Maadi hu Collector bani gayo - 4 books and stories free download online pdf in Gujarati

માડી હું કલેકટર બની ગયો - 4

🚔માડી હું કલેકટર બની ગયો 🚔

ખંડ - ૪

જીગર અને પંકજે ગાંધીનગર ની મુક્તાબાઈ શેઠ કોલેજ માં બી.એ વિથ સમજશાસ્ત્ર માં અડમિશન લઈ લીધું. કોલેજ મહાદેવ મંદિર ની પાસે અંગ્રેજો ના જમાનાની ભવ્ય બિલ્ડિગ માં હતી. સુરજે કહ્યું કે આ કોલેજ નું પુન: શીલન્યાસ સરદાર વલ્લભભાઈ પટેલે કાર્યો હતો. જીગર આવી કોલેજ માં ભણશે એ વિચારી તેની જાત ને ખુશ નસીબ માની રહ્યો હતો. જીગર રૂમ કોલેજ ની નજીક જ હતો.

કોલેજ માં ભણવાનો સારો માહોલ હતો. શરૂઆતમાં કોલેજ ના બધા વિદ્યાર્થી એકબીજાને ઓળખતા ન હતા પરંતું ધીરે ધીરે એક બીજાને ઓળખાવા લાગ્યા. જીગરે જોયું કે કોલેજ માં બે પ્રકાર ના વિદ્યાર્થીઓ છે. એક એ કે જે આજુબાજુ ના ગામડા માંથી આવ્યા છે. વિકાસ, અવિનાશ, રવી વગેરે આ વર્ગ ના હતા. અને બીજા એ વર્ગ ના વિદ્યાર્થી હતા કે જે ગાંધીનગરના જ રહેવાસી હતા. આર્થિક રૂપે આ વિદ્યાર્થી ગામડાના વિદ્યાર્થી થી વધુ સદ્ધર હતા. આવા વિદ્યાર્થી સ્કૂટર કે બાઈક લઈને કોલેજ આવતા હતા. અમિત, દીક્ષિત,મનીષ આ વર્ગના વિદ્યાર્થી હતા. આવા વિદ્યાર્થી ની એક ખાસિયત હતી કે તે પહેલા ગણિત અને બાયોલોજી ના વિદ્યાર્થીઓ હતા કે જે તેમાં નાપાસ થતા બી.એ કરવા આવેલ હતા.

આજે કલાસ ખાલી હતો. કોલેજ ના ઝાડ નીચે ચબુતરા પાસે આ બંને ગ્રુપ ના વિદ્યાર્થીઓ નો જમવાડો થયો. બધા નો પરિચય તો પેહલા જ એકબીજા થી થઈ ગયો હતો. પરંતુ આજે વિદ્યાર્થીઓ ના ઇતિહાસ ની ચર્ચાઓ થઈ રહી હતી. જીગર અને પંકજ પણ આ ચર્ચા માં સામેલ હતા.

ગાંધીનગર માં જીગરને શરૂઆત નો શરૂઆત નો મહિનો એમજ નીકળ્યો. કોલેજ ફી અને બુક લેવાથી ઘરથી લાવેલ પૈસા પુરા થવા આવ્યા પંકજ ની આર્થિક પરિસ્થિતિ સારી હતી એટલે એને કોઈ ફિકર ના હતી. સુરજના રૂમ પર જીગર અને પંકજ ત્રણ મહિનાથી રહેતા હતા.

એક દિવસ સુરજ ને તેના ગામડે થી ફોન આવ્યો કે તેના મામા નો છોકરો ગાંધીનગર મેડિકલ ની તૈયારી માટે આવી રહ્યો છે અને મામા એ તેને સુરજ ના રૂમ પર રહેવાનું કહ્યું સૂરજ પણ ના ન પાડી શક્યો. અંતે સુરજે મર્મ અવાજે જીગર અને પંકજ ને વાત કરી કે એક રૂમ માં ચાર વ્યક્તિ સમાય શકે તેમ નથી એટલે જીગર કે પંકજ બે માંથી એકને બીજે રૂમ ની વ્યવસ્થા કરવી પડશે. જીગરે કહ્યું હુ બીજે વ્યવસ્થા કરી લઈશ. પંકજ અહીં રહેશે. પંકજે ના કહી પરંતુ અંતે જીગરે તેને માનવી લીધો સુરજ ના રૂમ પર રહેવા માટે અને તે તેના માટે રૂમ ની વ્યવસ્થા ગોતવા લાગ્યો.

સુરજ ના અંગ્રેજી ના શિક્ષક રવિકાન્ત સર સેકટર ૭ મા જ રૂમ રાખીને રહેતા હતા. તે સેકટર ૭ માં જ એક હોલ ભાડે રાખીને ઈંગ્લીશ સ્પીકિંગ અને અંગ્રેજી ગ્રામર ના ક્લાસ ચલાવતા હતા. સુરજે જીગર ને કહ્યું જે ' તુ બધું મુક રવિકાન્ત સર ને એક રૂમ પાર્ટનર ની જરૂર છે. એના રૂમ નું ભાડુ ૫૦૦ રુ છે અડધા તુ આપી દેજે અને એ તને અંગ્રેજી પણ ભણાવશે.'

જીગરને આ પ્રસ્તાવ સારો લાગ્યો અને એ સુરજ ના રૂમ માંથી તેનો સમાન લઈને રવિકાન્ત સર ના રૂમે આવ્યો. રવિકાન્ત સર નાના કદના ત્રીસ વર્ષ ના યુવાન હતા. તે કાળા રંગના મોટા ચશ્માં પહેરતા હતા. ક્લાસ માં બેઠા બેઠા એનું પેટ બહાર આવી ગયું હતું. તે કલાસ માં ભણાવીને રૂમ પર આવીને તેના પલંગ પર આરામ કરતા હતા. જીગરે તેને અંગ્રેજી ના ગુરુ માનીને પગે લાગ્યો.રવિકાન્ત સરને હવે એક જીગર નામનો નોકર મળી ગયો હતો. હવે જીગરની નવી દિનચર્યા શરૂ થઈ ગઈ. સવારે સાત વાગે ચા બનાવીને ગુરુજીને અર્પણ કરવાની, બપોરે અને સાંજે જમવાનું બનાવવાનું, ગુરુજી ક્લાસ થી થાકેલ આવ્યા હોય ત્યારે આરામ કરતા હતા.

એક રાત્રે જીગરને ગુરુજી એ કહ્યું - તુ અત્યારે અંગ્રેજી ગ્રામર શીખવા માં ધ્યાન આપ આ માટે કાલે સાંજે સાત વાગે કલાસ આવી જજે દરરોજ! નવી બેચ કાલ થી શરૂ થાય છે બધા તારી ઉંમર ના છોકરા - છોકરી ઓ આવશે.

જીગરને આ પ્રસ્તાવ સારો લાગ્યો એને હાં પાડી. ગુરુજી જીગરને મફત માં અંગ્રેજી ભણાવવાના હતા. એક કલાક ના કલાસમા ૧૫ મિનિટ અંગ્રેજી નો અભ્યાસ થતો અને વધુ સમય અંગ્રેજી ના નામે છોકરા છોકરીઓ નો જમવાડો થતો હતો.
ગુરુજી એ present tense થી કલાસ ની શરૂઆત કરી અને ત્રણ મહિના માં past tense થી થઈને furure tense સુધી પહોંચી ગયા. દસ વિદ્યાર્થી ના આ ક્લાસ માં ચાર છોકરા અને છ છોકરીઓ હતી. જીગર પણ એમનો એક!
જીગર ને કલાસ માં અવતા એક મહિનો થઈ ગયો હતો પરંતુ એ હજી present tense પણ સરખું શીખી શક્યો ન હતો.
કોઈક છોકરા છોકરીઓ ગુરુજી ના ક્લાસ માં એક બે વર્ષ થઈ આવતા હતા થોડી ખોજ કરતા માલુમ પડ્યું કે અહીં થી પ્રેમી અને પ્રેમિકા નું મિલન થતું હતું.કોઈક પ્રેમિકા ને તેનો પ્રેમી મળી જતો હતો. અથાર્થ ગુરુજી ની આ સંસ્થા એક પ્રેમ કેન્દ્ર નાં રૂપે પણ જાણીતી હતી જે જીગરને જાણવા મળ્યું.
કેમકે કોચિંગ માં બધુજ ઇન્વેસ્ટમેન્ટ ગુરુજી એજ કાર્યું હતું એટલે ગુરુજી પ્રેમ કરવાનો પેહલો અધિકાર તેનો ખુદ નો જ માનતા હતા. દર વર્ષે ગુરુરજી બે- ત્રણ વખત પ્રેમ કરતા હતા.
એક દિવસ એક છોકરી એ ગુરુજી ને કહ્યું - સર આજે મોના નો જન્મદિવસ છે.
મોના R K ગર્લ્સ કોલેજ માં bsc કરી રહી હતી. મોના ગુરુજી ના ક્લાસ ની જૂની વિદ્યાર્થીની હતી એક વર્ષ થી અંગ્રેજી ભણી રહી હતી. એટલે ગુરુજી મોનાને પ્રેમ કરી રહ્યા હતા પરંતુ મોના કોઈ જ ધ્યાન આપી રહી ન હતી. પરંતુ ગુરુજી પણ પાક્કા ખેલાડી હતા!

ગુરુજી ને લાગ્યું કે મોના નો જન્મદિન પ્રેમ ની શરૂઆત કરવાનો સારો મોકો છે. એટલે પ્રેમ માં ઉતાવળા ગુરુજીએ ક્લાસ માં ચાલતો અંગ્રેજી નો પ્રિયડ રોકી દીધો. અને એક છોકરાને કહ્યું - " અરે આજ મોના નો જન્મદિવસ છે અને તમે બધા આમ બેઠા છો "
ગુરુજી એ એક છોકરાને ચોકલેટ લેવા મોકલી દીધો.

આજ દિવસો માં મોના એ જીગરને જોવાનું શરૂ કરી દીધું હતું. જીગર નો સ્વભાવ મોના ને બહુ ગમવા લાગ્યો હતો. મોના બુક, મેગેઝિન, પેન ના બહાને જીગર સાથે વાત કરવાના બહાના શોધતી હતી. આ વાત થી ગુરુજી અજાણ હતા.
મોના એ જીગર ને ચોકલેટ આપતા કહ્યું - લો ચોકલેટ
જીગરે મોનાને જન્મદિન શુભેચ્છા આપી.
મોના એ પણ હસતા મોઢે આભાર વ્યક્ત કર્યો.
મોના ને લાગ્યું કે જીગરે તેને જન્મદિન ની બધાઇ આપવાથી તેનો જન્મદિન સાચે જ હેપ્પી થઈ ગયો છે. ગુરુજી ના ઈન્વેસ્ટમેન્ટ નો પ્રોફિટ જીગર ના એકાઉન્ટ માં જામા થઈ રહ્યો હતો. બિઝનેશ માં આપ્રકાર નો લોસ ગુરુજી પહેલા પણ જોઈ ચુક્યા હતા.😀

એક દિવસ મોના અને જીગર ક્લાસ થી છુટ્ટી ને ઘરે જઈ રહયા હતા ત્યારે મોના એ એક ગ્રીટિંગ કાર્ડ જીગરને આપ્યું. અને ઘરે જઈને ખોલવાનું કહ્યું જીગરે ઘરે જઈને ગ્રિટિંગ કાર્ડ વાચ્યું તેમાં મોના ના પ્રેમ નો પ્રસ્તાવ હતો આ જાણીને જીગર ખુશ થયો અને ઉતાવળ માં એ કાર્ડ રાત્રે ગુરુજી ના હાથ માં આવી ગયું. ક્રોધ માં ગુરુજી એ જીગર ને ઉલટું ફુલટુ કહેવાનું શરૂ કરી દીધું. એટલા થી મન ના ભરાયું તો બાજુમાં પડેલ પાણી નું માટલું ફોડી નાખ્યું. ગુરુજી એ મોનાનું ગ્રિટિંગ કાર્ડ પણ ફાડી નાખ્યું. અને જીગર ને રૂમ ખાલી કરી દેવાનું કહી દીધું.
જીગર ની આખમાં આસું વહેવા લાગ્યા તે દુઃખી મને તેનો સમાન સમેટવા લાગ્યો. અને તે જેવો સમાન લઈને નીકળ્યો કે ગુરુજી એ ધડામ દઈને દરવાજો બંધ કરી દીધો!
to be continue...


ક્રમશ: આવતી કાલે
જયદીપ સોનારા "વિદ્યાર્થી"

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED