🚔માડી હું કલેકટર બની ગયો 🚔
ખંડ - ૧૪
જીગર - હેલ્લો હું જીગર બોલી રહ્યો છું. વર્ષા!
વર્ષા - જીગર તું ? શું તું ગાંધીનગર થી વાત કરશ?
જીગર - હા, વર્ષા
શું વર્ષા બધુજ ભૂલી ગઈ છે ? છોકરીઓ શું ઝડપ થી આટલું બધું ભૂલી જાય છે ? કે પછી ભૂલવાનું નાટક કરે છે વર્ષા ? જીગર ને કઈ સમજ માં ન આવ્યું. પણ તેને વર્ષા સાથે વિતાવેલ સમય સારી રીતે યાદ છે!
જીગર - હું તારા વગર નથી રહી શકતો વર્ષા! તારા નંબર ઘણા સમય પછી મળ્યા ને આજે ફોન કર્યો. આંખ બંધ કરીને, આંખોમાં વર્ષા ને જોતા, ધીમા અને ડગમગતા આવજે જીગરે વર્ષા ને કહી દીધું.
વર્ષા - જીગર, આ તું શું કઈ રહ્યો છે? તારે અત્યારે તારી તૈયારી પર ધ્યાન આપવું જોઈએ. તારી મુખ્ય પરીક્ષા કેવી ગઈ ?
જીગર - અંગ્રેજી માં એક નિબંધ ખોટો લખ્યો હતો એટલે બીજા પેપર ચેક ન થયા વર્ષા! દુઃખી અવાજે કહ્યું.
વર્ષા થોડો સમય ચૂપ રહી.
પછી વર્ષા એ જીગર ને સમજાવતા કહ્યું - જીગર, આ સમયે તારે તૈયારી સિવાય બીજું કઈ જ વિચારવું ન જોઈએ. ખુબ જ મુશ્કેલી થી મુખ્ય પરીક્ષા માં બેસવાનો મોકો મળે છે. અને એમાં પણ તું આવી સામાન્ય ભૂલ કરીને આવ્યો! શું આવી રીતે તું આઈ.એ.એસ બનીશ. તું જ કે!... તું તારી તૈયારી માં રહેલી ભૂલોને શોધવાને બદલે.....
જીગર કંઈજ કહી ના શક્યો. ફક્ત વર્ષાની વાતને સાંભળતો રહ્યો.પણ વર્ષાની વાતો થી તેનું અધૂરું મન ભરાઈ રહ્યું હતું. હવે ભરેલ આ મન માં કોઈ ભય કે અશંકા ન હતી. ના વર્ષા ના પ્રત્યે ના તેના ભવિષ્ય પ્રત્યે...!
વર્ષાએ કહેલ એ વાત ને મન માં બેસાડી પાછો રૂમ પર આવ્યો. બીજા પ્રયત્ન ની upsc ની પ્રિલીમ પરીક્ષાને આડે હવે ખાલી ત્રણ મહિના જ બચ્યા હતા.
જીગરે તેની ડાયરી ઉપાડી અને તેમાં લખ્યું - " હું તારી ઉમ્મીદ ને તૂટવા નહી દઉં, તે મને સાચો રસ્તો બતાવ્યો છે, જો હું તારાથી વાત ન કરત તો મને રસ્તો ન મળત. હવે મેહનત ના દિવસો આવી ગયા છે. હવે મારે લગાતાર મેહનત કરવી જોઈએ "
દિવસ ના અગિયાર વાગી ગયા હતા. જીગર અને પંડિતે નક્કી કર્યું કે આજે સાત - આઠ કલાક વાંચશે. બાજુના રૂમ માં ગુપ્તા રહેતો હતો. ત્યાંજ શાન કોઠી ની નીચે એસ.ટી.ડી પર સંગીતાનો ફોન આવ્યો. સંગીતા એ પંડિત ને કહ્યું તે મળવા માટે રૂમ પર આવી રહી છે. પંડિત નો દિવસ ના સાત આઠ કલાક વાંચવાનો વિચાર પાછળ છૂટી ગયો. પણ જીગર વાંચતો રહ્યો. પંડિતે ખાલી દેખાડવા માટે ઇતિહાસ ની બુક ખુલી રાખી હતી પણ કાઈ વાંચી રહ્યો ન હતો. બોપર સુધી પંડિત આમ જ રાહ જોઈ રહ્યો હતો. પણ સંગીતા ન આવી. ક્યારેક પંડિત છત પર જાતો તો ક્યારેક નીચે જતો. આમજ ભૂત ની જેમ આખી શાન કોઠી માં ભટકતા ભટકતા સંગીતાની રાહ જોઈ રહ્યો હતો.
સાંજના પાંચ વાગે સંગીતાના આવ્યા બાદ પ્રેમી પંડિતે રાહત નો શ્વાસ લીધો. સંગીતા એ મોટી આંખોને નચાવતા કહ્યું - સોરી, થોડું મોડું થઈ ગયું બે દિવસ પછી મારા બહેન ના વિવાહ છે. તમે બંને જરૂર આવજો.
એટલું કેહતા સંગીતા એ એક કાર્ડ પંડીત ના ટેબલ પાસે રાખી દીધું.
પાંચ કલાક ના લાંબા સમય પછી પંડિત ને તેની પ્રેમિકાનો પાંચ મિનિટ નો જ સાથ નસીબ માં હતો. સંગીતાના ચાલ્યા ગયા પછી પંડિતે સંગીતા ની દીદી ના લગ્ન નું કાર્ડ ઉપાડ્યું અને ખુબ જ જીણી નજરે જોતો રહ્યો. પછી એની ઈચ્છા ટેપ પર ગીત સાંભળવાની થઈ. હા પછી એને એજ ગીત વાગળ્યું ફિલ્મ "મહોબત્તે" નું આંખીયા વાલી! ગીત નો અવાજ ધીમે ધીમે પંડિત વધારી રહ્યો હતો. જીગરે ધીમો રાખવાનું કહ્યું પણ કઈ જવાબ ન આપ્યો. ત્યાંજ બાજુના રૂમ માંથી ગુપ્તા એ આવીને કહ્યું - ઓય, પંડિત ટેપ નો અવાજ ધીમો કર તો....!
પંડિતે આવાજ ધીમો કરી દીધો પણ ગુપ્તા ના ગયા પછી પાછો વધારી દીધો.
સંગીતના બહેન ના લગ્ન માં જવા માટે પંડિત અને જીગર તૈયાર થઈ ગયા. ગુપ્તા ના એક મિત્ર પાસે લાલ રંગની મારુતિ કાર હતી, કાર માં જવાથી પંડિત પ્રત્યે ની ભાવના સંગીતાની અલગ હશે એવુ વિચારી પંડિતે ગુપ્તા અને તેના મિત્ર બંને ને કાર લઈને લગ્ન માં આવવાનું કહ્યું. અને ચારેય લગ્નમાં પોંહચ્યા.
લગ્નમાં તૈયાર થયેલ સંગીતાને જોઈને પંડિત આશ્ચર્યચંકિત થઈ ગયો.
પંડિતે કોણી મારતા ગુપ્તા ને કહ્યું - જો ગુપ્તા, સંગીતા કેવી સુંદર લાગે છે.
ગુપ્તા સ્પષ્ટ ઉદેશ્ય થી આવ્યો હતો, તેને બેકાર ની વાતો માં કોઈ જ રસ ન હતો. ગુપ્તા એ સમય બરબાદ ન કરતા પ્લેટ ઉપાડી અને જમવાની પ્લેટ લઈને તે પંડિત પાસે આવ્યો.
ગુપ્તા - પંડિત, મટર- પનીર સારું બન્યું છે. તું પણ પ્લેટ લેતો આવ. જાજો સમય અહીંયા બરબાદ કરવાની જરૂર નથી, રૂમ પર જઈને વાંચવાનું પણ બાકી છે.
પંડિત ને આ રોમેન્ટિક સમય માં વાંચવાની યાદ અપાવી દીધી, પણ પંડિત ની ભૂખ તરસ મરી ચુકી હતી. તે મેહમાનો સાથે વાત કરતી સંગીતાની મુસ્કુરાહટ ને એકી નજરે જોઈ રહ્યો હતી.
પંડિતે આ વખતે જીગર ને કોણી મારતા કહ્યું - જો જીગર, સંગીતા કેટલી ખુશ છે.
જીગર - મને લાગે છે કે પંડિત એ તારા કારણે જ ખુશ છે. પંડિત ને સંતુષ્ટ કરતા કહ્યું.
ગુપ્તા એ ઘણા સમય થી દહીંવડા ખાધા ન હતા. એને દહીંવડા ખાતા ખાતા કહ્યું - પંડિત, દહીંવડા મસ્ત બન્યા છે, ખાઈશ?
સંગીતાને જોતા ડિસ્ટર્બ કરતા ગુપ્તાને પંડિતે કહ્યું - તું ઠૂસ!
અચાનક જ ગુપ્તા એ કહ્યું - પંડિત તારી આંખો ફૂટી ગઈ છે કે શું ?
પંડિત - અડા અવળી વાત ન કર ગુપ્તા, તને અહીંયા લયાવીને મે મોટી ભૂલ કરી દીધી.
ગુપ્તા - ગુપ્તા એ ચાસણીવાળા ગુલામજાંબુ નો આનંદ લેતા લેતા કહ્યું - સંગીતા તારા કારણે ખુશ નથી! તેની બાજુમાં જો કાળા કોટમાં તારા થી લાંબો અને સુંદર છોકરો ઉભો છેને! એના લીધે આટલી ખુશ છે.
પંડિત અને જીગરે નજર ફેરવી જોતા સંગીતા એ છોકરા સાથે હસતા હસતા વાત કરી રહી હતી પંડિતે વિરોધ કરતા ગુપ્તાને કહ્યુ- ગુપ્તા તું પણ કેટલો મૂર્ખ છે, તે છોકરો કોઈ મેહમાન પણ હોઈ શકેને !
ગુપ્તા - ના માન પંડિત પણ એ છોકરા સાથે જ ચક્કર છે સંગીતાનું! તું બેકાર માં પંડિત બંને ની વચ્ચે પડ્યો છે.
પંડિત હવે આ વાત ને સિરિયસ લેવા લાગ્યો. દુઃખી પંડિતે ગુસ્સા માં કહ્યું - જા હું નથી માનતો તારી વાત.
ત્યાંજ સંગીતા ની નજર પંડિત અને જીગર પર પડતા તેને ત્યાં આવવા ઈશારો કર્યો બંને ગયા સાથે ગુપ્તા એક દહીંવડા ની બીજી પ્લેટ લઈને ત્યાં પહોંચ્યો.
સંગીતા એ શશાંક નો પરિચય કરાવ્યો કે શશાંક ઇંગ્લેન્ડ માં એક સોફ્ટવેર એન્જીનીયર છે. અને અમે બંને સારા મિત્રો છીએ.
ત્યાં ગુપ્તા એ હાથ માં પુરી લેતા લેતા પંડિત સામે જોઈને સંગીતાને કહ્યું - સંગીતા ઇંગ્લેન્ડ જઈને તું પંડિત ને ભૂલી ન જતી!
ત્યાં સંગીતા હસવા લાગી. તેને તેનું માથું "ના" માં હલાવ્યું, પંડિત ને હવે કોઈ ફર્ક ન પડ્યો કે સંગીતા ઇંગ્લેન્ડ જઈને તેને ભૂલે કે યાદ કરે.
સંગીતા એ જીગરની સામે જોઈને કહ્યું તમે બાધા જમીને જજો પંડિત ની સામે જોયું પણ નહી. આટલું કહીને સંગીતા અને શશાંક એકબીજાના હાથમાં હાથ રાખીને નીકળી ગયા.
ગુપ્તા - પંડિત હવે જશુ કે જમીને? એમ.એ વાળા ને લાત મારીને સોફ્ટવેર એન્જીનીયર સાથે તારી પ્રેમિકા નીકળી ગઈ. વાંચવા મંડો નહીંતર ક્યાય ના નઈ રહો.
જીગર - પંડિત હવે જમીને નીકળી મોડું થાય છે.
પંડિત - નથી ખાઉં ચાલો હવે બાધા....!
બાધા કાર માં બેસી ગયા ગુપ્તા એ કાર માં ગીત વગાડ્યું - કમબખ્ત ઇશ્ક હૈ જો સારા જહાં હૈ વોહ.....!!
બાધા શાન કોઠી પોંહચી ગયા. આ અવ્યવસ્થિત રાત માં વાંચવું શક્ય ન હતું. પંડિત રૂમ પર પડ્યો પડ્યો તેની પ્રેમિકા માટે દુઃખી થઈ રહ્યો હતો. "મ્હોબત્તે" ફિલ્મ નું ગીત અંખિયા વાલી...! ન વાગળતા પંડિતે હવે "લગાન" ફિલ્મ નું ગીત ઓ પાલન હારે નિર્ગુણ ઔર ન્યારે તુમ્હરે બિના અબ હમારા કોઈ નહી....!! વગાળ્યું. અને પલંગ પર રોતો રહ્યો. તો એક બાજુ જીગર ને પણ આ ઘટના જોઈને હવે વર્ષા ની યાદ આવવા લાગી. બંને પ્રેમીઓ ભૂલી ગયા હતા કે એની પ્રિલીમ પરીક્ષા હવે સામે જ છે.
to be continue....
ક્રમશ : આવતીકાલે
જયદીપ સોનારા"વિદ્યાર્થી"