માડી હું કલેકટર બની ગયો - 39 Jaydip H Sonara દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

માડી હું કલેકટર બની ગયો - 39

🚔માડી હું કલેકટર બની ગયો 🚔

ખંડ -૩૯

આજે મુખ્ય પરીક્ષાનો પ્રથમ દિવસ હતો. પંકજ અને પંડિત બંનેની તૈયારી તો પુરી જ હતી. પંડિતે હનુમાન ચાલીસા ના પાઠ સવાર માં જ શરૂ કરી દીધા હતા. તેને આ વખતે ભગવાન પ્રત્યે પુરી શ્રદ્ધા હતી. પંકજ ને પણ એક ઉમ્મીદ અને વિશ્વાસ હતો કે આ વખતે તેનું સિલેકસન પાક્કું છે.
સવાર માં પંડિતના ફોન ઉપર ફોન ચાલુ થયા હતા. પંડિત ને તેના પિતા એ આ એક વર્ષનું અલ્ટીમેટમ આપેલ હતું. બીજી બાજુ પંકજ ને પણ ઘરે થી પિતાનો ફોન આવ્યો હતો. અને તેના પિતા એ પણ તેના મનોસ્થિતિ માં એક પ્રશ્ન નાખ્યો હતો - "કે છોરા આ વખતે તો પાસ થઈ જઈશ ને ?"

આમ તો બંનેની પરિસ્થિતિ એક સામાન જ હતી. પંકજ અને પંડિત તેની મુખ્ય પરીક્ષા આપવા માટે નીકળ્યા. ચાર દિવસ ચાલવા વાળી આ મુખ્ય પરીક્ષાનો કાર્યક્રમ એક દિવસ ના બે પેપર આમ બધાજ પેપર પુરા થયા. પંકજ ને પરીક્ષા આપ્યા પછી ઉમ્મીદ હતી કે શાયદ તેના પેપર સારા ગયા છે પરંતુ અહીંયા કોઈ જ આવી ગેરેન્ટી હોતી નથી જ્યાં સુધી અંતિમ રીઝલ્ટ માં નામ ન આવે ત્યાં સુધી. પંડિત અને પંકજ હવે મુખ્ય પરીક્ષાના રીઝલ્ટ ની રાહ જોઈ રહ્યા હતા.

ત્યાં બીજી બાજુ ગુપ્તા પણ તેની gpsc ની મુખ્ય પરીક્ષા આપી દીધી હતી.

🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹

બીજી બાજુ જીગર ની અંતિમ ક્ષણ ની ટ્રેનિંગ શરૂ હતી. જીગર હવે આકાશને અંગ્રેજી અને બીજું પર્સનલીટી ના મુદ્દા ઉપર શીખવવાનું શરૂ કર્યું. આકાશ પણ ધીરે ધીરે અંગ્રેજીમાં મહારાથ હાસિલ કરી રહ્યો હતો અને તેના વ્યક્તિત્વમાં પણ નિખાર જોવા મળી રહ્યો હતો. આમ તો આકાશે જીગરને તેના વિશે બધીજ વાતો કરી હતી આકાશના પરિવાર માં તેની એક બહેન અને તેની માતા હતી. પણ ક્યારેય જીગર ને તેના પરિવાર સાથે મળવાનો મોકો મળ્યો ન હતો.

એક દિવસ જીગર જ્યારે ટ્રેનિંગ માંથી પરત તેના રૂમ પર જઈ રહ્યો હતો ત્યારે પાછળથી આકાશે બૂમ પાડી.

આકાશ - સાહેબજી...સાહેબજી, મારે હવે આજે ઘરે જવું પડશે.
જીગર - અચ્છા કેમ બધું ઠીક તો છેને ?
આકાશ - નહીં સાહેબજી, મને તો ઠીક નથી લાગતું ઘરેથી મારી બહેને ફોન કર્યો હતો કે મારા મમ્મી ની તબિયત ઠીક નથી. પણ બહેન કંઈક છુપાવી રહી હતી સાહેબજી!
જીગર - અચ્છા ચાલ દોસ્ત તું કેબ લઈને આવ હું પણ તારી સાથે આવું છું.
આકાશ - પણ સાહેબજી, તમારી ટ્રેનિંગ શરૂ છેને !
જીગર - હું મોટા સાહેબ પાસેથી રાજા લઈ લઈશ.

આકાશ હવે કેબ લઈને આવ્યો. આકાશનું ઘર મસૂરીથી ૪૦ કિમી દૂર હતું. ગોમતીપુર ના એ ગામ માં આકાશનું ઘર હતું. જીગર અને આકાશ બંને તેના ઘરે પોહચ્યાં ત્યાં જ અંદર જઈને જોયું તો આકાશની માતા એક ખાટલામાં સુતા હતા આકાશને જોઈને તેની બહેન આકાશને ભેટી પડી અને રડવા લાગી. આવું કરુણ દ્રશ્ય જોઈને આકાશ ને પણ રડવું આવી ગયું. જીગરે બંને ને સાંત્વના આપી.

ગામના એક વડીલે જીગરે જણાવ્યું કે આકાશના માતા ને કેન્સર નામની ભયંકર બીમારી છે તેને બીજા સ્ટેજનું કેન્સર છે. તેના માતા અને બહેને આ વાત આકાશથી છુપાવીને રાખી છે. જીગરને પણ જાણીને દુઃખ થયું.

આકાશ અને જીગર બંને રાત્રે ત્યાં જ રોકાવાનું નક્કી કર્યું. વહેલી સવારના ત્રણ વાગ્યા હતા ત્યાં આકાશે જીગરને ઉઠાડ્યો. અને જીગર બેઠો થયો ત્યાં આકાશની બહેન રડી રહી હતી અને આજુબાજુ વાળા લોકો પણ એકઠા થઈ રહ્યા હતા. જીગર ફટાફટ ઉભો થયો અને આકાશ જીગરને જોઈને બોલ્યો

આકાશ - સાહેબજી, મમ્મી ની તબિયત ખુબ જ ખરાબ થતી જઈ રહી છે. વેદજીને બોલાવ્યા છે હમણાં જ આવતા હશે.
જીગર અને આકાશ તેની માતા પાસે ગયા. આકાશે માતા નો હાથ પકડી લીધો ત્યાં જ વેદજી આવ્યા. વેદજી એ ચેક કરતા કહ્યું કે આકાશના મમ્મીને હવે શહેર ની કોઈ મોટી હોસ્પિટલ માં દાખલ કરવા પડશે.

જીગર - આકાશ હવે આપણે મમ્મી ને દેહરાદૂન લઈને જવા પડશે ફટાફટ ચાલ કેબ તૈયાર જ છે.
આકાશ અને જીગર તેમજ ગામવાળા લોકો ની સહાયતાથી આકાશના મમ્મીને કેબ માં બેસાડ્યા.
આકાશ જીગર અને આકાશ ની બહેન અને ગામના એક વડીલ વ્યક્તિ કેબ માં બેસીને દેહરાદૂન જવા નીકળ્યા.

દેહરાદૂન ની સન હોસ્પિટલ માં ઇમરજન્સી વોર્ડ માં આકાશના મમ્મીને દાખલ કર્યા. અને બધા બહાર બેઠા બેઠા હવે પ્રાર્થના કરી રહ્યા હતા. ત્યાં જ થોડીવાર માં એક ડોક્ટર સાહેબ આવ્યા અને જીગર તેને જોઈને ઉભો થયો આકાશ ઉભો થતા જીગરે તેને ત્યાં જ બેસી રહેવા ઈશારો કરતા પેલા વડીલ અને જીગર ડોક્ટર પાસે ગયા.

ડોકટરે કહ્યું કે હવે મિસ્ટર સિન્હા કે જે કેન્સર ના સ્પેશ્યિલીસ્ટ છે તેને અહીંયા બોલાવવા પડશે. જીગરે તેને બોલાવાની હા કહી. ડોક્ટર સિન્હા એક કલાકે આવ્યા અને થોડો સમય બાદ તે પણ બહાર આવતા જીગર ને કહ્યું કે હવે આકાશના મમ્મી પાસે ખુબ જ ઓછો સમય છે.

જીગરે હવે ડોક્ટર ને એક પ્રશ્ન કર્યો.
કે શું તે આકાશના મમ્મીને મળી શકે ?
ડોકટરે હા કહી.
જીગર હવે એકલો આકાશના મમ્મી પાસે ગયો. તે એકદમ શ્વાસ લઈ રહ્યા હતા. મોઢા પર ઓક્સિજન માસ્ક હતું અને ecg પણ હાલક ડોલક થઈ રહ્યું હતું.
જીગરે તેની પાસે ગયો આકાશ ના મમ્મી ને જોઈને તેની આંખો ભરાઈ આવી. ત્યાં આકાશના મમ્મી એ આંખો ખોલી.

જીગર - તમે ચિંતા ન કરશો બધું જ ઠીક થઈ જશે. ડોકટરે કહ્યું છેકે તમે જલ્દી જ ઠીક થઈ જશો જીગરે હિંમત વધાવવા કહ્યું તેના મમ્મી એ માસ્ક હટાવીને કહ્યું
મમ્મી - મોડા, હવે મારો જવાનો વખત આવી ગયો છે. આકાશ તારા વિશે મને ઘણી વાતો કહી છે.
જીગર - તમારે આરામની જરૂર છે મમ્મી તમે આરામ કરો.
મમ્મી - મને આકાશ ની અને મારી છોકરીની ખુબ જ ચિંતા થાય છે.

જીગર - તમે સજા થઈ જશો. ચિંતા ન કરો.
આકાશના મમ્મીએ હવે જીગર નો હાથ પકડતા કહ્યું.
મમ્મી - મોડા, હવે મારે જવાનો વખત થઈ ગયો છે. મને એક વચન આપીશ ?
જીગર - હા બોલો
મમ્મી - આકાશને તું હંમેશા તારી સાથે જ રાખજે. મારા ગયા પછી તેનો ખ્યાલ તું રાખીશને? તેનું મારા ગયા પછી આ દુનિયામાં કોઈ જ નહીં હોય!

જીગર ને હવે ખુબ જ રડવું આવી રહ્યું હતું પરંતુ તેને આંખો માં આંસુ છુપાવી રાખ્યા અને આકાશના મમ્મી ને હિંમત આપતા કહ્યું.
જીગર - હા, હું વચન આપું છું કે આકાશ ને હું મારા નાનભાઈની જેમ રાખીશ અને નાની બહેન ને પણ! તમે જરાય ચિંતા ન કરો.

આકાશના મમ્મી એ જીગર ના માથા પર હાથ ફેરવ્યો અને એક અંતિમ વાક્ય કહ્યું - ભગવાન તને ખુશ રાખે.
જીગરે જોયું તો હવે આકાશના મમ્મીનો શ્વાસ રુંધાય રહ્યો હતો જીગરે ફટાફટ ઓક્સિજન માસ્ક પહેરાવ્યું અને દોડીને બહાર ડોક્ટર પાસે બુમ પાડી. ડોક્ટર આવ્યા અંદર આકાશ અને તેની બહેન પણ આવી ગઈ.

આકાશે મમ્મીની હાલત જોઈ તેના મમ્મી શ્વાસ લેવા માટે તરફડીયા મારી રહ્યા હતા.
આકાશ - સાહેબજી, આ શું થયું છે કંઈક કરોને સાહેબજી, !
જીગરના બંને હાથ ને હલાવતા આકાશ બોલ્યો.
જીગર ચૂપ રહ્યો. જીગર સ્તબ્ધ ઉભો રહ્યો.
આકાશ - સાહેબજી, કેમ કંઈજ બોલતા નથી?
ત્યાં જ અચાનક ecg ની લાઇન ઉભી રહી ગઈ. આકાશના મમ્મી હવે ત્યાં જ શ્વાસ છોડી દીધા.

જીગરે આકાશને ભેટી પડતા એક બૂમ પાડીને કહ્યું. આકાશ મમ્મી હવે નથી રહ્યા.
આકાશ ની જાણે દુનિયા જ ચાલી ગઈ હોય તેમ તે જીગર ને ભેટીને રડી રહ્યો હતો

સાહેબજી, આ શું થઈ ગયું................?

to be continue...
ક્રમશ.....
જયદીપ સોનારા "વિદ્યાર્થી"