માડી હું કલેકટર બની ગયો - 12 Jaydip H Sonara દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

માડી હું કલેકટર બની ગયો - 12

🚔માડી હું કલેકટર બની ગયો 🚔

ખંડ - ૧૨

સિવિલ સર્વિસ ની મુખ્ય પરીક્ષાને માત્ર દસ જ દિવસ ની વાર હતી. અવયવસ્થિત તૈયારી હતી જીગરની! ઇતિહાસ ને હિન્દી સાહિત્ય ના બે પેપર સિવાય બીજા બે સામાન્ય અધ્યયન ના પેપર પણ હતા. સામાન્ય અધ્યયન ની તૈયારી જીગરની સારી રીતે થઈ ન હતી. સામાન્ય અધ્યયન ના પેપર માં બંધારણ, ભૂગોળ, સાયન્સ ટેક. કરેન્ટ અફેર્સ, બધા વિષયો માંથી પૂછવામાં આવતું. પૈસા ના અભાવ માં જીગર સામાન્ય અધ્યયન અને ઇતિહાસ ના કલાસ કરી શક્યો ન હતો ફક્ત હિન્દી સાહિત્ય ના જ કલાસ કર્યા હતા. તો બીજું એક પેપર અંગ્રેજી માં ૩૦૦ માર્ક માં ફરજીયાત પાસ થવાનુ હતું. સુકુન ની વાત એ છે કે અંગ્રેજી ના માર્ક મુખ્ય પરીક્ષા ના માર્ક સાથે જોડાતા નથી તેમાં પાસ થવું જરૂરી કે એટલે કે ૧૦૦ માર્ક મેળવવા જરૂરી છે. અને જો અંગ્રેજી માં ૧૦૦ માર્ક ન આવ્યા તો બીજા પેપર ચેક કરવામાં જ નથી આવતા.

હિન્દી સાહિત્ય નો અભ્યાસક્રમ પૂરો કરાવવા માટે વિકાસ સર એ અંતિમ ક્લાસ રાત્રે લીધી. જીગર ની હિન્દી સાહિત્ય ના કલાસ આજે પુરા થવાના હતા જેથી તેને હવે પાછુ ગાંધીનગર જવાનું છે. પરંતુ આ છેલ્લી કલાસ માં જીગર વર્ષા ને જોઈને કંઈક વિચારી રહ્યો હતો. તે જાણતો ન હતો કે વર્ષા હવે તેને ક્યારે મળશે? મળશે કે નહી ?
બે ત્રણ મહિનાની દોસ્તી શું જીવન ભરની દોસ્તી બની શકશે ? તેને કંઈજ ખબર ન હતી. પરંતુ જીગર ની ઈચ્છા હતી કે કેટલી મોટી દુનિયા હોઈ, વર્ષા તેની માટે દરેક જગ્યાએ મોજુદ છે. રાત્રે ચાલનારી આ કલાસ માં જીગર વર્ષા ને જોઈને એજ કલ્પના કરી રહ્યો હતો કે તે વર્ષા ની સાથે હંમેશા રહે તો કેટલું સારું...!
દિલ્હી ની તેની આ છેલ્લી કલાસ માં જીગર વર્ષા ની કલ્પનાઓ માં ડૂબ્યો રહ્યો.

કલાસ સવારે છ વાગ્યા સુધી ચાલી અને જીગર વિચારતો રહ્યો તેના અનિશ્ચિત ભવિષ્ય માટે! સફળતા નિષ્ફળતા કંઈજ નિશ્ચિત નથી. શું સફળતા એટલી આસાન છે ? શું
upsc માં સિલેક્ટ થવું એટલું આસાન છે ?
ખબર નથી!
જો હું સિલેક્ટ થઈ જાઉં તો ? તો બધું ઠીક થઈ જશે અને વર્ષા ને કહી દઈશ કે હું તને પ્રેમ કરું છું!
પણ જો અત્યારેજ કહી દઉં તો? વર્ષા એક અસફળ છોકરાને કેમ પસંદ કરશે ?
તેના મન માં આવા જ વિચારો ચાલી રહ્યા હતા.

કલાસ પૂરો થયા બાદ જીગરે વર્ષા ને કહ્યું - વર્ષા, ઉભી રહેજે હું વિકાસ સરને મળીને આવું છું.

જીગર વિકાસ સરને મળવા ચાલ્યો ગયો. સર ને બધા પરીક્ષાર્થીઓ એ ઘેરી રાખ્યા હતા. જીગર ને જોઈને સર એ તેને મુખ્ય પરીક્ષાની શુભકામના આપી. જીગરે પણ સર ને પગે લાગ્યો અને બહાર આવી ગયો.

બહાર આવીને જીગરે જોયું તો વર્ષા સામેના પાર્ક ની બેન્ચ પર બેઠી હતી. પાર્ક માં સવાર નો તડકો આવી ગયો હતો. વર્ષા ના ચેહરા ઉપર સાવર નો તડકો પડતા તેનો ચેહરો ચમકી રહ્યો હતો.
જીગરે વર્ષા ને કહ્યું - વર્ષા હું આજે સાંજે ગાંધીનગર ચાલ્યો જઈશ. તે વર્ષા ને બીજું કંઈક પણ કેહવા માંગતો હતો, પરંતુ કેહવાની એની હિમ્મત ન થઈ.

વર્ષા એ તેને આગળની મુખ્ય પરીક્ષાની શુભકામના આપતા કહ્યું - જીગર તું ખુબ મેહનતી છો. તું જરૂર સફળ થઈશ. ખુબ જ મેહનત થી તું મુખ્ય પરીક્ષા આપજે! જીવન માં જો ક્યારેક આપણે મળીયે તો હું ગર્વ થી કહી શકું કે હા.....આજ.......આઈ.એ.એસ દિલ્હી માં મારો ખાસ દોસ્ત હતો....!!

અંતિમ વાક્ય સાંભળીને જીગરને લાગ્યું કે તે હંમેશા માટે વર્ષા છોડી ને જઈ રહ્યો છે. તે આવી રીતે હંમેશા માટે વર્ષા ને તેની જિંદગી માંથી જવા દેવા માંગતો ન હતો. એટલે જ જીગરે કહ્યું - શું આપણે હંમેશા દોસ્ત ન રહી શકીયે?

વર્ષા એ થોડો સમય વિચાર્યા પછી જવાબ આપ્યો - આપણે દોસ્ત તો છીએ જ જીગર! પણ મને નથી ખબર કે હવે હું આગળ ક્યાંથી તૈયારી કરીશ? સિવિલ સર્વિસ ની તૈયારી નું ક્યાં ભવિષ્ય છે ? મારે ડિગ્રી પછી ઇન્ટરશીપ કરવી છે મારું કંઈજ નક્કી નથી. એક મહિના પછી હું પણ દિલ્હી થી નીકળી જઈશ. આગળની તૈયારી હું મારા ઘરેથી કરીશ.

જીગર ને અચાનક જ વર્ષા તેનાથી દૂર થતી જોવા મળી. જીગર તેને દૂર જવા દેવા માંગતો ન હતો પરંતુ જિંદગી ના રસ્તાઓ ક્યાં સરળ હોઈ છે, તે ખુબ જ ઉબળ ખાબળ હોઈ છે. જીગર ન જાણતો હતો કે તે એકવાર વર્ષા થી દૂર થયા પછી બીજીવાર વર્ષા ને ક્યારે મળી શકશે ?

જીગર - વર્ષા, શું તારો દેહરાદૂન નો ફોન નંબર મને આપીશ?
વર્ષા એ જીગર ના હાથ માં જે બુક હતી તેમાં ફોન નંબર લખી દીધો. ઉમ્મીદ ક્યારેય કા પુરી થાય છે!

જીગરની ઈચ્છા હતી કે તે તેની બુક પર રહેલ વર્ષા ના હાથને પકડી લે અને કહી દે કે તેની જિંદગીમાં વર્ષાનું સ્થાન કેટલું છે! દિલ માં જ ડૂબી રહી ગઈ તેની આ ઈચ્છા!

જીગરે તેના મન ની વાત કહેવાની હિમ્મત કરી કહ્યું - વર્ષા, મારું અત્યાર સુધી નું જીવન સંઘર્ષ માં જ વીત્યું છે. પણ મે સપના જોવાનું ક્યારેય છોડ્યું નથી. અને ના ક્યારેય છેડીશ.
ખબર નહી પણ તને જોઈને મને એવુ લાગે છે કે મારા સપના જરૂર સાકાર થશે.

જીગરે તેના સપના ને વર્ષા ની સાથે જોડી દીધું. પણ વર્ષા એ એની ભાવનાઓમાં આવ્યા વગર બોલી - જીગર મે તારામાંથી ઘણું બધું શીખ્યું છે. તારા સંઘર્ષ વિશે પણ હું બધું જ જાણું છું. એક સામાન્ય પરિવાર માંથી અહીં સુધી આવીને પ્રિલીમ પરીક્ષા પાસ કરવી કોઈ આસાન વાત નથી. તને જોઈને મને પણ તૈયારી કરવાનું ખુબ જ મન થાય છે.

જીગર ને લાગ્યું હા....આ...એજ...છોકરી છે જેની સાથે તે આખી જિંદગી રહી શકશે, એજ છોકરી છે જેની સાથે દુનિયાની બધીજ લડાઈ અને સંઘર્ષો ને પાછળ છોડી શકશે.

થોડીવાર ચૂપ રહ્યા પછી જીગરે તેની બુક હાથ માં લઈને વર્ષા ને પૂછ્યું - " શું આપણે આ છેલ્લી વાર મળી રહ્યા છીએ વર્ષા ?"

વર્ષા એ ઉદાસ અવાજે કહ્યું - ખબર નહી જીગર😢

શું સાચેજ વર્ષાના સાથ નો આ સમય પાછો આવશે કે પછી બસ યાદો માં જ રહી જશે વર્ષા! બંને ઉદાસ હતા. અંતે વર્ષા એ જીગર ને કહ્યું - ચાલ જીગર તું તારું ધ્યાન રાખજે.

વર્ષા આટલું જ કેહતા તેની હોસ્ટેલ બાજુ ચાલવા લાગી. જીગર ત્યાંજ ઉભો રહ્યો અને વર્ષા ને જોવા લાગ્યો. અને જ્યા સુધી વર્ષા એ બત્રા સિનેમા થી ટર્ન લીધો ત્યા સુધી જીગર વર્ષા ને જોતો જ રહ્યો.

to be continue...
ક્રમશ: આવતીકાલે
જયદીપ સોનારા "વિદ્યાર્થી"