Maadi hu Collector bani gayo - 21 books and stories free download online pdf in Gujarati

માડી હું કલેકટર બની ગયો - 21

🚔માડી હું કલેકટર બની ગયો 🚔

ખંડ - ૨૧

વરુણ સમજી ગયો કે જીગર ના દિલ પર ચોટ લાગી છે. પછી વરુણ એ જીગર ને કહ્યું - કાલે આવ્યો હોત તો, રાત્રે બાર વાગ્યે આવાની કોઈ ખાસ જરૂર ?

જીગર - હવે મારી પાસે બિલકુલ સમય બચ્યો નથી. એક એક મિનિટ હવે મારા માટે કિંમતી છે.

વરુણ એ તેના હાથ માં ઘડિયાળ ડિજિટલ ઘડિયાળ કાઢી અને જીગર ને આપતા કહ્યું - હવે તું તૈયારી ની સાચી દિશા માં આવી ગયો છે જીગર, આ ખુશી માં આ ગિફ્ટ મારા તરફ થી!
જીગર - થેન્ક યુ વરુણ ભાઈ, પણ મને ગિફ્ટ ની જરૂરત નથી તમે તૈયારી ની કોઈ ટિપ્સ બતાવશો તો મને ફાયદો થશે.

જીગરે ચુપચાપ વરુણ એ આપેલ ડિજિટલ વોચ તેના હાથ માં બાંધી દીધી. વરુણ એ જીગર નો હાથ પકડી અને ડિજિટલ વોચ માં એક બટન દબાવ્યું અને કહ્યું - જીગર આ સ્ટોપ વોચ છે, હવે હું તને વાંચવાનો નિયમ બતાવીશ, સ્ટોપ વોચ મે ચાલુ કરી દીધી છે. જેટલો સમય હું વાત કરીશ એટલો સમય આ વોચ માં બતાવશે. તારો સમય શરૂ થાય છે હવે....!!

વરુણ એ આગળ કહ્યું - જીગર , ૨૨ માર્ચ એ આઈ.ઈ.એસ ની પ્રિલીમ પરીક્ષા છે. મતલબ કે ફકત એક જ મહિનો બચ્યો છે. આ એક મહિના માં હવે તારે ફક્ત પ્રિલીમ પરીક્ષા ની તૈયારી કરવાની છે અત્યારે મુખ્ય પરીક્ષા ને ભૂલી જા.

વાત ને આગળ વધારતા વરુણ એ કહ્યું - જીગર તું આગળ ના વર્ષો માં લેવાયેલ પેપર સોલ્વ કરજે ક્યારેક આગળ ના વર્ષો ના પ્રશ્નો સીધા જ આવી જાય છે. પ્રિલીમ માં તારે હજારો પ્રશ્નો ની પ્રેક્ટિસ કરવી પડશે. સિલેબસ નો કોઈ પણ ટોપિક ને છોડવાનો નથી.

જીગર વરુણ દ્વારા આપવામાં આવેલ આ ટિપ્સ ને લખી પણ રહ્યો હતો. વરુણ એ સામાન્ય અધ્યયન માં બતાવ્યું કે - આજ કાલ કરેન્ટ અફર્સ માંથી વધુ પ્રશ્નો પુછાય છે. એટલે મહિના માં આવતી પત્રિકાઓ માંથી તું કરેન્ટ અફર્સ પર વધુ ધ્યાન આપજે.

આટલું કહીને વરુણ એ જીગર ની હાથ માં બાંધેલ એ સ્ટોપવોચ બંધ કરી દીધી. પછી કહ્યું - જીગર, મારી વાત પુરી થવામાં બાર મિનિટ અને સોળ સેકન્ડ થઈ!

વરુણ એ કહ્યું - તું રોજ કેટલા કલાક વાંચશ?
જીગર - વિચારતા કહ્યું દસ કલાક
વરુણ એ હસતા કહ્યું - સાચે?
જીગર ચૂપ થઈ ગયો. કેમકે જીગરે વાંચવાના કલાકો ક્યારેય ગણ્યા ન હતા.

વરુણ - હવે તારે એક એક મિનિટ નું ધ્યાન રાખવું પડશે, એટલે આ સ્ટોપ વોચ તારા હાથ માં હંમેશા રાખજે. જયારે વાંચવા બેસ ત્યારે સ્ટોપ વોચ ચાલુ કરી દેજે અને જયારે ન વાંચ ત્યારે બંધ કરી દેજે. આમ સ્ટોપ વોચ તને વાંચવાના સમય નો હિસાબ આપશે. આઠ કલાક આવે તો ખરાબ, દસ કલાક પર સારું, અને બાર કલાક આવે તો સૌથી સારું..!!
હવે તારે સેલ્ફ મોટીવેટ થઈને તૈયારી કરવી પડશે.

જીગરે આવી રીતે તૈયારી ક્યારેય કરી ન હતી. અને આવી રીતે કલાકો નો હિસાબ તો ક્યારેય નહી. જીગર ની સામે બુક રાખેલ હોય અને એ રૂમ પાર્ટનર પંડિત સાથે વાતું કરતો હોય અને એને એવુ લાગતું કે આજે દસ કલાક વાંચી લીધું.

જીગર વરુણ ના રૂમ પરથી ઉત્સાહિત થઈને તેના રૂમ પર પોંહચી ગયો. અને બીજા દિવસે તેને વર્ષા સાથે વાંચવાની આ નવી રણનીતિ વિશે વાત કરઅને.
જીગર, વરુણભાઈ એકદમ સાચું કઈ રહ્યા છે. હું હવે ઉતરાખંડ psc ની તૈયારી પર ફોક્સ કરીશ. આ વર્ષે આઈ.એ.એસ ની પરીક્ષા હું નહી આપું. પણ તારે હવે આ વર્ષે પૂરું ફોક્સ આઈ.એ.એસ ની તૈયારી માં લગાવવાનું છે. હવે તો પરીક્ષામાં સફળ થવાનુંજ છે. હું મારા જીગર ને આઈ.પી.એસ બનતા જોવા માંગુ છું. એક દિવસ પહેલાજ જીગર ના પ્રેમ ને સ્વીકારતા વર્ષા એ કહ્યું.

જીગરે હવે તૈયારી શરૂ કરી શરૂઆત માં સ્ટોપ વોચ માં વાંચવાનો સમય છ કલાક થી આગળ વધતો જ ન હતો. પણ ધીરે ધીરે સ્ટોપ વોચ માં સમય દસ અને બાર કલાક સુધી પોંહચી ગયો. આજ રીતે મહિના માં જ જીગર ની પ્રિલીમ ની પરીક્ષા ની સારી એવી તૈયારી થઈ ગઈ હતી.

વર્ષા ઈચ્છતી હતી કે જીગર ફક્ત તેની તૈયારી માં ન ધ્યાન આપે. એટલે વર્ષા એ જીગર ને સાંજે કૂતરાને ફેરવાનું કામ બંધ કરવાનું કહ્યું. અને વર્ષા એ એક છોકરી ને તેના રૂમ પાર્ટનર રાખી લીધી જેનાથી વર્ષા ના મહિનાના એક હાજર રૂપિયા બચવા લાગ્યા જે જીગર ના રૂમ નું ભાડુ ભરવામાં કામ આવવા લાગ્યા. જીગરે હવે વર્ષા ના કહેવાથી એ કામ છોડી દીધું અને પૂરું ફોક્સ આઈ.એ.એસ ની તૈયારી માં લગાવી દીધું.

પ્રિલીમ પરીક્ષા થઈ ગઈ. જીગર ને પરીક્ષા આપ્યા બાદ કોઈ જ શંકા ન હતી. વર્ષા એ આ વખતે આઈ.એ.એસ ની પરીક્ષા ન આપતા ઉત્તરાખંડ psc ની પ્રિલીમ પરીક્ષા આપી.

પ્રિલીમ પરીક્ષા ના બીજા જ દિવસે વિકાસ સર ની દૃષ્ટિ કલાસ માં પાછળ ના વર્ષે આઈ.એ.એસ બનેલ સૌરભ રાવ પરીક્ષાર્થીઓ ને ટિપ્સ આપવા માટે આવેલ હતા. જીગર અને વર્ષા પણ અહીં પોહચ્યાં. જીગર મુખ્ય પરીક્ષા માટે સટીક રણનીતિ ની શોધ કરી રહ્યો હતો. જીગરે સૌરભ રાવ સર ને પૂછ્યું - સર મુખ્ય પરીક્ષા માં વધુ માર્ક્સ મેળવવા શુ કરવું?

સૌરભ રાવ - મુખ્ય પરીક્ષા માં નિબંધાત્મક અને વિસ્તાર થી પ્રશ્નો લખવાના હોય છે. રણનીતિ એક જ છે કે વધુ માં વધુ યાદ કરો, વધુ માં વધુ લખવાની પ્રેક્ટિસ કરો, પરીક્ષાના પાછળ ના પ્રશ્નો સોલ્વ કરો, અને ઘણા બધા મોક ટેસ્ટ આપતા રહો.

સૌરભ સર ના કલાસ પુરા થયા પછી જીગરે વર્ષા ને કહ્યું - વર્ષા ! હવે મને ખબર પડી ગઈ કે હું પાછળ ના વર્ષે કેમ મુખ્ય પરીક્ષા માં ફેઇલ થયો હતો. મે ખાલી નોટ્સ જ વાંચ્યા હતા. પણ મે એને યાદ કરીને લખવાની પ્રેક્ટિસ તો કરીજ ન હતી. અને મોક ટેસ્ટ તો આપ્યાજ ન હતા. ખાલી વાંચતા રહેવાથી કંઈજ ફાયદો નહી થાય લખવું પડશે.

બંને મુખર્જીનગર ના શક્તિ પુસ્તક ભંડાર પાસે પોહચ્યાં. જીગરે પાંચસો કાગળ ના બે પેકેટ ખરીધા અને વર્ષા ને કહ્યું - એક મહિના માં પાંચસો પેજ એટલે મહિનાના લગભગ વીસ પેજ લખવાના છે વર્ષા! તું ઉત્તરાખંડ મુખ્ય પરીક્ષા ની તૈયારી કર ને હું આઈ.એ.એસ મુખ્ય પરીક્ષાની. હવે રોજ આપણે વીસ પેજ લખીશું. પેહલા યાદ કરીશું પછી લખીશું અને મોક ટેસ્ટ પણ આપીશું અને આ આખો કાર્યક્રમ પરીક્ષા સુધી ચાલુ રાખીશુ.
જીગર - પણ હું સરો જવાબ ન લખી શક્યો તો?
વર્ષા - પરીક્ષા માં ગંદો જવાબ લખવા કરતા અહીંયા લખીને તારી ભૂલો ને શોધીને એને સુધારી પણ શકીશને!
જીગર - સાચું કહેશ તું...આ વખતે હું એટલું લખીશ કે આખા જીવન માં મે ક્યારેય ન લખ્યું હોય.

to be continue...
ક્રમશ : આવતીકાલે
જયદીપ સોનારા "વિદ્યાર્થી"

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED