ડાયરી વાંચી મને ખુબ જ પ્રેરણા મળી છે. પણ એમાં અધૂરી માહિતી છે આગળ ની ડાયરી મને મળી શકે?જીગર - અચ્છા આગળ બે દિવસ રાહ જોઈ લે. હું કામથી ત્યાં આવવાનો છું. ત્યારે હું લેતો આવીશ.રૂદ્ર - ઠીક......છે....... સાહેબ....!રૂદ્ર લાઈબ્રેરી માં જઈને પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી. ...વધુ વાંચો

42

માડી હું કલેકટર બની ગયો - 42

માડી હું કલેકટર બની ગયો ખંડ -૪૨જીગર અને આકાશ અને તેની બહેન હવે સવારે જ સામાન લઈને તેઓ રાજસ્થાન સિંહોરી જિલ્લામાં પહોંચ્યા.સિંહોરી જિલ્લામાં અંદર પ્રવેશ કરતા જ રેલ્વે સ્ટેશને બે કોન્સ્ટેબલ અને પાંચ અધિકારીની ટીમ લેવા માટે આવી હતી. પુષ્પગુંજ થી તેમનું સ્વાગત કરવામાં આવ્યું. જીગર અને આકાશ ગાડીમાં બેસીને કલેકટર બંગલો માં પ્રવેશ્યા. જીગરે પ્રથમ વખત આખા બંગલાનું નિરીક્ષણ કર્યું. અને આકાશને આટલો મોટો બંગલો જોઈને નવાઈ લાગી. જીગરે સવારના દસ વાગ્યે તેની ઓફિસમાં જઈને ચાર્જ સાંભળ્યો. અને પ્રથમ શહેર માં અધિકારીઓ દ્વારા આચારવામાં આવતા ભ્રસ્ટાચાર ના કેસોની ફાઈલ મગાવી. હવે તે તેના રૂટિન કામો માં વ્યસ્ત રહેવા ...વધુ વાંચો

43

માડી હું કલેકટર બની ગયો - 43

માડી હું કલેકટર બની ગયો ખંડ -૪૩આજે યુ.પી.એસ.સી ની ફાઇનલ પરીક્ષાનું પરિણામ આવવાનું હતું. સવાર સવાર માં જ્યારે પંડિત ત્યારે તેને પંકજ નજરે ન આવ્યો. પંડિત ફટાફટ ઉભા થઈને આજુબાજુ માં બધે જ જોયું પણ પંકજ ક્યાંય નજરે જોવા ન પડ્યો. પંડિતે થોડી રાહ જોઈ પરંતુ છતાં પંકજ ના કોઈ જ સમાચાર ન હતા.પંડિતે અંતે ગુપ્તા ને ફોન કર્યો. પંડિત - અરે ગુપ્તા, પંકજ ત્યાં આવ્યો છે ?ગુપ્તા - અરે, સવાર સવાર માં ગટકી લીધી છેકે શું?પંડિત - કાલે સાંજે ખુબ જ રીઝલ્ટ ની ચિંતા કરતો હતો. અને સવારે ક્યાય ચાલ્યો તો....ગુપ્તા - સાલું, તું આવું જ વિચાર પંડિત! ...વધુ વાંચો

44

માડી હું કલેકટર બની ગયો - 44

માડી હું કલેકટર બની ગયો ખંડ -૪૪સમય વિતવા લાગ્યો. સમયના પૈડા અહીંયા ક્યાં રોકાય છે તે કોઈકને કુચલી નાખે તો કોઈકને તૈયારી મંજિલ સુધી પોંહચાડી જાય છે. મુખર્જીનગર નો સંપૂર્ણ કલાક્રમ પંકજ અને પંડિત માટે પૂરો થયો. પંકજ અને પંડિત પોતપોતાના ઘરે જવા રવાના થયા. પંકજ હવે મસૂરી ની સફર ખેડવાનો હતો અને પંડિત સરદાર પટેલ આઈ.પી.એસ એકેડમી હૈદરાબાદ ની! અહીંથી બંને ના રસ્તાઓ અલગ થઈ રહ્યા હતા. પંકજે પંડિતનો આભાર વ્યક્ત કર્યો.પંકજ - પંડિત, તે મને ઘણી મદદ કરી છે. એ બદલ તારો આભાર.પંડિત - પંકજ, અહીંથી હવે આપણે મળી ન મળીએ પરંતું આપણે અહીં સુધી કેવી રીતે ...વધુ વાંચો

45

માડી હું કલેકટર બની ગયો - 45

માડી હું કલેકટર બની ગયો ખંડ -૪૫અંતે જીગર અને વર્ષા ના લગ્ન નો એ દિવસ આવી ગયો. એક બાજુ અને વર્ષા લગ્નના મંડપ માં ફેરા ફરી રહ્યા હતા અને ગુપ્તા પંડિત તેમજ પંકજ આકાશ બધા જ આ દ્રશ્યને નિહાળીને જોઈ રહ્યા હતા. બધા જ આજે ખુશીના આ દિવસ માં જીગરની સાથે જ ઉભા હતા. લગ્ન બાદ જીગર તેના માતા પિતા ને સાથે રાજસ્થાન માં તેના બંગલો માં લઈને આવ્યો. સાથે જ વર્ષાના કુમકુમ પગલા પણ પ્રથમ વખત પડ્યા. જીગર આજે ખુબ જ ખુશ હતો. તેમના જીવન નો અમૂલ્ય દિવસ આજે તેની નજર સમક્ષ જ હતો.લગ્નબાદ વર્ષા એ તેમની નોકરીમાંથી ...વધુ વાંચો

46

માડી હું કલેકટર બની ગયો - 46

માડી હું કલેકટર બની ગયો ખંડ -૪૬અચાનક જ રૂદ્ર એ જ્યારે આ ચેપ્ટર પૂરું કર્યુ કે તેને ઘરેથી ફોન કે તેના પિતાની તબિયત અચાનક જ ખરાબ થઈ ગઈ છે. રૂદ્ર ફટાફટ ગાંધીનગરની સેન્ટ્રલ લાઈબ્રેરીમાંથી બહાર નીકળીને તેના રૂમ પર ગયો સમાન પેક કરીને સીધો જ તે તેના ઘરે જવા રવાના થયો.રૂદ્ર નું ઘર જામનગર જિલ્લા ના એક અંતરીયાળ ગામ માં હતું. ઘરે ગયા પછી તેને ખબર પડી કે તેના માતા બીમાર છે. માતા ના બીમારી જોઈને રૂદ્ર ને ખુબ જ દુઃખ થયું. આમ તો તેના પરિવાર માં એક માતા અને એક નાનો ભાઈ જ હતો. બાકી તેના પિતા તો ...વધુ વાંચો

47

માડી હું કલેકટર બની ગયો - 47

માડી હું કલેકટર બની ગયો ખંડ -૪૭આજે જુનિયર આસિસ્ટન્ટ ની પરીક્ષા લેવામાં આવનાર હતી. રૂદ્ર એ તેના માટેની બધી સિસ્ટમેટિક તૈયારી કરી જ હતી. ઘરે થી આવ્યા ને તે આ જ મિશન માં લાગી ગયો હતો. આજે ચાર મહિના ની તૈયારી માં તેને આ પરીક્ષા હેમખેમ આપી દીધી. અને બે મહિના જેવા સમય માં અંતે રિઝલ્ટ જાહેર થયું. અને રિઝલ્ટ જોઈને રૂદ્ર એ હશકારો અનુભવ્યો કેમ કે તેને હવે એક સરકારી નોકરી તો મળી જેથી હવે તે તેની આર્થિક સમસ્યાનો સામનો કરવો ખુબ જ સરળ રહેશે. આજે રૂદ્ર ખુબ જ ખુશ હતો. આજે તેની નિમણુંક પત્રક લેવા માટે ગાંધીનગર ...વધુ વાંચો

48

માડી હું કલેકટર બની ગયો - 48

માડી હું કલેકટર બની ગયો ખંડ -૪૮જીગરે સિંહોરી જિલ્લામાં અધિકારીઓ દ્વારા આચારવામાં આવેલ ભ્રસ્ટાચાર પર ચાપતી નજર રાખી રહ્યો સાથે જ તેના પર કડક કાર્યવાહીનો દૌર શરૂ થઈ રહ્યો હતો. આમ દર ગુરુવારે જિલ્લા કલેકટર ઓફિસના એ હોલમાં એક જનતા દરબારનું પણ આયોજન થયું જેમાં લોકોની સમસ્યાનો ત્વરિત જ નિકાલ કરવામાં આવતો હતો. આમ જીગર દરેક સારા કાર્યો થી પોતાની આગવી ઓળખ કરી ચુક્યો હતો. સાથે આકાશ પણ તેની સાથે ખભેખભો મિલાવીને મદદ કરી રહ્યો હતો.એક દિવસ જ્યારે જનતા દરબારમાં જીગરને જાણવા મળ્યું કે સસ્તા અનાજની દુકાનોમાંથી ગરીબ પરિવારોને અનાજ આપવામાં આવતું નથી અને વચેટિયા વડે બહારથી જ વહીવટ ...વધુ વાંચો

49

માડી હું કલેકટર બની ગયો - 49

માડી હું કલેકટર બની ગયો ખંડ -૪૯ત્રણ વર્ષ પછીએક દિવસ જીગર પોતાની મિટિંગ પુરી કરીને ઓફિસમાં આવ્યો. ત્યારે આકાશ બોલ્યો.આકાશ - સાહેબજી, પેલા પંડિત સર તમને વારંવાર ફોન કરી રહ્યા છે. તે ગુપ્તા વિશે કંઈક કઈ રહ્યા હતા. આકાશે પંડિત ને ફોન લગાવતા જીગરના હાથમાં ફોન આપતા કહ્યું - તમે વાત કરી લો સાહેબજી.જીગરે ફોન ઉપાડતા કહ્યું.જીગર - હા પંડિત, શું ચાલે છે?પંડિત - બધું તો ઠીક, પણ મને ગુપ્તા મળી ગયો. જીગર - અરે ક્યાં ?પંડિત - કાલે હું સુરત ઓફિસિયલ કામથી ગયો હતો ત્યાં જ મળી ગયો.જીગર - અચ્છા તે ઠીક તો છેને?પંડિત - હા પણ તે...જીગર ...વધુ વાંચો

50

માડી હું કલેકટર બની ગયો - 50 - સમાપન

માડી હું કલેકટર બની ગયો ખંડ -૫૦ સમાપન આપ ઓફિસરના હોદ્દાનું મહત્વ સમજ્યા, સંઘર્ષ, મહેનત વડે થતી જીતને આપે શરૂઆતથી લઈને આ અંતિમ અધ્યાય સુધીનો આપનો સાથ અને સહકાર ખુબ જ મળ્યો છે. જેનો હું ખુબ જ ઋણી રહીશ. હું આપનો દિલથી આભાર વ્યક્ત કરું છું.હા...ચોક્કસ આ નવલકથામાં જોડણીની ભૂલો હશે શાયદ, થોડા શબ્દોની પણ શાયદ, જેના બદલ હું દિલથી આપશ્રી વાંચકોની ક્ષમા માંગી રહ્યો છું. હું કોઈ મોટો લેખક નથી મે અહીંયા એવા લોકો માટે લખવાનો પ્રયત્ન કર્યો છે જે સપર્ધાત્મક પરીક્ષાઓની રાત દિવસ તૈયારીઓ માં લાગેલ હોય છે જેની જિંદગીમાં ઘણા સંઘર્ષો જોયા છે અને તૈયારીઓ દરમ્યાન ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો