Maadi hu Collector bani gayo - 15 books and stories free download online pdf in Gujarati

માડી હું કલેકટર બની ગયો - 15

🚔માડી હું કલેકટર બની ગયો 🚔

ખંડ - ૧૫

સિવિલ સર્વિસ ની પ્રિલીમ પરીક્ષા પુરી થઈ ગઈ અને રિઝલ્ટ પણ આવી ગયું. જીગર અને પંડિત ની પરીક્ષા માં નાપાસ થયા. જીગર નો આ બીજો પ્રયત્ન હતો અને પંડિત નો પેહલો. સાપ અને સીડી ની રમત ની જેમ જીગર પાછો ઝીરો પર આવી ગયો. પણ આ વખતે ગુપ્તા એ ધમાકો કરી દીધો તેને પ્રિલીમ પરીક્ષા પાસ કરી લીધી.
યુદ્ધનું આ પેહલો પડાવ પાર કરતા ગુપ્તા ને હવે પંડિત ને અપમાનિત કરવાની ઈચ્છા થઇ. ગુપ્તા એ પંડિત ના રૂમ પર આવીને મંદ મંદ હસતા હસતા કહ્યુ- પંડિત એશ્વર્યા રાય એ તને બરબાદ કરી નાખ્યો.

પંડિત ને ગુપ્તા ની આ વાત સમજમા ન અવતા કહ્યું - કોણ એશ્વર્યા રાય ?

ગુપ્તા - ઓલી મહોબત્તે વાળી સોની સોની અંખીયા વાલી!
પંડિત - હું કોઈ છોકરી ના લીધે ડિસ્ટર્બ નથી થયો. આ વર્ષે ઇતિહાસ માંથી પ્રાચીન ઇતિહાસ અને મુઘલ ઇતિહાસ માંથી વધુ પૂછ્યું નહીંતર આધુનિક ઇતિહાસ તો પાક્કું જ હતું.

ગુપ્તા - જીગર તારું સમજ માં ન આવ્યું કઈ, એક વખત માં મુખ્ય પરીક્ષા સુધી પોંહચી ગયા પછી આ વખતે કેમ પ્રિલીમ પરીક્ષા માં ફેઇલ થયો?

જીગર ના આત્મવિશ્વાસ ની ધજ્જીયા ઉડી ગઈ. જીગર એ સમજી ગયો કે દર વર્ષે નવી જ રીતે તૈયારી કરવી પડે છે. પાછળ ના વર્ષે તમે પાસ થયા કે નહી એ કોઈ જ મહત્વ નથી રાખતું. ખુબ જ કઠિન પરીક્ષાની વાસ્તવિકતા તે સમજી ગયો. હજારો લાખો લોકો થી પોતાને લાયક બનવા માટે એ લોકો થી વધુ મેહનત કરવી પડે છે. ધીરજ સાથે તૈયારી કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ તેની પાસે હતો નહી. તેની ત્રીજા પ્રયત્ન ની સિવિલ સર્વિસ ની પરીક્ષામ મે મહિના માં થવાની હતી જે લાંબો સમય હતો આટલી લાંબી મેરેથોન માં તેને તૈયાર થવાનું હતું.


એક દિવસ ઉદાસ જીગર શાન કોઠી ની છત પર વર્ષા ની યાદ માં ડૂબતા સૂર્ય ને જોઈ રહ્યો હતો. પંડિત ની સ્થિતિ જીગર કરતા અલગ હતી. પંડિત ની પ્રેમિકા પંડિત કરતા સારા છોકરાને લઈને ભાગી ગઈ. પ્રેમિકા ના અલગ થવાથી પંડિત ના અંદર પ્રેમ કરવાથી થતું નુકશાન નો ભાવ અચાનક પેદા થઈ ગયો.

પંડિતે જીગર ને સમજાવ્યો - જીગર આ પ્રેમ એ તને અને મને બરબાદ કરી નાખ્યો. હવે આપણે બધુજ છોડી ને ફક્ત તૈયારી માં ધ્યાન આપવું જોઈએ.

જીગરે ડૂબતા સૂર્ય ને જોઈને જવાબ આપ્યો - મારી પ્રિલીમ પરીક્ષા ફેઇલ થવાનું કારણ મારી રણનીતિ હતી. વર્ષા માટે નો મારો પ્રેમ મને વધુ તૈયારી કરવા માટે પ્રેરિત કરે છે પંડિત!

આગળ વધતા જીગરે કહ્યું - વર્ષા મારા માટે શું છે, એ તું નહી સમજી શકે પંડિત. હવે હું વર્ષામય બની ગયો છું. રાત દિવસ મને વર્ષા નજરે પડે છે. તું આને પ્રેમ કહીશ પણ હું એને ભક્તિ કહીશ. હા આજ ભક્તિ મને તૈયારી માટે શક્તિ આપે છે.

ઘણા સમય વર્ષા સાથે વાત ન થતા જીગર ને લાગ્યું કે હવે વર્ષા સાથે વાત કર્યા વગર રેહવું મુશ્કેલ છે. કોઈ પ્રેમની વાતો કર્યા વગર, ખાલી વર્ષા નો અવાજ જ સાંભળી લઉં!
એટલે જીગરે હિંમત કરીને એસ.ટી.ડી બુથ પર જઈને વર્ષા ને ફોન લગાવ્યો ફોન ની ઘંટડી વાગી....ટ્રીંગ.....ટ્રીંગ.....ટ્રીંગ.....!!

વર્ષા - હેલ્લો!
જીગર - વર્ષા, હું જીગર બોલુ છું
વર્ષા - હા જીગર, કેવી ગઈ તારી પ્રિલીમ પરીક્ષા ?
જીગર - ફેઇલ થયો વર્ષા! નિરાશ અવાજે
વર્ષા - જીગર તું હવે એક દિશા માં અને પુરી મેહનત થી તૈયારી કરવા લાગ. મને વિશ્વાસ છે તું જરૂર આઈ.એ.એસ બનીશ!
જીગર - હા એ ચાલુ જ છે! મર્મ અવાજે
વર્ષા - સાંભળ જીગર, હવે મારી ઇન્ટરશીપ પુરી થઈ ગઈ છે. એટલે ફરીથી upsc ની તૈયારી માટે હું દિલ્હી જાઉ છું.
તું પણ દિલ્હી આવી જા અને સારી રીતે તૈયારી માં લાગી જા!
જીગર - હા હું પણ દિલ્હી આવું છું વર્ષા!

જીગર માટે આ સારી ખબર હતી. જીગર પણ તેના ત્રીજા પ્રયત્ન ની પરીક્ષા માટે વર્ષા ની સાથે દિલ્હી જવા માટે તૈયાર થઈ ગયો.

ફરી થી એજ દિલ્હીમાં! ફરી થી એજ મુખર્જીનગર માં! અને એજ દૃષ્ટિ કોચિંગ કલાસ ની સામેના પાર્ક માં જીગર વર્ષાની રાહ જોઈ રહ્યો જે!

બે દિવસ પેહલા જ જીગર અને પંડિતે દિલ્હી ના એ નહેરુવિહાર માં રૂમ લઈ લીધો. અને નવી રીતે આઈ.એ.એસ ની તૈયારી નો ધમધમાટ નો એ દૌર શરૂ થયો. હવે જીગર ને ઘરે થી થોડી આર્થિક મદદ પણ મળી હતી જે પંકજ દ્વારા જીગરને ઘરે થી આવેલ પાંચ હાજર રૂપિયા મળી ગયા હતા. આ વખતે ગુપ્તા પણ દિલ્હી આવી ગયો અને તેને જીગર અને પંડિત ની બાજુમાં જ રૂમ રાખી લીધો. અને ગુપ્તા એ તો પ્રિલીમ પરીક્ષા પાસ કરી લીધી હતી એટલે હવે તે મુખ્ય પરીક્ષા માટે દિલ્હી ગયો ગયો!

વર્ષા પણ દિલ્હી આવી ગઈ. તેને બારસો ઓગણત્રીસ મુખર્જીનગર ની એજ હોસ્ટેલ માં રૂમ લીધો જ્યા પેહલા તે રહેતી હતી. સમય નું ચક્ર ફરીને પાછળ ચાલ્યું ગયું!

જીગર ઉપર હવે સમય ખુબ જ મેહરબાની કરી રહ્યો હતો.
જીગર બત્રા સિનેમા પાસે વર્ષા ની રાહ જોઈ રહ્યો હતો. જીગર ની પડી બત્રા સિનેમા ના એ ટર્ન વાળા રસ્તા ઉપર હતી જ્યાંથી વર્ષા આવવાની હતી. હા લ્યા......હવે વર્ષા ત્યાંથી જ આવવાની છે!
ત્યાંજ વર્ષા એ લાલ રંગના ડ્રેસ માં આવતા જોવા મળી. રણ માં ઉગેલ ગુલાલ!! હા આવીજ સ્થિતિ હતી જીગર ની!

થોડા સમય બંને એ દૃષ્ટિ કલાસ ના બગીચા માં શાંત બેસી રહ્યા. પછી થોડા સમય પછી વર્ષા એ કહ્યું - કેમ છો જીગર
જીગરે ખાલી એટલું કહ્યું - ઠીક છું. ફરી આવી ગયો દિલ્હી, જોઈએ હવે આ દિલ્હી શું રંગ બદલે છે!
જીગર નો દાર્શનિક અંદાજ જોઈને વર્ષા એ કહ્યું - દિલ્હી હવે ખાલી ભરપૂર મેહનત જ કરાવશે જીગર! ધ્યાન થી મેહનત કરજે જીગર.

જીગર માટે વર્ષા નો સાથ બઉ મોટી વાત હતી. રોજ વર્ષા ને મળવા માટે જીગરે તૈયારીને આધાર બનાવ્યો. જીગર વર્ષા ને દરોજ બે કલાક હિન્દી સાહિત્ય ભણાવવા નો પ્રસ્તાવ આપ્યો અને વર્ષા માની ગઈ.

વર્ષા રોજ સાંજે બે કલાક જીગર ના રૂમ પર હિન્દી સાહિત્ય ભણવા કાફી જતી અને પછી જીગર તેને મુકવા માટે વર્ષા ની હોસ્ટેલ સુધી જતો હતો. એક દિવસ જીગર જયારે વર્ષા ને મુકવા જતો હતો ત્યાં નહેરુવિહાર અને મુખર્જીનગર ને જોડતા એ પુલ પાસે આવી ને જીગરે વર્ષા ને કહ્યું - વર્ષા પાછળ ના એક મહિના થી જે તૈયારી માં નિરંતરતા આવી છે એવી જ નિરંતરતા જો એક વર્ષ સુધી રહી જાય ને તો સિલેક્શન પાક્કું છે!

વર્ષા એ પુલ ની સીડીઓ ઉતારતા કહ્યું - આપણે જ્યા સુધી સિલેક્ટ નહી થઈ જઈએ ત્યાં સુધી આવીજ મેહનત થી તૈયારી કરીશું.

વર્ષા નું ધ્યાન ફક્ત તૈયારી ઉપર હતું.
જીગર ને હવે સાચે જ લાગવા લાગ્યું હતું કે આવીજ રીતે તૈયારી ચાલી તો હું સિલેક્ટ થઈજ જઈશ.

to be continue...
ક્રમશ : આવતીકાલે
જયદીપ સોનારા "વિદ્યાર્થી"

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED