માડી હું કલેકટર બની ગયો. - 1 Jaydip H Sonara દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

માડી હું કલેકટર બની ગયો. - 1

કહાની એક ગ્રામીણ વિસ્તાર માંથી અને એમાં પણ સાવ ગરીબ પરીવાર માંથી અવતો જીગર મોટા શહેર માં જઈને પોતાનો અભ્યાસ પૂરો કરે છે. અને સાથે જ સિવિલ સર્વિસ જેવી પરીક્ષાની તૈયારી કરે છે ત્યાં તેમની મુલાકાત વર્ષા સાથે થાઈ છે અને બંને તૈયારી સાથે કરે છે. તૈયારી દરમ્યાન આવતી મુશ્કેલીઓ તથા બંને ના જીવન માં ઘટતી ઘટનાઓ નું અહીં આંકલન કરવામાં આવ્યું છે. એક ગરીબ ઘરનો છોકરો જયારે ખભે ૨ જોડી કપડા લઈને નીકળે છે અને એ લાલ બત્તી વાળી ગાડી માં તેના ગામ માં આવે છે. કલેકટર બનીને હા બસ આ બંને વચ્ચેના સંઘર્ષ અને મેહનત ની કહાની છે.
ગુજરાત ની તમામ સ્થાનિક બોલીઓને પણ રજુ કરવાનો પ્રયત્ન કર્યો છે. આવીજ આપણી ગ્રામીણ સંસ્કૃતિ પણ આપણે અહીં રજુ થતી જોવા મળશે.

પાત્ર
કહાની - જીગર અને વર્ષા (જીવ) બે મુખ્ય પાત્ર છે. નાના મોટા ઘણા પાત્રો છે દરેક પાત્રને આગવી ઢબે રજુ કરવાનો પ્રયત્ન કાર્યો છે. ગામડા ની ભાષા અને શૈલીને પણ સુ વ્યવસ્થિત રજુ કરવામાં આવેલ છે.

અને હા આ ધરાવાહિક સુપર રાઇટર્સ માં મુકેલ છે આશા રાખું છું. આપ મને પૂરતો સહયોગ આપશો.

🙏••• જયદીપ સોનારા "વિદ્યાર્થી" •••🙏



ખંડ -૧

ચોમાસા નો સમય ને ઘનઘોર રાત ધમધાર વહેતો પવન અને સાથે ધોધમાર વરસાદ વરસે છે. હનુમાનજીના મંદિર પાસે ઉભો જીગર શાયદ કોઈની રાહ જોઈ રહ્યો હોય ત્યાંજ તેના ફોન ઘંટી વાગી ફોન જીગર એ ભીના હાથે ફોન ઉપાડ્યો ને બોલ્યો - હા બોલ પંકલા શું છે ?
પંકજ - લ્યા તને ખબર નથી આજે ૧૨ તારીખ છે
જીગર - હા છે તો શું કરું ?
પંકજ - લ્યા રિઝલ્ટ આયી ગયું
જીગર - શું થયું મારું ?
પંકજ - કીધુંતું ને! લ્યા કલેકટર બની જ્યો લ્યા!

જીગર - ધડામ દઈને ફોન મુક્યો ને દોટ માંડી એક બાજુ ધોધમાર વારસતા વરસાદ માં જાણે એને કોઈજ ફિકર ના હોઈ જાણે એને આખી દુનિયા મળી ગઈ હોઈ એમ દોડવા લાગ્યો. અને એક મકાન ની છત નીચે ઉભો રહીને એને ઘરે માં ને ફોન કાર્યો માં એ ફોન ઉપાડ્યો રાતે ફોન આવતા જરાક ફફડાટ હતી માં બોલી ' હા જીગર કેમ અત્યારે ફોન કર્યો બધું ઠીક છેને!'

જીગર - "માડી તારો દીકરો કલેકટર ગયો" આખોમાં આંસુ ની ધાર ને માથે પડતાં છાટા લૂછતાં લૂછતાં જીગર બોલ્યો
આટલી વાત સાંભળતા જ માતા એ દોટ મુકી જીગર ના બાપુ સાંભળો છો જીગર કલેકટર બની ગયો! ત્યાં હરજીભાઈ ગાયું ને ઘાસ નાંખતા મૂકીને આવ્યા 'હાચે!'

જીગર સાથે બંને એ વાત કરી અને પછી જીગરે વર્ષા ને ફોન કર્યો ને આ વાત ની જાણ કરી.

સોમાકાકા ની દુકાને પંકજ ઉભો હતો ત્યાં બે-ત્રણ ડોસા વાત કરતા હતા "લ્યા સાંભળ્યું છે કે ઓલા જીગલાને સરકારી નોકરી મળી."

ત્યાં બીજો ડોસો બોલ્યો - " લ્યા એતો શહેરમા જ હતો આટ આટલો વખત થયો ને આટ આટલું દેણું થયું અને સાહેબ કરવા નીકળા સરકારી નોકરી કોક મોટા માણહ ને જાલ્યો હશે એને દયા મહેરબાની કરી હશે એટલે નોકરી મળી લાગે જો આ પંકલો આયા ઉભો પૂછ જો"
પંકજ - " ના ભૂરા આતા એતો એની પાહે ક્યાં પૈસા મળે તે એ સિફારીશ કરે? મેહનત કરી હશે એને!"

ત્યાં એક રામજી કેજે ગ્રામ પંચાયત ના સદસ્ય હતાં તે આવ્યા અને બોલ્યા
'હા જીગલા ની વાતો કરો,
જીગલો...ના...ના..... એતો પેલા હતો જીગલો
હવે ઇનુ પણ મોટી સરકારી નોકરી મળી ચ્ચ.
એટલ એનહ જીગલો નહી કેવાનો લ્હા જીગરભાઈ ક જીગરસા'બ કેવાનું!
એ તો મારો હારો આખા જિલ્લા નો સા'બ બની ગ્યો. ઇમતો હમણે અહીં ગલ્લી ડંડી રમતો કોઈ દાડો લાગ્યું નહીં કે ઈ પટ્ટાવાળો ય બનહે પણ કલેક્ટર બની જ્યો અને મારા હારા એ કરી બતાવ્યું હો! ઇનો બાપો બિચારો સાવ ભગત માણહ અને પાહો ચાર ચોપડી જ પાસ પણ ઇના દીકરા એ કરી બતાયું ચલ હેંડ જરીક તેના ઘર બાજુ આટો મારતા આઈ ભૂરા'

'જો લ્યા મારે તો જવું નહીં મારા મારા હારા મોટા નોકરિયાત બન્યા ને તે દાડે જમણવાર કર્યુંને મને ભૂલી જયા!' માથુ ના માં હલાવતા ભૂરા કાકા બોલ્યા

ઉભા થઈને રામજી કાકા બોલ્યા ' જો એતો એ થયું એ પણ હવે એમણે આખુંય ગામ મળીને આયી ગયું અને એના ઘરે ચા પો'ણી પી આયું ને હારા તન શરમ નથી આવતી ક આપડે બે જ બાકી છી લ્યા ચલ હેંડ નકર કોક દાડો કામ પડહે જીગલા નું ના ના જીગર સા'બ નું તો
મારો હારો બઉ ભાવ ખાહે હો ભુરીયા હાલ કવ શુ!'

'લે ત્યારે હેંડ જરીક થતા આવીયે' નિરાશા પૂર્વક ભુરા કાકા જવાબ આપ્યો

બંને વાતો કરતા કરતા નીકળા ને જીગરનું ઘર આવી ગયું.
ડેલો ખખડાવતા ભુરાકાકા બોલ્યા 'લ્યા કલેકટર નો બાપો છે કે નઈ!' ત્યાં જીગર ના બાપુ એટલે હરજીભાઈ એ દરવાજો ખોલ્યો.

'અરે રામજીભાઈ, ભુરાભાઈ, આવો....આવો...!' હરજીભાઈ એ બંને ને આવકાર્યા બંને અંદર ગયા ત્યાં ઝાડ નીચે ફળિયામાં ચાર પાંચ ખાટલા પાથરેલ ત્યાં હરજીભાઈ કહ્યું બેસો...બેસો! અને હરજીભાઇ પાણી લેવા ગયા

ત્યાં જ ભુરકાકા એ પાંચ ખાટલા જોઈને તેના હાથ નો પંજો ઉંચો કરતા કરતા રામજીકાકા ને ઈશારો કર્યો. મર્મર અવાજે બોલ્યા ' લ્યા રામલા આમતો જો પેલા મારા હારા નીચે અરગોઠિયા મારતા'તા બધા ને હવે જો તો ખરા!'
ત્યાંજ હરજીભાઈ પાણી લાઈને આવ્યા 'લો પીવો ભૈઓ'

રામજીકાકા બોલ્યા 'એલા હરજી જીગર કેમ નથી દેખાતો શહેર ગ્યો છે કે શુ?'
'ના ના રામભૈ એતો ગામ માં ગ્યો છે હમણાં આવતો હશે' હરજીભાઈ ઉત્સાહ થી બોલ્યા

ત્યાંજ ડેલી બારે બે કાર આવીને ઉભી રઈ અને એક પોલિસ વાળા એ અંદર ઘરનો દરવાજો ખોલ્યો. બે કાર અંદર 🚔 ધીરે અંદર આવી. ત્યાં હરજીભાઈ બોલ્યા ' લ્યો આ આવ્યો જીગર રામજીભાઈ, ભુરાભાઈ'
ત્યાં રામજીકાકા અને ભુરાકાકા ઉભા થઈ ગયા કાર ની પાછળ ની સીટ માંથી બે કાળા કપડાં વાળા કમાન્ડો એ નીચે ઉતર્યા બંને ના હાથમાં આધુનિક રાયફલો હતી. બંને કાર માંથી ઉતરીને આગળનો દરવાજો ખોલ્યો ત્યાં આગળના દરવાજા માંથી જીગર નીકળ્યો. આંખ માં ચશ્માં, ઈસ્ત્રી ટાઇટ કપડા ને ઇન્શર્ટ થી સજ્જ, હાથમાં એક ફાઈલ રાખેલ નીચે ઉતરી ફાઈલ તેની સાથે આવેલ પી. એ ને આપી અને તે રામજીકાકા અને ભુરાકાકા પાસે આવ્યો

જીગરે રામજી અને ભુરકાકાને બંને ને પગે લાગ્યો અને બોલ્યો ' કાકા કોઈ ભૂલ થઈ હોઈ તો માફ કરજો '

આ દ્રશ્ય જોઈને ભૂરા અને રામજી કાકા બંને ગદગદિત થઇ ગયા અને થાઈ પણ કેમ નહીં ! કેટ કેટલી વાર બંને એ જીગર ની ખિલ્લી ઉડાવી, આખા ગામ માં મજાક ઉડાવી પણ છતાં જીગર પગે લાગ્યો આ વાત થી બંને સ્તબ્દ થઇ ગયા અને ભૂરાકાકા બોલ્યા
'લ્યા જીગર મન મોટુ રાખજે જે થયું એ મન ની મન માં ના રાખતો હો!'

જીગર 'અરે ઉભા કેમ છો કાકા બેસો, બેસો ના ના હું કંઈજ મન માં નથી રાખતો'
ત્યાંજ જીગર ને યાદ આવી પોતાની જીવન ની યાદો, ઘટનાઓ અને શરૂઆત થી થયેલ એ આખી સંઘર્ષ ગાથા ને જોઈએ....

ક્રમશ: આવતી કાલે.....
જયદીપ સોનારા "વિદ્યાથી"