માડી હું કલેકટર બની ગયો. - 3 Jaydip H Sonara દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

માડી હું કલેકટર બની ગયો. - 3

🚔માડી હું કલેકટર બની ગયો 🚔

ખંડ - ૩

આમ જ એજ શાળા માં જીગર ની બારમાં ની પરીક્ષા ના બધાજ પેપર પુરા થયા. આમ તો જીગર ને લાગતું હતું કે એ પાસ થઈ જશે પરંતુ ક્યાક મનમાં એજ સંચય હતો કે કદાચ ના પણ થઈ શકે.

જૂન માં જીગર નું રિઝલ્ટ આવ્યું. એલા હા એ પાસ થયો....પણ આવખતે એજ બન્યું ગણિત માં 30 માર્ક આયા કદાચ પેપર ચેક કરવાવાળા ને દયા આવી હશે એટલે એને જીગરને 3 માર્ક ઉછીનાં આપીને મહેરબાની કરી અને જીગર પાસ થયો.
જીગર નો મિત્ર પંકજ પણ પાસ થયો. પંકજે જીગર ને કહ્યું કે હુ આગળનો અભ્યાસ કરવા માટે ગાંધીનગર જાઉં છું. તુ પણ આવ અહીં આપણું ભવિષ્ય રુંધાય જશે. જીગર ને પણ જાઉં હતું અને જીગરે પણ પંકજ ને કહ્યું કે હુ પણ પેલા કલેકટર સાહેબ ની જેમ બનવા માંગું છું. પંકજે કહ્યું તો તારા માટે તો ગાંધીનગર જવું ખુબ જ જરૂરી છે. જીગર જાણતો હતો કે તેના ઘરની આર્થિક પરિસ્થિતિ તેને ગાંધીનગર તો શુ પણ તેના મોરબી જિલ્લા માં પણ રહીને અભ્યાસ કરવા માટેની નથી. છતાં જીગરે કહ્યું હું ઘરે બાપુને વાત કરીને જોઇશ....!!

રાત્રે હરજીભાઈ ગાયને ઘાસ નાખી રહ્યા હતા અને સરોજબેન રસોઈ બનાવી રહ્યા હતા જીગરે ધીમે થી વાત કરવાનું શરૂ કર્યુ

જીગર - બાપુ, હવે તો હું બારમું પાસ થયો ને હવે મારે કોલેજ કરવા માટે અને આગળ ભણવા માટે ગાંધીનગર જાઉં છે પંકજ પણ જાઈ છે.

હરજીભાઈ - બેટા, આપણે અમીર નહી ને ઈવડા મોટા શહેર માં ભણવું આપણું કામ નહી.

જીગર - નરમ અવાજે બાપુ, પણ મને લાગે છે કે હું પેલા કલેકટરની જેવી નોકરી લઈ લઈશ.

હરજીભાઈ - બેટા, તુ નઈ જાણે ઈ કલેકટર બલેકટર બનવુંહ આપણું કામ નહી ને ઈમાય આપણે રયા ગામળા વારા આપણને સરકારી નો'રી મળે તોય સારી આપણી કિસ્મત સમજ્યો!

જીગર પાસે હવે બોલવા માટે કઈ હતું નહી ત્યા જીગરની માં બોલ્યા.
સરોજબેન - જીગલા, તો બનીજા કલેકટર! જે કલેકટર બને છે એ પણ એક માણસ જ છેને ઉપરથી થોળી કોઈ આવે છે. જો ભણવામાં ધ્યાન આપીશ તો બનીશ નહિતર અહીજ ક્યાંક પડ્યો રહીશ.
ને જીગર ના બાપુ આપણે કોરી મોરી રોટલી ખાઈ લેશું તમ મોકલો જીગલ ન ઈ ગાંધીનગર અન ઈવું લાગસ ત મુય દાળિયા કરી લઈને પણ જો મુડો ક્લેક્ટર બનહે ને તો ઈની જિંદગી સુધરહે!

હરજીભાઈ - ઠીક હે તો ક્યારે જવાનું હે મને કહીદે હું થોળો પૈહા નો મેડ પાળું!

જીગર - બાપુ ૩ દિવસ પછી જવાનું કેતો પંકજ ત્યા પંકજ નો ભાઈબંધ કંઈક તૈયારી કરે છે ઇના રૂમ મા રેસુ.
હરજીભાઇ - ઠીક ત્યારે હેંડ જમી લેઇ, હું કરી દઈ પૈહા!


જૂન ની એ ગરમીના દિવસો હતા. અને જીગર અને પંકજ બસ દ્વારા નીકળ્યા ગાંધીનગર.
ગાંધીનગર ના ઈ પથિકાશ્રમ પાસે ઉતાર્યા અને જીગરે એક હાથમાં થેલો ખભે લટકાળેલ અને પંકજે પણ હાથમાં સમાન લઈ નીકળ્યા સેકટર ૭ માં...

રીક્ષાવાળો - ચાલો બોલો ક્યાં જાઉં?
જીગર - સેકટર ૭ માં જાઉં છે શુ લેશો ?
રીક્ષાવાળો - લ્યા બે માણહ ના ૨૦૦ થાહે.
પંકજ - નથી જાઉં ભાઈ જાઓ તમે, અમે અહીં પોંહચ્યા બસ માં તોય ૨૦૦ નથી થયા!

પછી શુ ? પંકજ બોલ્યો હેંડ જીગર હવે આમાંય આપણે આબધુ જ શીખવાનું છે આપણી જાતે ચાલતા ચાલતા નીકળી કોકને પૂછતાં જાહું પોચી જાહું!

બપોર ની એ ગરમીમાં બંને ના મોઢા માં પરસેવો વહી રહ્યો હતો પરંતુ બંને નું મન આશાઓ થી અને ઉમ્મીદ થી ભરેલું હતું.ચાલતા ચાલતા નીકળ્યા ગાંધીનગર સેકટર -૭ ત્યાંજ ૪ કિમી ચાલ્યા બાદ પંકજ ના મિત્ર નો રૂમ આવી ગયો. પંકજે દરવાજો ખખડાવ્યો ને પંકજ નો મિત્ર નું નામ હતું - સુરજ

સુરજ - અરે આવ આવ પંકજ હું હમણાં તને જ યાદ કરતો હતો

પંકજ - હ સૂરજભાઈ આ મારો મિત્ર જીગર છે મે તમને કીધું હતું ને!

સુરજ - અરે હા, આવો આવો!

સૂરજે પંકજ અને જીગર ને કહ્યું કે તે એમ.એ માં અભ્યાસ કરે છે અને સાથે જ યુપીએસસી ની એટલે કે સિવિલ સર્વિસ ની તૈયારી કરે છે અને જીગર અને પંકજ ને પણ ગાંધીનગરની બાઇ મુકતા શેઠ કોલેજ માં બી.એ કરવાનું કહ્યું અને સાથે જ સરકારી નોકરીની તૈયારી વિશે અને અલગ અલગ સરકારી નોકરી માં કઈ રીતે તૈયારી કરી શકાય બધી જ માહિતી આપી.
સૂરજે કહ્યું કે અત્યારે બી.એ કરો સાથે તમે બંને સેકટર ૭ ની મધ્યસ્થ ગ્રંથલાય માં સરકારી નોકરી ની તૈયારી પણ કરો
તેને એ પણ કહ્યું કે જો વ્યક્તિ ઈચ્છે તો કલેકટર જેવી અઘરી પરીક્ષા માં પણ પાસ થઈ શકે છે. સુરજે એક ઉદાહરણ આપ્યું કે જે મહારાષ્ટ્ર રાજ્ય માંથી એક પંચર કરતો વિદ્યાર્થી તેંની મેહનત થી ઘરની જવાબદારી પણ સાંભળતો અને કલેકટર ની પરીક્ષા માં ખુબ જ મહેનત થકી આજે એ કલેકટર બની ગયો!

આ બધી માહિતી સાંભળી જીગર અને પંકજ તો ઉત્સાહિત થઈ ગયા. અને બંને ને લાગ્યું કે
બસ હવે આપણે પણ બી.એ કરશું અને જલ્દી મહેનત કરશું અને સારી સરકારી નોકરી લઈ લઈશું પણ જીગર ના મન માં બસ એક જ રટણ હતું હા એજ........કલેકટર...લાલ બત્તી....!!

પણ શુ જીગર જેટલું વિચારતો એટલું કલેકટર બનવું સહેલું હતું....અરે ના...કેમકે હજુ તો એ મોટા શહેર માં આવ્યો છે હજુ ઘણું શીખવાનું બાકી છે. કોલેજ ના પગથિયાં ચડવાના છે, અને હા એમાંય લાઈબ્રેરી ની અંદર ૧૨-૧૪ કલાક વિતાવવા અને ઈમાનદારી થી લાઈબ્રેરી માં બેસી ને તૈયારી કરવી હા આ બધું જ સંઘર્ષ હજુ શીખવાનું બાકી છે.
આમ તો આપણ ને જોઈને એવુ જ લાગે કે હા યુપીએસસી ની પરીક્ષા સાવ સરળ હશે.
અરે ના...... ૨૦૨૫ માર્ક હોઈ છે અને ત્રણ સ્ટેજ માં પરીક્ષા લેવાય છે.

૧ પ્રિલીમ - જેમાં બે પેપર હોઈ છે. વૈકલ્પિક સ્વરૂપે

૨ મુખ્ય પરીક્ષા - હા આજ છે મુખ્ય વાત અહીં જે કામ કરી ગયા તે બની ગયા કેમ કે અહીં અંગ્રેજી, ગુજરાતી, ૧ વૈકલ્પિક ૪ પેપર જનરલ સ્ટડી ના પપેરો હોય છે. એ પણ વિસ્તાર થી લખવાના હોય છે.

૩ ઇન્ટરવ્યૂ - હા ૨૭૫ માર્ક નું એમાંય હવા ની મારફતે પ્રશ્ન પુછાય છે અને શાંત ચિતે ઈમાનદારી થી બેધડક માં જવાબ આપવાની હિમ્મત હોવી જોઈએ.
આમ બધુજ 2075 માર્ક માંથી મેરીટ ના ધોરણે IAS/ IPS/ IFS અને અન્ય કેડર ફાળવવા માં આવે છે.

તમને લાગતું હશે કે આ બધી વાત અહીં કેમ કરી હશે પરંતુ જે વિદ્યાર્થી આવી પરીક્ષા ની તૈયારીઓ કરે છે અને ઉતીર્ણ થાય છે. ત્યારે સામાન્ય લોકો તેને કિસ્મત માં હશે એવુ કહીને જવા દેતા હોય છે સાહેબ સાંભળ જો ક્યારેક એના સંઘર્ષ વિશે એ અથાગ મહેનત અને મ-બાપ ના સપના પુરા કરવા માટે એ કેટ કેટલુંય કરે છે. રાત રાત ના ઉજાગરા કરીને આવી તૈયારીઓ કરે છે કેમ કે એમને ખબર છે કે આ પરીક્ષા સિવાય આપણા પાસે બીજું કશું છે જ નહી!
અને હા ના સમજાય તો સર્ચ કરી લેજો દિલ્લી નું મુખરજી નગર જે આનું હબ ગણાય છે!

સરકારી નોકરી માં એજ સફળ વધુ થાય છે કે જે વિદ્યાર્થી ને ખબર હોય કે આપણા માટે સરકારી નોકરી સિવાય કોઈ જ એટલે કોઈ જ ઉપાય નથી. ત્યારે મહેનત પણ એ રીતે થાય છે. શા માટે ઉતરપ્રદેશ અને બિહાર જેવા હિન્દી પટ્ટા માંથી જ વધુ કલેકટર નીકળે છે?
હા લ્યા.....બસ એના માટે અના સિવાય બીજો કોઈ રસ્તો નથી.


હવે જીગર અને પંકજ નીકળ્યા ગાંધીનગર સેકટર ૭ માં ની એ મધ્યસ્થ ગ્રંથલાય....
to be continue....

ક્રમશ : આવતી કાલે
જયદીપ સોનારા "વિદ્યાર્થી"