Maadi hu Collector bani gayo - 5 books and stories free download online pdf in Gujarati

માડી હું કલેકટર બની ગયો - 5

🚔માડી હું કલેકટર બની ગયો 🚔

ખંડ - ૫

જીગર થોડા દિવસ તેના ગામ ચાલ્યો ગયો. ઘરની આર્થિક પરિસ્થિતિ પણ ચરમસીમાં એ હતી એ જોઈને જીગરની આંખો ભરાય આવી. જીગરને જાણવા મળ્યું કે તેના પિતાજી એ કોઈ પાસે થોડા વ્યાજે પૈસા લીધેલ છે ખેતી કામ માટે!
માં એ જીગરને પાછો ગાંધીનગર જતી વખતે આગળના ખર્ચ માટે એક હજાર રૂપિયા આપ્યા. જીગર ની બી.એ પ્રથમ વર્ષની પરીક્ષા પણ નજીક હતી ગામડે થી આવીને જીગરે ગાંધીનગર સેકટર ૬ મા રૂમ ની વ્યવસ્થા કરી લીધી હતી. જ્યારથી જીગરે ગુરુજીનો રૂમ છોડ્યો હતો ત્યારથી મોના એને ક્યારેય મળી ના હતી.
સેકટર ૬ માં જીગર આજુબાજુ વાળા સાથે ભળી ગયો. આમજ પ્રથમ વર્ષની પરીક્ષા આપી અને પાસ થયો. અંગ્રેજી લિટરેચર માં પાસિંગ માર્ક મળવાથી ટોટલ ફક્ત ૫૫% થઈ ગયો.

કોલેજ ની રાજાના એ દિવસો ગામ માં વિતાવ્યા બાદ બીજા વર્ષના અભ્યાસ માટે પાછો ગાંધીનગર આવી ગયો.
ડિસેમ્બર ના એક દિવસે સુરજ અને પંકજે જીગરને પૂછ્યું કે વિવેકાનંદ કેન્દ્ર દ્વારા એક શિબિર નું આયોજન કરવામાં માં આવ્યુ છે, જીગર તારે આવવું છે? તારે આવવુ જોઈએ!
વિવેકાનંદ કેન્દ્રની વધુ માહિતી આપતા સૂરજે જણાવ્યું કે સમાજસેવી સંગઠન જે યુવાન માણસોને દેશભક્તિ અને સમાજસેવા માટે પ્રેરિત કરે છે.
જીગરને આ પ્રસ્તાવ સારો લાગ્યો. આશ્રમ ગાંધીનગરમા જ હતો જીગરે ૧૦૦ રૂપિયા ફી આપીને સૂરજ અને પંકજ સાથે શિબિર માં ગયો.

સવારે શિબિરની ગતિવિધિ શરૂ થઈ ગઈ શ્લોકપાઠ થી શિબિરની શરૂઆત થતી અને મહાપુરુષ ના જીવનરુપી પ્રેરણા આપવા મહાન વક્તાઓ શિબિરમાં આવતા હતા. ગુરુજી યુવાઓ વચ્ચે ચર્ચાઓ થતી જીગર આ બધી ગતિવિધિઓ માં સામેલ થવા લાગ્યો.

એને એક વિસ્તૃત સમજ વિકાસવા લાગી હતી. જ્યા તે ઘણું બધુ શીખવા માંગતો હતો અને જીગરના વ્યક્તિત્વમાં પણ મહદઅંશે નિખાર જોવા મળ્યો. આમ શિબિર નો અંતિમ દિવસ પૂરો થયો અને જીગર પ્રતિયોગિતા માં બીજા નંબરે આવવાથી તેને પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું.

જીગરે હવે તેના કોર્સ ની બુકો ને સાઈડમાં મુકી ને સ્વામી વિવેકાનંદ સાહિત્ય ને વાંચવાનું ચાલુ કર્યું. જીગરની બીજા વર્ષની પરીક્ષા પણ નજીક આવી રહી હતી. પરંતુ તેની અંદર દેશ સેવા ની ભાવના ઉત્પન્ન થવા લાગી. એને લાગતું હતું કે તેના માટે વિવેકાનંદ કેન્દ્ર સિવાય બીજું કશું નથી તેની તીવ્ર ઈછા હતી કે કેન્દ્ર્ માં રહીને સેવા કરે આમ upsc ની તૈયારી નો વિચાર પાછળ છૂટવા લાગ્યો.

આમ બીજા વર્ષની પરીક્ષા આપી પાસ થયો અને પાછો તે ફાઇનલ વર્ષની તૈયારી મા લાગી ગયો. જીગર પાસે હવે રહેવા માટેના પૈસા પણ ખૂટવા લાગ્યા હતા. રાજા ના એ દિવસો માં તે ગામડે ચાલ્યો ગયો.

ઘરે જતા ખબર પડી કે જીગર ની માં હવે બીજાના ખેતરે કામ કરવા જય છે. અને તેના પિતા પણ હવે દેણા ના નીચે ડૂબતા જતા જોવા મળ્યા. આ બધી પરિસ્થિતિ જોતા જીગર ને એ દિવસો યાદ આવ્યા કે વિવેકાનંદ શિબિર માં સેવા કરવાની ઈછા ના લીધે તે તેના લક્ષ્ય એટલે કે upsc થી બિલકુલ દૂર થતો જોવા મળતો હતો તેને અંદર થી ખુબજ દુઃખ થવા લાગ્યું. અને હવે તેને નક્કી કાર્યું કે લક્ષ્ય સિવાય તે હવે બીજે ધ્યાન પણ નહી આપે અને આમ જ એ આખી રાત વિચારતો રહ્યો.

બીજા દિવસે ટ્રેન ના જનરલ ડબ્બા માં બેસી ને બી.એ ફાઇનલ વર્ષની તૈયારી માટે જીગર ગાંધીનગર પહોંચ્યો.
જીગરને હજુ કઈ ખબર ના હતી કે upsc ની તૈયારી માટે શુ વાંચે ? કઈ રીતે તૈયારી કરે? બધી જ રણનીતિ વિશે એમે કોઈ જ ખબર ના હતી. હજી સુધી એને કોઈ એવુ ગ્રુપ ન હતું મળ્યું કે જે તેને આ બધું શીખવી શકે!

એક દિવસ પંકજે જીગરને કહ્યું કે લાઈબ્રેરી માં તેનો કોઈ પરિચિત gpsc ની પ્રિલમ પરીક્ષા પાસ કરી લીધી છે અને હવે મુખ્ય પરીક્ષા ની તૈયારી કરે છે. જીગર ને ભાગ્યે જ આવો મોકો મળ્યો હતો આવા સિનિયર ને મળવા નો મોકો તે જવા દેવા માંગતો ન હતો.

દીપ સોની નામનો આ સિનિયર ગાંધીનગર ની શાનકોઠી નામની જગ્યાએ રહેતો હતો. બે માળ ની આ કોઠી હતી જેમાં ૧૨-૧૩ રૂમ હતા જેમાં psc ની તૈયારી કરવા વાળા છોકરાઓ રહેતા હતા. શાનકોઠી માં ભણવાનો સારો માહોલ હતો. દર વર્ષે આ કોઠી માંથી ચાર પાંચ છોકરા પ્રિલીમ પાસ કરી મુખ્ય પરીક્ષા આપતા હતા. અહીંના વિદ્યાર્થીઓ એક બીજા થી ચર્ચાઓ કરતા હતા. જેના થી psc તૈયારી કરતા વિદ્યાર્થી ને ઘણો લાભ થતો હતો.

જીગર અને પંકજ બંને દીપ સોની ના રૂમ માં પહોંચ્યા. દરવાજો અંદર થી બંધ હતો. પંકજે દરવાજો ખખડાવવા હાથ લંબાવ્યો કે તરત જ તેની નજર ત્યા લગાવેલ પોસ્ટર પર પડી જેના ઉપર દીપ સોની નું ટાઈમ ટેબલ લખ્યું હતું.
સવારે દસ થી સાંજે પાંચ સુધી વાંચવાનું, રાત્રે આઠ થી સવારના ચાર વાગ્યા સુધી વાંચવાનું, અને સવારે ચાર થી સવારના દસ સુધી સુવાનું!

જીગરે આ ટાઈમ ટેબલ કે જે દરવાજા બહાર લગાવ્યું હતું તે વાચ્યું આમતો આ સમય દીપ સોની ના ઉઠવાનો હતો. ઠીક દસ્ વાગે દરવાજો ખોલ્યો. દીપ એ બંને ને અંદર બોલાવ્યા. અંદર બેસવા માટે જગ્યા ન હતી, આખા પલંગ પર બુકો પડી હતી. કોઈક ખુલી તો કોઈક બંધ હતી!
આખા રૂમ માં મોટા મોટા ગુજરાત, ભારત, વિશ્વ ના નકશા લટકાવેલા હતા. તો ચાર્ટ સ્વરૂપે શોર્ટ નોટ લટકાવેલ હતી.

દીપ ના રૂમનો માહોલ અને એની મેહનત જોઈને જીગર આશ્ચર્યચંકિત થઈ ગયો. આટલી ખતરનાક મહેનત એને ક્યારેય જોઈ ન હતી.

દીપ સોની એ જણાવ્યું કે જો સિલેક્ટ થવું હોય તો રોજ ૧૪-૧૫ કલાક વાંચવું પડશે. સુવાનું, ખાવાનું, પીવાનું, ભટકવાનું બધું ભૂલવું પડશે. યારી દોસ્તી, ફિલ્મ,તમાશા, શાદી, રિશ્તેદારી, વગેરેને પાછળ છોડવા પડશે! દિપ સોની એ જણાવ્યું કે તે ગાંધીનગર માં જ તેનો પરિવાર રહે છે પરંતુ તેની તૈયારી માં કોઈ બાધા ન આવે એટલે તે રૂમ્ રાખીને તૈયારી કરે છે.
તેને કહ્યું કે વાંચતા રહો, થાક્યા વગર, અને થોભ્યા વગર!
જીગર- કેટલા સમયની તૈયારી માં કલેકટર બની શકાય?
દીપ - જો ઈમાનદારી થી તૈયારી હશે તો એક વર્ષમાં!

ત્યા સાડા દસ વાગ્યા દીપ એ તેની ઇતિહાસ ની બુક ખોલી વાંચવા લાગ્યો. ત્યા જીગર ને પંકજ દીપને જોવા લાગ્યા અંતે બંને એ નમસ્તે કરી ને બહાર નીકળ્યા. દીપ સોની એ નજર મિલાવ્યા વગર વાંચતા વાંચતા જ ડોકી હલાવી.

જીગરે પંકજ ને કહ્યું કેટલી ખતરનાક મહેનત કરે છે દિપભાઈ, હું પણ આવીજ મહેનત કરીશ, હું હવે અહીં કોઠી માં જ રૂમ રાખીને તૈયારીઓ કરીશ, બી.એ પૂરું થતા જ હું અહીં રૂમ લઈને ગંભીર તૈયારી ચાલુ કરી દઈશ.
પંકજે પણ તેની હા માં હામી ભરતા કહ્યું. હું પણ ત્યાંજ આવતો રહીશ મને પણ હવે psc ની તૈયારી ગંભીર રીતે કરવી છે.
to be continue...

ક્રમશ: આવતીકાલે
જયદીપ સોનારા " વિદ્યાર્થી"

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED