આ જનમની પેલે પાર

(1.7k)
  • 190.1k
  • 74
  • 106.2k

દિયાન અને હેવાલીની જોડી સારસ પક્ષીની જોડી જેવી ગણાતી હતી. બંને જાણે એકબીજા માટે જ બન્યા હોય એવા હતા. બંને સમજુ, સુંદર અને સુશીલ હતા. ભગવાને જાણે તેમની રામ-સીતા જેવી જોડી બનાવી હતી. તેમના સ્વભાવની પ્રશંસા કરતાં પરિવારજનો અને ઓળખીતાઓ આવું બધું કહેતાં અટકતા ન હતા. પતિ-પત્ની તરીકે આદર્શ ગણાતી આ જોડીનું નવા પરણતા યુગલોને ઉદાહરણ અપાતું હતું. હજુ તો લગ્નને એક વર્ષ પણ થયું ન હતું અને જે સમાચાર આવ્યા એ કોઇના માનવામાં આવતા ન હતા. આ શક્ય જ ન હોવાનું એમને જાણનારા છાતી ઠોકીને કહી શકે એમ હતા. ઘણા કહેતા હતા કે પહેલી એનિવર્સરી ઉજવવાની આ તેમની અનોખી રીત હશે. પરંતુ જ્યારે ખુદ દિયાન અને હેવાલીના મોંએથી એ સમાચાર જેણે પણ સાંભળ્યા એમને પોતાના કાન પર વિશ્વાસ આવતો ન હતો. દિયાન અને હેવાલીએ અલગ થવાનો નિર્ણય લીધો છે એ વાતને એનીવર્સરી અલગ રીતે ઉજવવાની રીત છે એવું માનતા સંબંધીઓને મોટો આંચકો લાગ્યો હતો. પરંતુ હકીકતથી હવે આંખ આડા કાન થઇ શકે એમ ન હતા.

Full Novel

1

આ જનમની પેલે પાર - ૧

આ જનમની પેલે પાર-રાકેશ ઠક્કરપ્રકરણ-૧ દિયાન અને હેવાલીની જોડી સારસ પક્ષીની જોડી ગણાતી હતી. બંને જાણે એકબીજા માટે જ બન્યા હોય એવા હતા. બંને સમજુ, સુંદર અને સુશીલ હતા. ભગવાને જાણે તેમની રામ-સીતા જેવી જોડી બનાવી હતી. તેમના સ્વભાવની પ્રશંસા કરતાં પરિવારજનો અને ઓળખીતાઓ આવું બધું કહેતાં અટકતા ન હતા. પતિ-પત્ની તરીકે આદર્શ ગણાતી આ જોડીનું નવા પરણતા યુગલોને ઉદાહરણ અપાતું હતું. હજુ તો લગ્નને એક વર્ષ પણ થયું ન હતું અને જે સમાચાર આવ્યા એ કોઇના માનવામાં આવતા ન હતા. આ શક્ય જ ન હોવાનું એમને જાણનારા છાતી ઠોકીને કહી શકે એમ હતા. ઘણા કહેતા હતા કે પહેલી ...વધુ વાંચો

2

આ જનમની પેલે પાર - ૨

આ જનમની પેલે પાર-રાકેશ ઠક્કરપ્રકરણ-૨ આખો પરિવાર ચિંતાગ્રસ્ત હતો ત્યારે દિયાન અને ચહેરા પર અલગ થવાના દુ:ખ કે અફસોસને બદલે આનંદના ભાવ હતા. આ બાબત પરિવારને વધારે કઠે એવી હતી. જનમ જનમનો સાથ નિભાવવાને બદલે એકબીજાથી દૂર અને જુદા રસ્તે જવાની એમની વાત સ્વીકારી શકાય એમ ન હતી. દિયાન અને હેવાલીએ એકબીજા સામે જોયું અને મલકાયા. પરિવારને એમની સગાઇનો દિવસ અને એ સમયના એમના આવા જ ચહેરા યાદ આવી ગયા. અત્યારે સંજોગો જુદા હતા. દિયાન અને હેવાલી ચૂપચાપ એવી રીતે બેઠા હતા જાણે કોઇ તમાશો જોવા બેઠા હોય. દિયાનના પિતા દિનકરભાઇના મગજનો પારો ઉપર ચઢી રહ્યો હતો. તેમણે ઉગ્ર ...વધુ વાંચો

3

આ જનમની પેલે પાર - ૩

આ જનમની પેલે પાર-રાકેશ ઠક્કરપ્રકરણ-૩ સુલુબેનની ધમકી સાંભળીને દિયાન અને હેવાલી સાથે આંચકો લાગ્યો. કોઇને કલ્પના ન હતી કે સુલુબેન આટલા બધા દુ:ખી હશે. દિનકરભાઇ પણ હેરતથી સુલુબેન તરફ જોવા લાગ્યા. બેઠક કરતાં પહેલાં એમણે સુલુબેન સાથે ચર્ચા કરી હતી અને એવું નક્કી કર્યું હતું કે એમને પ્રેમથી સમજાવીશું એટલે માની જશે. અને જે કોઇ કારણ હશે તેને સમજીશું અને જે સમસ્યા હશે તેનું નિરાકરણ કરવાનો પ્રયત્ન કરીશું. સુલુબેન આત્મહત્યાનો નિર્ણય લેશે એવી કલ્પના ન હતી. અને એ માત્ર ધમકી આપવા જ કહી રહ્યા હોય એવું ન હતું. અગાઉ પણ એ ઘર-પરિવારના ભલા માટે આકરા નિર્ણયો લેતા આવ્યા છે. ...વધુ વાંચો

4

આ જનમની પેલે પાર - ૪

આ જનમની પેલે પાર-રાકેશ ઠક્કરપ્રકરણ-૪ દિયાને કસમ ખાધી અને કોઇ સમસ્યા ન વાત કર્યા પછી બધાં ચૂપ થઇ ગયા હતા. જાણે એમની પાસે કોઇ દલીલ ના બચી હોય એમ સ્તબ્ધ હતા. દિયાન અને હેવાલી મનોમન ખુશ થઇ રહ્યા હતા ત્યારે દિનકરભાઇએ કહ્યું:'ભલે તમારી વાત સાચી હોય કે કોઇ સમસ્યા નથી તો છૂટા પડવાની કોઇ જરૂર જ નથી. અમે વડિલોએ એકબીજાની સંમતિથી તમારા લગ્ન ગોઠવ્યા હતા. હવે છૂટા પડવા માટે બંનેના પરિવારની સંમતિ જરૂરી છે અને એ કોઇ આપવાના નથી. મહેરબાની કરીને તમારું આ ગાંડપણ રહેવા દો...' દિનકરભાઇના મોટા થતા અવાજથી ગભરાયા વગર દિયાન બોલ્યો:'પપ્પા, આ ચર્ચાનો કોઇ અંત આવવાનો ...વધુ વાંચો

5

આ જનમની પેલે પાર - ૫

આ જનમની પેલે પાર-રાકેશ ઠક્કરપ્રકરણ-૫ દિયાન અને હેવાલીને સપનામાં પણ કલ્પના ન કે તેમણે આ રીતે છૂટા પડવાનો વખત આવશે. જન્મોજનમ સાથે રહેવાનું વચન આપ્યું હોય અને એકબીજા માટે જ સર્જાયા હોય ત્યારે અચાનક એક અણધાર્યું તોફાન એમની સામે આવી જશે એવું વિચાર્યું જ ન હતું. થોડા દિવસ પહેલાં વહેલી સવારે ઊઠીને જ્યારે દિયાને એક વાત હેવાલીને કરી ત્યારે હેવાલીએ પણ સામે એવી જ વાત કરી. બંનેએ સમાંતર એકસરખો અનુભવ કર્યો હતો. એ જાણીને બંને ચમકી ગયા હતા. બંનેના જીવનમાં એક સાથે કોઇ અજાણી વ્યક્તિનું આગમન થયું એ યોગાનુયોગ હતો કે કુદરતનો કોઇ ખેલ હતો એ સમજવાનું બંને માટે ...વધુ વાંચો

6

આ જનમની પેલે પાર - ૬

આ જનમની પેલે પાર-રાકેશ ઠક્કરપ્રકરણ-૬ દિયાન અને હેવાલી વિચારમાં પડી ગયા હતા. સાથે એકસરખી વાત સપનામાં થઇ હતી. બંનેને સપનામાં આવેલા પાત્રો કહેતા હતા કે તેમના આ જન્મમાં લગ્ન ખોટા થયા છે. તેમના સાચા જીવનસાથી અલગ છે. આ વાત બંને સ્વીકારી શકે એમ ન હતા. તેઓ એમની રામ-સીતા જેવી જોડી અલગ થવાનું સપનામાં પણ વિચારી શકે એમ ન હતા ત્યારે સપનામાં તેમને એમ કહેવામાં આવી રહ્યું હતું કે તે એકબીજા માટે બન્યા નથી. બીજા કોઇની સાથે જન્મોજનમના સાથને નિભાવવાનો છે.દિયાન કહે:'હેવાલી, આપણે આ વાતને એક સપનું સમજીને જ ભૂલી જઇએ તો? આપણા મનોજગતમાં રમાતી આ એક રમત જ છે. એને ...વધુ વાંચો

7

આ જનમની પેલે પાર - ૭

આ જનમની પેલે પાર-રાકેશ ઠક્કરપ્રકરણ-૭ દિયાન સમજતો હતો કે સપનામાં થતો સંવાદ કલ્પના જ હશે. એ વાતને કોઇ માનશે નહીં. તે પોતાના મિત્રને સપનામાં થતી વાતચીત વિશે વાત કરવાનું વિચારી રહ્યો હતો. પણ એમને વાતનો વિશ્વાસ આવે એવી કોઇ નિશાની કે પુરાવા પોતાની પાસે ન હતા. કોઇને પણ આવી વાત સપનું જ લાગે અને એને ભૂલી જવાની જ સલાહ આપે એમ હતું. સપનામાં મળતા વિજાતીય પાત્રોની વાત કરવાથી પોતાની મજાક થશે એવો ડર હતો. પણ ગઇકાલે રાત્રે તેની જેમ જ હેવાલીએ જ્યારે એને કહ્યું કે મેવાન પુરાવા આપવાની વાત કરતો હતો ત્યારે તે વધારે ચોંકી ગયો. તેને પણ શિનામીએ ...વધુ વાંચો

8

આ જનમની પેલે પાર - ૮

આ જનમની પેલે પાર-રાકેશ ઠક્કરપ્રકરણ-૮'દિયાન તું આ શું કહે છે? એક તરફ આપણે એમનાથી છૂટકારો મેળવવાનું વિચારી રહ્યા છે બીજી તરફ તું સામે ચાલીને મળવાની વાત કેમ કરી રહ્યો છે?' હેવાલીએ નવાઇથી પૂછયું.'એ વાત સાચી છે કે આપણે એમનાથી છૂટકારો મેળવવો છે. પણ કંઇ જાણ્યા વગર એનો ઉપાય મળશે નહીં. મારું માનવું છે કે આપણે એમની પાસે પૂર્વ જન્મની સાબિતીઓ મેળવવી જોઇએ અને એની સત્યતાની ચકાસણી કરવી જોઇએ. જો એમની વાત સાચી હોય તો આગળ એ પછીનો વિચાર કરીશું. અત્યાર સુધીનો આપણો જ નહીં સૌ કોઇનો અનુભવ છે કે એક વખત સપનામાં આપણે જે કંઇ જોઇએ છીએ એ ફરી ...વધુ વાંચો

9

આ જનમની પેલે પાર - ૯

આ જનમની પેલે પાર-રાકેશ ઠક્કરપ્રકરણ-૯દિયાન રાત્રે કોરો કાગળ પોતાની બાજુમાં રાખીને સૂઇ ગયો હતો. સપનામાં શિનામી સાથે કોઇ વાત હોય એવું યાદ આવતું ન હતું ત્યારે આ લખાણ પોતે ક્યારે અને કેમ લખ્યું એની નવાઇ લાગી રહી હતી. હેવાલી એને કાગળના લખાણ વિશે પૂછી રહી હતી ત્યારે એ પોતાના જ અક્ષર છે કે કેમ એનું નિરીક્ષણ કરી રહ્યો હતો. એણે ધારી ધારીને જોયું. અક્ષર પોતાના જ હતા. અક્ષરોના વળાંક જ કહી આપતા હતા કે પોતે જ લખ્યું હતું. અક્ષરો પરથી તેને લાગતું હતું કે બહુ શાંતિથી આ લખાણ લખ્યું છે. પોતે રાત્રે ઊઠ્યો હોય એવો કોઇ ખ્યાલ જ નથી. ...વધુ વાંચો

10

આ જનમની પેલે પાર - ૧૦

આ જનમની પેલે પાર-રાકેશ ઠક્કરપ્રકરણ-૧૦હેવાલી ડરીને દિયાનની પાછળ લપાઇ ગઇ. તેને સામે ઊભેલા માણસનો ચહેરો બિહામણો લાગ્યો. દિયાનના દિલની પણ વધી ગઇ હતી. એ માણસની એક જ આંખ હતી. એ પણ કાચની હોય એમ ચમકી રહી હતી. બીજી આંખમાં ખાડો હતો. એના ચહેરા પરની ચામડી પણ દાઝીને ઝુલસી ગઇ હોય એમ લબડી રહી હતી. ચહેરા મર જાણે માંસનો લોચો લગાવ્યો હતો. અજાણ્યા માણસના ભયાનક ચહેરાને જોઇને બંને ડરી ગયા હતા. દિયાન હિંમત રાખીને એ માણસ સામે જોઇને પૂછવા લાગ્યો:'અડસઢ મહોલ્લો આ જ છે?' એ વિચિત્ર મોંવાળા માણસે બંને તરફ એક આંખથી નજર નાખીને જોયું. તેઓ અજણ્યા પ્રાણી હોય એમ ...વધુ વાંચો

11

આ જનમની પેલે પાર - ૧૧

આ જનમની પેલે પાર-રાકેશ ઠક્કરપ્રકરણ-૧૧દિયાન અને હેવાલીના સપનામાં મેવાન અને શિનામી આવતા હતા. એમણે જ અહીંનું સરનામું આપ્યું હતું. એ સરનામે મળેલો એક માણસ કહી રહ્યો હતો કે બંનેના મોત થયા છે. તેથી સાબિત થયું કે બંનેને સપનું આવતું હતું એ સાચું હતું. પેલા માણસની વાત સાંભળીને બંને ડરી ગયા હતા. એક ડર સપનાની વાત સાચી પડવાનો હતો અને બીજો ડર બંનેનો સાથ છૂટવાનો ઊભો થયો હતો. બંનેને અલગ કરવા કે એમનો સાથ મેળવવા એમની સચ્ચાઇનો પુરાવો આપી ચૂક્યા હતા. દિયાનને આ માણસ રહસ્યમય લાગી રહ્યો હતો. હેવાલીને થતું હતું કે તેઓ અહીં આવીને ફસાઇ ગયા છે. પોતે જ ...વધુ વાંચો

12

આ જનમની પેલે પાર - ૧૨

આ જનમની પેલે પાર-રાકેશ ઠક્કરપ્રકરણ-૧૨ત્રિલોકના પ્રશ્નનો શું જવાબ આપવો એ દિયાન વિચારી રહ્યો હતો. અસલમાં તે શિનામીને ક્યારેય મળ્યો કે હેવાલી મેવાનને મળી નથી. તેના વિશે બંને કંઇ જ જાણતા નથી. એમનો પરિચય આપવાનું મુશ્કેલ છે. એમ પણ બની શકે કે મેવાને એમના સપનામાં આવીને આ વાતની જાણ કરી હોય. બહુ વિચાર કરીને જવાબ આપવો પડે એમ હતો.દિયાનને મૂંગોમંતર થયેલો જોઇ ત્રિલોક કહે:'તમે કઇ દુનિયામાં જતા રહ્યા છો? તમે મેવાનના મિત્ર છો કે બીજું કોઇ?'દિયાન સ્વસ્થ થતાં બોલ્યો:'આમ કહો તો મિત્ર છે અને બીજી રીતે કહીએ તો મારા મિત્રના મિત્ર છે. એટલે હું એમના વિશે વધારે જાણતો નથી. એક-બે ...વધુ વાંચો

13

આ જનમની પેલે પાર - ૧૩

આ જનમની પેલે પાર-રાકેશ ઠક્કરપ્રકરણ-૧૩દિયાન અને હેવાલીને થયું કે તેમની પોલ ખૂલી જશે. તેમને સપનામાં મેવાન અને શિનામી આવે એ વાત ત્રિલોક જાણે છે. એમને ખબર પડી ગઇ છે કે અમે સપનાની ખાતરી કરવા આવ્યા છે. બંનેએ જવાબ આપવાનું ટાળ્યું. ત્રિલોકનું હાસ્ય ડરામણું હતું.'જુઓ, તમે ભલે એમ કહેતા હશો કે મિત્રો છીએ અને એને મળવા આવ્યા છે પણ સાચું કારણ તમે કહેવા માગતા નથી. મેવાન ગુજરી ગયો છે એટલે તમે વધારે કંઇ કહેવા માગતા નથી. મારી સ્થિતિ જોઇને પણ તમારી એ વાત કહેવાની હિંમત થતી નથી. તમે જે વાત કહેવા આવ્યા છો એ કહી શકો છો. કોઇ સંકોચ રાખશો ...વધુ વાંચો

14

આ જનમની પેલે પાર - ૧૪

આ જનમની પેલે પાર-રાકેશ ઠક્કરપ્રકરણ-૧૪ત્રિલોકે પોતાની વાત સાંભળી લીધી હોવાના ડર સાથે તે પથ્થર જેવી બની ગઇ. હેવાલીને થયું ત્રિલોક તેને ખીજવાશે. એના અવાજમાં ગંભીરતા હતી પણ ગુસ્સો ન હતો. તે સહેજ હસતાં બોલ્યો:'મારી સ્થિતિ અને વાતો પરથી તમને હું ગાંડા જેવો લાગતો હોઇશ. અને એમ પણ બની શકે કે મારું મગજ ઠેકાણે ના હોય. કેમકે મેં જે દિલ દહેલાવનારી ઘટના જોઇ છે એમાંથી વર્ષો પછી પણ બહાર આવી શક્યો નથી. અને જીવનની મજબૂરી એવી છે કે જીવી શકાતું નથી અને મરી શકાતું નથી. એક બાજુ એમ થાય છે કે આત્મહત્યા કરીને આ જીવનનો અંત લાવી દઉં. હવે જીવવા ...વધુ વાંચો

15

આ જનમની પેલે પાર - ૧૫

આ જનમની પેલે પાર-રાકેશ ઠક્કરપ્રકરણ-૧૫દિયાનને થયું કે તેણે પાછા આવીને ભૂલ કરી છે. ત્રિલોકનું ભયાનક રૂપ જોઇને તે હેબતાઇ હતો. ત્રિલોક લોહી નીતરતા ચાકુ સાથે ગાંડાની જેમ હસી રહ્યો હતો. તેણે કોઇ મોટું કામ કર્યું હોય એમ ખુશીથી ઝૂમી રહ્યો હતો. તેના હસવાનો અવાજ દિયાનના શરીરમાં કંપારી ઊભી કરી રહ્યો હતો. તેને થયું કે પોતે અહીં ફરી ક્યારેય ન આવવાનું નક્કી કરી નીકળી જવું જોઇતું હતું. તે કોઇ લાગણીથી દોરવાઇને કે ઉત્સુક્તાને કારણે અહીં સુધી પાછો ખેંચાઇ આવ્યો હતો. ત્રિલોકના હાથમાં લોહીથી તરબતર ચાકુ એ વાતની સાબિતી આપતું હતું કે તેણે કોઇની હત્યા કરી છે.દિયાને છુપાઇ રહીને જ થોડા ...વધુ વાંચો

16

આ જનમની પેલે પાર - ૧૬

આ જનમની પેલે પાર-રાકેશ ઠક્કરપ્રકરણ-૧૬હેવાલીએ ગંભીર અવાજે વાત કરી એ પછી દિયાન ચમકીને હેવાલીની ચિંતા કરવા લાગ્યો. તેને કહ્યું:'હેવાલી...આમ કહે છે? આપણે એમને વિનંતી કરીશું તો એ આપણી વાત માનશે. આપણી પાસે બીજો કોઇ રસ્તો નથી. ત્રિલોકને મળ્યા પછી એ વાત પાકી થઇ ગઇ છે કે મેવાન અને શિનામિની જોડી હતી. બંને મૃત્યુ પામ્યા છે અને તેમનો આત્મા ભટકી રહ્યો છે....' 'દિયાન, તું સમજતો કેમ નથી? આપણે એમને કંઇ કહી શકીએ એમ નથી...' હેવાલી પોતાની વાતનું પુનરાવર્તન કરતી બોલી.'તું આમ કેમ કહે છે?' દિયાન નવાઇથી પૂછવા લાગ્યો. 'કેમકે એમણે જે વાતો કહી છે એ બધી સાચી નીકળી છે. અને ...વધુ વાંચો

17

આ જનમની પેલે પાર - ૧૭

આ જનમની પેલે પાર-રાકેશ ઠક્કરપ્રકરણ-૧૭દિયાનનો જવાબ હેવાલીને અપેક્ષિત ન હતો. તે શિનામિના મોહમાં અંધ બન્યો હોવાની વાતને સાચી કહી હતો.'દિયાન, આ તું શું બોલી રહ્યો છે. સપના સપના હોય છે. તારું સપનું શિનામિ જેવી યુવતી હતી તો પછી મારી સાથે લગ્ન કેમ કર્યા?' હેવાલી રડમસ અવાજે પૂછી રહી.'હેવાલી, મેવાન અને શિનામિને કારણે આપણા લગ્નજીવનને અસર થવી ના જોઇએ. તું મારી વાતનો અર્થ સમજી નથી. હવે આપણી પાસે અલગ થવા સિવાય બીજો કોઇ રસ્તો નથી. અને હું શિનામિને સ્વીકારી રહ્યો છું એટલે તને એવું લાગે છે કે હું એના મોહમાં અંધ બન્યો છું. પણ સપનામાં મેં આ આંખોથી એને જોઇ ...વધુ વાંચો

18

આ જનમની પેલે પાર - ૧૮

આ જનમની પેલે પાર-રાકેશ ઠક્કરપ્રકરણ-૧૮હેવાલી મેવાનને દરવાજો ખખડાવ્યા વગર આરપાર થઇને રૂમમાં પ્રવેશતા જોઇ ગભરાઇ ગઇ હતી. તેને એ છે એવો ખ્યાલ આવ્યો નહીં. એણે ડર સાથે બાજુમાં મૂકેલી સ્ટીલની ફૂલદાની એના તરફ ફેંકી હતી. રાતના ભેંકાર ભાસતા વાતાવરણમાં ફૂલદાનીના 'ખડિંગ... ખડિંગ' અવાજથી એ પોતે પણ થથરી ગઇ હતી. મેવાનની આ હરકતની એના પર કોઇ અસર થઇ ન હતી. તે નજીક આવ્યો ત્યારે હેવાલી એને જોઇને નવાઇ પામી.મેવાન શાંત અને સંયત સ્વરે બોલ્યો:'હું મેવાન છું. તારો જન્મોજનમનો સાથી. ભૂલી ગઇ મને? કાલે રાતે જ સપનામાં આપણી વાત થઇ હતી ને?''મેવાન! હા, હું તારી જ રાહ જોઇ રહી હતી. પણ ...વધુ વાંચો

19

આ જનમની પેલે પાર - ૧૯

આ જનમની પેલે પાર-રાકેશ ઠક્કરપ્રકરણ-૧૯મેવાન આંખના પલકારામાં ક્યાં ગાયબ થઇ ગયો હશે? વિચારતી હેવાલી બહાવરી બનીને આખા રૂમમાં નજર કરીને તેને શોધી રહી. પોતે કરેલા પ્રશ્નને કારણે મેવાન જતો રહ્યો હશે? શું તે પોતાના પ્રશ્નથી ગુસ્સે થયો હશે? એ મારા પર કોઇ પગલું તો નહીં ભરે ને? હેવાલી મનમાં જ એક પછી એક સવાલ કરતી ડરથી ધ્રૂજી રહી હતી. તેણે દિયાનને નીચે મળવા જવાનું નક્કી કર્યું. તેને રૂમમાં ભયાનક સન્નાટો વર્તાઇ રહ્યો હતો. મેવાનનું આ વલણ તેને સમજાઇ રહ્યું ન હતું. દિયાનને મળવા જવાનું વિચાર્યા પછી તેને થયું કે જે રીતે મેવાન મારી પાસે આવ્યો છે એ રીતે શિનામિ ...વધુ વાંચો

20

આ જનમની પેલે પાર - ૨૦

આ જનમની પેલે પાર-રાકેશ ઠક્કરપ્રકરણ-૨૦હેવાલીના સવાલનો જવાબ આપવા મેવાન તૈયાર જ હતો.તે બોલ્યો:'તમને મારવાથી અમને લાભ થઇ શકે એમ છતાં તમે માની ગયા એટલે અમે તમારી હત્યા કરવાનું ટાળ્યું હતું. અમે બંને પ્રેત સ્વરૂપમાં ભટકતા હતા. તમારી હત્યા કરીએ તો તમે પણ પ્રેત સ્વરૂપમાં આવી શકો એમ હતા. અને એ રીતે આપણે વધુ સારી રીતે જીવી શકીએ એમ હતા. તમે માનવ રૂપમાં અને અમે પ્રેત રૂપમાં હોઇએ તો જીવન અલગ રહે છે. જેમ તમે માનવ રૂપમાં એકબીજા સાથે વધારે સારી રીતે જીવી શકો એમ જો પ્રેત રૂપમાં હોઇએ તો એકસરખું જીવી શકીએ. પછી અમે વિચાર્યું કે જો તમારી હત્યા ...વધુ વાંચો

21

આ જનમની પેલે પાર - ૨૧

આ જનમની પેલે પાર-રાકેશ ઠક્કરપ્રકરણ-૨૧હેવાલીને ત્રિલોક પહેલાથી જ વિચિત્ર લાગ્યા હતા. એણે અને દિયાને કલ્પના કરી ન હતી કે અને શિનામિએ એમના જીવન વિશેની સત્યતા ચકાસવા મોકલ્યા હતા ત્યાં ત્રિલોક તેમને મળશે અને એક અલગ જ વ્યક્તિની સાથે એમણે વાત કરવાની થશે. હેવાલીને એ જગ્યા પર ગયા પછી ડર લાગવા લાગ્યો હતો. અને છેલ્લે સુધી ત્રિલોકનો અનુભવ ડરામણો જ રહ્યો હતો. એ બધું યાદ કરતી હેવાલીને એ જાણવાની ઉત્સુક્તા વધી ગઇ હતી કે ત્રિલોકે મેવાન અને શિનામિના લગ્નની ખોટી વાત કર્યા પછી બીજી કઇ વાત કરી હતી જે સાચી ન હતી.મેવાનને વાત કરતાં ખચકાતો જોઇ હેવાલીએ ફરી પૂછ્યું:'મેવાન, હવે ...વધુ વાંચો

22

આ જનમની પેલે પાર - ૨૨

આ જનમની પેલે પાર-રાકેશ ઠક્કરપ્રકરણ-૨૨ દિયાન પ્રેત સ્વરૂપમાં રહેલી શિનામિને ભેટવા ગયો પણ તેને ભેટી શક્યો નહીં અને પડી કદાચ એ ભૂલી ગયો હતો કે શિનામિ માનવ રૂપમાં નથી. પોતે એને સ્પર્શી શકે એમ નથી. તેની સાથે વાર્તાલાપ કરવા સુધી જ તેનો પ્રેમ અને સંબંધ સીમીત છે. તે હાથ પંપાળતો ઊભો થયો અને બેડ પર આવીને બેઠો.શિનામિ બોલી ઊઠી:'...અરે! સંભાળ... આમ ઘેલો ના થા. આપણી વચ્ચે કોઇ દિવાલ નથી પણ એક અંતર છે એ કાયમ માટે રહેવાનું છે. આપણે એકબીજાને મળી શકીશું પણ ભેટી શકીશું નહીં. એકબીજા સાથે વાતચીત કરી શકીશું પણ હાથમાં હાથ મિલાવીને પ્રેમ કરી શકીશું નહીં. દિલથી ...વધુ વાંચો

23

આ જનમની પેલે પાર - ૨૩

આ જનમની પેલે પાર-રાકેશ ઠક્કરપ્રકરણ-૨૩ મેવાનના પિતા ત્રિલોકે પોતાના જ ઘરમાં આગ લગાવી દીધી હતી અને એ માટે પોતે હતી એ વાતનો આંચકો હેવાલીને હચમચાવી ગયો હતો. રાતના સમયની ઘરની અંદરની ઘેઘૂર શાંતિમાં એને પોતાના દિલની વધી ચૂકેલી ધડકન મોટા અવાજે સંભળાઇ રહી હતી. તે દિલ પર હાથ મૂકીને બરફની જેમ થીજી ગઇ હોય એમ સ્થિર થઇ ગઇ હતી. તેણે કાચની બારીની બહાર જોયું તો ગાઢ અંધારામાં આગિયા ચમકી રહ્યા હતા. એ જાણે કોઇની આંખો ચમકતી હોય એવો ભાસ ઊભા કરતા હતા. હેવાલી પોતાના પૂર્વ જન્મના જીવન પર મુકાયેલા આરોપના આઘાતમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરી રહી. તેણે દબાયેલા અવાજમાં ...વધુ વાંચો

24

આ જનમની પેલે પાર - ૨૪

આ જનમની પેલે પાર-રાકેશ ઠક્કરપ્રકરણ-૨૪ હેવાલીને દિયાન માટે તડપતી અને ગભરાતી જોયા પછી પણ મેવાન નિર્લેપ હતો. હેવાલી દરવાજો પોતાનું બધું જોર અજમાવી રહી હતી. તેનો જીવ જાણે તાળવે ચોંટી ગયો હતો. વચ્ચે એક ક્ષણ માટે તે બારી તરફ નજર કરીને આગના કેસરી અજવાળાને જોઇ વધારે ચિંતા કરતી હતી. તે ફરી કરગરી:'મેવાન, નીચે દિયાન છે... એને આગથી જોખમ છે. એને બચાવી લે...'મેવાન એની નજીક આવીને બોલ્યો:'આવી જ આગ ત્રિલોકે લગાવી હતી. તને દિયાનની બહુ ચિંતા થાય છે? એના માટે બહુ પ્રેમ છે? તું નથી ઇચ્છતી કે એનો જીવ જાય?'હેવાલી મેવાનના પ્રશ્નોથી ચોંકીને બોલી:'મેવાન, તું આ શું બોલે છે? હું ...વધુ વાંચો

25

આ જનમની પેલે પાર - ૨૫

આ જનમની પેલે પાર-રાકેશ ઠક્કરપ્રકરણ-૨૫ હેવાલીએ બારી બહાર નજર કરી. રાત પૂરી થવામાં હતી. સૂરજ ઊગવાની તૈયારી હતી. પક્ષીઓનો શરૂ થઇ ગયો હતો. ઠંડી હવા સાથે ખુશનુમા માહોલ સર્જાયો હતો. તેને થયું કે આટલું સરસ વાતાવરણ છે ત્યારે મેવાન એવું તે શું જોઇ ગયો કે ચમકી ગયો. તેના મોં પર હજુ ચિંતાના ભાવ હતા. હેવાલીએ નવાઇથી પૂછ્યું:'મેવાન, શું વાત છે? તું આટલો ચિંતિંત અને વ્યગ્ર કેમ થઇ રહ્યો છે. બહાર કેટલો સરસ માહોલ છે. અહીં તો કુદરતના ખોળે બેઠા હોય એમ લાગે છે. આવા વાતાવરણમાં તો મને હળવાશ અનુભવાય છે...' 'હેવાલી, મને ચિંતા એ વાતની છે કે હવે થોડી ...વધુ વાંચો

26

આ જનમની પેલે પાર - ૨૬

આ જનમની પેલે પાર-રાકેશ ઠક્કરપ્રકરણ-૨૬હેવાલીએ ધીમે ધીમે આંખો ખોલી. બહાર અજવાળું હતું. દિવસનો સમય હતો. અત્યારે મેવાન આવી શકે અને એને દરવાજો ખખડાવવાની જરૂર હોતી નથી. તો શું દિયાન મને મળવા આવ્યો હશે? ના, એ પણ ના હોય શકે. અલગ થતી વખતે જ નક્કી થયું હતું કે હવે એકબીજાને મળીશું નહીં અને વાત કરીશું નહીં. પૂર્વજન્મના પ્રેમ સાથે જ સંબંધ રહેશે. આજથી બંને એકબીજાથી અજાણ્યા છે. એકબીજાને ક્યારેય મળ્યા નથી એ રીતે જીવવાનું છે. આ બંગલા વિશે તો ખાસ કોઇ જાણતું નથી. તો પછી કોણ આવ્યું હશે? અને મેવાન જતાં જતાં ખાસ કહી ગયો હતો કે દિયાનને મળતી નહીં.દરવાજો ...વધુ વાંચો

27

આ જનમની પેલે પાર - ૨૭

આ જનમની પેલે પાર-રાકેશ ઠક્કરપ્રકરણ-૨૭શિનામિએ આવીને દિયાનને સૌથી પહેલાં પૂછ્યું:'હેવાલી પાસે ગયો હતો?' 'હા, તું કહી ગઇ હતી એટલે જ પડે ને? પણ મને એ ના સમજાયું કે પહેલાં તું એમ યાદ અપાવીને ગાયબ થઇ ગઇ કે હેવાલી સાથે નાતો તૂટી ગયો છે. પછી થોડી જ વારમાં પાછી આવીને કહી ગઇ હતી કે હેવાલીને મળવા જજે. મારે કંઇક જાણવું છે...તું અચૂક હેવાલીની મુલાકાત કરજે...'શિનામિએ કોઇ જવાબ આપ્યો નહીં.તે હસતી રહી.દિયાન સવારથી એ વિચારમાં હતો કે શિનામિએ મને કેમ હેવાલી પાસે મોકલ્યો હશે? શું એ મેવાન સાથેની તેની વાતો જાણવા માગે છે? શિનામિ કંઇ કહી ગઇ ન હતી એટલે હેવાલીની ...વધુ વાંચો

28

આ જનમની પેલે પાર - ૨૮

આ જનમની પેલે પાર-રાકેશ ઠક્કરપ્રકરણ-૨૮શિનામિએ બીજું ઠેકાણું શોધવાની વાત કર્યા પછી દિયાન વિચારમાં પડી ગયો હતો. શિનામિ સાથે તે સંબંધ નિભાવવા તૈયાર થઇ ગયો હતો એ તેની મજબૂરી હતી કે કર્તવ્ય હતું એ વિશે વધારે ચોક્કસ ન હતો. પણ પ્રેતાત્માના એક ડરને કારણે અત્યારે તો એ શિનામિની કોઇ વાતને ઉથાપિ શકે એમ ન હતો. એ કહે એ કરવામાં જ તેની ભલાઇ હતી.'દિયાન, શું વિચારવા લાગ્યો? તને એમ લાગે છે કે હું તને અમારી જેમ જંગલમાં કે માનવરહિત કોઇ જગ્યાએ લઇ જઇશ અને ત્યાં તારે પણ ભૂતની જેમ રહેવું પડશે?' શિનામિ એને ઢંઢોળતા બોલી.'હં...ના-ના, બીજી જગ્યા વિશે હું કોઇ કલ્પના ...વધુ વાંચો

29

આ જનમની પેલે પાર - ૨૯

આ જનમની પેલે પાર-રાકેશ ઠક્કરપ્રકરણ-૨૯ સુલુબેનનો અવાજ સાંભળીને દિનકરભાઇ એ આશાએ દોડતા આવ્યા કે દિયાન અને હેવાલી આવી ગયા તેમણે આવીને જોયું કે એક દંપતી હતું પણ એ પોતાના ઘરનું ન હતું. એ દિયાનનો મિત્ર જેકેશ અને તેની પત્ની રતીના હતા. બંનેને જોઇને પહેલાં તો દિનકરભાઇને ખુશી ના થઇ પણ એક આશા જાગી અને તેમના ચહેરા પર એનો ચમકારો દેખાયો. તે બોલ્યા:'આ તો જેકેશ અને રતીના છે. એમને બહાર જ ઊભા રાખીશ કે અંદર આવવાનું કહીશ?!''હં...હા, આવો...અસલમાં હું એમના વિશે જ વિચારતી હતી. મને એમને મળવાની ઇચ્છા થઇ હતી અને એ બંને જાણે પ્રગટ થઇ ગયા...''આંટી, આને ટેલીપથી કહે ...વધુ વાંચો

30

આ જનમની પેલે પાર - ૩૦

આ જનમની પેલે પાર-રાકેશ ઠક્કર પ્રકરણ-૩૦ બધાએ દરવાજા તરફ જોયું. કોઇ પુરુષ બોલતાં બોલતાં અંદર આવી રહ્યા હતા. એ કોઇ નહીં પણ હેવાલીના પિતા મનોહરભાઇ હતા. અને એમની પાછળ ચંદનબેન જણે કોઇ કૃત્ય માટે પોતે શરમ અનુભવતા હોય એમ ઊભા હતા.દિનકરભાઇ અને સુલુબેનને જ્યારે ખ્યાલ આવ્યો કે 'એ કારણની અમને ખબર છે...' એમ બોલનાર હેવાલીના પિતા છે ત્યારે નવાઇ લાગવા સાથે આંચકો લાગ્યો. મનોહરભાઇ એમની છેલ્લી વાત સાંભળી ગયા એનો અફસોસ ન હતો. એમને દિયાન અને હેવાલીના અલગ થવાના કારણની ખબર હતી એ વાત ચોંકાવનારી હતી. સુલુબેન અને દિનકરભાઇ એ આંચકાને સહન કરી રહ્યા અને અચાનક ખ્યાલ આવતાં દિનકરભાઇ ...વધુ વાંચો

31

આ જનમની પેલે પાર - ૩૧

આ જનમની પેલે પાર-રાકેશ ઠક્કર પ્રકરણ-૩૧ ચંદનબેન હેવાલીના જીવનનું એક રહસ્ય ખોલવા જ આવ્યા હતા. સુલુબેને એમના પર કોઇ ના કર્યું એ જોઇ એમને આ પરિવાર માટે માન થયું. તે નક્કી કરીને જ આવ્યા હતા કે દિયાન અને હેવાલી અલગ થઇ રહ્યા છે એની પાછળના કારણની અમને જાણ થઇ છે ત્યારે દિયાનના પરિવારને એ જણાવવાની ફરજ બને છે. ચંદનબેને પર્સમાંથી કાગળ કાઢીને સુલુબેનને આપ્યો પછી એમના ચહેરા પર ક્ષોભ અને પોતાની પુત્રીએ વાત છુપાવી હતી એનો અફસોસ દેખાતો હતો.સુલુબેન કાગળ હાથમાં લઇને ઝડપથી એના પર નજર ફેરવવા લાગ્યા. એ કાગળ અસલમાં એક ડૉકટરનો રીપોર્ટ હતો. તેમને અંગ્રેજીમાં લખેલા એ ...વધુ વાંચો

32

આ જનમની પેલે પાર - ૩૨

આ જનમની પેલે પાર-રાકેશ ઠક્કર પ્રકરણ-૩૨ દિયાનનું આ વર્તન તેના માતા-પિતા અને સાસુ-સસરા માટે આંચકો આપનારું હતું. કોઇની સાથે વાત કર્યા વગર તે અંદર જતો રહ્યો હતો. એ ઉપરાંત કોઇ સવાલ ન પૂછવાની તાકીદ કરીને ગયો હતો. બધાંને દિયાન પાછો ફર્યો એ વાતનો આનંદ હતો. પણ તે એકલો આવ્યો એનું દુ:ખ હતું. હેવાલી તેની સાથે કેમ આવી નથી એ સમજાતું હતું. બંનેએ અલગ થવાનો નિર્ણય કરી લીધો હતો. તે કોઇના સવાલોના જવાબ આપવા માગતો ન હતો કે પછી આપવા માટે સક્ષમ ન હતો. તેની મનોદશાને જોતાં બધાંએ આંખોથી જ પરસ્પર વાત કરી લીધી.મનોહરભાઇ ઊભા થતાં બોલ્યા:'દિનકરભાઇ, કદાચ હેવાલી પણ ...વધુ વાંચો

33

આ જનમની પેલે પાર - ૩૩

આ જનમની પેલે પાર-રાકેશ ઠક્કર પ્રકરણ-૩૩ દિયાન પોતાના બેડરૂમની બહાર નીકળ્યો ત્યારે સાંજ પડી ચૂકી હતી. ઘરમાં કોઇ દેખાતું હતું. તેણે રસોડામાં નજર કરી. સુલુબહેન ત્યાં દેખાયા નહીં. તેને રસોડામાંથી સરસ સુગંધ આવી. ત્યાં જઇને જોયું તો એની પસંદગીનું ભોજન તૈયાર થઇ ગયું હતું. તેનું મન ભોજનની સુગંધથી જ પ્રફુલ્લિત થઇ ગયું. પણ પોતે જે વાત માતા-પિતાને કરવાનો હતો એનાથી આ ભોજનનો સ્વાદ એમના માટે કડવો થઇ જવાનો હતો. પોતે પણ આ ભોજનના સ્વાદનો આનંદ માણી શકશે કે કેમ એની શંકા હતી. એ રસોડામાંથી નિરાશ મનથી પિતા દિનકરભાઇના બેડરૂમ પાસે ગયો. એમનો રૂમ ખુલ્લો હતો. એ ત્યાં ન હતા. ...વધુ વાંચો

34

આ જનમની પેલે પાર - ૩૪

આ જનમની પેલે પાર-રાકેશ ઠક્કર પ્રકરણ-૩૪ હેવાલીની સામે એકાએક મેવાન પ્રગટ થયા પછી જ્યારે એણે કહ્યું કે તે દિયાનને ગઇ હતી પણ એણે વાત કરી નહીં ત્યારે એ તેની મજાક કરતો હોય એમ હસવા લાગ્યો હતો. હેવાલી ચોંકી ગઇ હતી. મેવાનનું આ રીતે હસવાનું તેને અજીબ લાગતું હતું. હેવાલીએ નવાઇ સાથે ધડકતા દિલે પૂછ્યું:'મેવાન, તું કેમ આમ હસે છે?'મેવાન મુશ્કેલીથી હસવાનું ખાળીને બોલ્યો:'તું મજાક કરે છે કે શું? દિયાન અહીં આવ્યો હતો? મને સાચું લાગતું નથી!''દિયાને ઘણીવાર દરવાજો ખખડાવ્યો પણ મેં ખોલ્યો નહીં કે કોઇ પ્રતિસાદ આપ્યો નહીં. હવે મારે એની સાથે કોઇ લેવાદેવા નથી. અને મારો પૂર્વ જન્મનો ...વધુ વાંચો

35

આ જનમની પેલે પાર - ૩૫

આ જનમની પેલે પાર-રાકેશ ઠક્કર પ્રકરણ-૩૫ હેવાલીએ જાગીને જોયું કે સૂરજ ઊગી ગયો હતો અને ઘણો ઉપર ચઢી ગયો ત્યારે જ દિયાનની કાર બંગલાના કમ્પાઉન્ડમાંથી બહાર નીકળી રહી હતી. તેને થયું કે ગઇકાલે દિયાન આવ્યો ત્યારે એણે દરવાજો ખોલ્યો ન હતો. આ કારણે એ બહુ નારાજ થયો હોય શકે. પોતે દરવાજો ખોલી શકે એમ ન હતી. અને દરવાજો ના ખોલીને પોતે સારું જ કર્યું હતું. શિનામિ ખુશ થઇ હશે અને મેવાન પણ ખુશ જ હતો. રાત્રે દરવાજો ના ખોલ્યો એટલે અત્યારે દિયાન જતો રહ્યો છે? કે પછી જે રીતે મેવાને મને મારા ઘરે જવા કહ્યું છે એ રીતે શિનામિએ ...વધુ વાંચો

36

આ જનમની પેલે પાર - ૩૬

આ જનમની પેલે પાર-રાકેશ ઠક્કર પ્રકરણ-૩૬ હેવાલીને સામે એક અજાણી યુવતી જોઇ નવાઇ કરતાં ડર વધારે લાગ્યો હતો. દરવાજો બંધ કરી દેવા એનું મન કહેતું હતું. પોતાના ઘરમાં આ અજાણી યુવતી કેવી રીતે આવી ગઇ હશે? અને પોતાના રૂમના દરવાજા સુધી એને કોણે આવવા દીધી હશે? હેવાલીએ અડધા ખોલેલા દરવાજામાંથી જ પહોંચે એટલી દૂર સુધી બધી બાજુ નજર નાખી પણ મમ્મી કે પપ્પા દેખાયા નહીં.એ યુવતી શાંત ચહેરે મલકતી ઊભી હતી. હેવાલી હતપ્રભ હતી. તેના ગળામાંથી અવાજ નીકળતો ન હતો. સામે ઊભેલી યુવતી અતિ સુંદર દેખાતી હતી. જાણે આકાશમાંથી કોઇ પરી ઉતરી આવી હોય એમ લાગતું હતું. હેવાલી કલ્પના ...વધુ વાંચો

37

આ જનમની પેલે પાર - ૩૭

આ જનમની પેલે પાર-રાકેશ ઠક્કર પ્રકરણ-૩૭ દિયાન શિનામિની રાહ જોઇ રહ્યો હતો. તેના ખાલી મનમાં વિચારો આવવા લાગ્યા. માતા-પિતાના આશ્ચર્ય પમાડનારા હતા. જે માતા-પિતા તેના હેવાલી સાથેના લગ્ન ટકી રહે એ માટે સતત પ્રયત્ન કરતા હતા એ હવે છૂટો દોર આપી રહ્યા છે. હેવાલીના સ્થાને બીજી છોકરીને લાવવાની સંમતિ આપી દીધી છે. હું અને હેવાલી પ્રકૃતિ બંગલો પર ગયા એ દરમ્યાન અહીં કોઇ ઘટના બની ગઇ છે અથવા માતા-પિતા મારી ખુશી ચાહે છે. એ મારા નિર્ણય સાથે સહમત થઇ રહ્યા છે. એમ લાગતું હતું કે મારા હેવાલીથી અલગ થવાના આખરી નિર્ણય સામે તેઓ ભારે વિરોધ નોંધાવશે. પરંતુ મારી વાતને ...વધુ વાંચો

38

આ જનમની પેલે પાર - ૩૮

આ જનમની પેલે પાર-રાકેશ ઠક્કર પ્રકરણ-૩૮ દિયાને અજાણ્યા યુવાનને પોતાના રૂમના દરવાજે ઊભેલો જોઇ સહેજ ધડકતા હ્રદયે પૂછ્યું:'તું કોણ અહીં સુધી કેવી રીતે આવી ગયો?'તે હસ્યો. દિયાનને એનું હાસ્ય ડરામણું લાગ્યું.દિયાનને પૂછવું હતું કે મારી પરવાનગી વગર ઘરમાં ઘૂસવાની તારી હિંમત કેવી રીતે થઇ? પણ તેની આસપાસમાં કોઇ ન હતું. મમ્મી-પપ્પા સૂઇ ગયા લાગતા હતા. એના મનમાં યુવાન માટે ભૂતની શંકા ઊભી થઇ રહી હતી. તે ચેતીને બોલવા માગતો હતો. તેણે યુવાનની તરફ ધ્યાનથી જોયું. એ સુંદર અને સુશીલ લાગતો હતો. તેના ચહેરા પર એક અલગ આભા હતી. તેના પ્રભાવમાં કોઇ પણ આવી શકે એમ હતું.યુવાને હસતાં- હસતાં જવાબ ...વધુ વાંચો

39

આ જનમની પેલે પાર - ૩૯

આ જનમની પેલે પાર-રાકેશ ઠક્કર પ્રકરણ-૩૯ દિયાનના ગળામાં દોરડું નાંખીને મેવાન ડરામણું હસ્યો. દિયાનને થયું કે થોડી જ ક્ષણોમાં જીવ નીકળી ચૂક્યો હશે. એણે હવાતિયાં માર્યા:'મેવાન, એક મિનિટ...એક મિનિટ...'મેવાને એના ગળામાં જ દોરડું રહેવા દઇ કહ્યું:'તું એમ સમજતો હશે કે હું તારી કોઇ વાતમાં આવીને તને છોડી દઇશ તો એ તારો વિચાર ખોટો છે. હું તને તારી છેલ્લી ઇચ્છા પણ પૂછવાનો નથી. તારી ઇચ્છા તો શિનામી સાથે જન્મોજનમ રહેવાની જ છે. એને પૂરી કરવાનો છું. હું ફક્ત તારો જીવ લેવા આવ્યો છું. તારા આત્માને આ શરીરમાંથી મુક્ત કરીને શિનામી સુધી પહોંચાડવાનું કામ મારું છે. શિનામીએ તારો પ્રેમ જોઇ લીધો ...વધુ વાંચો

40

આ જનમની પેલે પાર - ૪૦

આ જનમની પેલે પાર-રાકેશ ઠક્કર પ્રકરણ-૪૦ બસ એ છેલ્લી જ ક્ષણ હતી જ્યારે મેવાન એનું ગળું દબાવીને જીવ લઇ હતો. મેવાનનો પ્રતિકાર કરવાની શક્તિ ન હતી એ વાત દિયાન પોતે જાણતો હતો અને મેવાનને પણ ખબર હતી કે દિયાન પ્રતિકાર કરે તો પણ ફાવવાનો નથી. મેવાન એક ભૂત હતો અને દિયાનની માનવ રૂપની શક્તિ કરતાં અનેકગણી વધારે શક્તિ ધરાવતો હતો. મેવાનને થયું કે દિયાન પોતાની માનવ સહજ મર્યાદા જાણી ગયો છે અને કોઇ પ્રતિકાર કરવા માગતો નથી. જો એમ હોત તો એણે થોડી પણ તાકાત અજમાવી હોત અને દોરડું પકડીને એને અટકાવવાનો પ્રયાસ કર્યો હોત. દિયાને જ્યારે દગાની વાત ...વધુ વાંચો

41

આ જનમની પેલે પાર - ૪૧

આ જનમની પેલે પાર-રાકેશ ઠક્કર પ્રકરણ-૪૧ મેવાને દિયાનના ગળાનું દોરડું ઢીલું કરી દીધું. દિયાનના પ્રશ્નએ એને વિચારતો કરી મૂક્યો તે શાંત સ્વરે બોલ્યો:'દિયાન, તારો પ્રશ્ન યોગ્ય છે કે તારો જીવ લેવા ખુદ શિનામી કેમ આવી નથી? અને સાચું કહું તો હું પણ હેવાલીનો જીવ લેવા જઇ શક્યો નથી. અમે જ્યારે નક્કી કર્યું કે હવે તું દિયાન સાથે અને હું હેવાલી સાથે આવા જ રૂપમાં જન્મ વીતાવીશું ત્યારે તમારા બંનેનો માનવ જન્મ પૂરો થવો જરૂરી હતો. શરીર મૃત્યુ પામે અને એમાંથી આત્મા નીકળે એની સાથે ભૂત્-પ્રેત યોનિનો જન્મ જીવી શકાય એમ હતો. અમે બંનેએ તમારો જીવ લેવાનું નક્કી કર્યું પણ ...વધુ વાંચો

42

આ જનમની પેલે પાર - ૪૨

આ જનમની પેલે પાર-રાકેશ ઠક્કર પ્રકરણ-૪૨ એક તરફ હેવાલી અને બીજી તરફ દિયાનના ગળાને દબાવી દેવામાં આવ્યું હતું. બંનેએ આ મૃત્યુને સ્વીકારી લીધું હતું. મેવાન અને શિનામીએ નિર્દયતાથી ગળા દબાવી દીધા હતા. હેવાલી અને દિયાનની આંખો બંધ હતી. હવે એ બંને ભૂત-પ્રેત સ્વરૂપમાં આવવાના હતા. મેવાન અને શિનામી સાથે એક નવું ભૂત જીવન શરૂ કરવાના હતા. ચારેય હવે એક જ સ્વરૂપમાં આવી જવાના હતા. છેલ્લા થોડા દિવસોથી બે સાથીઓ અલગ રૂપમાં મળતા હતા. દિયાન અને હેવાલીનું એકસાથે એકક્ષણે જ ગળું દબાવવામાં આવ્યું હતું. બંનેને ખબર ન હતી કે તેમનો સમય સરખો રાખવામાં આવ્યો હતો. મેવાન અને શિનામીએ એક જ ...વધુ વાંચો

43

આ જનમની પેલે પાર - ૪૩

આ જનમની પેલે પાર-રાકેશ ઠક્કર પ્રકરણ-૪૩ પોતાના જવાબનો ઇંતજાર કરતા દિયાન અને હેવાલીને જોઇને મેવાન હસીને બોલ્યો:'શિનામી, આ પરીક્ષા હતી કે છેલ્લી એ તું કહીશ કે હું કહું?''આ છેલ્લી પરીક્ષા હતી. અને એની પાછળની આખી વાત મેવાન તારે જ કહેવી પડશે. કેમકે એ તારો નિર્ણય હતો. મારું એને સમર્થન હતું...' શિનામીએ સામું હસીને કહ્યું.હેવાલી અને દિયાન એકબીજા સામે જોઇને મનોમન મુસ્કુરાયા.'જુઓ, આ આપણી છેલ્લી મુલાકાત પણ છે. તમને તમારું લગ્નજીવન અને પ્રેમ મુબારક છે. હવે અમે તમને ફરી ક્યારેય મળવાના નથી. અમે તમારાથી દૂર અને એક બીજી જ દુનિયામાં જતા રહેવાના છે. તમારી આંખ સામે ક્યારેય આવીશું નહીં કે ...વધુ વાંચો

44

આ જનમની પેલે પાર - ૪૪

આ જનમની પેલે પાર-રાકેશ ઠક્કર પ્રકરણ-૪૪ ભૂત સ્વરૂપમાં રહેલાં મેવાન અને શિનામી અત્યારે દિયાન અને હેવાલીથી બહુ પ્રભાવિત જણાતા બંને એમની દરેક પરીક્ષામાં ઉત્તીર્ણ થયા હતા. આજે મેવાન એમની બધી જ વાતોનો ખુલાસો કરવા જઇ રહ્યો હતો. મેવાનને સમજાતું ન હતું કે શરૂઆત ક્યાંથી કરવી. એમની પોતાની કહાની પણ લાંબી હતી. બંને મૃત્યુ પામીને ભૂત સ્વરૂપમાં આવ્યા ત્યારે એમના જીવનસાથી સાથે ન હતા. એમની મુલાકાત કેવી રીતે થઇ. હેવાલી અને દિયાનને કેવી રીતે શોધી કાઢ્યા. પછી એમની સાથે રહ્યા અને છેલ્લે એમને ભૂત સ્વરૂપમાં લાવવાનું કેમ માંડી વાળ્યું એની પાછળ ઘણા રહસ્ય હતા. દિયાન અને હેવાલી મેવાન સામે મીટ ...વધુ વાંચો

45

આ જનમની પેલે પાર - ૪૫

આ જનમની પેલે પાર-રાકેશ ઠક્કર પ્રકરણ-૪૫ દિયાન અને હેવાલી એકબીજાની સામે એ રીતે જોઇ રહ્યા હતા કે પહેલાં કોણ આપશે?મેવાનના પ્રશ્નનો દિયાન કે હેવાલી કોઇ જવાબ આપે એ પહેલાં જ શિનામી બોલી:'મેવાન, આપણે હવે એમની કોઇ પરીક્ષા લેવી નથી. આપણે એમની ઇમાનદારી જોઇ અને અનુભવી ચૂક્યા છે. આપણો એક ભૂત તરીકે એમના મનમાં કંઇક ડર જરૂર હશે પણ આપણા પ્રત્યેની એમની પ્રેમની ભાવનામાં મને જરા પણ શંકા રહી નથી. આપણે એમનો જીવ લેવાની કોશિશ કરી ત્યારે એકપણ વખત અટકાવવાનો પ્રયત્ન કર્યો નથી. ખુશી ખુશી આપણી સાથે ભૂત તરીકે જીવન જીવવા તૈયાર થઇ ગયા હતા. બલ્કે આપણે એમનો જીવ લઇ ...વધુ વાંચો

46

આ જનમની પેલે પાર - ૪૬

આ જનમની પેલે પાર-રાકેશ ઠક્કર પ્રકરણ-૪૬ દિયાનને હવે ખ્યાલ આવવા લાગ્યો હતો કે સુલુબેન – દિનકરભાઇએ એના છૂટાછેડાની વાત સહજ રીતે કેમ સ્વીકારી લીધી હતી. પહેલાં બંનેના અલગ થવાની વાત સાંભળીને દુ:ખી થનારા અને એમને રોકવાનો પ્રયત્ન કરનારા મમ્મી-પપ્પાએ હેવાલી સાથેના છૂટાછેડા કોઇ મોટી ઘટના ના હોય એમ સ્વીકારી લીધું હોવાનું બતાવી રહ્યા હતા. મમ્મીએ પહેલી વખત અમારા અલગ થવાની વાત સાંભળી ત્યારે જીવનનો અંત લાવી દેવાની ધમકી સુધ્ધાં આપી દીધી હતી. પિતા પણ કેટલું ખીજવાયા હતા. અત્યાર સુધી અમે તો એમ જ સમજતા હતા કે મેવાન અને શિનામી નામના ભૂત સાથેની વાત માત્ર મિત્રદંપતી જેકેશ- રતીના જ જાણે ...વધુ વાંચો

47

આ જનમની પેલે પાર - ૪૭

આ જનમની પેલે પાર-રાકેશ ઠક્કર પ્રકરણ-૪૭ દિયાનની સાથે 'હા...હા...હા...' કહીને હેવાલી પણ હસવા લાગી.હવે બધાંને જ હ્રદયમાં ફાળ પડી અત્યાર સુધી તેઓ જેને દિયાન- હેવાલી સમજીને વાતચીત કરી રહ્યા હતા એ મેવાન-શિનામીના ભૂત જ છે. એનાથી દિયાન અને હેવાલી કેવી રીતે છૂટકારો મેળવશે? એવી ચિંતા થવા લાગી.અચાનક જેકેશ અને રતીના પણ 'હા...હા...હા...' કરતાં હસવા લાગ્યા. દિનકરભાઇ અને સુલુબેન આભા થઇને ચારેયને જોઇ રહ્યા હતા.સુલુબેન તો રડવા જેવા થઇ ગયા હતા. આખરે દિયાન બોલ્યો:'માફ કરજો મમ્મી-પપ્પા, અમે મજાક કરતા હતા...''તો પછી આ જેકેશ અને રતીનાને અચાનક શું થયું છે તો એ પણ હસી રહ્યા છે?' સુલુબેનના અવાજમાં હજુ ડર હતો.'અમને ...વધુ વાંચો

48

આ જનમની પેલે પાર - ૪૮ - છેલ્લો ભાગ

આ જનમની પેલે પાર-રાકેશ ઠક્કર પ્રકરણ-૪૮ (અંતિમ) સવાર પડી ત્યારે દિયાન અને હેવાલીની આંખો ઘેરાવા લાગી હતી. પણ મીઠા કારણે મન પ્રફુલ્લિત હતું. બંને હવે ઊંઘ કાઢવા જઇ શકે એમ ન હતા. સવારે મંદિરમાં મળવાનું જરૂરી હતું. બંને વિચારતા હતા કે આજે બધાંની સામે એક એવું રહસ્ય ખોલવાનું હતું જે સાંભળીને બધાં જ હક્કાબક્કા રહી જવાના હતા. કોઇને કલ્પના નહીં હોય કે અમે કયું રહસ્ય લઇને ફરતા હતા. અમે અલગ થવા તૈયાર થઇ ગયા એ વાત બધાંને આંચકો આપી ગઇ હતી. જે પતિ- પત્ની એક દિલ બે જાનની જેમ રહેતા હોય એમણે કેવા સંજોગોમાં અલગ થવાનું નક્કી કરવું પડ્યું ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો