માડી હું કલેકટર બની ગયો - 47 Jaydip H Sonara દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

માડી હું કલેકટર બની ગયો - 47




🚔માડી હું કલેકટર બની ગયો 🚔

ખંડ -૪૭

આજે જુનિયર આસિસ્ટન્ટ ની પરીક્ષા લેવામાં આવનાર હતી. રૂદ્ર એ તેના માટેની બધી જ સિસ્ટમેટિક તૈયારી કરી જ હતી. ઘરે થી આવ્યા ને તે આ જ મિશન માં લાગી ગયો હતો. આજે ચાર મહિના ની તૈયારી માં તેને આ પરીક્ષા હેમખેમ આપી દીધી. અને બે મહિના જેવા સમય માં અંતે રિઝલ્ટ જાહેર થયું. અને રિઝલ્ટ જોઈને રૂદ્ર એ હશકારો અનુભવ્યો કેમ કે તેને હવે એક સરકારી નોકરી તો મળી જેથી હવે તે તેની આર્થિક સમસ્યાનો સામનો કરવો ખુબ જ સરળ રહેશે.

આજે રૂદ્ર ખુબ જ ખુશ હતો. આજે તેની નિમણુંક પત્રક લેવા માટે ગાંધીનગર મહાત્માગાંધી મંદિર ના એ હોલ માં ગયો ત્યાં જઈને તેને ખુબ જ નવાઈ લાગી. તેના જેવા જ ઘણા ઉમેદવારો અહીંયા આવેલ હતા. સામે સ્ટેજ પર મુખ્યમંત્રી અન્યમંત્રી અને સચિવો પણ બેઠેલ હતા. રૂદ્ર બધા ઉમેદવારો સાથે જ પોતાની જગ્યા એ બેઠો હતો. થોડા સમય માં નિમણુંકપત્ર આપવાનો કાર્યક્રમ શરૂ થયો. રૂદ્રને પણ અંતે પોતાનો નિમણુંકપત્ર મળી ગયો. હા....તેને ગાંધીનગર સચિવાલયમાં સચિવશ્રી આદિજાતિ ના આયોગમાં તેની નિમણુંક થઈ હતી. આજે તે સચિવાલયમાં નોકરી સ્થળે હજાર થવાનો દિવસ હતો.

તે ખુબ જ ઉત્સાહથી ગાંધીનગરની એ મધ્યસ્થ ગ્રંથલાયમાંથી બહાર નીકળ્યો. સવારના દસેક વાગ્યે તે ચાલતો ચાલતો સચિવાલય પોહચ્યો. તેને બેગમાંથી પોતાનો નિમણુંકપત્ર જોયો જેમાં બ્લોક નંબર લખ્યા હતા.
તે ઝડપથી કર્મયોગી ભવન ના ત્રીજા માળે આદિજાતિ વિભાગમાં ગયો. ત્યાં એક સિનિયર કલાર્ક દ્વારા તેમના ડોક્યુમેન્ટ ને ચકાસવામાં આવ્યા ત્યારબાદ રૂદ્રને સામેની કેબીન બતાવતા એ સિનિયર ક્લાર્કે કહ્યું. આ તારી કેબીન છે સચિવશ્રી ની અહીંયા જ ઓફિસ છે એટલે કામ માં ચોકસાઈ રાખવી પડશે. તેને કોમ્પ્યુટર અને જુનિયર ક્લાર્ક તરીકે ની રૂદ્ર ની ફરજ ને ફરીથી વાગોળવા લાગ્યો. અંતે તેને કહ્યું ચાલ હવે સચિવશ્રી આવી ગયા હશે તેને મળી લે. આગળ આગળ તે સિનિયર ક્લાર્ક અને તેની પાછળ પાછળ રૂદ્ર જઈ રહ્યો હતો. ત્યાં રૂદ્રએ સચિવશ્રીની નેમ પ્લેટ વાંચીને તે ચોંકી ગયો અને ત્યાં જ ઉભો રહી ગયો. તેમાં લખ્યું હતું - પંકજ જોશી (સચિવશ્રી આદિજાતિ વિભાગ) પેલા સિનિયર ક્લાર્કે આગળથી અવાજ માર્યો ચાલ જલ્દી સાહેબ આવી ગયા છે. રૂદ્ર અંદર ગયો.

ત્યાં જઈને પેલા સિનિયર ક્લાર્કે નમસ્તે કરતા કહ્યું સાહેબ આજે જુનિયર ક્લાર્ક તરીકે રૂદ્રભાઈની નિમણુંક થઈ છે. ત્યાં જ પંકજે મુસ્કુરાતા મુસ્કુરાતા બંનેને બેસવાનો ઈશારો કર્યો. પંકજે રૂદ્રને કહ્યું કે તે અહીંયા એકદમ નિશ્ચિત થઈને નોકરી કરે. અને સાથે તૈયારીમાં પણ પૂરતું ધ્યાન આપે.
રૂદ્ર માટે આ તો સારો મોકો હતો કેમકે તેની આર્થિક સમસ્યા તો પુરી થઈ જ ગઈ પણ સાથે પંકજ જેવા અધિકારીનું માર્ગદર્શન વડે તે હવે જલ્દી જ સફળ થઈ જશે.

પંકજે રૂદ્રને જોઈને કહ્યું - શું તે અમારી બુક આખી વાંચી છે?
રૂદ્ર - નહી સાહેબ, હજી તો થોડી બાકી છે. પણ સાહેબ મને તો ગુપ્તાની ચિંતા થાય છે કે તેનું શું થયું હશે.
પંકજ - હસવા લાગ્યો. તેનો જવાબ તો તને ત્યાં જ મળશે.

અંતે પંકજે રૂદ્રની તરફ જોઈને કહ્યું કે upsc નું નોટિફિકેશન જલ્દી જ આવવાનું છે હવે તારે તેમાં સાચી દિશામાં મેહનત કરવી જોઈએ. પંકજે ઘણો સમય માર્ગદર્શન આપ્યા બાદ રૂદ્ર હવે પોતાના કામે લાગ્યો.

આમ જ રૂદ્ર નો એ ઓફિસ નો ક્રમ અને તૈયારી નો એ દૌર શરૂ થયો.

આજે રવિવારનો દિવસ હતો. રૂદ્ર ફટાફટ તૈયાર થઈને ગાંધીનગરની એ મધ્યસ્થ ગ્રંથલયમાં ગયો. તેને જીગરની બુક ના પાના ઉઠલાવ્યા અને તે બુક વાંચવાનું શરૂ કર્યું.
તેને આમતો જીગરના ઘણા કિસ્સાઓ વાંચવામાં આવ્યા પરંતુ તેને એક કિસ્સો ખુબ જ પસંદ આવ્યો જેને તે વાંચવા લાગ્યો...

to be continue...
ક્રમશ...
જયદીપ સોનારા "વિદ્યાર્થી"