Maadi hu Collector bani gayo - 24 books and stories free download online pdf in Gujarati

માડી હું કલેકટર બની ગયો - 24

🚔માડી હું કલેકટર બની ગયો 🚔

ખંડ -૨૪

જીગરે તેની ડાયરી માં તેનો વિચાર લખ્યો. "મુખ્ય પરીક્ષા માં સફળતાની ખુશી હવે ઇન્ટરવ્યૂની તૈયારી અને ફાઇનલ રિઝલ્ટ ની અનિશ્ચિતતા માં ડૂબી રહી છે."
ત્યાંજ વર્ષા આવી ગઈ. વર્ષા એ આવતાજ જીગર ને કહ્યું - હું ઉત્તરાખંડ psc ની મુખ્ય પરીક્ષામાં પાસ થઈ ગઈ છું.

જીગરે વર્ષાની વાત સાંભળીને કહ્યું - લે હવે શું કહીશ તું! તને સલામ વર્ષા ના ચેહરા પર આત્મવિશ્વાસ દેખાય રહ્યો હતો.

વર્ષા એ જીગર નો હાથ પકડી લીધો અને બોલી - આપણા બંનેનું ઇન્ટરવ્યૂ હજી બાકી છે જીગર!
જીગરે ઉત્સાહ થી કહ્યું - તારું ઇન્ટરવ્યૂ તો સૌથી સારું જશે. તને ડેપ્યુટી કલેકટર બનતા કોઈ નહી રોકી શકે.

વર્ષા એ જીગરને કહ્યું - હા જીગર, જો હું ડેપ્યુટી કલેકટર બની ગઈ તો મારા પપ્પા કેટલા ખુશ થશે? તેનું સપનું પૂરું થશે. એમ.બી.બી.એસ માં સફળ ન થવાના કારણે મે તેને નિરાશ કરી દીધા હતા હવે સફળ થઈને તેનું માથું ઊંચું કરી શકીશ. હું ઘરે જઈ રહી છું આજે! ત્યાંથી જ હરિદ્વાર જઈશ પપ્પા સાથે ઇન્ટરવ્યૂ દેવા માટે! ઇન્ટરવ્યૂ દઈને હું પાછી આવી જઈશ.
જીગર - વર્ષા, ઇન્ટરવ્યૂ દઈને તું બીજા જ દિવસે પાછી દિલ્લી આવી જજે.

વર્ષા - તું તારા ઇન્ટરવ્યૂ માં ધ્યાન આપ, તારા ઇન્ટરવ્યૂની પેહલા જ હું દિલ્લી આવી જઈશ. અને સંભાળ....... આ વખતે અસફળ થવાનો કોઈ જ મોકો ન આપતો....વારંવાર આવી તક પાછી નથી મળતી જીગર!!
અને વર્ષા તેના ઘરે ચાલી ગઈ.

એક સાંજે જીગર ને વર્ષા એ એસ.ટી.ડી માંથી ફોન કરીને કહ્યું - જીગર મારું ઇન્ટરવ્યૂ ખુબજ સારું ગયું છે. પછી થોડો સમય રહીને બોલી કે પણ હું દિલ્લી જલ્દી નહી આવી શકું.
જીગરે આશ્ચર્ય થી પૂછ્યું - કેમ વર્ષા શું થયું??

વર્ષા એ દુઃખી અવાજે કહ્યું - દિલ્લીથી કોઈક એ પપ્પા ને ફોન કરીને બતાવી દીધું છે કે હું કોઈક છોકરાથી પ્રેમ કરું છું. મમ્મી કહી રહી હતી કે જ્યારથી આવો ફોન આવ્યો છે ત્યારથી પપ્પા દુઃખી છે.
જીગર - કોણે કર્યો હશે ફોન?
વર્ષા - મને શું ખબર! કોઈ પર શંકા ન કરતા કહ્યું

જીગર એસ.ટી.ડી પર થી પોતાના રૂમ પર આવ્યો. પાંચ દિવસ પછી વર્ષા નો પાછો ફોન આવ્યો.
આ વખતે વર્ષા એ કહ્યું - જીગર મારું ઉત્તરાખંડ psc માં ડેપ્યુટી કલેકટર માં સિલેક્શન થઈ ગયું..!!!!
જીગર ની ખુશી નો હવે કોઈજ ઠેકાણું ન રહ્યુ- વાહ વર્ષા, આ તો બહુજ મોટી ખબર છે, મને વિશ્વાસ હતો કે વર્ષા મારી પહેલા સફળ થશે. મને લાગે છે કે ભગવાને આજનો દિવસ તારા નામે લખી દીધો છે.

વર્ષા - હા જીગર, આજે હું ખુબ જ ખુશ છું. મારા પપ્પા નું સપનું સાકાર કરી દીધું છે. પપ્પા ખુબ જ ખુશ છે. હવે તારો વારો છે!!!
વર્ષા ના સિલેક્શન ની ખુશી માં જીગર ને હવે ચિંતા સતાવવા લાગી અને કહ્યું - વર્ષા હું આજે ખુબ ખુશ છું. વર્ષા સાંભળને......!

વર્ષા - હા જીગર, શું બોલ?
જીગર - મારા ઇન્ટરવ્યૂ પહેલા તું દિલ્લી આવી જઈશને!
વર્ષા એ ઉદાસ અવાજે કહ્યું - જીગર જયારે દિલ્લીથી પેલો ફોન આવ્યો છે મારા પપ્પાને લાગે છે કે મે તેનો ભરોસો તોડી નાખ્યો છે.

વર્ષાની વાત સાંભળીને જીગરે કહ્યું - શું કોઈથી પ્રેમ ન કરીને આ ભરોસો બચી શકે?
જીગરની વાત સાંભળીને વર્ષા કંઈજ ન કહી શકી.

મુખ્ય પરીક્ષાના આવ્યાને ઘણા દિવસો થઈ ગયા હતા. પંડિતનું દુઃખ હવે ઓછું થઈ ગયું હતું. જીગરે હવે સમય બરબાદ કર્યા વગર ઇન્ટરવ્યૂ ની તૈયારીઓ શરૂ કરી એના માટે તેને કોચિંગ કલાસ માં ચાલતા મોક ઇન્ટરવ્યૂ જોઈન કરી લીધા.

ડેપ્યુટી કલેકટર બની ગયા પછી વર્ષા જીગર ના ઇન્ટરવ્યૂ ના પહેલા દિલ્લી જવા માંગતી હતી. પણ પપ્પા ને આવેલ એ અજાણ્યા ફોન ના કારણે તે પપ્પા સાથે વાત ન કરી શકતી હતી. પણ એક દિવસ તેના પપ્પા ઘરના બગીચા માં ફૂલોને પાણી પાઈ રહ્યા હતા. વર્ષા એ દૂર ઉભા રહીને તેના પપ્પા સાથે વાત કરવાની હિમ્મત કરી તેને પપ્પા મે કહ્યું - પપ્પા આ ગુલાબ કેવા સરસ ખીલ્યા છે. પાછળના વર્ષે કેટલા કરમાય ગયા હતા.

પપ્પા એ વર્ષા ની વાત ને પકળતા કહ્યું - ગુલાબ તો આ વર્ષે જ લગાવ્યા છે. પાછળના વર્ષે ગુલાબ લગાવ્યા ન હતા. તું શાયદ બીજું કંઈક કેહવાની કોશિશ કરશ?

વર્ષા ની હિમ્મત નોહતી થતી જીગર વિષે કેહવાની તેને નક્કી કર્યું કે હવે તે પપ્પાની પાસે અનુમતિ લઈને દિલ્લી જશે. વર્ષા એ પપ્પા થી નજર નીચે કરીને કહ્યું - પપ્પા દિલ્લી માં જે જીગર છેને!

વર્ષા આ અધૂરા વાક્ય ને આગળ બોલી ન શકી પપ્પા તેનો ચેહરો જોઈને તેની હાલત સમજી ગયા. પપ્પા એ પૂછ્યું - શું તે તારી સાથે ડેપ્યુટી કલેકટર બની ગયો છે ?
વર્ષા ની રાહ આસાન ન હતી વર્ષા એ કહ્યું - પપ્પા તે આઈ.એ.એસ ની મુખ્ય પરીક્ષા માં પાસ થઈ ગયો છે હવે ખાલી ઇન્ટરવ્યૂ જ બાકી છે.

પપ્પા - કેટલામો પ્રયત્ન છે તેનો ?
વર્ષા - છેલ્લો...!! વર્ષા નો ચેહરો જુકી ગયો.

થોડો સમય ચુપચાપ માહોલ રહ્યો. આજ માહોલ નો ફાયદો ઉઠાવતા વર્ષા બોલી - જીગરનું ઇન્ટરવ્યૂ છે પપ્પા, હું દિલ્લી જાઉં ? તે મારી રાહ જોઈ રહ્યો છે!
પપ્પા કઠોરતા સાથે ઉભા રહ્યા કહ્યું - વર્ષા, તેનું ફાઇનલ સિલેક્શન થઈ જવા દે પહેલા!

વર્ષા એ હવે હિમ્મત જુટાવી કહ્યું - પપ્પા, જો જીગરનું સિલેક્શન ન થયું તો મારે તેની પાસે જવું જ પડશે. તે ખુબ જ ઈમોશનલ છે. પપ્પા તે કંઈક કરી બેસશે તો...!!


પપ્પા ને સમજ માં ન આવતું હતું કે તે શું બોલે? તે વર્ષા ના મનોસ્થિતિ પર હેરાન હતા. તેને વચન લેતા કહ્યું - મને ઉમ્મીદ છે કે તું મારો ભરોસો નહી તોડે.

એક દિવસ એક સ્કૂલ માં વર્ષા ને માર્ગદર્શન આપવા આમંત્રણ આપવામાં આવ્યું. તે ગઈ. તેનું સમ્માન પણ કરવામાં આવ્યું. જયારે તેની સ્પીચ આપવાની હતી તેમાં તે બોલી - અહીજ સાત વર્ષ પહેલા એક સમ્માન સમારોહ આયોજીત હતો તેમાં હું એમ.બી.બી.એસ માં અસફળ થઈને બેઠી હતી હવે મે ડેપ્યુટી કલેકટર બનીને મારા પપ્પા ને ભરોસો અપાવ્યો કે હું પણ બધું કરી શકું છું.
વર્ષા એ થોડા સમય પછી એક શ્વાસ લીધો અને કહ્યું - મે મારા પપ્પાને વચન આપ્યું છે કે તેનો ભરોસો ક્યારેય તોડીશ નહીં.
વર્ષા તેના ભાષણ માં અંતિમ પડાવ માં પોંહચી - મેહનત કરવાવાળા દરેક છોકરાઓ થી તેના માતા પિતા એવુજ ઈચ્છે છે કે તે સફળ થઈ જાય ત્યારેજ માતાપિતા નો પ્રેમ મળે પણ જો તે અસફળ થાય ત્યારે પણ તેને માતા પિતાનો પ્રેમ મળવો જોઈએ. તમે તમારા બાળકોને સાંભળી શકો છો, તેને સમજી શકો ચો, તેનો સાથ આપવો જોઈએ.

એટલું કેહતા ત્યાંજ બેઠેલ વર્ષા ના પપ્પા ને આ વાત તેના મગજ માં ધુમી રહી હતી અને તેનું હૃદય ભરાય ગયું.

હવે બે દિવસ પછી જીગરનું ઇન્ટરવ્યૂ છે......!!

to be contibue....
ક્રમશ : આવતીકાલે
જયદીપ સોનારા"વિદ્યાર્થી"

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED