આ જનમની પેલે પાર - ૪૮ - છેલ્લો ભાગ Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • આળસુ સજ્જન

    આળસુ સજ્જન आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपु:। नास्त्...

  • અશોક સુંદરી

    અશોક સુંદરી  ભગવાન શ્રી મહાદેવ વિશે આપણે સૌ જાણીએ છીએ. તથા ત...

  • વનવાસ

    વનવાસ- રાકેશ ઠક્કર          નિર્દેશક અનિલ શર્માની નાના પાટેક...

  • લખપત - એક ભૂલાએલો ઇતિહાસ

    લખપત - એક ભુલાયેલો ઇતિહાસતો મેં આગલા લેખ જણાવ્યું એમ કોટેશ્વ...

  • ફરે તે ફરફરે - 53

    ફરે તે ફરફરે - ૫૩   "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ...

શ્રેણી
શેયર કરો

આ જનમની પેલે પાર - ૪૮ - છેલ્લો ભાગ

આ જનમની પેલે પાર

-રાકેશ ઠક્કર

પ્રકરણ-૪૮ (અંતિમ)

સવાર પડી ત્યારે દિયાન અને હેવાલીની આંખો ઘેરાવા લાગી હતી. પણ મીઠા ઉજાગરાને કારણે મન પ્રફુલ્લિત હતું. બંને હવે ઊંઘ કાઢવા જઇ શકે એમ ન હતા. સવારે મંદિરમાં મળવાનું જરૂરી હતું. બંને વિચારતા હતા કે આજે બધાંની સામે એક એવું રહસ્ય ખોલવાનું હતું જે સાંભળીને બધાં જ હક્કાબક્કા રહી જવાના હતા. કોઇને કલ્પના નહીં હોય કે અમે કયું રહસ્ય લઇને ફરતા હતા. અમે અલગ થવા તૈયાર થઇ ગયા એ વાત બધાંને આંચકો આપી ગઇ હતી. જે પતિ- પત્ની એક દિલ બે જાનની જેમ રહેતા હોય એમણે કેવા સંજોગોમાં અલગ થવાનું નક્કી કરવું પડ્યું એની તો ખબર પડી ગઇ હતી. પણ હવે જ્યારે ખરું રહસ્ય છતું કરીશું ત્યારે એ જરૂર શાબાશી આપશે.

દિયાન- હેવાલી તૈયાર થઇને પોતાના બેડરૂમમાંથી સાથે બહાર નીકળ્યા ત્યારે એમની રાહ જોતા સુલુબેન – દિનકરભાઇ એમને જોઇ જ રહ્યા. જે જોડી તૂટવાનું દુ:ખ હતું એ આજે ફરી એક થઇ ગઇ હતી. એક મોટી આફત આવીને જતી રહી હતી. સુલુબેન – દિનકરભાઇએ બંને સાથે સામાન્ય વાતો કરી અને બધાંને ફોન કરી માતાજીના મંદિરમાં મળવાનું કહી દીધું.

ચારેય જણ મંદિરે ત્યાં પહોંચ્યા ત્યારે ચંદનબેન-મનોહરભાઇ અને જેકેશ- રતીનાની જોડી હાજર જ હતી. સૌએ સાથે મળીને મંદિરમાં માતાજીની આરતી કરીને દર્શન કર્યા. પછી પરિસરમાં આવેલ એક નાનકડા બગીચાના બાંકડા પર સ્થાન લીધું.

સૌથી પહેલાં જેકેશ બોલ્યો:'દિયાન, તમારી પાછળ મેવાન અને શિનામીના ભૂત પડ્યા હતા. અને પછી તમારો પ્રેમ જોઇ એમણે તમને છોડી દીધા એ વાતની બધાંને ખબર પડી ગઇ છે. હવે એવું કયું રહસ્ય છે જે કહેવાનું બાકી છે? અને આ રહસ્ય તેં અમને કેમ ના કહ્યું એ પણ કહેજે...'

દિયાને મંદિરની આસપાસમાં નજર નાખી લીધી. તેઓ મંદિરથી દૂર હતા અને ભક્તો દર્શન કરીને જતા રહેતા હતા. નજીકમાં કોઇ ન હતું. મેવાન અને શિનામી અહીં આવવાનો કોઇ પ્રશ્ન જ ન હતો. વાત કરવા માટે વાતાવરણ સંપૂર્ણ રીતે યોગ્ય હોવાની ખાતરી કર્યા પછી દિયાન બોલ્યો:'અમને સપનામાં કે અર્ધજાગ્રત અવસ્થામાં મેવાન અને શિનામીના ભૂત મળતા રહ્યા અને અમે એમને અનુસરતા રહ્યા. કેમકે એ સિવાય બીજો કોઇ માર્ગ ન હતો. એ અમને એમના પૂર્વ જન્મના સાથી સમજતા હતા. બલ્કે એમણે જે પુરાવા રજૂ કર્યા એ પ્રમાણે તો અમે સાથી હોય શકીએ છીએ. પણ આ જન્મની પેલે પાર એમની સાથે જવાનું શક્ય ન હતું. એ ભૂત સ્વરૂપમાં હતા અને અમે માનવરૂપમાં હતા. એમણે અમને પણ ભૂત સ્વરૂપમાં લાવવાનો ઉપાય કરી દીધો હતો. છતાં અમે મોતથી ગભરાયા ન હતા. બસ આ જ બાબતથી અમે એમનું દિલ વધારે જીતી લીધું હતું અને એમણે અમને મુક્ત કરી દીધા...'

દિયાન સહેજ શ્વાસ લેવા રોકાયો એટલે હેવાલીએ તેની વાતનું અનુસંધાન કરતાં કહ્યું:'અમે ભૂતની સાથે બહુ સહજ રીતે રહ્યા અને એમની દરેક વાતને સ્વીકારી. એનાથી બંને પ્રભાવિત થયા હતા. આ બધું સરળ ન હતું...'

રતીના વચ્ચે જ બોલી:'પુરુષો હજુ આ બધી બાબતે હિંમતથી કામ લઇ શકે પણ સ્ત્રીઓ તો ભૂતના નામ માત્રથી ફફડવા લાગે છે, ત્યારે હેવાલી, તું એ મેવાન ભૂત સાથે આટલો સમય કેવી રીતે રહી શકી? તને પણ કોઇ ડર ના લાગ્યો?'

હેવાલી ઉત્સાહથી વાત કરતાં બોલી:'ડર તો લાગ્યો જ હતો. બંને જ્યારે અમારા સપનામાં આવતા હતા ત્યારે ડર લાગતો જ હતો. પરંતુ એક એવી ઘટના બની ગઇ કે એણે અમને નિશ્ચિંત બનાવી દીધા. અમને વિશ્વાસ બેસી ગયો કે બંને અમારું કંઇ બગાડી શકવાના નથી. ભલે એ ભૂત રહ્યા પણ અમારો કોઇ રીતે વાળ વાંકો થવાનો નથી. અમે એકદમ નિશ્ચિંત બનીને એ જે કહેતા ગયા અને કરાવતા ગયા એનું પાલન કરતા રહ્યા...'

હેવાલી અટકી એટલે વાતનો દોર દિયાને પોતાના હાથમાં લઇ કહ્યું:'કેમકે અમે એમની એક ખાનગી વાત જાણી લીધી હતી. ભગવાનની કે કુદરતની જેની કહો એની એવી કૃપા રહી કે એમનું પેપર ફૂટી ગયું. અને અમે એમની દરેક પરીક્ષામાં પાસ થઇ ગયા! હા, એ પણ એટલું જ સાચું છે કે અમને ખબર ન હતી કે એ અમારી કઇ કઇ બાબતે કેવી કેવી પરીક્ષા લેવાના છે. પરંતુ એટલું નક્કી હતું કે અમે બહુ જલદી સાથે થઇ જવાના છે. અસલમાં એ અમારા સપનામાં આવ્યા કરતા હતા. એ દરમ્યાન એક વખત એવું થયું કે અમારી સાથે વાત કરીને એ થોડીવાર રોકાયા હતા. ત્યારે અમે નિદ્રાવસ્થામાં જ હોઇશું એમ માનીને એમણે અંગત વાર્તાલાપમાં એવી વાત કરી હતી કે આપણે એકબીજાને પસંદ કરવા લાગ્યા છે પણ હવે આપણા પૂર્વ જન્મના સાથી મળ્યા છે ત્યારે એમના પ્રેમની પરીક્ષા લઇ જોઇએ. આપણે ભૂત સ્વરૂપમાં છીએ અને એ માનવ રૂપમાં છે. આપણો એમની સાથે કોઇ રીતે મેળ પડવાનો નથી. એમનું મોત થાય એ પછી પણ આપણી જેમ ભૂત સ્વરૂપમાં એ આવશે એમ કહી શકાય નહીં. કેમકે આપણે ચારેય સાથે મૃત્યુ પામ્યા હતા છતાં એ બે જ માનવ અવતાર પામી શક્યા છે. અને એમને મારવાથી એમ પણ બને કે આપણું કોઇ અહિત થાય. અને એકસાથે ચાર જિંદગી બરબાદ થઇ જાય. એના કરતાં આપણે પણ સુખી રહીએ અને એમને એમનું જીવન જીવવાની તક આપીએ. પણ એમની પરીક્ષા આપણે સખત રીતે લઇશું. જોઇએ તો ખરા કે એમનો પ્રેમ કેટલો અજર-અમર છે. એવું પણ બને કે એ બંને આપણી પરીક્ષાથી ગભરાઇ જાય અને કંઇક ન બનવાનું બની જાય તો પણ ચિંતા કરવાની નહીં. આપણી પાસે એવી શક્તિ છે કે કોઇપણ સમસ્યાનો ઉકેલ આવી જશે. એમને કંઇ થશે નહીં. એમની થોડી મજા લઇએ! જો અમે આ રહસ્ય ના જાણતા હોત તો પણ જીવિત તો રહેવાના જ હતા. પરંતુ આટલી સહેલાઇથી એમની આજ્ઞાનું પાલન કરી શકયા ન હોત. અમે નસીબદાર છીએ કે બહુ શાંતિથી એમની સાથે રહ્યા અને છૂટકારો મળી ગયો. એ ભૂત યુગલ ક્યારે ક્યાં ફરતું હોય એનું કહી શકાય નહીં. અમને એમના રહસ્યની ખબર છે એ અમે કોઇની સમક્ષ કહી દઇએ અને એ સાંભળી લે તો કંઇક ઉંધુંચત્તુ થવાનો ડર હતો. જેકેશ, તને એટલા માટે આ રહસ્ય જણાવ્યું નહીં. અસલમાં અમે પણ આ રહસ્ય સાંભળ્યા પછી એની ચર્ચા કરી નથી. ઇશારાથી જ એમનું અનુસરણ કરવાનું નક્કી કરી લીધું હતું. અત્યારે સલામતિના પગલાં તરીકે જ મંદિરના પારિસરની આ પવિત્ર જગ્યા પસંદ કરી છે. હવે તમે પણ આ રહસ્યને કાયમ માટે રહસ્ય જ રાખજો. અમારી જેમ આ બધું એક સપનું માનીને ભૂલી જજો. હા, આ રહસ્યની અમને ખબર નથી એ સાબિત કરવા માટે અમારે અલગ થવાનું નાટક કરવું પડ્યું. જેથી એમને વિશ્વાસ આવે કે અમે ખરેખર અમારા પૂર્વજન્મના સાથીને ચાહીએ છીએ. એમને શંકાનો ક્યાંય ક્યારેય મોકો આપ્યો નથી. તમને બધાંને જે તકલીફ પડી એ બદલ ક્ષમાપ્રાર્થી છીએ.'

'ખરેખર તો અમારે તારી ક્ષમા માગવી જોઇએ. તમે જે પરિસ્થિતિમાંથી પસાર થયા છે એ તમે જ અનુભવી છે. અમે તો સાંભળીને હેબતાઇ ગયા હતા. આ તો અકલ્પનીય હતું. તમે તમારા સલામત ભવિષ્ય અને જીવન માટે આત્મવિશ્વાસુ હતા એટલે જ આટલા નિશ્ચિંત રહીને એમની સાથે રહી શક્યા અને એમણે જે કહ્યું એ કર્યું.' જેકેશ રહસ્ય જાણીને આનંદિત થતાં બોલ્યો.

હેવાલી અને દિયાનની વાતો સાંભળીને સુલુબેન – દિનકરભાઇ અને ચંદનબેન-મનોહરભાઇ મોંમાં આંગળા નાખી ગયા. એમણે બંનેને ગળે લગાવીને લાંબા આયુષ્યના આશીર્વાદ આપ્યા.

મંદિરમાં ઘંટારવ થવા લાગ્યો. બધાંના મનમાં ખુશીનો નાદ થઇ રહ્યો હતો.

સમાપ્ત.