માડી હું કલેકટર બની ગયો - 6 Jaydip H Sonara દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

માડી હું કલેકટર બની ગયો - 6

🚔માડી હું કલેકટર બની ગયો 🚔

ખંડ - ૬

જીગરે ૫૫% માર્ક્સ સાથે બી.એ પૂરું કાર્યું. અને જીગરે તેની ડાયરી માં લખ્યું કે ' હવે મારે psc ના મેદાન માં ઉતરવું છે. હું શાનકોઠી માં રહીને સારી રીતે તૈયારી કરવા માંગુ છું.
તૈયારી પુરી ન હોવા છતાં જીગરે બી.એ પાસ જેવું થયું કે તરત જ અનુભવ લેવા માટે પહેલા gpsc નું ફોર્મ ભરી દીધું.
gpsc પ્રિલીમ પરીક્ષાનું કેન્દ્ર માધવ કોલેજ માં હતું. psc માં એક જ દિવસ માં બે પેપર હોય છે સામાન્ય રીતે પેલું પેપર પૂરું થયા પછી ના બે કલાક માં બીજું પેપર શરૂ થાય છે. જીગરે પણ પેલું પેપર આપ્યા બાદ બીજા પેપર ની રાહે એક ચબુતરા પાસે બેસી ને વાંચી રહ્યો હતો. ત્યાંજ એક છોકરો આવ્યો, જીગર સાથે હાથ મીલવ્યો અને તેનો પરિચય આપતા જીગરને કહ્યું " હેલ્લો હું સંદીપ પંડિત! તુ મને ખાલી પંડિત કહીશ તો સારું રહેશે." જીગરે તેનો પરિચય આપ્યો.

પંડિત - પેપર કેવું રહ્યું?
પછી જીગરનો જવાબ સાંભળ્યા વગર જ તે બોલ્યો- આમ તો પરીક્ષા હોલ ની બહાર નીકળતા જ સો માંથી નેવું પ્રશ્ન સાચા હોય છે! પણ જેમ જેમ પેપર ને બુક સાથે સરખાવતા માર્ક કપાતા જાય છે.

પછી ત્યા એક દ્રશ્ય જોવા મળ્યું જેમાં એક છોકરો બીજા નું પેપર ચેક કરી રહ્યો હતો. પેપર ચેક કરતી વખતે એ છોકરો તેની સામે વાળા ના છોકરાના જવાબ ક્રોસ કરી રહ્યો હતો. અને કેહતો હતો "તને આટલો સરળ પ્રશ્ન નથી આવળતો, આવો પ્રશ્ન રાતે નીંદર માં પૂછી લે તોય આવળી જાય, મુશ્કિલ છે ભાઈ તારું આ વખતે પ્રિલીમ માં પાસ થવું, આવ તારે ગાઈડન્સ જોઈએ તો મારા રૂમ પર!

પંડિતે એ છોકરા ને અવાજ લગાવતા કહ્યું - ગુપ્તા અહીં આવ! કેવું ગયું પેપર?

ગુપ્તા રાજસ્થાન નો હતો, અને આત્મવિશ્વાસ થી ભરેલ હતો એનો આત્મવિશ્વાસ પાછળ ના વર્ષે gpsc પ્રિલીમ પાસ થવાના કારણે વધુ હતો.
ગુપ્તા આવીને બોલ્યો - બહુજ મસ્ત પેપર ગયું. એમ જ સમજો કે પેપર ફાળી નાખ્યું!
ગુપ્તા એ જીગર સાથે હાથ મિલાવતા કહ્યું - હું મનોજ ગુપ્તા ગયા વર્ષે મે પ્રિલીમ પરીક્ષા પાસ કરી હતી, થોડાક માર્ક્સ ના લીધે હું મુખ્ય પરીક્ષા માં નિષ્ફળ થયો હતો , નહીંતર આજ હું ડેપ્યુટી કલેકટર હોત!

ગુપ્તા ની આવી મોટી મોટી વાતો પંડિત ને સારી ન લાગી પંડિતે પૂછ્યું - જૂની કહાની છોડો ગુપ્તા, આજ ના પેપર ના વિશે કહો!

સો માંથી નેવું સાચા છે, દસ માં ડાઉટ છે ગુપ્તા એ જોશ માં કહ્યું
પંડિતે ગુપ્તા ના હાથ માંથી પેપર લઈને જોતા કહ્યુ- ગુપ્ત વંશની સ્થાપના ચંદ્રગુપ્ત પ્રથમે નતી કરી શ્રી ગુપ્તે કરી હતી. આ ખોટો પડશે! ત્યા જ બેઠા બેઠા પંડિતે ગુપ્તા ના પંદર જેટલા પ્રશ્નો ખોટા સાબિત કરી દીધા. પરંતુ પોતાના ખોટા પ્રશ્નો હોવા છતાં ગુપ્તા તેના જવાબો સાચા જ માનતો હતો.

એને પંડિત ના હાથ માંથી પેપર લઈ લીધું બોલ્યો - રૂમ પર જઈને ચેક કરીશ, તારી વાત કેમ માનું ?
ગુપ્તા ચાલ્યો ગયો પંડિતે ગુપ્તા ના વ્યક્તિત્વ વિશે જીગર ને ઘણી વાતો કહી.

જીગર ને હવે પંડિત સાથે વાત કરવામાં મજા આવતી હતી તેને પંડિત ને તેના રૂમ નું અડ્રેસ આપ્યું, એને ઉમ્મીદ ન હતી કે પંડિત વાંચવામાં સાથ દેવા વાળો સરો વિદ્યાર્થી હશે. પંડિત ના રૂમ થી જીગર નો રૂમ નજીક જ હતો, એટલે પંડિત હર બીજા ત્રીજા દિવસે જીગર ના રૂમ પર આવવા લાગ્યો આમ બંને સાથે વાંચવા લાગ્યા બંને વચ્ચે સારી દોસ્તી બની ગઈ.

એક બાજુ જીગરની આર્થિક સમસ્યા વિકારાળ સ્વરૂપ ધારણ કરી રહી હતી. જીગર ને હવે ઘરે થી મહિને આવતા ખર્ચ ના એ એક હજાર રૂપિયા પણ બંધ થઈ ગયા. psc ની તૈયારી ના શરૂઆત ના દિવસો માં જ તેનો સામનો આર્થિક સંકટ સાથે થયો. આગળની તૈયારી માટે જીગર હવે શાનકોઠી માં શિફ્ટ થવા ના સપના જોઈ રહ્યો હતો પરંતુ વગર પૈસે તેનું હવે ગાંધીનગર માં રહેવું પણ મુશ્કેલ ભર્યું જણાય આવી રહ્યું હતું.
શાનકોઠી માં રહેવા માટે ઓછા માં ઓછા એક હજાર તો જરૂરી જ હતા પણ જીગર ને હવે ઘર થી પૈસા આવવાની કોઈ ઉમ્મીદ ન હતી. આર્થિક સંકટ ને કોસવાને બદલે અને દુઃખી થવાને બદલે જીગરે તેનો સામનો કરવાનો સંકલ્પ કર્યો.

જીગર શારીરિક માનસિક થકાન મેહસૂસ કરી રહ્યો હતો તેને તાવ આવી ગયો હતો. સાંજ નો સમય હતો રૂ છત પર નિરાશ બેઠો બેઠો આકાશ જોઈ રહ્યો હતો ત્યા પંડિત આવ્યો એને નરમ અવાજે સ્વાગત કર્યું. જીગર ની ડાયરી તેની પાસે જ હતી. બંને થોડી વાર ચૂપ ચાપ રહ્યા. ત્યાં જીગર ના હાથ માંથી ડાયરી લઈને પંડિત વાંચવા લાગ્યો ડાયરી ના અંતિમ પેજ જોયું એમાં જીગરે લખ્યું હતું.
" તારી આજે તબિયત ઠીક નથી, આજે ખીચડી બનાવીને ખાઈ લેજે"

પંડિત જયારે જીગરની ડાયરી વાંચતો હતો ત્યારે જીગર ને લાગતું હતું કે પંડિત તેના કષ્ટ ને સમજી રહ્યો છે પરંતુ પંડિત જયારે તેને ખરેખર ખીચડી બનાવી ખાવાની સલાહ આપીને ચાલ્યો ગયો ત્યારે જીગર સમજી ગયો તે ખરેખર શહેર ના છોકરાઓ માં સંવેદના નથી હોતી, એને કોઈના દુઃખ થી કઈ લેવા દેવા હોતો નથી.

સવારે જીગર ને તાવ વધી ગયો. તેની પાસે ડોક્ટર ને દેખાડવા માટેના પૈસા ન હતા. આખો દિવસ તે તાવ માં તપતો રહ્યો. બીજા દિવસે પણ જયારે તાવ ન ઉતાર્યો ત્યારે તે ત્યાં નજીક ના જૈન ક્લિનિક એ ગયો. ડોક્ટર ની સામે બેસી ને સૌથી પહેલા તેને કહ્યું - સર મારી પાસે તમારી ફી દેવાના પૈસા નથી

જીગર ને લાગ્યું કે સામે હકીકત સાંભળી ડોક્ટર દવા આપી દેશે. પરંતુ ડોક્ટર ભાવુક અને સરળ ન હતો. ડોકટરે જીગર ને તેના દવાખાના માંથી જતા રહેવાનું કહી દીધું. જીગર ડોક્ટર ના વ્યવહાર થી અંદર થી દુઃખી થઈ ગયો. તે વિચારતો રહ્યો કે ડોક્ટર જેવા પવિત્ર વ્યવસાય માં પણ કોઈ ડોક્ટર આટલો કઠોર કઈ રીતે રહી શકે?

આમ હવે જીગર ને એક બાજુ તાવ અને અને બીજી બાજુ શારીરિક, આર્થિક અને માનસિક હાલત ખરાબ થતી જોવા મળી. જીગર પાસે હવે તેના ગામડે જવા સિવાય બધા બીજો રસ્તો ન હતો. એટલે તે રેલવે સ્ટેશન પહોંચ્યો વગર ટિકિટ તે એક નાની ટ્રેન માં બેઠો પછી જીગર ને યાદ નહીં ક્યારે બેહોશી અવસ્થા માં ટ્રેન ના એ ચાર કલાક નીકળ્યા અને એ ક્યારે ગામડે પહોંચી ગયો ?

ગામડે થોડાક દિવસ રહેવાથી જીગરની તબિયત સારી થઈ ગઈ.
માં એ જીગરને એક દિવસ કહ્યું - " બેટા હવે તું ગાંધીનગર પાછો ચાલ્યો જા. ભણવામાં ધ્યાન દે. મારી પાસે વધુ તો પૈસા નથી પણ આ પાંચસો રૂપિયા દાળી ના આવેલ છે, તું રાખી લે! 😢

માં ની જીવટતા અને બેબસી જોઈને જીગર ની આંખો માં આસું આવી ગયા.
to be continue...

ક્રમશ: આવતીકાલે
જયદીપ સોનારા " વિદ્યાર્થી"