Maadi hu Collector bani gayo - 32 books and stories free download online pdf in Gujarati

માડી હું કલેકટર બની ગયો - 32

🚔માડી હું કલેકટર બની ગયો 🚔

ખંડ -૩૨


બપોરનો સમય હતો. ગુપ્તા તેના રૂમ પર સુઈ રહ્યો હતો ત્યાં જ વિવેક યાદવ નામનો તેનો મિત્ર આવ્યો. (વિવેક યાદવ એ આવખતે મુખ્ય પરીક્ષા આપી હતી. તે ઉત્તરપ્રદેશ ના એક ગરીબ ખેડૂત પરિવારમાંથી આવતો હતો. )

ગુપ્તા એ ખુરશી અને ટુવાલને હટાવતા કહ્યું - આવો વિવેકભાઈ, કેમ છો?
હા ગુપ્તા, આબાજુ આવ્યો હતો એક મિત્ર પાસે નોટ્સ લેવા માટે તો વિચાર્યું ગુપ્તા ને મળતો જાઉં. વિવેકે ખુરશી પર બેસતા કહ્યું.

ગુપ્તા એ ગૅસ પર ચા ચડાવી. વિવેક ગુપ્તાની બૂકો જોઈ રહ્યો હતો ત્યાં જ પંકજ પણ આવી ગયો. પંકજે હજુ કોઈ કલાસ માં એડમિશન લીધું ન હતું. તે ખાલી ncert ની બુક જ વાંચી રહ્યો હતો. ગુપ્તા એ તેને ncert માં underline કરીને વાંચવાનું સમજાવ્યું હતું. પંકજ તે યોજનાને પુરી કરવામાં જ લાગેલો હતો.

ચા પીશને પંકજ? પંકજ ના અંદર આવતાજ ગુપ્તા બોલ્યો.
હા પી લઈશ, થોડી આપજો. પંકજે કહ્યું.

ગુપ્તા - અરે, વિવેકભાઈ આ પંકજ છે.હજી થોડાક દિવસ પહેલાં જ આવ્યો છે. કોચિંગ લેવાનું બાકી છે. આને ક્યાં ફસાવી દઈએ તમે જ બોલો, કોઈક આઈડિયા આપો ?

વિવેક - કોચિંગ એક માર્ગદર્શન આપે છે. હું તો કહુ છું કે કોચિંગ વગર પણ જાતે તૈયારી કરીને પણ સિલેક્શન મળી શકે છે. ચાની ચુસ્કી મારતા વિવેકે કહ્યું.

ગુપ્તા - વિવેકભાઈ, જરા કોઈક નવા વિદ્યાર્થીની નજરથી વિચારી ને કહો. અરે ભાઈ કોઈ અહીંયા હજારો કિલોમીટર દૂર દિલ્લી આવે છે. એજ કોચિંગ કરીને સારું માર્ગદર્શન મેળવીને પણ સિલેક્શન થઈ શકેને ? ખાલી રૂમ રાખીને વાંચવા થોડી આવે છે બધા દિલ્લી એપણ આટલું દૂર!

વિવેક - હા પણ આજે તો એ પણ માનવું જોઈશે ને કે ગલીગલી માં ખુલેલી કોચિંગ થોડાક કોચિંગને બાદ કરતા ઘણા બધાની ગુણવત્તા ક્યાં સારી છે?

ગુપ્તા - હા એ તમારી વાત સાચી છે. પણ એ જાણવા ત્યારેજ તમને મળ્યું ને જયારે તમે કોચિંગ કરી. હાહાહા...!!

વિવેક - હા સાલું બે ત્રણ વર્ષ તો એ સમજવામાં જ લાગ્યા કે કોચિંગ લેવું જોઈએ કે નહી અને ક્યાંથી લેવું જોઈએ! અને જયારે એ સમજમાં આવ્યું કે આ કોચિંગ સારું છે ત્યાં સુધી તો પૈસા અને સમય બંને ખતમ થઈ ગયા હોય છે.

પંકજ ચા નો કપ હાથમાં લઈને બંને ની વાત સાંભળી રહ્યો હતો. તેને ખબર ન હતી કે કોચિંગ કેવું માયાજાળ છે. તે તો વિચારીને જ આવ્યો હતો કે એકાદ વર્ષ માં તેનો બેડો પાર થઈ જશે. તેને લાગ્યું કે વિવેકભાઈએ તો ઇન્ટરવ્યૂ પણ આપ્યું છે તો એના અનુભવ તો સાચા જ હશેને!

પંકજ - મારે શું કરવું જોઈએ, કોચિંગ લેવું જોઈએ કે નહી, અને ક્યાંથી લેવું જોઈએ ગુપ્તા?
ગુપ્તા - નહી તારે લેવું જ જોઈએ! આજ સુધી એવુ ક્યારેય બન્યું નથી કે કોઈ મુખર્જીનગર આવે ને કોચિંગ લીધા વગર ભાગ્યશાળી પૈસા લૂંટાવ્યા વગર, કોચિંગ માં ફસ્યા વગર જ સેલેક્ટ થઈ જાય! ગુપ્તા એ હસતા કહ્યું.

ગુપ્તા એ કહ્યું - વિવેકભાઈ આનું એડમિશન તો કરાવી દયો.
વિવેક - ઠીક છે, આજ સાંજે સાત વાગ્યે આવો બત્રા હું જોઉ છું તમારું એડમિશન!

બીજી બાજુ જીગરની આઈ.એ.એસ ની ટ્રેનિંગ ચાલી રહી હતી.

આજે જીગર નો પહેલો પગાર તેના બેંકમાં જમાં થયો હતો.
જીગરે તેના પિતાએ ભુરકાકા પાસે ગીરવી રાખેલ જમીન ના પૈસા આપી દીધા હતા. અને હવે ગીરવે મુકેલ જમીન તેના પિતા ને પાછી મળી ગઈ હતી.
તેને થોડાક પૈસા આકાશને આપતા કહ્યું - આકાશ તું થોડાક ફોર્મલ કપડાં અને કોટ ખરીદી લેજે. પૈસા આપતા જીગર બોલ્યો.

આકાશ - સાહેબજી, આ હું નહી લઈ શકું. આવા કપડાં અમારી કેટેગરી ના માણસો માટે નથી.
જીગર - કેટેગરી ? કેવી કેટેગરી ?
આકાશ - સાહેબજી, હું ગરીબ છું. સૂટ બુટ નું હું શું કરીશ? લોકો મારા પર હસશે!

જીગર આ ભાવુક થઈ ગયો. આ યુગમાં પૈસા ની પૂજા કરે છે અહીંયા તો કપડાં પણ જાત,વર્ગ,ધર્મ થઈ ગયું છે.જીગરે આકાશને ઘણી સમજવાની કોશિશ કરી પણ તે ન માન્યો.

બીજા દિવસે આકાશ જીગરના રૂમ પર જાણ કર્યા વગર જ આવી ગયો. અને બોલવા લાગ્યો. તેના અંદાજે જીગરને અંદરથી હલાવી નાખ્યો.
આકાશ - સાહેબજી શું હું માણસ નથી? મને કાંઈ દેખાતું નથી શું ?
જીગર - શું થયું દોસ્ત ?
આકાશ - તમે મારા માટે શું વિચારો છો સાહેબજી?
આ સવાલ થી જીગર ચોંકી ગયો. જીગર - અરે તું એક સાચે જ ઈમાનદાર અને ભાલો માણસ છે. પણ થયું શું ?

પછી જીગર ને ખબર પડી કે આ કોઈ છોકરીની વાત છે આકાશના એકાંત ને જીગર સમજી ગયો.

આકાશ - સાહેબજી, આ અમીર છોકરીઓ.....અંગ્રેજી બોલે છે, મોટી મોટી કારમાં ફરે છે. અને અમારી તરફ જોતી પણ નથી. અને જોવે છે તો પણ મજાક અને હુકમ ચલાવાના ઈરાદાથી! શું મારા વજુદ નું કોઈ સમ્માન કે ધ્યાન પણ કોઈ નહી આપે. તે એટલું તો કરી જ શકે ને કે કમ સે કમ નજર અંદાજ તો ન કરે.

જીગર - દોસ્ત, મારી સાથે પણ આવીજ એક ઘટના ઘટી હતી અને જીગરે તેનો લાઈબ્રેરી માં લાગેલ આરોપ ની ઘટના કહી આ ઘટના સાંભળીને આકાશ ચોંકી ગયો અને શાયદ તેને તેની સમસ્યા નું સમાધાન મળી ગયું હોઈ તેમ બીજું કઈ બોલ્યો જ નહી.

જીગરને ચિંતા થઈ તેથી તેને આકાશ ને તેના રૂમ પર જ આજે સુઈ જવાનું કહ્યું. જીગર તેના વિશે હજી ઘણી બાબતો જાણતો ન હતો જીગર ને લાગ્યું કે હજુ આકાશ ના જીવન વિશે જાણવાની ઉત્સુકતા જાગી.

આકાશ - સાહેબજી, અમને અહીંયા ઓફિસર ના રૂમ પર સુવાની ઈજાજત નથી.
આકાશનો અધૂરો જવાબ જીગર સમજી ગયો.

જીગર - દોસ્ત, તને બીજી કોઈ પણ વાત પરેશાન કરતી હોય તો મને બિન્દાસ કહી શકે છે તુ હું તારો મોટા ભાઈ જ છું.

આકાશ એ હિંમત કરીને કહ્યું - સાહેબજી, હું એક વર્ષ સુધી ભારતીય રેલ્વે માં સહાયક તરીકે કામ કર્યું છે. ત્યાં પોલીસ....
જીગર - અરે બતાવ અહીંયા એક આઈ.એ.એસ ઓફિસર પાસે તું સુરક્ષિત છે જીગરે તેની હિંમત વધારવા કહ્યું.

આકાશ - સાહેબજી, ત્યાં પોલીસ ના માણસો મને મારતા હતા. અને બાળકો સાથે દુર્વ્યવહાર કરતા હતા. પૈસા પણ માંગતા હતા. એટલે હું કોઈ પર ભરોસો નથી કરતો, કેમકે ત્યાં મે રાત્રે ઘણી દર્દનાક ચીજો જોઈ છે.

જીગર - દોસ્ત, તું અહીંયા સુરક્ષિત છે. તું અહીંયા મારા રૂમ પર મારી સાથે રહી શકે છે જેથી તારા રૂમ નું ભાડું પણ બચશે અને અહીંયા મારી સાથે જમી લેજે જેથી તારા જમવાના પૈસા પણ બચશે. અને આ બચેલ પૈસા ને તારા પરિવાર ને મોકલજે. હું તારી બીજી કોઈ મદદ કરી શકું.

આકાશ એ રડતા રડતા જીગર ને ભેટી પડ્યો. અને બોલ્યો - સાહેબજી, તમારા જેવા ઓફિસર ની આ દુનિયાને ખુબ જ જરૂરત છે........!!

to be continue...
ક્રમશ : આવતા અંકે
જયદીપ સોનારા "વિદ્યાર્થી"


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED