Maadi hu Collector bani gayo - 10 books and stories free download online pdf in Gujarati

માડી હું કલેકટર બની ગયો - 10

🚔માડી હું કલેકટર બની ગયો 🚔

ખંડ - ૧૦

જીગર અને પંડિત આઈ.એ.એસ બનવાનું એક સપનું લઈને દિલ્હી પોહચ્યાં. નિઝામુદ્દીન સ્ટેશન થી કિંગ્સ વે અને ત્યાંથી રીક્ષા માં મુખર્જીનગર પોંહચ્યા. થેલા માં બુકો લઈને! બંને રીક્ષા માં બેઠા બેઠા ઉત્સાહ થી અને એક અલગ જ મન થી મુખર્જીનગર ને જોઈ રહ્યા અને ત્યાં બધેજ સિવિલ સર્વિસ ના ક્લાસિસ ના બોર્ડ લગાવેલ હતા તો ઘણાં પરીક્ષાર્થી જે આઈ.એ.એસ અને અન્ય કેડર માં પાસ થયા હોઈ તેના ફોટો લગાવેલ જોઈને બંને ખુશ થયા. મુખર્જીનગર માં આવવા વાળા દરેક પરીક્ષાર્થી એ જ ઉમ્મીદ અને સપનું લઈને આવે છે. પણ કોણ સફળ થઈને સપનું પૂરું કરશે અને કોણ અસફળ થશે એ કોઈ ને ખબર હોતી નથી. એક વર્ષમાં ચાર સો થી પાંચસો પરીક્ષાર્થીઓ જ upsc માં પાસ થશે કેમ કે એટલીજ પોસ્ટ હોઈ છે. અને પરીક્ષા આપવાવાળા લાખોમાં! અસફળ થયેલ તેના અટેમ્પ પુરા કરીને ઘરે ચાલ્યા જાય છે. સંઘર્ષ અને મેહનત વગર આ રસ્તો નકામો છે. એટલે અસફળતા ને ભુલાવી ને જીત નો એક સંકલ્પ મન માં ગુથીને હજારો પરીક્ષાર્થી દિલ્હી ના આ મુખર્જીનગર માં આવે છે. મુખર્જીનગર ની સામાન્ય કોલોની માં રહીને મેહનત થી તૈયારીઓ કરીને પરીક્ષાર્થીઓ ની કર્મભૂમિ બની ગઈ છે. તૈયારી કરવાવાળા માટે મુખર્જીનગર કોઈ તીર્થસ્થળ થી ઓછું નથી!

જીગરના મનમાં મુખર્જીનગર ને એક પવિત્ર સ્થળ માનવા લાગ્યો. કેમ કે અહીંયા દરેક પરીક્ષાર્થી ની એક સંઘર્ષપૂર્ણ કહાનીઓ છે અને દરેક ની કહાની અલગ અલગ છે પરંતુ બધા ના સપનાઓ અને બધાનો ધ્યેય એક જ છે હા..........એજ......લાલ બત્તી......કલેકટર.....!!

મુખર્જીનગર ને જીઈને જીગર ને આશ્ચર્ય નો અનુભવ થવા લાગ્યો કેમ કે ગાંધીનગર માં તો આવો માહોલ ક્યાય દૂર દૂર સુધી જોવા ન હતો મળ્યો ત્યાં લાઈબ્રેરી અને શાનકોઠી માં જ થોડો ઘણો માહોલ જોયો હતો પરંતુ મુખર્જીનગર તો upsc નું કેન્દ્ર છે! કોચિંગ કલાસ ની બહાર ચા અને જ્યુશ ની દુકાન પાસે ઘણા છોકરા છોકરીઓ ઉભા હતા તો કોઈ ચર્ચા ઓ કરી રહ્યા હતા હા બધામાં સમાનતા એજ હતી કે બધા પાસે પુસ્તકો હતી કોઈના હાથ માં હતી તો કોઈના બેગ માં! કોઈ પરીક્ષાર્થી પ્રિલીમ ના પેપર પર ચર્ચા કરતા, તો કોઈ હાલ માં બનેલ ઘટનાઓ કરેન્ટ અફેર્સ વિશે ચર્ચા કરતા, તો કોઈ વિદેશનીતિ વિશે પોતાનો પક્ષ રાખતા જોવા મળ્યા. ત્યાં કોઇ પરીક્ષાર્થી તેના થી સિનિયર પાસે પાસ થવાની રણનીતિ પૂછી રહ્યો હતો. આખુ મુખર્જીનગર જાણે તૈયારી માં તલ્લિન હતું. જીગરે મહેસુસ કર્યું કે તે અત્યાર સુધી ગાંધીનગર માં રહીને ખોટો સમય બગાડી રહ્યો હતો. પેહલીવાર તે કોઈ સાચી જગ્યા એ આવ્યો છે.

જીગર અને પંડિત મુખર્જીનગર ની પાસે જ નહેરુનગર ના સી બ્લોક માં રૂમ લઈ લીધો. નહેરુનગર મુખર્જીનગર થી થોડી ઓછી સમૃદ્ધ કોલોની હતી. સાંકળી શેરીઓ માં ત્રણ ચાર માળના મકાનો આખા નહેરુનગર માં હતા. મુખર્જીનગર કરતા નહેરુનગર માં રૂમ સસ્તા હતા. એટલે ઓછા પૈસા ખર્ચ કરવાવાળા પરીક્ષાર્થીઓ નહેરુનગર માં જ રહેતા હતા.

જીગર મુખ્ય પરીક્ષા માટે મુખ્ય વિષય તરીકે હિન્દી સાહિત્ય ના કલાસ કરવા માંગતો હતો. એક બે જગ્યાએ પૂછવાથી તેને ખબર પડી કે દ્રષ્ટિ આઈ.એ.એસ કલાસ માં વિકાસ દિવ્યકિર્તી સર હિન્દી સાહિત્ય ખુબ જ સારું ભણાવે છે. જીગરે વિકાસ સર ના કલાસ માં એડમિશન લઈ લીધું. પણ પંડિત પોતાની જાત ને હિન્દી સાહિત્ય નો વિદ્વાન માનતો હતો એટલે તેને કલાસ માં એડમિશન ન લીધું. દ્રષ્ટિ કલાસ મુખર્જીનગર માં બત્રા સિનેમા ની પાછળ ની બિલ્ડીંગ માં જ હતી. ત્યાંની કેબીન માં કોચિંગ કલાસ ના ડાયરેક્ટ વર્મા મેડમ બેસતા હતા. તેનાથી આગળ એક મોટો હોલ હતો જેમાં વિકાસ સર કલાસ લેતા હતા.

જીગર ની થોડાક પરીક્ષાર્થીઓ વાત થઈ કે જે પેહલા થી જ આ કલાસ માં આવે છે. આ પરીક્ષાર્થીઓ આખા દેશ માંથી અલગ અલગ જગ્યા એથી આવેલ હતા, કોઈ તો તેના રાજ્ય માં psc સિલેક્ટ થઈને dy.sp, મામલતદાર વગેરે માં પાસ થઈ ગયા હોવા છતાં અહીં આઈ.એ.એસ અને આઈ.પી.એસ બનવા માટે આવેલ હતા. તો કોઈક બે ચાર વખત ઇન્ટરવ્યૂ આપેલ હતા. તો પ્રિલીમ પરીક્ષા પાસ કરીને મુખ્ય પરીક્ષા આપવા વાળા ની તો અહીં કોઈ જ કમી ન હતી.

ગાંધીનગરમા તો મુશ્કેલ થી કોઈ પ્રિલીમ પાસ કરી શકતા હતા. અને અહીં તો મુખ્ય અને ઇન્ટરવ્યૂ સુધી પોંહચવા વાળા ઘણા લોકો હતા એમાંય પ્રિલીમ પાસ કરવા વાળા તો ઘણા હતા.
જીગર ને આશ્ચર્ય ની સાથે ડર પણ લાગતો હતો. શું તે આટલા મેહનતું પરીક્ષાર્થીઓ અને એમાંય પેલા થી જ dy.sp અને મામલતદાર પાસ કરેલ લોકો સાથે કોમ્પિટિશન કરી શકશે? તે જાણતો હતો કે તે આવા લોકો પાસે કાઈ જ નથી. તે ઘણી બધી નિષ્ફળતાઓ લઈને અહીં આવ્યો છે. ખબર નહી તે કેમ ટકી શકશે આવા લોકોની વચ્ચે!

એક મહિનો થઈ ગયો હતો જીગરને વિકાસ સર ના કલાસ માં જતા. એક દિવસ વિકાસ સર એ કલાસ માં ટેસ્ટ લેવાની ઘોષણા કરી. અને જીગર જાણતો હતો કે મુખ્ય પરીક્ષા માં પાસ થવા માટે હિન્દી સાહિત્ય માં સારા માર્ક લાવવા જરૂરી છે. એટલે તે ટેસ્ટ ને ગંભીરતા થી આપવા માંગતો હતો તેને ખુબ જ મેહનત કરી અને વિકાસ સર દ્વારા આપવામાં આવેલ નોટ્સ વાંચી અને ટેસ્ટ આપી. બીજા દિવસે કલાસ માં વિકાસ સર એ પૂછ્યું - જીગર કોણ છે ?
જીગરે તેનો હાથ ઊંચો કર્યો.
વિકાસ સર એ કહ્યું - આ છોકરા માં સિવિલ સર્વિસ મુખ્ય પરીક્ષા પાસ કરવાની ક્ષમતા છે. ટેસ્ટ માં આના બધા થી વધુ માર્ક આવ્યા છે.

એકવાર માં તો જીગર ને ભરોસો ન થયો. તેના જવાબો આટલા સાચા કઈ રીતે હોઈ શકે. આ વિદ્વાનો ના કલાસ માં તે ટોપર કઈ રીતે બની શકે? વિકાસ સર દ્વારા પ્રશંશા કરાતાં જીગર ને કલાસ માં બધા છોકરા છોકરીઓ અલગ જ રીતે જોવા લાગ્યા. હવે કલાસ માં બધાના આકર્ષણ નું કેન્દ્ર જીગર બની ગયો હતો. જયારે તે કલાસ માંથી બહાર નીકળ્યો ત્યાં ઘણી છોકરીઓ એ તેને ઘેરી લીધો છોકરીઓને તેમાં ભવિષ્ય નો આઈ.એ.એસ નજરે જોવા પડ્યો.

જીગર ખુબ જ ખુશ હતો. તે રૂમ પર ગયો અને પંડિત ને પેપર બતાવ્યું. થોડીવાર માં તો પંડિત પણ વિચારવા લાગ્યો કે જીગર કઈ રીતે ટોપ કરી શકે. પછી પેપર જોતા બોલ્યો - જીગર તું ખોટો ખુશ થઈ રહ્યો છે તારા બધા જવાબ સામાન્ય જ છે એમાં ખાસ કઈ એવુ લખ્યું નથી તે ઉપર છલ્લી નજરે પેપર જોઈને પંડિતે પલંગ પર પેપર નો ઘા કર્યો.
પંડિત ઈર્ષા કરવા લાગ્યો. પંડિત તેની જાત ને હિન્દી સાહિત્ય નો વિદ્વાન માનતો હતો. જીગર ને પંડિત ના આ વર્તન થી દુઃખ થયું પણ તેને કઈ કહ્યું નહી.

સિવિલ સર્વિસ પ્રિલીમ પરીક્ષાનું રિઝલ્ટ આવી ગયું. પંડિત અને જીગર સાઇકલ લઈને નહેરુવિહાર ના સાઇબર કાફે માં રિઝલ્ટ જોવા ગયા. જીગર નું દિલ જોર જોર થી ધબકવા લાગ્યું. પંડિતે આ વખતે પ્રિલીમ પરીક્ષા આપી ન હતી એટલે એને કોઈ ચિંતા ન હતી. જીગરે ઇન્ટરનેટ પર રિઝલ્ટ જોયું. એના જીવન ની પેહલી પ્રિલીમ પરીક્ષા એને પાસ કરી.
પ્રિલીમ પાસ કરવાની ખુશી માં એ આનંદ અને હર્ષ ઉલ્લાસ ની લાગણી વચ્ચે દોડી ને કલાસ ગયો. કલાસ ની બહાર ઘણા પ્રિલીમ માં પાસ કરેલ અંદરો અંદર ચર્ચા કરી રહ્યા હતા. જીગર પ્રિલીમ પરીક્ષા ને મોટી ઉપલબ્ધી માનતો હતો પરંતુ કલાસ માતો ઘણા લોકો પ્રિલીમ પાસ કરી લીધી હતી. જીગર સમજી ગયો કે મુખ્ય પરીક્ષા જ મુખ્ય છે. સાચી મેહનત તો હવે કરવાની છે.

આજે પ્રિલીમ ના રિઝલ્ટ આવવાથી કલાસ પંદર મિનિટ મોડી શરૂ થવાની હતી. જીગર કલાસ માં પ્રવેશ્યો અને તેની બેચીસ પર બેસવા જતો જ હતો કે તેની બેચીસ પર કોઈક છોકરી બેઠી હતી. જીગર ને જોઈને એ છોકરી એ થોડી જગ્યા કરતા બાજુ માં પડેલ ખાલી જગ્યા એ ખસી ગઈ અને જીગર તેની જગ્યાએ બેસ્યો.

પેલી છોકરીએ જીગર સામે જોઈને કહ્યું -
હેલ્લો હું વર્ષા.....!!

to be continue...
ક્રમશ : આવતીકાલે
જયદીપ સોનારા "વિદ્યાર્થી"

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED