Maadi hu Collector bani gayo - 44 books and stories free download online pdf in Gujarati

માડી હું કલેકટર બની ગયો - 44

🚔માડી હું કલેકટર બની ગયો 🚔

ખંડ -૪૪

સમય વિતવા લાગ્યો. સમયના પૈડા અહીંયા ક્યાં રોકાય છે તે કોઈકને કુચલી નાખે છે તો કોઈકને તૈયારી મંજિલ સુધી પોંહચાડી જાય છે. મુખર્જીનગર નો સંપૂર્ણ કલાક્રમ પંકજ અને પંડિત માટે પૂરો થયો. પંકજ અને પંડિત પોતપોતાના ઘરે જવા રવાના થયા. પંકજ હવે મસૂરી ની સફર ખેડવાનો હતો અને પંડિત સરદાર પટેલ આઈ.પી.એસ એકેડમી હૈદરાબાદ ની! અહીંથી બંને ના રસ્તાઓ અલગ થઈ રહ્યા હતા. પંકજે પંડિતનો આભાર વ્યક્ત કર્યો.

પંકજ - પંડિત, તે મને ઘણી મદદ કરી છે. એ બદલ તારો આભાર.
પંડિત - પંકજ, અહીંથી હવે આપણે મળી ન મળીએ પરંતું આપણે અહીં સુધી કેવી રીતે પોહચ્યાં છીએ તે ક્યારેય ન ભૂલવું જોઈએ.
પંકજ - હા પંડિત, એજ સંઘર્ષ તો આપણી હિંમત છે.

આમ બંને પોતાનો સામાન લઈને શુક્લા ટી સ્ટોલ પર પોહચ્યાં જ્યાં ગુપ્તા તેને મળવા આવવાનો હતો. બંને શુક્લા ટી સ્ટોલ પર બેઠા હતા. સામેથી ગુપ્તા આવી રહ્યો હતો. ગુપ્તા એ આવતા જ એક ઠહાકો લગાવતા કહ્યું

ગુપ્તા - કેમ પંડિત, હજી થોડો સમય અહીંયા જ રોકાઇ જા.
પંડિત - તું પણ હવે અહિયાંથી જલ્દી નીકળવાનું વિચાર ગુપ્તા
ગુપ્તા - પંડિત હવે બધા જ અહીંથી નીકળી રહ્યા છે શાયદ હવે મારો વારો પણ છે.
પણ હું તમને બંને ને ખુબ જ યાદ કરીશ.

પંડિત અને પંકજે હસતા હા કહ્યું.
આમ જ થોડો સમય બાદ પંકજ અને પંડિત રેલ્વે સ્ટેશન થી અલગ અલગ ટ્રેન માં બેસી ગયા. અને પોતપોતાની આગળની સફર શરૂ કરી દીધી.

🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹

બીજી બાજુ આકાશે હવે જીગર ને ફટાફટ ફોન કર્યો અને બોલ્યો
આકાશ - સાહેબજી, પેલા શર્માજી અહીંયા જ છે. તેના હાથમાં એક બેગ છે જેમાં ઘણા બધા પૈસા છે.

જીગરે આશ્ચર્યથી અચ્છા આકાશ તું ત્યાં જ રહે હું જલ્દી જ આવું છું.
જીગર હવે પોલીસ અધિકારીની ટીમ લઈને ફટાફટ જ સિંહોરી જિલ્લા ના એક રેસ્ટોરન્ટ પાસે પોહચ્યો.
આકાશ એક ઝાડ પાછળ છુપાઇને આ બધું જોઈ રહ્યો હતો જીગર ત્યાં આવ્યો અને તેને જોયું શર્મા જી કે જે સિંહોરી તાલુકા ના તેહસિલદાર હતા. તે ચાર પાંચ લોકો સાથે ખાનગી વાતો કરી રહ્યા હતા અને તેના હાથમાં એક બેગ પણ હતું.

જીગરે આકાશને જોઈને કહ્યું
જીગર - આકાશ તને પૂરો વિશ્વાસ છેને કે તેમાં પૈસા જ છે?
આકાશ - હા સાહેબજી, હું તેનો પીછો એક કલાકથી કરી રહ્યો છું તેમને બેગમાંથી થોડા પૈસા કાઢીને જોયા પણ હતા.

જીગર હવે પોલીસ ના કાફલા સાથે શર્માજી પાસે પોહચ્યો.
જીગરને શર્માજી જોઈ ગયા અને તેના હાથમાંથી બેગ પડી ગયું. અચાનક જ શર્માજી ને પરસેવો આવવા લાગ્યો.

જીગર - અરે શર્માજી આટલા ડરી કેમ રહ્યા છો?
અચાનક જ જીગરે પોલીસ દ્વારા બેગ ખોલાવી તેમાંથી આખી બેગ પૈસાથી ભરેલ મળી.
હવે જીગરે શર્માજી અને પાંચ લોકો ની ગિરફ્તારી કરી લીધી.

બીજા જ દિવસે રાજસ્થાન ના દરેક ન્યુઝ પેપર ની હેડ લાઇન માં જીગર ના ફોટા સાથેનો આ લેખ લખવામાં આવ્યો હતો. આકાશ સવારમાં પેપર લઈને આવ્યો

આકાશ - સાહેબજી, આજના પેપર માં તમારા વિશે આર્ટિકલ લખવામાં આવ્યો છે.
જીગર - આકાશ હવે આ બધું તો ચાલતા રહેવાનું છે અને હવે તું પણ મારી સાથે કામ કરવાની ઢબ શીખી ગયો હો!

આકાશ - હું સમજ્યો નહી સાહેબજી
જીગર - કાલે રાત્રે તારા લીધે જ શર્માજી જેવા ભ્રષ્ટ અધિકારીની સંડોવણી ઉજાગર થઈને!

આકાશ - સાહેબજી, એતો મારી ફરજ છે. પણ સાહેબજી આવા અધિકારીઓને તો પગાર પણ મળે છે તો કેમ તે આટલા પૈસા પાછળ દોડતા હશે?

જીગર - આકાશ બધાજ અધિકારીઓ એવા નથી હોતા પણ જૂજ માત્ર આવા હોય છે જેને હવે સાચી દિશા માં લાઈ આવવા અને લોકોની નિસ્વાર્થ સેવા કરવી જ આપણું લક્ષ્ય છે.

જીગરે ઓફિસ માં જઈને તેના જિલ્લા માં આવતા દરેક તાલુકા ના અધિકારીઓ અને જિલ્લા ના અધિકારીઓ ની વિડીઓ કોન્ફરન્સ દ્વારા મિટિંગ કરી અને તેમાં જીગરે સખ્ત શબ્દોમાં અધિકારીઓને કહી દીધું કે ભ્રષ્ટાચાર કોઈ જ કિંમતે સહન કરવામાં નહી આવે અને જો કોઈ દ્વારા આચારવામાં આવશે તો તેમની હાલત શર્માજી જેવી જ થશે.

હવે દરેક અધિકારીઓમાં જીગર નો ખોફ જોવા મળી રહ્યો હતો. જીગરે હવે આગાઉ માં થયેલ ભ્રષ્ટાચાર ની ફાઈલો ને પાછી ઓપન કરીને તેમના વિરુદ્ધ એક અભિયાન ચલાવ્યું.



to be continue...
ક્રમશ...
જયદીપ સોનારા "વિદ્યાર્થી"


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED